Ek mitrata aavi pan books and stories free download online pdf in Gujarati

એક મિત્રતા આવી પણ!

“એક મિત્રતા આવી પણ"

જીવન માં બધા સબંધો આપણા જન્મ પછી આપો-આપ બની જાય છે એને બનાવની જરૂર નથી પડતી જેમ કે માતા-પિતા, દાદા-દાદી,માસ-માસી,મામા-મામી,ભાઈ-બહેન અને બીજા ઘણા બધા પરંતુ એવો એક સબંધ છે જે આપણે આપણી મરજી થી અને આપણી પસંદગી થી બનાવી શકીએ છે છે "મિત્રતા" નો સબંધ.

આપણે ધારીએ અને ઈચ્છીએ એની સાથે "મિત્રતા" કરી શકીએ છે. અને હા, અલગ વાત છે કે આપણા સ્વભાવ અને વર્તન નક્કી કરે છે કે "મિત્રતા" જિંદગીભર સાથ અપાશે ને "ચાર "દિન કી ચાંદની" બની ને ઉડી જશે..આજે એવા બે મિત્રો ની વાત અહીંયા કરવી છે જેમની નોખ-જોખ જોઈ ને તમને પણ મઝા આવશે અને મને પણ કેહવાની મઝા આવશે. તો ચલો મારી સાથે "ચુલબુલી મિત્રતા" ના અનોખા સફરમાં.....

બિંદુ અને ઝરણાં બંને બહુ સારી બહેનપણીઓ. બંનેના ગુણ પણ નામ જેવા . બિંદુ શાંત અને ઝરણાં એના નામે ની જેમ થોડી ચંચળ. બંનેની પહેલી મુલાકાત ટ્યૂશન ક્લાસમાં થઇ. બંને ભણવામાં સરખી હોશિયાર. બંનેને એક બીજા જોડે બોલવું, બેસવું, ભણવું, ફરવું બધું ગમતું. શાળા અલગ પણ બંને ટ્યૂશનમાં સાથે જાય એટલે મિત્રો બની ગયેલા. લગભગ 10th થી સાથે ભણતા. 10thમાં એટલે કઈ બહુ મોટા ના કહેવાય એટલે મસ્તી પણ એવી કરતા એમાં ઝરણાં જરાક વધારે શાણી અને સ્વભાવે જરા મસ્તીખોર પણ. સ્વભાવ બંને ના સારા એટલે ફાવી ગયું તું બંને ને એકબીજા જોડે.

સમય જતા ક્યાં વાર લાગે છે? સમય એનું કામ કર્યું અને બને બહેનપણીઓ 10thમાં સારા નંબરથી પાસ થઇ માતા-પિતા અને ગુરુજીનું નામ રાખ્યું. બંનેએ સામાન્ય પ્રવાહમાં એડમિશન લીધું અને આગળ 12th પણ સરસ રીતે સારા નંબર થી પાસ કર્યું અને પછી આવ્યા બંને કોલેજ લાઈફ માં. બંને પોતપોતાની રીતે કોલેજ માં એડમિશન લીધું અને જિંદગી ચાલતી ગઈ. બંને ઉંમર સાથે "MATURE " થતા ગયા અને જોઈને "સમય"ને એમની "દોસ્તીની પરીક્ષા" કરવાનું મન થયું અને ખરી જિંદગી તો હવે શરુ થઇ હતી એમને ક્યાં ખબર હતી?

.કોમમાં બંને સાથે ભણતા, એકબીજાને શીખવાડતા,બંને એકબીજાના શિક્ષક જોઈએ લો ને! હા, વાત અલગ છે કે ખાલી પરીક્ષા ટાઈમે ભણતા!... પણ ભણવામાં એમને કેહવું પડે એવું હતું નહિ બંને સારા રિઝલ્ટ લાવતા... .કોમ સાથે બિંદુ પાર્ટ ટાઈમ જોબ કરવાનું વિચાર્યું જેથી જીવનમાં થોડું ઘડતર થાય અને બહારથી દુનિયાનો સામનો કરવાનો તાકાત આવે. પહેલા એક-બે જગ્યાએ ઇન્ટરવ્યૂ પણ આપ્યા પછી ઝરણાં ને વાત કરી એટલે બંને જોડે ઇન્ટરવ્યૂ માં જતા. અને એક બાજુ એમનું ભણવાનું ચાલતું અને એક બાજુ બંને જોબ ની શોધ માં નીકળી પડ્યા હતા..

મનમાં તો જાણે શુંય વિચારતા કે "જોબ તો આપણને મળી જાય બોસ!". મહિના થવા આવ્યા. અમદાવાદના એવા કોઈ એરિયા હતા જેમાં ના ગયા હોય ઇન્ટરવ્યૂ આપવા. પેપર માંથી જોબ ની જાહેરાત જોઈ નથી ને તરત પહોંચી જતા ઇન્ટરવ્યૂ માં. અરે! એવું નહતું કે જોબ નહોતી મળતી પણ "MADAM " ને થોડી એમના લેવલ ની જોબ જોઈતી તી ને પાછી!! હા હા હા હા ... જોબ શોધતા શોધતા ઘણી મુસીબતો નો સામનો પણ કરવો પડ્યો પણ બંને મુસીબતો માં પણ હસવાનું અને મસ્તી કરવાનું છોડે એવા ક્યાં હતા? બંને આમ તો સમજદાર હતા અને બુદ્ધિવાળા પણ એટલે કોઈ એમને ઉલ્લુ તો ના બનાવી શકે... અંતે નાની મોટી નોકરીઓ બદલ્યા પછી બિંદુ ને એક જગ્યાએ નોકરી મળી ગઈ અને પછી તો ઝરણાંને પણ કંપનીમાં જોબ મળી ગઈ બંને સાથે જાય અને સાથે આવે. નોકરી પર પણ બધા ને એમની મિત્રતાની ખબર એટલે બધા જય-વીરુની જોડી કહે એટલે શરૂઆતમાં બંને વચ્ચે કોઈ પડતું નહિ. સમય પસાર થતો રહ્યો બંને જોડે કામ કરતા રહ્યા અને જિંદગી ચાલતી ગઈ.

કહેવાય છે ને કે ભગવાન કોઈ પણ "RELATIONSHIPS " ની એક વાર તો પરીક્ષા કરે અને પરીક્ષા માં જો આપણે પાર ઉતરી ગયા તો સમજી લેવાનું કે બસ જીતી ગયા... આવું કંઈક એમની જોડે પણ બનવાનું હશે એની એમને પણ ક્યાં ખબર હતી? બસ જિંદગી એમની પરીક્ષા લીધા કરી, લીધા કરી અને જોઈએ બંને કેવી રીતે એમનો સામનો કર્યો... ખરેખર બહુ મઝા આવશે...

બંને અલગ અલગ ડીપાર્ટમેન્ટમાં કામ કરતા તેથી એમની જોડે કામ કરવા વાળા લોકો પણ અલગ. ધીમે ધીમે બંને વચ્ચે લોકોની ભરાવેલી વાતો આવવા લાગી. દુનિયા એમ પણ સાચું ને સારું જોઈને બાલી મારે એવું કાંઈક થઇ રહ્યું હતું. બધા બંનેની "મિત્રતા"ને તોડવા, એમાં દરાર પાડવા ઘણા બધા પ્રયત્ન કરી રહ્યા હતા. અને એમાં ને એમાં બંને મનમાં ને મનમાં એક બીજા થી દૂર થતા ગયા. બંને એક બીજાને મોઢે કાંઈ કહી શકતા નહિ.. અંતે બિંદુએ કંટાળીને જોબ છોડી દીધી એમ પણ એને ત્યાં કામ કરવામાં પણ મઝા આવતી નહતી. ઝરણાં હજી ત્યાં કામ કરતી હતી. ઘણો લાંબો સમય એને ત્યાં કામ કર્યું. બિંદુ તો જોબ છોડીને ભણવા પર ધ્યાન આપવા લાગી અને બીજે કાંઈક સારી જોબ શોધવામાં લાગી ગઈ. બનેં મનમાં મૂંઝાતા ગયા અને સમય એમની પરીક્ષા કરતો ગયો.. દુઃખ ખાલી "GF -BF " ના સંબંધમાં તિરાડ પડે ત્યારે નથી થતું ખાસ મિત્રોમાં પણ મનમુટાવ થાય ત્યારે સૌથી વધારે દુઃખ થાય છે અને વાત બિંદુ-ઝરણાં સિવાય વધારે સારી રીતે કોણ સમજી શકે??

સમય પાણી ની જેમ વહેવા લાગ્યો. સમય જતા બંને ફરી મનથી જોડે થઇ ગયા, એમને ખબર પડી ગઈ હતી કે બધી ગેરસમજ હતી જે લોકો દ્વારા ઉભી કરાઈ હતી. અને પછી તો મોબાઈલ પર કલાકો વાતો કરતા મસ્તી મજાક કરવા લાગ્યા... બિલકુલ પહેલા ની જેમ જોઈ લો.. જોડે હરે-ફરે, વાતો કરે, મજાક-મસ્તી તો એમનો એક અલગ મિજાજ હતો. બંને જો મૂડમાં આવી જાય ને તો બધા ને ખબર પડી જાય એટલી મસ્તી કરે. ધીમે ધીમે એમનું B .COM, MBA , M .COM પણ ક્લીઅર થઇ ગયું પણ ડીસ્ટીંગશન સાથે. પણ હા, મસ્તી મજાક ને એમની જિંદાદિલીને એમને ખોવા દીધી હતી. વાત શીખવા જેવી છે... જયારે પણ મળતાં એકદમ ખુશ થઇને અને જાણે કે પહેલી વાર મળતાં હોય એવી ખુશીથી મળતાં.... બંને બહેનપણી આમ તો ભક્તિ-ભાવ વળી પણ ખરી હો!. કયારેક મંદિર પણ જઈ આવે... ભગવાને બંને ને ફુરસદ માં ઘડી હશે.. સંસ્કાર તો હતા સારા. બંને ને નિયમ કે ખોટું કરવાનું નહિ. બસ પછી શું? સાચ્ચા અને સારા માણસ નો સાથ તો ભગવાન પણ ક્યાં છોડે છે? ભગવાને પણ બંને ને સાથ આપ્યો ને! બંનેનું "CAREER & JOB " બંને સેટ થઇ ગયા. ઉંમર થતી ગઈ "MATURITY " આવતી ગઈ પરંતુ હજી સમયે એમની કસોટીનું બીજું પાનું ખોલ્યું હતું જે કદાચ આગળ ખુલવાનું હતું કાંઈક આવી રીતે.

જેમ મેં પહેલા કીધું એમ કે બિંદુ જરા શાંત, પ્રેમાળ, અને સહન-શક્તિ વળી અને ઝરણાં ચંચળ, ગુસ્સા વળી પણ મનની સારી. બોલવામાં આખા-બોલી થોડી, સામે વાળું માણસ એક વારમાં એને ના ઓળખી શકે પણ બિંદુ એને બહુ સારી રીતે ઓળખતી કે ઝરણાં ગુસ્સા માં કઈ પણ કહેશે મન માં પાપ નથી.. બિંદુ ને પણ અમુક સમય તો ઝરણાં ના સ્વભાવ થી બીક લગતી.. અરે! સ્ટોરી કોઈ ગર્લ્ફ્રેડ-બોયફ્રેડ જેવી નથી લગતી? ના ના, તમે કંઈ બીજું ના વિચારતા... બંનેને એવું કંઈ નથી હો!!

એક વાવાઝોડું જેમ વિનાશ લાવી શકે છે એમ એક ગેરસમજ જિંદગી ને, સંબંધોને ક્યાં થી ક્યાં પહોંચાડી શકે છે એની ખબર છે તમને? આવું કંઈક અહીંયા પણ થાય છે... ગેરસમજના દોરમાં બંનેની "મિત્રતા" પણ સપડાઈ ગઈ.. ઝરણાં અને બિંદુ વચ્ચે ઝગડા પણ થયા હતા અને પછી એનું નિરાકરણ પણ આવી જતું હતું. મહત્વ સંબંધ નું હતું. ઝગડીને પણ રેહવું તો જોડે હતું બંને ને... પણ પહેલ કોણ કરે? અને ઘણી ખરી વાર પહેલ બિંદુ કરતી. ઝરણાં ને પણ બધું નિરાકરણ કરવું હોય પણ પહેલ ના કરે... પણ બિંદુ શાંત સ્વભાવની એટલે એને થોડું "લેટ ગો" કરવા માં વાંધો આવતો નહિ.કોઈ પણ ઝગડા લાંબો સમય ચાલતા નહિ. પહેલી વાર એવું બન્યું કે એમના વચ્ચે ની ગેરસમજ દૂર થવાનું નામ લેતી નહતી.. લગભગ મહિના થી વધારેનો સમય થઇ ગયો હશે બંને એક બીજા જોડે વાત શુદ્ધા નહોતા કરતા.. એવી તો કેવી ગેરસમજ હશે કે આટલા સારા મિત્રો વચ્ચે અબોલા કરાવી નાખ્યા?

વાત જાણે એમ હતી કે ઝરણાંના મનમાં એક વાત ઘર કરી ગઈ હતી કે "બિંદુ મને એની ખાસ બહેનપણી માને છે પણ ખરેખર માં તો એવું કંઈ છે નહિ. બસ બિંદુ લોકો સામે દેખાડો કરે છે મિત્રતાનો. બીજા બધા મિત્રોનું મહત્વ વધારે છે.ETC.."બીજું ઘણુંબધું એવું મન માં ભરાઈ ગયું હતું કે ઝરણાં એમાં થી બહાર નહોતી આવી શકતી. અને આવા વિચારો ઝરણાં ને વધારે ગુસ્સા વળી બનાવી દીધી હતી અને બિંદુ પ્રત્યે નો એનો ગુસ્સો વધતો જતો હતો અને બીજી બાજુ બિંદુને મન માં હતું કે "ઝરણાં દર વખતે એના પર ગુસ્સો કરે છે અને પણ નથી જોતી કે કોની સામે કરે છે, કયારે કરે છે, કંઈ નહિ. બધાની સામે મને ઉતારી પડે છે.ઝરણાંનો સાચો ખોટો બધો ગુસ્સો સહન કર્યો પણ હવે નહિ કરે, ઝરણાં ઈચ્છે બધું રીતે થતું આવ્યું છે આજ સુધી પણ હવે એવું નહિ થાય.. ETC ...." અને બીજું ઘણું બધું મન માં ભરાઈ ગયું હતું બંનેના મન માં... આવી રીતે બંનેના મનની ગેરસમજ એકબીજા માટે વધતી ગઈ એનું સૌથી મોટું કારણ હતું કે બંને એક બીજા જોડે વિષય પર ખુલ્લા દિલથી વાત નહોતી કરી અને બંને વચ્ચે એક ચુપકી આવી ગઈ હતી. સુધી મોટી વાત હોય તો "EGO ". નીચે નામે કોણ?? સામેથી બોલાવે કોણ??

"સંબંધ માં તિરાડ ત્યારે પડે જયારે દિલ ખોલી ને વાત ના થાય."

અહીંયા પણ કંઈક આવું બની રહ્યું હતું. પણ કહેવાય છે ને કે સમય બધા દર્દ ની દવા છે. સમય વીતતો ગયો. બંને વચ્ચે ઘેણો સમય અબોલા રહ્યા. બંને ને મન માં હતું કે ગેરસમજ દૂર થાય તો સારું. બંને એક બીજા જોડે બોલવું હતું અને ઘણું બધું કેહવું હતું પણ શરૂઆત કરે કોણ? બિંદુ ઇચ્છતી હતી કે મત-ભેદ થાય પણ મન-ભેદ ના થવા જોઈએ. એટલે એને સમય પર છોડી દીધું બધું અને રાહ જોવા લાગી સમયની કે જયારે ઝરણાંના મનમાં રહેલું બધું બહાર આવી જાય. ઝરણાં પણ કયારેક ને ક્યારેક તો બિંદુ ને દિલ થી યાદ કરી લેતી પણ message કરતી નહિ. પણ કદાચ રાહ જોતી હશે કે બિંદુ એને બોલાવે... આમ ને આમ મનની વાત મનમાં રહી ગઈ. સમય તો એની ગતિ છોડે? પણ સમયમાં તાકાત બહુ છે વાત ને નકારી ના શકાય. અને થયું પણ કંઈક એવું . નવો દિવસ,નવો સુરજ નવી કિરણ એમના બધા અંધકારને દૂર કરી દેવાનો હતો એવું એમને પણ ક્યાં ખબર હતી!

રવિવાર ની સવાર અને બંને પોતાના mobile માં ડૂબેલા હતા અને કોણ જાણે બિંદુને થયું એણે કોઈક "PHOTO " મોકલ્યો અને જાણે ઝરણાં રાહ જોઈને બેઠી હોય ને બિંદુના "MESSAGE " ની એવી રીતે તરત message આવ્યો અને પછી તો પૂછવું શું?? બંને એક બીજા પર એવા તો વરસી પડ્યા કે જાણે "GF -BF ", "તને મારી કાંઈ પડી નથી", "વાત કેમ નથી કરતી", "વધારે હોશિયારી શાની મારે છે?" અને આવું ઘણું બધું.... હા હા હા હા... અને પછી તો નક્કી થયું કે સાંજે મળીએ છે. સાંજ ક્યારે પડે એની રાહ બંને જોતા હશે. આખરે સાંજે બંને મળ્યા.... પહેલા તો બંને ગુસ્સા માં જોતા રહ્યા એક બીજા ને પછી પ્રેમી-પંખીડાની જેમ ગાર્ડન માં જઈ ને બેઠા. પાછી ચાલુ થયું "વાતો-પુરાણ", "ઝઘડા-પુરાણ". હા હા હા હા... બંને પોતાના મન ના ઉભરાં થલાવવા મંડ્યા અને પછી આખરે મન હળવા થયા અને બંને એક બીજા ને ભેટી પડ્યા અને એમની લાગણી અશ્રુ સ્વરૂપે વહેવા લાગી અને સમયે કુદરત પણ જાણે બંને નો પ્રેમ જોઈ ને રડી પડી હોય એમ વરસાદ ના અમી-છાંટણા બંને ના શરીર ને ભીંજવી રહ્યા. જો કદાચ વરસાદ ના આવ્યો હોત ને તો આજે કદાચ બંને બહેનપણીઓ ઘરે ના જાત.

દ્રશ્ય જોતા ભાલ-ભલા ની આંખ માં આંસુ આવી જાય સાહેબ... કેવું અદભુત દ્રશ્ય અને કેવી અદભુત "મિત્રતા" અને પછી શું? અરે! " selfie " અને પણ ચાર-ચાર મહિના સુધી અબોલા રહેલા "મિત્રો" મળે અને " selfie " ના લેવાય એવું તો કેવી રીતે બને? " selfie " લેવાઈ અને મુકાઈ ગઈ "social Media " પર. બંને ના મન જરા શાંત થયા. વરસાદ પણ જાણે ખુશ થઇ ગયો હોય એમ મન ભરી ને વરસી રહ્યો હતો આજે તો. ખરેખર માં તો બધી એક ગેરસમજ હતી જેને બહુ સમય થી ધૂળ લાગી ગઈ હતી અને સમયે ધૂળ હટાવવામાં મદદ કરી.

બિંદુ અને ઝરણાં બંને એમના નામ જેવા હતા અને એક વગર બીજું અધૂરું સમજો. "બિંદુ" હોય તો "ઝરણું" બને અને "ઝરણાં" માં પણ "બિંદુ રૂપે પાણી આવે પછી "ઝરણું" બને છે ને? બસ આવું કંઈક બંને બહેનપણીઓનું પણ હતું. બંને સાથે ઘરે ગયા અને નક્કી થયું કે આપણે "picnic " પર જઇશુ, આમ કરીશુ, તેમ કરીશુ, મળીશું, આટલો સમય આપણે અલગ રહ્યા પણ હવે સમય ને પણ બતાવીશું કે "મિત્રતા" તો અમારી સાહેબ. ફરી સમય ને જવાબ આપી "મિત્રતા" નીકળી પડી એક નવા સફર પર અને ફરી જિંદગી ચાલવા લાગી સમય ની સાથે. બંને ફરી ખુશીથી રહેવા લાગ્યા. મનમાં રહેલો મોટો ભાર હતો ઉતારી ગયો. કહેવાય છે કે ઝઘડવાથી પ્રેમ વધે છે તો બસ અહીંયા પણ કંઈક આવું બન્યું. પ્રેમ પહેલા કરતા વધી ગયો અને બંને એકબીજાથી પહેલા કરતા પણ નજીક આવી ગયા. બંને ને ખબર પડી ગઈ કે આટલા સમય ની મિત્રતા ને છોડી ખુશીથી રેહવું કદાચ અશક્ય છે.

કોઈ-કોઈના વગર રહી નથી જતું પણ દરેક માણસની એક જગ્યા આપણા મનમાં અને જીવનમાં હોય છે જે કયારેય કોઈ લઇ શકતું નથી અને વાત બિંદુ અને ઝરણાંને બહુ સારી રીતે ખબર પડી ગઈ.. અમુક સમય સાથે રહ્યા પછી એક અજીબ પ્રકારની લાગણી સાથે જોડાણ થાય છે જેને શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. એવું નથી કે પ્રેમ ખાલી પ્રેમીપંખીડા કરે દોસ્ત, પ્રેમ તો અજોડ, અમર છે. કોઈની પણ સાથે, ક્યારેય પણ અને કોઈ પણ સંજોગોમાં થઇ જાય. પ્રેમને બસ "લાગણીઓ"થી ભીંજવી દેનાર વરસાદ જોઈએ. બિંદુ અને ઝરણાંનું પણ કંઈક આવું હતું.

જીવન માં "એક સારો મિત્ર ૧૦૦ શિક્ષકો ની ગરજ સારે" આવું કંઈક આપણે ઘણી વાર સાંભળ્યું હશે? ખરું ને? બહુ નસીબદાર હોય છે એવા લોકો જેમને સાચા મિત્રો મળે છે પણ ૨૧મી સદી માં.. સાચો મિત્ર સુખને બમણું અને દુઃખ ને અડધું કરી દે છે. અમુક વાત શબ્દોમાં વર્ણવી શકતી નથી બસ એને અનુભવવાની હોય છે જે મન ને સંતોષ આપે છે. જીવનમાં એક નિયમ રાખવો કે સંબંધ બાંધો તો જીવનભર માટે. જેને રાખો એને દિલથી રાખો પછી ગમે તે થાય. ઉતાર-ચડાવ બધાના જીવનમાં આવે છે પણ એનો મતલબ નથી ને કે આપણે હારી જઈએ. પહાડ બનીને આવેલી તકલીફોને સામે ઉભા રહીને લડત ના આપી શકીએ? બસ આવું કંઈક બિંદુ અને ઝરણાં પણ કર્યું છે અને સમય એક "મિત્ર"ની "મિત્રતા" સામે હાર મંજુર કરવી પડી.

એક સરસ ઉદાહરણ પૂરું પડ્યું છે "મિત્રતા" સાહેબ, ભગવાન પોતે પણ મિત્રતાને અનુભવી ચુક્યા છે "કૃષ્ણ-સુદામા" ની જગજાહેર મૈત્રી". આપણે પણ આવા મૈત્રીના સંબંધને પ્રેમ-લાગણી અને વિશ્વાસની અતૂટ ડોરથી બાંધી રાખીએ અને ખુશ રહીએ દોસ્ત " BINDU " & " ZARNA " ની જેમ...

"થોડું હસી લો ને, થોડું મૂકી દો ને!

થોડું જતું કરી દો ને, થોડા નીચે ઝૂકી જાઓ ને!

થોડો "EGO " બાજુ પર મૂકી દો ને!

થોડી સહનશક્તિ, સમજશક્તિ વધારી દો ને!

થોડા ચૂપ રહી જાઓ ને, થોડું "LET GO " કરી દો ને!

થોડા બિન્દાસ થઇ જાઓ ને!

અરે! દોસ્ત થોડું થોડું કરી ને પણ "પા ભાગનું" કરીશુ તો પણ બધા "PROBLEM " ના "SOLUTION " આપોઆપ આવી જશે.. અજમાવી જોઈએ ચાલો... "

"મિત્રતા"ની સફરમાં તમને બધાને મઝા આવી હશે અને મને પણ કહેવની ખુબ મઝા આવી હવે આશા છે કે આપ સહુ મને આપણા અભિપ્રાય લખી મોકલો જેથી કરીને મને આગળ કાંઈક નવું કરવાની, લખવાની પ્રેરણા મળે અને આપ સહુનો સાથ-સહકાર મારા સફરને ખુબ યાદગાર બનાવે... ઘણો આભાર દોસ્તો... મળીએ તો પછી... THANKS FOR READING ....

"સફર મારો સાથ તમારો" મારુ ફેસબુક પેજ છે, તમે તમારા અભિપ્રાયો મને વોટ્સ અપ કરી શકો છો અને ઇમેઇલ પણ....

-બિનલ પટેલ.