Gumnam sodh - 10 books and stories free download online pdf in Gujarati

ગુમનામ શોધ - 10

ગુમનામ શોધ - એક હ્રદય સ્પર્શી કથા

વિષય : નવલકથા

પ્રકરણ : 10

ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

(આપણે અગાઉના પ્રકરણમાં જોયુ કે પ્રતિક્ષા અને કંદર્પના લગ્ન બાદ દીપુનો જન્મ થાય છે જે પાંચ વર્ષનો થાય ત્યારબાદ એક દિવસ તે તેના દાદા સાથે બગીચામાં રમવા ગયો હોય છે ત્યારે કોઇ તેને કિડનેપ કરીને લઇ જાય છે અને આઘાતમાં ભદ્રકાંત ભાઇને એટેક આવી જાય છે. દીપુના કિડનેપની ખબર પડતા પ્રતિક્ષાની માનસિક હાલત ખરાબ બની જાય છે. બધા ખુબ જ ટેન્શનમાં આવી જાય છે. વિદેશથી કંદર્પનો ભાઇ નૈમિષ અને ભાભી સ્તુતિ પણ આવી જાય છે શુ તેઓ દીપુને શોધી શકશે. શું થશે આગળ જાણવા માટે વાંચો.) “હુ પ્રતિક્ષા પાસે રહી તેનો ખ્યાલ રાખુ છુ. મમ્મી તમે ઘર અને કંદર્પનુ ધ્યાન રાખજો. અકારણ તમે બહુ ઉજાગરા કરશો તો તમારી તબિયત બગડી જશે.” સવારે ઉઠીને સ્તુતિએ તેના સાસુને કહ્યુ. ઇશ્વરે તેને આ જમાનામાં કેવા સમજુ દીકરા અને વહુઓ આપ્યા હતા. પરંતુ બધુ સુખ રાજા રામના નસીબમાં પણ કયા હતુ, જે આપણા જેવા મનુષ્યોને બધુ પાસરુ ઉતરતુ આવે? સુભદ્રાબહેન વિચારતા રહ્યા. “અત્યારે પ્રતિક્ષાને હુંફ અને લાગણીની જરૂરિયાત છે. ધીરે ધીરે પ્રેમના સિંચનથી તેની વેદનાઓ ઓછી થઇ જશે.... મમ્મી ક્યાં ખોવાઇ ગયા તમે?”

“ક્યાંય નહી બેટા. ઠીક છે તુ પ્રતિક્ષાનું ધ્યાન રાખજે હું ઘરને અને કંદર્પને સાંભાળી લઇશ.” કહેતા સુભદ્રાબેન ઉભા થતા કિચન બાજુ ચાલતા થયા.

“અરે મમ્મીજી, તમારો રૂમ પેલી બાજુ છે, આ બાજુ નહી. તમે કાંઇ ચિંતા ન કરો, રસોઇ અને પ્રતિક્ષાને બધાને હું સાચવી લઇશ તમે બસ કંદર્પને સાચવજો.” કહેતી સ્તુતિ સુભદ્રાબેનને તેમના રૂમમાં મુકી આવી.

***

“પ્લીઝ હેવ અ શીટ મિસ્ટર કંદર્પ.” ઇન્સપેક્ટરે કહ્યુ. “સર, કાંઇ અપડેટ મળ્યા દિપુના મળવા બાબતના?”

“હજુ તો કાંઇ ક્લ્યુ મળ્યા નથી કંદર્પ. મને લાગે છે કે ખંડણી વસુલાત માટે આ અપહરણ થયુ નથી, નહી તો કિડનેપર્સનો ફોન આવી જ ગયો હોય એટલે એ દિશામાં તો વિચારવાનુ રહેતુ જ નથી. તમને તમારા નજીકના સગા સ્નેહીઓ પર શક છે?”

”નહી ઇન્સપેક્ટર... નજીકના સ્નેહીઓ સાથે એવી તે કોઇ અંગત દુશ્મની નથી જેના કારણે કોઇ દિપુને અગવા કરી લે.” “હમ્મમમ. તો હવે એક અલગ પોઇન્ટ પર જ વિચાર કરીને તે દિશામાં આગળ વધવું પડશે?” “અલગ પોઇન્ટ પર? અલગ દિશામાં, મતલબ સર?”

મિસ્ટર કંદર્પ આપના બાળકનુ જે દિવસે અપહરણ થયુ તે જ દિવસે મિસ્ટર શાહની દીકરીનુ અપહરણ પણ થઇ ગયુ છે. તેઓના મત મુજબ તેમની પણ કોઇ સાથે દુશ્મની નથી અને તેમને પણ કોઇ ખંડણી વસુલીનો કોલ મળ્યો નથી મતલબ આ બન્ને અપહરણ વચ્ચે સામ્યતા જરૂર જણાય રહી છે મને. ભલે તે તમારાથી ખુબ જ દુર રહે છે. શાહ બંગ્લોઝમાં તેની દીકરી રમી રહી હતી અને અચાનક જ તે ગાયબ થઇ ગઇ. ઘણા સમય સુધી આસપાસ બધે શોધી પરંતુ તેનો કોઇ અત્તો પતો જ નથી. મને લાગે છે કે આ બે કેસમાં કોઇ સામ્યતા જરૂર છે.’ “ઇન્સ્પેકટર સાહેબ તમે પ્લીઝ ઝડપ કરો કોઇ ક્લુ શોધો. મારો બિચારો પાંચ વર્ષનો પુત્ર અત્યારે કંઇ હાલતમાં હશે અને તમે કહો આ શ્રીમાન શાહની પુત્રી ક્યાં હશે?” “હુ મારી રીતે પુરતી તપાસ કરી જ રહ્યો છુ. આ તમે પણ એકબીજા સાથે કોંટેકમાં રહેજો. જેથી કરીને કાંઇક સરળતા પડે અને અમને પણ કેસમાં સરળતા પડે”

“મિસ્ટર કંદર્પ, તમને વાંધો ન હોય તો પ્લીઝ તમે મારા ઘરે ચાલશો.” પોલીસ ચોકીએથી બહાર નીકળીને શ્રીમાન દીપક શાહે તેને કહ્યુ.

***

“મારી દસ વર્ષની કલા ફળિયામાં તેના મિત્રો સાથે રમી રહી હતી અને તે દિવસે અમારા ઘરે ઘણાં મહેમાનો આવ્યા હતા અમે બધા અને નોકરો મહેમાનોની આગતા સ્વાગતામાં હતા. સાંજે સાત વાગ્યે હુ કલાને બોલાવવા માટે બહાર આવ્યો ત્યારે તે ત્યાં ન હતી તેના મિત્રોએ કહ્યુ કે કલા તેની સખીને બોલાવવા કયારની બહાર ગઇ છે. કલાને શોધવા માટે મે આખો એરિયા ફેંદી નાખ્યો તે કયાંય પણ ન હતી અને ધોળા દિવસે કોઇએ કાંઇ જોયુ પણ ન હતુ.” બોલતા બોલતા જ દીપક શાહ ધ્રુસકે ધ્રુસકે રડી પડયા. તેની વાત સાંભળી કંદર્પની આંખમાં પણ આઁસુ આવી ગયા. તે પણ એ જ દુ:ખથી પીડાય રહ્યો હતો જે દુઃખ તેને મિ.શાહની આંખમાં દેખાઇ રહ્યુ હતુ. દીપક શાહનો બંગલો ખુબ જ વિશાળ હતો. શ્રીમંતાઇ ચારે બાજુ દેખાતી હતી. પરંતુ ઘરમાં કોઇ સભ્યની હાજરી વર્તાતી ન હતી. કદાચ કયાંય બહાર ગયા હોઇ શકે? નૈમિષે બધુ માર્ક કરી લીધુ.

***

“બેટા, દીપુનો કોઇ પત્તો લાગ્યો? શું કહ્યુ પોલીસવાળાએ?” ઘરે આવતા જ સુભદ્રાબહેને પુછ્યુ. “આ પોલીસ બહુ જ ધીમુ કાર્ય કરી રહી છે. આટલી વારમાં તો મારા દીપુને...................” આગળના શબ્દો મૌનમાં પરિવર્તિત થઇ ગયા.

“બેટા,...........બસ કર.” સુભદ્રાબહેન પણ હવે કાંઇ બોલી શકે એમ ન હતા. “હવે બસ બહુ થયુ. હવે મારે જ કાંઇ કરવુ પડશે.” કંદર્પે આંસુ લુછતા કહ્યુ. “આમ રડતા રહેશુ તો આખી જીંદગી રડવાનુ જ રહેશે. હવે નહિ, હવે હુ જ મારા દીકરાને શોધીને રહીશ.”

મારી જેમ ઘણા પિતા પોતાના સંતાનોના વિયોગથી પીડાઇ રહ્યા છે. આ એક મોટુ ષડયંત્ર છે જેનો પર્દાફાશ કરવો જ રહ્યો” કંદર્પ ઉભો થઇને પોતાના રૂમમાં જતો રહ્યો. તેણે પોતાનુ કમ્પયુટર ઓન કર્યુ અને રિસર્ચ કરવા લાગ્યો. રાત્રે નવ વાગ્યા સુધી તે પોતાના રૂમમાં જ બેસી રહ્યો એટલે નૈમિષ તેને જમવા માટે બોલાવવા આવ્યો ત્યારે તે નીચે આવ્યો. “કંદર્પ શુ થયુ?” “ભાઇ, આ બહુ મોટુ સ્કેન્ડલ છે. આખા ભારતમાંથી લગભગ બે થી ત્રણ લાખ બાળકોનુ હ્યુમન ટ્રાફિંગ થઇ રહ્યુ છે જેમાંથી દસ ટકા જેટલા બાળકોને ઇંટરનેશનલ લેવલે વેચી મારવામાં આવે છે અને બાકીનાને સેકસ એક્ષપોલિંગ, મજુરી, ઘરકામ અને ભીંખ માંગવા માટે ઉપયોગ કરવામાં આવે છે. અને સૌથી ખતરનાક મોટા ભાગના બાળકોને બોડી ઓરગનનો યુઝ કરી તેની ખતરનાક રીતે હત્યા કરવામાં આવે છે. આ લોકોની અનેક ગેંગ કામ કરી રહી છે. આપણા દેંશના કાયદાની નબળાઇને કારણે તેઓ આવા ગેરકાનુની અને ખતરનાક કાર્યો આસાનીથી કરી રહ્યા છે. મોટેભાગે તેઓ બાળકોને જ ટારગેટ બનાવે છે જેથી તેને આસાનીથી મારી અને ધમકાવી તેની પાસે કામ લઇ શકાય છે. નાના નાના બાળકોને તેઓ રાક્ષસની જેમ મારીને તેની પાસે કાળી મજુરી કરાવે છે. આપણો કાયદો બહુ ટુંકો પડી રહ્યો છે આ ગેરકાનુની કાર્યો કરવા વાળા પાસે. નૈમિષ મારે ઝડપથી કાંઇક કરવુ પડશે. નહિતર દીપુના શુ હાલ થશે.” કંદર્પ પોતાના આંસુ ન ખાળી શકયો. સત્તાવીસ વર્ષની નાની વયે કંદર્પ અત્યારે સાવ વુધ્ધ જેવો બની ગયો હતો. “કંદર્પ તુ હિમ્મત ના હાર. ઇશ્વર છે ને તેના પર ભરોસો રાખ. જરૂર કાંઇક થઇ જશે.” “આ ઇશ્વર જ આજે મારી કપરી કસોટી લઇ રહ્યો છે. જેમાં પળપળ ફેઇલ થવાનો ડર સતાવી રહ્યો છે. હાથપગને છાના રાખીને બેસી પણ શકાતુ નથી અને કાંઇ કરી પણ શકાતુ નથી મારાથી અને ઉપરથી પ્રતિક્ષાની આવી હાલત.” “બેટા ઇશ્વર તેની જ કસોટી લે છે જે પાસ થવાની હામ ધરાવતા હોય. તુ હિમ્મતથી આ લડાઇ લડવા તૈયાર થઇ જા. જીત જરૂર તારી જ થશે.” સુભદ્રાબહેને કંદર્પના માથા પર હાથ પસરાવતા કહ્યુ.

“કંદર્પભાઇ, અમે બધા તમારી સાથે જ છીએ. હુ અને મમ્મી પ્રતિક્ષાનુ ધ્યાન રાખીશુ. તમે ચિંતા મુકત થઇને તમારી રીતે પ્રયાસ કરો. ઇશ્વર જરૂર તમારો સાથ આપશે અને નૈમિષ પણ તમારી સાથે જ છે.” સ્તુતિએ કંદર્પની પાસેની ખુરશી પર બેસતા કહ્યુ. “ખુબ ખુબ આભાર આપ સૌનો કે મુશ્કેલ ઘડીઓમાં તમે મારા પડખે મારા સહાયક બનીને ઉભા છો.” તેના પરિવારનો આવો સાપોર્ટ જોઇને કંદર્પથી હાથ જોડાઇ ગયા. “અરે ગાંડા, તુ કયાં પરાયો છે? આપણા સૌનુ એક જ લોહી છે યાર. અમે તને સાથ ન આપીએ તો ફટ છે યાર અમારા પર.” નૈમિષે કંદર્પના હાથ પકડીને કહ્યુ. “મને ગર્વ છે મારા પરિવાર પર.” “હવે છોડ આ હાથ જોડવાનુ અને ફટાફટ આપણે જમી લઇએ અને આગળ શુ કરવાનુ છે તે વિચારીએ.” જમીને બધા પ્રતિક્ષા પાસે ગયા. તે દવાના ઘેન હેઠળ ઘસઘસાટ ઉંઘી રહી હતી. તેના માથા પર હાથ ફેરવીને કંદર્પે કહ્યુ. “પ્રતિ, આપણા દીપુને હુ કાંઇ નહિ થવા દઉ. જયાં સુધી મારા શ્વાસ ચાલી રહ્યા છે ત્યાં સુધી હુ લડીશ અને ગમે ત્યાંથી દીપુને શોધીને પાછો લાવીશ.”

***

“નૈમિષ મે ખુબ જ ઉંડી શોધ કરીને હ્યુમન ટ્રાફિંકિગમાંથી બચેલા લોકોના સરનામાં શોધ્યા છે. કાલથી તેની મુલાકાત લઇશ અને મારા દીપુને પકડી જનારને શોધીને જ રહીશ.”“તુ ચિંતા ન કર. હુ પણ તારી સાથે આવીશ. તને આમ એકલો ભટકવા નહી દઉ. પણ કંદર્પ અહી રાજકોટના સરનામા મળ્યા તને કે જેઓ આ રીતે બચ્યા હોય?” નૈમિષે કહ્યુ.

“હાસ્તો ભાઇ, એટલે તો હવે આશાની એક કિરણ દેખાઇ છે બાકી આજ સુધી તો એ જ સુઝતુ ન હતુ કે શરૂઆત કયાંથી અને કેવી રીતે કરવી?”

***

“આવો, આવો બેસો.” એક ઝુંપડી પાસે કંદર્પ અને નૈમિષ આવ્યા ત્યારે એક વુધ્ધ માણસે તેને ઝુંપડીની બહાર રાખેલા તુટેલા ખાટલા પર બેસવાનુ આમંત્રણ આપ્યુ. કંદર્પ અને નૈમિષને જોઇ વુધ્ધ થોડો ખચકાયો. ખાટલા પર ફાટેલુ મેલુઘેલુ ગોદડું પાથરીને બોલ્યો, “બેસો, સાહેબો મુંજ ગરીબ પાસે ટેબલ, ખુરશી નથી. બેસો હુ પાણી લઇ આવુ.” નૈમિષ અને કંદર્પ ખાટલા પર બેસ્યા. થોડીવારમાં જ વુધ્ધ અંદરથી પાણીનો લોટો ભરી લાવ્યો. ગરીબાઇ ચારે બાજુથી છલકાઇને વહી રહી હતી. ગારમાટીના નાનકડા ઝુંપડામાં એક ઓરડી હતી જેમાં એક માટલુ અને થોડા વાસણ પડેલા હતા. બહાર આ નાનકડી જગ્યા પર એક ખાટલો અને અને ઇંટોથી એક સાવ નાનકડો ચુલો બનાવેલો હતો. જેની પાસે થોડા છાણા અને નાનકડા શીશામાં કેરોસીન ભરેલુ હતુ. રસોઇ કરનારને બેસવા માટે એક પથ્થર રાખેલો હતો. જેના પર વુદ્ધ પાણી લઇ આવી બેસી ગયો. તેનો દેખાવ પણ તદ્દ્ન ગંદો અને બેહાલ હતો. તેના આખા શરીરે કરચલીઓ પડી ગઇ હતી. હાથ ધ્રુજતા હતા. દાઢી અને હાથના નખ વધી ગયા હતા. અસંખ્ય થીંગડા મારીને તેને કપડાં પહેર્યા હતા. જે એકમાત્ર તેની પાસે હોવા જોઇએ. તેની હાલત જોઇને કંદર્પને કંપારી આવી ગઇ. “સાહેબ તમે સરકારી ઓફિસેથી આવો છો? શુ માહિતી જોઇએ છે?” બોલચાલ પરથી તે ભણેલો દેખાતો હતો. “અમે સરકારી ઓફિસેથી આવતા નથી. એક પિતા બીજા પિતાની વેદના જાણવા આવ્યો છે. શુ તમે મને મદદ કરશો?” કંદર્પની આજીજી પેલા વુધ્ધને સ્પર્શી ગઇ. ગરીબાઇ અને લાચારી બન્ને માણસને કયારેક ખુબ જ લાગણીશીલ બનાવી દે છે. “મારી વેદનાને જાણી તમારે શુ કામ છે?” “મારા પાંચ વર્ષના દીપુનુ કોઇ અપહરણ કરી ગયુ છે.” આટલુ સાંભળીને વુધ્ધ માથુ નમાવીને રડી પડ્યો. “મારો કાનો ત્યારે સાત વર્ષનો હતો. હરામખોરો તેને ચોકલેટની લાલચ આપીને ઉઠાવી ગયા. હુ હાઇસ્કુલમાં પટ્ટાવાળો હતો. સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી મારી નોકરી હતી. શાળામાં ભણતા હજારો બાળકોને જોઇને મેં મારા કાના માટે લાખો સપના સજાવી રાખ્યા હતા. તે સપના સાકાર કરવા કાનાની માં દેવી બંગલાવાળાના ઘરે ઘરકામ કરવા જતી હતી. કાનો શાળાએથી છુટ્ટીને રખડતો. સાંજે આવીને હુ તેને લેશન કરાવતો અને સારી સારી બાબતો શીખવતો. કાનો થોડો તોફાની હતો. પરંતુ અમારો લાડકો હતો. હસતા ખેલતા અમારા પરિવાર પર કોણ જાણે કેની નજર લાગી ગઇ?” “ગાંડાની જેમ અમે બધે તેની તપાસ કરી. પોલીસ ચોકી અને જાસુસ એજંસીના પગથિયા ઘસી નાખ્યા પરંતુ કાનાની કાંઇ ખબર ન પડી. કાનાની માં દેવી કાનાના દુ:ખમાં બિમાર રહેવા લાગી. તેની બિમારી અને કાનાની તપાસ પાછળ ખોરડું, મુડી, સંપત્તિ બધુ વેંચાઇ ગયુ. કાનાની માં રડતી કકળતી આ દુનિયા છોડીને જતી રહી. વીસ વીસ વર્ષ વિતી ગયા. મારા કાનાના કોઇ સમાચાર ન મળ્યા. બધાએ તપાસ છોડી દીધી. હવે કોઇ આશા જ નહતી. હુ મારા કાનાનો ચહેરો પણ ભુલવા લાગ્યો હતો. દોડાદોડીમાં બધા ફોટા અને બધુ ખોવાઇ ગયુ હતુ. હુ એકલો અટુલો આ દુનિયામાં રહી ગયો. રોજ બધા ભગવાનના મંદિરે જતો અને બધી જ જાતના પાઠ અને પુજા કરતો અને ત્યાં દયાળુ લોકો થોડું ઘણુ આપે તે ખાઇ મંદિરના ઓટલે પ્રભુના ચરણે સુઇ જતો. આમ ને આમને કાનાના ગુમ થયાને પચ્ચીસ વર્ષ બાદ એક દિવસ ...............................

***

“હુ તને મારી નાખીશ. તને જીવતી નહિ છોડું. તે જ મારા દીપુનુ અપહરણ કર્યુ છે. કયાં છે દીપુ મને કહી દે નહિતર હુ તારુ ખુન કરી નાખીશ.” સ્તુતિના વાળ પકડીને તેને મારતા મારતા પ્રતિક્ષા ચીસો પાડવા લાગી. તેની ચીસો સાંભળીને ફ્રેશ થવા ગયેલી નર્સ અને સુભદ્રા બહેન દોડીને આવી ગયા. તેઓએ થઇને સ્તુતિને છોડાવી અને નર્સે પ્રતિક્ષાને બેડ પર ઇ જેકશન આપીને સુવડાવી. સ્તુતિના વાળ બધા વીખેરાય ગયા હતા અને તેના કપડાં પણ ફાટી ગયા હતા. સુભદ્રાબહેને તેનો હાથ પકડીને તેને સોફા પર બેસાડીને કહ્યુ, “બેટા, પ્રતિક્ષાને સંભાળવી બહુ જ અઘરી છે. તુ ઇચ્છે તો ઉપરના રૂમમાં રહેજે. નર્સ છે અહીં અને હુ પ્રતિક્ષાનુ ધ્યાન રાખીશ.” “ના મમ્મી. પ્રતિક્ષા પાસે હુ રહીશ. આખરે મારી પણ ફરજ છે ને.” “સ્તુતિ તુ ખુબ જ મહાન છે. પ્રતિક્ષાએ આવુ વર્તન કર્યુ છતાંય તુ આવુ વિચારે છે.” “ના મમ્મી હુ મહાન નથી. માં છુ અને એક માં ની વેદના સમજી શકુ છું. મારી નાનકડી પાંચ દિવસની ઢીંગલીએ મારા આ જ હાથમાં પોતાનો દમ તોડયો હતો. એક બાળકનો વિરહ શું છે તે હું સમજી શકુ છું. મારી ઢીંગલી તો પાંચ જ દિવસની હતી તો પણ હજુ મારા હ્રદયને સમજાવી શકતી નથી જયારે પ્રતિક્ષા તો પાંચ વર્ષથી દીપુ સાથે રહે છે. હુ તેની વેદના સારી રીતે સમજી શકુ છું” “બેટા પ્રતિક્ષાની હાલત રોજથી રોજ ખરાબ બની રહી છે. મને ખુબ જ ચિંતા થઇ રહી છે.” “મમ્મી ચિંતા ન કરજો. ધીરે ધીરે બધુ જ સારું થઇ જશે.”

વધુ આવતા અંકે.

કંદર્પે કમ્પ્યુટર પર રિસર્ચ કરીને હ્યુમન ટ્રાફીકીંગ વિષે તપાસ કરી પણ નાના એવા રાજકોટ શહેરથી શરૂઆત કરી શું તે આખા દેશમાં ફેલાયેલી આ બદ્દી સુધી પહોંચી તેના પુત્રને ઉગારી શકશે? તેનો નાનો પાંચ વર્ષનો દિકરો દિપુ ઘરથી દૂર માતા-પિતાથી અલગ રહી હાલાત સામે લડી શકશે??? જાણવા માટે વાંચો આગળનો ભાગ????