sorry... wrong number books and stories free download online pdf in Gujarati

sorry... wrong number

સોરી.... રોંગ નંબર

શિયાળાની સવારનો સમય હતો. રાજકોટના રાજમાર્ગ સમા કાલાવડ રોડ પર એક કાર પૂરપાટ ઝડપે દોડી રહી હતી. કાર ચલાવનાર યુવાનનુ નામ આર્યન હતુ. બત્રીસ વર્ષના એ યુવાનના મનમા વિચારો કારથી પણ વધૂ ગતિથી ચાલી રહ્યા હતા.

તે પોતાના લગ્નજીવનમાં આવેલા તોફાન વિશે વિચારી રહ્યો હતો. આમ તો તેના લગ્નજીવનને પાંચ વર્ષ જ થયા હતા. પરંતુ પાંચ વર્ષના લગ્નજીવનમાં માત્ર સૂખ જ જોયુ હતુ.

પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી તેના લગ્નજીવનમાં સમસ્યાઓ શરૂ થઈ હતી. તેની પત્ની અનુષ્કાને તે ખૂબ જ પ્રેમ કરતો હતો. પણ ત્રણ મહિનાથી તેની પત્નીના વર્તનમાં ઘણો બદ્લાવ આવ્યો હતો .

તેની પત્નીના જીવન માં એક પરપુરૂષ નો પ્રવેશ થયો હતો. જેના કારણે આર્યનના અનુષ્કા સાથેના લગ્નજીવનમાં તિરાડ પડી હતી.

તેના મનમાં હજુ વિચારોની ઉથલપાથલ ચાલુ જ હતી, તે દરમિયાન માં તે પોતાની મંજીલ પર ક્યારે પહોચી ગયો તેનો ખ્યાલ જ ન રહ્યો. તેની મંજીલ એટલે કે તેની ફેક્ટરી કે જેનુ નામ તેણે પોતાની પત્ની પ્રત્યેનો પ્યાર દર્શાવવા એ. એ. ઈન્ડસ્ટ્રીઝ રાખ્યુ હતુ. જેમા બંનેના નામ નો પ્રથમ અક્ષર આવતો હતો.

પોતાની ફેક્ટરીમાં આવેલ તેની ખાસ ચેમ્બર માં જતા પહેલા રોજની આદત મુજબ તેણે પિયૂનને એક કપ કોફી લઈ આવવા જણાવી દીધું

પોતાની ખુરશી પર બેસી મહત્વોની ફાઈલો તપાસવાનુ ચાલુ કર્યુ, પણ તેના મનમા હજી અનુષ્કાના વર્તાવ વિશે ના વિચારો ચાલ્યા કરતા હતા. તે ભૂતકાળ માં ખોવાય ગયો.

પોતે જ્યારે અનુષ્કા ના ઘરે બંનેના માતા-પિતાએ ગોઠવેલી મુલાકાતમાં મળ્યો હતો ત્યારે અનુષ્કા તેને પહેલી નજરે જ પસંદ પડી ગઈ હતી. પરંતુ અનુષ્કા ના વર્તનમા ખાસ ઉત્સાહ ન હતો. તેનુ વર્તન શુષ્ક હતુ.

અનુષ્કા સાથેની ત્યારે વડીલો એ ગોઠવી આપેલી એકાંત મુલાકાતમાં તેને જાણ થઈ હતી કે, તે કોઈ બીજા યુવાન ને પ્રેમ કરતી હતી. તે યુવાન અનુષ્કા ના માતા-પિતા ને પસંદ ન હતો. અને માતા-પિતા ની જીદ સામે અનુષ્કા કંઈ કરી શકી ન હતી. અને તેણે એ યુવાન ને ભૂલવો પડ્યો હતો. એ યુવાન એટલે કે સમીરે અનુષ્કા ના માતા-પિતા ને સમજાવવાની ઘણી કોશિશો કરી હતી. પણ કોશિશો સફ્ળ ન થઈ શકી.

ત્યારબાદ સમય વિતતો ગયો. ત્યાર પછીના થોડા સમય બાદ સમીર પણ અમેરીકામાં સારી નોકરી મળતા અમેરીકા ચાલ્યો ગયો હતો.

અનુષ્કાના માતા-પિતા એ ત્યાર પછી અનુષ્કા માટે બીજા યુવાનો ના માંગા આવતા હતા તેમાથી આર્યનની પસંદગી કરી હતી.

બંનેની મુલાકાતો ગોઠવાઈ. આર્યન અનુષ્કાને પસંદ પડ્યો હતો, પરંતુ તેના દિલમાથી સમીરની યાદો હજુ ભુલાઇ ન હતી. આમ છતા માતા-પિતાના આગ્રહ અને સમજાવટને કારણે તેણે આર્યન સાથે લગ્ન કરવા સંમતિ આપી હતી.

બંનેના લગ્ન ધામધૂમથી થઇ ગયા. લગ્નજીવન સુખમયરૂપે ચાલવા લાગ્યુ. આર્યન અનુષ્કાને ખૂબ પ્રેમ કરતો હતો.

લગ્નના દોઢ વર્ષ પછી અનુષ્કા એ એક દીકરી ને જન્મ આપ્યો હતો. પરંતુ દીકરી જન્મ સમયે જ અમુક ખામીઓ સાથે જન્મી હતી. અને ત્યારબાદ તબીયત વધુ બગડતા અવસાન પામી હતી.

ત્યારબાદ આર્યન અનુષ્કા ની વધુ કાળજી લેતો. તેને ખુશ રાખવાનો પ્રયત્ન કરતો, પણ સમીર ને ભૂલી ચુકેલી અનુષ્કા માટે દીકરીના મૃત્યુનો આઘાત અસહ્ય હતો.

આમ છતા જીવન ચાલી રહ્યુ હતુ.

ચેમ્બર નાં દરવાજા પર ટકોરા પડતા આર્યન વિચારો માંથી બહાર આવ્યો.

મેનેજર અગત્યના કાગળો પર સહી લેવા આવ્યો હતો. આર્યને સહી કરી આપી. વિચારો છોડી કામ માં મન પરોવવાનો પ્રયત્ન કર્યો.

* * *

છ વાગી ચુક્યા હતા. આર્યનની કાર ઘર તરફ દોડી રહી હતી.

ઘરે પહોચીને ફ્રેશ થઇને આર્યને ડીનર લીધુ. અનુષ્કા સાથે થોડી વાતો કરી. પણ આજે અનુષ્કા ખૂબ જ ખુશ જણાતી હતી.

આર્યને અનુષ્કાને ખુશીનુ કારણ પૂછ્યુ પણ અનુષ્કા એ વાતને સિફતપૂર્વક ટાળી દીધી.

* * *

સવારે દસ વાગ્યે અનુષ્કા ના ઘરે ટેલીફોન ની ઘંટડી વાગી ઉઠી. અનુષ્કા એ રિસિવર ઉપાડ્યુ. સામા છેડે સમીર હતો. સમીર અમેરિકાથી પાછો આવી ગયો હતો. બંને વચ્ચે લાંબી વાત-ચીત ચાલી.

ગઇકાલની અનુષ્કાની ખુશીનુ આ જ કારણ હતુ. તેના અને સમીર ના સંબંધો પૂનર્જિવિત થયા હતા.

જો કે સમીર હવે બદ્લાઇ ચુક્યો હતો. તેના માટે હવે અનુષ્કા સાથે ના સંબંધો ખાસ મહત્વ ધરાવતા ન હતા. તેના માટે અનુષ્કા હવે ફક્ત ટાઇમ-પાસનુ સાધન હતી.

અનુષ્કા હજુ પણ સમીરને ચાહતી હતી. બંને વચ્ચે ટેલીફોન પર લાંબી-લાંબી વાતો થતી.

આર્યનને અનુષ્કા ના વર્તન પર શંકા જતી હતી. આથી તેણે પ્રાઇવેટ ડિટેક્ટીવ રોકી અનુષ્કાની જાસૂસી કરાવી.

પ્રાઇવેટ ડિટેક્ટીવના રિપોર્ટ્થી તેને સમીર અને અનુષ્કા ના સંબંધો વિશે જાણ થઇ ચુકી હતી.

આર્યને આ બાબતે અનુષ્કા સાથે વાત કરી, પરંતુ અનુષ્કા સમજવા તૈયાર ન હતી. તે પોતાના પહેલા પ્રેમ ને ભૂલી શકી ન હતી.

વડીલોની સમજાવટ છતા સ્થિતિ બગડતી જતી હતી.

* * *

એક સવારે અનુષ્કાની તબિયત બગડી હતી. આર્યન હજુ ઘરે જ હતો. તબિયત વધુ બગડતા તે અનુષ્કા ને હોસ્પિટલે લઇ ગયો.

ડોક્ટરે અમુક રિપોર્ટસ કરાવવાની સલાહ આપી.

રિપોર્ટસમાં અનુષ્કાને પ્રથમ સ્ટેજનુ ઓવરી નું કેનસર હોવાનુ નિદાન થયુ.

ડોક્ટરે જો કે સારવાર થી અનુષ્કા ફરી સ્વસ્થ થઇ જશે તેમ જણાવ્યુ. હોસ્પિટલ મા અનુષ્કા ની સારવાર ચાલુ થઇ. આર્યન અનુષ્કાની ખુબ જ કાળજી લેતો હતો.

આર્યનના મનમા હજુ અનુષ્કા માટે પ્રેમ હતો. તે પોતાના લગ્નજીવન ને ટકાવી રાખવા માગતો હતો.

આમ છતા અનુષ્કા ના ખ્યાલો મા હજી સમીર જ હતો. તેને ખાતરી હતી કે સમીર તેને મળવા આવશે.

દિવસો વિતતા ગયા, પણ સમીર હજુ સુધી હોસ્પિટલે આવ્યો ન હતો. ન કોઇ ફોન આવ્યો હતો. તેને અનુષ્કા હોસ્પિટલ મા હોવાની જાણ થઇ ગઇ હતી. પરંતુ હવે તેને અનુષ્કા મા રસ રહ્યો ન હતો. તે હવે અનુષ્કા સાથે સંબંધ રાખવા માગતો ન હતો. તે ફક્ત સારા સમય નો સાથી હતો ખરાબ સમય નો નહી.

આર્યન દિલથી અનુષ્કાની સેવા કરી રહ્યો હતો. આર્યનની સેવા અને સમીર ના વર્તાવથી અનુષ્કાને સત્ય સમજાવા લગ્યુ હતુ. તેનામાં પરિવર્તન આવવા લાગ્યુ હતુ. તેને આર્યન ના પ્રેમનો અહેસાસ થવા લાગ્યો હતો.

અનુષ્કા ના મનમા પરિવર્તન થયુ હતુ. તેણે મનમા કંઇક નક્કી કરી લીધુ હતુ.

હવે તેણે સમીરને ભુલાવી ફરી આર્યન સાથે પહેલાના જેવી ખુશહાલ જીંદગી શરુ કરવાનુ નક્કી કરી લીધુ હતુ.

* * *

આઠ મહિના વિતી ચુક્યા હતા. આજે અનુષ્કાને હોસ્પિટલમાથી ડિસ-ચાર્જ કરવાના હતા. તે સંપુર્ણપણે સ્વસ્થ થઇ ચુકી હતી. ડોક્ટરે ડિસ-ચાર્જ પેપર પર સાઇન કર્યા બાદ આર્યન અનુષ્કાને લઇ ને ઘરે આવ્યો હતો .

તે પણ અનુષ્કામા થયેલા પરિવર્તનથી ખુશ હતો . બંને એ ફરીથી નવેસરથી જિંદગી જીવવાનુ શરૂ કર્યુ.

* * *

સમીરને અનુષ્કાના સ્વસ્થ થવાની ખબર મળી ચુકી હતી. તેણે ફરીથી અનુષ્કા સાથે સંબંધો બાંધવાનુ વિચાર્યુ.

એક સવારે સમીરે અનુષ્કાને ફોન જોડ્યો. અનુષ્કાએ સ્ક્રીન પર નામ જોઇને ફોન ઉપાડ્યો. સામે છેડેથી સમીરનો અવાજ આવ્યો, “અનુષ્કા હુ સમીર બોલુ છુ.”

અનુષ્કા એ એક સેકન્ડ પણ વિચાર્યા વગર કહ્યુ. “ સોરી.... રોંગ નંબર”

વાર્તા વિશે આપના પ્રતિભાવો જરૂર થી આપશો.