Panah books and stories free download online pdf in Gujarati

પનાહ

પનાહ

આછા ગુલાબી રંગની સાડીમાં સજ્જ ભૈરવી પોતાના રૂપને અરીસામાં નીરખી રહી હતી ત્યાં જ ડોરબેલ વાગી . તેને દરવાજો ઉઘાડ્યો. એક લગભગ વીસેક વર્ષનો જુવાન ત્યાં ઉભો હતો.

ભૈરવીએ પૂછ્યું, તમે કોણ? શું કામ છે?

પેલો જુવાન બોલ્યો, " બહેન, મારુ નામ સમય છે." મને નોકરીએ રાખશો? તમે જે કહેશો તે બધું જ કામ કરી આપીશ.

" હા ભલે, એકલી છું એટલે મારે કઈ ખાસ કામ તો છે નહિ પણ કચરા પોતા અને રસોઈનું કામ તું સાંભળી લેજે."

"ભલે બહેન."

"અને પગાર કેટલો લઈશ?"

" બહેન, પગારમાં તો હું તમારી પાસે પનાહ માંગુ છું. શું તમે મને એ આપી શકશો? "

" હા ભલે, મને મંજુર છે." ભૈરવીએ બોલી નાખ્યું. એનાથી બોલાઈ ગયું.

તે દિવસથી જ સમયે ઘરનું બધું કામ સંભાળી લીધું હતું. ભૈરવીને તો એકદમ નિરાંત થઇ ગઈ હતી. એ છોકરો સમય ભૈરવીની નિરસ જિંદગીમાં આનંદ લઈને આવ્યો હતો. સમય સાથે વાતો કરતા ભૈરવીનો સમય ક્યાં પસાર થઇ જતો એની એને ખુદને પણ ખબર નહોતી પડતી.

ભૈરવીને એ છોકરા પ્રત્યે અજબ આકર્ષણ થતું હતું. ક્યારેક એને એ છોકરા પ્રત્યે રતિભાવ પણ જાગી ઉઠતો. પણ તરત જ તેનો અંતરાત્મા એને ડંખતો. " ભૈરવી! તારાથી એવું વિચારાય જ કેમ? એણે તને બહેન કહી છે અને તું? તું એના વિષે એવું વિચારી જ કેમ શકે? કોઈની પત્ની હોવા છતાં.... પત્ની! એવા તો ક્યાં અમારે સંબંધ જ હતા! એ ગમે તે હોય પણ સમય વિષે તું એવું વિચારી જ ન શકે. ને એણે નક્કી કરી લીધું , હવેથી એ સમયમાં ભાઈના દર્શન કરશે.

આજે રક્ષાબંધન હતી એટલે ભૈરવીએ સમયને કહ્યું, " સમય, તું મને બહેન કહે છે તો મને બહેનનો હક નહિ આપે?

" જરૂર આપીશ બહેન. કહો મારી પાસેથી તમારે કયો હક જોઈએ છે?"

" ભાઈને રાખડી બાંધવાનો હક" ભૈરવી હજી તો આ વાક્ય પૂરું કરે એ પહેલા જ સમયે પોતાનો હાથ આગળ ધરી દીધો.

ભૈરવીએ પ્રેમથી સમયની કલાઈ પર રાખડી બાંધી અને બોલી, મારો ભાઈ મને કોઈ ભેટ નહિ આપે?

સમયે કહ્યું, આપીશને જરૂર આપીશ બહેન. જો પેલું બારણું ઉઘાડીને જુઓ ત્યાં કોણ છે?

ને ભૈરવીએ ભેટ લેવા માટે દોડતા જઈને બારણું ઉઘાડ્યું. બારણું ઉઘાડીને એણે જોયું ને એણે આઘાતમિશ્રિત આનંદ અનુભવ્યો. અને બોલી ઉઠી, અરે! પ્રણય તમે?

" હા, હું ભૈરવી. આજે મને મારી ભૂલનો એહસાસ થાય છે. હું તારી પાસે માફી માંગુ છું. હું તને સમજી જ નહોતો શક્યો ભૈરવી."

" બસ, બસ પ્રણય તમારે મારી માફી માંગવાની ન હોય. ભૂલ તો આપણા બંનેની હતી. આપણે બંને એકબીજાને સમજી શક્ય નહોતા. ઈશ્વરે જે કર્યું તે ખરું. ઈશ્વરની ઈચ્છા હશે તો આજે આપણે ફરી મળ્યા. નહિ તો હું તો તમારી યાદમાં જ જિંદગી ગુજારી લેત ."

" બસ, ભૈરવી. આપણા આભારનો ખરો હકદાર તો આ સમય છે. ચાલ, આપણે પહેલા એનો આભાર માનીએ."

" એટલે?" ભૈરવીએ પૂછ્યું.

" એટલે એમ કે, આ બધું સમયને કારણે જ શક્ય બન્યું છે. એણે મને જિંદગી જીવવાનો નવો રસ્તો બતાવ્યો છે. એણે મને મારી મંઝિલ સુધી પહોંચાડ્યો છે. એ ન હોત તો આપણે કદીયે મળી શક્ય ન હોત .પ્રણયે કહ્યું.

" પણ સમય! તને આ બધી કેવી રીતે ખબર પડી ?" મેં

તો કદી તને મારા અંગત જીવન વિષે જણાવ્યું નથી. તે જયારે પણ પૂછ્યું છે ત્યારે હું હંમેશા બહાના જ બતાવતી રહી છું. તો પછી તને કેમ ખબર પડી?

" બહેન, તમે ગયા મહિને બહારગામ ગયા હતા ને ત્યારે મારા હાથમાં તમારી પર્સનલ ડાયરી આવી ગઈ હતી. હું તે વાંચવા નહોતો ઈચ્છતો. મને થયું મારે કોઈના અંગત જીવનમાં માથું ન મારવું જોઈએ. પણ મારો અંતરાત્મા બોલી ઉઠ્યો , સમય, જેને તને પનાહ આપી છે એને તું બહેન મને છે. તારે એની ખુશી માટે પણ તે ડાયરી વાંચવી જરૂરી છે. આવા લાંબા મનોમંથનને અંતે મેં તે વાંચી. તમારા અને પ્રણય જિજુના નાની નાની વાતમાં થતા ઝઘડાઓ, વાત વણસી જતા તમારું છુટા પડી જવું. એ દરેક બાબત મેં વાંચી હતી. મારાથી તમારો ઉદાસ ચહેરો જોવાતો નહોતો. અને વળી તમે મને પનાહ આપી છે. એ પનાહનું ઋણ તો ચૂકવવું જ રહ્યુંને? તમે મને, મારા જેવા ગરીબ માણસને ભાઈનો દરજ્જો આપ્યો છે તો મારે એ ભાઈનો ધર્મ પણ નિભાવવો જોઈએને?

ભૈરવી તો આનંદથી ફૂલી સમાતી ન હતી. આજે કેટલા દિવસો પછી એ એના પતિ પ્રણયને મળી હતી. બધી ગેરસમજ માટી ગઈ હતી. એક પનાહ એ આવેલા માણસને કારણે જેને એ ક્યારનો ભાઈ બનાવી ચુકી હતી.

" સમય, તું તો મારા માટે દેવદૂત જેવો સાબિત થયો છે. આજે તારે લીધે જ એ શક્ય બન્યું છે? તારે લીધે જ મને મારી ખુશી પછી મળી છે. બોલ, તારે શું જોઈએ છે?

સમયે કહ્યું ," બહેને ભાઈને કઈ આપવાનું ન હોય બહેન. ભાઈએ બહેનને આપવું જોઈએ. આજે મારુ મન અત્યંત આનંદ અનુભવે છે કે રક્ષાબંધનના પવિત્ર દિવસે મેં મારી બહેનને એક અમૂલ્ય ભેટ આપી છે. અને એ છે પ્રણય જીજુ. આજે મારુ આ ધરતી પાર હોવું સાર્થક થયું છે. બહેન ચાલો , હવે હું એ સૌની રાજા લઉં . મારી બીજી બહેનો પણ મને પનાહ આપવા માટે મારી રાહ જોતી હશેને? તો ચાલો, હું જાવ છું. આવજો. અને આટલું બોલીને સમય ધરતી પર ઢળી પડ્યો.

હા, એનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. આવતા જન્મમાં આવી જ એક બહેનને મદદ કરવા એણે ફરીથી જન્મ લેવાનો હતો ને?!!

રંગ

ફાગણી પૂનમ એટલે હોળીનો દિવસ. અને તે જ આ દિવસ. ચારે બાજુ કેટલો આનંદ છવાઈ ગયો હતો. બધા કેવા એકબીજાને રંગી રહ્યા છે. આ તહેવારમાં આપણી વાર્તાના બે પાત્રો આકાશ અને વંશિકા પણ રમી રહ્યા છે. તેઓ પાડોશી અને સારા મિત્ર પણ છે.

સમય વીતતો ગયો ને તેઓ બંને પ્રેમમાં પડ્યા. થોડા સમય પછી તેમને માતા પિતાની નામરજી હોવાથી ભાગીને લગ્ન કરી લીધા. વંશિકા ગાયિકા બની ગઈ છે અને આકાશ હવે અભિનેતા બની ગયો છે. બંનેનું લગ્નજીવન સુખેથી ચાલી રહ્યું છે.

પણ એક દિવસ

આકાશની જિંદગીમાં કાજલ નામની સ્ત્રીનું આગમન થયું. જેની જાણ વંશિકાને થઇ. એના પગ તળેથી જમીન ખસી ગઈ. તે ખુબ દુઃખી થઈને આત્મહત્યા કરવાનો નિશ્ચય કરી દરિયે જાય છે

પણ

રસ્તામાં તેને તેની સખી આરતી મળે છે. એ તેની પાસે રડી પડી અને પોતાની આપવીતી સંભળાવી. ત્યારે આરતી એ કહ્યું એમ આત્મહત્યા કરવાથી કઈ નાઈ થાય. પરિસ્થિતિનો સામનો કર અને એની સામે લડ .

તેણીએ કહ્યું, તું પણ કાજલની જેમ મોડલ સ્ત્રી બની જા અને આકાશનું દિલ જીતવા પ્રયત્ન કર.

પોતાની સખી એ કહ્યા પ્રમાણે વંશિકા મોડલ સ્ત્રી બને છે .

આ બાજુ આકાશને કાજલના ભતપૂર્વ પ્રેમી અંતરિક્ષની જાણ થાય છે. અને તેને ખ્યાલ આવે છે કે કાજલનો હેતુ માત્ર પૈસા પડાવવાનો હતો અને તેણે અને અન્તરિક્ષે મળીને આ પ્લાન બનાવ્યો હતો.

આ બધું જાણ્યા પછી આકાશને એની ભૂલનો એહસાસ થતા તે વંશિકાની માફી માંગે છે. વંશિકા તેને માફ કરે છે. અને ફરી તેઓ સુખી લગ્નજીવન પસાર કરવા લાગે છે.

આ જ જીવનના રંગો છે જે અનેક વૈવિધ્યતાથી ભરપૂર છે.