Jamo, Kamo ne Jetho - 22 books and stories free download online pdf in Gujarati

જામો, કામો ને જેઠો

જામો, કામો ‘ને જેઠો

મોજ – ૨૨. ઉર્વશી : હૃદયકોણ રચતી અપ્સરા

છેલ્લે એ મોજ કરી કે,

( ટુર પરથી પાછા ફર્યા પછી અમુક સમય સુધી તેનો હેંગઓવર રહેવો – સ્કૂલ ટુરમાં કેપ્ચર કરાયેલ મોમેન્ટ્સની CD સ્ટુડન્ટ્સને બતાવવી – ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ ફિલ્મ જોવા જવા માટે પ્લાન બનવો – તે દિવસ સુધી કદી સિટી એરિયાના થિયેટરો કે મલ્ટીપ્લેક્સમાં મુવી ન જોયેલું હોવાથી ઘણા પ્રશ્નો થવા – મલ્ટીપ્લેક્સ પર પહોંચ્યા પછી મારા પર્સના ઇકોનોમિકસનું ગોથું ખાઈ જવું – તેના માટે પણ નાટકો કરીને ફ્રી મુવી જોવું – હોળીના તહેવારની તૈયારીઓ થવી – ક્રિષ્નાને રંગ લગાવવો )

૧૧-સાયન્સની એક્ઝામ સ્કૂલમાં જ લેવાય. તેથી શિક્ષકો ૧૧-સાયન્સ પૂરું ન ભણાવે. તેમનો ફોકસ ૧૨-સાયન્સ પર વધુ હોય. ૧૧-સાયન્સની એક્ઝામમાં જે પ્રશ્નો પૂછવાના હોય તેનું લિસ્ટ અમને મળે. એ વાંચીને અમે જેમ-તેમ કરીને એક્ઝામ પાસ કરી. ૧૨-સાયન્સ માટેના લેક્ચર્સ શરુ થયા. માત્ર એકાદ અઠવાડિયાના ઉનાળું વેકેશન પછી ફૂલ સ્પીડે લેક્ચર્સ કાનના પડદે જોરમાં અથડાવા લાગ્યા. તરત જ, વરસાદી સિઝનની શરૂઆત થઇ. રોમાન્સની શરૂઆત ચોમાસે શરુ થઈને શિયાળામાં ઉત્તરાયણ સુધી ચાલે. એ પછીના ફાગણ-ગ્રીષ્મની મજા માત્ર કાલિદાસના વર્ણનોમાં જ જોવા મળે, એવું પ્રતીત થાય. મુગ્ધાવસ્થામાં રોમાન્સ સ્ટાર્ટ થવા માટે કોઈ ટ્રિગરીંગ પોઈન્ટ હોય તો તે છે વ્રતો ! નવું સત્ર હોય, નવા મિત્રો હોય, નવા અરમાન હોય, નવી લાગણીઓ હોય, નવી વાતો હોય અને નવા સંબંધો હોય ! આ દરેક ગાડીને ‘પિક અપ’ આ ગૌરીવ્રતથી મળે. કોઈપણ ગોરીનું ગૌરીવ્રત ‘મન મેં લડ્ડુ’ ફૂટ્યાની મજા એક વખત તો આપે જ !

હું ભાગ્યશાળી મેથ્સનો જીવડો ૧૨-સાયન્સના બાયોલોજીના ક્લાસમાં બેઠો હતો. ક્રિષ્ના મારી સામેની બેન્ચમાં બેઠી હતી. સ્કૂલવાસી મિત્રો કહેતા કે અમારું બન્નેનું હાર્લી-ડેવિડસન બાઈકની જેમ શતાબ્દીની સ્પીડમાં અને એમિરેટ્સની ફ્લાઈટની જેમ જોરદાર ચાલતું હતું. હા, મનેય હવે એવું લાગતું તો હતું જ. અમે એકબીજાને શબ્દો બોલવા કરતા એકબીજાના એક્સપ્રેશન જોઇને એ ભાષાને ડિકોડ કરતા શીખી ગયા હતા. ઉપરાંત, સ્કૂલ ટુર પછી બહુ વાતોમાં ‘ખુલ્લમ ખુલ્લા’ અને ડરને ‘ખાલી ખમ્મ’ કરતા શીખી ગયા હતા. આગલે દિવસે સ્કૂલમાંથી જાહેરાતો થતી.

“જે દિવસે જાગરણ હોય અને જે ગર્લ્સ વ્રત કરતી હોય તેઓ તે દિવસ દરમિયાન રંગીન ડ્રેસ પહેરીને આવી શકે.” એવો સ્કૂલમાંથી વર્ષે એક જ દિવસ આવો વટહુકમ બહાર પડતો. તે દિવસે દરેક કિશોર-મિત્રોની આંખો ભમરો બની જાય. ભમરાની ઉપર રહેલી ભ્રમરો સમગ્ર દિવસ દરમિયાન ઉંચી-નીચી થયા કરે. એ દિવસે અમે મધને નજરોથી જોઇને આંખે આંજતા. એ દિવસે ગર્લ્સને અત્યંત સુંદર દેખાવાની હોંશ હોય. અન્ય કરતા અનેકગણા સારા પરિધાનમાં સજ્જ થઈને છવાઈ જવાની ઈચ્છા હોય. એ દિવસે લિપસ્ટિક થાય, આંટીજી તેવો ચોટલો છૂટે અને ખુલ્લા કેશની વચ્ચે ક્રિએટીવ હેર-પીન ડોકિયા કરે, ડામર જેવા કાળા શૂઝને બદલે રંગીન ચપ્પલ કે સેન્ડલ્સ તેનું સ્થાન લે, શરીરને ચપોચપ ડ્રેસ પહેરાય, ચહેરા પર થોડો પાઉડર, આંખની કિનારીએ કાજલ, કાનમાં થોડી મોટી ઇઅર-રિંગ્સ, હાથમાં બ્રેસલેટ, મોટી બહેન કે મમ્મીની વોચ, ખાલી ગળામાં કોઈ ચેઈન, લાઈટ કલરનું કોઈ ટોપ, પલાઝો-પટિયાલા કે ચૂડીદાર બોટમવેર અને ચહેરા પરની બેમિસાલ ખુશી. આ દરેકના ‘કાયલ’ બની જતા. રંગીનિયત મિજાજ પોતાની હાજરી પુરાવી જાય. ઉંમરની બાયોલોજીકલ સાઈકલ જેને પરફેક્ટ ચાલતી હતી, તેઓને આ દરેક મોમેન્ટ્સની જિયાફત ઉડાવવી હતી. જેઓ નોર્મલ હતા, તે દરેકને આ વાતોમાં મજા આવતી હતી. ‘કોઈને સારું લગાવવા’ – માટેની જ લાગણીઓ હતી. સ્વાર્થ દરેકને હતો. બે વ્યક્તિ વખાણ કરે, કોઈ ‘મસ્ત’ કહે, કોઈ છોકરો તાકી-તાકીને જોયા કરે, પોતાને ગમતું વ્યક્તિ પ્રેમમાં પડે. દરેક કિશોરીની છાતીની મુલાયમ પાંસળીઓની વચ્ચે સહેજ ડાબી બાજુ એક ઋજુ હૃદય ધબકતું રહે છે. ઇનોસેન્ટ, બાલિશ અને મુગ્ધ.

આજે કંઇક ક્રિષ્ના દરેકની જેમ અલગ લાગતી હતી. સરસ મજાના ડ્રેસમાં હતી. ફિટેડ કોલર્ડ ટોપ સાથે ચૂડીદાર સલવાર પહેરી હતી. અલિફલૈલા ! માહરું, મેહજબી અને મસ્ત-ઈશ્કમૌલા. તેની તરફ જોતાની સાથે જ આફરીન થઇ જવાય. એક ઉમળકો કૈફ ચડાવતો હોય તેવું નશીલું. રોજના એકના એક સ્કૂલ-ડ્રેસમાં જોઇને કંટાળેલો આ જીવડો હવે નવા પરિધાનમાં સજ્જ ‘પોતાની વ્યક્તિ’ને જોઇને હવામાં ઉછળ્યા કરતો હતો. એ દિવસે લગભગ અમારો બંનેનો એકબીજા તરફ જોવાનો રેશિયો ૫ મિનીટનો કરતા પણ ઓછો રહેતો હતો. એ દિવસે તે સ્કૂલે સવારની કંઇક બતાવવાનો પ્રયત્ન કરતી હતી. એ સ્કૂલમાં આવી ત્યારથી હાથ ગાલ પર રાખીને બેઠી હતી. ૨-૩ વાર ખબર ન પડી, કે તે શા માટે આજે ગાલ પાસે હાથ ઉંચો રાખીને બેસે છે? પણ, પછી સમજાઈ ગયું. ગાલ પર હાથ શા માટે રાખ્યો હતો, અને અલગ મુદ્રામાં કેમ રાખ્યો હતો – આ વાત ઉકેલાતા લગભગ રિસેસ પડી ગઈ.

છતાં, મેં હું કંઈ જ ન સમજ્યો હોવ એવો ઢોંગ કર્યો. છેવટે રીસેસમાં એ ધીરેથી બોલી, ‘કંદર્પ...!’ અને મેં તરત જ એ ઘોંઘાટમાં એ એકદમ ધીરો અવાજ ઓળખીને તેના તરફ જોયું અને લગભગ ૫૧મી વાર સ્માઈલ આપી. તેને તરત જ આંખના પોપચાને ડાબી બાજુ કરીને સહેજ નીચે કર્યા અને ગાલ પાસે રહેલા હાથ પર લઇ જઈને શરમથી સાવ બંધ કરી દીધા. સાવ સીધો ઈશારો !

દોસ્ત, એ દિવસે હાથની મહેંદીમાં ક્યાંક ‘K’ લખાયેલો હતો. જે મને દેખાઈ ચુક્યો હતો, પરંતુ મને હજુ ખબર નથી પડી તેવો ઢોંગ કરતો હતો. છેવટે, એ સસ્પેન્સને ખોલતા મેં હોઠ ખોલીને લીપ્સિંગ કર્યું અને બોલ્યો, ‘k..! મને ખબર હતી....’ અને, તે નીચેના હોઠને ઉપરના દાંત નીચે દબાવીને હસી અને શરમાઈને મારાથી વિરુદ્ધ દિશામાં ચહેરો સંતાવીને છુપાઈ ગઈ. રીસેસ પછીની એ ચાર કલાક મારી સ્કૂલ લાઈફની સૌથી સારી કલાકોમાંની હતી.

સ્કૂલ છૂટી ત્યારે ક્રિષ્ના બરાબર મારી સામેની બેન્ચમાં પહેલી બેઠી હતી. હું નીકળ્યો ત્યારે તે જાતે કરીને થોડી બહારની તરફ નીકળી. મેં તે હાથને નીચેથી ૧ સેકંડ માટે પકડ્યો અને એ ‘પ્રેમિત્રતા’ના રસમાં ડૂબી જવા માટે હું મજબૂર થઇ ગયો. એ જ ‘ફ્રેન્ડશીપ’ સંબંધોમાં ડૂબકીઓ લગાવવા માટેનો સાચો સમય હતો. અહેસાસની શૃંગ-ગર્તની લડાઈમાં છેવટે જીત તો ‘પ્રેમિત્રતા’ની જ થતી.

એ પછી સલ્લુમિયાંનું ‘બોડીગાર્ડ’ મુવી જોયું. જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી અને નવરાત્રી. નવરાત્રી સ્કૂલમાં દર વર્ષે આયોજિત થતી. દરેક વર્ગમાંથી ટીમ્સ પોતાનું નામ નોંધાવે. પોતાની કૃતિઓ રજૂ કરવા માટે આગોતરી તૈયારી શરુ થાય. આ તૈયારીઓ સ્કૂલ-ટ્યુશનથી છૂટ્યા પછી ચાલે. દર વર્ષની જેમ ‘ક્રિષ્ના & ફ્રેન્ડ્સ’ ટીમ બનાવીને નવરાત્રીના ફંક્શન માટે તૈયારીઓ કરવા લાગ્યા. ક્રિષ્ના અને તેની ફ્રેન્ડ્સ રંગ-અવધૂત સોસાયટીમાં પ્રેક્ટિસ માટે મળતાં. તેની જ એક ફ્રેન્ડના ઘરે ટેરેસ પર તેઓ તૈયારીઓ કરતા. નાનું સ્પિકર લગાવીને ગરબાના તાલ પર સ્ટેપ ગોઠવવાની ગોઠવણ ચાલુ હોય. અમને બોય્ઝને એ વાતની જાણ થઇ કે ગર્લ્સ રંગ-અવધૂતમાં પ્રેક્ટિસ કરવા જાય છે. કારણ કે, પ્રતિક એ જ સોસાયટીમાં રહેતો હતો. ક્રિષ્ના અને તેની ફ્રેન્ડ્સ જે મકાનમાં ટેરેસ પર ડાન્સ-પ્રેક્ટિસ કરતા હતા તેની સામે જ પ્રતિકનું મકાન હતું. આ વાત તેમણે અમને કરી. અમે પ્રતિકના ટેરેસ પર અને ગર્લ્સ સામેનાં ટેરેસ પર !

રોજ ટ્યુશનથી છૂટીને અમે પ્રતિકના ટેરેસ પર પહોંચી જઈએ. ટેરેસ ટુ ટેરેસ, લવનું લાઈવ બ્રોડકાસ્ટ ! ક્રિષ્ના ટ્યુશન આવે ત્યારે તેનું સાઈડ બેગ એટલે કેટરિના કૈફનું ધુનકી..ધુનકી.., નાકમાં પહેરેલી ચૂંક ડિટ્ટો વીર-ઝારાની પ્રીતિ ઝીંટા, પરફેક્ટ ડ્રેસિંગ સેન્સ વિથ બોડી જાણે સિંઘમની કાજલ અગરવાલ, ચુલબુલી સ્માઈલ એકદમ DDLJની કાજોલ જેવી, પટિયાલા ડ્રેસ સેમ એઝ જબ વિ મેટની કરીના – આવું તે સમયે લાગતું હતું. પ્રેક્ટિસ ઓછી અને વાતો વધારે ! એ સમયે મજા એ વાતની હતી જયારે પ્રેક્ટિસ અધૂરી મુકીને એ ટેરેસની કિનારીએ આવતી અને અમે એકબીજા તરફ જોઇને વાતો કરતા. વળી, ત્યાં જ કોઈ તેની ફ્રેન્ડ ફરી બોલાવી જાય. આવું લગભગ ઘણા દિવસ સુધી ચાલ્યું. રોજ રાત્રે આના વિષે જ વાતો થતી.

“જોયું આજે ?”

“શું ?”

“અરે... અમારી પ્રેક્ટિસ !”

“હા. જોઇ ને ! મને એમ કે તું બીજું કંઇક જોવાનું કહે છે.”

“બીજું શું વળી ? અને હા, આજે તને મારા કરતા પેલી ચાહનાને જોઇને વધુ સિસોટી મારવાનું મન થતું હતું. શું હતું એ બધું ?”

મારો ઉધડો લેવાઈ ગયો. પોલિસ પણ આરોપીની આટલી બધી ઉલટ તપાસ નહિ કરતી હોય.

“અરે કઈ નહિ. એ તો મારા દોસ્તો કહેતા હતા કે, આજે એ સૌથી વધુ મસ્ત દેખાય છે.”

“તો ? હવે ? મારી બદલે એ તરફ જવાનો પ્લાન છે કે શું ?”

“તું રાત્રે બે વાગ્યે આવું બોરિંગ પૂછ્યા કરીશ તો, આવતી કાલે સવારથી જ તેની પાછળ ફિલ્ડિંગ ભરવાની શરુ કરીશ.”

“ઓહો...જુઓ તો આ લાટ સાહેબ ! આ તો હું એક ભેરવાઈ ગઈ, બાકી કોઈ સામે પણ ન જુએ.”

“એવું એમ ? જોઈએ ચાલ ને ! શરત લગાવી દે.”

થોડીવારના મૌન પછી, “હા, ચાલ !”

“પણ છોકરી ચેન્જ થશે. પેલી ધારા જે મારા તરફ જોઈ રહી હતી સ્કૂલના સ્ટાર્ટિંગના દિવસોમાં, એને હું કાલથી લાઈન મારીશ.”

“ના, ના ! એવું ન ચાલે. આપણે કંઈ એવું બધું નથી કરવું. ત્યાં તો તારે જરા પણ મહેનત નથી કરવાની. ડાઈરેક્ટ ‘હા’ જ આવશે.”

અને અમે બંને હસી પડ્યા.

અંતે, એ દિવસ આવી ગયો. અમે બધા સ્કૂલ કેમ્પસમાં ગોઠવાઈ ગયા. અમે સ્કૂલના સુપર સિનિયર્સ કહેવાઈએ. ૧૨-સાયન્સના સ્ટુડન્ટ એટલે થોડો વટ હોય. અમે ફ્લોર-લોબી પર ગોઠવાઈ ગયા. ફર્સ્ટ ફ્લોર પાસેની કોમ્પ્યુટર લેબમાં પાસે અમે ઉભા રહ્યા. ત્યાં જ નવરાત્રીનો કાર્યક્રમ શરુ થયો. મોટા-મોટા સ્પીકર્સ અને ઢગલાબંધ ટીમ્સ. લગભગ રિસેસ પછી ‘ક્રિષ્ના એન્ડ ટીમ’નો ટર્ન આવ્યો. ક્રિષ્નાએ મેક-અપ કર્યો હતો. જો કે, ટીમની દરેક ગર્લ્સ શહેરની છોરી કરતા ગામડાની ગોરી જેવા પરિધાનમાં વધુ જાજરમાન લાગી રહી હતી. જીન્સ, સ્કર્ટ કે ડ્રેસ સિવાય આ સ્વરૂપ અત્યંત ગમે તેવું હતું. મને પુરુરાવની ઉર્વશી યાદ આવી. ‘બિન ઘાઘરા ચોલી સૂની !’ – ખરેખર આ વાતનો જરાયે ખોટ નહોતી સાલી રહી. બેકલેસ ચોલી, માથા પર કોડીની સેર, મણકાઓ, ગળામાં હાર, શરીરને ચપોચપ પહેરેલ ઘેરું મરૂન પોલકું કે બ્લાઉઝ, કમર પાસે ખોસેલ ચોલીનો એક છેડો, કાંડા પર લટકણ ધરાવતું ટ્રેડીશનલ બ્રેસલેટ, જમીનથી એક વેંત ઉંચો ચણિયો, હાથમાં રેશમની સેરજડિત દાંડિયા, ચાંદીના ઝાંઝર અને સ્તનમંડળને આધાર આપતા કાપડાને બાંધતી પીઠ પરની ઘૂઘરી.

ગાલ પર સહેજ ગુલાબી રંગની ઝાંય ધરાવતો ગાલ, પાતળા હોઠ પર આછી-આછી લિપસ્ટિક, દાઢી પર ત્રિકોણાકારે રચાયેલ ત્રણ ટપકાંની જોડ, સહેજ-સહેજ હથેળી પર લગાવેલ મહેંદી, કમર પરનો કટિબંધ, કટિબંધ પર બાંધેલ ઘૂઘરીયાળી સેર, આંખની પાંપણ પર સજાયેલ કૃષ્ણ-કાજળ અને એ પાંપણ પર મોટા ઓડિયન્સને જોઇને ધસમસતી આવેલ શરમ. એકબીજા તરફ જોઈને દરેકે પોઝિશન લીધી. સોંગ શરુ થયું. ધીરે-ધીરે તેમાં વિલીન થઇ જવાયું. દરેક ટીમ-મેમ્બર્સ એકબીજા સાથે સુભગ તાલમેલ કેળવીને ગરબામાં ઝૂમીને તેને એક નવી દિશા આપી રહ્યા હતા. ક્રિષ્નાને જોઇને મજા આવી રહી હતી.

હું પહેલે માળેથી જોઈ રહ્યો હતો. ફર્સ્ટ ફ્લોરની લોબીમાં ગમે તે ભોગે ઉભા રહેવાનું પણ એક કારણ હતું. એ કારણમાં ગઈકાલની વાત જવાબદાર હતી.

આગળના દિવસે રાત્રે અમારી વાત કંઇક આ મુજબની થઇ.

“એય, પરફોર્મન્સ કેવું થશે કાલે ?”

“અરે બહુ મસ્ત થશે. ટેન્શન ન લે.”

“આટલા બધા સામે હોય, થોડું નર્વસનેસ જેવું લાગે છે.”

“હું જાઉં એ પહેલા તને જોઇને જઈશ. એવું કંઇક સેટિંગ કર ને કે, હું જોઉં અને તું દેખાઈ જાય.”

“ઠીક છે. એક કામ કરીએ. ફર્સ્ટ ફ્લોર પર કોમ્પ્યુટર લેબ પાસે હું ઉભો રહીશ.”

“પક્કા પ્રોમિસ ?”

“પક્કા.”

તો આ મૂળ વાતને ધ્યાનમાં રાખીને અમો એ જણાવેલા સ્થાને સ્થાન ગ્રહણ કરેલું. કૃતિ શરુ થાય ત્યારે સ્ટેજ પર આવેલ ટીમમાંથી એક જ છોકરીનું ધ્યાન ફર્સ્ટ ફ્લોર પાસેની કોમ્પ્યુટર લેબ પાસે ગયું અને તે હસી. કાતિલ સ્માઈલ ! તે છોકરી હતી ક્રિષ્ના ! એ હાસ્યમાં ઉત્સાહનું જામ ભરીને કૃતિની રજૂઆત તેણે કરી હતી. મેં પણ ઉપરથી ‘મસ્ત’ની મુદ્રા કરીને તેને બેસ્ટ ઓફ લક કહ્યું.

ક્રિષ્નાની કૃતિ આવી એ પહેલા, જેને આવા ડાન્સમાં મજા ન આવતી હોય તેવા બોય્ઝ બધા ક્લાસમાં ગયા હતા. તેમાં હું પણ હતો. ક્લાસમાં જઈને અમે બેઠા અને મસ્તી કરતા હતા. સતાણી સરનું નામ અન્ય લેડી જોડે સેટ કરીને ક્લાસમાં ‘દિલ’ બનાવ્યા. તેમાં તીર ભોંક્યા. તીરની બંને બાજુ બંને નામ લખ્યા. આવા બધા ‘વખરા સ્વેગ’ કોમન હતા. સતાણી સર સાથે જે લેડીનું નામ જોડાયું હતું તે, અમારા ‘સમર્થ ટ્યુશન ક્લાસ’ ના ઉપરના ફ્લોર પર રહેતી હતી. મેરિડ હતી. એક દિકરો પણ હતો. પરંતુ, નામ જોડવામાં સતાણી સર માત્ર એક જ વખત એ લેડી સાથે વાત કરે તે પૂરતું હતું. ટ્યુશન ક્લાસમાં તો આવા ઘણા નામો લખ્યા હતા.

મુદ્દાની વાત એ હતી કે, જયારે અમે ક્લાસમાં ગયા ત્યારે સમગ્ર વર્ગખંડ ખાલી હતો. અમે લગભગ ૧૦-૧૫ બોય્ઝ હતા. દરેક શિક્ષકો પણ એ ફંક્શનમાં હતા. ક્લાસમાં ગર્લ્સ સેક્શનમાં દરેક બેંચ પર અમે બેઠા. મસ્તી કરતા-કરતા એક એવી વસ્તુ મળી જેનાથી ઉત્તેજન સ્તર ‘એટ ધ એજ ઓફ સેવન્ટીન’ પિક પર જતું રહે. આ વસ્તુ એ હતી કે, હાથમાં લેતા પહેલા જ શરીરના દરેક અંગો તંગ થઇ જાય. સ્કિન પરના હેર-રૂટ્સ સુધી એક્સાઈટમેન્ટ લેવલ પહોંચે. ગર્લ્સ, કે જે ગરબામાં પાર્ટિસિપેટ કરવાની હતી તેમણે પોતાના ક્લોથ્સ ચેન્જ કર્યા જ હોય તે દેખીતી વાત છે. પરંતુ કોઇ ગર્લ્સથી ભૂલ એ થઇ ગઈ કે, તેણે બેંચ પર જ પોતાના સ્તનને સુંદર ઓપ આપતા આંતરવસ્ત્રને એમ જ બેંચ પર મૂકી દીધું. આંખો પહોળી થઇ ગઈ.

અને, ‘ખાટી દ્રાક્ષ’ વાર્તા યાદ આવી. દ્રાક્ષની લૂમ પડેલી હોવા છતાં તેને શિયાળ ચાખી ન શક્યો, તેવી જ રીતે જીવનમાં પ્રથમ વખત આટલે નજીકથી ફિઝીકલી જોઈ રહેલ એ અદ્ભુત વસ્તુ હાથમાં લેવાની હિંમત ન થઇ. પરંતુ, સેન્સ ઓફ હ્યુમર દરેકનું ગજબનું હતું. થોડીવાર ત્યાં ઈન્સ્ટન્ટ જોક્સ બનાવ્યા. થોડી ‘આઉટ ઓફ ધ સોસાયટી’ કહી શકાય તેવી વાતો કરી.

અંતે, એવું લાગ્યું કે જો ગર્લ્સ પોતાનું પરફોર્મન્સ પૂરું કરીને સીધી અહી ન આવે અને તેના પહેલા ક્લાસમાં અન્ય બોય્ઝ આવી જાય તો જે-તે ગર્લ્સને શરમ અનુભવવી પડે. જે યોગ્ય નથી. ઉપરાંત, જો અન્ય વ્યક્તિઓ ક્લાસમાં આવી જાય અને તેઓ આ વસ્ત્રને છુપાવી દે તો જે ગર્લનું તે હશે તે પોતાના ક્લોથ્સ ચેન્જ નહિ કરી શકે. બંને પ્રોબ્લેમ્સ ધ્યાનમાં રાખીને તે આંતરવસ્ત્રને જે બેંચ પર હતું ત્યાંથી બે ડસ્ટરની વચ્ચે લઈને તે બેંચ પર રહેલ ગર્લના બેગમાં સંભાળીને મૂકી દીધું.

હવે પ્રશ્ન એ આવ્યો કે, “આ વાત તેને કેમ ખબર પડશે કે તે વસ્ત્ર કોની બેગમાં છે ?”

દરેક મારી તરફ જોવા લાગ્યા. હું સમજી ગયો. મેં કહ્યું, “ઠીક છે. હું અહી રાહ જોઉં છું. ક્રિષ્ના આવે એટલે તેને હું આ વિષે વાત કરી દઈશ. જેથી જે-તે ગર્લને વાત મળી જાય.”

ક્રિષ્ના અને તેની ફ્રેન્ડ્સને આવતી જોઇને મેં તેને બધી વાત કરી. હજુ ફંક્શન શરુ હતું. અમુક કૃતિઓ બાકી હતી. ક્રિષ્ના ડ્રેસ ચેન્જ કરીને ફર્સ્ટ ફ્લોર પર અમારી પાસે જ આવીને ઉભી રહી. તેની સાથે તેની અન્ય ફ્રેન્ડ્સ પણ હતી. મેં ક્રિષ્ના તરફ જોયું. ત્યાં તેની બાજુમાં ઉભી રહેલી તેની ફ્રેન્ડ મારા તરફ કંઇક ઈશારો કરી રહી હતી.

થમ્સ અપની સાઈન દર્શાવીને તે બોલી, “થેંક્સ.”

(ક્રમશ:)

Contact: +91 9687515557

E-mail: patel.kandarp555@gmail.com