Love Junction part-22 books and stories free download online pdf in Gujarati

Love Junction part-22

Love Junction

Part-22

By.Parth J. Ghelani

j. ghelani

Dedicated to

My parents and my family

Disclaimer

ALL CHARECTERS AND EVENT DEPICTED IN THIS STORY IS FICTITIOUS.

ANY SIMILARITY ANY PERSON LIVING OR DEAD IS MEARLY COINCIDENCE.

આ વાર્તા અને તેના દરેક પાત્ર કાલ્પનિક છે,તથા કોઈ પણ જીવિત અથવા મૃત વ્યક્તિ સાથે તેઓનો કોઈ સંબંધ નથી.અને અમારો મુખ્ય ઉદેશ્ય દર્શકો(વાંચકો) ને મનોરંજન પૂરું પાડવાનો છે.

આગળ જોયું,

પ્રેમ અને આરોહી તપોવન મંદિર થી જવાની તૈયારી કરતા હોય છે એટલામાં જ પ્રેમ ના મિત્રો નો ફોન આવે છે એટલે તેની સાથે વાત કરે છે.મંદિર પર થી નીકળીને તેઓ સેવન સીસ મોલ તરફ આગળ જતા હોય છે ત્યારે આરોહી ના ફોન માં તાન્યા નો ફોન આવે છે ત્યારબાદ પ્રેમ ને આરોહી તેના વિડીઓ બતાવે છે.તેઓ મુવી જોવા માટે આઈનોક્સ માં સ્ક્રીન નંબર-૧ માં જઈને પોતાની સીટ પર જઈને બેસે છે..

હવે આગળ,

થોડી જ વાર માં મુવી શરુ થઇ ગયું અને અમે બંને પોપકોર્ન અને કોલ્ડ્રીંકસ ની સાથે મુવી જોવા લાગ્યા.મુવી જોવામાં તો મારું ધ્યાન ખુબજ ઓછુ હતું કે મારી સાથે મારા હાથ માં હાથ રાખીને ખુદ એક મુવી મારી બાજુ માં બેઠું હતું.

આજ સુધી મુવી તો ખુબજ જોયા પરંતુ બધા જ મિત્રો ની સાથે ગ્રુપ માં.આ મારી ઝીંદગી નો પહેલો અનુભવ હતો કે જેમાં હું કોઈ છોકરી સાથે મુવી જોવા થીએટર માં બેઠો હતો.વિચારો માં ને વિચારો માં મુવી નો 1st હાલ્ફ પૂરો થઇ ગયો તેની ખબર પણ ના પડી.

૧૦ મિનીટ માં ઈન્ટરવલ પછી અમે ફરી મુવી જોવા માટે ગોઠવાઈ ગયા.જેવું મુવી શરુ થયું એટલે આરોહી નું ધ્યાન સ્ક્રીન પર અને મારું ધ્યાન તેની સ્કીન(ચેહરા)પર.મારું ધ્યાન એકજ ધારું તેના ચેહરા પર હતું એટલે તે મારા તરફ ફરીને મારી આંખો માં આંખ રાખીને પોતાના નેણ ઊંચા કરીને બોલી,

શું??

મેં માત્ર મારી આંખો થી તેને જવાબ આપ્યો કંઇ જ નહી.

એટલે આરોહી એ તેના હાથ થી મારા ચેહરા ને સ્ક્રીન તરફ ફેરવીને કીધું તો પછી આ બાજુ જુઓ..મિસ્ટર.તરત જ મેં ફરી મેં મારો ચેહરો તેના તરફ ફેરવી દીધો.

આવી જ રીતે અમેં બંને રમતો કરતા કરતા મુવી જોઈ રહ્યા હતા ત્યારે મુવી માં એક રોમેન્ટિક સીન આવ્યો જેમાં હીરો હિરોઈન ને કિસ કરે છે.આ સીન જોઇને મેં મારો ચેહરો આરોહી તરફ ફેરવ્યો અને તેની આંખો માં જોયું અને તેણે મારી આંખો માં,ધીરે ધીરે અમારા બન્ને ના ચેહરા એકબીજાની નજીક આવતા ગયા ને જ્યારે એકદમ જ નજીક આવી ગયા ત્યારે અમારી આંખો પણ પોતાની મેળે જ બંધ થઇ ગઈ અને ફાયનલી અમારા હોઠ ભેગા થયા અને મેં મારી ઝીંદગી ની પહેલી કીસ્સ કરી.

જયારે આરોહી ના હોઠ નો મારા હોઠ ને સ્પર્શ થયો ત્યારે તેજ સેકન્ડે મારા પુરેપુરા શરીર માં ધ્રુજારી ઉત્પન થઇ અને પૂરેપૂરું લોહી નું પરિભ્રમણ એકદમ જ ફાસ્ટ થઇ ગયું.આ ૧૦ સેકંડ ની કિસ માં મને બધુજ ભુલાઈ ગયું. હું કંઇક અલગ જ દુનિયામાં ચાલ્યો ગયો જ્યાં મારી અને આરોહી વચ્ચે કોઈ જ નહિ હતું.આ એક કિસ થી મારો કોન્ફીડન્સ અચાનક જ ચાર્જ થઇ ગયો,મારી અંદર નો ડર અચાનક જ ગાયબ થઇ ગયો.

આજે મને એક કિસ ની કીમત,રોમાન્સ ની કીમત સમજાણી અને આજે મને ખબર પડી કે ”Romance is Nothing but, is a overflow of love”.અને આ અનુભવ ત્યારેં જ થાય જયારે તમે એવી વ્યક્તિ ને કિસ કરો કે જેને તમે પુરેપુરા દિલ થી,તન-મન થી ચાહતા હો,પ્રેમ કરતા હો...

જયારે અમે કિસ કરીને એકબીજાથી છુટા પડ્યા ત્યારે અમારા ચેહરા પર એક અજબ સી ખુશી હતી,બંને ના ચેહરા પર એક અજબ સી સ્માઈલ હતી.

લગભગ લગભગ ૧૨:૩૦ વાગ્યા ની આસપાસ મુવી પૂરું થઇ ગયું અને અમે બંને ત્યાંથી બહાર નીકળીને સેવન સીસ માં આવેલા મેક-ડી માં ગયા અને અમે અમારું લંચ વાતો કરતા કરતા પૂરું કર્યું. ત્યાંથી નીકળીને અમે બંને એ સેવેન સીસ માં શોપિંગ કર્યું.

ત્રણ વાગ્યા ની આસપાસ અમે બંને સયાંજી બાગ ની મુલાકાત કરવા માટે પહોંચી ગયા.ત્યાં પહોંચીને સૌથી પહેલા અમે ત્યા આવેલા રહેલા બરોડા-મ્યુજીયમ ની મુલાકાત કરી.

અમારી આજુબાજુ માં નજર કરી તો બાગ માં ઘણા લોકો પોતાની ફેમીલી સાથે આવેલા હતા જે લોકો અહીં ના પલેનેટેરીયમ,એક્વેરિયમ,જુ,મ્યુજયમ માં ફરી રહ્યા હતા અને તે બધા લોકો ની સાથે અમે લોકો પણ ફરી રહ્યા હતા.

બધું જ ફરીને અમે લગભગ ૪:૩૦ ની આસપાસ તે બાગ ના મોટા ગાર્ડન માં બેઠા અને વાતો કરી રહ્યા હતા.

હવે અમારા બંને નો ફરી એકબીજાથી દુર જવાનો સમય આવી રહ્યો હતો કારણ કે આરોહી ની પાંચ વાગ્યા ની ટ્રેન હતી.પરંતુ સયાજી બાગ થી સ્ટેશન નજીક માં હતું એટલે અમે લોકો દસ મિનીટ બેઠા અને પછી ત્યાંથી અમે સ્ટેશન તરફ આગળ વધ્યા.

સ્ટેશન પર જઈને મે કાર ને પાર્ક કરી અને મારી અને આરોહી ની બેગ લઈને આરોહી જ્યાં ઉભી હતી ત્યાં આવીને આરોહી ને તેની બેગ આપી.

અહિયાં થી અમે બંને સીધા જ ટીકીટ બારી પર ગયા,જ્યાંથી આરોહી માટે અહમદાવાદ ની ટીકીટ લેવા માટે હું લાઈન માં ઉભો રહ્યો અને આરોહી ને બાજુ માં ઉભી રાખી.

ટીકીટ લેવાઈ ગયા પછી હું અને આરોહી પ્લેટફોર્મ પર ગયા જ્યાં ટ્રેન આવવાની હતી.હજુ ટ્રેન ને આવવામાં દસ મિનીટ જેટલો સમય બાકી હતો એટલે અમે ત્યાં પાસે રહેલા બાકડા પર બેસી ગયા.

જેવા અમે બેઠા એટલે મેં આરોહી ને તેની આંખ બંધ કરવા કીધું અને મારી બેગ માંથી તેના માટે લીધેલ ગીફ્ટ બહાર કાઢી ને બોલ્યો,

This is for you..,

આ સાંભળીને તેણે આંખ ખોલી અને તેના ખોળા માં રાખેલી ગીફ્ટ લીધી અને મને બધા ની વચ્ચે સ્ટેશન પર ગળે લાગી.

થોડી વાર પછી છુટી પડી અને મને પણ તેણે એક રીટર્ન ગીફ્ટ આપી એટલે હવે મેં પણ તેણે કર્યું એમ તેને ગળે લાગ્યો અને બસ આમજ...

પ્રેમ,હવે આપણે ક્યારેં મળીશું??આરોહી એ મને પૂછ્યું

હમણાં ટૂંક જ સમય માં.મેં આરોહી ને જવાબ આપ્યો

મને જવાની ઈચ્છા જ નથી થતી.આરોહી બોલી

મને પણ એવું જ થાય છે,પરતું જવું તો પડશે જ.મેં આરોહી ને કીધું

તને એવું નથી લાગતું કે આજ નો દિવસ થોડો વધારે જ જલ્દી પૂરો થઇ ગયો?આરોહી એ મને કીધું

હાં,તેવું જ હોય છે અને જો ટ્રેન પણ આવી ગઈ છે જલ્દી.મેં આરોહી ને કીધું

ટ્રેન,તો સમય પર જ છે આપણો સમય જ જલ્દી થી પસાર થઇ રહ્યો છે.આરોહી એ મને કહ્યું

હમમમ...મેં આરોહી ને ટૂંક માં જવાબ આપ્યો

જેવી ટ્રેન ઉભી રહી એટલે હું એક ડબ્બા આગળ જઈને ઉભો રહ્યો અને ત્યાં બેસેલા કાકા ની સામે ની એક વિન્ડો સીટ ખાલી હતી એટલે મેં તે કાકા ને મારો રૂમાલ આપ્યો અને તે સીટ પર મુકવા માટે કહ્યું.

જેવી દરવાજા પાસે થોડી ભીડ ઓછી થઇ એટલે આરોહી ત્યાંથી ડબ્બા માં અંદર ગઈ અને પેલી સીટ પર જઈને બેસી ગઈ અને મને મારો રૂમાલ ત્યાંથી પાછો આપ્યો.

અહમદાવાદ પહોંચીને તરત જ મને ફોન કરજે,ઓકે ભૂલ્યા વગર.મેં આરોહી ને કીધું

જરૂર,અને તું શાંતિ થી કાર ચલાવીને જજે ખોટી ઉતાવળ ના કરતો.આરોહી એ મને કહ્યું

ચોક્કસ.મેં આરોહીને કહ્યું

થોડા જ સમય માં ટ્રેન ગ્રીન સિગ્નલ આપી દીધું અને ધીરે ધીરે ટ્રેન આગળ ચાલતી ગઈ.ટ્રેન જ્યાં સુધી દેખાઈ રહી હતી ત્યાં સુધી હું ત્યાં ઉભો રહ્યો..

સ્ટેશન પર થી નીકળીને હું કાર લઈને આરોહી ની સાથે પસાર કરેલી મોમેન્ટસ ને યાદ કરતા કરતા વડોદરા થી સુરત તરફ નીકળ્યો....

***

સાંજ ના જેવા આઠ વાગ્યા એટલા માં મારા પર આરોહી નો ફોન આવ્યો,

હેલ્લો,પ્રેમ હું આરામ થી સહી સલામત ઘરે પહોંચી ગઈ છુ.

હજુ હું કઈ બોલું ત્યાતો ફરી તે બોલી,

તું પહોંચ્યો કે નહિ??

હેલ્લો,જી આપ કોન??જી એ ફોન જિસકા હૈ ઉસકા NH-8 પે કામરેજ કે પાસ એક્સીડન્ટ હુવા હૈ.

વ્હોટ??કબ??કેસે??વો કહા પર હૈ??ઉસકી તબિયત કેસી હૈ??એક જ સાથે આરોહી ના એટલા બધા સવાલ સાંભળીને હું જોર જોર થી હસવા લાગ્યો એટલે તે બોલી,

આપ,કેસે ઇન્સાન યહાં પે મેરી જાન જા રહી હૈ ઔર આપકો હસી આ રહી હૈ.

અરે,શાંત શાંત મને કંઇજ નથી થયું અને હું પણ ઘરે પહોંચી ચુક્યો છુ.મેં આરોહી ને જવાબ આપ્યો

કઈ મગજ જેવું છે કે નથી??બધી જ વાત પર મજાક મજાક ને મજાક.આવી મજાક ક્યારેય ના કરવી.તને મજા આવે છે અને અહિયાં મારો જીવ જઈ રહ્યો હતો એ ખબર છે તને???મારા હર્ટબીટ વધી ગયા,તું મજાક કરે અને અહિયાં મને પરસેવો ચડી ગયો.આવી મજાક ક્યારેય ના કરવી પ્લીઝ...આટલું બોલતા બોલતા આરોહી ફોન માં જ રડી પડી અને તેનો રડવાનો અવાજ સાંભળીને મારી આંખો માં પણ આંસુ આવી ગયા અને મારી આ મજાક થી મને ખબર પડી ગઈ કે મને પણ કોઈ પાગલ ની જેમ ચાહવા વાળું આ દુનિયા માં છે.

આરોહી ને શાંત પાડવા માટે મેં તરત જ તેને કહ્યું,

સોરી,હવે ક્યારેય આવી મજાક નહિ કરું.

નો સોરી,નો થેન્ક્સ...ભુલાઈ ગયું??હજુ પણ તે તેના ચડેલા શ્વાસે,રડવાના ડુસકા સાથે બોલી રહી હતી અને તેમ છતાં પણ તેને અમારી વચ્ચે ની આ નો સોરી,નો થેંક યુ ની વાત યાદ હતી..આ જોઇને મેં મનોમન ભગવાન નો આભાર માન્યો કે મને મારી જિંદગી માં જીંદાદિલ મિત્રો આપ્યા,ફેમીલી આપી,અને આજે એક જીવન સંગીની આપી દીધી.ફરી પાછા વિચારો ને અટકાવીને મેં આરોહી ને એકદમ પ્રેમ થી કીધું,

I promise,યાર હવે ક્યારેય તારી સાથે આવી રીતે મજાક નહિ કરું.અને કહ્યું થેંક્યું.

ઇટ્સ,ઓકે.પહોંચીને જમી લીધું કે બાકી છે??આરોહી એ મને ચિંતાતુર અવાજે પૂછ્યું,

બાકી છે હજુ.મેં કહ્યું

ચલ,જમીલે જલ્દી થી હવે હું પછી ફોન કરું છુ.આરોહી એ મને કહ્યું અને ફોન મૂકી દીધો

જમવા માટે બેઠો ત્યારે તાન્યા એ મને આજના દિવસ વિષે પૂછ્યું અને મેં તેને કીધું અને હમણાં ફોન પર કરેલી મજાક વિષે પણ કહ્યું તો તે પણ મારા પર ગુસ્સે થઇ ગઈ અનેં મને ભાષણ આપવા લાગી.

બીજે દિવસે ઓફીસ પર ગયો અને મારા બધા જ મિત્રો પૂછવા લાગ્યા,

ભાઈ,પ્રેમ તો કેવી રહી તારી પેલી લેડી સ્ટાર સાથે ની મુલાકાત??કેયુર બોલ્યો

કાલે તો ભાભી,ભાભી બોલતો હતો ને આજે લેડી સ્ટાર??એવું કેમ??મેં કેયુર ને પૂછ્યું

કાલે તો તે સામે હતી તો ભાભી જ કહેવું પડે ને.કેયુર બોલ્યો

રીસ્પેક્ટ,રીસ્પેક્ટ આપવાની સમજ્યો??મેં કેયુર ને કીધું

એટલે??અજય અને કેયુર બંને બોલ્યા

ભાભી છે તો ભાભી જ કહેવાનું.મેં તે બંને ને કહ્યું

એક વાત તું મને જણાવ કે આજ સુધી ખુશી ને કે પ્રિયા ને ક્યારેય કીધું છે???અજય બોલ્યો

હમમ,સહી પકડે હો અજય,કેયુર બોલ્યો

હજુ હું કઈ બોલવા જતો હતો ત્યાં તો પેલી બંને સામેથી આવી રહી હતી એટલે મેં તેને કહ્યું,

ગુડ મોર્નિંગ ભાભી જી.

આ સાંભળીને પ્રિયા બોલી,આ શું છે પ્રેમ??

રીસ્પેક્ટ,રીસ્પેક્ટ કહેવાય આને.મેં જવાબ આપ્યો

ઓહ્હો,તો અમારા પ્રેમ ભાઈ ને આટલું બધું ગઈ કાલે શીખવા મળ્યું.ખુશી બોલી

હાં.મેં કહ્યું

પણ અમારેં નથી જોઈતી રીસ્પેક્ટ,અમને તું નામ થી જ બોલવ.પ્રિયા ખુશી તરફ જોઇને બોલી સાચું ને ખુશી??

હમમ.બિલકુલ સાચું.ખુશી એ જવાબ આપ્યો

પરંતુ,તમારા આ ડોબા બોયફ્રેન્ડ ને સમજાવો આ વાત.મેં તેઓ ને કીધું

એય,પ્રેમ જરા રીસ્પેક્ટ થી..પ્રિયા બોલી

ચાલો જીજાજી કામ કરીએ.મેં અજય અને કેયુર ને કીધું

શું??કેયુર બોલ્યો

કઈ નહિ એક દિવસ છુટા મુકી શું દીધા ત્યાં તો મને શીખવવા લાગ્યા.મેં તે બધા ને કીધું

ઓકે,પ્રેમ કાલે શું થયું તે બોલ??મજાક પછી કરીએ.ખુશી બોલી

અને પછી મેં તે બધાને જ ટૂંક માં જેટલું જરૂરી હતું એટલું કહ્યું અને કામ પર ગોઠવાઈ ગયા.

***

બસ તે દિવસ પછી તો મારી અને આરોહી ની દરરોજ જ વાત થવા લાગી અને અમે બંને રાત્રે કલાકો ના કલાકો વાતો કરવામાં પસાર કરતા તથા દર શનિવારે સાથે રાત્રે મુવી પણ જોતા અને તે પણ અમારા ઘરે રહીને.

આ પ્રેમીઓ ની નવી રીત હતી ફિલ્મો જોવાની જેમાં જગ્યા જુદી જુદી પરંતુ મુવી સાથે કઈ રીતે??ચાલો સમજાવું,

અમે એક દિવસ શનિવારે હોરર મુવી જોવાનું નક્કી કર્યું સમય નક્કી કર્યા મુજબ રાત્રે નવ વાગે તે અહમદાવાદ માં તેની રૂમ માં અને હું અહિયાં મારી રૂમ માં લાઈટ બંધ કરી અને બંને એ એકજ સાથે મુવી ચાલુ કરી,જેમાં હું જે અહિયાં જોઈ રહ્યો હોવ તે જ મુવી તેને જોવાની,બંને ને સાથે જ ચાલુ કરવાનું અને સાથે જ પૂરું,જેમાં એક બાજુ અમારું વોટસેપ પણ ચાલુ જ હોય એટલે દરેક સીન પછી તેનો મેસેજ પણ કરું એટલે ચીટીંગ પણ ના થાય.

આ હોરર મુવી માં તે ખુબજ ડરી રહી હતી કારણ કે તે ત્યાં એકલી અને મને મેસેજ કરે કે હું મુવી ને ફોરવર્ડ કરું કે નહિ??અને અહિયાં હું જોરજોર થી હસુ અને તે દિવસે માંડ માંડ કરીને મુવી પૂરું કર્યું.તે દિવસ પછી તે હોરર મુવી માટે તો સીધીજ ના કહી દે છે.

આવીજ રીતે અમારા દિવસો પછી દિવસો પસાર થઇ રહ્યા હતા અને એક દિવસ 22nd January આવીને ઉભી રહી ગઈ.23 તારીખ એટલે અમારા બંને નો બર્થડે એટલે અમે બંને રાત્રે બાર વાગવાની રાહ જોઇને ફોન હાથ માં રાખીને બેસી ગયા એકબીજાને બર્થડે વિશ કરવા માટે.

પરંતુ જેવો મેં ફોન કર્યો તો તેનો ફોન વ્યસ્ત આવી રહ્યો હતો અને આવી રીતે પાંચ જેટલા પ્રયત્નો કર્યા પછી મને વિચાર આવ્યો કે તે પણ મને ફોન કરી રહી હશે એટલે મેં ફોન કરવાનું બંધ કર્યું અને તેને વોત્સેપ પર મેસેજ કર્યો હજુ મેસેજ સેન્ડ કરું એટલી વાર માં તો તેનો ફોન આવ્યો અને મને બર્થડે વિશ કરી એટલે મેં પણ તેને સામે બર્થડે વિશ કરી.

બર્થડે વિશ કરીને અમે વાતો કરી રહ્યા હતા એટલે મેં આરોહી ને કહ્યું,

આરોહી આ બર્થડે પર તારા માટે એક સરપ્રાઈઝ છે.

અને મારા તરફ થી પણ તારા માટેં એક સરપ્રાઈઝ છે.આરોહી એ મને કીધું

પરંતુ,સરપ્રાઈઝ છે શું??મેં આરોહી ને કહ્યું

સરપ્રાઈઝ હજુ આટલું આરોહી બોલી એટલે મેં કીધું પહેલા હું કહીશ.

ના,પહેલા હું કહીશ.આરોહી એ મને કીધું

ના,પહેલા હું.મેં આરોહી ને કીધું

ના,હું.

ના.આરોહી પહેલા હું.

ઓકે,જેન્ટ્સ ફર્સ્ટ.આરોહી એ મને કીધું

ઓહો,બટ લેડીજ ફર્સ્ટ હોતી હૈ.મેં આરોહી ને કીધું

“Think Different, Get Better ” આરોહી એ મને કીધું

ઓહ્કે,તો સાંભળ,મેં આરોહી ને કીધું

યા,જલ્દી બોલ હવે મારા થી નથી રહેવાતું.આરોહી બોલી

હવે આપણે દરરોજ મળી શકીશું.મેં આરોહી ને કીધું

એટલે??આરોહી એ મેં પૂછ્યું

એટલે એમ કે મેં મારું ટ્રાન્સફર સુરત થી અહમદાવાદ લઇ લીધું,છે ને જોરદાર સરપ્રાઈઝ ??મેં આરોહી ને કીધું

વોહ્ટ્ટ??આરોહી બોલી

કેમ શું થયું??તારી સરપ્રાઈઝ પણ આવી તો નથી ને ??મેં આરોહી ને પૂછ્યું

અરે,મેં પણ મારું ટ્રાન્સફર અહમદાવાદ થી સુરત કરાવી દીધું છે.આરોહી આટલું જ બોલી..

હવે.કંપની ના નિયમ મુજબ આગળ ના એક વર્ષ સુધી અમે બંને ટ્રાન્સફર ના લઇ શકીએ એટલે આ જ દિવસ થી અમે બંને એ નક્કી કર્યું કે હવે આગળ ક્યારેય પણ આવી સરપ્રાઈઝ નહિ રાખીએ અને તે દિવસ થી આ વડોદરા જંકશન આગળ ના એક વર્ષ માટે ફરી બન્યું અમારું “Love Junction”..

Happy Ending

ACKNOWLEDGEMENTS

I would like to give a special thanks to all readers for reading this book and give me a useful review after every chapter of love junction for making better.i am also grateful to mahendra sharma and team (all the matrubharti member including writer,staff member etc..)

મારા પ્યારા વાંચક મિત્રો ,જો તમને મારુ અને તમારુ એવુ આ Love Junction... ખરેખર મઝા કરાવતું હોય,તો તેને વાંચીને તેના પર મને તમારા સારા કે ખરાબ પ્રતિભાવ આપવાનું ચુકતા નહી.

ફાયનલી 24th November,2015 ના દિવસ થી શરુ થયેલી લવ જંકશન ની આ સફર પૂરી થઇ રહી છે.પૂરી નોવેલ વિષે ના રીવ્યું તમે મને તમારા નામ સાથે વોટસેપ પર મોકલી શકો છો.હવે ફરી મળીશું અને એક નવી સફર ચાલુ કરીશું ત્યાં સુધી ખુશ રહો,હસતા રહો અને હસાવતા રહો.

મિત્રો તમને અહીં દરેક સ્ટોરી ના અંત માં એક સવાલ પૂછવામાં આવશે જેનો જવાબ તમારે આપવાનો છે,અને આ રહ્યો આજ નો સવાલ,

સવાલ :તમને લોકો ને લવ જંકશન કેવી લાગી??

તમે આ સવાલ નો જવાબ અને તમારા ફીડબેક,matrubharti app પર પણ આપી શકો છો તથા,

facebook.com/parth j ghelani ,

whatsapp:8866872302

,

,

instagram.com/parth_ghelani95

પર મોકલી શકો છો....