Sanatkumar in Gujarati Philosophy by Dr. Yogendra Vyas books and stories PDF | Sanatkumar

Featured Books
Categories
Share

Sanatkumar

સનતકુમારે કહેલી

આત્મજ્ઞાનની કથા

-ઃ લેખક :-

ડા. યોગેન્દ્ગ વ્યાસ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

સનતકુમારે કહેલી આત્મજ્ઞાનની કથા

છાંદોગ્ય ઉપનિષદના પ્રથમ ખંડમાં નારદ અને સનતકુમારનો સંવાદ સનતકુમારનો સાચો પરિચય કરાવે છે.

સનતકુમાર પાસે નારદ પહોંચે છે. જીને કહે છે, ‘હે ભગવન્, મને ઉપદેશ આપો. મને શોકની પાર લઈ જાવ.’

સનતકુમારે સામે કહ્યું, “પહેલાં તો તમે શું શું જાણો છો તે જણાવો એટલે પછી એનાથી આગળની વાત સમજાવું.”

નારદે જવાબ વાળ્યો, ‘મને ૠગવેદનું જ્ઞાન છે. યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ એ બધાનું અને પાંચમા વેદ ગણાતાં ઈતિહાસ-પુરાણનું પણ મે અધ્યયન કર્યું છે. વ્યાકરણ, છંદશાસ્ત્ર, ગંધર્વવિદ્યા, ગણિતવિદ્યા, નિધિશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, નિરૂક્ત, શિક્ષણશાસ્ત્ર, ધનુર્વેદ, જ્યોતિષ, ભૂતતંત્ર, ગારૂડીવિદ્યા, વગેરેનો અભ્યાસ પણ સારા પ્રમાણમાં કરેલો છે. આ બધું જાણવા છતાં મને શોક થયા કરે છે. શોક ન થાય, શોકથી પર લઈ શકાય એવું જ્ઞાન મારે જોઈએ.’

આત્મરતિ એટલે આત્મામાં જ રટણ-રમણ કરવું તે, આત્મક્રીડા એટલે આત્માની સાથે જ રમવું તે, આત્માનંદ એટલે આત્મામાંથી-પોતાનામાંથી જ આનંદ મેળવવો તે અને અંતે આત્મસ્થ એટલે આત્મામાં જ સ્થિર થવું તે.

સનતકુમારે કહે, “તમને બધું જ્ઞાન છે પણ આત્માનું જ્ઞાન નથી તેથી શોકથી પર થવાતું નથી.”

નારદે કહ્યું, ‘હા, તો મને એ આત્મજ્ઞાન આપો.’

પછી સનતકુમારે આત્મરતિ, આત્મક્રીડા, આત્માનંદ અને આત્મસ્થતાનાં ચાર સોપાન સમજાવ્યાં. આત્મરતિ એટલે આત્મામાં જ રટણ-રમણ કરવું તે, આત્મક્રીડા એટલે આત્માની સાથે જ રમવું તે, આત્માનંદ એટલે આત્મામાંથી-પોતાનામાંથી જ આનંદ મેળવવો તે અને અંતે આત્મસ્થ એટલે આત્મામાં જ સ્થિર થવું તે.

સનતકુમારે સમજાવ્યું કે અલ્પતામાં સુખ નથી( ન અલ્પે, સુખમ્ અસ્તિ) ભૂમૈવ સુખમ્-એટલે કે વ્યાપકતા-અનંતતાનો વિશાળતાનો અનુભવ જ સુખરૂપ છે.

પંચેન્દ્‌રિયો અને તે દ્વારા મન શુદ્ધ થતાં અંતઃકરણ નિર્મળ બની રહે. અંતઃકરણ શુદ્ધ થતાં જ ત્યાં તમને આત્મસ્વરૂપનો અનુભવ થાય. તમને સમજાય કે હું શરીર નથી પણ તેને ધારણ કરનાર ચૈતન્યસ્વરૂપ છું એટલે સર્વ બંધનોમાંથી મુક્તિ મળે.

આ અનુભવ કેવી રીતે થાય? શરીર, મન, વાણી અને દ્રષ્ટિની શુદ્‌ધિ દ્વારા જ વિશાળતાનો-ભૂમાનો-વ્યાપકતાનો અનુભવ થઈ શકે. શરીરની શુદ્‌ધિ તો આહાર-વિહાર, યોગાસનો-પ્રાણાયમ વગેરેથી થઈ શકે પણ વાણી, દ્રષ્ટિ અને મનની શુદ્‌ધિનું શું? શબ્દશુદ્‌ધિ અથવા શ્રવણશુદ્‌ધિ થાય તો વાણીની શુદ્‌ધિ થાય. સર્વ શબ્દમાં-સકળ નાદમાં બ્રહ્‌મનો રણકો સંભળાય તો એ જ બ્રહ્‌મ તમારી જીભ ઉપર પણ આવીને વસે. તમારો પ્રત્યેક શબ્દ નહીં, પ્રત્યેક અવાજ ઈશ્વરની વાણી બની જાય. તમે સર્વત્ર સર્વરૂપમાં હરિને નીરખો એટલે તમારી દ્રષ્ટિ શુદ્ધ થાય. તમે સર્વ સ્પર્શમાં ઈશ્વરનો સ્પર્શ અનુભવો, સર્વ ગંધ અને સ્વાદમાં સ્વયં શ્રીહરિનો અનુભવ કરો એટલે સ્પર્શ, ગંધ અને સ્વાદની શુદ્‌ધિ થાય અને એ સર્વ શુદ્‌ધિ થતાં આપોઆપ મનની શુદ્‌ધિ થાય.

પંચેન્દ્‌રિયો અને તે દ્વારા મન શુદ્ધ થતાં અંતઃકરણ નિર્મળ બની રહે. અંતઃકરણ શુદ્ધ થતાં જ ત્યાં તમને આત્મસ્વરૂપનો અનુભવ થાય. તમને સમજાય કે હું શરીર નથી પણ તેને ધારણ કરનાર ચૈતન્યસ્વરૂપ છું એટલે સર્વ બંધનોમાંથી મુક્તિ મળે.

આમ અંતઃકરણ શુદ્‌ધિ થતાં અચલ સ્મૃતિ પ્રાપ્ત થાય છે. જે તમારા પોતાના કર્તવ્ય-કર્‌મની(સ્વકર્‌મની) તથા આત્મસ્વરૂપની ઓળખ પ્રાપ્ત કરાવે છે. આ ઓળખપ્રાપ્ત થતાં જ રાગદ્વેષ વગેરેની સાથે આવતી આસ્કિતમાંથી મુક્તિ મળે છે. રાગદ્વેષો નાશ પામતાં જ, આસક્તિમાંથી મુક્તિ મળતાં જ આત્મજ્ઞાનનો પ્રકાશ ઝળાંહળાં થઈ રહે છે. આત્મજ્ઞાનનો આ પ્રકાશ તમને આત્મરત બનાવે, આત્મસ્થ બનાવે અને આત્માનંદનો અનુભવ કરાવે. આ આત્માનંદનો અનુભવ એટલે જ ભૂમાનો, વ્યાપકતાનો, વિશાળતાનો અનુભવ, એજ મુક્તિ અને એ જ મોક્ષ.