Gumnam Shodh - 9 books and stories free download online pdf in Gujarati

ગુમનામ શોધ - 9

ગુમનામ શોધ - એક હ્રદય સ્પર્શી કથા

વિષય : નવલકથા

પ્રકરણ : 9

ગોકાણી ભાવીષા રૂપેશકુમાર

(આપણે અગાઉના પ્રકરણોમાં જોયુ કે કંદર્પ અને પ્રતિક્ષા ભાગીને ઉટી પહોંચે છે. જયાં કંદર્પ પ્રતિક્ષાને હોસ્ટેલમાં રહેવાની સગવડ અને ભણવાની વ્યવસ્થા કરી આપે છે. તે પોતે નોકરી કરવા લાગે છે પરંતુ વેઇટર અને મજુર તરીકેની નાનકડી જોબમાં કરે છે. તે પ્રતિક્ષાના દિલમાં પ્રેમ જગાવવાનો પ્રયત્ન કરે છે. હવે શુ થશે જાણવા માટે વાંચો આગળ..........)

મમ્મી પપ્પાને મે ખબર આપી કે હુ અભ્યાસ છોડીને પ્રતિક્ષા સાથે ભાગી ગયો છુ, આ વાત સાંભળી પપ્પાએ મારા પર ગુસ્સાનો પહાડ ઉથલાવી નાખ્યો અને સાચુ પણ છે કે એકાએક આવા અણધાર્યા સમાચારથી કોઇ પણને આઘાત જ લાગે ને? તેઓએ મારી સાથે એક ઝાટકે જ બધા સબંધો તોડી નાખ્યા અને મને ઘરે પણ આવવાની ના પાડી દીધી. મારા માટે આ આકરામાં આકરી પરીક્ષા હતી. પપ્પા સાથે થયેલી બધી ઘટના મારા માટે અસહ્ય હતી આથી મે પ્રતિક્ષાને બધી વાત કરવાનુ નક્કી કર્યુ.

***

“કંદર્પ, તારા પરિવારે જે કર્યુ તે બધુ મારા કારણે થયુ છે. સોરી ફોર ધેટ ડીઅર. વિના કારણે તારા સુખી જીવનને મે દુઃખમાં ફેરવી નાખ્યુ.”

“ઇટ્સ ઓ.કે. પ્રતિ. મારે તો આ બધુ કહીને મારા દિલનો ભાર હલ્કો કરવો હતો આથી મે તને આજે ઓચિંતી અહી બોલાવી લીધી. યુ ડોન્ટ વરી એટ ઓલ. આ બધુ બન્યુ તેનાથી આપણી વચ્ચેના સબંધમાં કાંઇ ફર્ક નહી પડે. આજે આવી છે તેનો મતલબ એ નહી કે રવિવારે ન આવે. ફરી રવિવારે આવજે મને મળવા.”

“હા વ્હાય નોટ? આઇ વીલ કમ ટુ સન્ડે. ચલ મને પાર્લરમાં જવા માટે મોડુ થાય છે, હું નીકળું છું.” કહેતી પ્રતિક્ષા નીકળી ગઇ. મે પ્રતિક્ષાનું મન રાખવા આ બધી વાતને હળવાશથી લેતો હોય તેવો દેખાવ કર્યો બાકી હું મનોમન ખુબ ટેન્શનમાં જ હતો.

અમે દર રવિવારે મળતા આખો દિવસ અમે બન્ને હરતા ફરતા અને સાથે સમય પસાર કરતા. છતાંય હજુ પ્રતિક્ષાના દિલમાં હું જગ્યા બનાવી શક્યો ન હતો. આમને આમ થતા એક વર્ષ વિતી ગયુ. પ્રતિક્ષાના કોર્ષનો ખર્ચ અને બીજી બધી જરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરવા માટે અને બીજા ખર્ચને પહોંચી વળવું મારા માટે ખુબ જ અઘરૂ પડતુ હતુ. મારે હવે વધારે પૈસાની જરૂર હતી. મે નોકરી માટે અરજી કરવા લાગી પણ અભ્યાસ પુરતો ન હોવાને કારણે કોઇ સારી જોબ મળતી ન હતી અને જે હતી તેનો પગાર ખુબ જ ટુંકો હતો. એક દિવસ મારા ચા ના બગીચાના માલિકે મને કહ્યુ કે ગામમાં મારા મોટા બગીચા છે તેમાં એક મેનેજરની જરૂરિયાત છે. તમે એક વિશ્વાસપાત્ર વ્યક્તિની જરૂરીયાત છે. તમે જશો? મારા માટે એક મોટી તક હતી. મે તાત્કાલિક સ્વીકારી લીધી. મારે ઉટીથી ઘણા કિમી દુર જવાનુ હતુ. પ્રતિક્ષાથી દુર જવા માટે મન ન હતુ. પરંતુ મારી જરૂરિયાત મોટી હતી આથી કમને હુ ત્યાં જવા માટે હું નીકળી ગયો.

***

નવી જગ્યા હતી, નવા લોકો હતા. આમ તો પોસ્ટ મેનેજરની હતી, એવું કાંઇ મહેનતનું કામ કરવાનું ન હતુ છતા ત્યાં જરાય મન લાગતુ ન હતુ. “એય શુ કરે છે યાર?” પ્રતિક્ષાનો મેસેજ આવ્યો. “તને યાદ કરુ છુ.” “મને ભી તારા વિના અહી ગમતુ નથી. તુ કયારેય આવીશ યાર.” “હજુ તો ગયો જ છુ. કામ માટે અહી રહેવુ જ પડશે ને? નવી જોબ છે તો આમ તરત જ છુટ્ટી લઇ ન શકું.”

“હા, તુ પણ તારી જગ્યાએ સાચો છે પણ તારા વિના મને અહી બહુ એકલવાયુ લાગે છે તેનું શું કરું?”

“અરે પ્રતિ, આપણે ક્યાં જુના જમાનામાં જીવીએ છીએ, જ્યારે યાદ આવે ત્યારે ફોન કરી લેવાનો.” “હા પણ રૂબરૂ મળવાનો જે આનંદ છે તે ફોનમાં ક્યાંથી મળે? તારો ચહેરો જોવાની જાણે મને ટેવ પડી ગઇ છે કંદર્પ.” “ઓહહ્હ્હ્હ... એમ? તો પાક્કુ આ રવિવારે મળવા આવવું પડશે નહી તો ક્યાંક મેડમ સુકાઇને કાંટા જેવા ન થઇ જાય.”

“થેન્ક્સ કંદર્પ. આઇ વીલ વેઇટ ફોર યુ.”

રવિવારે અમે નક્કી કરેલી જ્ગ્યાએ મળવાનુ હતુ તે હું એકાદ કલાક વહેલો જ આવી ગયો ઊંટી અને હોટેલ બ્લ્યુ મુનમાં કોર્નર ટેબલ બુક કરાવી હું તેની વેઇટ કરવા લાગ્યો. મારી નજર મેઇન એન્ટ્રન્સ પર અટકી જ ગઇ જ્યારે પ્રતિક્ષાને મે એન્ટર થતા જોઇ. રેડ સાડીમાં સજ્જ થયેલી પ્રતિક્ષાની છબી મનમોહક હતી. તેના ખુલ્લા વાળ, હાથમાં સાડીના પલ્લુને રમાડતી તો ક્યારેક તેના કાનમાં પહેરેલા એયરીંગ્સને રમાડતી તે મારા તરફ આવી રહી હતી. આજુબાજુના અવાજને બદલે મને તેના લાંબી હીલવાળા સેન્ડલનો અવાજ સંભળાઇ રહ્યો હતો. હું બસ અવાચક બની તેને જોવા જ લાગ્યો. “હેય મિસ્ટર, હું અહી બેસી શકું કે કેમ?” “પ્રતિ, લુકીંગ સો બ્યુટીફુલ ટુડે.” કહેતા હું ઉભો થયો અને તેના માટે ચેર પાછળ કરી તેને બેસવા માટે બોલાવી.” “થેન્ક્સ કંદર્પ. આજે તને મળીને ખુબ આનંદ થાય છે. કંદર્પ હું ઓછી આવકમાં પણ ચલાવી શકુ તેમ છું પણ તુ મારાથી દૂર ન જતો રહે. મને યાર તારા વિના નથી ગમતુ.” પ્રતિક્ષાએ મારો હાથ પકડી લીધો. “પ્રતિ, વાત ઓછી કે વધુ આવકની નથી પણ તને કાંઇ ઓછુ આવે તેમ હું ઇચ્છતો નથી. તુ મારા પર આંખ બંધ કરીને વિશ્વાસ કરીને ચાલી નીકળી છે ત્યારે મારી ફરજ છે કે તને કોઇ પણ રીતે દુઃખી ન થવા દઉ.” “કંદર્પ સાચી વાત કહું, મારી ખુશી પૈસામાં નથી બસ તારો સાથ જ કાફી છે મારે ખુશ રહેવા માટે. કંદર્પ આજે હું મારા દિલની વાત તને કહેવા માંગુ છું, આઇ થીન્ક આઇ એમ ઇન લવ વીથ યુ. આઇ લવ યુ યાર. આજે જ્યારે તુ મારી નજીક નથી ત્યારે મને એહસાસ થાય છે કે સાચે જ તારી જેમ હું પણ તારા પ્રેમમાં ડુબી ગઇ છું બસ ફર્ક એટલો છે કે હું તને આ એહસાસ જતાવી ન શકી પણ આજે મારા દિલને તારી સામે ખોલીને કહું છું કે આઇ લવ યુ અ લોટ માય જાન. આઇ લવ યુ. તારા વિના શ્વાસ લેવા પણ મને ભારે લાગી રહ્યા છે, તુ આવી જા ને અહી.” “પ્રતિક્ષાના મોઢેથી મારા પ્રત્યેના પ્રેમનો ઇઝહાર સાંભળી હું ખુબ જ ખુશ થયો. તેનો હાથ પકડીને હું તેને હોટેલની બહાર લઇ ગયો અને ગાર્ડનમાં હું પ્રતિક્ષાને લઇને ખુબ નાચ્યો. હું એ પણ ભૂલી ગયો કે અમે બન્ને જાહેરમાં નાચતા હતા. થોડો સમય તો ત્યાં રહીને પૈસા એકઠા કરવા ખુબ જરૂરી હતા આથી હું ત્યાં જ રહ્યો. હવે પ્રતિક્ષાને પાર્લરનો કોર્ષ પુરો થઇ ગયો હતો એટલે તે પણ મારી સાથે રહેવા આવી ગઇ હતી. મેનેજરની પોસ્ટ હતી એટલે ત્યાં જ મને એક નાનુ મકાન રહેવા આપી દીધુ હતુ તેમા હું અને પ્રતિ બન્ને પ્રેમથી રહેવા લાગ્યા. અમે બન્નેએ ત્યાર બાદ લગ્ન કરી લીધા. લગ્ન બાદ મે તે જોબ છોડી દીધી અને ફરી અમે બન્ને ઊંટી રહેવા આવી ગયા. ત્યાં મે નાનો બિઝનેશ વિકસાવ્યો. મારો એક મિત્ર કે જેના પાપાને હેન્ડીક્રાફ્ટનો બિઝનેશ હતો તેનું સ્ટાર્ટીંગ મે અહી કર્યુ. પ્રતિક્ષાએ બ્યુટી ટ્રીટમેન્ટની શરૂઆત કરી. અમે બન્ને ટુંકી આવકમાં પણ એકબીજા સાથે ખુબ જ ખુશ હતા.

લગ્નને એક વર્ષ બાદ પ્રતિક્ષાને સારા દિવસો રહ્યા ત્યારે મારી ખુશીનો પાર ન હતો. પહેલા સંતાનની રાહ કોને ન હોય? હું પ્રતિક્ષાની ખુબ દેખભાળ રાખતો અને નવ માસ બાદ અમારા ઘરે દીપુનો જન્મ થયો. દીપુ અમારા બંન્નેનો જીવ હતો.” બોલતા બોલતા કંદર્પ પોતાના આંસુ રોકી ન શક્યો. “ભાઇ, બસ આપણે બધા સાથે મળીને દીપુને શોધીશુ. તમે જરાય ચિંતા ન કરજો.”

***

“મમ્મી, મને એ સમજાતુ નથી કે આમ ઓંચિતા કેમ બની ગયુ?” રાત્રે પ્રતિક્ષા પાસે સુતા વખતે સ્તુતિએ તેના સાસુ સુભદ્રાબહેનને પુછ્યુ.

“છોરુ કછોરુ થાય પરંતુ માવતર કમાવતર કેવી રીતે થઇ શકે? કંદર્પ અને પ્રતિક્ષા દિપુના જન્મ બાદ તેના મિત્રની મદદથી રાજકોટ શિફ્ટ થયા. અમને જ્યારે ખબર પડી કે કંદર્પ રાજકોટ રહેવા આવી ગયો છે ત્યારે અમે પ્રસંગોપાત તેના ઘરે આવવા જવાનું શરૂ કરી દીધુ. દિપુની લગની અમને વધુ સમય સુધી નારાજ કરી ન શકી. એક વખત તારા પપ્પા થોડો સમય રાજકોટ રહેવા માટે આવ્યા હતા. એક દિવસ તે સાંજે દીપુને બગીચે ફરવા માટે લઇ ગયા હતા. આપણી કોલોનીની નજીકમાં જ પાર્ક છે. આથી દીપુ તેના મિત્રો સાથે રમી રહ્યો હતો. તારા સસરા તેના મિત્રો સાથે વાતો કરી રહ્યા હતા. અહીં તે ઘણા સમયથી આવ્યા હતા. આથી તેના ઘણા મિત્રો બની ચુક્યા હતા. તેઓ બધા પોતાની વાતો કરતા હતા અને દિપુ રમી રહ્યો હતો. થોડીવાર બાદ દિપુ આજુબાજુમાં ક્યાંય દેખાયો નહી એટલે તારા સસરા અને તેના મિત્રો આજુબાજુમાં દિપુને શોધવા લાગ્યા પરંતુ તેનો કોઇ પત્તો જ ન હતો. તેના મિત્રોનુ કહેવાનુ હતુ કે તે બોલ લેવા માટે ગયો હતો. ઘણીવાર સુધી પરત ન આવતા તેઓ પણ કયારના શોધી રહ્યા હતા. તારા પિતાજી આ આઘાત સહન ન કરી શક્યા અને તેને ત્યાં બગીચામાં જ એટેક આવી ગયો.” સુભદ્રાબહેનને આંખમાં આંસુ આવી ગયા. “પોલીસનુ શુ કહેવુ છે?” “તને તો ખબર છે ને આપણા પોલીસ ખાતાની. તેઓ તેની રીતે તપાસ કરી રહ્યા છે અને આમ ને આમ પંદર દિવસ વિતી ગયા. બિચારી પ્રતિક્ષાની માનસિક હાલત ત્યારની ખરાબ છે. તેના પાંચ વર્ષના દીકરાનો કોઇ અતો પતો નથી. મને તો ડર લાગે છે કે દિપુની ચિંતામાં બીચારી પ્રતિક્ષાને કાંઇ થઇ ન જાય તો સારૂ. ”

***

“પપ્પા ઓ’ પપ્પા, તમે કેમ મને બચાવવા આવતા નથી? મને અહી જરા પણ ગમતુ નથી. મારે મમ્મી પાસે આવવુ છે. પ્લીઝ મને અહીથી છોડાવી લો પપ્પા. હું તમારો લાડકવાયો દિકરો છું ને?” એક અંધારી કોટડીમાંથી દીપુ રડી રહ્યો હતો અને કંદર્પને પોકારી રહ્યો હતો. દિપુ તેની ખુબ જ નજીક હતો છતાંય કાંઇ કરી શકતો ન હતો. “દીપુ, દીપુ આઇ વિલ સેવ યુ.” તે ચીસ પાડતો ઉભો થઇ ગયો. “કંદર્પ, કંદર્પ શુ થયુ?”

“મારો દીપુ પોકારી રહ્યો છે.” “કંદર્પ તને સપનુ આવ્યુ હશે. તુ કયારનો અહીં સુતેલો જ છો.” “ભાઇ, દીપુ કયાં હ્શે? તે જીવતો તો હશે ને?” રડતા રડતા કંદર્પ કહ્યુ. “કંદર્પ, દીપુ જરૂર મળી જશે.”

“કોઇ આશા દેખાતી નથી. મને લાગે છે કે મારા હાથમાંથી બધુ સરી રહ્યુ છે. હુ એકલો અટુલો ફસાઇ ગયો છુ.” “કંદર્પ, એવા નિરાશાજનક વિચાર છોડી દે. બધુ સારું થઇ જશે. આપણા દીપુને કાંઇ નહિ થાય. આપણે બનતુ કરી છુટશુ.” “આપણા હાથમાં કયાં કાંઇ છે. મે માન્યુ હતુ કે મે પ્રતિક્ષાને દોજખમાંથી કાઢી લીધી છે. પરંતુ હુ ક્યાં એવો શક્તિશાળી છુ. મારા શ્વાસ પણ મારી કાબુમાં નથી ત્યારે હુ કોઇના નસીબ કેવી રીતે બદલાવી શકવાનો હતો.” “તો પછી તુ ચિંતા શાની કરે છે. જે થશે તે સારું જ થશે આપણી નિયતિ સામે લડવાની આપણી તાકાત નથી પરંતુ એક વિશ્વાસ રાખવાની હામ તો કરી શકીએ ને. કંદર્પ પોલીસ સિવાય આપણે આપણી રીતે પણ પ્રયાસો કરવા જોઇએ.” “શું કરવુ ભાઇ? કોઇ રસ્તો તો સુઝતો નથી. હુ સાવ એકલો પડી ગયો છુ.” કંદર્પે ભાવવાહી સ્વરે કહ્યુ. “કંદર્પ તને કોઇ પર શંકા છે? કોઇ દુશ્મન કે કોઇ? કોણ આવુ કરી શકે?” “ના ભાઇ મને કોઇ પર શંકા નથી. આખરે કોણ એવુ કરી શકે?”

***

“બચાવો........ બચાવો.......... મારા દીપુને કોઇ બચાવો. ક્યા છે બધા?” અડધી રાત્રે ઉંઘમાંથી પ્રતિક્ષા ચીસો પાડવા લાગી. તેનો ખ્યાલ રાખનારી નર્સ પણ આજે રજા પર હતી. આથી સ્તુતિ અને તેના સાસુ તેની પાસે સુતા હતા. “ભાભી, પોલીસ અને બધા દીપુની તપાસ માટે જ ગયા છે. તમે આરામ કરો હવે બસ થોડા જ સમયમાં દીપુ તમારા ખોળામાં રમતો હશે.” “મળી જશે ને સ્તુતિ મારો દીકરો?” “હા ભાભી, શ્યામ સુંદર ઝડપથી આપણા દીપુને આપણી પાસે પહોંચાડી દેશે.” નૈમિષ અને કંદર્પ પણ પ્રતિક્ષાની ચીસો સાંભળીને ઉપરના રૂમમાંથી નીચે આવ્યા. “પ્રતિ, તુ આરામ કરી લે. હવે દીપુ હમણાં જ આપણી પાસે આવી જશે.” “હા તો હુ જલ્દી જલ્દી સુઇ વળી તેની પાછળ દોડીને દોડીને થાકી જઇશ. તમે બધા પણ સુઇ જજો. દીપુ બહુ તોફાની છે. તમને બધાને થકવી નાખશે.” આમ બોલતા બોલતા તે ચાદર ઓઢીને સુઇ ગઇ. પ્રતિક્ષાની હાલત જોઇ બધાથી એક નિ:શ્વાસ નખાઇ ગયો.

***

“આઇ એમ સોરી ટુ સે પણ પ્રતિક્ષાના સ્ટેપ મોમ એટલે કે તારા સાસુ બદલો લેવા માટે આવુ કૃત્ય ન કરી શકે?” “તે અત્યારે હયાત નથી ભાઇ. બે વર્ષ પહેલા મારા સાસુ સસરાનુ કાર એકસિડન્ટમાં અવસાન થઇ ચુક્યુ હતુ. હવે તેની ફેમેલિમાં એક તેનો ભાઇ તુષાર છે. જે આફ્રિકા રહે છે.” “ઓહ સોરી કંર્દપ. તો બીજુ હોય કોણ શકે?

***

“મમ્મી, પ્રતિક્ષાની હાલત મારાથી તો જોઇ શકાય તેમ નથી બહુ મોટો આઘાત લાગ્યો છે બીચારીને.” “હા, સ્તુતિ, બિચારી પહેલેથી જ દુખિયારી છે. કયારેય તેને પ્રેમ મળ્યો જ નથી. પહેલા પિતાજી એક સાવકી મા લઇ આવ્યા પછી કંદર્પ સાથે લગ્ન બાદ અમે કોઇએ તેને પ્રેમથી ન આવકારી. માંડ પરિવારનો પ્રેમ અને લાગણી મળી ત્યારે આવુ બની ગયુ.” “એક સ્ત્રી તરીકે હુ તેની વેદના સમજી શકુ છુ. પ્રતિક્ષા તો પાંચ વર્ષથી દીપુ સાથે રહે છે. જયારે હુ તો............ તેની અધુરી મુકેલી વેદના સુભદ્રાબહેન સમજી ગયા. તેણે આ બીજી વાર વ્યાજ ગુમાવ્યુ હતુ.

***

“મિસ્ટર કંદર્પ આપની થોડી હેલ્પની જરૂર છે. થોડીવાર માટે અહીં આવી જજો.” ફોન ઉપડતા ઇન્સ્પેકટરે કહ્યુ. “હા, સર હુ હમણા પોલીસ સ્ટેશને આવુ છુ.” ફોન મુકી કંદર્પ જવા નીકળ્યો. “કંદર્પ હુ પણ આવુ છુ.” બોલતો નૈમીષ પણ દોડતો તેની પાછળ જવા રવાના થઇ ગયો.

વધુ આવતા અંકે..........,...

શું કોઇ નજીકનું હશે જેણે દિપુને કિડનેપ કર્યો હશે કે કોઇ ખંડણી વસુલ કરનાર કે પછી આ કિડ્નેપ પાછળ કોઇ બહુ મોટુ રહ્સ્ય છુપાયેલુ છે? કંદર્પ દિપુને શોધી શકવા માટે સમર્થ રહેશે કે પછી હાથ પર હાથ ધરીને જ બેસવાનો તેને વારો આવશે? શું પ્રતિક્ષા આ દુઃખમાંથી અને આઘાતમાંથી બહાર આવી જશે કે દિપુના ગમમાં તે પણ પોતાનુ માનસિક સમતોલન ખોઇ બેસશે? જાણવા માટે વાંચો ગુમનામ શોધનો આગળનો ભાગ......