Bhave Bhav in Gujarati Short Stories by Dr. Lalit Parikh books and stories PDF | Bhave Bhav

Featured Books
Categories
Share

Bhave Bhav


ભવે ભવ

-ઃ લેખક :-

ડૉ લલિત પરીખ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

આજથી ચોર્યાસી વર્ષો પહેલા

મને લલિત જેવું સુંદર નામ

આપનાર મારા એક સો પાંચ વર્ષના

પ્રેમાળ પૂજ્ય કાકી

વસંતબહેન. જયંતીલાલ. પારેખને

શ્રદ્ધાપૂર્વક સદર અર્પણ

અનુક્રમણિકા

•નાથ-અનાથ

•થ્રી ઈડિયટ્‌સ

•યશ અપયશ

•આવા બાપ?

•આતિથ્ય

•અતિથિ દેવો ભવ

•સાચવશો?

•જુનું પુરાણું

•આવા સમાચાર ?

•સ્પેશ્યાલિસ્ટ

•લટકતી લાશો

•હાથના કર્યા

•થાપ

•ભરબપોરે

•હિસાબ ચૂકતે

•છૂમંતર

•ભવે ભવ

•સ્થિતિ-પરિસ્થિતિ

•મરણમૂડી

•ડેઈટ પર ડેઈટ પર ડેઈટ

•અજાતશત્રુ

•બાયનોકયુલર

•સંકેલો

•વસૂલી

•ફેંસલો

•બે તમાચા

•વર્તન પરિવર્તન

•મૂવી બનાવો મૂવી

•ચુકાદો

•આદર્શના ઉજાસે

૧. નાથ-અનાથ

એ યુગનો એ ભયંકરમાં ભયંકર ભૂકંપ. પાકિસ્તાન બન્યા પહેલાના ભારતનું ક્વેટા શહેર. શહેરવાસીઓને કંપાવી મૂકતો ધરતીકંપ. અસંખ્ય અસંખ્ય લોકો દટાઈ ગયા,કેટકેટલા ગુજરી ગયા,ગણ્‌યા ગણાય નહિ એટલા માટીમાં મળી ગયા. જે બચ્યા એ હોસ્પિટલમાં જીને અપંગ હાલતમાં,અનાથ જેવી સ્થિતિમાં મારવાના વાંકે બચ્યા.પણ દુર્ભાગ્ય્‌ના ડિબાંગ અંધકારમાં ય સદભાગ્યની વીજળી ઝબકે તેમ એક નવજાત બાળક જન્મની સાથે જ માબાપ અને પરિવારને ભૂકંપમાં ગુમાવી પોતાને અનાથ, નિરાધાર, નિઃસહાય અનુભવતો એક હિંદુ અનાથાશ્રમમાં પહોંચ્યો. હજાર હાથવાળા જગન્નાથની કૃપાથી એ ચમત્કારની જેમ જીવતો જાગતો મોટો થતો ગયો.દેખાવે સુંદર,લાલ ચટક આ અનાથ બાળકને કોઈ લાલ કહેતું,કોઈ નાથ કહેતું. હકીકતમાં નામ પડેલું નાથાલાલ. અનાથ એવા આ નિરાધાર બાળકના જન્મની મશ્કરી કરતું એક નામ નાથ અને બીજું લાડકું નામ લાલ, તેને હજી આ મોટી ઉમરે પણ બરાબર યાદ છે. મોટા થયા પછી પણ પોતાની જન્મગાથા સાંભળ્યા બાદ એ જીવનપર્યંત જાણી - સમજી ન શક્યો કે પોતે હિંદુ છે,શીખ છે કે મુસલમાન છે. તેના સવિશેષ સદભાગ્યે, પોતાનું એક માત્ર સંતાન આ જ ધરતીકંપમાં ગુમાવનાર એક સુખી સંપન્ન પંજાબી દંપતિએ, આ અનાથ બાળક લાલને - નાથને ખોળે લઈ સનાથ બનાવ્યો. તેને લાડપૂર્વક મોટો કર્યો, પૂનાની મિલિટરી સ્કૂલમાં ભણાવ્યો ગણાવ્યો,અને આગળ જતા લંડન મોકલી તેને સ્વતંત્ર ભારતના એરફોર્સમાં એરમાર્શલની માનભરી,ખુમારીવાળી પોસ્ટ સુધી પહોંચાડયો.

એરમાર્શલ નાથનું ઊંંચું, ઘાટીલું, ભરાવદાર શરીર,પ્રભાવશાળી વ્યક્તિત્વ,દેખાવડો સુંદર લાલગુલાબી ચહેરો, ભલભલાને ડરાવી દે એવો જોરદાર અવાજ અને આગળ જતા જે અભિન્ન ભારતના ભાગલા જેવા પાકિસ્તાન સાથે યુદ્ધ થયું તેમાં તેનું કુનેહભર્યું, કૌશલપૂર્‌ણ હવાઈ હુમલાઓનું સફળ આયોજન તેને અતિ અતિ લોકપ્રિય એવું ’હમારા લાડલા લાલ’ નામથી નવાજવામાં આવતા તેને કેપ્ટનની પદોન્નતિ મળી, વિજય પુરસ્કાર મળ્યો અને પુષ્કળ પુષ્કળ વાહ વાહ મળી. સમાચારપત્રોમાં અને રેડિયો પર લાલ છવાઈ ગયો.ટી.વી.તો હજી ત્યારે આવ્યો પણ નહોતો, છતાં ય તેના ચિત્રો છાપાઓમાંથી કાપી કુમારો, કિશોરો અને યુવકો પોતાના ઘરોમાં ચોંટાડવા લાગી ગયેલા.મિલિટરી કારકીર્દી દરમ્યાન જ તેના એક પંજાબી સુખી સંપન્ન પરિવારની કન્યા લીલા સાથે લગ્ન પણ થયા અને બે દીકરા અને એક દીકરીની ત્રેલડીની ભેટ આપનાર પત્ની લીલા પર એ વારી ગયો.પોતાને ક્યાંથી ક્યાં પહોંચાડનાર માતાપિતા તો એક કાર અકસ્માતમાં મૃત્યુ પામતા, તેણે વહેલી નિવૃત્તિ લઈ તેમની સંપત્તિ,ઘરબાર ઈત્યાદિનો વહીવટ સંભાળતા, પત્ની અને બાળકોને તેઓ કલ્પી શકે એ કરતા ય વધુ સુખ સગવડો આપી ધન્યતાનો અનુભવ કર્યો. તેને એરફોર્સ તરફથીપ્રોવિડંટ ફંડની અને ગ્રેચ્યુઈટીની મબલખ રકમ મળી. ચાર્ટર્‌ડ એકૌન્ટન્ટ પત્નીને બધો વહીવટ અને પાવર ઓફ એટોર્ની આપી તે ફરી પાછો ’એર ઈન્ડિયા’નો પાયલોટ બન્યો અને બીજા થોડા વર્ષોમાં દેશ વિદેશ વિમાનો ઉડાડતો તે નિવૃત્તિ સમય આવી જતા ત્યાંથી પણ નિવૃત્ત થઈ મુંબઈ પોતાને ઘેર આવ્યો. આ નોકરી માટે તેને માતબર પેન્શન મળતું થઈ જતા, તે રાજી થયો કે કાયમનો આજીવન સહારો તો પાકો થઈ ગયો.તે ઉપરાંત ગ્રેચ્યુઈટીની પણ માતબર રકમ મળતા તે તેમ જ પરિવારમાં સહુ ખુશ ખુશ થયા. પત્ની અને પુત્રોને બધું સોંપી તે શાંતિનું જીવન જીવવા લાગ્યો.

રહેવાનું શાનદાર ભવન હતું,પત્ની,પુત્રો અને પુત્રી પાસે ડીગ્રી, નોકરી અને પોતાની કારો હતી.સહુ કોઈ પોતપોતાની રીતે વ્યસ્ત મસ્ત જીવન વિતાવી રહ્યા હતા. લાલને કોઈ કરતા કોઈ વ્યસન ન હતું. નિવૃત્તિ તેના માટે અભિશાપ સમાન બની ગઈ. ક્લબ લાઈફ તેને મંજૂર ન હતી. એકાકીપણું, એકલતા તેને કોરી જવા લાગી. પત્ની, પુત્રો અને પુત્રી નાથને ઘરમાં પડયા પડયા રહેતા જોઈ તેની આલોચના કરવા લાગ્યા કે "તમે તો ’કામ ન ધામ દિન ભર આરામ’ કર્યા કરો છો તો આકાશ જ આકાશમાં ઉડતા રહ્યા છો તો થોડા ધરતી પર પણ જીવતા શીખો."

એક વાર નાથનું મગજ ગરમ થઈ ગયું અને તે બરાડયો : "મારા પૈસે તાગડધીન્ના કરનાર તમે બધા મારૂં હાલતાચાલતા હડહડતું અપમાન કરો છો તે હવે હું સાંખવાનો નથી."

બહુ બોલાચાલી થઈ ગઈ અને પહેરે કપડે નાથને પોતાનું ઘર અને પોતાના પરિવારને છોડી નીકળી જવાનો વારો આવ્યો. ધન સત્તા બધું સોંપી દીધેલો નાથ ફરી એક વાર જન્મ્યો ત્યારે હતો એવો અનાથ થઈ ગયો.પોતાના પેન્શનના પૈસે કોઈ વરિષ્ટ નાગરીકો માટે બનેલા ’શાંતિસદન’માં જોડાઈ ગયો, જ્યાં તેની ખર ખબર પણ લેવા કોઈ ન તો ફોન કરતુ કે ન તો ફરકતું પણ ખરૂં. પોતાની વીતક સંભળાવતો નાથ સહુ કોઈને પોતાની આપવીતી સંભળાવે છે અને કહ્યા કરે છે કે "આજના જમાનામાં બધા સંબંધો વચ્ચે પૈસો જ પોતાનો રોલ ભજવે છે.નામ ભલે મારૂં નાથ છે, બાકી જન્મ્યો અનાથ અને મરીશ પણ અનાથ."

નાથ-અનાથની આ સત્ય કથા સાંભળી સાંભળી ’શાંતિસદન’ની શાંતિ પણ અશાંત - અશાંત થઈ પોતેય થથરી ઊંઠતી અને સાંભળનારાઓનેય ભૂકંપ જેવો જ કંપાવી મૂકતો અનુભવ કરાવતી રહેતી.

(સત્ય કથા)

૨. થ્રી ઈડિયટ્‌સ

છેલ્લા શોમાં ’થ્રી ઈડિયટ્‌સ’ મૂવી જોઈ, થીયેટરની બહાર નીકળતા જ, ત્રણેય મિત્રો ખુશખુશાલ મૂડમાં પોતાની બાઈક પર સવાર થઈ હોસ્ટલ તરફ રવાના થવાની તૈયારી કરી જ રહ્યા હતા ત્યાં લતીફે કહ્યું : "યાર, કાલે મારો બર્થ ડે છે તો ત્યાં હોસ્ટલ પાસે તો કેક મળશે નહિ એટલે અહીંથી જ કેક ખરીદીને જીએ.’ઝમઝમ બેકરીની ’પાઈન એપલ કેક’ વર્લ્ડ બેસ્ટ કેક હોય છે. અત્યારે હોસ્ટલ પહોંચીને રાતે બાર વાગ્યા પછી તો મારો હેપી બર્થ ડે ધમાલ ધમાલ સાથે ઉજવી, જલસો કરીશું, નાચ-ગાન કરીશું - આજની ફિલ્મના થ્રી ઈડિયટ્‌સની જેમ.’

તરત તેમણે બાઈક લીધી ’ઝમઝમ બેકરી’તરફ. કેકની કિંમત સાંભળીને ત્રણે ય એક બીજા સામે જોતા રહી ગયા.પૂરા બસ્સો રૂપિયા.ત્રણેય ય દોસ્તારો શર્ટ-પેન્ટના બધા ખિસ્સાઓ ફંફોળતા રહ્યા, ફંફોસતા રહ્યા તો ય કેકની કિંમતના અડધા પૈસા ય ન નીકળયા. નિરાશ તો થયા;પણ હોંસભરી ઈચ્છાએ હિમતભર્યો રસ્તો સૂઝાડયો. "અરે, મન હોય તો માળવે જવાયચાલો,આપણી બેન્કના એ.ટી.એમ. માંથી બસ્સો રૂપિયા કાઢી આવીએ." ત્રણે ય દોસ્તોના મોઢામાંથી એક સાથે સૂઝેલા રસ્તાની વાત તરત નીકળી. જોરથી હસતા હસતા એક બીજાને તાળી દેતા,પોતે જ પોતાની પીઠ થાબડતા ત્રણે ય પહોંચ્યા બેન્કની પાછળની નાની ગલ્લીમાં આવેલ એ.ટી.એમ. મશીન મૂકેલા નાનકડા રૂમ પાસે. ત્યાં પહોંચી જોયું તો કોઈ ગાર્ડ પણ ન દેખાયો એટલે અધખુલો દરવાજો પૂરો ખોલી ત્રણે ય એ નાનકડા રૂમમાં પ્રવેશ્યા અને લતીફે પોતાનું એ.ટી .એમ. કાર્ડ બસ્સો રૂપિયા કાઢવા માટે નાખ્યું.

હજી કાર્ડ નાંખ્યું ન નાખ્યું કે એકએક એ.ટી.એમ. મશીનનો કોણ જાણે કેમ ભૂલથી ખુલ્લો રહી ગયેલો દરવાજો એકએક પૂરો ને પૂરો ખુલી ગયો અને ધડ ધડ કરતી પાંચસો પાંચસોની, સો સોની, પચાસ પચાસની, વીસ વીસની અને દસ દસની નોટોની થોકડીઓ ને થોકડીઓ પડવા માંડી.આટલા બધા રૂપિયા પહેલી જ વાર એક સાથે પડતા જોઈ ત્રણે ય બાઘા બની ગયા, હક્કાબક્કા રહી ગયા. તેમની આંખો પણ ફાટીને ચકળ વકળ થવા લાગી. "આ તો હજારો લાખો રૂપિયા છે. સારૂં થયું આપણે આવ્યા અને આવું થયું.ગાર્ડ પણ નથી તો હવે શું કરીશું? ચાલો,આપણા સેલ ફોનથી એક સો નંબર લગાડી, પોલિસ- કંટ્રોલ રૂમમાં આ બાબતની જાણ કરીએ અને બેન્કમેનેજરનો સેલ નંબર પણ સેવ કરેલો છે તેને પણ ઈન્ફોર્મ કરીએ."

તરત જ તાબડતોબ ફોનો લગાડયા અને જોતજોતામાં તો પોલિસ કંટ્રોલ રૂમમાંથી પોલીસ અધિકારીઓ દોડાદોડ આવી ગયા અને બેંક મેનેજર પણ ઘાંઘો થતો, આંખો ચોળતો આવી પહોંચ્યો. પોલીસ અધિકારીઓએ બેંક મેનેજરને ધમકાવ્યો કે "ન તો આ એ.ટી.એમ મશીનના રૂમમાં સી.સી.ટી.વી કેમેરો છે કે ન ગાર્ડ પણ છે. આવી બેદરકારી?"

ત્રણેય દોસ્તારો તો પોલીસ અધિકારીઓ અને મેનેજર સાથે નોટોની થોકડીઓ ભેગી કરી તેઓ સાથે લાવેલ ઝોળામાં ભરવા લાગ્યા. ત્રણેય ને પૂછવામાં આવ્યું કે" આટલી રાતે કેમ આવ્યા,કોણ છો અને આ બધું બન્યું કેવી રીતે?". બિલકુલ શાંતિથી સ્વસ્થ રહી ત્રણે ય એક બીજાના પૂરક બની, "બર્થ ડે કેક ખરીદવા માટે ’ઝમ ઝમ બેકરી’માં તેની કિંમત, ખીસાની પહોંચની બહાર જોઈ-જાણી આ પાસેના જ આવેલા એ.ટી.એમ મશીનની મદદથી બસ્સો રૂપિયા કાઢવા આવેલા અને કાર્ડ નાખતા જ ધડ ધડ નોટોની થોકડીઓ પડતા ગભરાઈ જી સતર્ક થઈને તાત્કાલિક પોલીસકન્ટ્રોલ રૂમ પર અને બેંક - મેનેજરના સેલ નંબર પર ફોન કરવા લાગી ગયા.હવે અમે હોસ્ટલ પાછા જી શકીએ?"

તેમની વિવેકપૂર્ણ વિનયભરી વાતચીતથી પ્રભાવિત થઈ પોલીસ અધિકારી તેમ જ બેંક મેનેજર પ્રસન્ન અને પ્રભાવિત થયા.પોલીસ અધિકારીએ તો આદત પ્રમાણે પૂછ્‌યું પણ ખરૂં :"તમારામાંથી કોઈને આટલા બધા રૂપિયા જોઈને લાલચ ન થઈ કે ચાલો મફતમાં મળે છે અને કોઈ જતું નથી તો હડપ કરી લઈએ ?"

લતીફ બોલ્યો : "ય ખુદા! ખુદા ઔર ખુદ તો દેખને વાલે હમેશા આસપાસ ચારોં તરફ હાત્રિ રહતે હી હૈ ન ? ઔર હમારે માંબાપ કી સીખ - નસીહત ક અસર હૈ,ઉનકી મેહરબાની હૈ કિ હમારે મનકે અંદર પલભર કે લિયે ભી ઐસા ખ્યાલ તક નહિ આયા."

બીજા બેઉ મિત્રોએ પણ પોતાના માબાપે આપેલા સંસ્કારોને જ શ્રેય આપ્યો કે અણહકનું કે હરામનું તો લેવાય જ કેવી રીતે?"

પોલીસ અધિકારી બોલી ઊંઠ્‌યો : "કુછ સોને કા કમાલ રહતા હૈ કુછ સુનાર કા. કુછ તુમ્હારા કુછ તુમ્હારે માંબાપકા. બાકી હમ તો દેખતે હૈ ઔર સુનતે હૈ કિ બચ્ચે માંબાપ સે ઝૂઠ બોલ કર, ઝૂઠે બિલ ભેજ કર, પૈસે મંગા કર, મૌજ મસ્તી કરતે રહતે હૈ. ખુદા કા શુકર માનો કિ તુમ ઝમાનેકી બુરી અસર સે બચ સકે હો." "સારા ક્રેડિટ હમારે માંબાપકો દીજિયે. ઉનકા હમારા અપબ્રિન્ગિંગ ઉમદા રહા."

"ઠીક હૈ,સમ્હાલ કે જાઓ ઔર અપને હોસ્ટલ રૂમ ક પતા નોટ કરા કે જાઓ. કલ ઈતવાર હૈ.આરામ સે ઉઠના."

બધી વિગત આપી- નોંધાવી, ત્રણે ય મિત્રો હોસ્ટલ પહોંચ્યા. સવારે મોડા મોડા ઊંઠ્‌યા તો બ્રશ પાણી કરી, નિત્યકર્મ પતાવી ચા નાસ્તા માટે મેસમાં પહોંચ્યા તો એકી સાથે વિદ્યાર્થીઓએ,યુનિવર્‌સીટીના અધિકારીઓએ, પોલીસ અધિ કારીઓએ તેમ જ બેન્કના અધિકારીઓએ "હેપી બર્થ ડે લતીફ એન્ડ હેપી ડે તો યુ ઓલ થ્રી ફોર યોર ઓનેસ્ટી એન્ડ સિન્સિયારિટી.યોર ન્યુઝ અપિયર્ડ ઈન ઓલ ન્યુઝ પેપર્સ એન્ડ ઓલ ચેનલ્સ ઓફ ટી. વી. યુ થ્રી આર ગ્રેટ ગ્િાફ્ટ્‌સ ટુ યોર પેરન્ટ્‌સ એન્ડ ટુ અસ ઓલ."

અને એ ખુશ ખુશાલ વાતાવરણમાં બેર્હ્‌ડે કેક કાપી અને બધાએ એક સ્વરે" હેપી બર્થ ડે લતીફ અને હેટ્‌સ ઓફ ટુ યુ થ્રી ઈડિયટ્‌સ" કહી તાળીઓના ગડગડાટથી મેસનો રૂમ ગૂંજવી દીધોએ ગૂંજે,એ ગુંજારે ,એ ગુંજારવે આસપાસ અને ચોતરફ પ્રતિઘોષના,પડઘાના નિનાદ, સમુદ્રના મોજાની જેમ ઘૂઘવી મૂક્યા.

(સત્ય ઘટનાત્મક વાર્તા)

૩. યશ અપયશ

ડોક્ટર યશ પોતે હોંશિયાર પણ ઘણા, સૂઝસમજ પણ સારા,પોતાના પેશન્ટો સાથે વાતચીત કરી તેમના તમ-મનની બીમારીનું સાચું નિદાન કરી તેમને જોતજોતામાંસાજા સારા કરી દેએવો તો તેમને યશ. તેમની વાતમાં જોશ પણ ભરપૂર, સામાને પણ જોમ અને ઉત્સાહથી ભરી દે અને યશરેખા તો એવી કે તો તેમને એટલી બધી કે આવી યશસ્વી ભાગ્યરેખા તો ભાગ્યે જ જોવા મળે તેવું તેમની કારકિર્દી માટે સહુ કોઈ હોંસે હોંસે વખાણ જ વખાણ કરે. "આપણા ડોક્ટર સાહેબને યશ એટલો બધો છે કે તેમના બધા જ પેશન્ટો સારા- નરવા થઈને જ રહે. આજ સુધીમાં કોઈ કેસ બગડયો નથી, કોઈનું પણ ડેથ સર્ટીફિકેટ લખવું પડયું નથી’ એમ તેમના વિષે બધા ખુશ ખુશ થઈને અહોભાવ સાથે કહ્યા કરે. નામ તો હતું તેમનું યશરાજ; પણ સહુ કોઈ તેમને યશભાઈના પ્રેમભર્યા અને હુલામણા નામથી જ જાણે અને બોલાવે. કોઈ કોઈ જશભાઈ પણ કહે.

ડોક્ટર યશભાઈના જીવનમાં આમ તો સુખ-સમૃદ્ઘિની કોઈ કરતા કોઈ મણા નહોતી. ઓછી ફી લે તો ય પેશન્ટો એટલા બધા કે સવાર સાંજની પ્રેક્ટિસ મળીને, જેમ "સફળ વેપારી માટે ’ઓછે નફે વધુ લાભ’ નીકહેવત પ્રમાણે ’ઓછી ફીએ પણ ધૂમ કમાણી’ રહ્યા કરે.દાન- ધર્માદો પણ કરતા રહે, પેશન્ટોને પણ આર્થ્િાક સહાયતા કરતા રહે તો ય સમૃદ્ઘિ યશની સાથે વધતી જ વધતી રહે. મન પણ ભર્યું ભર્યું જ રહ્યા કરે. પ્રસન્ન મનનું પ્રતિબિંબ તેમના વદન પર, નેત્રોમાં અને તેમની વાતચીતમાં ઝળક્યા જ કરે. તેમનું નાનકડું ઘર અદ્યતનતમ ગેજેટો, સગવડો-સુવિધાઓથી ભરપૂર. ઘરની બહાર બાગ-બગીચો પણ રંગબેરંગી સુગંધિત પુષ્પોથી લચ્યો લચ્યો અને ’દિનકા રાજા’ અને ’રાતરાણી’ની વેલોમાથી પ્રસરતી સુવાસ તો તેમના યશની સુવાસની જેમ જ વાતાવરણ ને સુગંધિત સુગંધિત જ રાખે.પાર્ટ ટાઈમ માળી બાગ બગીચાની સંભાળ રાખે અને તેની પત્ની ઘરની સાફ સફાઈનું ધ્યાન રાખવાની સાથે તેમના ચા-નાસ્તા, લંચ અને ડિનરની વ્યવસ્થા પણ કરે. ગ્રોસરી લાવવા માટે તેને દર અઠવાડિયે જરૂરી રકમ પૂરેપૂરા વિશ્વાસ-ભરોસા પર આપતા રહે.

પરંતુ મેડિકલ અભ્યાસ કરતા કરતા, પોતાની સહાધ્યાયિની સાથીદાર ડોક્ટર સાથેના પ્રેમ સંબંધમાં અંતે તેમને મળેલી નિષ્ફળતાના પરિણામસ્વરૂપે નિરાશ થઈ તેઓ જીવનભર અપરિણીત જ રહ્યા હતા અને યશના પોતાનું કરિયર બનાવવા, ધનવાન માતાપિતાએ શોધી આપેલા, અમેરિકાથી પરણવા આવેલ ડોક્ટર મૂરતિયા સાથે પરણી યશને એકાકી બનાવી અમેરિકા ભણી ચાલતી થઈ ગઈ હતી .વૈભવમાં ઉછરેલી યશના તેના માંતા-પિતાની વાતોમાં આવી પોતાનું અને તેનાથી વધારે યશનું વર્તમાન બગાડી, ડોલરિયા પ્રદેશમાં ડોલવા- ઝૂલવા- ઝૂમવા પહોંચી ગઈ અને ત્યારથી અત્યાર સુધી, ભગ્નહૃદયી યશરાજ એકાકી જીવનશૈલીને અપનાવી માનવસેવાને જ વરી બેઠા.માનવસેવામાં તેમને આનંદ જ આનંદનો, પ્રસન્નતા જ પ્રસન્નતાનો, ઉત્સાહ જ ઉત્સાહનો અને ઉમંગ જ ઉમંગનો સતત અનુભવ થતો રહેતો એટલે તેમને જીવનમાં કોઈ ઉણપનો કે ઓછપનો તો એહસાસ જ ન થતો. તેથી જ તેઓ પોતે હરહમેશ ખુશખુશાલ જ રહ્યા કરતા.

આવક વધતી ગઈ, કીર્તિ વધતી ગઈ તેમ ઉમર પણ વધતી ગઈ. નવરાશના સમયે હવે મેડિકલ લિટરેચર સાથે આધ્યાત્મિક વાંચન પણ શરૂ કર્યું, યોગ અને ચિંતનનો અભ્યાસ શરૂ કર્યો, સમાધિમાં સમાધાન મેળવવા લાગ્યા. પોતાના પેશન્ટોને નિદાન અને દવા સાથે સત્સંગનો ડોઝ પણ આપવા લાગ્યા. એકાદ સત્સંગ પ્રેમી પેશન્ટના આગ્રહથી વહેલી સવારે, બપોરે અને રાતે પણ એક એક કલાકના સત્સંગ સેશનો શરૂ થઈ ગયા. પેશન્ટ ભાઈ બહેનોને સત્સંગના રંગે- સંગે શાંતિ અને આનંદનો પરિપાક મળવા લાગ્યો. કોઈ દુખી નિરાશ પેશન્ટ ડિપ્રેશનમાં આવી આત્મહત્યા કરવાની વાત કરે તો તેને સમજણનો ડોઝ આપી સમજાવે કે દુઃખથી ભાગવા કે બચવાનો આ રસ્તો તો પલાયનવાદ કહેવાય અને દુખની સાથે પોતાનો અંત લાવનારને જીવતા જ જો સુખ મેળવતા ન આવડયું તો મરીને તો તેને ક્યાંથી સુખ મળવાનું છે? કોઈ ઉર્દુ શેર ની ઝલક સંભળાવે કે "ઈધર ગમસે ઘબડાકે કહા કિ મર જાયેંગે,લેકિન મરકે ભી ચૈન ન ન ચપાયા તો કિધર જાયેંગે?" ’આત્મહત્યાથી મોટું કોઈ પાપ નથી’ એમ સમજાવે.પ્રશ્નોત્તરી સ્વરૂપે ચાલતા સત્સંગમાં સહજ જ્ઞાનની વાતો સમજાવે. સરળ આત્મસાક્ષાત્કારની સમજ આપે, આશાવાદી અને હકારાત્મક અભિગમ કેળવવાની સાચી ઊંંડી સલાહ આપે, ચિંતાના સ્થાને ચિંતન કરવા બાબત મન કેળવવાની વાતો કરે, પોતાની વૃત્તિઓને સમજવાની,તેમને સંસ્કારવાની અને તદનુસાર પ્રવૃત્તિઓને સતત વિકસાવતા રહેવાની સમજણ આપે.સત્સંના રંગે- સંગે સત્સંગીઓ સુખ, આનંદ અને શાંતિનો અનુભવ કરવા લાગ્યા.

એવામાં એકાએક એક રાતે ડોક્ટર યશરાજને પાર્કિન્સનની તકલીફ શરૂ થઈ અને તેજ દિવસે અડધી રાતે સ્ટ્રોક પણ આવ્યો. પોતાનું તો અંગત કે અંતરંગ કોઈ છે જ નહિ અને હવે પેશન્ટોની ચિકિત્સા તો થશે જ કેવી રીતે, એમ વિચારી, તેમણે કંટાળીને ત્રાસીને, જે અગાશીમાં સત્સંગ કરવા બેસતા તે જ અગાશી પરથી નીચે શરીર ઝુકાવી પડતું મૂક્યું અને નીચેની ફૂટપાથ પર પડતાજ તેમના પ્રાણ પંખેરૂં ઊંડી ગયા.ડોક્ટર જશભાઈએ પોતે આત્મહત્યા કરી એ વાતે તેમને પારાવાર અપજશ અપાવ્યો અને "કહેવાની વાતો જુદી અને કરવાની વાતો જુદી" કહી તેમને ભરપૂર બદનામ કર્યા. યશ-અપયશ વચ્ચેની સૂક્ષ્મ ભેદરેખા એકાએક ભૂંસાઈ ગઈ.

(સત્ય ઘટનાત્મક કથા)

સમાપ્ત

૪. આવા બાપ?

શાંતુભાઈના લાડકા નામે ઓળખાતા શાંતનુભાઈની નેવુમી વર્ષગાંઠ ઉજવવા માટે ખાસ અમેરિકા અને લંડનથી આવેલા બે દીકરી જમાઈ અને એક પુત્ર-પુત્રવધૂ શરદ પૂર્ણિમાના દિવસે આવી પહોંચ્યા.વહેલી સવારે જ પ્લેન આવતું હોવાથી સાથે રહેનાર કે તેમને સાથે રાખનાર પુત્ર-પુત્રવધૂ મિતેશ અને મિતાલી, લાંબી મુસાફરી કરીને આવેલાઓ કરતા ય વધુ થાકેલા થાકેલા લાગી રહ્યા હતા. ઘરઘાટી કાશીરામ,બાળકોને સાચવનારી હીરાબાઈ અને વોચમેન તેમ જ ડરાઈવરની વહેલી સવારથી જ એક સરખી હાજરી હોવા છતાં ય આવેલ મહેમાનો કરતા ય, માત્ર વહેલું ઉઠવું પડયું તેનો થાકોડો મિતેશ-મિતાલીના ચહેરા પર, નેત્રોમાં અને તેમના વર્તનમાં વર્તાઈ આવી રહ્યો હતો.અવાજોથી જાગી ગયેલા બાળકો ફઈ-ફૂઆને અને કાકી-કાકાને ને અને તેમના બાળકોને જોઈ ખુશખુશાલ દેખાઈ રહ્યા હતા. માબાપ તેમને "સૂઈ જાઓ- સૂઈ જાઓ- " કહેતા રહ્યા તો ય બાળકોનો ઉમળકો એવો જબરો હતો કે તેઓ મહેમાનોથી દૂર થવા, અલગ થવા તૈયાર જ ન હતા. રમવા મંડી પડયા.

શાંતનુભાઈ તો હોંસી ભિખારીની જેમ ઊંંઘની ગોળી લીધી હોવા છતાંય આખી રાત એક પલકારો સુદ્ધા માર્યા વિના, આવનાર દીકરી-જમાઈ અને દીકરા-વહુ માટે સતત જાગતા જ જાગતા રહ્યા.મિતેશ-મિતાલી ધખે નહિ તેના માટે મહેમાનો તેમના નિવાસ સ્થાન ’શાંતિ નિકેતન’માં પ્રવેશ્યા ત્યાં સુધી પરાણે પરાણે પોતાના જેલ જેવા નિજી બેડરૂમમાં ગોંધાઈ રહ્યા.પણ બધા આવ્યાનો અણસારો આવ્યો કે તરત બહાર નીકળી આવ્યા અને તેમને ભેટી,આશીર્વાદ આપી હરખાતા હૈયે, પ્રસન્ન ચિત્તે,હસતી આંખે તેમને જોઈ જ રહ્યા. તેમનું મન હર્ષથી ભરાઈ ગયું, આનંદથી ઉભરાઈ ગયું. તેમના માટે તેમની વર્ષગાંઠની ઉજવણી, નામની પણ મહત્વની ન હતી. કુટુંબમેળાનો મહિમા તેમને ધન્યતા જ ધન્યતાનો અનુભવ કરાવી રહ્યો હતો.

તેમને પત્ની શાંતિ યાદ આવી ગઈ.શાંતિ એક ગોઝારા અકસ્માતમાં ગુજરી ગઈ અને એ અકસ્માત તેમના માટે વજ્રપાત જેવો થઈ ગયો. એકએક ઘડપણ વર્તાવા લાગ્યું. સ્વાસ્થ્ય કથળવા લાગ્યું. નખમાં ય બીમારી નહિ એવા શાંતુભાઈ શાંતિના અવસાન બાદ ભાંગી પડયા.એક પછી એક બીમારીઓ તેમને ઘેરવા લાગી. બ્લડપ્રેશર, ડાયાબિટીસ, આંખે મોતિયો, કાને આવતી બહેરાશ, ઘૂંટણમાં સંધિવા, કમર- કેડનો દુખાવો, પ્રોસ્ટ્રેટનો પ્રોબ્લમ બધા જ જ એકાએક હુમલો કરવા માંડયા.શાંતિ ગઈ એટલે મનની શાંતિ સાથે તનની સુખાકારી પણ વિદાય લેવા લાગી. પ્રસન્ન દામ્પત્યનો અંત આવ્યો. અપ્રસન્ન ગાહ્ય્સ્થ્ય- જીવનનો અકળાવતો, ગૂંગળાવતો અનુભવ થવા લાગ્યો. બિઝનેસમાંથી મન ઊંઠી ગયું. બધું દીકરાને સોંપી કોઈ જાત્રા-ટૂર જોઈન કરી શાંતિને યાદ સ્વરૂપે સાથે લઈ ઉત્તરથી દક્ષિણની અને પૂર્વથી પશ્ચિમની બધી જ જાત્રાઓ કરી. પણ મન, પત્ની શાંતિ વિનાની અશાંતિના અજંપામાં ઝૂરતું ઝૂરતું દુખી દુખી રહેવા લાગ્યું. અત્યાર સુધી ક્યારે ય કોઈ મુસાફરી કે જાત્રા એકલી નહોતી કરી એ સત્ય તેમને સતત હેરાન પરેશાન કરતુ રહ્યું. જાત્રાઓ કરી પાછા ઘરે આવ્યા તો પુત્ર મિતેશ અને પુત્રવધૂ બિલકુલ બદલાયેલા બદલાયેલા દેખાવા લાગ્યા. તેમની વાણીમાં કડવાશ, વર્તનમાં તોછડાઈ અને વહેવારમાં નકારી અવગણનાના દર્શન થવા લાગ્યા. છોરૂં કછોરૂં થાય, માવતરે તો મોટા મને તેમને માફ કરી દેવા જોઈએ ,શાંતિ રાખવી જોઈએ એવી પત્ની શાંતિની સલાહ સૂચના યાદ કરી ગમ ખાઈ ગયા.પણ દિન પ્રતિ દિન તેમની રોજિંદી સ્થિતિ-પરિસ્થિતિ વધુ ને વધુ વિકટ થવા લાગી. ઓફિસે જાય તો "ફોન નહિ લેવાનો, અમથા અમથા ફોન નહિ કરવાના" એવી ટકોરો સાંભળી તેમણે ફોનને ન અડવા સુદ્ધાની મનોમન બાધા લઈ લીધી. સ્વભાવે તેઓ ફોનના માણસ હતા, બેચાર ફોન કર્યા વગર તો તેમને ચા નાસ્તો ય ગળે ન ઊંતરે, જમવાનું પણ ન ભાવે, બપોરનો આરામ પણ હરામ થઈ જાય, રાતે ઊંંઘ પણ ન આવે એવા તેઓ ફોન એડિક્ટ હતા. ઘરમાં વહુ ફોન છોડે જ નહિ. કોઈ ને કોઈ સાથે કલાકો સુધી ગપ્પા માર્યા કરે. ફોન આવે તો પોતે જ દોડીને લઈ લે અને લળી લળી અને લડાવી લડાવી વાતોમાં કલાકો વિતાવી નાખે. વાતે વાતેતેમને ટોકતી રહ્યા કરે એ તો વળી જુદું અપમાન. ઓફિસે જીને વહુના ત્રાસથી બચવાનું પસંદ. પણ ઓફિસમાં ય દીકરો કહેવા લાગ્યો ; "તમે ઘરે જ બેસી આરામ કરતા હો તો? મારા ફોન સાંભળ્યા કરો, મારી અને ગ્રાહકોની વાતો સાંભળ્યા કરો,નવરા બેઠા બેઠા ચા-કોફી પિયા કરો એ સારૂં કહેવાય? તેના કરતા દેવદર્શને જાઓ સમાજની લાયબ્રેરીમાં જાઓ, સત્સંગ સભાઓમાં જાઓ, ભાગવત -રામાયણ પારાયણોમાં જાઓ. અહીં ખોટા સાથે-માથે બેસીને ન તમને કોઈ લાભ કે ન મને."

અને શાંતુભાઈએ ઓફિસે પણ ન જવાની બાધા લઈ લીધી. ક્યાંય મન લાગે નહિ.ન ઘરમાં ગોઠે, ન બહાર ગોઠે. બહુ પહેલા એક વાર શાંતિની સાથે લંડન અને અમેરિકાનો અનુભવ લઈ આવેલા, જ્યાં શાંતિના સાથ, સથવારા અને સહવાસ સાથે ય નહોતું ગમ્યું-જરાય નહોતું ગમ્યું, તે યાદ કરી ફરી ત્યાં જવા ન તેમનું મન તૈયાર હતું કે ન શરીર. શરીર- સ્વાસ્થ્ય બગડતા કંટાળી ગયા.ન ઘરમાં કોઈ વાત કરે,ન કોઈ ક્યાંય સાથે લઈ સુદ્ધા જાય, ન બાળકોની સાથે હળવા-મળવા દે,તેમને દૂર જ દૂર રાખે,કોઈ મળવા આવ્યું હોય તો "તમારા રૂમમાં જ બેસી રહેજો, બહાર નહિ આવતા,તમારો ચા-નાસ્તો રૂમમાં પહોંચાડી દેવામાં આવશે માટે ભૂલથી પણ બહાર નહિ આવતા. હદ તો ત્યાં અને ત્યારે થઈ જયારે પોતે એક વાર જાણીતા પરિચિતનો અવાજ સાંભળી તેમને મળવા બહાર નીકળી આવ્યા તો દીકરા વહુએ તેમની સામે જ તેમને દબડાવ્યા કે "ડોકટરે આરામ કરવાનું કહ્યું છે તો કેમ બહાર દોડી આવો છો? અમે કેટલું ધ્યાન રાખીએ તમારી તબિયતનું? "

હવે તેઓ તબિયતના બહાનાના ઓઠા હેઠળ દેવાતી જેલ-સજાથી કંટાળી ગયા અને શાંતિનો સથવારો મેળવવા અને આ કાયમની અશાંતિથી છુટકારો મેળવવા આતુર જ નહિ,આકુળવ્યાકુળ થઈ જવા લાગ્યા. કોઈ સારા શાંતિમય,આનંદમય વૃદ્ધાશ્રમમાં પણ જોઈન થવા પહેલા તૈયાર થઈ ગયેલા ત્યારે "અમારી આબરૂના ધજાગરા જ કરાવવા છે?એક દીકરો-દીકરી પરદેશમાં હોય, અમે અહિયાં દેશમાં હોઈએ અને તમે વૃદ્ધાશ્રમ જોઈન કરો તો લોકો તો એમ જ કહેવાનાને કે બાપને પાંજરાપોળમાં મૂકી દીધા.ના ભાઈ ના,ભલે અમને તકલીફ પડે પણ તમે તો સાથે જ સાથે રહેવાના."

શાન્તુભાઈને સમજાતું નહિ કે તકલીફ કોને પડે છે.એટલામાં ગામમાં અને સમાજમાં વાહ વાહ મેળવવા માટે તેમની નેવુંમી વર્ષગાંઠ ઉજવવાનો ભવ્ય કાર્યક્રમ ગોઠવી દીધો, જાહેર પણ કરી દીધો અને ભાઈ બહેનને સહપરિવાર વિદેશથી દેશમાં પણ બોલાવ્યા.એક મોટા પાયાની સત્યનારાયણની કથા અને કેક કાપ્યા પછીના સમૂહ ભોજનનું આયોજનપણ કરવામાં આવ્યું.આજે સાંજે જ આ ભવ્ય આયોજન ઉજવણીનો કાર્યક્રમ ગોઠવાયેલો. શાનદાર ઈન્વીટેશન વહેંચાઈ ગયા હતા. કુટુંબમેળો થઈ ગયો તેનો આનંદ મનમાં ભરી, બપોરે જમી કરી, સતત અવગણનાથી ત્રાસેલા, કંટાળેલા શાંતુભાઈએ પોતાના રૂમમાં રાતની અધૂરી ઊંંઘ પૂરી કરવા માટે ઊંંઘની ગોળી ધોળે દિવસે પણ લીધી અને એ ગોળી લેતા લેતા પત્ની શાંતિની યાદ આવતા આ અશાંતિભર્યા જીવનનો શાંતિભર્યો અંત આણવા માટે એક પછી એક એમ અસંખ્ય ગોળીઓ ગળતા ગળતા બોટલ જ ખાલી કરી નાખી અને આડા પડતા જ જિંદગીની બોટલ પણ પૂરી કરી દીધી. અશાંતિનો શાંતિપૂર્ણ ભવ્ય અંત સહજ સહજ અતિ સ્વાભાવિક સ્વરૂપે થઈ ગયો અને સાંજના ભવ્ય કાર્યક્રમ પણ - સત્યનારાયણની કથા સાથેનો કાર્યક્રમ પણ શાન્તુભાઈના શાંત અંત સાથે રદ-

બાતલ કરવામાં આવ્યો,-સહુ કોઉના આશ્ચર્ય અને અચરજ વચ્ચે. શાંતુભાઈ તો અશાંતિમાંથી સીધા પત્ની શાંતિના સાન્નિધ્યમાં, સામીપ્યમાં પહોંચી ગયા-છૂટી ગયા. મિતેશ-મિતાલી બોલી ઊંઠ્‌યાઃ"મરતા મરતા ય બદનામ જ કરીને ગયા.આવા બાપ? "

(સત્ય ઘટનાત્મક વાર્તા)

સમાપ્ત

૫. આતિથ્ય

પ્લેન પોતાની ગતિથી ચાલી રહ્યું હતું; પણ પેસેન્જરોના મન અધીર ગતિમાં ગરકી રહ્યા હતા. ગભરાટ, મૂંઝવણ અને ભયની સંમિશ્રિત લાગણીમાં વિહ્‌વળ વિહ્‌વળ થઈ રહ્યા હતા.અને એમ થવાનું કારણ કોઈ સાધારણ ન હતું. પ્લેનના ફ્લાઈટ અટેન્ડન્ટ તરફથી વારંવાર ઘોષણા થઈ રહી હતી કે કોઈ ટેકનીકલ ક્ષતિના કારણે આપણું પ્લેન જે.એફ. કે એરપોર્ટના બદલે નજીકના ’ગેંડર ’એરપોર્ટ પર ઉતારવામાં આવશે તો સહુએ શાંતિથી કોઈ પણ સામાન લીધા વગર આ ’ગેંડર’’એરપોર્ટ પર ઉતરવાનું છે. એકાદ કલાકમાં, લાંબી મુસાફરી બાદ, પોતાનું ગંતવ્ય એરપોર્ટ મનની આંખો સામે દેખાવા માંડતું હોય ત્યાં જ આવી ઘોષણા સાંભળી બધા જ પેસેન્જરોની ઊંડી ગયેલી ઊંંઘ પૂરેપૂરી ઊંડી ગઈ."ક્યાં ઉતારશે ? કેટલું ડીલે થશે? લેવા આવનારા બિચારા રાહ જોઈ જોઈ હેરાન- પરેશાન થયા કરશે". કોઈને તે જ દિવસે જોબ પર પહોંચવાનું હોવાથી મન જોબના વિચારોમાં ચકરાવા લાગ્યું.ડોક્ટર વિલિયમને તો કોન્ફરન્સ હોવાથી તેઓ પોતાના પ્રેઝંટેશનનું મેટર એક વાર ફરી જોઈ-તપાસી રહ્યા હતા. આ ઘોષણા સાંભળી તેમણે પોતાની એ ફાઈલ હેન્ડબેગમાં મૂકી દઈ, આંખ બંધ કરી, લોર્ડ જીસસને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું કે ’હે પ્રભુ, કોન્ફરન્સના સમય પહેલા આ પ્લેન પહોંચાડે તો તેને હું તારી અપાર કૃપા માનીશ."

પ્લેનમાં એકલી જ મુસાફરી કરી રહેલી વિસ્મિતા અતિશય ચિંતિત-વ્યથિત થઈ રહી હતી કારણ કે તેના પેટમાં આઠ મહિનાનો ગર્ભ હતો. હજી સવા મહિનાનો સમય હતો ડોકટરે આપેલી ડયુ ડેટને. પણ આમ આવી પડેલી અણધારી પરિસ્થિતિએ તેને બહાવરી બહાવરી બનાવી દીધી.આ પહેલી જ ડીલીવરી હોવાથી તે વધુ ગભરાયેલી હતી. મનોમન તે પોતાના ઈષ્ટદેવને પ્રાર્થવા લાગી કે સહુ સારા વાના થાઓ. મોટી ઉમરના લોકો તો બબડવા પણ લાગ્યા કે આજકાલ પ્લેનોના ઠેકાણા જ નથી હોતા.

લગભગ એક કલાક સુધી આકાશમાં જ ચક્કર મારી મારી અંતે પ્લેન એક નાનકડા એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું. ત્યાં બીજા સંખ્યાબંધ પ્લેનો રન વે પરથી દેખાઈ રહ્યા હતા.નીચે ઊંતર્યા બાદ એરર્પોર્‌ટ પર પહોંચ્યા ન પહોંચ્યા કે ટી.વી. પર આવતા ભયંક સમાચાર જોઈ સાંભળી બધા જ ગભરાઈ ગયા. "આતંકવાદી સંગઠને કોઈ પ્લેન ટ્‌વિન ટાવર્સ સાથે ભટકાડી તેમનો હ્યસ કર્યો છે અને અસંખ્ય અસંખ્ય લોકો સળગી-બળી ભસ્મ થઈ ગયા છે. અનેક ઘાયલો હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા છે. અમેરિકાના કોઈ એરપોર્ટ પર પ્લેનો ન ઉતારી બધા જ પ્લેનો કેનડાના એરપોર્ટો પર ઉતારવામાં આવી રહ્યા છે." પેસેન્જરોનો ગભરાટ અનેકગણો વધી ગયો. વિસ્મિતા તો ચક્કર ખાઈ પડવા જેવી થઈ ગઈ. ’એરપોર્ટ’નું દૃશ્ય મૂંઝવણને સાકાર કરી રહ્યું હતું. એરપોર્ટની બહાર સ્કૂલબસો,પ્રાઈવેટ કારો,ટેક્સીઓ પેસેન્જરોને હોટલો, સ્કૂલો, ચર્ચોમાં પહોંચાડવા માટે તૈયાર ઊંભી હતી. નાનકડા ગામલોકોના દિલ એટલા મોટા હતા કે પોતાની દસ હજારની વસ્તી સામે આ અગ્િાયાર હજાર અતિથિઓની સોઈ-સગવડ- સુવિધાની ચેલેન્જ તેમણે હોંસે હોંસે ઉપાડી લીધી હતી. નાના બાળકો સાથેના પેસેન્જરોને કોઈ પોતાને ઘેર લઈ જી તેમને સાચવવા મંડી પડયા તો મોટી ઉમરના લોકોને હોટલમાં ઉતાર્યા.અનેક લોકો સ્કૂલોમાં અને ચર્ચોમાં ઉતારવામાં આવ્યા. ગામલોકો તો ’મારે ઘેર મહેમાન આવ્યા’ જેવા ભાવ સાથે સહુને ગરમાગરમ બ્રેડ, પાસ્તાસ્ટા વી. ખવડાવી, કોફી -જ્યુસ પીવડાવી તેમની ક્ષુધા-તૃષા શાંત કરવા લાગ્યા પોતાના ઘરની બધી જ સામગ્રી મહેમાનો માટે દોડી દોડી પહોંચાડવામાં લગભગ હરિફાઈ જેવું કરવા લાગી ગયા. વિસ્મિતાને તો હોસ્પિટલની પાસેના જ ઘરમાં એક પરિવારે ઉતારી તેને સધિયારો આપ્યો કે "એવું કૈંક અણધાર્યું બની જશે તો હોસ્પિટલમાં તાત્કાલિક ડીલીવરી થઈ જશે. ગભરાવાની જરૂર નથી."

અને ખરેખર એવું જ બન્યું. એક કલાકમાં જ વિસ્મિતાને વેણ ઉપડી,લેબર પેઈન શરૂ થયો અને હોસ્પિટલ બાજુમાં જ હોવાથી, ત્યાં લઈ જતા જ, વિસ્મિતાએ બેબી બોયને જન્મ આપ્યો. સેલફોનથી પતિને આ ખુશાલીના સમાચાર આપીને તેણે હાશકારાનો અનુભવ કર્યો.ગામલોકોનો આભાર માનતા વિસ્મિતાએ બાળકનું નામ ગામની યાદમાં ’ગેંડર’ પાડયું અને

બીજે દિવસે ગામ છોડતા પહેલા કોન્ફરન્સ માટે અધીર થઈ રહેલા ડોકટર વિલિયમે જાહેર કર્યું કે આ નાનકડા ગામે ’અતિથિ દેવો ભવ’ની ભાવનાને સાકાર અને મૂર્તિમંત કરી આપણને જે અદ્‌ભુત રીતે સાચવ્યા છે તો આપનેણે સહુ આ ગામના વિદ્યાર્થીઓ માટે એક ટ્રસ્ટ ઊંભું કરવા માટે પોતાથી બનતું ડોનેશન આપી શરૂઆત કરીએ અને જેટલી રકમ આજે ભેગી થશે એટલી હું સામે આપીશ. બીજા ડોકટરો પાસે પણ ભેગી કરાવીશ. આ દસ હજારના ગામ લોકોએ, આપણને અગ્િાયાર હજાર અજનબી લોકોને, જે હોંસથી, ધગશથી, પ્રેમભરી લાગણીથી સાચવ્યા છે એ તો ભૂલાશે જ નહિ.તેમાં ય એક બહેનની ડીલીવરી પણ અહીં થઈ અને એ બહેને પોતાના બાબાનું નામ આ ગામના નામ પર ’ગેંડર’ રાખ્યું છે તે જ આપણા સહુના માટે ગૌરવની વાત છે. આપણા મનમાં તો આ ’ગેંડર’ નામ કાયમ માટે કોતરાઈ જ ગયું છે. જોત જોતામાં ’ગેંડર’ ગામના આતિથ્યથી અભિભૂત થયેલા અગ્િાયાર હજાર પેસેન્જરોએ પોતાના દાનની જાહેરાત કરી અને જેટલી રકમ ભેગી થઈ એટલી રકમ એ ડોકટરે ઉમેરી અને પછી તો આ આતિથ્યની વાતને મીડિયા મારફત પૂરતોપ્રચાર મળતા એ ટ્રસ્ટ માટે ડોનેશનો ઊંભરાવા લાગ્યા. આજે ગેંડર ગામના વિદ્યાર્થીઓ ભણી ગણી સમૃદ્ધ થતા એ ટ્રસ્ટને પણ છલકાવી રહ્યા છે. ત્યાં ત્યારે જન્મેલો નાનકડો ગેંડર અત્યારે તો મોટો સર્જન બની એ ટ્રસ્ટને સહુથી મોટું શૈક્ષણિક ટ્રસ્ટ બનાવી એ ગામના વિદ્યાર્થીઓને વિકાસ, પ્રગતિ અને ઉન્નતિના શિખર પર પહોંચાડી પોતાને કૃતકૃત્ય અને ધન્ય માની રહ્યો છે.

(અર્ધ સત્ય કથા)

૬. અતિથિ દેવો ભવ

નાનકડું ગામ. કેવળ માત્ર દસ હજારની ચારસોની વસ્તી.એકએક આવી પહોંચેલા થાકેલા, ગભરાયેલા, મૂંઝાયેલા વિમાનયાત્રીઓનો કાફલો. જબરો મોટો ધસારો-પૂરા દસહાજર પાંચસોનો. તેમાં એક ગર્ભવતી સ્ત્રી પણ ખરી.

૯/૧૧ નો ન્યુયોર્કના ટ્‌વિન ટાવર્સ પર ના હુમલાનો દિવસ. એક પછી એક કેટલાય પ્લેનો એક નાનકડા ટાઉન ’ગેંડર’ પર અરજન્ટ સૂચનાનુસાર ઉતારવામાં આવ્યા. ગામલોકોએ માનવતાની આત્મજ્યોતિના ઉજાસમાં પોતાના અને આસપાસના ગામોની સ્કૂલોમાં, ચર્ચોમાં, હોટલોમાં પોતા ઘરો સુદ્ધામાં ઉતારી બધાને, હૈયું મોટું કરીને, સાચવી-જાળવી લીધા. ગર્ભવતી સ્ત્રીને હોસ્પિટલની પાસેના ઘરમાં ઉતારવામાં આવી.આટલા બધા લોકોને ગરમ ગરમ બ્રેડ અને બીજા ખાનપાનની વોર ફૂટિંગ પર વ્યવસ્થા કરવામાં ગામલોકોનો અદમ્ય ઉત્સાહ જોવા જેવો હતો. એક જોડી અતિરિક્ત કપડા વગર આવેલ અતિથિઓના નહાવા ધોવા અને બીજી જોડી ખરીદી તેમના માટે ઉત્તમ સોઈ કરનારા ગામલોકોએ ’જાન ન પહેચાન’ એવા આ મહેમાનો માટે માનવતાના સાદે ગાંડાઘેલા થઈ તેમની નાનામાં નાની સુવિધાની વ્યવસ્થા કરવામાં કોઈ પાછી પાની ન કરી. તેમના માટે પોતાના ઘરના સંડાસો, બેડરૂમો અને બાથરૂમો ખોલી દીધા. મેઘાણીના લોકગીત

"મારે ઘેર મહેમાન આવ્યા "જેવો આનંદભર્યો ઉત્સાહ અનુભવતા ગામના સ્ત્રી પુરૂષ, વૃદ્ધ યુવાન -બાળકો પેસેન્જરોની સેવા ચાકરી અને આગતા સ્વાગતામાં દિલોજાનથી લાગી ગયા.પોતાની ગાડીંઓમાં લાવવા લઈ જવામાં તેનો ઉમંગ કલ્પનાતીત રહ્યો.

એક પ્લેનના ફ્લાઈટ અટેન્ડન્ટ ’શશી પાનતે’ લખેલી આ વાત વિગતવાર વિસ્તારથી ૨૦૧૨ના ’રંગદીપ’ના ’દિવાળી- અંકમાં પોતાના પ્લેનના ચિત્ર સાથે છપાયેલી વાંચી-જોઈ સંક્ષેપમાં આ ઘટનાનું ચિત્રણ કરવાનો વિનમ્ર પ્રયાસ કર્યો છે. આ પેસેન્જરોએ પણ આતિથ્ય કરનાર માટે એક પેસેન્જરની વિનંતિ સાંભળી એ ગામના વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સ્કોલરશિપ માટે મોટું મસ ૧૪ હજાર ડોલરનું ડોનેશન ભેગું કર્યું, જેમાં એ જાહેરાત કરનારે એટલી જ રકમ પોતા તરફ ઉમેરી અને બીજાદાતાઓએ પણ આ સાંબળી-જાણી ડોનેશનો આપી એ રકમમાં સતત વધારો કરતા રહી, એ નાનકડા ગામ,ના ૧૩૪ વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં યુનિવર્સીટીના શિક્ષણ માટે પ્રોત્સાહિત કર્યા. અશ્રૂબર્યા નેત્રે અને હૈયે ગામ લોકોએ તેમને ભાવભીની વિદાય આપી. યાત્રિકો રોતે હૈયે ગામલોકોના આતિથ્યને અમૂલ્ય ભેટ સમજી પ્લેનમાં બેસી પોતપોતાને શહેર પહોંચ્યા.પરંતુ આજ સુધી આ માનવતાની મહેક તેમને મહેકાવતી રહે છે.

૭. સાચવશો?

"જરા સાચવશો મારૂં પાઉચ?" મિત્રના વેવાઈએ આવેલા મિત્ર -મહેમાનને કહ્યું. આ મિત્ર -મહેમાન, બીજાઓને - અજાણ્‌યાઓને,ભલે મહેમાન લાગતા હોય, પણ હકીકતમાં તો એ પરિવારના સભ્ય જેવા, સગા ભાઈ જેવા, ઘર-પરિવારમાં માનભર્યો દરજ્જો પામેલા, અતિ વિશ્વસનીય નિવૃત્ત પ્રોફેસર હતા.

’ભલે". કહી,હજી હાથમાં પાઉચ પકડે ત્યાં તો વેવાઈ -પત્નીએ તેના પતિના હાથમાંથી પોતાના હાથમાં પાઉચ લઈ લીધું અને કહ્યું : "હું છું ને ? તમે પણ જવું હોય તો જી આવો -ફોરા થઈ આવો."

પ્રોફેસર મિત્ર નવીનચંદ્ર થોડા ઓચપાઈ ગયા પણ સ્વાભિમાની અને સ્પષ્ટવકતા હોવાથી બોલ્યાતો ખરા : " મારે નહોતું જવું એટલે તો મને પાઉચ આપીને તેઓ જી રહ્યા હતા.તમારે પણ જવું હો તો જી આવો.હું સાચવીશ."

"ના રે ના". કહી વેવાઈ-પત્ની આમ તેમ જોતા રહ્યા.વેવાઈ બહાર આવ્યા એટલે તેમને પાઉચ સોંપી બીજી જ ક્ષણે પોતાનું પર્સ પતિને સોંપી, સ્ત્રીના ચિત્ર વાળા ’શી’ લખેલા ટોયલેટ તરફ ચાલ્યા.પ્રોફેસર નવીનચંદ્ર મનોવિજ્ઞાનના પ્રાધ્યાપક હોવાથી વિચારમાં પડી ગયા,ઉચાટમાં ઉતરી ગયા કે "મને પાઉચ પકડવા કે સાચવવા ન આપવા પાછળ તેને મારા માટે શંકા હશે? અવિશ્વાસ હશે? તેના હીરાના વેપારી પતિના હીરા કે નોટોની થોકડીઓમાંથી પોતે કાંઈ સેરવી લેશે એવો વિચાર આવ્યો હશે? મન છે, અને તે પણ સ્ત્રીનું મન છે, શંકા-સંદેહ આવી શકે. પોતે આવી બાબત માટે ચિંતિત- વ્યથિત થાય તે પોતાની પણ કમજોરીજ ને? રાતે પાર્ટી પૂરી થયા બાદ મહેમાનો પોતપોતાના ઘરે રવાના થયા બાદ પ્રોફેસરે સૂતા પહેલા બનેલા એ બનાવની વાત વિગતે મિત્રને અને મિત્રની પત્નીને કહી.

એ બંન્નેએ પોતાના વેવાણના એક વિચિત્ર અનુભવની વાત માંડીને કરી આ પ્રકારે આજે તેમના વેવાણ આમ વર્ત્યા તેની પાછળ આ તેમનો અનુભવ પણ કારણરૂપ હોઈ શકે, તેમ, તેમનો વેવાણ તરફનો બચાવ હતો. બનેલું એમ કે વેવાણ પોતાની દીકરીના ઘરે બેંગ્લોર ગયેલા અને ત્યાંથી પાછા આવતી વખતે તેમની દીકરીની કાકી- સાસુએ મુંબઈમાં તેમના કોઈ સગાને પહોંચાડવાનું ઘરેણાનું પેકેટ આપ્યું અને કહ્યું આ પેકેટ પર લખેલ ફોન નંબર પણ જાણ કરશો એટલે એ લોકો આવીને લઈ જશે. છેલી ઘડીએ આપેલ એ નાનકડું પેકેટ પર્સમાં નાખી, તેઓ પ્લેનમાં મુંબઈ આવ્યા અને તે જ દિવસે તરત ફોન કરી જેને પહોંચાડવાનું હતું તેને ફોન કરી દીધો. ફોન મળતા જ ’અમારો પુત્ર વિશ્વાસ આવીને હમણા જ લઈ જશે " એવો જવાબ પણ આવી જતા અમારા વેવાણ નિશ્ચિંત થઈ ગયા.થોડી વારમાં આવીને એ ભાઈ વિશ્વાસ ઘરેણાનું પેકેટ લઈ પણ ગયો. એ પછી રાત સુધીમાં તો કેટલું બધું ન બનવાનું બની ગયું. વિશ્વાસના માતાપિતાએ ફોન કરી બેંગ્લોર ફરિયાદ કરી કે એ પેકેટમાં મૂકેલા લિસ્ટ પ્રમાણે મળવા જોઈતા ઘરેણાઓમાં એક ડાયમંડ નેકલેસ નથી મળતો તો ભૂલી ગયા છો સાથે મૂકવામાં?"અને જવાબમાં વેવાણના વેવાણે કહ્યુંઃ" લિસ્ટ મૂક્યું હોય એટલે તેની સાથે નેકલેસ તો મૂક્યો જ હોયને?" આમ બનતા એ લોકોએ અમારા વેવાણને પૂછ્‌યું : "તામાંરે ત્યાં પર્સ ખોલતા-વાસતા અમારા પેકેટમાંથી અમારો ડાયમંડ નેકલેસ પડી કે તમારે ત્યાં રહી તો નથી ગયોને?"

એવો પ્રશ્ન સાંભળીને : "મેં તો જેમ આપેલ તેમ જ પેકેટ તમારા વિશ્વાસને આપી દીધેલું.અમે તો હીરાના વેપારી પરિવાર, એટલે લાખોના હીરાની હેરાફેરી કરતા હોઈએ,ખોલીને જોઈએ તો નહિ જ નહિ. તમારૂં પેકેટ જેમનું તેમ જ લાવીને તરત જ અહી પહોંચીને તમને ફોન કરી, તમે તમારા પુત્ર વિશ્વાસને મોકલ્યો તેને સોંપી દીધું -આપી દીધું. કેમ કોઈ પ્રોબ્લ્મ થયો છે?"

હા, તેમાં એક ડાયમંડ નેકલેસ નથી દેખાતો, નથી મળતો એટલે બેંગ્લોર તમારા વેવનના ફોન કર્યો અને તેમનું કહેવું એમ છે કે લિસ્ટ પ્રમાણે બધું મળવું જ જોઈએ."

"તમારા પુત્રથી પેકેટ પડયું કે તેમાંથી કૈંક પડી ગયું હોય એવું તો નથી બન્યું ને? તમારા પુત્રને કોઈ સાથે લફરૂં તો નથી ને કે એ નેકલેસ કાઢી તેને આપી દીધો હોય? આજકાલ આવું બહુ બને છે.પહેલા ઘરમાં જ તપાસ કરો."એવો કડક જવાબ આપી દીધેલો. આજે તેમના આવા વર્તન - વહેવાર પાછળ આ અનુભવ કારણરૂપ હોઈ શકે.મિત્રપ્ત્નીએ પોતાના વેવાણનો આમ બચાવ કર્યો અને ઉમેર્યું કે "આ બનાવમાં કોણ કોના પર શંકા કરે અને કોણ કોનો વિશ્વાસ-અવિશ્વાસ કરે તે જ સમજાય નહિ એવી પરિસ્થિતિ ઉત્પન્ન થયેલી."

હવે પ્રોફેસર મનોમન પ્રસન્ન અને સંતુષ્ટ થયા કે પોતે બચી ગયા કોઈ પ્રકારના દોષારોપણ વિના.પરંતુ મનોવિજ્ઞાનના અભ્યાસી હોવાના કારણે કલ્પના કરતા કરતા એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે પોતે જેવો હોય એવો બીજાને ધારી તે પ્રમાણે વર્તન-વહેવાર કરે એ માનવ સ્વભાવનું મૂળભૂત આગવું લક્ષણ હોય છે. કોઈ નાનપણની જૂની ટેવના કારણે કે બીજી કોઈ મજબૂરી કે વિવાશતાના કારણે આ બહેને પોતા પર શંકા કરી પતિનું પાઉચ પોતાને સાચવવા માટે પકડવા સુદ્ધા ન દીધું હોય તેમ બની શકે.

પણ સાથે સાથે સૂતા સૂતા એવો વિચાર પણ આવ્યો કે દરેક વ્યક્તિ પોતાના જીવનમૂલ્યો અનુસાર જ બીજાઓનું મૂલ્યાંકન કરે અને તેના પરિણામે પણ માણસનું મન કચવાય કે ન સચવાય તો પોતાનું દુખ એ તો પોતાનો પ્રોબ્લ્મ છે અને માણસને બીજા દુખ ન હોય તો આવા માનસિક દુખ ક્યારેક,ક્યાંકથી,કોણ જાણે કેમ આવીને હેરાન કરી જાય એ દુખ કોને કહે?

(સત્ય ઘટનાત્મક વાર્તા)

૮. જુનું પુરાણું

ડોક્ટર વિનુ વસાણીની પચ્ચીસમી અને તેના માતા પિતાની પચાસમી મેરેજ એનિવર્સરી ’હાયત’ હોટલના ગ્રાન્ડ હોલમાં ઉજવાઈ રહી હતી.ડેકોરેશન તો જોરદાર અને શાનદાર હતું જ અને સતત રેલાતું બિસ્મિલ્લાખાનની શહનાઈ-વાદનનું મધુર સંગીત પણ વાતાવરણમાં ભારે રંગત લાવી રહ્યું હતું. ડોક્ટર-પત્ની આરતી પોતાની સોનેરી ચમકીલી સાડીમાં જાજરમાન લાગી રહી હતી. તેના સાસુમા સમજુબા લાલ ચટક સાડીમાં ભારે ઠસ્સામાં દેખાઈ રહ્યા હતા. ડોકટરના પિતા પણ સૂટ-બૂટમાં સજ્જ થઈ વટથી આમતેમ આંટા મારી રહ્યા હતા. તેમની ઉમર તો વરતાતી જ નહોતી. સિત્તેર વર્ષના પ્રૌઢ લાગે જ નહિ. ડોક્ટર વિનુ પણ પચાસના બદલે ચાલીસનો તરવરિયો જવાન જ લાગે .

તેમની પત્ની તો સોના હીરાના શણગાર સાથે નવી નક્કોર ભારતથી લાવેલી ડિઝાઈનર સાડી - બ્લાઉઝમાં નવવધૂ જેવી જ દેખાવડી લાગી રહી હતી. ડાયટ અને નિયમિત જીમ જવાની આદતનો પ્રભાવ બરાબર વર્તાતો હતો.ડોક્ટર વસાણી રેશમી યલ્લો શર્ટ, લાલ ટાઈ અને બ્લ્યુ સૂટમાં બહે પ્રભાવશાળી દેખાઈ રહ્યા હતા. તેમની ચાલમાં, તેમની વાતચીતમાં, તેમના સહુ સાથેના વહેવારમાં એક જબરા પ્રકારનું તેજ વર્તાઈ રહ્યું હતું.

તેમના ભારતથી ખાસ આવેલ બચપનના ગોઠિયા મિત્ર ડૉ. મીનેશ દાસાણી વિનુ વસાણીના શર્ટ તરફ વારંવાર જોયા કરતા હતા. પૂછું પૂછું કરતા કરતા છેલ્લે તેમણે પૂછી જ લીધુંઃ"અલ્યા,વિન્યા, આ શર્ટ તેં મેડિકલમાં પ્રવેશ મેળવ્યો ત્યારે સીવડાવેલું તે મને બરાબર યાદ છે.મેડિકલ કોલેજમાં વિદ્યાર્થી સંઘનો પ્રમુખ ચૂંટાયા પછી તો તેં દરેક સમારંભમાં આ જ શર્ટ કાયમ પહેરેલું તે પણ બરાબર યાદ છે.કોન્વોકેશનમાં ય આ જ શર્ટ ઘઘલાવેલું.એ તો ઠીક, તારી સગાઈ અને લગ્નમાં પણ આ જ શર્ટ સૂટ સાથે પહેરેલું.અને આજે પચ્ચીસ વર્ષે ઉજવાઈ રહેલી આ મેરેજ એનીવર્સરીમાંમાં પણ આ જ જુનું પુરાણુ શર્ટ પહેરતા તને સંકોચ કે શરમનો અનુભવ નથી થતો? આજે તો એક થી ચડિયાતા એક શર્ટ અહીં અમેરિકામાં તો ઠીક, ઈન્ડિયા ય મળતા થઈ ગયા છે ત્યારે આ જુના જમાનાનું દેવ આનંદ પહેરતો એ ફેશનનું શર્ટ તું પહેરે તે જોઈને મને ય શરમ આવે છે.એવું લાગે છે જાણે તેં આ શર્ટ સાથે જ પહેલો પહેલો પ્યાર કર્યો છે અને ભાભીની પહેલા જ આની સાથે લગન પણ માનો કરી લીધા છે. આટલી બધી કરકસર ?આટલો બધો લોભ? આટલો બધો મોહ? છે શું આ બધું પાગલપણું? તારા માટે હું સ્પેશલ ડિઝાઈનર લેટેસ્ટ શર્ટ શાહરૂખ ખાનની પસંદગી અને સ્ટાઈલનું લાવ્યો છું તે ય ન પહેરી, તેં આ જ શર્ટ પાછું ટચકાવ્યું છે? કોઈ જૂની પ્રેમિકાની યાદભરી ગ્િાફ્ટ તો નથીને?"

પત્ની આરતી સામે પૂછાયેલો આ પ્રશ્ન આરતી માટે ય આજ સુધી ન પૂછી શકાયેલો પ્રાણપ્રશ્ન હતો એટલે તે પણ મિત્રની જેમ જ ઉત્તર જાણવા-સાંભળવા માટે ઉત્સુક તેમ જ આતુર થઈ ગઈ. ’આ ખાનગીમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ જાહેરમાં આપું તો કાંઈ વાંધો છે?" કહી વિનુ વસાણી તેના માતાપિતા અને પત્ની સાથે સ્ટેજ તરફ ચાલવા લાગ્યો.ત્યાં પહોંચી તેણે માતાપિતાને ફલોરિડાથી ખાસ ઓર્ડરથી મંગાવેલા પીળા ગુલાબની પુષ્પમાળાઓ પહેરાવી, ખાસ ભારતથી મંગાવેલી પશ્મિની શાલો ઓઢાડી અને તેના પછી જે બે શબ્દો કહ્યા તે સહુ કોઈને હૃદય સોસરવા ઊંતરતા અનુભવાયા.લાગણીભર્યા, ભાવોદ્રેકભર્યા એ બે શબ્દોએ સમાંરભગૃહમાં એક અનોખું જ ભાવજગત સર્જી દીધું.

તેમણે એટલું જ કહ્યું : "આજે હું જે કાંઈ છું એ મારા પ્રેમાળ,માયાળુ,હોંસીલા માબાપના કારણે જ છું.મારા બાપે દરજી હોવા છતાં ય રાત દિવસ કપડા કાપતા કાપતા અને સીવતા સીવતા રહી, મને પણ કાપનાર- સીવનાર સર્જન ડોક્ટર બનાવવાનું સપનું જોયા કર્યું અને તેને સાકાર પણ કર્યું.મારી બાએ મને ગરમ ગરમ બદામનો શીરો ખવડાવી ખવડાવી મારી સ્મરણશક્તિ વધારી મને ડોક્ટર બનવામાં પોતાનું બનતું યોગદાન આપ્યું. મને જયારે મેડિકલમાં પ્રવેશ મળ્યો ત્યારે મારા બા-બાપા રીતસર નાચવા લાગી ગયેલા.સાયલાના રહેવાસી અને ધ્રાંગધ્રા- રાજ દરબારના વસ્રો સીવનાર મારા બાપે મારા માટે ડબલ ઘોડા બોસ્કીનું કાપડ ખરીદી મારા માટે આ શર્ટ સીવ્યું અને મને તે પહેરાવી છેક જામનગર ભણવા મોકલ્યો. આ જ શર્ટ મેં આજે પણ પહેર્યું છે, સગાઈ અને લગનમાં પણ ત્યારે હોંસે હોંસે પહેરેલું અને મારા માટે આ શર્ટ તેમના પ્રેમભાવનું સંભારણું છે, તેના ટેભે ટેભે તેમનો હોંસીલો પ્રેમભાવ જોડાયેલો છે, મારી બાએ મૂકેલા ગાજ-બટન હજી સુધી અકબંધ છે કારણ કે મારી આ સંભારણાની સાચવણ પણ એટલી જ પ્રેમભરી છે.આજે ત્રીસ વર્ષ પછી પણ હું આ પહેરી ધન્યતાનો આહ્‌લાદ અનુભવું છું અને જેમ સ્ત્રીઓ પોતાનું પાનેતર આજીવન સાચવે તે જ રીતે હું આ શર્ટ તો કાયમ કાયમ જીવનના જતનની જેમ, રાંકના રતનની જેમ જ સાચવવાનો છું.આ શર્ટ મારા ડોક્ટર બનવામાં સતત પ્રેરણારૂપ રહ્યું છે, તેમના કાયમના સ્વપ્નભર્યા ત્યાગના પ્રતીકરૂપે જળવાયેલું રહ્યું છે. આ પહેરી હું ફૂલતો સમાતો નથી. આ શર્ટ કોઈ દિવસ જુનું પુરાણુ થવાનું નથી. નાનપણનું મારૂં ઝભલું હું આજે ન પહેરી શકું, જે પહેરાવતા ય તેમના મનમાં મને ડોક્ટર બનાવવાનું સપનું તો સેવાયેલું જ હશે. પણ આ શર્ટ તો મારા માટે મને મળેલા ગોલ્ડ મેડલ કરતા ય, મને મળેલા મહામૂલા એવાર્ડ કરતાય વિશેષ વિશેષ મૂલ્યવાન છે. આ શર્ટ જો જુનું પુરાણું છે તો તે મારો જુનો પુરાણો જાજરમાન જ્વલંત ઈતિહાસ છે. ઈતિહાસનો હ્યસ ક્યારેય થાય નહિ.આ છે મારો પહેલો શબ્દ અને મારા જીગરજાન દોસ્ત દ્વારા પૂછાયેલા ખાનગી સવાલનો આ જાહેરમાં જણાવેલો જવાબ મારા માટે છે આજનો બીજો શબ્દ. ધન્યવાદ! હવે મારા માતા પિતાને ભાવતી વાનગીઓની ગુજરાતી થાળી આપ સહુની રાહ જોઈ રહી છે. અમારા આમન્ત્રણને સ્વીકારી આપ સહુ પધાર્યા છો તે માટે ખૂબ ખૂબ હાર્દિક આભાર !"

(સત્યઘટનાત્મક વાર્તા)

૯. આવા સમાચાર ?

આવો કંપકંપાવી મૂકે એવો ગોઝારો અકસ્માત તો ક્યારેય જોયો-વાંચ્યો-સાંભળ્યો નહોતો.અને તે ય લગભગ કાયમ પાણી વગર જ રહેતી, નામથી પણ ન જાણીતી એવી નદી વાસંતી, આલેર સ્ટેશનથી થોડે જ દૂર, એટલી બધી છલકાઈ જાય કે તેના પરનો પુલ ધોવાઈ જાય અને આખી ને આખી કાઝીપેટ એક્સપ્રેસ ટ્રેઈન જ તેમાં ઉથલી પડે અને લગભગ બધાજ મુસાફરોને જળસમાધિ સ્વીકારવી પડે? સેંકડો સેંકડો સ્ત્રીઓ -પુરૂષો અને બાળકો, હૈદરાબાદથી વહેલી સાંજે ઉપડેલી ટ્રેઈન, આલેર સ્ટેશનથી ઊંપડી ન ઊંપડી ને થોડી જ વારમાં વિમસેલા વરસાદ પછીના, ઝાંખા ઝાંખા પ્રકાશવાળા આકાશમાં, પડી ગયેલી દિશાઓ વચ્ચે અસ્ત થતા સૂરજે પોતાની ધૂંધળી કિરણોની અસંખ્ય આંખોથી એક સાથે, સાગમટે જ અસંખ્ય અસંખ્ય મુસાફરોના જીવનનો પણ અસ્ત થતો જોયો. મૃત્યુ કોઈનો મલાજો રાખતું નથી -નાના કે મોટાનો, ગરીબ કે તવંગરનો,ભણેલા કે અભણનો. અને તેમાંય આવું ગોઝારૂં સામૂહિક અકસ્માત મૃત્યુ તો મોતને ય માત આપતું અને જીવનના મિથ્યાત્વને પુરવાર કરતું એવું તો ભયંકર હોય છે કે તેના સમાચાર સાંભળીને ય કમકમાટી છૂટી જાય.

સાંજની, વધારાની, સ્થાનિક સમાચારપત્રની તાજી આવૃત્તિ પણ તાબડતોબ નીકળી,મુસાફરોના સગા-વહાલાઓ બસમાં, ટેક્સીમાં, પોતાની કારમાં અને રેલ્વે તરફથી દોડાવાતી સ્પેશ્યલ ટ્રેઈનમાં આલેર તરફ ઘાંઘા થઈને દોડયા. રેડક્રોસ સંસ્થાની બસો અને એમ્બ્યુલન્સો દોડાદોડ સિકંદરાબાદ-હૈદરાબાદથી, આલેરથી, ભોંગીરથી વાસંતી નદીના કિનારે પહોંચી ગઈ અને મૃતકોને બહાર કાઢવા મંડી પડી. પોતાનાને શોધવા-ઓળખવા-બચાવવા આવેલની સાથે આવા મોતના મોકાનો પણ લાભ ઉઠાવનાર ચોર ઉચ્ચાક્કા ય સાગમટે પહોંચી ગયા. રડવાનું નાટક કરતા કરતા, ચીલઝડપે સ્ત્રીઓના ઘરેણા-દાગીના ખેંચવા-ઉતારવા લાગ્યા, નાક-કાન પણ ખેંચી-કાપી સોના-હીરાની જણસો ઝૂંટવવા મંડી પડયા. બહુ જ ઓછી સંખ્યામાં પહોંચેલા પોલિસકર્મીઓ તેમને રોકવાને બદલે પોતે પણ એવા જ, વહેતી ગંગામાં હાથ ધોઈ ખિસ્સા ગરમ કરવાના ક્વિક -કમાણી કરવાના કામમાં લાગી ગયા. પત્રકારો, ફોટોગ્રાફરો, જળ- સમાધિમાંથી બહાર કઢાતા શબોના મૂક સાક્ષી બની ફોટો ખેંચતા રહ્યા. પોતાનાને ઓળખી- પહેચાની રડતા કકળતા સગા વહાલાઓનું ક્રન્દન આકાશમાંથી ઊંતરી રહેલા ગીધો સમડીઓને પણ ગભરાવી મૂકે એવું જણાતું હતું. કોઈ કોઈબચેલાઓ જણાતા ઘાયલોને આલેર-ભોંગીરની, તેમ સિકંદરાબાદ-હૈદરાબાદની હોસ્પિટલો પહોંચાડવાની વ્યવસ્થા થવા લાગી. મૃતકોને ખટારાઓમાં બકરાની જેમ લઈ જવાલાગ્યા. મૃતકો ઓળખાય નહિ એવા થઈ ગયા હતા.

બીજે દિવસે સરકારે મૃતકો માટે તેમના પરિજનોને દેવા માટે પાંચ પાંચ લાખની સહાય જાહેર કરી.જીવતા જાગતા પણ આમ ગોઝારા અકસ્માતમાં મરનારના જીવનમૂલ્યનું આ અવમૂલ્યન ટીકાપાત્ર ગણાવા માંડયું. રેલ્વેમંત્રીએ રાજીનામું આપવું જોઈએ એવી માંગણી પણ થવા લાગી. મરનારના સગા વહાલાઓને રેલ્વેમાં નોકરી મળવી જોઈએ એવી પણ માંગણી થવા માંડી. અકસ્માત મૃત્યુનું જાણે કે સટ્ટા બજાર ખુલી ગયું હોય એવું, રેડિયો સાંભળનારાઓ અને સમાચારપત્રો વાંચનારાઓને તેમ જ નવરા બેઠા પંચાત કરનારાઓને પ્રતીત થવા લાગ્યું.દૂરદર્શનનો તો ત્યારે ભારતમાં હજી પ્રવેશ પણ નહોતો થયો.એટલે કલ્પનાની આંખથી જ સંજય દૃષ્ટિનો આશરે અંદાજો બંધાવો પડી રહ્યો હતો.

અને ત્યારે જ બપોરના રેડિયો સમાચારમાં એ ગોઝારા અકસ્માત કરતાય ભયંકર સમાચાર પ્રસારિત થયા : " એક બચી ગયેલા મુસ્લિમ વૃદ્ધને તેના દીકરા-વહુને સોંપવા માટે હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા તો એ શાણા વહેવારિક દંપતિએ જોર- શોરથી એ વૃદ્ધને પોતાના વડીલ તરીકે ઓળખવા સ્વીકારવાની ચોખ્ખી ના જ પડી દીધી-બસ, ઘસીને ના જ પાડી દીધી.એ મૂંગા બહેરા થઈ ગયેલા વૃદ્ધના ખિસ્સામાંથી ઓળખ આપતું પ્લાસ્ટિક કાર્ડ તેના પર્સમાં મળેલું, જેના આધારે તેના વહુ-દીકરાને તેની સોંપણી કરવા માટે બોલાવવામાં આવતા, તેમણે જાહેર કર્યું કે "અમે તો અમારા વડીલનો અગ્નિ સંસ્કાર જોઈને આવ્યા છીએ.આ ડોસો અમારો કોઈ નથી. આ તો કોઈએ અમારા વડીલનું ચોરેલું પર્સ - કાર્ડ છે. મુસાફરોમાં ય આજકાલ ચોર ઉઠાવગીર ખુદાબખ્શ મુસાફરોની જેમ સફર કરતા હોય છે."

મૃતકના પરિજનોને મળનાર પાંચ લાખ રૂપિયાની લાલચે, આંખની શરમને પણ નેવે મૂકી, જે નફ્ફટાઈથી તેઓ ચાલતા થઈ ગયા એ દૃશ્ય ઉઘાડી- રડતી આંખે એ વૃદ્ધે જોયું અને લાંચ લઈ ચુપ થનારા હોસ્પિટલના અધિકારીઓએ જોયું ન જોયું કર્યું અને રેડિયો પર સમાચાર સાંભળનારાઓએ પણ રૂટીન સમાચારની જેમ જ પૂરી નિર્મમતાથી સાંભળ્યું - ન સાંભળ્યું કરી દીધું.

(સત્ય ઘટનાત્મક વાર્તા)

સમાપ્ત

૧૦. સ્પેશ્યાલિસ્ટ

આમ તો પ્રભુદાસને આ મોટી ઉમરે પણ નખમાં ય રોગ નહિ. હા,ડાયાબિટીઝ બોર્ડર પર હાલ હાલમાં,જણાવા લાગેલો,બસ એટલું જ. બાકી તો, દરરોજ વહેલા ઊંઠી, "જય... જય સચ્ચિદાનંદભગવાન "બોલી, ઉઘડતી આંખે, પોતાની બેઉ હથેળીઓમાં પ્રભુ દર્શન કરતા કરતા, "કરાગ્રે.... વસતે લક્ષ્મી ......" નો શ્લોક બોલી, ભગવાનના પોતાના મોટા બંગલાના નાનકડા ઘર -મંદિરના દ્વાર ખોલી તેમાં મૂકેલા રૂપકડા સુખડના મંદિરના બેઉ કપાટ ખોલી, પ્રભુ પરમેશ્વેરની છબી નયનોમાં ભરી લઈ, દંડવત પ્રણામ કરી, પ્રભુના ચરણોનો સ્પર્શ કરી, પોતાનું નિત્ય કર્મ ઉત્સાહભેર, ઉમંગપૂર્વક પતાવી, ઘરના બધા સૂતેલાઓને સૂતેલા જ સૂતેલા મૂકી, દરવાજો ધીમેથી ખેંચી,લેચ બંધ કરી સવારના પહેલા પહોરે જ પ્રભુદર્શન કરવા,વહેલા વહેલા હર્ષથી ઊંભરાતે હૈયે, દોડાદોડ નીકળી પડે. આ જ તેમનો ભારતમાં હોય ત્યારે નિયમ. બાકી અમેરિકા મોટા દીકરાને ત્યાં જાય ત્યાં તો મૂંગે મૂંગા ચુપ ચાપ મનોમન જ પ્રભુ પ્રાર્થના કરી મન મનાવી લેવું પડે. ત્યાં ક્યાંથી ઘરની પાસે કોઈ મંદિર હોય?

દસ જ મિનિટના અંતરે આવેલ પાસેના મંદિરે પહોંચી, અને મંદિર ફરતે હાથ જોડી દર્શન કરતા કરતા, છેવટે આરતીનો-પ્રસાદ લઈને જ, સંતોની ચરણરજ લઈ, દૂધની કોથળીઓ લઈ, ઘરે પાછા ફરે.આ રૂટીનમાં કોઈ કરતા કોઈ ફેર ન પડે. ઘરે પાછા આવે ત્યારે તૈયાર થતી ગરમાગરમ ચા, છલકાતા કપ-રકાબીમાં સબડકા બોલાવી પીએ અને સાથે કડક ભાખરી ખાય ત્યારે જ મન પ્રસન્ન પ્રસન્ન થાય. કડક કડક ભાખરી અને ચાના તેઓ ભારે રસિયા હતા. અમેરિકામાં ય તેમના પત્ની તેમને આ સવારની ચા-ભાખરીની મોજ તો કરાવે જ.

આજે ઘડિયાળમાં આઠ વાગ્યાના ટકોરા વાગ્યા તો ય સાડા સાતના ટકોરે જ ઘરે આવી જનાર પ્રભુદાસ આવ્યા નહિ એટલે દૂધની કોથળીઓ અને તેમની રાહ જોનાર, રસોડામાં વ્યસ્ત તેમના પત્ની તેમ જ પુત્રવધૂ, જાગીને બગાસું ખાતા ખાતા છાપું વાંચતો દીકરો -સહુ ઘડિયાળ તરફ અને ઝાંપા તરફ જોતા હતા,ત્યાં તો તેમને ખબ્ભે તેડી -ઊંંચકી એક કદાવર શરીરના ભાઈ અને સાથે આવેલા બીજા ભક્તો ઝાંપામાં પ્રવેશ્યા. ફાટી આંખે, ખુલ્લા મોંઢે,ચીસ પાડતા એ સહુ એકી સાથે પૂછી ઊંઠ્‌યા : "શું થયું ? શું થયું?"

પ્રભુદાસને સોફા પર મૂકતા એક સાથે બે ત્રણ લોકો બોલ્યા : "તેમને મંદિરમાં આરતી લેતા જ ચક્કર આવી ગયા અને મોઢામાંથી ધોળા ધોળા ફીણ આવવા મંડયા. અમે તેમને તાબડતોબ ઊંંચકીને અહીં ઘરે લઈ આવ્યા. પ્રભુદાસભાઈને તો કોણ ના ઓળખે? છેલ્લે હાલમાં હમણા અમેરિકાથી આવ્યા ત્યારે અમારા બધા મિત્ર-ભક્તો માટે ટી શર્ટ લાવેલા એ કેમ કોઈ ભૂલે? પણ હવે તરત ડોક્ટરને બોલાવો અને જરૂર હોય તો હોસ્પિટલ પણ તાબડતોબ લઈ જીએ."

પ્રભુદાસનો પરિવાર તો આંચકા અને આઘાતમાં અન્યમનસ્ક જેવો થઈ ગયો. બાજુમાં જ રહેતા કિડની સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર દેસાઈ, પ્રભુદાસને ઊંંચકીને લાવ્યા એમ જાણી પોતાના કિડની નર્સ્િાંગ હોમમાં જતા જતા ત્યાં આવી પહોંચ્યા.ઉનાળાના હિસાબે અને અમેરિકાની આદત પ્રમાણે ટી શર્ટ અને ચડડામાં જ ફરતા રહેતા પ્રભુદાસભાઈના ચડડા સામે જોઈ, કિડની સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર દેસાઈ બોલ્યા : ’તેમનો ચડડો આટલો લોહી- તરબોળ દેખાય છે, એટલે સો ટકા આ કિડની ફેઈલ્યોરનો અટેક છે. હું મારી કારમાં જ તેમને મારા નર્સ્િાંગ હોમમાં લઈ જાઉં છું.કોઈ એક વ્યક્તિ સાથે આવો. પ્રભુદાસનો પુત્ર પિતાને, પાછળની સીટ પર, પોતાના ખોળામાં સૂવડાવી કારમાં ગોઠવાઈ ગયો. કરગરીને તેમના પત્ની પણ દેસાઈની બાજુમાં રડતી આંખે બેસી ગયા.

હોસ્પિટલ પહોંચતા જ તેમનો કિડની ટેસ્ટ ઓર્ડર કરવામાં આવ્યો અને બધો સમય દેસાઈ બોલતા રહ્યા : "મોટી ઉમરે ડાયાબિટીઝ થાય તેમને આવો જ કીડની ફેઈલ્યોરનો અટેક આવે. હું તો કિડની સ્પેશ્યાલિસ્ટ છું.આવા કેટલાય કેસો મેં જોયા-બચાવ્યા છે."

પરંતુ સાથીદાર ડોકટરો અને નર્સોને હાર્ટ ફેઈલ્યોરના લક્ષણ દેખાવા માંડયા."હાર્ટ હોસ્પિટલ લઈ ગયા હોત તો બચી જાત" એવો તેમનો મત ડરતા ડરતા તેમણે વ્યક્ત કર્યો.

"હોય નહિ.હું કિડની સ્પેશ્યાલિસ્ટ- મારૂં નિદાન ફાયનલ એટલે ફાયનલ જ હોય." એમ બોલે ત્યાં તો પ્રભુદાસની આંખો ફાટી ગઈ,મોઢું ખુલી ગયું અને ચોકઠું બહાર પડી ગયું.

તેમના પત્ની ચીસ પાડી રડી પડયા અને પુત્ર પિતાના ચરણોમાં પડી ગયો. તેને સમજાઈ ગયું કે "સ્પેશ્યાલિસ્ટના ’નિદાન’ કરતા પણ વિશ્વનિયંતાનું ’વિધાન’ જ ફાયનલ હોય છે. તેનાથી મોટો સ્પેશ્યાલિસ્ટ પણ આ વિશ્વમાં બીજો કોણ હોઈ શકે?"

પ્રભુ દર્શન કરતા કરતા જ મંદિરથી પ્રભુના ઘરે ચાલી નીકળેલા પ્રભુદાસ, પ્રભુના વિધાન પ્રમાણે, તેમના ધામમાં પહોંચી ગયા.પ્રભુની લીલા તો અકળ છે."

(સમાપ્ત)

૧૧. લટકતી લાશો

ટીંબા ગામમાં એકનો એક મીઠા પાણીનો કૂવો. જે મુસાફર ત્યાંથી પસાર થાય તે પાણી પીવા રોકાય. ગામ નાનું પણ માણસો પ્રેમાળ અને કુદરતે બન્ને હાથે ત્યાં હરિયાળી ઠાલવેલી. એ ગામના કેદારને ડુંગરેથી તમે કુદરતને નિહાળો ત્યારે સમસ્ત અસ્તિત્વમાં આનંદ વ્યાપે. દરરોજ સવારે માસ્તરાણીનો વર ત્યાં સૂર્યોદય નિહાળે. મીઠા પાણીના કૂવે દાતણપાણી કરી હાશકારો થાય તેવું તેનું મીઠુ પાણી ખોબલે ખિબલે પીએ. તેના મીઠા પાણીનો સ્વાદ મુસાફર માણે અને બાકીની મુસાફરી દરમ્યાન તેને વાગોળે!

એ કૂવામાં આજે સવારે પાણી ભરવા આવેલી પનિહારી ગભરાઈને બેડું પડતું મૂકી દોડી. આખું ગામ પછી તો કૂવાને કાંઠે ભેગું થયું. ગામના લોકો તો ઠીક સરપંચ અને પોલીસ અધિકારીઓ પણ ચકિત-વિસ્મિત રહી ગયા. એવા મૂંઝાઈ ગયા કે આ ત્રણ લાશો કેમ કરીને ગોઝારા કૂવાને કાંઠે લટકતી દેખાઈ ? જે કૂવાનું પાણી પીવામાં વપરાતું હોય, આખો દિવસ કાંઠે પનિહારી બેડાં ઘસીને ચકચકિત કરી પાણી ભરતી હોય ! તે કૂવામાં ત્રણ લાશ. આંખો આ માનવા તૈયાર ન હતી ! પણ જે દૃશ્ય આંખો જોઈ રહી હતી તેનો ઈન્કાર પણ કેવી રીતે થઈ શકે !

બે બાળકો સાથે શાળાની મીના માસ્તરાણીએ દોરડા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો! આપઘાત મીના માસ્તરાણી કરે એ વાત કોઈના ગળે ઉતરતી ન હતી. તેનો પતિ મનહર પત્નીને ખૂબ ચાહતો આજે સવારે માથુ ભારે હતું એટલે સૂર્યોદય નિહાળવા ગયો ન હતો. ઘરની બહાર અડીને બાંધેલા શેડમાં નાનો પરચૂરણ વસ્તુઓનો વેપાલો કરતો. તે ખૂબ ભલો, ભોળો, સીધો, સુખી અને સંતોષી માણસ. એવા સાધુ જેવા માણહની બૈરી કૂવામાં બે બાળકો સાથે લટકતી હતી. મરતાને મર ન કહે તેવો દીધો સાદો. જે માણસ કીડી કે વાંદાને પણ ન મારી શકે તે આમ પત્નીને અને બાળકોને મારી, બાંધી કૂવા કાંઠે તો ન જ લટકાવે !

નાના ગામમાં નાની શાળા. માત્ર એક શિક્ષિકા મીના બહેન ! હવે આવા સંજોગોમાં શાળામાં પણ એવું કોઈ ન હતું જે આવું ગોઝારૂં કૃત્ય કરે ! એક બીજો માણસ હતો. જે નોકર કહો, પટાવાળો કહો, શાળાનો ઘંટ વગાડનાર બુઢ્‌ઢો નાથો. જેના મોઢામાં મગ ભર્યા હતા. કોઈ પણ જવાબ માત્ર દસ શેરી હલાવીને જ આપે. જેના મોઢામાં મગ ભર્યા હોય તેનામાં આવી તાકાત ન હોય! તે નાથો તો આવું કરે જ શા માટે? હત્યા અને તે પણ મીના બહેનની ? તેમના બે નાના બાળુડાની ?

આમ ફોજદારને મીનાબહેનના વર કે નાથા પર એક પૈસાનો પણ વહેમ ન હતો. તો પછી ખોબલા જેવા નાના ગામમાં આવું બન્યું કેવી રીતે? મીના બહેન રોજ વર માટે રોટલા અને મગ બનાવી બન્ને છોકરાને લઈ શાળાએ જાય. છોકરા ૨૪ કલાક તેને હૈયે વળગાડે. ખબર હતી કે વેપારમાં ખુંપેલો એનો વર છોકરા ન સાચવી શકે !

શાળા ભલે નાની હતી. બાળકો પણ માંડ પચાસ. દર વર્ષે તેમની દાક્તરી તપાસ માટે બાજુના શહેરમાંથી મેડિકલ ઈન્સ્પેકટર આવતા. બનતા સુધી તેમનું કામ એક દિવસમાં સમાપ્ત થઈ જતું. જો કદાચ પણ એક દિવસમા પુરૂં ન થાય તો ગામના સરપંચના ઘરામાં રાતવાસો કરતા. બીજે દિવસે કામ પુરૂં કરી પાછા શહેર જતા રહે. તે આવું કૃત્ય શામાટે કરે? દર વર્ષે મેડિકલ ઈન્સ્પેકટર ડૉ.મનસુખ બાજુના શહેરમાંથી આવતા. એ તો ભલો,સજ્જન,ભરોસાપાત્ર માણસ આવે ભલે શાળાના બાળકો કાજે પણ ગામના માણસોની સેવા કરતા જાય. એક પૈસો પણ ન લે. તેમની જાંચ-તપાસ કરી સેમ્પલની, સાથે લાવેલી દવાઓ પણ પ્રેમથી સહુ ને આપે. હોંશ પૂર્વક સહુની ફરિયાદ સાંભળી ઈલાજ બતાવે. સરપંચને ત્યાંથી દિવસ દરમ્યાન ભાણુ આવે. સાજે મીના અને મનહરના પ્રેમ ભર્યા આગ્રહને વશ થઈ તેમને ત્યાં જમે. રાતવાસો તો હમેશા સરપંચને ત્યાં જ કરવાનો આગ્રહ રાખે.

સાંજે છેલ્લી બસ પકડવામાં કાયમ મોડું થાય. તે સરપાંચ જાણે એટલે આગ્રહ કરી પોતાને ત્યાં લઈ જાય. ન તો તેને ચાનું વ્યાસન હતું, કે ન તો પાન, બીડી, સિગરેટ કે તંબાકુનું. તેની સાથે આવનારો કંપાઉંડર કમ ક્લાર્ક કાનજી બધા રીપોર્ટ્‌સ નોંધવાનું કામ સંભાળતો. કાનજી માસ્તર મારે પણ નહી અને ભણાવે પણ નહી એવો હતો. તેને માત્ર કામ સાથે મતલબ. આ વખતે મેડિકલ તપાસમાં આવ્યા ત્યારે કાનજીની બૈરી ત્રીજી સુવાવડમાં પાછી થઈ હતી. તપાસ પૂરી થાય પછી રાત પડે શાળાની ઓસરીમાં પડયો રહે. મીના બહેન તેને ચાદર અને ધાબળો આપી જાય. આમાંથી કોઈ કરતા કોઈના પણ તરફ શંકાની સોય જી શકે તેમ ન હતી.

પણ સત્ય હકિકત આંખ સમક્ષ હતી. કૂવા કાંઠે ત્રણ લટકતી લાશો ! સવાર પડતા સહુ કોઈ પાણી ભરવા આવનારની નજરે પડવા લાગી. આખા ગામમાં દેકારો થઈ ગયો. પોલીસ ઈન્સ્પેક્ટરે અને મદદનીશ પોલીસે આવી કૂવાની ફરતે કોર્ડન કરી દીધો. લોકોના ભેગા થયેલા ટોળાને ધમકાવી, ડરાવી કૂવાથી દૂર રાખ્યા. જ્યારે લોકોના ધસારાએ માઝા મૂકી ત્યારે થોડો હળવો લાઠી ચાર્જ કરીને પણ સહુને કૂવાથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો.

સસ્પેન્સ તો ત્યારે વધ્યો જયારે પાસેના મોટા શહેરથી આવેલ મેડિકલ ઈન્સ્પેકશન ટીમે તપાસ કરી પોતાનો નિર્ણય જણાવ્યો કે આ ત્રણેયને પહેલાં કલોરોફોર્મ સૂંઘાડયું છે. પછી ઘેનની દવા પીવડાવી અંતે ઝેર આપીને આપઘાત કે ખૂન જેવો સીન ઊંભો કર્યો છે. આમ ત્રણેય ને દોરડું બાંધી કૂવામાં ફેંકવા જવાના હતા પણ ઉતાવળમાં તેમને લટકાવીને ગુનેહગાર છૂમંતર થઈ ગયો હોવો જોઈએ. વધુ ઊંંડી તપાસ કરતા એમ પણ જણાયું કે બાળકોની માતા સાથે ગુનેહગારે દુષ્કર્મ પણ કર્યું છે.આ કાર્ય કોઈ સામાન્ય વ્યક્તિનું જણાતું ન હતું. સ્ત્રી ઉપર અજમાવેલ પાશવી વૃત્તિના ચિન્હો સ્પષ્ટ જણાતા હતા.

હવે જ્યારે મેડિકલ રિપોર્ટ પ્રમાણે જોતાં શંકાની સોય મેડિકલ ઈન્સ્પેકટર તેમ જ તેના કંપાઉંડર તરફ દોડવા લાગી.મેડિકલ ઈન્સ્પેક્ટર રાતના સમયે ત્યાં હતા જ નહી. કંપાઉડંર અને ક્લાર્કનું કામ કરતા કાનજી સિવાય આ કોનું પરાક્રમ હોઈ શકે?

બેઉની ધરપકડ કરી થાણામાં બોલાવ્યા. ઈન્સપેક્ટરને તો કોઈ ડર હતો નહી. તેનું વર્તન, દિલ અને દિમાગ બધું સાફ હતું. બેઉની પૂછપરછ કરી. ઉલટતપાસમાં કાનજી તત પપ કરવા માંડયો. શંકાની સોય કાનજી પર જીને અટકી. હવે તેના ગાત્રો ગળવા માંડયા.આવું કામ પહેલા કોઈ દિવસ કર્યું ન હતું એ કાંઈ રીઢો ગુનેગાર ન હતો?

તાજો ઘરભંગ થયેલો હતો. પત્નીના ગયા પછી હવસ પૂરી કરવા ક્યાં જાય? થાણેદારના કડપ સામે એ ઝાઝુ ટકી ન શક્યો. રડતા રડતા બધો ગુનો કબૂલ કર્યો. મેડિકલ રેકર્ડ બનાવતો હતો ત્યારે ઈન્સપેક્ટર હાજર ન હતા.તેમને થયું આજે કામ વહેલું પુરૂં થયું છે ગામમાં રાત રહેવું નથી અને આ કાનજી કામ પતાવે ત્યાં સુધીમાં મંદીરે દર્શન કરી આવું.

આવખતે મેડિકલ તપાસ માટે ટીમ આવી તેમનું કામ જલ્દી પુરૂં થયું. રાતના બસ પકડવા માટે પૂરતો સમય હતો. પાછળનું કામ કાનજી અવેરતો હતો. આજે તેને તેની મરેલી બૈરીની યાદ સતાવતી હતી. હતો સીધો પણ આખરે તો એક સામાન્ય માનવી ! શળાના બાળકો ઘર ભેગા થયા હતા. એનું કામ ચાલતું હતું એટલે માસ્તરાણી ઘરે ન જી શકે! બાળકો ભૂખે ટળવળતા હતા. ટેબલના ખાનામાંથી ગ્લુકોઝ બિસ્કિટ આપી તેમને શાંત કર્યા.

મીના માસ્તરાણી એકલી શાળામાં હતી. બેઠા બેઠા કાગળો ઉથલાવી રહી હતી. બાળકો એ જ શાળામાં ભણતા હતા તેથી માની સાથે હતા. મીનાનું છલકતું જોબન કાનજીને સાદ પાડીને બોલાવી રહ્યું હતું. સહુ પ્રથમ કાનજીએ પ્રેમથી બાળકોને નજીક બોલાવી ટોનિકના ઈંજેક્શન છે કહી ભોંક્યા. બન્ને બાળકો બેભાન થયા એટલે ચિત્તાની માફક તરાપ મારી મીના માસ્તરાણીને ભોંય પર પછાડી. તેને ચુંથી નાખી. તે બેભાન થઈ એટલે તેને પણ ઘેનમાં ઝેર મેળવી ઈંજેક્શન આપી દીધું.

આજે તેના પર ઝનૂન સવાર થઈ ગયું હતું સારા નરસાનો, સાચા ખોટાનું ભાન ભૂલી ગયો. સીધો સાદો કાનજી કેવું પાશવી કૃત્ય આદરી રહ્યો તેને ખ્યાલ પણ ન રહ્યો. તેથી જ કહેવાય છે,’સંમોહમાં ફસાયેલ માનવી પશુ કરતાં પણ અધમ કૃત્ય આચરી શકે છે’. કરતાં કાર્ય તો કર્યું પણ પછી જ્યારે ભાન થયું ત્યારે અચરેલી લીલા જોઈને હવે શું ?’ વિનાશકાળે વિપરિત બુદ્ઘિ.’

તેને લાગ્યું ત્રણેય જણા નિંદરમાં છે એટલે શાળાની પાછળ આવેલા કૂવાને કાંઠે પડેલા દોરડાથી ત્રણેયને કચકચાવીને બાંધી કૂવામાં ફેંક્યા. નસિબ જોગે દોરડું કૂવામાં ક્યાં અટવાયું જેથી ત્રણે ટિંગાયા! અંતે બે બાળકો અને માની એમ ત્રણ જણાની લાશ સવારે કૂવામાં લટકતી સહુએ ભાળી.

આ વખતે મેડિકલ ઈન્સપેક્ટર અને કંપાઉન્ડર રાત રોકાયા ન હતા. મેડિકલ ઈન્સ્પેકટર આવતા સુધીમાં તો બધું સગેવગે કરી દીધેલું હોવાથી કોઈ કરતા કોઈને કોઈ અંદાજો પણ આવે એવું રહ્યું જ નહી. ”માસ્તરાણી બાળકો સાથે મોડું થતા ઘર ભેગી થઈ ગઈ” કહીને સરપંચને ત્યાંથી આવેલું ટિફિન જમીને, બેઉ ઈન્સ્પેકટર અને કંપાઉંડર આ વખતે રાતે જ ગામ છોડી, તેમને શહેર જતી છેલ્લી બસમાં રવાના થયા. આખે રસ્તે રઘવાયેલો કાનજી એક પણ અક્ષર બોલ્યો નહી. તે થાકેલો અને વિકળ હતો. મેડિકલ ઈન્સપેક્ટરને થયું આજે કામ બહુ પહોંચ્યું લાગે છે.

કંપાઉંડરના ફિંગર પ્રિન્ટ્‌સ દોરડા પર, મીનાના વસ્ત્રો અને શરીર પર તેમ જ બાળકોના વસ્ત્રો તથા શરીર પર મળી જતા સ્પષ્ટ થઈ ગયું કે ગુનેહગાર એ કંપાઉંડર જ હતો. કેસ સાવ સરળ હતો. શંકાનું કોઈ કારણ ન હતું. તેની રડતા સ્વરે અપાયેલી કબૂલાતે તેની હવસ અને ખૂનની પૂરેપૂરી સાબિતી આપી દીધી હોવાથી તેને જેલ ભેગો અને પછી કોર્ટ કેસ ચાલ્યા બાદ ફાંસીને દોરડે લટકાવવામાં આવ્યો. જ્યારે તેને લટકાવવા માટે વધસ્તંભ પર લાવ્યા ફાંસીનું દોરડું ગળામાં પડયું ત્યારે તેને પોતે દોરડું બાંધી ત્રણ ત્રણ નિર્દોષોની અકારણ ક્રુર હત્યા કરેલી એ યાદ આવતા તે કંપી ઊંઠ્‌યો.

બંધ આંખે તેણે મનોમન ઈશ્વરની અને ત્રણેય મૃતાત્માઓની ક્ષમા માંગી. ઈશ્વર દયાળુ છે એ હકિકત જગ જાહેર છે. ખબર નહી આવા અધમ કૃત્ય બદલ તે કાનજીને માફ કરશે ?આવા અક્ષમ્ય ગુના માટે ક્ષમા માંગવી એ પોતે જ પોતામાં બેશરમ ભયંકર ગુનો કહેવાય એ સત્ય એ હવસખોર ગુનેગારને છેલી ક્ષણે કોણ સમજાવી શકે?

“કર્યા કૃત્ય પસ્તાવે ને ત્રણે વહાવશો !”

પસ્તાવાનું ત્રણું મલિન થઈ ગયું હતું!

ગામલોકો લટકતી લાશોનો ભેદ જાણી હવસની હેવાનિયતનો અંદાજો કરી શક્યા અને ભગવાન આવી ભયંકર અને ખતરનાક હવસથી સહુ કોઈને બચાવે એવી જ અભ્યર્થના અને પ્રભુપ્રાર્થના કરવા લાગ્યા.

- સહિયારા સર્જનની એક કડી

૧૨. હાથના કર્યા

નામ તો એના નાનપણથી લાડમાં તેમ જ તેના લખણ જોઈ બદલાતા જ રહ્યા. સાત સાત બહેનો પછી ખોટનો જન્મેલો એટલે તેને ભિખારી રાખેલો એટલે તેનું પહેલું નામ ભીખલો પડયું. રાશિ પ્રમાણે પણ તેનું નામ ’ભ’ પર જ આવતું હોવાથી શાળામાં દાખલ કર્યો ત્યારે ભૂપેન્દ્ર નામ શાળાના રજીસ્ટરે નોંધવામાં આવ્યું.દોસ્તો તેને ભોપલો કહેવા લાગ્યા અને શિક્ષકો તેને ભોપૂ ભોપૂ કહેવા લાગ્યા. માતા પિતા તેને ભોપો ભોપો કહેતા. બહેનો તેને ભાયલો ભાયલો જ કહ્યા કરતી. લાડના કારણે કહો કે પછી તેને સોબત એવી ખોટી મળતી ગઈ, જે પણ કારણ હોય ’પુત્રના લક્ષણ પારણા’માંથી કહેવતની જેમ બચપનથી તેને તોફાન- મસ્તી કરવાની, લડવા-ઝગડવાની,ચોરી- ચપાટી કરવાની, શાળામાંથી ગુટલી મારી સ્ટંટ પિકચરો જોવા જવાની અને એવી એવી કેટકેટલી અપલખણી આદતો પડી ગઈ હતી.

બીજાનું લંચ પણ ચોરીને, મારીને,ઝૂંટવીને ખાવામાં તેને કોઈ છોછ ન લાગતો.

માબાપને શાળા તરફથી ફરિયાદો જાય તો તેઓ "નાનો છે હજી. બાળક છે. સાત બહેનો પછી જન્મેલો અમારો ભોપો ભોળોભટાક છે. મોટો થશે એટલે સુધરી જશે". તેમ કહી તેનો પક્ષ લીધા કરે. ભૂપેન્દ્ર ખોટી ટેવોને ટેવાઈ ગયો, બુરી આદતોનો હેવાયો થતો ગયો અને રીઢો બાળગુનેગાર બનતો ગયો. કોઈના બંગલાના કંપાઉંડમાં, કે બગીચામાં કે શાળાના મેદાનમાં લખોટીઓ ઓનો જુગાર તો રમે જ; પણ હારી જાય તો જીતનારને ધોલ-ધપાટ મારી હારેલી અને સામાની બધી જ લખોટીઓ લઈને ભાગી જાય. શરીરે હાડેતો, કદાવર અને ઊંંચો લાંબો હોવાથી ભલભલાને પહોંચે એવો થતો ગયો.પોતાને ગામ પહેલવાન માનતો થઈ ગયો. સિગરેટના ખાલી પાકિટોથી પણ પહેલા પત્થરથી; પણ પછી ગંજીફાના પત્તાથી રીતસરનો જુગાર રમતો ય થઈ ગયો. લખોટીઓ અને સિગરેટના પાકિટો વેચી- ખરીદી પૈસાનો જુગાર રમતો પણ થઈ ગયો.

જેમ તેમ પંદર-સોળ વર્ષની ઉમર સુધી સ્કુલમાં જે અને જેટલું ભણ્‌યો તેના આધારે માબાપે તેને નાની ઉમરે જ તૃપ્તિ નામની ભળી ભોળી જ્જ્ઞાતિ કન્યા સાથે પરણાવી દઈ, ઘરના મિઠાઈ -ફરસાણનાધંધે - ગલ્લે બેસાડી દીધો, એમ સમજીને કે વિસનહોરી અને દુકાનની જવાબદારી તેને સુધારશે.ધંધો ધીકતો હોવાથી બે પાંચની નોટોથી લઈને દસ -વીસ- પચાસ-સો અને ક્યારેક પાંચસો સુધીની નોટો જોઈ તેનું જુગારી મન તેમાંથી મોકો ગોતી, નોટો ગજવામાં સેરવી લેતો.

ચોરેલી છુપાવેલી નોટો લઈ એ ક્લબોમાં, તીન પત્તીની બેઠકોમાં, અંદર-બહારના અડડાઓમાં અને જ્યાં- ત્યાં રમાતા ક્રિકેટ કે ઈલેક્શનના સટ્ટાઓમાં રમમાણ રહ્યા કરતો. ચાલાકી કરી જીતવામાં તે માહિર હતો.બિન્ધાસ રમતો અને હારજીત જાણે કે તેના શ્વાસોછ્‌વાસ હોય તેમ તે જુગારના પ્રાણવાયુ પર જીવતો. જીતવું તેના માટે જીવવું હતું. સ્વભાવે, આદતે, વર્તને તે પૂરેપૂરો ભારાડી બની ગયો.હાથચાલાકી કોઈ જાદુગર કરતાય ઝડપી હોવાથી તે પોતાને કાર્ડ માસ્ટર માનતો થઈ ગયો. પાન, સિગરેટ, તમાકુ, માવો અને દેશી વિદેશી દારૂ તેના માટે ખોરાક બની ગયેલા. તેનું નામ જ; ભોપલો ભારાડી’ થઈ ગયું હતું.મોટરબાઈક ચલાવે તો નશામાં કોઈને કચરી નાખતા તેને જરાય કચવાટ ન થતો.ક્યારેક બાપની કાર લઈ ગયો હોય તો અકસ્માત કરી કોઈને પરલોક પહોંચાડી દેવાય, તો તેને તેનો જરાય અફસોસ ન થતો.પોલિસને ખિસ્સામાં રાખતો થઈ ગયેલો.

આ ઓછું હોય તેમ ક્યારેક હારી ગયો હોય તો શહેરના પાર્કમાં પહોંચી ક્યાંક ખૂણે બેઠેલા યુગલને ડરાવી-ધમકાવી-બીવડાવી,જરૂર પડે તો બે તમાચા પણ મારી તેમને લૂટી લેતા ય તેને નામનો ય ડર ન લાગતો. એક વાર એક મોટી ક્લબમાં હારી ગયો તો બાપની કાર જુગારમાં દાવ પર લગાડી હારી ગયો. પછી ઘેર પહોંચી "કાર ક્યાંકથી ચોરાઈ ગઈ" એવું ખોટું બોલવામાં ય તેને કશું ખોટું થતું ન લાગ્યું. પોલીસમાં બાપે ફરિયાદ કરી તો સત્ય સામે આવ્યું કે પૂરા રજીસ્ટ્રેશનના પેપરો સાથે તેમની કાર તો કોઈ કલબના માલિકના નામે ચડી ગયેલી જણાઈ.ભોપાલના સહીસિક્કા વેચાણ ખત પર જોઈ, બાપે તેને અને તેની પત્નીને ઘરબહાર કરી દીધા. હવે ભાડાનો ફ્લેટ લઈ ઘરમાં જ જુગારનો અડડો ચલાવવા લાગ્યો. તેમાં આડોશી -પાડોશીઓની ફરિયાદથી પોલીસ લફરૂં થતા, ઘર- ક્લબ બંધ કરી.પણ જુગાર રમવાનું, પ્રાયવેટ રેસ-બુકી તરીકે બેટિંગ લેવાનું અને એવું બધું તો ચાલુ જ રાખ્યું.

એક વાર કોઈ પ્રાયવેટ ક્લબમાં ખૂબ હારી ગયો તો "ઘરે જીને ઉધાર દાવની રકમ ચૂકવવાનું કહી જીતેલા જીવણા જુગારીને ઘરે લઈ ગયો અને "રૂપિયા તૈયાર રાખજે"કહી સાથ આપનારી પત્નીને કોડ-ભાષામાં જરૂરી સંકેત આપી દીધો. જીવણા જુગારીને ભોપલાએ ધોકે ધોકે મારી અધમૂઓ કરી દીધો અને પછી રવેશમાંથી બહાર ફેંકી દઈ તેને ખતમ જ કરી દેવા માટેની કોશિશ કરવામાં પોતાનું ય બેલેન્સ ગુમાવતા તે પણ સાથે જ સાથે રવેશ્માથી સીધો નીચે પછડાયો.

એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ પહોંચતા સુધીમાં તો જીવણો જુગારી સ્વધામ ભેગો થઈ જ ગયો. પણ ભારાડી ભોપલો તો બેઉ હાથ જ ગુમાવી બેઠો.

સળિયા નાખી હાથ તો ઠીક કરી દેવામાં આવ્યા; પણ બેઉ પંજા આંગળીઓ- અંગૂઠા સાથે કાયમ માટે ગયા. હોસ્પિટલમાં પહેલી વાર તેને પોતાની અત્યાર સુધીની વેડફી દીધેલી મહામૂલી જિંદગી વિષે પરાણે મળેલી શાંતિ દરમ્યાન કંઈક વિચારવાનો અનાયાસે મોકો મળ્યો. પ્રેમાળ પત્નીના હાથે સ્વાદિષ્ટ ભોજનના કોળીયા ભરતા ભરતા તેને જિંદગીમાં પહેલી વાર પત્નીમાં ભોજ્યેશુ માતાના દર્શન થયા. હવે બેઉ પંજા આંગળા-અંગૂઠા સાથે જતા તેને એકાએક એક પ્રકારના હાશકારનો અનુભવ થયો કે "હાશ, હવે ન પત્તા રમાશે, ન હાથચાલાકી કરશે, ન હારજીતની હડકાઈ હડકાઈ જિંદગીના રાત- દિવસના ઉજાગરા કરવા પડશે. જુગારી જીવનને સદા સદા માટે સહજમાં જ તિલાંજલિ અપાઈ ગઈ.એ તિલાંજલિએ તૃપ્તિને સર્વ પ્રકારે તૃપ્ત તૃપ્ત કરી દીધી .તેનું મન બોલી ઊંઠયું : "હાથના કર્યા હૈયે વાગ્યા!"

૧૩. થાપ

મંદિરના પ્રાંગણમાં વડ પીપળા લીમડાના ઝાડો પાછળ અને મંદિર સંકુલના ફરતે અમે નાનપણમાં થપ્પો બહુ રમતા. રજાઓના દિવસોમાં તો મંદિર જ અમારૂં ઘર બની જતું. મારા મિત્રોમાં ટીકુડો, ચિનિયો, પરિયો, નાનિયો, હિમત અને હું -અમે બધા આખું મંદિર માથે લેતા. બીજી રમતો પણ રમતા; પણ થપ્પો -એટલે કે છુપાછુપીની રમત -એ અમને અતિ પ્રિય.મારી બહેન અને તેની બહેનપણીઓ પણ અમારી સાથે રમતી. અમારૂં સાયલા ગામ ભગતનું ગામ ગણાતું અને આજે પણ ગણાય છે. અમને તોફાની બારકસોને તો રમવાનું પણ બહુ ગમે અને એ સ્વામી નારાયણ મંદિરનો પ્રસાદ પણ બહુ જ બહુ ગમે.મારા દોસ્તારોમાં હિંમતનું અને મારૂં-પ્રવીણ નામ કોઈ પણ કારણસર એમનું એમ જ રહેલું. મારી એકની એક લાડલી બહેન મને બહુ જ વહાલી -મારાથી બે વર્ષે મોટી; પણ મને સાચવે બહુ.હિંમત અને તેને બહુ જ બને.અને જયારે બહેનની સગાઈ મારા માતા-પિતાએ હિમત સાથે કરી ત્યારે તો મારા દોસ્તારને બનેવી બનેલા જોઈ હું તો રાજી રાજી થઈ ગયો. બહેનના એ લગ્ન મને હજી પણ યાદ છે. પિતા દરજી હોવાથી કોઈ બહુ મોટી ધામધૂમ સાથે તો લગ્ન નહોતા થાય;પણ બેઉ પક્ષે જે ભારે હોંશ હતી,જબરો ઉમંગ -ઉલ્લાસ હતો, ભરપૂર ઉત્સાહ હતો, એ તો જીવનમાં બીજી વાર મેં ભાગ્યે જ જોયો કે અનુભવ્યો છે.

મારા બનેવી અને હું બેઉ આગળ જતા ડોક્ટર બન્યા.તેમણે ધ્રાંગધ્રામાં ક્લિનિક ખોલેલું અને મેં સ્કોલરશીપ મેળવી મુંબઈમાં એમ.ડી કરી, તરતજ, પાસપોર્ટ બનાવી અમેરિકા જવાનો વિસા મેળવી લીધો.ત્યારે અમેરિકાનો વિસા ડોકટરોને સહેજે મળી જતો.પણ અમેરિકા જવાની સાત હાજર રૂપિયાની પ્લેનની ટિકિટ મારા માટે પ્રાણપ્રશ્ન બની ગઈ.મારા પણ લગ્ન તો થઈ જ ગયેલા સુરેન્દ્રનગરની અમારી જ જ્જ્ઞાતિની કન્યા સાથે. પિતા પાસે ટિકિટના રૂપિયાની સગવડ નહિ,સસરા પાસે તો મંગાય જ કેવી રીતે ?

હિમત કરી બનેવી ડોક્ટર હિમત પાસે જ મૈત્રી દાવે માંગી જોયા.તમે માનશો નહિ,પણ ’કાલ સવારે લઈ લેજે" એમ કહી હિમતે હિમતભેર મને સધિયારો આપ્યો. બીજે દિવસે હું તેને ઘેર જાઉં તે પહેલા તો એ મારે ઘેર આવી ગયો અને મારા હાથમાં દસ હજાર રૂપિયાની થોકડી પકડાવી દીધી."જા અમેરિકા અને કર ફતેહ."

હિમતે આપેલી હિમત હજી યાદ છે.આગળ જતા મને ખબર પડેલી-મારી બહેન પાસેથી કે -હિમતે પોતાની કાર વેચી દઈ મને આ રકમ આપેલી.મને વિદાય કરતી વખતે એ જમાનાના રીતરિવાજ પ્રમાણે તેણે અને મારી બહેને મને શ્રીફળઅને સાકરપૂડો આપેલા. એ શુકન સાથે હું અમેરિકા આવ્યો અને નસીબે મને તરત જ રેસીડન્સી મળી જતા, હું તેને એ વિદાયના શુકનનો જ ચમત્કાર માનતો રહ્યો.ઠીક ઠીક સંઘર્ષ કરતા કરતા,ત્યાં સુધી કે વહેલી સવારે ભર ઠંડીમાં હું છાપાઓ ઘેર ઘેર વહેંચવાનું કામ પણ કરતા કરતા મેં રેસીડન્સીના પાંચ પાંચ વર્ષો કેમ પૂરા કર્યા તે મારૂં મન જ જાણે છે.રેસીડન્સી દરમ્યાન તેના પ્રેમભર્યા, હિમત આપતા પત્રોનો મારા આગળ વધવામાં બહુ મોટો ફાળો રહ્યો.રેસીડન્સી પૂરી થતા જ મને સારો એવો જોબ મળી ગયો હું સેટલ થઈ ગયો છું એ જાણતા જ તેણે મારી પાસે જરૂરી પેપરો મંગાવી, મારી પત્નીનો વિસા મેળવી,ટિકિટ સુદ્ધા ખરીદી, તેને કોઈ સારો સંગાથ શોધી, અમેરિકા મોકલી દીધી. પત્ની આવી જતા મારો, બહારનું ન ભાવતું ખાવાનો, પ્રોબ્લમ સોલ્વ થઈ ગયો.

પત્ની પણ ભણેલી હોવાથી, તેમ જ મારા રેસીડન્સી કાળ દરમ્યાન પણ ત્યાં ભણતી રહેલી, એટલે અહીં ટીચરનો જોબ કરી શકે એવી અને એટલી ક્ષમતા મેળવીને જ આવી હોવાથી, તેને પણ ઘરમાં ગોંધાઈ રહેવાની મજબૂરી ન રહી. તેને પાસેની જ સ્કુલમાં જોબ મળી જતા તે ખુશ ખુશ રહેવા લાગી.માતા-પિતા અને બહેન- બનેવીને મળવા નાનકડું વેકેશન લઈ અમે ઈન્ડિયા ગયા ત્યારે મને ખબર પડી કે મારા બનેવી ડોક્ટરને તો કેન્સર થતા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલા છે.

"મને જાણ પણ ન કરી, ભલા માણસ ? તું તો......."

"અરે મારા જીગરી મિત્ર પ્રવીણ ! હવે તો હું ગણતરીના દિવસોનો જ મહેમાન છું.મારી બે વાત દોસ્તાર તરીકે માની લેજે. તારી બહેનના બીજા લગ્ન કરાવી મારા આત્માને શાંતિ મળે તેવું મારો આદેશ સમજી ખચીત કરજે. બીજું, મારૂં ક્લિનિક ગુડ વિલ સાથે વેચી તે રકમ તને ઠીક લાગે એવા સારા કામ માટે વાપરજે.બાકી તો તારી દોસ્તી, તારી સાથે રમતા એ થપ્પોનો ખેલ એ બધું બહુ જ જ યાદ આવે છે."

હિમત હસતે મોંઢે બોલ્યો.

"તને તો યાદ આવે છે; પણ હું તો કોઈ કરતા કોઈ દિવસ ભૂલવાનો નથી -આપણી આ જીગરી યારી ભૂલી ભૂલાય તેમ નથી. થપ્પો રમતા તેમાં તું મને શોધી કાઢતો. પણ હું ક્યારેય તને ખોળી ન શકતો."મારાથી રડતા રડતા બોલાઈ ગયું.

"અને હવે હું તો એવો છુપાઈ જવાનો,એવો તો ખોવાઈ જવાનો કે મને તું તો શું,કોઈ કરતા કોઈ ખોળી નહિ શકે."

અને એટલું એ એ બોલે ન બોલે ત્યાં તો હિમત આંખ બંધ કરી ગયો.

અમે બધા હિમતનું એ હિમતભર્યું મૃત્યુ જોઈ અવાક થઈ ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડયા.

મને થયું કે હવે જિંદગીનો થપ્પો અમારા બેઉ દોસ્તો વચ્ચે શરૂ થયો. પહેલા એ મને શોધતો-શોધી કાઢતો. પણ હવે હું તેને શોધતો રહીશ, શોધતો રહી જીશ; પણ શોધી તો ક્યારેય નહિ શકું. આ થપ્પાના ના ખેલમાં હું તો થાપ જ ખાઈ ગયો.

૧૪. ભરબપોરે

ભર ઉનાળાના આરામના દિવસો. સ્વાદિષ્ટ રસાળ કેરીની સીઝન. પ્રોફેસર પંડયાને સમર વેકેશનની મોજ મઝાની મસ્તીભરી મસ્ત લહેરખી. સવારના વહેલા ઊંઠી ફ્લેટની સામેના જ બગીચામાં સમ ખાવા પૂરતું વોકિંગ કરીને પાછા આવી, ચા-નાસ્તો કરી, તપાસવાના પરીક્ષાના પેપરોનો થોકડો, રોજના નિયમ, મુજબ થોડો ઓછો કરવાનો કંટાળાભર્યો કાર્યક્રમ. દર પેપરે એક એક રૂપિયો મળવાની -કમાવાની આશા અને લાલચની લોભામણી વૃત્તિ-પ્રવૃત્તિના આધારે તે શુષ્ક કાર્યમાં રસ-ઉત્સાહ લાવવાનો પ્રયત્ન ત્રણ ચાર કલાક કરીને, સ્નાન આદિથી લાગેલો થાક ઉડાડી, પૂજા કરીને, પેટપૂજા પર ઉમંગ-ઉત્સાહભેર આક્રમણ કરવામાં જે આનંદ આવતો, એ તો બ્રહ્‌માનંદ- સહોદરથી પણ વિશેષ વિશેષ લાગતો. બેપડી ઘી-નીતરતી રોટલી અને રસના ભર્યા ભર્યા છલકાતા સારી એવી મોટી સાઈઝના છાલિયાને ન્યાય આપી, છેલ્લે ભાત અને ફજેતાના, કડક તીખા પાપડ સાથે, સબડકા ભરવામાં જે આનંદ પંડયા સાહેબ ને આવતો એ તો અદ્‌ભુત, અનેરો અને અનોખો જ રહેતો.

અને તેના પછી "ઉનાળામાં રસ રોટલી ખાધા પછી કરવા જેવું કોઈ કામ હોય તો તે બપોરની સરસ મઝાની લાંબી ઊંંઘ". "નેપ એ ડે કીપ્સ ધ ડોક્ટર અવે" એ કહેવત અને "સૂવા જેવું સુખ નહિ" કહેતા કહેતા, પહેલેથી એ.સી. ચાલુ કરીને ઠંડા કરેલ પોતાના બેડરૂમમાં, પંડયા સાહેબ જે દોડીને ઘૂસે, તે સીધા એક- બે- ત્રણ કલાકની, મન ફાવે એટલી લાંબી સરસ મઝાની સ્વીટ સ્વીટ ’સિએસ્ટા’ની મોજ માણે .તેમના પત્ની કંચનબેન કામવાળી પાસે રોજિંદુ કામકાજ કરાવતા રહે, સૂકાયેલા કપડાઓની ગડી કરે,સાંજની રસોઈની થોડી તૈયારી કરે, રોજની આદત પ્રમાણે ફર્નીચર પરની ધૂળની, બપોરની બીજી વારની ઝાપટ ઝાપટ કરે, ત્યારે પંડયા "હવે ચા પીને પાછા કામે લાગી જવું પડશે" કહેતા કહેતા બગાસા ખાતા ખાતા જાગે અને પાછ બોલ ેઃ "જન્મ જન્મના પુણ્‌યે પ્રોફેસરની નોકરી મળે -સુખ શાંતિની, આરામની; પણ એ જ રીતે અનેક જન્મોના પાપે પરીક્ષાના પેપરો તપાસવાનું ત્રાસભર્યું કામ સિક્કાની બીજી બાજુની જેમ વળગેજેવા નસીબ આપણા."

એક દિવસે તેમના ડોક્ટર પુત્ર-પુત્રવધૂ સવારે હોસ્પિટલ જતા જતા કહેતા ગયા કે "અમે કાલે ઓર્ડર આપીને આવ્યા છીએ એટલે આજે બપોર સુધીમાં ગોદરેજ કંપનીનો નવો મિરર અને લોકરવાળો કબાટ આવશે અને અમારા બેડરૂમનો કબાટ તમારા રૂમમાં ફેરવી અમારા બેડરૂમમાં નવો કબાટ મૂકશે-ગોઠવશે તો લેવલીંગ વિગેરેનું જરા ધ્યાન રાખજો." બપોર સુધી કોઈ કરતા કોઈ કબાટ લઈને આવ્યું નહિ એટલે પંડયા સાહેબ તો "એ લોકો કહે- કાલે મોકલીશું.અહી બારતમાં અને તે ય હૈદરાબાદમાં તો ’કલ પરસો’ એટલે ક્યારેય મોકલે.તેની રાહ જોવામાં મહામોઘીમૂલી બપોરની ઊંંઘ થોડી જ ત્યાગી દેવાય ? અને આવશે તો મૂકાવી દઈશું "કહેતા કહેતા પોતાના એ.સી બેડરૂમમાં, રસ રોટલી ખાઈ- ઝાપટીને જે સૂઈ ગયા તે સાંજે ડરોઈંગ રૂમમાં ચા પીને ફરી પાછા બપોરનો પેપર કરેક્શનનો ક્વોટા પૂરો કરવા બેસી ગયા.ચા પીને-પાઈને ઓછાબોલી પત્ની ક્યાંક શાકભાજી અને ગ્રોસરી ખરીદવા ચાલી ગઈ.

પેપરો તપાસતા તપાસતા સમય દોડતો રહ્યો અને ડોક્ટર પુત્ર-પુત્રવધૂ હોસ્સ્પિટલથી ઘરે પાછા આવ્યા તો તેમની સામે જોઈ પંડયા બોલ્યા; "તમારા ગોદરેજ શોરૂમવાળાએ કોઈ કબાટ- ફબાટ મોકલ્યો નથી. એમ કાલે કહે એટલે કાલે મોકલે જ એવું તે કાંઈ ઈન્ડિયામાં અને તે ય નવાબી શહેર હૈદરાબાદમાં તો બનતું હશે? આવશે કાલે પરમદિવસે."

ડોક્ટર પુત્ર-પુત્રવધૂ તરત પોતાના બેડરૂમમાં ગયા અને પછી પિતાશ્રી પ્રોફેસર પંડયાજીના બેડ રૂમમાં ય ગયા અને બહાર આવીને બોલ્યા; "વાહ,ભાઈ વાહ, તમારી બપોરની ઊંંઘ અને તમારો ’સિએસ્સ્ટા’.ચાર ચાર મજૂરો આવી, અમારા બેડરૂમનો કબાટ તમારા રૂમમાં ફેરવી, અમારા બેડ રૂમમાં નવો કબાટ મૂકી ગયા તોય તમને કોઈ ખળખળાટ ન સંભળાયો? ખરી છે તમારી ભરબપોરે પણ ઘસસાટ સૂઈ જવાની આદત.! આવો, જુઓ, કેવા જુના- નવા કબાટ બરાબર ગોઠવાઈ ગયા છે તે."

પંડયા તો જીને બેઉ બેડરૂમમાં ચક્કર મારીને પાછા આવ્યા તો પોતે પણ ચક્કર ખાઈ ગયા કે ભર બપોરે પોતે એવા તે કેવા ભર ઊંંઘમાં સૂઈ ગયા હશે કે ન મજૂરોનો બેલ સાંભળ્યો, ન તેમના નવા કબાટને લાવવાનો કે જુના કબાટને બીજા બેડરૂમમાંથી તેમના રૂમમાં લાવાનો કે નવો કબાટ એ રૂમમાં મૂકવાનો કોઈ અવાજ સુદ્ધા સાંભળ્યો !

બેઉ કબાટો જ તેમની ભરબપોરની વામકુક્ષીના મૂક સાક્ષી હતા.

૧૫. હિસાબ ચૂકતે

કેટકેટલું કર્યું છે મેં તમારા બધા માટે? ઘરે ઘરે ટ્‌યુશનો કરવા સવારના પાંચ વાગ્યાથી નવ વાગ્યા સુધી અને સાંજના સાડા ચાર વાગ્યાથી રાતના સાડા આઠ વાગ્યા સુધી આઠ આઠ કલાક સુધી વૈતરા કર્યા છે અને રોજ રોજ એક એક ઘરના પચ્ચીસ-ત્રીસ પગથિયા ઘસ્યા છે એ કેમ ભૂલી જાઓ છો ? કોલેજની કોમર્સ પ્રોફેસર તરીકેની રોજની છ કલાકની ડયૂટી તો જુદી. ત્યારે તમે બધા ડોક્ટર અને એન્જીનિયર બન્યા! "પિતાની આંખો ભૂતકાળમાં ઊંતરી મૂંગી વેદના વ્યક્ત કરી રહી હતી.આ વણબોલ્યો સંવાદ કોઈને સંભળાયો કે નહિ એ તો મૂંગી-બહેરી દીવાલો જ જાણે."

"તમને જન્મ આપ્યો, રાત દિવસના ઉજાગરા અને વૈતરા કરી મોટા કર્યા, ગરમ ગરમ રોટલીઓ, થેપલા, પરોઠા અને ભાખરી જમાડી સ્કુલ-કોલેજ મોકલ્યા એ બધું હવે ભૂલી ગયા?"માતા પણ ન સંભળાય એવી મૂક સંવેદના અભિવ્યક્ત કર્યા કરતી હતી.

"તમને વારંવાર ટિકિટો મોકલી અમેરિકા જેવા સ્વર્ગ સમાન દેશમાં તેડાવ્યા, બોલાવ્યા, સાચવ્યા, સંભાળ્યા, અને અંતે અમારી સાથે વારાફરતી રાખ્યા એ બધું ભૂલી જવાનું? તમારા માટે ભરપૂર કોશિશ કરી કરી મેડિકેડ અને મેડિકેર મેળવી કેટકેટલી વાર મોંઘા દાટ ઈલાજો કરાવી તમને મરતા બચાવ્યા એ કેમ ભૂલી જાઓ છો? ત્યાં ભૂખડીબારસ દેશમાં વધતી મોંઘવારીના ભરડામાં તો ત્યાંના લૂટતા રહેતા ડોકટરોનો ઈલાજ પણ તમે લોકો ક્યાંથી કરી-કરાવી શકત?" સામેથી પણ નવી પેઢીની મૂંગી સ્વગત ઉક્તિઓ ધાણીની જેમ ફૂટવા લાગી.

"અમે તો ત્યાં પણ ક્યારે ય બીમાર નહોતા પડતા અને અહીં તો મોટી ઉમરહોવાથી બીમાર પડીએ છીએ ત્યારે મફત થાય એટલે તમે અમારા ઈલાજો અને વરસમાં બે વાર મેડિલક ચેકિંગ કરવો છો અને સાવ મફતમાં મળતી મલ્ટી વિટામીનની ગોળીઓ ખવડાવ્યા કરો છો.અને અમને મળે છે એ સોશ્યલ સેક્યુરિટીના ડોલર લેતા રહી અમને રાખો છો, સાચવો છો એ કાંઈ અમારા પર ઉપકાર થોડો જ કરો છો? અમે તો તમને પોકેટમની આપતા અને સમય સમય પર વધારતા પણ રહેતા.તમે અમને શું આપો છો?" કોમર્સના પ્રોફેસર પિતાએ મૂંગોમંતર હિસાબ કિતાબ શરૂ કરી દીધો.

"આ તમને દર વર્ષે ભારતની અત્યાર સુધી તમારાથી ન થઈ શકેલ યાત્રાઓ કરવા મોકલીએ છીએ અને ત્યાં કરવાના ધર્માદા અને બીજા વહેવારિક ખર્ચાઓ માટે ભરપૂર રકમ સાથે આપીએ છીએ તેનો તો તમને કોઈ હિસાબ જ નથી ? તમને મંદિરમાં, ક્યાંક કોઈના ઘરે થતી સત્યનારાયણની કથાઓમાં મૂકવા માટે ડોલર ડોલર તો આપીએ જ છીએ. સીઝન પ્રમાણે ગરમ સ્વેટ- સુટો,સ્વેટરો, અને સૂતરાઉ કપડા,બૂટ- ચપ્પલ, જેકેટ-ગ્લોવ્સ વી.શું શું નથી અપાવતા? અંડર- ગાર્મેન્ટ્‌સ તો જરૂર પડયે તાત્કાલિક અપાવીએ છીએ. તમારા રૂમમાં મૂકાતા ટૂથ પેસ્ટ,શેમ્પૂ ,સાબુ બધું સાવ મફત થોડું જ આવે છે?" નિરૂત્તર કરી દે એવા ઉત્તર-પ્રત્યુત્તરની તડાફાડી ફૂટતી રહી.

"અમે પણ તમને ખેંચાઈ ખેંચાઈને યુનિફોર્મ, દશેરા-દિવાળી પર નવા નવા કપડા સિવડાવતા જ હતાને? મેડીકલમાં ગયા તો એપ્રન, સ્થેટસ્કોપ, શર્ટ -પેન્ટ, સૂટ- બૂટ નહોતા અપાવતા ?"

મૂંગા બહેરાઓની સ્કુલ હોય તેમ ચુપચાપ વણબોલી વાણી હૈયાહોળીની જેમ પ્રગટ્‌યા કરતી.

"અને તમે તમારા ત્યારના દિવસોના વૈતરાઓની વાતો સંભળાવ્યા કરો છો તે અમે અહીં ઘાસ કાપીએ, સ્નો કાઢીએ, ઘરમાં રજાના દિવસોમાં વેક્યુમ કરતા રહીએ, બાથરૂમ ટોયલેટો સાફ કરતા રહીએ છીએ એવી ગદ્ધામજૂરી તમારે ક્યાં કરવી પડતી? ત્યાં તો ઘાટી કે કામવાળી હોય જ હોય.અહીં તો અમે જ ઘાટી અને અમે જ કામવાળા. તમે વહેલી સવારથી ટયુશનોમાં બિઝી રહેતા તો જોતા નથી અમે પણ કેવા રઘવાયાની જેમ ગમે તેવી પ્રતિકૂળ સીઝનમાં પણ ભાગ-દોડ કરતા આઠ આઠ કલાકના જોબ કરવા નીકળી પડીએ છીએ." પોતપોતાના તાનમાં દરેક પક્ષ પોતાની વ્યથાકથા પોતપોતાની રીતે મેગ્નિફાય કરીને કરીને કહી રહ્યો હતો.

"તમને તો અમે ભાવતું ભાવતું જમાડતા અને અહીં તો તમારી લેફ્ટોવર લંચ-ડિનરથી અને મંગાવાતા પીઝા-સબવેથી તો હવે અમને ઉબકા આવે છે. ત્યાંનો ફ્લેટ પણ તમે વેચાવડાવી નંખાવ્યો છે એટલે ત્યાં જીએ તો ય અમે રહીએ ક્યાં ? અને તમને અમેરિકા મોકલવામાં અમારી પ્રોવિડન્ટ અને ગ્રેચ્યુઈટીની બચત તો ચટણી થઈ ગઈ હતી એ કેમ ભૂલી જાઓ છો?" બહેરના ય કાન ખુલી જાય તેમ બૂમ-બરાડા સાથે બોલવા ઈચ્છતા સંવાદને તેઓ મનમાં જ ગળી ગયા. પોકારીને બોલી ન શક્યા.

નવી પેઢીની મજબૂરી પોતાની રીતે મૂક અરણ્‌યરૂદન કરવા લાગીઃ"તમને તો અમે સાચવીએ-સંભાળીએ છીએ; પરંતુ અમને તો અમારા બાળકો ન મળવા પણ આવશે કે ન સાથે રહેવાય બોલાવશે!.આ તો પેઢી દર પેઢી બધો સમય સમયનો ખેલ-તમાશો છે. રમત રમાડે રામ જેવો તાલ છે.ભારતમાં ય ઘરડાઘરોમાં માબાપને મૂકી દેવામાં આવે છે."

માબાપની વાણી આ અંતિમ વિધાન સાંભળી અવાક થઈ ગઈ, અવાચક થઈ ગઈ, શાંત થઈ ગઈ.

અને એ મૂંગી વાણી મનમાં જ હિસાબ-કિતાબનો ફેંસલો કરી લઈ વિચારવા લાગીઃ"હિસાબ ચુકતે. બેલેન્સશીટ ટેલી થઈ ગયું" .મૂંગા ખેલ- તમાશાનો અંત આવી ગયો.

(સમાપ્ત)

૧૬. છૂમંતર

નિવૃત્ત શિક્ષક નિરંજનભાઈ "દુશ્મનને ય ન આવે આવી બીમારી "એમ મનોમન કહેતા, ડોક્ટરપુત્રની રોજ રોજની, રાત દિવસની, સેવા લઈ લઈને થાકી ગયા હતા. સાથે જ સાથે પોતાને મહા ભાગ્યશાળી પણ સમજી-અનુભવી રહ્યા હતા કે જયારે બીજા ત્રણ ડોક્ટર દીકરાઓ વિદેશભેગા થઈ ગયેલા, ત્યારે આ ડૉ.ચેતન માનવસેવા કરવા, દેશસેવા કરવા, વિદેશગમનની સહજ સુગમ તકને છોડીને પણ, ક્દાચ પોતાની આવી એકાએક આવી ઊંભેલી ભયંકર બીમારીમાં સેવાચાકરી કરવા જ, અહીં દેશમાં રોકાઈ ગયો હશે, એમ તેમનું અંતર્મન કહી રહ્યું હતું.

ચાર ચાર પુત્રો મૂકી, જોતજોતામાં ગેલપિંગ બ્લડ કેન્સરથી ગ્રસિત પીડિત પત્ની રંજનબાના, સ્વર્ગે જતા પહેલાના, અંતિમ સંદેશ જેવા આખરી શબ્દોને બરાબર યાદ રાખી રાખી, તેમણે હવે અનેકગણા મોંઘા થઈ ગયેલ તેના પીયરથી આવેલ સોના-હીરાના ઘરેણા વેચી વેચીને ય ચારે ય દીકરાઓને ડોક્ટર બનાવ્યા,તેનો તેમને ભરપૂર સંતોષ રહ્યા કર્યો. પોતે તો જિંદગીભર પંતુજીગીરી કરી કરીને અને ઘરમાં જ ટ્‌યુશન ક્લાસો ચલાવી ચલાવીને ય ચારે ય દીકરાઓને ડોક્ટર તો બનાવ્યા જ બનાવ્યા. બીજો સંતોષ તેમને એ બાબતનો હતો કે પત્નીએ કહ્યા છતાંય અને એકની એક બહેના કે જ્જ્ઞાતિના આગ્રહ છતાંય તેમણે બીજા લગ્ન ન કર્યા તે ન જ કર્યા. દીકરાઓને ઓરમાન માની ભેટ તેઓ કોઈ સંજોગોમાં દેવા નહોતા માંગતા. એ એકની એક વિધવા બહેને બાળકોને સાચવવાની - સંભાળવાની સંપૂર્ણ જવાબદારી સુપેરે પાર પાડી. પોતે પણ ઘરે જ ટ્‌યુશન ક્લાસ ચલાવતા રહેતા હોવાથી દીકરાઓને પોતાનું પ્રેમભર્યું સાન્નિધ્ય-સામીપ્ય પણ સતત આપતા જ રહ્યા. જરૂર પડયે તેમને સાફ કરવાનું અને નવડાવવા -જમાડવાનું કાર્ય પણ માની જેમ કરી લેતા.

એ ત્રણે ય અમેરિકાભેગા થઈ ગયેલા દીકરાઓ, ત્યાંને ત્યાં જ સાથે ભણેલી અને સાથે જોબ કરતી અમેરિકન સિટિઝન છોકરીઓને પરણી જી, કાયમ માટે ત્યાં જ સેટલ પણ થઈ ગયા.સિદ્ધાંતવાદી પિતાએ તેમની પાસે ક્યારે ય એક ડોલર સુદ્ધા માંગ્યો-મંગાવ્યો નહિ અને એ લોકોએ સાચો ખોટો વિવેક પણ કર્યો નહિ.આ નાનકો ડોક્ટર દીકરો ચેતન અને તેની ભલી- ભોળી ડોક્ટર પત્ની ચેતના જ તેમના માટે શ્રવણની કાવડ સમા બની ગયા હતા.પરંતુ પાછલી ઉમરે ફિશ્ચુલા જેવી ભયંકર ત્રાસદાયી બીમારીનો ભોગ બની તેઓ દુખી દુખી થઈ ગયા."ભોગ મારા કે મને આવી બીમારી આવી."ડોક્ટર દીકરાએ પોતાના સર્જન મિત્ર મારફત તેમના ફિશ્ચુલાની સર્જરી તો કરાવી;પણ એક થી વધુ વાર ટબમાં બેસી બેસી, પરાણે પરાણે કૂદકા મારતા રહેવા જેવું કરી, ’સિત્ઝ બાથ’ માટે, તેમને હોસ્પીટલમાં સર્જને અને તેના સાથીદારે ટ્રેઈનિંગ આપેલ હોવા છતાંય તેમને તે ન ફાવતા, દીકરો ચેતન તેમને ટબમાં બેસાડી એ અઘરી પ્રેક્ટિસ કરાવતો રહ્યો ને પછી તરબૂચની ફાડ જેવા ઘા પર પાટાપિંડી પણ કરતો રહ્યો અને અનેક વાર અકસ્માત થઈ જતી ગંદગીને સાફ કરતો રહ્યો .ક્લિનિક ઘરની નજીક જ હોવાથી ફોન કરીને બોલાવે કે તરત દોડીને આવી ટબમાં બેસાડવાનું,’સિત્ઝ બાથ’ની પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી હાજર રહી અંતે સાફ સફાઈ કરી,બેન્ડેજ કરી પાછો "જરૂર પડે તો ફરી મને બોલાવજો.શરમ- સંકોચમાં ના રહેતા"એવું પ્રેમભાવે કહીને ક્લિનિક જાય એવો દીકરો તો શ્રવણને ય બે કદમ પાછો પાડી દેનાર કહેવાય, એમ તેમનું મન સતત કહ્યા કરતુ.પૂરા એક દોઢ મહિના સુધી આ નેચરલ હીલિંગ પ્રોસેસ ચાલ્યો અને આમ રોજના અસંખ્ય ધક્કા ખાનાર,દોડાદોડ કરનાર આ ડોક્ટર દીકરાને તેઓ સાક્ષાત ભગવાન જ માનવા લાગ્યા અમેરિકાવાસી દીકરાઓ કેવળમાત્ર પૂછવાના વિવેક ખાતર ફોન કરે અને છેલ્લે એમ જ કહે કે "કોઈ કોઈનું દુખ તો ક્યાંથી લઈ શકે?અહીં આનો વધારે સારો ઈલાજ થાય;પણ મોંઘો ડાટ હોય.ત્યાં સારૂં છે સસ્તામાં સીધપૂરની જાત્રાની જેમ પતી જશે.ચેતન અને તેની વાઈફ ત્યાં છે અને તેમની ઓળખાણ પણ બહુ બધી હોય એટલે જરાય વાંધો નહિ આવે..ટેક કેર."

વિવેકના આ મીઠા- કડવા શબ્દો મૂંગે મોઢે ગળી જી તેઓ ચેતન સામે જોઈ બોલી ઊંઠ્‌યાઃ"તું ન હોત તો મારૂં શું થાત?તેં જે કર્યું છે- મારા માટે -એ તો કોઈ કોઈના માટે ન કરે.મારી સાફ સફાઈ પણ તેં હોંસે હોંસે,હસતા મોઢે કરી છે.મને શરમ આવે છે બેટા!"

"બોલતા જ નહિ બાપુજી!તમે તો જીવનભર વિધુર રહેવું પસંદ કરી, અમારા ચારેયની નાનપણમાં સાફ સફાઈ કરી છે અને અમને ભણાવી ગણાવી મોટા ડોક્ટર બનાવ્યા છે એ ભૂલી જીએ તો અમે નગુણા જ કહેવાઈએ ને?"

ડોક્ટર દીકરાના આવા પ્રેમાળ શબ્દો સાંભળી બાપ નિરંજનભાઈનો દુખાવો અને દુખ બેઉ,પોતે જ દુખી દુખી થઈ, છૂમંતર થઈ ગયા.બાપના મનને ટાઢું ટાઢું લાગવા માંડયું.

(સત્યઘટનાત્મક વાર્તા)

સમાપ્ત

૧૭. ભવે ભવ

"તું મને ન મળી હોત તો મારૂં શું થાત તેની હું કલ્પના જ નથી કરી શકતો.. હું જયારે તને પરયો ત્યારે તો મારા મનમાં એમ જ થયા કરતુ કે આ પાંત્રીસ વર્ષની મોટી ઉમર સુધી અપરિણીત રહેલી કુંવારી કન્યા મારો અને મારા બે દીકરાઓનો સંસાર કેવી રીતે ચલાવશે? ઘરભંગ થયેલ મારા જેવા વિધુરનો સંસાર કેવી રીતે રોડવશે? પણ તેં તો મારો સંસાર ઘણી સારી રીતે,સુપેરે ચલાવ્યો, ઉજાળ્યો,સુધાર્યો અને આપણું જીવન જીવવા જોગ ધન્ય ધન્ય બનાવ્યું....અને દીકરાઓ જયારે મોટા થઈ, દુશ્મન બની ઘરમાલિક બની,આપણને તગેડી દઈ રઝળતા કરતા ગયા -અને એ ય જયારે મને પક્ષાઘાત થયો એ સમયે - તેં પોતાના ઘરેણા વેચીને ય ડિપોઝિ ટ આપી ભાડાનું ઘર લઈ,મારી સારવાર કરી-કરાવી,મારી સરસ મઝાની સંભાળ રાખી ...... આવું તો આ જમાનામાં કોઈ કરતા કોઈ ના કરે..... હું તો પ્રભુને પ્રાર્થું છું કે ભવો ભવ તું જ તું મને મળતી રહે અને બને તો હું તારી આ સેવા-દરકારના ઉપકારનો બદલો કોઈ રીતે ચૂકવી શકું". અશ્રૂભીની આંખે,ગળગળા સ્વરે,હિબકતા હૈયે હરીશ આટલું બોલી આંખો લૂછવા લાગ્યો.

અને આ કેવળ માત્ર શબ્દો નહોતા.હૃદયની લાગણીઓ બોલી રહી હતી,મનની અનુભૂતિઓ સ્વર પામી રહી હતી.

પ્રસન્નને બરાબર યાદ હતું કે કેવી રીતે પહેલા દિવસથી જ નર્સનું કામ કરતી પાર્વતીએ બેઉ બાળકોને પોતાના કરી લીધા હતા.પોતે તો શિક્ષક હોવાથી સ્કુલ અને સવાર સાંજના ટ્‌યુશનોમાં એટલો બધો વ્યસ્ત રહેતો હતો કે આખો દિવસ ઘરકામ,સરસામાનની ખરીદી,નર્સનો જોબ -આટલી બધી જવાબદારી પત્ની પાર્વતી કેવી રીતે સાંભળી શકતી હશે, એ તેની કલ્પના બહારનું હતું.વહેલી સવારે જાગી,ઘરકામ પતાવી,ચાપાણી નાસ્તો વી.કરી-કરાવી નાહી- ધોઈ રસોઈ-પાણી ની શરૂઆત કરી દેતી.દસ વાગ્યે તો સહુને જમાડી, પોતાનું લંચ લઈ એ સરકારી હોસ્પિટલ ભેગી થઈ જતી અને તે ય સાયકલ પર.સાંજે છ વાગ્યે આવીને તરત ખુશી ખુશી સહુને ભાવે એવું ગરમાગરમ સહુને ભાવતું ભાવતું સ્વાદિષ્ટ ખાવાપીવાનું રાંધવાસીંધવામાં પડી જતી.તેના ચહેરા પર કંટાળો,ત્રાસ કે થાકનો અણસારો ય જોવા ન મળે. આ બધું પ્રસન્નને કોઈ જૂની જોયેલી ગમેલી ફિલ્મની જેમ અત્યારે સ્પષ્ટ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.

તેને એ પણ દેખાવા લાગ્યું કે લોન લઈ લઈને તેણે બેઉ દીકરાઓને ડીગ્રી સુધી ભણાવ્યા અને બેઉ પોતાની પસંદગી પ્રેમિકાઓ સાથે પરણી, બાપદાદાનું મકાન પચાવી પાડી તેમને -માબાપને તગેડી દઈ નવા જમાનાનું પોત પ્રકાશવા લાગ્યા.અને એ પણ ત્યારે જયારે તેને લકવાનો અણધાર્યો જોરદાર અટેક આવ્યો.,પોતાની બીમારીથી પોતે હે રાન-પરેશાન અને પરાધીન થઈ જવા લાગી ગયેલો ત્યારે.સબસે ’ઊંંચી સ્વાર્થ સગાઈ’ જેવું સંબંધોનું સમીકરણ કે અવમૂલ્યન થતું જોઈ તે દુખી દુખી થઈ ગયો.

એવી વિકટ સ્થિતિ-પરિસ્થિતિમાં પ્રેમાળ પત્ની પાર્વતી તેના માટે જે સેવા સમર્પણ કરવા લાગી ગયેલી એ તો તેનાથી જન્મ જન્મ સુધી ભૂલાય નહિ એવો અભૂતપૂર્વ અનુભવ હતો..પોતાના હાથે જમી પણ ન શકાતું હોવાથી પાર્વતી તેને ભોજ્યેશુ માતાની જેમ કોળિયે કોળિયે જમાડતી,હાથ દોરીને આમથી તેમ લઈ જતી,હાથ ધોવડાવી ડેન્ચર સુદ્ધા સાફ કરી દેતી.. પોતે તો ચશ્માં પણ જાતે ન પહેરી શકે એટલો પરાધીન થઈ ગયેલો.રાતે સૂવડાવીને ચાદર પણ પાર્વતી જ ઓઢાડતી,રાતે જાગી જાય તો બાથરૂમ પણ લઈ જતી,તરસ લાગે તો બાજુમાં જ મૂકેલો ગ્લાસ પણ મોઢે માંડી ધીરે ધીરે પ્રેમથી પીવડાવતી.આટલું તો ઠીક, ગંદામાં ગંદુ એવું તેને પખાળવાનું કામ પણ વગર સૂગે કરતી.બ્રશ કરાવી,નવડાવી- ધોવડાવી,શરીર-માથું લૂછી કપડા પણ પહેરાવી દેતી.ચા પણ મોઢે રકાબી મંડાવી તેને પીવડાવીને પછી જ પોતે પીતી.અને આ બધી સેવા હસતા મોઢે,હોંસે હોંસે,પ્રફુલ્લ મને પાર્વતી કરતી એ જોઈ તે પોતાને બડભાગી માનવા લાગી ગયેલો.તેના હાથ-પગના નખ કાપવા સુધીની કાળજી તે રાખતી.તેના મને એ બીજી સાવિત્રી જ હતી જેણે મૃત્યના મોઢામાંથી તેને સ્ટ્રોકના હુમલા પછી તાત્કાલિક હોસ્પિટલ લઈ જી અને સતત એકધારી સેવા ચાકરી કરી તેને જીવતો જાગતો રાખ્યો હતો તેના જીવનનું એક માત્ર મિશન હોય તો તે કેવળમાત્ર સ્વામીનાથ પ્રસંનને પ્રસન્ન રાખવાનો, જીવતો રાખવાનો,ખુશ ખુશ રાખવાનો,આનંદનું અમૃત પતા રહેવાનો.

પાર્વતી, ત્રુટક ત્રુટક શબ્દોમાં પતિનું રડતું હૈયું સાંભળી સાંભળી એકલી એકલી એકાંતમાં રડી લેતી.પણ પ્રસન્નની સામે તો હસી હસીને જ હરે ફરે, સસ્મિત વદને જ તેને રાજી રાજી રાખે.’પતિ પરમેશ્વર’ની લુપ્ત થતી ભારતીય ભાવના તેના રોમ રોમમાં,તેના અણુ અણુમાં,તેના શ્વાસ શ્વાસમાં ઝળકતી જોઈ પ્રસન્ન વિચારતો કે "કયા જન્મે આ સેવાનો બદલો હું ચૂકવી શકીશ?" તેની વાર્તાઓ અગાઉ તો સારા અક્ષરે પ્રેસ કોપી બનાવી જુદા જુદા સામયિકોમાં મોકલી પ્રકાશિત કરાવી દેતી પત્ની પાર્વતી તો તેના માટે સાક્ષાત સરસ્વતી સ્વરૂપ બની જતી એ પણ તે કેમ કરીને ભૂલે? અને હવે તો અત્યારે જયારે પોતે લખવા જ સક્ષમ ન રહ્યો ત્યારે પોતે ડિક્ટેટ કરી-કરાવી વાર્તાઓ લખાવડાવે ત્યારે કેટલી ધીરજ અને શાંતિથી એ મોતી જેવા સુંદર અક્ષરોમાં એ વાર્તાઓ લખી લે, પ્રકાશિત કરાવી દે એ અનુભવ તો તેને જીવવા માટે સંજીવની સ્વરૂપ દેખાવા- સમજાવા લાગયો.

અને વચમાં વચમાં માથું,વાળ,ગાલ પર પ્રેમપૂર્વક તેનો સુંવાળો હાથ પસારે ત્યારે તો એ મધુર સુંવાળા સ્નેહાળા , હુંફાળા સંસ્પર્શનો તો સુખદ અનુભવ તેને પુલકિત પુલકિત કરી મૂકતો.તે પોતે પણ પ્રયત્નપૂર્વક તેનો આંખોથી જ સ્પર્શ- સુખ માણી લેતો કારણ કે તેના હાથ,પંજા, આંગળા નિર્જીવ થઈ ગયા હતા.સ્પીચ- થેરપી સફળ થઈ હોવાથી બોલી શકાતું હતું એ જ સુખનો એક માત્ર આધાર કહો તો આધાર અને જીવવા માટેનું એક માત્ર મનગમતું કારણ કે બહાનું જે કહો તે હતું.

પતિની આવતા જન્મે પોતે કરેલી સેવાનો બદલો વાળવાની વિચિત્ર વાત સાંભળી પાર્વતી બોલી ઊંઠીઃ" આવું અશુભ અશુભ કેમ બોલો છો? શુભ શુભ બોલો.મને આવતા જન્મે તમારા જેવી પરાધીન બનાવી મારી સેવા કરવાનો ગંદો વિચાર પણ તમને કેમ કરીને આવ્યો? હા,ભવે ભવે ભવ આપણે જ જીવનસાથી બનીએ એ સપનું સાકાર થાય એ મને સ્વીકાર્ય છે.પણ આપણે બેઉ આવતા ભવે, સારા માનવતાવાદી ડોકટરો બની આવા પરાધીન બીમારોની સેવા કરી સુખી સુખી થઈએ એ જ મને સો ટકા મંજૂર છે."

પાર્વતીની ભવે ભવ જીવનસાથી બની માનવસેવા અર્થે જન્મવાની ભાવના પ્રસન્નને પ્રસન્ન પ્રસન્ન કરી ગઈ.

(સમાપ્ત)

૧૮. સ્થિતિ-પરિસ્થિતિ

દિવ્યા નામને દીપાવે -શોભાવે એવી જ હતી -દિ વ્યા, એકદમ આકર્ષક, અનુપમ સૌન્દાર્ય્‌વતી,નીતરતા લાવણ્‌યભરી.એ જમાનામાં ધૂમ મચાવી રહેલી -’કાશ્મીર કી કલી;મૂવી જોઈ જોઈ બધા તેને બધા તેને ’કાશ્મીરની કલી ’ કહી તેના મોહક રૂપને બિરદાવવા લાગી ગયેલા.

તેના જેવા સુંદર, દેખાવડા એવા તેના પ્રેમી દિવ્યેશ સાથે હરતી ફરતી જોઈ સહુ સહજ ભાવે કહી ઊંઠતા :"આને કહેવાય ’રબને બના દી જોડી’.બેઉ એવા તો શોભે છે કે બસ જાણે ’મેઈડ ફોર ઈચ અધર’." રામને જોઈ ’રામ સીતાની જોડી’ માટે મંગલ મનોકામના કરતા અયોધ્યાના નારી- સમુદાયની જેમ તેમના મિત્રવર્ગમાં સહુ કોઈ આ બેઉની જોડી લગ્ન બંધનથી સરસ અને સુપેરે જોડાઈ જાય એવી વિશફુલ થિન્કિંગ કરતા રહેતા.

દિવ્યેશ ગુજ્જુ હતો અને દિવ્યા પંજાબી.

દિવ્યેશ અમદાવાદથી ડોક્ટર પિતાના ડોનેશનથી મનિપાલ ભણવા આવેલો. ફ્રૂટ અને ડરાય ફ્રૂટના આયાત -નિયાતના વેપારમાં ધૂમ કમાતા પિતાએ પણ ડોનેશનથી પુત્રી દિવ્યાને કાશ્મીરથી મેડિકલનું ભણવા માટે મનિપાલ મેડિકલ કોલેજમાં દાખલ કરી હતી.મુંબઈ એરપોર્ટથી મનિપાલ જતા જતા જ બેઉની નજર ચેક ઈન કરતા કરતા અને બોર્ડીંગ પાસ લેતા લેતા જ મળી ગઈ અને પાસે પાસેની સીટ મળી એટલે વાતો કરતા કરતા બેઉના મન પણ મળી ગયા.નવા સ્થળે,નવા વાતાવરણમાં,નવી અવનવી મેડિકલ કેમ્પસમાં આ શરૂની જાન -પહચાન તેમના હૈયામાં સ્નેહની વાદળી બની વરસી ગઈ.પછી તો એક જ બેચમાં હોવાથી પ્રેક્ટિકલમાં પણ ભેગા જ ભેગા હોવાથી સતત સુખદ સ્નેહાળ સહવાસનો આનંદ બેય નિત્યપ્રતિ ભરપૂર માણતા.લાયબ્રેરીમાં અને લાયબ્રેરીની બહારની વિશાળ લોબીમાં અને સીડીઓ પર બેઠા બેઠા તેઓ ગુટર ગુટર કરતા રહેતા, એ તો સહુ કોઈનો કાયમ નજરે પડતો અનુભવ હતો.પ્રોફેસરો પણ તેમના પરસ્પર સ્નેહની સરાહના કરતા.ગુજરાતી માતા પિતાને પુત્ર દિવ્યેશ પંજાબી દિવ્યાને પરણે તેમાં કોઈ વાંધો ન હતો અને પંજાબી માતાપિતાને પણ પોતાની લાડકી દીકરી ગુજરાતી દિવ્યેશને પરણે તેની ખુશી જ ખુશી હતી.મેડિકલના પાંચ વર્ષો પૂરા થયા,એક વર્ષની ઈન્ટર્નશિપ પણ પૂરી થઈ અને બન્ને લગ્ન કરી, એફ.આર.સી.એસ કરવા લંડન પહોંચ્યા.

લંડનમાં તેમને અભ્યાસ પૂરો થતા જ સારો જોબ પણ મળી ગયો.મીલિનિયમ વર્ષમાં બેલડી પુત્રીઓને જન્મ આપી દિવ્યાએ દિવ્યતાનો અનુભવ કર્યો.તેમના માતા પિતા પણ વારાફરતી તેમની અને નવજાત ઢીંગલીઓની મદદે હોંસે હોંસે આવ્યા અને દિવ્યા -દિવ્યેશે બેઉ પુત્રીઓના નામ પણ મિલી અને નિમ્મી રાખ્યા.

તેમનું જીવન ધન્ય ધન્ય,ખુશ ખુશાલ,મસ્ત,મોજીલું,રંગીન રંગીન ચાલતું હતું ત્યાં એક કારમાં અકસ્માતમાં દિવ્યેશ ઈશ્વરને વહાલો થઈ ગયો.દિવ્યાએ મજબૂત મનોબળ સાથે પોતાના જોબ અને પુત્રીઓના ઉછેરની જવાબદારી સરસ રીતે જાળવી લીધી.સમય,જરૂરત અને પરિસ્થિતિ પોતમેળે પ્રતિકૂળતાને સાનુ કૂળતામાં પરિવર્તિત કરવાનું શીખવી દે છે.તેના સુખી સંપન્ન માતાપિતાએ તેના માટે વરલી એરિયામાં સરસ મઝાનો ફ્લેટ ખરીદી તેને ભેટ આપ્યો અને દિવ્યેશના માતાપિતાએ પોતાની બચત બેઉ ઢીંગલીઓના નામે તેમને વયસ્ક થતા જ મળે તેવી બચત યોજનામાં ઈન્વેસ્ટ કરી દઈ ધન્યતાનો અને કૃતકૃત્યતાનો અનુભવ કર્યો.

બેઉ પુત્રીઓ મોટી થઈ પોતાની ઈચ્છાનુસાર પરણી જી, એક લંડનમાં અને બીજી કેનડામાં સેટલ થઈ ગઈ.બેઉના પતિ ખ્રિસ્તી હોવાથી દિવ્યાને તેમની સાથે રહેવાનું ન ફાવતા, તે વતનમાં પાછી ફરી અને વરલીના ફ્લેટમાં શાંતિથી રહેવા લાગી.પૂરા સમર્પ્િાત ભાવથી,નિષ્ઠાપૂર્વક,અત્ર તત્ર સર્વત્ર પ્રત્યેક જરૂરતમંદને પોતાની મેડિકલ નિઃશુલ્ક સેવા આપી તે પોતાનો સમય અને પોતાના આવડતભર્યા અનુભવનો લાભ પ્રેમપૂર્વક અને ઉત્સાહભેર આપવા લાગી.તેની માનવસેવા માટે તેને ’ભારતરત્ન’નો એવાર્ડ પણ મળ્યો. તેનો ફ્લેટ મોટો હતો.મોટી પહોળી બાલ્કનીમાંથી સમુદ્ર અને આકાશની સમાંતર રેખાઓને જોતી તે પોતાના વ્યસ્ત જીવનને ધરતીના ધબકારની જેમ ટ્રાફિકની દોડધામ જેવું જ અનુભવતી રહેતી.દિવ્યેશને ગુમાવ્યા પછીનું તેનું જીવન લાગણીઓની,અનુભૂતિઓની,વિચારોની ધમાલીટ્રાફિક દોડધામ જેવું જ તે બની ગયી હતું..

તે વિચારતી કે તેની પાસે શું નથી? લક્ત્રી કાર છે,લક્ઝિયરસ વિશાળ ફ્લેટ છે,ભરપૂર પૈસો છે,ચોતરફ માન -મર્તબો છે,સમય પસાર કરવા માટે ટી.વી છે,આઈ-પેડ છે,સેલફોન છે,દીકરીઓ સાથે ફેસટાઈમ કરાય છે, જનસેવા કરવા માટે મેડિકલ અનુભવ છે.પરંતુ તો ય જાણે કશું કરતા કશું નથી એવો તેનો થતો દુખદ,ત્રાસમય,એકલતાભર્યા એકાંતમાં રડાવી મૂકતો,ગૂંગળાવી મૂકતો,મૂંઝાવી મૂકતો મૂંગો- બહેરો અનુભવ, ડોક્ટર હોવા છતાં તેનામાં હતાશાનો,નિરાશાનો,ડીપ્રેશનનો ઝબકારો લાવી દેતો.તેના ડીપ્રેશનની હકીકત જાણી પુત્રીઓએ બહુ આગ્રહ કરી તેને તેમની પાસે વિદેશ ખાતે બોલાવી- તેનું મન પ્રસન્ન કરવા.તેના માટે બિઝનેસ ક્લાસની ત્રણ મહિનાની ટિકિટ પણ મોકલીપણ બિઝનેસની પક્ન્ગ જેમ લાંબી થતી બર્થપર પણ તે

અસ્વાથ જ અસ્વસ્થ જ રહી,પૂરી સફરમાં તે નામનું ય ઊંંઘી ન શકી,સફરમાં જેકકીિ જ જેકકીિ કરતી રહી.આંખો ભારે થઈ ગઈ,માથું ભારે થઈ ગયું,હૈયું ભારે થઈ ગયું. કુશાંદે રાજી નીચે પણ એ પોતાને ગૂંગળાતી અનુભવતી રહી. છોડેલા મુંબઈનો,મુંબઈના ફલેટનો વિચાર કરતા તે ચિંતામાં પડી ગઈ. તેની ગેરહાજરીમાં તેની વિશ્વસનીય ઘાટણ હીરાબાઈ તેની ગેરહાજરીમાં- ત્રણેક મહિનાના વિદેશગમનના ગાળામાં- ફ્લેટ તો બરાબર જોશે-સાચવશે -સંભાળશે તો ખરી? તેને રહેવા માટે દિવ્યાએ ફ્લેટ તેને જેમ પોતે હોય અને તેની સાથે રહેતી હતી તે જ પ્રમાણે અને તેટલી તેમજ પૂરી સગવડો અને પૂરતા રૂપિયા સાથે જવાબદારીપૂર્વક સોંપ્યો હતો.

હજી તો તે વિદેશ પહોંચી ન પહોંચી ત્યાં તો ત્રીજે જ અઠવાડિયે તેને મુંબઈ હાઈકોર્ટની નોટીસ મળી કે "તમારા ફ્લેટમાં કોલગર્લનું કૌભાંડ પકડાયું છે અને તમારી સાથીદાર -ભાગીદાર હીરાબાઈ અને તમારો લાલ નામનો દલાલ પકડાઈ ગયો છે અને હાલ એ બેઉ જેલમાં છે.પકડાયેલી લલનાઓ પણ જેલમાં જ છે.પકડાયેલા ગ્રાહકો જામીનથી છૂટી ગયા છે.તમારો ફ્લેટ હાલમાં કોર્ટ કસ્ટડીમાં છે.તમને આ નોટીસ મળે ત્યારથી એક મહિનામાં સત્વરે હાજર થવાની તમને તાકીદ છે. હીરાબાઈએ કોલગર્લનો આ ધંધો તમારી મરજીથી,તમારા હુકમથી,તમારી ગેરહાજરીમાં પણ ચલાવ્યો છે, એમ તેનું સ્ટેટમેન્ટ છે.તમારા નામે પણ વોરંટ જારી કરવામાં આવ્યું છે." બેઉ દીકરીઓ તો ચોંકી ગઈ ,જમાઈઓ પણ ચમકી ગયા અને દિવ્યા તો ડીપ્રેશનના જબરા અટેકમાં આવી જતા એક સરખી રડવા લાગી ગઈ.એક દીકરી-જમાઈ તેને લઈ મુંબઈ પહોંચ્યા તો જામીન મેળવી, જેલ જવાનું તો બચાવ્યું.પણ રહેવા માટે હોટલનો આશરો લેવો પડયો.દિવ્યાને એકએક વર્ટીગોની અસર થઈ ગઈ,કાનમાં બહેરાશ આવી ગઈ,આંખોમાં ઝાંખપ આવી ગઈ અને જોતજોતામાં તે એકાએક વૃદ્ધા જેવી બની ગઈ.કેસ તો કોર્ટમાં ચાલ્યા જ કરે અને મળે તો ય એ ફ્લેટમાં રહેવા દિવ્યા મનથી -તનથી કોઈ હિસાબે તૈયાર ન હોવાથી, તેને મુંબઈના બદલે નાસિકના એક ’સીનિયર લિવિંગ શાંતિ સદન’માં દાખલ કરી દીધી.કેસ લડવા માટે એક નામાંકિત વકીલ રોકી લીધો.પણ કોર્ટ કોને કહે? દિવસો,મહિનાઓ,વર્ષો વીતી શકે તેમ લાગતા બેઉ .

દીકરી-જમાઈ તો ગણતરીના દિવસોની જ રજા લઈને આવેલ હોવાથી, પરત અમેરિકા ચાલ્યા ગયા.બીજા દીકરી-જમાઈ પણ આવી, તેને મળી-જોઈ કોર્ટના લાસડિયાપણાથી કંટાળી-ત્રાસી પાછા ચાલ્યા ગયા.દિવ્યા મનની સાથે તનથી પણ નબળી પડતી ગઈ.

હવે તેની ચાલપણ ઢીલી પડી ગઈ,તેનો અવાજ પણ ધ્રૂજવા લાગ્યો.શાંતિસદનનો પાર્ટ ટાઈમ ડોક્ટર દિવ્યાને ઓળખી ગયો કારણ કે તે પણ તેની સાથે જ મનિપાલની મેડિકલ કોલેજમાં ભણેલો હતો.બધી હકીકત જાણી અને કાશ્મીરની કલી ને મુર્તયેલી જોઈ તે મનોમન બબડી ઊંઠ્‌યોઃ" સ્થિતિ -પરિસ્થિતિ કોઈને ક્યાંથી ક્યાં પહોંચાડે -પછાડે છે તેનો તો જવાબદારીથી ભાગતા ભગવાનને ય અંદાજો ક્યાં હોય છે?"

(સત્ય કથા)

૧૯. મરણમૂડી

એક બહુ જાણીતી અને લોકપ્રિય એવી ’ યાત્રાધામ ટૂર એન્ડ ટ્રાવેલ કંપની’ની દિલ્હી સ્ટેશનેથી જ ત્રણ ત્રણ બસો ભાવિક યાત્રીઓને લઈને સીધી બદ્રીકેદાર માટે ઉપડી.આ પિલ્ગ્રિમેજ યાત્રામાં એક નહિ,બે નહિ બલ્કે ત્રણ ત્રણ બસના યાત્રિકો શ્રદ્ધાપૂર્વક ભગવાનના નામના જય જયકાર સાથે છ છ ટૂર-ગાઈડો અને મેનેજરો સાથે સુવિધાસજ્જ, સ્વચ્છ અને ચમકતી એ.સી.બસોમાં રવાના થયા. પ્રવાસ દરમ્યાન ભજન-કીર્તન ચાલ્યા, પ્રસિદ્ધ અને પવિત્ર એવા યાત્રાધામોની કેસેટો પણ બસોના ટી.વી પર મૂકવામાં આવી અને સવારના ચા- નાસ્તા દિલ્હી શહેરની સીમા બહાર જતા પહેલા જ એક સારી રેસ્ટોરંટમાં ગરમા ગરમ ભરપેટ કરાવી દીધા હોવાથી,હવે એક એક ફળ અને સુક્કા મેવાનું પેકેટ દરેક યાત્રી ભાઈ- બહેનને પકડાવી દીધું.ભગવતી સ્વભાવનો વૃદ્ધ વનમાળીદાસ અત્યારે પોતાને ભાગ્યશાળી માની રહ્યો હતો કે "વર્ષોની મનનો બદ્રીકેદારની યાત્રાનો યોગ યોગાનુયોગ આવ્યો તો ખરો. પત્ની ત્રિવેણીગૌરી સાથે મથુરા-વૃંદાવનની યાત્રા થઈ શકેલી તેનો તેને મનોમન સંતોષ હતો.પત્ની સંધિવાના કારણે આવી કઠિન યાત્રા તો હજી જીવતી હોત તો ય કરી શકત નહિ,એટલે તે બાબતનો તો તેને નામનો ય અફસોસ નહોતો.બલકે તેને સંતોષ હતો કે બિચારી વહુ-દીકારના ત્રાસથી છૂટી જી વહેલી વહેલી જ અને સમયસર હસતા મોઢે, જરાય હેરાન થયા વિના અને કોઈને હેરાન કર્યા વગર અને અખંડ સૌભાગ્યવતી સ્વરૂપે સ્વર્ગે સીધારી.હાર્ટઅટેક પણ રાતે ઊંંઘમાંને ઊંંઘમાં જ શાંતિથી આવેલો એટલે ડોક્ટરકે હોસ્પિટલના ખોટા ખર્ચાથી પણ બચી જવાયેલું. અને તેની મરણોત્તર ક્રિયા ઈત્યાદિનો ખર્ચ પણ તેણે પોતે જ ભોગવી લીધો કારણ કે દીકરો વહુ "મર્યા પાછળ અર્થહીન વિધિઓ કરવાનો અર્થ જ શો છે?" કહી પૈસા બચાવવાનો સ્વાર્થ સાધવાની વાત કરી રહ્યા હતા.

"હું જીવું છું ત્યાં સુધી તમારે ખર્ચની ચિંતા કરવાની જરૂ ર નથી.મેં અમારી મરણમૂડીની વ્યવસ્થા સમજીને પહેલેથી જ કરી રાખી છે."

પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુઈટીનાં મળેલી મબલખ રકમ તો તેણે ભાવાવેશમાં આવી, વહુ-દીકરાને ફ્લેટ ખરીદવા માટે હોંસે હોંસે આપી દીધી હતી.પણ તેણે તે પછીના વહુ-દીકરાના વર્તનમાં આવી ગયેલા સ્વાર્થી પરિવર્તનને જોઈ, પોતાની પાકેલી વિમાની રકમ તો , મરણમૂડી તરીકે પોતા પાસે જ સાચવીને રાખી હતી.તેમાંથી પત્નીની અંતિમ વિધિ- ખર્ચ કર્યા બાદ પણ ઠીક ઠીક રકમ બચેલી હોવાથી તેણે આ બદ્રીકેદારની યાત્રામાં જોડાઈ પત્નીનું અસ્થિ-વિસર્જન ગંગાના પવિત્ર પ્રવાહમાં કરવાનો નિશ્ચય કરી લીધો. તેનો હવે કોઈ કરતા કોઈ પર વિશ્વાસ નહોતો રહેતો.બેંક કે પોસ્ટ ઓફિસની બચત યોજના પર પણ તેને ભરોસો નહોતો રહ્યો,કારણ કે એક વાર એકના એક સગા દીકરાએ જ તેની જોઈન્ટ એકાઉન્ટ વાળી ચેકબુકનું પાનું ફાડી લઈ પોતાની સહી કરી તગડી એવી રકમ કાઢી લીધી હતી.પુત્રને ગુસ્સો કરી પૂછવા ગયો તો,ડોળા કાઢી ઘુરકીઓ સાથે ટડકાવતા બોલ્યો :"મોંઘવારી કેટલી વધી ગઈ છે તેનો ખ્યાલ પણ તમને ક્યાં હોય છે? ફલેટનો ટેક્સ ભરવા માટે ચેક ફાડયો-લખ્યો એમાં મેં તમારો એવો તો કોઈ મોટો ગુનો નથી કર્યો ને? તમે પણ આ ફ્લેટમાં રહો છો અને આ ભયંકર મોંઘવારીમાં અમે તમને રાખીએ છીએ એ તમે જોતા નથી?"

આવો ઉત્તર સાંભળી પોતે નિરૂત્તર જ થઈ ગયેલો એ પણ તેને બરાબર યાદ છે.પરંતુ તે પછી તેણે બેંક એકાઉન્ટ અને પોસ્ટઓફિસના ખાતા બંધ કરાવી દઈ બચતની રકમ મરણમૂડી તરીકે પોતા પાસે જ છુપાવીને રાખવાનું નક્કી કર્યું.અત્યારે પણ એ મરણમૂડી ઘરમાં ન મૂકી તે પોતાની સાથે જ આ યાત્રામાં લઈને નીકળ્યા હતા.નીકળતી વખતે વહુ-દીકરાએ કહ્યું પણ ખરૂંઃ" કાંઈ જર-જોખમ જેવું હોય તો અમને સોંપીને જાઓ તો સારૂં." જવાબમાં તે માત્ર એટલું જ બોલેલોઃ"જર જોખમમાં તો આ તમારી માની અર્થી છે અને મારી પોતા માટેની મરણમૂડી છે.એટલું તો હું સાચવી શકીશ." આટલું બોલી, શંકર ભગવાનના પોતે વર્ષો પહેલા ખરીદેલા ફોટાને પગે લાગી, તે દિલ્હી જવાની ટ્રેઈન પકડવા રિક્ષામાં નીકળી પડેલો.

આવા આવા વિચારો બસની ગતિ કરતા પણ વધુ વેગે તેના મનોમય વિશ્વમાં દોડી રહ્યા હતા.વચમાં વચમાં ઝોકા પણ આવી જતા જેમાં તેને સ્વર્ગસ્થ પત્નીની મીઠી મીઠી યાદો સાકાર સ્વરૂપે સ્વપ્ન- જગતમાં દેખાયા કરી.બપોરે તેને બધા યાત્રીઓની સાથે સરસ મઝાનું ગરમાગરમ જમવાનું પણ મળી ગયું,જે એક કિચન -વેનમાં પહેલા રવાના થઈ ચુકેલા રસોઈયા અને તેના મદદનીશોએ રાંધીને તૈયાર કરી રાખેલું. પાછી મુસાફરી શરૂ થઈ.એક પડાવ પર પહોંચ્યા બાદ આ બધા યાત્રિકોને એક વિશાળ યાત્રા ભવનમાં ઉતારવામાં આવ્યા અને પછી ગંગા સ્નાન માટે લઈ જવામાં આવ્યા.પત્નીની અસ્થિ વિધિવત ગંગાજીમાં પધરાવી તેણે પ્લાસ્ટિક કવરમાં સાચવીને રાખેલા રૂપિયામાંથી થોડો ધર્માદો કર્યો અને ફરી પાછા બદ્રીનાથના દર્શન કરી પોતાના મુકામે પહોંચ્યા.

બીજે દિવસે સહુ જાગે તે પહેલા જ સવારના પહેલા પહોરમાં જ ગાજવીજ સાથે મૂશળાધાર વરસાદ તૂટી પડયો.ટી.વી.પર અને રેડિયો પર વારંવાર જાહેરાતો અને ઘોષણાઓ આવવા લાગી કે "તોફાની વરસાદ અને કર પડયા હોવાથી ચોતરફ ભેખડો ધસી રહી છે તો સહુએ સલામત સ્થળો તરફ તાત્કાલિક રવાના થઈ જવાનું છે.મિલિટરીના જવાનો મદદ માટે સર્વત્ર પહોંચી ગયા છે." વહેલા ઊંઠવાનો આદી વનમાળી તો નાહી -ધોઈ પોતાની અંદરની બંડીમાં પ્લાસ્ટિક કવર સાચવીને મૂકવાનો જ જ હતો કે દોડાદોડ આવેલા ટૂર મેનેજરે તેને ખેંચીને બહાર લઈ જતા કહ્યું કે "મોત માથે આવી ઊંભું છે.ભેખડો ધસી રહી છે.ગમે ત્યારે ભેખડો સાથે તણાઈ જવાનો ભય છે.જલ્દી જવાનોનો સહારો લઈ સુરક્ષિત સ્થળોએ પહોંચવું જરૂરી છે.તમારા સમાન કરતા તમારી જાન સાચવો અને દોડો.....ભાગો....જાન છે તો જહાન છે."

બંડી પણ હાથમાંથી પડી ગઈ અને તેને ટૂર મેનેજર ધોતિયાભેર જ બહાર ખેંચી લઈ ગયો.બધા જ સ્ત્રી- પુરૂષો કીકીયારીઓ-દેકારો મચાવતા જવાનોના હાથ પકડી સલામત સ્થળો તરફ દોડી રહ્યા હતા.ગાજવીજ સાથેના વરસાદમાં ભેખડો ધસતી નજર સામે જોઈ મોટા ભાગના લોકો રડવા મંડી પડયા.હેલીકોપ્ટરો પણ ફસાયેલાઓને બચાવવા આવી રહ્યા દેખાતા હતા.વનમાળીદાસને મરણ કરતા ય મરણમૂડીની ચિંતા કોણ જાણે કેમ વધારે ને વધારે થઈ રહી હતી.ટૂર મેનેજરનો હાથ છોડાવી એ જોરથી પોકારતા પોકારતા પોતાના યાત્રા ધામ તરફ દોડયાઃ’મારી મરણમૂડી ત્યાં રહી ગઈ છે ......મારી મરણમૂડી!"

બધા જોતા રહી ગયા અને વનમાળીદાસ ધોતિયાભેર જ જેમ આવેલો તેમ જ દોડાદોડ દોડયો એ ઉપર પહોંચ્યો ન પહોંચ્યો કે બધા જ યાત્રિકો જ્યાં ઊંભા હતા ત્યાંથી એક ભેખડ ધસી અને બધા જ ગબડયા- ચીસાચીસ સાથે.વનમાળીદાસ એ તરફ જોયા પણ વગર પોતાની મરણમૂડી લેવા યાત્રા ધામમાં પહોંચી ગયો."હાશ" કહેતા તેણે પોતાની બંદી શોધી લીધી,અંદરનું પ્લાસ્ટિક કવર જોઈ-તપાસી લીધું,તેમાંથી દેખાતી નવી નવી નોટોની થપ્પી પણ જોઈ લીધી.બહાર નીકળ્યો તો ચાલવાનો રસ્તો જ નહિ.પોતાની આસપાસનું જગત જ જાને તણાઈ ગયું હોય તેમ તેને લાગ્યું. મરણમૂડીવાળી બંડીને અદબ બીડી, જોરથી દબાવી રાખી તે વિમાસણમાં આંખો ચોળતો ગભરાયેલો ગભરાયેલો ઊંભો રહી ગયો.ત્યાં તો એક જવાન ક્યાંકથી આવી તેને આવી રહેલા હેલીકોપ્ટરની સીડી સાથે તેને ઉપર હેલીકોપ્ટરમાં લઈ ગયો.તે તો લગભગ બેભાન જેવો જ થઈ ગયો.ભાનમાં આવ્યો ત્યારે તેણે પોતાને એરપોર્ટ પર જોયો.સ્પેશ્યલ ગોઠવેલા રેસ્ક્યુ પ્લેનમાં તેને લઈ લેવામાં આવ્યો- બીજા કેટલાય સ્ત્રી-પુરૂષો સાથે અને થોડી જ વારમાં પ્લેન ઊંડયું.પૂરો ભાનમાં આવ્યો ત્યારે તો એ દિલ્હી થઈ અમદાવાદ આવી પહોંચ્યો.

રિક્ષા કરી એ ઘરે પહોંચ્યો તો વહુ-દીકરો આશ્ચર્યાઘાતમાં આવી તેની સામે જોતા રહી ગયા.વનમાળીદાસ ખુશ ખુશ થતો બોલ્યો;"મારી મરણમૂડીએ મને બચાવ્યો". અને માંડીને બધી વાત કરી કે પોતે કેવી રીતે ગબડતો ડૂબવામાથી બચી ગયો જનની મદદથી,હેલીકોપ્ટરની વહાયથી,રેસ્ક્યુપ્લેનની સહાયથી .

વાત પૂરી થઈ ન થઈ ત્યાં તો વહુ-દીકરો બેઉ સાથોસાથ એક જ અવાજમાં બોલ્યાઃ"ડૂબીને મરનારાઓ માટે સરકારે પાંચ પાંચ લાખ રૂપિયા તેમના કુટુંબીજનને આપવાનું જાહેર કર્યું છે.આ તમારી મરણમૂડીએ અમારી તો જીવનમૂડી જ ડૂબાવી દીધી.બલકે અમને જ ડૂબાવી દીધા.પાંચ લાખની આશા જ હવે તો ડૂબી ગઈ."

એ સાંભળી વનમાળીદાસ ત્યાં જ આંચકો-આઘાત પામી જમીન પર ફસકાઈ પડયો અને તેના પ્રાણપંખેરૂં ઊંડી ગયા. તેની બંડીમાં સચવાયેલી, પ્લાસ્ટિકબેગમાં વીંટેલી મરણમૂડીનો થોડો ભાગ તેની મરણોત્તર વિધિમાં વપરાયો એ જોઈ તેનો પ્રેતાત્મા સંતોષ પામ્યો કે નહિ તે તો કોણ કહી શકે?,

(અર્ધસત્ય કથા)

સમાપ્ત

૨૦. ડેઈટ પર ડેઈટ પર ડેઈટ

જન્મી ત્યારેથી જ સુંદર પણ શ્યામવર્ણી હોવાથી મીત અને મીતાએ વર્ષોની પ્રતીક્ષા પછી જન્મેલી પોતાની લાડલી દીકરીનું નામ શ્યામા પડેલું.અમેરિકામાં આવું નામ દેશીઓ પણ ના પાડેઃ પણ આ ’શ્યામા’ નામ દેશી મિત્રોને જ નહિ,અમેરિકન મિત્રોને પણ ગમી ગયું.મીત અને મીતાએ તેમના મિત્રોએ ગોઠવેલ સરપ્રાઈઝ બેબી- શાવરની ઉજવણીમાં બેહિસાબ ગ્િાફ્ટો આવી હોવાથી શ્યામા બાર્બી ડોલીઓથી લઈને અનેકાનેક રમકડાઓના ટોય વર્લ્ડ વચ્ચે જ મોટી થવા લાગી.માબાપ ડોક્ટર હોવાથી, શ્યામા બેબીસીટર લીના પાસે મોટી થવા લાગી,જેના બોય ફ્રેન્ડને અવાર- નવાર આવતો જોઈ તેને જરા નવાઈ લાગતી,થોડું કૌતુહલ થતું, તનિક જીજ્જ્ઞાસા પણ જાગતી.તે પૂછતી પણ ખરીઃ" હૂ ઈઝ ધિસ મેન ?" જવાબમાં બેબી- સીટર લીના કહેતીઃ’ઓહ,હી ઈઝ માય ડેઈટ,માય બોય ફ્રેન્ડ! " હજી તેને બરાબર યાદ છે એ પહેલી વાર સાંભળેલો શબ્દ ’ડેઈટ’,જેનો અર્થ કે અનર્થ છેક અત્યારે આ ઉમરે તેને સમજાયો.

જૂની જૂની યાદો મનમાં ઉભરાતી ગઈ અને તેને યાદ આવવા લાગ્યું કે કેવી રીતે એ બેબીસીટરનો ડેઈટ- ફ્રેન્ડ તેને ગલીપચી કરતો,ગાલે હોઠે કિસ કરતો અને ન ગમે એવો જુગુપ્સાપ્રેરક સ્પર્શ કરતો રહેતો.મમ્મી-પપ્પાને ફરિયાદ કરી એટલે બેબીસીટર બદલી એક દેશી બહેન શોધી કાઢ્‌યા.એ દેશી બહેન ઉષાબહેન તેને વાર્તાઓ કહી કહી,ભજન સંભળાવી સંભળાવી ખુશખુશાલ મૂડમાં રાખવા લાગ્યા એટલે તે આ નવા બેબીસીટર બહેનથી ખુશ ખુશ રહેવા લાગી.મોટી થઈ એટલે પ્રી- સ્કુલમાં જવા લાગી અને ત્યાં પણ જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તેને ભણતા ભણતા અનેકાનેક વિચિત્ર વિચિત્ર અનુભવો થતા રહ્યા.

સહુથી ભયંકર વિચિત્ર અનુભવ તો સાથે ભણતા સેમ નામના છોકરાએ તેને ડેઈટ બનાવી તેની સાથે મોકો શોધી એવો તો પ્રયોગ કર્યો કે અગ્િાયાર વર્ષની કુમળી વયે તે સમજી પણ ન શકી તેમ તે પ્રેગ્નન્ટ બની ગઈ.ડોક્ટર માતાપિતાએ અમેરિકાની આ બેશરમ દુર્ઘટનાને સાચવી-સંભાળી લઈ શ્યામાનું સમયસર એબોર્શન કરાવી તેને ભવિષ્યમાં ગાફેલ ન રહેવાની સલાહ આપી.તેની સ્કુલ પણ બદલી નાખવામાં આવી.ભણવામાં હોંશિયાર હોવાથી શ્યામા બારમો ગ્રેડ પાસ કરી સીધા સાત વર્ષના મેડિકલ કોર્સમાં પ્રવેશ મેળવી માબાપની જેમ ડોક્ટર બનવાનું સ્વપ્ન સેવવા લાગી.તેને સાયકિયાટ્રિસ્ટ બની મનોચિકિત્સક ડોક્ટર બનવાની અતિ પ્રબળ ઈચ્છા હોવાથી તેણે એવો કોર્સ પસંદ કર્યો.

મેડિકલ કોર્સ દરમ્યાન અને અંતે રેસીડન્સી સમયે તેને એક પછી એક એવા ડોક્ટર સાથીઓ ડેઈટ કરવા મળતા રહ્યા,જેમણે શ્યામાને પ્રેમના સ્વપ્ન- જગતમાં તો ભરપૂર વિહાર કરાવ્યો;પણ પ્રપોઝ કરવાનું તો ટાળતા જ રહેવાનું કરતા રહી તેને હમેશા નિરાશ જ નિરાશ કરી.રેસીડન્સી પૂરી કરી જયારે તે સરસ મઝાના જોબ માટે સિલેક્ટ થઈ ત્યારે તો એક પંજાબી ડોકટર પ્રીતમ તેને ડેઈટ પર લઈ જી પ્રપોઝ સુદ્ધા કરી,અણછાજતી છૂટ છાટ પણ લીધા બાદ વિધિવત સગાઈ કરીને લગ્નની ડેઈટ પણ નક્કી કરી-કરાવી બેઠો. તૈયારી તો બેઉ પક્ષોએ પ્રારંભ કરી દીધી.ડેસ્ટિનેશન -મેરેજ ફ્લોરિડામાં ફિક્સ કરવામાં આવ્યા અને શ્યામાના માતા- પિતા મીતા- મીતે ધૂમ ખર્ચ કરી ’હયાત’ હોટલમાં મેહંદી,સંગીત- સંધ્યા, લગ્ન અને રીસેપ્શનનું ભવ્યાતિભવ્ય આયોજન નિર્ધારિત કર્યું.

કન્યાપક્ષવાળા સગા વહાલાઓ અને દોસ્ત -બિરાદરો સાથે ફ્લોરિડા પહોંચ્યા ન પહોંચ્યા ત્યાં તો મેરેજ ડેઈટની વહેલી સવારે જ પંજાબી ડોક્ટર પ્રીતમનો ફોન આવ્યો કે મેરેજ ડેઈટ અને મેરેજ કેન્સલ છે કારણ કે તે પોતાની બિરાદરીના મિલિયોનર માબાપની એકની એક દીકરી સાથે પરણવાનું નિશ્ચિત કરી ચૂક્યો છે.

જીવનભર ડેઈટ પછી ડેઈટ પછી ડેઈટના અંતે લગ્નની ડેઈટ પણ દુઃસ્વપ્ન જ સાબિત થઈ જોઈ સાયકિયાટ્રિસ્ટ મનોચિકિત્સક ડોક્ટર શ્યામા પોતે જ ભયંકર ડિપ્રેશનમાં આવી ગઈ અને એકલી એકલી "ડેઈટ પર ડેઈટ પર ડેઈટ" એમ બબડવા લાગી ગઈ.

(સત્ય કથા)

૨૧. અજાતશત્રુ

મારો મિત્ર દિનેશ ખરેખર અજાતશત્રુ હતો.આ તેનો પ્રયત્ન કરીને કોઈ કેળવેલો સ્વભાવ નહોતો.આ તો તેનો જન્મજાત સ્વભાવ હતો.તેના ભાઈબહેનો સાથે,દોસ્તો સાથે,વર્ગના સહપાઠીઓ સાથે, વેપારી આલમમાં હરીફો સાથે,જ્જ્ઞાતિના કાર્યકર્‌તાઓ સાથે -બધે એટલે બધે જ તે અજાતશત્રુ તરીકે જ વર્તતો.તેનામાં ન ક્યારેય દ્વેષ જોવા મળતો,ન ઈર્ષા કે ન કોઈ બુરૂં કરનારનો બદલો લેવાની વૃત્તિ-પ્રવૃત્તિ.જે બને છે તે ઠીક જ છે,સ્વાભાવિક જ છે,સહજ જ છે એમ તે સહેજે સહેજે માનતો.જીદ નહિ,હઠાગ્રહ નહિ,પોતાનો કક્કો ઘૂંટવાનો નહિ.આ જ તેનો સહજ સ્વભાવ.

ભાઈઓ-ભત્રીજાઓએ તેને છેતર્યો,સગાઓએ તેને ધોખો દીધો,સ્ટાફે તેને લૂટી લીધો,હરીફોએ તેને ફસાવ્યો.પણ તેને પોતાના ભાગ્યમાં,ઈશ્વરની કૃપામાં પૂરે પૂરો વિશ્વાસ હતો.બને તેટલું કોઈનું ભલું કરવામાં તે કર્ણ જેવો ઉદાર હતો.એક હાથનું આપેલ બીજા હાથને પણ ખબર ન પડે તેમ એ છાનીમાની રીતે -ત્યાં સુધી કે તેની પત્ની કે તેના બાળકોને પણ ખબર ન પડે તેમ જાણ્‌યા-અજાણ્‌યા જરૂરતમંદોને સહાયરૂપ થવામાં તેને ખૂબ ખૂબ આનંદ થતો.તેની ધર્મપત્ની કંચનગૌરી ભક્તિભાવને મનથી વરેલી હોવાથી વહેલી સવારે ઊંઠી પોતાની નિત્ય પૂજા,રામાયણપાઠ,હનુમાનચાલીસા,સુંદરકાંડ પાઠ, કંઠસ્થ એવા ગીતાના એક એક અધ્યાયનું નિત્ય પ્રતિદિન ગાન ,જય જગદીશની અને અંબામાતાની આરતી ગાવા ઈત્યાદિમાં તેના કલાકો સહેજે નીકળી જતા.પત્ની ભક્તિ સ્વરૂપા હતી તો પતિ પુણ્‌યસ્વરૂપ હતો.બેઉ ’ભક્તિ અને પુણ્‌ય સાકાર’ કહી શકાય એવા આદર્શ યુગલ હતા.

સાવકા ભાઈએ ચાલાકીથી દિનેશનો ફ્લેટ પડાવી લીધો,સગા મોટાભાઈના દીકરાઓએ ફેક્ટરીને ખોટમાં પહોંચાડી એ પ્રોપર્ટી ઝડપી લીધી,બહેન -બનેવીઓએ અકારણ સંબંધ બગાડયો તો ય અજાત શત્રુ એવા મારા મિત્રે સહુ કોઈને "જા સુખમ" ભાવથી ક્ષમા કરી તેમની અક્ષમ્ય એવી ભૂલોને ભૂલી જી તેમને માફ કરી દીધા.માબાપની કરેલી સેવાના ફળસ્વરૂપે તેમ જ ભક્તિ-પુણ્‌યના પરિપાક સ્વરૂપે પતિ-પત્ની તન મન ધન થી સદાસર્વદા સુખી સુખી જ રહેતા,પ્રસન્ન પ્રસન્ન જ રહેતા,આનંદ આનંદમાં જ રહેતા.તેના નામે અને તેના પૈસે જ લીધેલી-ખરીદેલી જમીન પચાવી પાડનાર એક બચપનના દોસ્તને તેણે મનોમન માફ કરી દઈ એ પ્રસંગને જ ભૂલી જવામાં પોતાના અજાતશત્રુ સ્વભાવનો પરિચય આપ્યો.એક બીજા મિત્રે જયારે- ત્યારે પોતાના વેપાર માટે સાચી ખોટી જરૂરીયાત બતાવી અવાર નવાર ઉછીની રકમો લેતારહી એ રકમો ક્યારે ય પાછી ન આપી તો ય "હોય એ તો "કહી વાતને ભૂલી જવામાં તો એનો જોટો મળે નહિ.એક બીજા મિત્રના પુત્રોને પરદેશ મોકલવામાં હોંસ સાથે ખુલ્લા દિલે મનપૂર્વક જોઈતી મદદ કરી.

આવા અજાતશત્રુના પણ શત્રુઓ તો ન હોવા જોઈએ;પણ તો ય હોય જ એ ન્યાયે તેના પર ખોટા આરોપો મૂકી તેને અને તેની પત્નીને કોર્ટકેસ કરી કોર્ટના પાંજરામાં ઊંભા કરનાર ભત્રીજાઓ અને સાવકા ભાઈને બધું જ સોંપી દઈ નવેસરથી વેપાર જમાવ્યો.દુર્ભાગ્યે તેના દુકાનના અને ફેકટરીના મેનેજરો તેને ધૂતવા લાગ્યા."પણ નસીબ મારી સાથે છે,સત્ય મારી સાથે છે,મારૂં પુણ્‌ય મારી સાથે છે,મારી ખાનદાની મારી સાથે છે,મારી ઈમાનદારી મારી સાથે છે,મારી ભક્તિસ્વરૂપા ધર્મપત્ની મારી સાથે છે,આજ્જ્ઞાકારી ભલા- ભોળા સંતાનો મારી સાથે છે તો મારૂં કોઈ શું બગાડી શકવાનું છે?" આ આત્મબળ,આ આત્મશ્રદ્ધા તેને ન નિરાશ થવા દે કે ન હતાશ થવા દે.

બબ્બે હાર્ટ અટેકો આવવા છતાંય તે મોટા હૈયાનો સ્વામી પત્નીની ભક્તિના બળે અને પોતાના પુણ્‌ય પ્રભાવે સાજો માજો બહાર નીકળ્યો અને બાકીના બોનસમાં મળેલા વર્ષો ફરી પાછા એવા જ પુણ્‌યકાર્યોમાં ગાળ્યા.હિતશત્રોએ અનેક ધાર્મિક -અધાર્મિક વિધિ-વિધાન કરાવ્યા -તેનો અંત આવે એ માટે;અકસ્માતો અને હુમલાઓ પણ કરાવ્યા;પરંતુ" મુદ્દઈ લાખ બુરા ચાહે,હોતા હૈ વહી જો મંઝૂરે ખુદા હોતા હૈ!" ના ન્યાયે અજાતશત્રુને જીવનદાન મળતું રહ્યું,સુખ-શાંતિ મળતા રહ્યા,સંતોષ આનંદનો અનુભવ થતો રહ્યો."હું હરિનો હરિ છે મમ રક્ષક એ ભરોસો જાય નહિ; જે હરિ કરશે તે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહિ" એવું કહેનાર- માનનાર-ગાનારને ઊંની આંચ પણ ક્યાંથી આવે?"

(સમાપ્ત)

૨૨. બાયનોકયુલર

કેટલા ય સમયથી સાહિલને બાયનોક્યુલર ખરીદવાની ખેવના હતી.બધાને તે દેશ-વિદેશની યાત્રાઓમાં સુંદર દૃશ્યોને તેમ જ રેસ કોર્સ પર પણ દોડતા -જીતતા ઘોડાઓને બાયનોક્યુલરથી જોતા જોઈ, તેના મનમાં વર્ષોથી તમન્ના વસેલી હતી કે બાયનોક્યુલર તો ખરીદવું જ છે.જૂની ગુજરી બજારમાં તેને એક દિવસ એકાએક જુનું પણ મોટું બાયનોક્યુલર દેખાયું.હાથમાં લઈ દૂરનું દૃશ્ય નજીક જોઈ તે રાજી થઈ ગયો અને તરત જ તેણે ભાવતાલ કરી એ ખરીદી લીધું.ઘરે પહોંચી તેને સરસ સાફ સૂફ કરી,સહેજ સ્પિરિટથી પોલિશ કરી સરસ ચમકાવી લીધું.સાહિલ રેસનો રસિયો હતો અને અઠંગ જુગારી હતો.બીજા દિવસની રેસ માટે અગાઉથી ખરીદેલી રેસ ગાઈડ પર નજર ફેરવતો ફેરવતો એ ટેક્સી કરી મહાલક્ષ્મી રેસકોર્સ પર પહોંચ્યો.પહેલી રેસમાં ત્રણ જ ઘોડા દોડવાના હતા.બેના ભાવ એકના બે; અને એકનો એક હતા, જયારે ત્રીજાનો ભાવ એકનો દસનો હતો.તેનું ગણતરીબાજ મન રાતથી રેસ- બુક જોઈ જોઈ નક્કી કરી બેઠું હતું કે રમવા જેવો ઘોડો તો એક જ છે જેનો ભાવ એકનો બે છે.સો ટકા એ સેકંડ ફેવરિટ જ જીતવો જોઈએ.રમતા પહેલા જોકીઓ સાથે ગોળ ગોળ ફરતા એ ત્રણ ઘોડાઓને નજીકથી- પાસેથી જોતો રહ્યો.ત્રણેય ઘોડાઓ રેલિંગ પાસે ગયા ત્યારે ફરી તેણે એ ત્રણેય ઘોડાઓ સામે બાયનોક્યુલર પહેરીને જોયું તો તેને નવાઈ લાગી કે હજી ઘોડાઓ ન છૂટ્‌યા છે ,ન દોડયા છે; પણ તોય તેને ત્રીજા નંબરનો એકના દસ વાળો ઘોડો વિનિંગ પોસ્ટ પર સ્પષ્ટ નેક- લેન્ગ્થ થી જીતેલો દેખાવા લાગ્યો.આ તો ચમત્કાર જ કહેવાય કે બીજું કાંઈ ? બાયનોકયુલર કાઢીને જોયું તો ત્રણ ઘોડાઓ જ રેલિંગ પાસે ફરી દેખાયા.વળી બાયનોક્યુલર આંખે ચડાવી જોયું તો ત્રીજો ઘોડો વિનિંગ પોસ્ટ પર જ પહેલાની જેમ નેકલેન્ગ્થથી જીતેલો દેખાવા લાગ્યો.પોતે તો રાતથી નક્કી કરેલો ઘોડો બે ના ભાવનો રમી ચૂક્યો હતો.પણ તો ય બાયનોક્યુલરનો આ અદ્‌ભુત ચમત્કાર જોઈ તેણે દોડીને છેલ્લી ઘડીએ દસ હજાર રૂપિયા એ ત્રીજા ઘોડા પર લગાડી દીધા.ફેવરિટ ઘોડા પર તો તેણે દસ હજારનો દાવ લગાડયો જ હતો.

રેલિંગમાંથી ઘોડા છૂટ્‌યા અને દોડતા ઘોડાઓને સાહિલ બાયનોક્યુલર લગાડી જોવા લાગ્યો તો તેને દોડતા ઘોડાઓ ન દેખાયા;બલ્કે વિનિંગ પોસ્ટ પર ત્રીજા નંબરનો ઘોડો જ નેક લેન્ગ્થથી જીતેલો દેખાતો રહ્યો.ત્યાં તો રેસ પૂરી થઈ અને જેવું દૃષ્ય તેને અત્યાર સુધી બાયનોક્યુલરમાં દેખાયા કરતુ હતું તેવું અને તેમ જ તેનો છેલ્લી ઘડીએ લગાડેલો ત્રીજા નંબરનો તેનો લગાડેલો ઘોડો નેક્લેન્ગ્થથી જીતેલો દેખાયો. અદૃશ્યને અગાઉથી દૃશ્ય સ્વરૂપે જોઈ લેવું એવું દૂરદૃષ્ટા જેવું એ દૂરબીન તેને ચમત્કારિક જ નહિ,શુકનવંતુ પણ જણાવા લાગવા માંડયું.દોડીને તેણે દસહજારના લાખ રૂપિયાનું પેમેન્ટ બાબુ બૂકી પાસેથી કલેક્ટ કરી લીધું.પોતે રાતથી અભ્યાસ કરીને, નક્કી કરીને લગાડેલો બેના ભાવનો ઘોડો તો છેલ્લો જ આવ્યો.પોતે દસ હજાર હાર્યો,પણ છેલ્લી ઘડીએ લગાડેલો દસના ભાવનો ઘોડો જીતતા તે રાજીનો રેડ થઈ ગયો.બીજા રેસની તૈયારી થવા લાગી અને દસ દસ ઘોડાઓ દોડવાના હતા.તેમને જોકીઓ સાથે પંટરો સામે નાના એન્ક્લોત્રમાં ફેરવવામાં આવ્યા.નક્કી કરવું બહુ જ અઘરૂં હતું.બુકીઓ,માલિકો અને પંટરો બહાવરા બહાવરા દાવ લેતા -લગાડતા હતા.આ વખતે કોણ જાણે કેમ જીતેલા સાહિલે શાંતિ રાખવાનું નક્કી કર્યું.કોઈ ઘોડો રમવાનો જ નહિ.રમે તો હારે ને? જીતવાના ચાન્સ નહિવત જ દેખાતા હતા.ત્યાં તો દસેય ઘોડાઓ રેલિંગ પાસે પહોંચાડવામાં આવ્યા.કોણ જાણે અંતર્મનના કયા ઊંંડા આદેશથી તેણે બાયનોક્યુલર આંખે ચડાવ્યો અને જુએ તો નવ નંબરનો ઘોડો તેને વિનિંગ પોસ્ટ પર અગાઉથી જીતેલો દેખાયો.પાંચ મિનિટ પછીનું દૃશ્ય દૃશ્યમાન થઈ ગયું.અગાઉની જેમ જ તેણે દોડીને વીસના ભાવનો નવ નંબરનો એ ફ્લુક ઘોડો લગાડયો પૂરા દસ લાખની બેટિંગ સાથે.દસે દસ ઘોડા છૂટ્‌યા અને સાહિલને પોતાના બાયનોક્યુલરમાં ફક્ત એક જ ઘોડો વિનિંગ પોસ્ટ પર જીતેલો દેખાયા કર્યો-નવ નંબરનો પોતે લગાડેલો વીસના ભાવનો ઘોડો.તેને નવાઈ લાગી પણ તે મનોમન માનવા -સમજવા લાગ્યો કે આ કોઈ જાદુઈ ચમત્કારી બાયનોક્યુલર છે, જે તેના માટે શુકનવંતુ સાબિત થઈ રહ્યું છે.પાંચ મિનિટમાં તો તેનો નવ નંબરનો ત્રીસના ભાવે લગાડેલો ઘોડો જીતેલો જાહેર થયો.દોડીને તેણે પોતાનું ત્રીસ લાખનું પેમેન્ટ લઈ લીધું.કુલ ચાલીસ લાખ તો જોત જોતામાં એ જીતી ગયો હતો.આ બાયનોક્યુલર તો તેને આજે ક્યાંથી ક્યાં પહોંચાડી દેશે તેમે તેને હવે લવલેશ સંદેહ ન રહ્યો.

હજી ત્રણ રેસો બાકી હતી.તેને થયું કે આજે લક્ષ્મી ચાંદલો કરવા આવી છે તો હવે મોંઢું ધોવા થોડું જ જવાય? ત્રીજી રેસમાં તે ફરી શાંતિથી દોડનારા છ ઘોડાઓને રેલિંગ પાસે જ બાયનો- ક્યુલર ચડાવી જોવા લાગ્યો તો એક નંબરનો ઘોડો વિનિંગ પોસ્ટ પર જીતેલો દેખાવા લાગ્યો.હજી રેસ તો શરૂ પણ નહોતી થઈ અને તેને પહેલાની જેમ જ અગાઉથી રીઝલ્ટ દેખાઈ રહ્યું હતું.દોડીને તેણે ત્રીસે ત્રીસ લાખ એકના ભાવે ચાલી રહેલા એ ઘોડા પર દાવ લગાડી દીધો.થોડી વારમાં તો એ એ એક નંબરનો ઘોડો વિનર જાહેર થયો.બીજા ત્રીસ લાખ જીતતા તે હવે સિત્તેર લાખ જીતેલો વિનર થઈ ગયો.હવે બે રેસ બાકી હતી.ચોથી રેસમાં તેને વિનર રૂપે દેખાતો ઘોડો દોડીને રમવા જાય તો અડધા ભાવનો જ હતો.પણ તો ય તેણે સિત્તેરે સિત્તેર લાખ રૂપિયાનો દાવ લગાડી દીધો.ચમત્કારી બાયનો ક્યુલરે જીતેલો દેખાડેલો ઘોડો જીતી ગયો અને હવે પેમેન્ટ લીધા બાદ તેના ભર્યા ભર્યા પાઉચમાં પૂરા એક કરોડ રૂપિયા ભેગા થઈ જતા તે મનમાં હર્ષાતિરેકથી ગાંડા- ઘેલા જેવો થવા લાગ્યો.છેલ્લી રેસ માટે પંટરો સામે ફરવા મૂકેલા ઘોડાઓ અને જોકીઓને જોઈ, એ રેલિંગ પાસે દોડવા માટે ગોઠવાતા સાત સાત ઘોડાઓને બાયનોક્યુલર ચડાવી જોવા જાય ત્યાં તો તેના હાથમાંથી, કોઈનો ધક્કો લાગતા તેનું બાયનોક્યુલર પડી ગયું અને પડેલા બાયનોક્યુલર પર કોઈનો ભારે બૂટવાળો પગ પડતા જ તેના બાયનોક્યુલરના બેઉ કાચનો કચ્ચરઘાણ થઈ ગયો.તેનું મન-તેનું રમવાનું જોમ- એકદમ મરી ગયું.હવે તેને ક્યાંથી દેખાવાનું હતું વિનિંગ પોસ્ટ પર જીતનારા ઘોડાનું ભાવી દૃશ્ય? પણ મનમાં તે રાજી થયો, મનોમન પ્રસન્ન થયો કે "ન રહ્યા બાંસ ન બજેગી બાંસરી". "હારજીતનો ખેલ તો હવે ખલાસ.બહુ ચાલ્યો આ હારજીતનો ચસ્કો.ચમત્કારી બાયનોક્યુલર આજે ભરપૂર જીતાડી ગયું.આવી જુગારની પ્રવૃત્તિઓ અંતે તો હાર, હાર અને હારનું જ રિઝલ્ટ બતાવે છે.માટે આજથી આ હારજીતના ખેલને જ હારી જવામાં,કાયમ માટે છોડી દેવામાંજ માલ છે.જોતજોતામાં એક કરોડ જીતાડી દઈ આ બાયનોક્યુલરે જિંદગીભરનું દળદર તો ફેડી જ દીધું છે એ કાંઈ નાનીસૂની વાત તો નથી જ. આજથી આ રેસકોર્સને અને જુગારને આખરી સલામ". મનના આ મૂક સંવાદે તેને ખુશ ખુશ કરી મૂક્યો.

એક હાથમાં યાદગીરી તરીકે કાચ ભાંગેલા બાયનોક્યુલરને અને બીજા હાથે જીતેલા એક કરોડ રૂપિયાના પાઉચને સાચવીને તે રેસકોર્સના મેદાનમાંથી બહાર નીકળ્યો. તેને લાગ્યું કે જીવન -મૃત્યુ જેવો અનુભવ કરાવતા ભયંકર જુગાર- જગતથી છુટકારો મળતા હવે આ તો તેનો પુનર્જન્મ છે.

(સમાપ્ત)

૨૩. સંકેલો

ટૂરિઝમનો કોર્સ કરી ચૂકેલ ભારતભૂષણે શરૂમાં થોડો સમય ટૂરિઝમની સરકારી નોકરી કરી તો ખરી.પણ તેમાં તેને મળતો પગાર તેના પોકેટ મની માટે ય ઓછો પડે તેમ લાગવાથી તેણે ધર્મ યાત્રાની તરત જ રોકડી કમાણી કરાવી શકે એવી સ્કીમ શરૂ કરી દીધી.ધર્મપત્ની ધર્મિષ્ઠા અને બાળકોને પણ સરખા સચવાય તે માટે તેણે શરૂમાં તો ફરી ફરીને ગ્રાહકો શોધવાનું શરૂ કર્યું.પછી તો જાહેરખબરો આપી આપી ધર્મયાત્રા ટૂર્સને જાણીતી કરી દીધી યાત્રિકો સાથે ટૂર -મેનેજર અને ટૂર-ગાઈડ પણ પોતે જ બનીને જવા લાગયો. યોગાનુયોગ તેનું આ ધર્મયાત્રા-સાહસ સફળ સાબિત થવા લાગ્યું.સુખી સમૃદ્ધ લોકો જ આ ટૂરમાં જોડાતા કારણ કે ભારતભૂષણ તેમને સારી હોટલોમાં ઊંતારતો,સારા બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરની ઉત્તમોત્તમ વ્યવસ્થાનું આયોજન પણ સરસ રીતે કરતો રહેતો અને બસની યાત્રા દરમ્યાન પણ બિસ્કિટ,નમકીન નાસ્તો,કાજુ કતલી, ફળ,સુક્કો મેવો ઈત્યાદિના પેકેટો આપી તેમને ખુશ ખુશ રાખતો રહેતો.પૂજારીઓ સાથે સાથ ગાંઠ કરી યાત્રાળુઓને મન પ્રસન્ન થઈ જાય એવા દર્શન તો કરાવતો જ રહેતો.તેની આ યાત્રા- ટૂરો બહુ જ લોકપ્રિય થવા લાગી ગઈ.કમાણી પણ ધૂમ થવા લાગી ગઈ.

યાત્રા દરમ્યાન તેણે જોયું કે ધાર્મિક સ્થાનોએ બપોરે-સાંજે શોપિંગનો ખાસ સમય અપાતો ત્યારે બહેનો તો હોંસે હોંસે શોપિંગ માટે નીકળી પડતી.પણ મોટા ભાગના પુરૂષો ક્રિકેટની વાતો કરતા કરતા કે શેર બજારની વાતો કરતા કરતા હોટલના એકાદ રૂમમાં રમી કે તીન પત્તી રમવામાં રમમાણ થઈ જતા.નાની મોટી હારજીતને પણ તેઓ ધર્માદા ખાતે જ જમા ઉધાર કરતા દેખાવા લાગ્યા.તેને પોતાને પણ પત્તા રમવાનો ચસ્કો તો ખરો જ.તે પણ મચી પડતો.આમ પત્તા રમતા રમતા તેના મનમાં એક તુક્કો સૂઝ્‌યો.કાઠમંડુ-નેપાલની ટૂર યોજી ત્યાંના પશુપતિનાથના દર્શન સાથે કેસીનોનો પણ પ્રોગ્રામ ઉમેરી જુગારપ્રેમીઓ માટે નવું આકર્ષણ ઊંભું કર્યું. લંકાની યાત્રામાં તો તેને લાખોની આવક થવા લાગી.ઉજ્જૈન-ઓમકારેશ્વરની યાત્રાઓમાં પણ પત્તા પાર્ટીઓ યોજાવા લાગી.

ધરમના નામે આ ધતિંગ ચાલી પડયું.ભારતમાં ભારતભૂષણને ધર્મ સ્થાનો તો પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી ઢગલાબંધ મળતા જ રહ્યા.શ્રદ્ધાળુઓ ઓછા ભાડાની લાલચે જોડાતા;પણ જુગારનો ચસ્કો તેમની યાત્રાને આખરે તો કમરતોડ ખર્ચમાં જ ઊંતારી મૂકતો.દર કલાકના કિટ્ટીના રૂપિયા ઉઘરાવવામાં ભારતભૂષણ એક્કો અને ચોક્કસ હોવાથી તેનો ધંધો તો ચાલી પડયો.ધર્મયાત્રાના સ્થળોએ પોલિસની ધાસ્તી તો રહેતી જ નહિ.તેણે ધીમે ધીમે ક્લબોમાં ફરી ફરી, જુગારના શોખીનોને શોધી કાઢી એક ગેમ્બલિંગ ટૂર પણ શરૂ કરી દીધી,જેમાં મોટી મોટી રકમો તીન પત્તી,રમી અને અંદર-બહારના જુગાર માટે પહેલેથી જ ઉઘરાવી લઈ ટૂરના સ્થળોએ ટોકન આપી આપી તેમને રમાડવા લાગ્યો.ગોવા,આબુ,સિંગાપુર,હોંગકોક ,મકાઉ અને એવા સ્થળોએ થોડા સસ્તા ખર્ચે ટૂર પર લઈ જી જુગારના આ ટૂરીઝમમાં તે લખલૂટ અને ઝન્નાટ કમાવા લાગી ગયો.ગુજરાતની દારૂબંધીથી ત્રસ્ત લોકો દારૂ અને જુગારના ચસ્કે ચડી ભારત ભૂષણની આ પ્રકારની ટૂરોમાં સારી સંખ્યામાં જોડવા લાગ્યા.રોકડિયો આ ધંધો તેને ફાવી ગયો-સદી ગયો.

પછી તો તેણે ઝડપી કમાણી કરવા માટે કોલગર્લ્સની પણ સગવડ જોડી માલતુજાર નબીરાઓને પૂરેપૂરા ઝડપી લીધા.પ્લેનમાં તેમને બિઝનેસ ક્લાસમાં સફર કરાવી તેમને મોજ- મઝા કરાવતો, એ સહુથી સસ્તી ટૂરો ગોઠવતો રહી, જુગારનો ધીકતો ધંધો કરતો રહી, જોતજોતામાં તો લાખોપતિ જ નહિ,કરોડાધિપતિ બની ગયો.મુંબઈમાં ચાલથી,ફ્લેટમાં અને ફલેટમાંથી મોટા વિશાળ બંગલા સુધીની તેની સફળ સફર તેની ધર્મપત્ની ધર્મિષ્ઠાને શરૂમાં તો ગમતી ગઈ.પરંતુ પતિ છાશવારે ટૂર પર જ ચાલ્યો જાય એ તેને કાઠવા લાગ્યું.પણ આખરે લખલૂટ કમાણીની પાછળનું રહસ્ય જયારે દારૂના નશામાં તેનાથી જાણ્‌યે-અજાણ્‌યે પત્નીને કહેવાઈ ગયું ત્યારે પત્ની ચોંકી કે આ રસ્તો તો અંતે જેલયાત્રા સુધી જ પહોંચાડશે.પતિને સુધારવા માટેનો કોઈ કારગત થાય એવો કીમિયો તે વિચારવા લાગી.

સદભાગ્યે બીજે જ દિવસે સવારના પહોરમાં ટી .વી. પર તેમ જ બધા સમાચાર પત્રોમાં વિદેશયાત્રાના નામે ગેમ્બલિંગ ટૂરિઝમ ચલાવતા એક બહુ જ જાણીતા ટૂર કંપનીના માલિક પકડાઈ જતા, તેમણે આત્મ હત્યા કર્યાના સમાચાર વાંચી-સાંભળી, તેણે પતિને ખરે ટાણે ખરો ટકોર્યોઃ"આવી હોય છે છેલ્લી યાત્રા.યા તો જેલ યાત્રા અને નહિ તો અંતિમ યાત્રા.જાગ્યા ત્યારથી જ સચેત- સાવધાન થઈ જાઓ;નહિ તો બરબાદી,પાયમાલી નોતરી મારૂં, તમારૂં અને બાળકોનું સત્યાનાશ જ સત્યાનાશ કરશો.જે અત્યાર સુધી કમાયા છો તેનાથી મારા માટે કોચિંગ ક્લાસો શરૂ કરાવી દો અને તમારા માટે પણ રીયલ એસ્ટેટનો બિઝનેસ શરૂ કરી દો.આવા ખોટા ધંધા તો ખુવારીના માર્ગે જ પહોંચાડે.મારી વાત સાંભળો,સમજો અને મનમાં -જીવનમાં ઊંતરો.આવું સરસ મઝાનું ભારતભૂષણ નામ ધારણ કરી તમને આ દૂષણનું ગ્રહણ ક્યાંથી લાગી ગયું? સંકેલો જ કરી નાખો તમારી ધર્મયાત્રા ટૂરિઝમનો.

ભારતભૂષણને પોતાનું અશોભનીય દૂષણ બરાબર સમજાયું,તેનું વહેલું મોડું આવનારૂં અનિષ્ટ પરિણામ પણ નજર સામે દેખાવા લાગ્યું અને તત્ક્ષણ તેણે કાચબાની જેમ પોતાની વૃત્તિઓને,પ્રવૃત્તિઓને સંકેલી લીધી.પોતા માટે રીયલ એસ્ટેટની ઓફીસ પોતાની ધર્મ યાત્રા ટૂરિઝમની ઓફિસમાં જ ખોલી નવું સમજપૂર્વકનું સાહસ શરૂ કર્યું અને પત્ની ધર્મિષ્ઠા માટે કોચિંગ ક્લાસો શરૂ કરાવી દીધા. ધારે તો માણસ માટે બદલાવું ક્યા મુશ્કેલ હોય છે?

(સમાપ્ત)

૨૪. વસૂલી

ઈન્દ્રજીત આર્ય મારો વિદ્યાર્થી હતો.દેખાવે નામ જેવો જ સંસ્કારી,વિવેકી અને વિનયી.વાણીમાં વિનમ્રતા, વહેવારમાં શાલીનતા.ક્લાસોમાં નિયમિત,ભણવામાં હોંશિયાર ,પરીક્ષાની તૈયારીમાં તનમનથી લાગી જનારો અને પરિણામે સફળતા તેના કદમોમાં આળોટે.બી.કોમ અને એમ.કોમ કરી આગળ બેન્કિંગનો સ્પેશ્યલ કોર્સ કરવા એ નવા જ શરૂ થયેલ ડિપ્લોમા કોર્સમાં જોડાયો અને અમારો પરસ્પર સંપર્ક છૂટી ગયો.

બે વર્ષ બાદ એ કોઈમ કારણસર અમારી કોલેજમાં દેખાયો તો મોટા ઓફિસર જેવા પોષાકમાં, મને બેન્કના ’હિન્દી દિવસ’સમારોહ માટે અતિથિ -વિશેષ બનાવવા માટે આમંત્રણ આપવા આવેલો.એ હવે રીઝર્વ બેન્કમાં ઓફિસર બની ગયો હતો.પ્રસન્નભાવે મેં તેનું નિમંત્રણ સ્વીકાર્યું. ૧૪ મી સપ્ટેમ્બરે તેણે પોતાની બેન્કના મોટા હોલમાં બેન્કના સ્ટાફ તેમ જ બીજા થોડાક નિમંત્રિત કસ્ટમરોની ઉપસ્થિતિમાં ’હિન્દી દિવસ’ સમારોહ ઉજવવાનું બહુ ભવ્ય નહિ,બહુ સામાન્ય નહિ એવું આયોજન ગોઠવેલું.તેણે મારો પરિચય સારો આપ્યો,બીજા પણ બેન્કના ઓફિસરો પ્રસંગને અનુરૂપ કૈંક બોલ્યા અને મેં ’હિન્દી દિવસ’ પર મારૂં વક્તવ્ય રજૂ કર્યું.પછી અલ્પાહાર અને આભાર વિધિ સંપન્ન થતા હું મારી કારમાં રવાના.

એ પછી લગભગ ત્રણેક વર્ષો બાદ એકએક મને એ મારા ઘરની પાસેના કોઈના ઘરમાંથી બહાર નીકળતો દેખાયો.તેણે મને સવિનય નમસ્કાર કર્યા અને પૂછ્‌યુંઃ"આપ આટલામાં જ રહો છો?"

મેં હા કહેતા તેને મારા ઘરે આવવા માટે કહ્યું.તે કૈંક ઉતાવળમાં હોય તેમ લાગ્યું.મને કહેઃ" ક્યારેક સમય લઈ નિરાંતે જરૂર આવીશ."

તેના પછી બરાબર એ જ મહિનાની આખરે એક સાંજે એ મારે ઘેર આવ્યો- થોડો ગભરાયેલો,થોડો મૂંઝાયેલો અને મેં બેલ વાગતા જ દરવાજો ખોલ્યો તો એ વિનંતિ કરતો બોલ્યોઃ"મારી આ બાઈકનો કોઈ સ્કૂટર સાથે અકસ્માત થઈ ગયો છે.પાછળ બેઠેલ મારો મિત્ર પોલિસ ચોકીમાં જ છે.મારી પાસે ટ્રાફિક પોલિસ ઈન્સ્પેક્ટરે પાંચ સો રૂપિયા માંગ્યા છે,જે આ છેલ્લી તારીખોમાં મારી પાસે ન હોવાથી આપ પાસે હેન્ડલોન લેવા આવ્યો છું.આપશોને?આજે રાતે જ અને નહિ તો કાલે સવારે તો આપી જ જીશ."

મને કોણ જાને તેના મોંમાંથી વિચિત્ર દુર્ગંધ આવતી જણાઈ,તે દારૂ પીધેલો જણાયો.મારા અંતર્મને કહ્યુંઃ"આને મદદ કરાય જ નહિ."

તેના જ શબ્દો વાપરતા મેં કહ્યુંઃ"આ છેલ્લી તારીખોમાં તો મારી પાસે ય પાંચ-પચાસ જ માંડ હોય.સોરી.બેસ,જરા પોરો ખા. પાણી આપું?"

હું તેને બેસાડી પાણી લેવા અંદર ગયો તો મારો મેડિકલમાં ભણતો પુત્ર બોલ્યોઃ"પપ્પા,તેને અકસ્માત થયો છે,તેનો મિત્ર પોલિસચોકીમાં છે અને તમે તેની વાતમાં ભરોસો ન કરી તેને ચોખ્ખી ના પાડી દો છો? આપી દો.પાંચસો રૂપિયા માટે ના ન પડાય -ખોટા બહાના કરીને."

હું પાંચસોની નોટ લઈને બહાર આવ્યો અને થોડું ખોટું બોલી તેને કહેવા લાગ્યોઃ"મારા મેડિકલમાં ભણતા પુત્રની પાસે તેને મળતા સ્ટ્રાયપંડમાંથી બચેલા આ પાંચ સો રૂપિયા લઈ જા."

મારા હાથમાંથી નોટ લઈ તે આભાર માનતો, તરત જ રવાના થતો બોલ્યોઃ’હમણા જ એક-બે કલાકમાં અને નહિ તો સવારે તો ચોક્કસ તમારા પાંચ સો રૂપિયા પાછા આપી જીશ."

મને તો તેની શરાબની વાસ સૂંઘ્‌યા પછી ખાતરી જ થઈ ગયેલી કે તેની વાતમાં જરૂર કોઈ બનાવટ છે અને આ રકમ જવા ખાતે જ સમજવી રહી.રાતના નવ સુધી એ ન આવ્યો અને બીજા દિવસે સવારે પણ દસ વાગ્યા સુધી એ ન આવ્યો તે ન જ આવ્યો.મને જાણીને છેતરાયાનું અપાર દુખ થયું.તેના બીજા દિવસે,એટલે કે ત્રીજા દિવસે હું બેન્કની સામેની ફુટપાથ પર ઊંભો રહી, તેને તેની બાઈક પર બેન્કમાં દાખલ થતો, પ્રતીક્ષાભાવે જોતો રહ્યો.બરાબર સાડાદસના ટકોરે તેને બેન્કના મોટા કંપાઉંડમાં દાખલ થતો જોયો કે તરત જ હું ફૂટપાથ ક્રોસ કરી બાઈક પાર્ક કરી રહેલ ઈન્દ્રજીત આર્ય પાસે પહોંચી ગયો.મને જોઈને ઓચપાઈ જતા બોલ્યોઃ"મુસીબતો આવે ત્યારે એક સાથે અનેક આવે,જુઓને હું ઘરે ગયો તો મારી માની તબિયત બહુ જ બગડતા મારે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી.અત્યારે પણ સીધો હોસ્પિટલ માને દવા-ફ્રૂટ વી.આપીને જ સીધો આવી રહ્યો છું.આજે સાંજે ચોક્કસ તમારા ઘરે આવીને પાંચ સો રૂપિયા આપી જીશ."

મારો મગજ ગયો.મેં કહ્યુંઃ"આવી નાનકડી રકમ તો તને કોઈ પણ કલીગ પાસેથી પળભરમાં મળી શકે,કોઈની પાસે લઈને મને તો આપી દે."તેણે બીજા પાર્ક કરી રહેલ બે ચાર પાસે માંગણી કરી જોઈ,પણ બધા જ સોરી કહી મોઢું ફેરવી બેન્કના પ્રવેશ દ્વાર તરફ દોડયા.મારી તરફ લાચારીથી જોતા તે બોલ્યોઃ"બધા જ બેંક કર્મચારીઓ છેલ્લી તારીખોમાં કડકા જ હોય,પણ સાંજે હું ચોક્કસ આવીને આપી જીશ-સો ટકા."

મારૂં મગજ હવે તો બિલકુલ પિત્તો ગુમાવી બેઠું. હું તેનો પીછો કરતો તે સહી કરવા ગયો ત્યાં સુધી ગયો અને બોલ્યોઃ’પાંચ મિ નિટમાં જો મારા પાંચ સો નથી લાવી આપ્યા તો તારી ખેર નથી. સીધો મેનેજરને જ ફરિયાદ કરીશ કે ’પરમ દિવસે દારૂ પીને,અકસ્માતનું ખોટું બહાનું ઊંભું કરી, તું મારી પાસેથી પાંચ સો રૂપિયા છેતરીને ઉધાર લઈ ગયો છે ,જે તેં રાતે જ આવીને આપવાની કે બીજે દિવસે સવારે આપી જવાની બાંહેધરી આપેલી. આજે ત્રીજે દિવસે મારે પોતે કોલેજમાં રજા લઈ તેની ઉઘરાણી કરવા અહીં આવવું પડયું છે.’ આજે જ ફેંસલો થવો જોઈએ,મારી વસૂલી આજે -અત્યારે- અબઘડી જ થઈ જવી જોઈએ."

ઈન્દ્રજીત આર્યનું મોઢું પડી ગયું,ચહેરા પર પરસેવો વળી ગયો,આંખોમાં મૂંઝવણ -ગભરાટ ઝળકવા લાગ્યા.તે અંદર જી કેશિયર પાસેથી આજીજી કરી રકમ લઈ આવ્યો.

મારી વસૂલી થઈ જતા મેં હાશકારો અનુભવ્યો.બહાર નીકળતો હતો ત્યારે પાર્કિંગ પાસે ઊંભેલા ગાર્ડે કહ્યુંઃ’આ ઓફિસર દારૂ-જુગાર અને રેસની લતે ચડી ગયો છે અને જેની તેની પાસે ઉધાર લેતો ફરે છે.નાની ઉમરમાં મોટા ભારે પગારો મળતા આવા તો કેટલાય છોકરાઓ આડી રસ્તે ચડી જાય છે."

પણ હું તો સીધા રસ્તે ચાલનારો, મારી સીધી- સાચી મહેનતની મહામૂલી પાંચસો રૂપિયાની વસૂલી કરી, સીધા રસ્તે ઘર ભેગો થઈ ગયો.વસૂલી પણ મને આ પરિસ્થિતિમાં તો મારી મહેનતની કમાણી જ લાગી.

(સત્ય કથા)

૨૫. ફેંસલો

"ડુંગરા દૂરથી રળિયામણા અને સાસરૂં શરૂમાં સાંભળવામાં સોહામણું" તેનો તો ભક્તિને જયારે સગાઈ અને તે બાદ લેવાયેલા ઘડિયા લગ્નપછી સાસરે આવી ત્યારે જ ખ્યાલ આવ્યો.તેની સમસ્ત સ્વપ્ન -સૃષ્ટિનો પ્રલય થઈ ગયો હોય એવો સાક્ષાત અનુભવ થયો.માબાપના એકના એક પુત્ર એવા દેખાવડા- સોહામણા પતિદેવ નામે ’ભગવાન’ના એક નહિ,બે નહિ, ત્રણ ત્રણ અપલખણ જોઈ એ તો ઘાંઘી થઈ ગઈ.સાસરે વૈભવ અપરંપાર,એ.સી ડરોઈંગ રૂમ અને બેડ- રૂમો,લેટેસ્ટ ટોપ ઈન્ટીરિયર ડેકોરેશન, બંગલાના ખૂણે ખૂણે ઝળકે-ઝગારા મારે એવી લેટેસ્ટ લાઈટો,નવી નવી ચમકતી કારોની વણઝાર,લેટેસ્ટ મોડર્ન ફર્નીચરથી બંગલો અતિ અતિ શોભાયમાન,નોકર- ચાકર- રસોઈયા માળી-માલણની તો ફોજ.ઘરમાં કોઈ વાતની મણા નહિ ,કોઈ ચીજની અછત નહિ,બધી વસ્તુઓ -સામગ્રીઓ ભરપૂર,પૈસાની રેલમછેલ,કોઈ કરતા કોઈ ચીજનો અભાવ નહિ,છુટ્ટા દોરની છૂટ.પણ આવી અને આટલી અઢળક સંપત્તિ વચ્ચે પતિ ’ભગવાન’ને ધાર્યા પ્રમાણે સંસ્કારી, ગુણવાન,નિષ્ઠાવાન કે સજ્જન ન જોઈ ભક્તિ નિરાશ અને દુખી દુખી થઈ ગઈ.વર્ષોથી વારસાગત અઢળક સંપત્તિ સાથે વીંટળાયેલી દુર્ગુણોની વિપત્તિથી ઘેરાયેલા પતિને સુધારવા માટે ભક્તિએ સામ, દામ, ભેદ અને દંડના પ્રયોગો શરૂ કર્યા.પણ ચાણક્ય નીતિ કારગત ન નીવડી.મોડા મોડા કલબથી આવી,દારૂ પી,સિગરેટ સળગાવી ધુમાડા કાઢતા કાઢતા પત્નીને રમકડું સમજી રમાડે એ તેને સહ્ય નહોતું,માન્ય નહોતું,સ્વીકાર્ય નહોતું.

સવારે મોડા ઊંઠી, ચા અને ટોસ્ટ -ઓમ્લેટ ખાઈ,નાહી - ધોઈ,પોતાની ફિલ્મ વિતરણ ઓફિસમાં જાય,બપોરે જમવા આવે ત્યારે અકરાંતિયાની જેમ જમે અને પછી બે કલાક ઘોરે અને ઊંઠીને કોફી પી,સિગરેટ સળગાવી, ધુમાડા કાઢતો શોફર- ડરિવન કારમાં પાછો ઓફિસ જાય,સાંજે આવી સૂટ -બૂટ પહેરી ક્લબમાં જાય,દારૂ અને જુગારનો નશો માણી, મોડી રાતે બંગલે પાછો આવે,બંગલાની બહાર જ કાર પાર્ક કરી,પોતાની લેચ- કીની મદદથી ઘરમાં પ્રવેશી,બેડરૂમમાં પ્રવેશે અને રાહ જોતી,જાગતી ઝૂરતી ભક્તિની તરફ જોયા પણ વગર બે મિનિટમાં સૂઈ જાય અને નસકોરાનું ભક્તિ માટે ભયંકર ત્રાસદાયક સંગીત, તેના શ્વાસ સાથે ફેલાતી દુર્ગંધ સાથે વાતાવરણને અસહ્ય બનાવી દે.ભક્તિને આવું કેવી રીતે માન્ય હોય? તેને સંપત્તિ અને લૌકિક ક્ષણિક સુખનો વૈભવ નહોતો જોઈતો;તેને તો પોતાના સહજીવનનો,સહચાર્યનો - પોતે ભક્તિ-અને પતિ ’ભગવાન’નો પ્રેમ -પંથ સંવારવો હતો,દામ્પત્યનું સાચકલું સ્વર્ગીય સુખ માણવું હતું,પતિની મીઠી મધુર સોડનું બ્રહ્‌માનંદ- સહોદર, સ્નેહ નીતરતું, શ્રૂંગારભીનું, અલૌકિક,રસમાધુર્યપાન કરવું હતું,મધુરાધિમધુર સંસ્પર્શ અને ચુંબનોની મસ્તી માણવી હતી,પ્રેમભર્યા પુલકિત આનંદની છોળોથી ભીંજાઈ જવું હતું.

એક રાત,બે રાત અને ત્રણ રાત કતલની રાતની જેમ વીતાવ્યા બાદ તેણે વહેલી સવારે પતિના સિગરેટના ધુમાડાની દુર્ગંધથી ભરેલા માથાના વાળમાં હાથ ફેરવતા,પતિની પૌરૂષભરી છાતીના રૂંવાડા પર હાથ ફેરવતા, પતિ ’ભગવાન’ને સ્પષ્ટ સ્પષ્ટ શબ્દોમાં એટલું જ કહ્યુંઃ ’ આવું લગ્નજીવન મેં નહોતું કલ્પ્યું, નહોતું ઈચ્છ્‌યું,નહોતું ચાહ્યું.મારે તો રોજ સાંજે પતિ સાથે સરોવરકાંઠે કે બાગ-બગીચે, હાથમાં હાથ ભરાવી,પ્રેમભરી વાતો કરતા કરતા નિત્ય નિયમિત ભ્રમણ કરવા જવું હતું,પતિને પોતાના હાથે રાંધેલું ગરમ ગરમ ભાખરી- શાક- ખીચડી-કઢીનું વાળુ જમાડવાનું મન હતું,સવારે સ્નાન પછી,પૂજા સાથે જ સાથે પૂજા- કાર્ય બાદ, ગરમ ગરમ આદુ -ફુદીનાની ચા અને રાતની વધેલી ભાખરીનો ચા-નાસ્તો પતિને કરાવવાની તમન્ના હતી અને બપોરે ગરમ ગરમ ઊંતરતી ઘી-નીતરતી રોટલી શાક,દાળ-ભાત-ચટણી-દહીં-પાપડનું લંચ જમાડવાની હોંસ હતી.સાંજે પતિ આવે અને તે પણ મોગરાની મઘમઘતી વેણી લઈને આવે ત્યારે પોતે સાડી બદલી તેની રાહ જોતી રવેશમાં ઊંભી ઊંભી તેની રાહ જોતી હોય અને આવે એટલે તરત જ તાબડતોબ ઉકળવા મૂકેલી ઈલાયચીની ચા- બિસ્કિટથી સ્વાગત કરવાની લાલસા હતી.આ તો રસોઈયા-નોકરોની ફોજ વચ્ચે પતિ ફોજદારની જેમ વર્તે અને પોતે માત્ર મહેલની પૂતળીની જેમ જ, પતિને જોવા માત્રનો જ આનંદ મેળવે અને પતિને સિગરેટ,તંબાકુ અને શરાબમાં વ્યસ્ત-મસ્ત જોવા અને રોજ રાતે ક્લબોમાં જુગાર રમવા,અને રવિવારે રેસ રમવા જતો જોવા નહોતી પરણી.અઠવાડિયાના અંતે આવતા રવિવારે સિનેમા-નાટક જોવા માટે તે લાલાયિત રહેતી.આવું પ્રેમ- વૈભવનું લગ્ન -જીવન ક્યારે શરૂ થશે એ જ પ્રાણપ્રશ્ન તેણે પતિ ભગવાનને રડતી આંખે,તરસતા-તડપતા મને,પ્રેમથી ઊંભરાતા હૈયે પૂછવાની આજે હિંમત કરી.જવાબમાં, ઊંંઘતી આંખે,પડખું ફરી જી પાછો નસકોરા બોલાવતો એ તેનો પતિ ’ભગવાન’ સૂઈ ગયો.તેના છેલ્લા ત્રુટક ત્રુટક શબ્દો હતા ,કેવળ માત્ર એટલાજ :’’ તું મિડલ ક્લાસ માનસિકતા વાળી મને નહિ સમજી શકે.આ જમાનો તો સ્પેન્ડીંગ ઈરા છે,મોજ મસ્તી કરવાનો છે,તારે પણ ક્લબમાં આવવું જોઈએ,રેસકોર્સમાં આવવું જોઈએ,થોડુક ડરિંક પણ લેવું જોઈએ.ન ફાવે તો મને તારા સ્વામી ’ભગવાન’ને અવગણી, તારા પરમેશ્વર ભગવાનની, તારા નામને સાર્થક કરતી ભક્તિમાં જ રંગાયેલ રહેવું જોઈએ.તું અમારા ઘરને લાયક ન હતી,કે ન છે કે ન થઈ શકવાની છે-ગામડાની ગમાર સ્ત્રી !’’ અને એટલું બોલી એ સૂઈ ગયો.

અને આ સાંભળતા જ નવોઢા ભક્તિબાનું મગજ ફર્યું,માથું ફાટ્‌યું,સ્વમાન અને સ્વામિભાન જોર કરીને જાગ્યું અને તે સૂઈ ગયેલ પતિને એમ કહીને કે તમારી હાય ક્લાસ સોસાયટીને મારા આખરી સલામ,તમારા વૈભવ ભર્યા વિલાસી જીવનને મારા આખરી જુહાર.હું ચાલી મારે પિયર અને તમને છુટ્ટા છેડાની નોટીસ મળી જશે -મારા તરફથી.તમે સ્વતંત્ર અને હું પણ આઝાદ.આ જ મારો ફેંસલો છે.જોઈએ તો પરણી લેજો કોઈ ફેશનેબલ ક્લબપ્રેમી મોડર્ન મોડલ ગર્લને. સૂતેલા સ્વામી ભગવાને તો જવાબમાં મોટા મોટા નસકોરા જ સંભળાવ્યા.ભક્તિ તો જાગી જી,નાહી ધોઈ,પોતાના પૂજા-પાઠ કરી,તાબડતોબ પોતાની બેગ તૈયાર કરી,એક બે લાઈનના પત્રમાં એટલું જ લખી.કંપાઉંડ બહાર નીકળી, રિક્ષા પકડી ચાલતી થઈ ગઈઃ" મારો ફેંસલો એ જ છે કે હવે તમે આઝાદ અને હું પણ આઝાદ. આવું મોજીલું રંગીલું જીવન તમને મુબારક,જેમાં તમને પાન,સિગરેટ,શરાબ અને જુગાર-ક્લબ-રેસ કોર્સ સાથે પરણ્‌યા હો એવો ચસ્કો હોય.મારૂં લગ્ન જીવનનું સપનું તો ચકનાચૂર થઈ જ ગયું છે.આજ પછી મને ભૂલી જજો.હું પણ ભૂલવાની કોશિશ કરીશ. આ મારો આખરી ફેંસલો છે. તમે તમારા વિલાસી રસ્તે અને હું મારા નામ પ્રમાણે મારી ભક્તિના રસ્તે."

ભક્તિ સ્ટેશને પહોંચી,ટિકિટ લઈ પોતાના પિયર પહોંચી.તેને પોતાના ફેંસલા માટે તનિક પણ દુખ કે પસ્તાવો નહોતો થઈ રહ્યો.પતિની જીવન શૈલી અને પોતાની જીવન શૈલીનો ફાસલો આ ફેંસલાથી જ દૂર થઈ શકે એવા પોતાના નિર્ણય માટે તે અડગ હતી,અચલ હતી.

ફેંસલો તો ફેંસલો જ હતો.

૨૬. બે તમાચા

’દોસ્તીના દાવે’ વાર્તાની પોતાના પ્રિય મિત્ર,માર્ગદર્‌શક,હિતચિંતક તંત્રીની સલાહ પ્રમાણે સારા અક્ષરે પ્રેસ કોપી બનાવી વાર્તા બુક્પોસ્ટથી કલકત્તા મોકલી દીધી.અઠવાડિયાની અંદર અંદર તો વાર્તા તંત્રીના અણધાર્યા શેરા સાથે પાછી આવેલી જોઈ નવજુવાન વાર્તા લેખક ચોંકી ગયો,રડી પડયો અને નિરાશા-હતાશામાં ગરકાવ થઈ ગયો.લીલી સહીમાં આવતા’અસ્વીકાર્ય’નો શેરો તો ઘણી વાર એ સ્વીકારી લેતો;પણ આ વખતે તો લીલી શાહીમાં મોટા અક્ષરે લખેલો રીમાર્ક તેને હચમચાવી ગયો."પહેલા તો પોતાને બે તમાચા મારો અને આવી ગંદી વાર્તાઓ લખવી હોય તો હવે લખવાનું બંધ કરી દો." પોતાની આ સત્યઘટનાત્મક વાર્તાનો આવો અંજામ આવેલો જોઈ વાર્તા લેખક પોતાની એ વાર્તા ફરી વાંચી ગયો.વાર્તા સાચી હતી.પણ તેમાં દોસ્ત પોતાના દોસ્તને મુશ્કેલીમાં ધાર્યા કરતા વધુ આર્થ્િાક મદદ કરે છે ત્યારે એ મદદ મેળવનાર ઉપકારના બોજા હેઠળ પોતાની પત્નીનું મિત્રને સમર્પણ કરી દે છે અને એ મિત્ર પણ ધાર્યું પરિણામ આવતા એ મિત્રપત્નીને "વાહ મારા દોસ્તની દોસ્તી.હવે તો તારી - મારી પાક્કી અને કાયમની દોસ્તી " કહેતા તેને મન- તન ભરીને માણે છે." એવા અંત પર લાલ શાહીથી લીટા અને ચોકડીઓ જોઈ એ દુખી દુખી થઈ ગયો.હવે તેને સમજાયું કે સાહિત્યકાર યથાર્થનું નગ્ન ચિત્રણ કરવા માટે નહિ,યથાર્થને આદર્શના ઓપ સાથે રજૂ કરવા માટે પ્રતિબદ્ધ હોવો જોઈએ.

તેણે ફરી પોતાની એ જ વાર્તાનું છેલ્લું પાનું ફાડી નાખી નવેસરથી એ વાર્તાને નવું રૂપ-સ્વરૂપ આપતા આદર્શનો ઓપ આપ્યો.વાર્તાનો પ્લોટ સીધો સરળ અને સત્ય ઘટના પર જ આધારિત હતો.નયન નયના અને મનન પાઈ પાસે રહેતા હોવાથી બચપનથી મિત્રો.કિશોરાવસ્થામાં આવતા આવતા ત્રણેયના મનમાં એક સમજાય-ન સમજાય એવી પ્રેમભાવનાના અંકુર ફૂટવા લાગ્યા.મનન પિતાના વેપારમાં ઠરીઠામ થઈ ગયો અને નયન-નયના સાથે સાથે કોલેજ જતા-આવતા પ્રેમમાં ગળાડૂબ થઈ અંતે પરણ્‌યા પણ ખરા.મનનને નયના બહુ ગમતી,તેના માટે જાન કુરબાન કરવાની પણ તૈયારી;પણ નયનાને નયન સાથે કોલેજ જતા-આવતા પ્રેમ અતિશય ઊંભરાવા લાગ્યો.વેપારી મનન તેના મનમાંથી ઊંતરી ગયો.મનન સમજદાર હતો.તે તેમના લગ્નમાં હાજર તો રહ્યો જ;નયનનો અણવર પણ બન્યો.બેન્કમાં નોકરી કરતા કરતા ઝટપટ કમાઈ લેવાની પાગલ લાલચમાં નયન શેરબજારની તેજીથી ભરમાયો અને બેન્કની સાચી-ખોટી લોન લઈ,સગા-વહાલાઓના અને દોસ્ત -બિરાદરોના સંબંધોને કેશ કરી શેરબજારના કાદવ-કળણમાં ગળાડૂબ ફસાઈ ગયો.ઊંંચા વ્યાજે પૈસા લઈને પણ તે શેર બજારમાં અટવાતો -ફસાતો રહ્યો.એક રાતે તેને લાખોની ચૂકવણીના ભયે આપઘાત કરવાના વિચારો આવવા લાગ્યા અને બહિ તો જેલના સળિયા પાછળના દૃશ્યો દેખાવા લાગ્યા. શેર બજારમાં તદ્દન ખુવાર થઈ ગયેલા આ દોસ્તે જયારે પોતાના જીગરજાન મિત્રને આ હકીકત જણાવી તાત્કાલિક અને તે પણ લાખો ને લાખોની મદદ કરવા માટે આજીજી કરી ત્યારે મનને તેને આપઘાત કરવામાંથી બચાવતા લાખો રૂપિયાની અણધારી મદદ કરી. ભાવોદ્રેકમાં એ મિત્ર નયન બોલ્યોઃ’તારા જેવો દોસ્ત નહિ અને તારા જેવી દોસ્તી નહિ.હું તેના બદલામાં મારી તને પણ બહુ ગમતી પત્ની જીજ્જ્ઞાસા તને ભેટ આપું છું.’એ પછીનું અતિ શ્રૂંગારિક વર્ણન ધરમૂળથી બદલી નાખી વાર્તાને નવો વળાંક અને અવનવો અંત આપતા વાર્તા -લેખકે લખ્યુંઃ" આ સાંભળતા જ એ જીગરજાન મિત્ર બોલી ઊંઠ્‌યોઃ"આટલી જ કિમત કરી તેં આ તારા જીગરજાન દોસ્તની? સહુ થી પ્રથમ તો તારા ગાલે બે તમાચા માર આવું દોસ્તીના દાવે પત્નીનું સમર્પણ કરવાનો વિચાર સુદ્ધા કરવા માટે અને એવા વિચારને વાણીમાં રજૂ કરવાની ભારોભાર નીચતા અને ધ્રૂષ્ઠતા કરવા માટે બીજા બે તમાચા ફરી માર.દોસ્તી તો કૃષ્ણ -સુદામાની! આવી વાત મનમાં આવી જ કેમ?" મનને તેને ફરી આવી ઝડપી કમાણી કરવાની લાલચમાંથી બચતા રહેવાની સાચી સલાહ આપી.

ફરી એ જ વાર્તા એ જ સામયિકના ભલા તંત્રીને રવાના તો કોઈ જવાબ જ ન આવતા તે વાર્તાલેખક મૂંઝાઈ ગયો કે ગુસ્સામાં તંત્રીએ પોતાની વાર્તા કચરા- પેટીમાં જ ફેંકી દીધી હશે અને હવે એ સામયિક અને તંત્રી સાથેના સંબંધનો ’એન્ડ ઓફ ધી રોડ’ જ આવી ગયો?

પણ ત્યાં તો અઠ્‌યાવીસ દિવસના મહિનાનો અંત આવી ગયો અને તેના હાથમાં કાયમની જેમ એ સામયિકનો અંક ત્રણ ઓફ પ્રિન્ટ્‌સ સાથે પહેલી જ તારીખે આવી ગયો.તેની એ વાર્તાને એ મહિનાની વાર્તાઓની શ્રેષ્ઠ વાર્તાનો પારિતોષ્િાક પણ જાહેર થયેલો જોઈ-વાંચી તેનું હૈયું ભરાઈ ગયું અને તેની આંખોમાં હર્ષાશ્રૂ ઊંભરાઈ ગયા.

(સત્ય ઘટનાત્મક વાર્તા)

૨૭. વર્તન-પરિવર્તન

નામ તો હતું એનું ડોલર અને પિયરમાં તો સહુ લાડથી તેને ડોલુ કે ડોલી કહેતા. પણ સાસરે સહુએ તેને ગામડાની ગમાર સમજીને ’ડોબી ડોબી’ કહી-પોકારી તેને સાવ ઉતારી જ પાડી દીધેલી.મોટા શહેરની ઝાકમઝોળમાં તે ઝંખવાઈ જવા લાગી.પતિ નગીન તેને ક્યારેક સારી મોટી હોટલમાં લઈ જાય તો ન કાંટા-છરી-ચમચાથી ખાવાનું તેને ફાવે કે ન અવાજ કર્યા વિના કોઈ ગરમ કે ઠંડુ પીણું પીવું ફાવે.નગીનને નમણી ડોલી ગમતી તો હતી જ અને તેટલે જ તો તેને પસંદ કરી હોંસે હોંસે પરણ્‌યો પણ હતો.પણ તેને ધરમૂળથી સુધારવાની જરૂરતને પ્રાથમિકતા આપવા માટે તે પ્રતિબદ્ધ થઈ ગયો.તે પોતાને મોટો સ્ત્રી સુધારક સમજતો -મામતો હતો.બધા ડોલીને ડોબી કહે એ તેનાથી સંખાયું નહિ.તેણે ઘર આખાને ધમકાવીને કહ્યુંઃ"ખબરદાર જો ડોલીને કોઈએ ડોબી કહી છે તો". હોટલ લઈ જાય ત્યારે હાથથી ખાય,આંગળા ચાટે અને સબડકા બોલાવી ચા-કોફી કે લસ્સી યા મિલ્ક શેક પીએ એવી પત્નીને જોઈ પતિએ તેને પ્રેમપૂર્વક,સહાનુભૂતિ સાથે થોડી સુધરેલી શહેરી રીતભાત શીખવાડવાની કોશિશ શરૂ કરી.શરૂઆતમાં તો એ ચુપચાપ,મૂંગીમંતર બની સાંભળતી રહી.ડોલીમાંથી ડોબી બની ગયેલી ડોલરને પતિએ મોડર્ન બનાવવા માટે એટીકેટના ક્લાસો કરાવ્યા,બ્યુટી પાર્લરમાં લઈ જી તેના તેલિયા ચહેરા અને વાળનો ,ભરાવદાર ભ્રમરોનો ,અને ઘઉંવર્ણા વાનનો કાયાકલ્પ કરાવવાનું ભગીરથ અભિયાન શરૂ કર્યું.તેને ડાન્સ ક્લાસમાં,ઈંગ્લીશ-સ્પીકિંગ ક્લાસમાંપણ લઈ જવા લાગ્યો અને જોતજોતામાં તો ડોબી ગણાતી ડોલી ઉત્સાહી પ્રેમી પતિ સાથે ક્લબોમાં,પાર્ટીઓમાં,જાહેર ફંકશનોમાં ચોતરફ જોતરાવા લાગી.શરૂમાં તો તેને આ બહુ ગમતું નહિ,ફાવતું પણ નહિ ;પરંતુ અંતે તે એ સુધરેલી દુનિયાના મોડર્ન ફોરવર્ડ જગતમાં રમમાણ થવા લાગી જ ગઈ.

હવે તેના માટે અપાસરા જવા કરતા જીમમાં જવાની પ્રાયોરિટી વધુ જણાવા લાગી,ઘરની ચાને બદલે કલબના કોફી-ટોસ્ટનો ચસ્કો લાગવા માંડયો અને ઘરમાં પણ પોપ-મ્યુઝિક મૂકી ડાન્સ કરતા રહેવાની આદત પડવા લાગી ગઈ.પતિને ન જવું હોય તો એકલી પણ ક્લબમાં કે પાર્ટીઓમાં જવા માટે તે તલપાપડ થવા લાગી ગઈ.એક વાર તો પતિ બીમાર હતો તો તેને ઘરે રોકાવા માટે કહ્યું તો બરાડા પાડી બોલીઃ"હું ઘરે રહીશ એટલે તાવ ઓછો થોડો જ થઈ જવાનો? દવા લો,ડોક્ટરને પૂછી જુઓ,મને રોકવાથી તમે તમારૂં હસ્બન્ડ ડોમિનેશન દેખાડવા માંગો છો? હું બીમાર હોઉં તો તમે મન ફાવે ત્યાં જી શકો છો અને હવે મને કન્ટ્રોલ કરવા માંગો છો? ફરગેટ એન્ડ ફોર એવર! " તે ધરાર ક્લબ અને પાર્ટીમાં ગઈ એટલે ગઈ જ,જીને જ રહી.પતિ નગીનને હવે પોતાની પત્નીને વધુ પડતી મોડર્ન અને ફોરવર્ડ બનાવવાની ભૂલ સમજાઈ.પતિને કેન્સલ જેવી કેન્સરની બીમારી થયાનું નિદાન સાંભળી, તેના મૃત્યુ પહેલા જ બીજા, અમેરિકાથી આવેલા, વિધુર ધનવાન સાથે પરણવાની મનોમન તૈયારી પણ કરવા લાગી ગઈ.તન મનધન થી ખલાસ થઈ રહેલા પતિને ડિવોર્સ આપી ડોલરના દેશમાં જવા માટે પતિના અંતની રાહ પણ જોયા વગર જવાની તૈયારી કરવા લાગી ગયા ડોલર બહેન.ડોબીમાંથી પાછી મોડર્ન ડોલી બની ગયેલ ડોલર બહેનના આ વર્તન- પરિવર્તન માટે પોતે જ જવાબદાર છે એ સત્ય સમજાયું ન સમજાયું ત્યાં તો જીવન -મૃત્યુનું સત્ય સામે આવી ગયું. મૃત્યુ જ અંતે બધી સમસ્યાઓનો અંત હોય છે એ સત્યનો સાચો સાક્ષાત્કાર કરતા કરતા સ્ત્રી -સુધારક નગીનભાઈ હવે પોતાનો નવો જન્મ સુધારવા ધામમાં સીધાર્યા.

(સત્ય ઘટનાત્મક વાર્તા)

૨૮. મૂવી બનાવો મૂવી

વાર્તાકાર વિનયકુમાર પોતાનો નવો વાર્તાસંગ્રહ શુભદાબહેનને ભેટ આપતા બોલ્યાઃ"’આ વાર્તા સંગ્રહ તો મેં તમને જ અર્પણ કર્યો છે કારણ કે તમે મારી દરેક વાર્તાના પ્રથમ વાચક અને પ્રશંસક રહ્યા છો.તમારી પ્રેરણા,પ્રશંસા અને પ્રોત્સાહને જ મને સફળ વાર્તાકાર બનાવી દીધો છે અને અત્યારે મારો આ તમને અર્પણ કરેલો સોળમો વાર્તાસંગ્રહ ભેટ આપતા પ્રસન્નતા અને ધન્યતાનો અનુભવ કરૂં છું."

શુભદા બોલીઃ’’ આ વાર્તાઓ લખવાનું બંધ કરો અને મારા તથા મારા પરિજનોના જીવન પર મૂવી બનાવો મૂવી! "

"મૂવી કેવી રીતે બને? મેં તો હજી નોવલ પણ લખી નથી.મૂવીમાં તો લાંબી વાર્તા જોઈએ,સમાંતર ચાલતી એક સાથે ચાલતી વધારાની વાર્તા પણ જોઈએ, અનેકાનેક પાત્રોની ભરમાર જોઈએ,નાયક-નાયિકા અને વિલન જોઈએ.આ બધા મને ક્યાંથી મળે? "

" લઈ લો અમારા જીવનના બધા જ પાત્રોની વાર્તા.અમારી જીવનગાથામાં શું નથી? ચમત્કૃતિ પણ છે,સસ્પેન્સ પણ છે,ઘટનાઓ પણ છે,એકથી વધુ હીરો-હિરોઈન છે,વિલન પણ છે અને મનોરંજન પણ છે."

" તો આપો પ્લોટ, પટકથા માટેનો અને આપો થોડાક હ્ય્દયસ્પર્શી પાત્રો.તો ય મૂવી તો પછી બને.પહેલા તો માત્ર લાંબી વાર્તા કે નવલકથા લખવી પડે."

"તો સાંભળો અમારા પરિવારની વૈવિધ્યપૂર્ણ વાર્તા.મૂવી બને એવી જ વાર્તા છે. સાંભળોઃ"-હું અને તમારા ભાઈ રસિક ઘરમાંથી ભાગીને આર્યસમાજી વિધિથી ચુપચાપ પરણી ગયેલા.હજી તો સ્કુલમાં જ ભણતા હતા,હું રોજ મારા ’ગોળ બિલ્ડીંગ’ચાલથી નીકળી તેમની ’મહાવીર ચાલ’માં મારી બહેનપણીને સ્કુલે જવા, બોલાવવા જતી તો આ અમારા રસિક તેની પાસે જ રહેતી હોવાથી અમે ત્રણેય સાથે જ નીકળી પડતા.બપોરે રિસેસમાં સાથે જ સાથે બપોરનો ઘરેથી લાવેલો નાસ્તો ભેગા ભેગા કરતા.મારી બહેનપણીને રસિક સાથે પ્રેમ થઈ ગયેલો અને રસિકને મારી સાથે.પ્રણય ત્રિકોણનો પ્લોટ. મને તો પ્રેમની બહુ ખબર નહોતી પડી;પણ રસિક મને ગમતો બહુ.વાતોડિયો,રમતિયાળ- હસતું મોંઢું,દેખાવે ગોરો ગોરો,રમતગમતમાં વિજેતા,તોફાનમસ્તીમાં અને હડતાળો કરાવવામાં ધમાલિયો,આંખોમાં ય પ્રેમથી વાતો કરતો હોય એવા ભાવ.મારી બહેનપણી રખડી પડી અને અમે, તે મને ભગાડી ગયો એટલે, પરણી ગયા.

મારા બાને તો મારા પિતા છોડીને કોઈ વિચિત્ર આધ્યાત્મિક ધુનમાં હિમાલય કે ગ્િારનાર ચાલ્યા ગયા હતા.અમે બ્રાહ્‌મણ અને રસિક તો વાણિયો.અમારૂં ભાગીને પરણવું ન તેના માબાપને ગમ્યું કે ન મારા બાને પસંદ આવ્યું.તેના માબાપે તો અમને આશીર્વાદ આપવા તો દૂર રહ્યા,અમને ઘરના ઉંબરામાં ય ન આવવા દીધા."ભાગી ને પરણ્‌યા છો તો હવે આ ઘરમાંથી ભાગીને જ તમારો ઘર- સંસાર માંડો.ભણ્‌યા નહિ,ગણ્‌યા નહિ અને બસ સિનેમા-નાટકના પાત્રોની જેમ ઘરમાંથી નાસીને પરણવાનું મોટું પરાક્રમ કરી બેઠા છો તો હવે ચલાવો ઘરસંસાર ! ખબર પડશે કેટલે વીસે સો થાય છે એ."

અમે મારી બા પાસે ગયા તો એ પણ ગ્િાન્નાયા તો બહુયે;પણ અંતે તો દીકરીની માનું દિલ અને તે ય ત્યક્તા માનું દિલ.અમને ઘરમાં આશરો આપ્યો. તેમનો અથાણા-મસાલા પાપડ-પાપડી બનાવવા -વેચવાનો ઘરઘરાઉ વ્યવસાય હતો.અમે ત્યાં રહીને મેટ્રિકની પરીક્ષા જેમ તેમ આપી અને એ જમાનામાં જ શરૂ થયેલી રેશનિંગ ઓફિસમાં નસીબે નોકરી પણ મેળવી લીધી.સાંજની કોલેજમાં ભણી ભણી રસિક તો ધીરે ધીરે બી.કૉમ થઈ ગયા અને બેન્કની પરીક્ષા આપી બેન્કમાં દાખલ થઈ ગયા.મારે પણ આગળ ભણવું હતું;પણ મારા સારા કે જે સમજો એવા નસીબે ત્યારે રશિયા અને ભારતમાં શરૂ થઈ ગયેલી પંચવર્ષીય યોજનાનુસાર મેં પાંચ વર્ષમાં ચાર દીકરાઓને અને એક દીકરીને જન્મ આપતા રહી, બાની છત્રછાયામાં માતૃત્વ અને ગૃહિણીનું કાર્યક્ષેત્ર સંભાળ્યું .સાથે જ સાથે સાથે હું બાના કાયમી ઘરઘરાઉ વ્યવસાયમાં ય બનતો સાથ-સહકાર સહેજે સહેજે આપતી રહી.

રસિકે બેન્ક્માથી લોન લઈને અને મારી બાની બે રૂમની ચાલ વેચીને એક સારો એવો ત્રણ બેડ રૂમનો ફ્લેટ લીધો -અમદાવાદથી દૂર બોપલમાં.બેન્કની નોકરી કરતા કરતા તે કેલેન્ડરો,ડાયરી,ગ્િાફ્ટ આઈટમો વી.નો સાઈડ બિઝનેસ બેંક કસ્ટમરોના સપોર્ટથી સારો અને જોરદાર એવો કરતો રહેતો હોવાથી, અમે ફ્લેટને સરસ શણગારી, બાળકોને બેસ્ટ સ્કુલમાં ભણાવવા લાગ્યા.મેં પણ ઘરમાં જ નર્સરી સ્કુલ શરૂ કરીને કમાવાનું શરૂ કરી દીધું.બા તો ઘરડું પાન હતા અને હવે થાકેલા હોવાથી તેમનો જુનો ઘરઘરાઉ મસાલા વી.નો ધંધો તેમણે ગુડવિલથી પોતાની મદદનીશને વેચી દીધો અને ધર્મયાત્રાઓ શરૂ કરી દીધી.એવી એક ધર્મયાત્રામાં તેમને મારા સન્યાસી બની ગયેલા પિતાશ્રી મળી ગયા અને તેઓ સન્યાસનો સન્યસ્ત કરી, બેઉ સાથે, અમને જોવા- મળવા આવ્યા.તેમની ખુશીનો પાર ન રહ્યો.અમારા આનંદની પણ કોઈ સીમા ન રહી.

પરંતુ અમારા દુર્ભાગ્યે ગુજરાતમાં આવેલ ધરતીકંપમાં અમે તો બચી ગયા;પણ અમારા વડીલ જેવા મારા માબાપ તો મરણ શરણ થઈ ગયા.ફ્લેટ તો કડડભૂસ થઈ જવાથી અમે બધું જ ગુમાવી બેઠા.બેંક- લોન વીમા સાથેની હોવાથી અમને માતબર રકમ મળી, જેમાંથી ફરી પાછો અમે વડોદરામાં ફ્લેટ લીધો.વડોદરામાં ફ્લેટ લેવાનું કારણ તો એટલું જ કે રસિકનું ટ્રાન્સફર બેન્કે વડોદરામાં પ્રમોશન સાથે કરી તેને મેનેજરની પોસ્ટ આપેલી.

હવે ચારે ય દીકરાઓ અને એક દીકરી એક સાથે કોલેજમાં આવી જતા અમારો રોજ બરોજનો સંઘર્ષ વધતો ગયો.વડોદરામાં મેં મોટી ખાનગી સ્કુલ જ શરૂ કરીને વધતા ખર્ચને પહોંચવા માટે વધતા ખર્ચને પહોંચી વળવા મારાથી બનતો સાથ આપ્યો.રસિક પણ પોતાનો ગ્િાફ્ટ બિઝનેસ મારા નામે ચલાવતા રહી સાઈડ- ઈન્કમ સારી જ કરવા લાગી ગયેલા.અમારો એક દીકરો આશિત એન્જિનીયરિંગની ડીગ્રી લઈ, જમાઈ શોધવા આવેલ કોઈ એન.આર.આઈની પુત્રીને પરણી, અમને છોડી, અમેરિકા ચાલ્યો ગયો.બીજો ધીમંત અને ત્રીજો હેમંત બેઉ ડોક્ટર બન્યા અને તેમની સાથે જ સાથે મેડિકલ કોલેજમાં ભણતી પોતાની મનગમતી ડોક્ટર છોકરીઓને પરણી, અમારાથી જુદા થઈ, પોતપોતાના નર્સ્િાંગ હોમ ચલાવવા લાગ્યા.ચોથો ચાર્ટર્‌ડ એકૌન્ટન્ટ બની દુબાઈ ચાલ્યો ગયો અને ત્યાં જ એક પંજાબી છોકરીને પરણી ગયો.કોઈ કરતા કોઈ અમારી સાથે સમ ખાવા પૂરતું પણ સાથે રહેવા નહોતા માંગતા.સમય સમય પર તેમને પુત્રો-પુત્રીઓ પણ થતા રહ્યા.પરંતુ તેમને રમાડવાનું તો દૂર રહ્યું; જોવા -મળવાનું પણ ભાગ્યે જ મળતું.પોતપોતાના માળા ભેગા થઈ ગયા બધા જ- પોતાના પરાયા બનીને.દીકરી દિયા પણ અમારા દુર્ભાગ્યે એક મુસ્લિમને પરણી અમને વધુને વધુ દુખી કરવા લાગી.આ છેલ્લા લગ્ને તેમને ભગ્ન કરી દીધા.તેઓ સાવ ભાંગી ગયા,અંદરથી પૂરા અને બિલકુલ તૂટી ગયા અને એક રાતે રડતા રડતા, સ્ટ્રોકના ભયંકર અટેક સાથે તત્ક્ષણ જ સ્વર્ગે સીધાર્યા. હવે મારો સંઘર્ષ શરૂ થયો. હું સ્વતંત્ર મગજની બની એકલી જ મારા આ ફ્લેટમાં રહીને મારી રીતે ભક્તિ સંગીત શીખતી રહી, મારી જાતને બિઝી રાખવા લાગી.ત્યાં તો મારા એક ડોક્ટર દીકરા હેમંતને મોટો અકસ્માત થયો અને તેના ઘૂંટણ તેમ જ કમરને સર્જરીથી ઠીક તો કરાવી શકાઈ .પણ સારી ઉત્તમ થેરાપિસ્ટને રોજ ઘરે બોલાવી જરૂરી કસરતો અને મસાજ કરાવવાની જરૂર પડી.નેન્સી નામની કોઈ વિદેશી ફિઝિયોથેરાપિસ્ટ મળી પણ ગઈ,જેની સાથે સારૂં થતા જ તે ઓસ્ટ્રેલિયા ભાગી ગયો અને તેણે પોતાની પત્નીને નિરાધાર બનાવી દીધી.તે અમારી ડાહી વહુ એ નર્સ્િાંગ હોમની માલિક બની પોતાની દીકરીને ડોક્ટરનું ભણાવવા લાગી.ભાગી ગયેલો હેમંત ત્યાં ઓસ્ટ્રેલિયામાં સમુદ્ર કિનારે પોતાની થેરાપિસ્ટ ફ્રેન્ડની સાથે સ્વિમિંગમાં ગયો હશે ત્યાં તે યોગાનુયોગ સમુદ્રમાં તણાઈ ગઈ.એ

હેમંતે દુખી થઈ ભારત પરત આવી, પોતાની પત્ની-પુત્રી સાથે પુનઃસંબંધ સ્થાપિત કરવાનો બનતો પ્રયાસ કર્યો.પણ સ્વભીમાનિની પત્ની-પુત્રીએ તેને ન સ્વીકાર્યો તે ન જ સ્વીકાર્યો.બલકે તેનું હવે પોતાનું બની ગયેલું નર્સ્િાંગ હોમ પણ પાછું ન આપ્યું.હેમંત ત્યાંથી ત્રાસી- કંટાળી બેંગ્લોર ચાલ્યો ગયો અને ત્યાંથી મુંબઈ કોઈની ભાગીદારીમાં ફરી સરસ સેટલ થઈ ગયો.એક વાર છેલ્લો પ્રયત્ન કરી જોયો પત્ની-પુત્રીને પોતાના બનાવવાનો.પણ જીદ્દી પત્ની-પુત્રીએ મચક ન આપતા તે ત્રીજી વાર પરણ્‌યો -આ વખતે એક ડિવોર્સી નર્સને.

બીજો અમેરિકા ગયેલો એન્જીનિયર પુત્ર આશિત પત્ની અને સાસુ સસરાથી અપમાનિત-અવહેલિત થઈ ત્રાસીને પોતાના બાળકો પણ ત્યાં જ છોડીને ભારત પાછો ફર્યો. કોઈ ફર્મમાં સારી નોકરી શોધી તે એક વિધવા ક્લીગને પરણ્‌યો.નવા લગ્નો કરી આવેલ આ બેઉ પુત્રોને ને ફરજ તરીકે મેં સજોડે આશીર્વાદ તો જરૂર આપ્યા;પણ મારી સ્વતંત્રતાજ હવે મારી મૂડી કહો તો મૂડી અને વ્યાજ કહો તો વ્યાજ બની ગઈ હતી.સહુનો સંસાર સહુને મુબારક.ડોક્ટર ધીમંત દોડાદોડી કરી કરી નર્સ્િાંગ હોમને, વેપારી પેઢી જેવું બનાવી,અંતે વધતા ટેન્શન અને કામના બોજના કારણે પોતે જ હાર્ટ અટેકથી આઈ.સી.યુ.માં દાખલ થઈ ગયો.હું તેને જોવા જરૂર ગઈ.પણ વિરક્તિ સહજ રૂપે મારો સ્વભાવ બની જવાથી તેનો સંસાર તેને મુબારક કહી-સમજી મારી આઝાદીની દુનિયામાં પાછી ફરી.દુબાઈ ગયેલ ચાર્ટર્‌ડ એકૌન્ટન્ટ ત્યાંની સરકારના ગુનામાં આવી જેલ ભેગો થયો તો પોતાનું કર્મ પોતા જ ભોગવવું પડે સમજી મેં તેના પત્ની અને બાળકોને આશરો આપવા ચાહ્યો;પણ તે ન તેમને મંજૂર હતું કે ન મને પણ બહુ ગમતું હતું.મુસ્લિમને પરણેલી દીકરી તો પાંચ પાંચ નમાઝ પઢવા છતાં ય એક ગોઝારા અકસ્માતમાં પોતાના પતિ અને બાળકોને ગુમાવી બેઠી છે તો ય તે ઘરવાપસી માટે તૈયાર નથી.’કેટલી વાર ધરમ બદલતા રહેવાનો?’ એમ કહે છે.હું પણ હવે મારો પોતા પ્રત્યેનો પ્રથમ અને અંતિમ ધર્મ પકડીને ભક્તિ સંગીતમાં અને મારા વાચનમાં તલ્લીન રહું છું.બોલો મારી આ રામ કહાની ’બાગબાન’ જેવી ન બની શકે ’બે ઝબાન’ ના ટાઈટલથી ? કોઈ તો બનાવો આવી રોજબરોજની જિંદગીની મૂવી!"

મૂવી નહિ તો લાંબી વાર્તા કે નવલકથા તો જરૂર લખી શકાય એમ વિચારતા વિચારતા વાર્તાકાર વિનય કુમાર શુભદાબહેનને સાંત્વના આપતા ભારે મને પાછા ફર્યા.તેમને લાગ્યું કે દુખી મનના, ન વહેતા આંસૂઓ નથી વહેતા એ જ સારૂં છે;નહિ તો આંસૂના અપાર પ્રવાહમાં સાત સમુદ્રો પણ ડૂબી જી શકે.

(અર્ધ સત્ય કથા)

૨૯. ચુકાદો

મુસાફરીમાં ક્યારેક બહુ જ ચિત્ર-વિચિત્ર સહયાત્રીઓનો સાથ-સંગાથ થઈ જાય છે.એક વાર સેકન્ડ એ.સીમાં રીઝર્વેશન ન મળતા મેં ફર્સ્ટ એ.સી.માં રીઝર્વેશન કરાવેલું.હૈદરાબાદથી રાજકોટ જનારી, ત્યારે અઠવાડિયે બે જ વાર ચાલતી ટ્રેઈનમાં, હું અમદાવાદ જવા, સમયસર, સિકન્દરાબાદ સ્ટેશનના પ્લેટફોર્મ પર પહોંચ્યો.મારા સહયાત્રીઓમાં એક વાતોડિયા વકીલ સાહેબ મળી ગયા અને વાત વાતમાં કોર્ટ કેસોની અને ચુકાદાઓની વાતો કરતા કરતા તેમણે એક ચુકાદાનો કેસ બિન્ધાસ રૂપે વિસ્તારથી મને સંભળાવ્યો.એ ચુકાદાનો કેસ મારાથી ભૂલાતો જ નથી.ભૂલાય એવો પણ નથી.

તેમણે કહેલી વિગતોની વાતો આ પ્રમાણે હતી.દુઃસંગના પ્રભાવમાં આવી એક ચોર,જુગારી,શરાબી,ખૂની અને રેપિસ્ટને તેમણે કેવી રીતે બચાવેલો તેની વાત કહેવામાં, તેમને પોતાની કાયમ સફળ રહેતી વકાલત-હોંશિયારીનું અભિમાન ભારોભાર પ્રગટ કરતા ખુશી ખુશી થઈ રહી હતી.લંબાણથી કહેલી વાત ટૂંકમાં એમ હતી કે એક સોળ વર્ષનો કિશોર નામે પણ કિશોર, ભણવા માટે પોતાના ગામના મારવાડી સગાના મોટા બંગલામાં ભાડે લીધેલા રૂમમાં રહેતા રહેતા,કોણ જાણે કેમ, બુરી સોબતમાં આવી જતા જુગાર-રેસના છંદે ચડી ગયો.દારૂ -સિગરેટ,કેબ્રે ડાન્સ અને મોટી હોટલોમાં મનભાવતું દેશી-વિદેશી વેજ-નોનવેજ ડિનર ઈત્યાદિ તેનો નિત્યક્રમ બની જતા, ઘરમાલિકે,પોતાના એકના એક દીકરાના લગ્ન છે, એવું સાચું બહાનું કરી તેને ઘર ખાલી કરાવવા માટે મૌખિક નોટિસ પણ આપી;પણ ભણવાનું આ છેલ્લું જ વર્ષ છે,પરીક્ષાને થોડા જ દિવસો બાકી છે, એમ કહી તે ત્યાંનો ત્યાં જ ચોંટી રહ્યો.

મકાનમાલિકના એકના એક પુત્રના લગ્ન થયા,ગ્રાન્ડ રિસેપ્શન થયું અને પરીક્ષા હોવાથી તે જાનમાં તો ન ગયો.પણ જાન પાછી આવી ત્યારે તેનું સામૈયું થતાં , તેની નજર રવેશમાંથી પણ નવી વહુના કીમતી સોના-હીરાના દાગીના પર ચોંટી ગઈ.સાથે સાથે તેના ગોરા રૂપાળા નમણા ચહેરા પર પણ ચોંટી ગઈ.

જાન પાછી ફરી ત્યારે શનિવાર હતો.બીજા દિવસે રવિવાર હોવાથી કિશોરને, આંખ ખુલતાજ બારીમાંથી ફેંકાયેલું ન્યુઝ પેપર દેખાયું.સીધી જ નજર પડી છેલ્લા પાનાની રવિવારની રેસની વિગતો પર.આજે તો પૂરી દસ રેસો હતી.સિઝનમાં એકાદ વાર જ દસ દસ રેસો હોય એવું બને.રેસના ખેલાડીઓને તો એક એક રેસ ઢગલાના ઢગલા કમાઈ આપે એવું જ લાગે.કાંઈ નહિ તો ચાન્સ તો એટલા બધા રહેને ? એમ વિચારતા વિચારતા એ દસે રેસની વિગતો જોવા-તપાસવા લાગી ગયો.અમુક જોકીઓની ડબલ કે ટ્રિબલ લાગવાના ચાન્સ પણ આજે પુષ્કળ રહેશે એમ તેનું મન કહેવા લાગ્યું.એ બ્રશ કરી,બહાર ઈરાની હોટલની ચા પીવા જવાનો વિચાર કરે ત્યાં તો તેની નજર રવેશમાંથી બહાર પડી તો જોયું નવ વિવાહિત જોડું સામેના જૈન દેરાસર તરફ દર્શને જી રહ્યું હતું.તેણે તરત જ પોતાની બાજુના જ એ નવવિવાહિત કપલના બે બેડરૂમના નાના બ્લોક તરફ નજર નાખી. પોતાના એન્જીનિયરીંગના જ્ઞાનના સહારે બને તો તે બ્લોકનું તાળું કેમ ખોલી શકાય તેના માટે તુક્કો લડાવવા લાગ્યું.સર્વ પ્રથમ તો તે આવા કામમાં રીઢો હોવાથી હાથમોજા પહેલા પહેરી લીધા.તેના નસીબે એક નાની ખિલ્લીથી જ ક્ષણ ભરમાં દરવાજો ખુલી ગયો.વધુ સારા નસીબે બેડરૂમના ગોદરેજના કબાટના દરવાજા પર જ ચાવીઓનો ઝૂડો લટકી રહ્યો હતો.ટાઈમ મેનજમેન્ટનો ખ્યાલ રાખી તે તરત જ કબાટની અંદરના લોકરમાં પણ ચાવી એમની એમ જોઈ, ઝડપથી હાથફેરો કરી, બને તેટલા સોના-હીરાના દાગીનાઓ લેંઘા અને પહેરણ ના ખિસ્સામાં સેરવી એ બહાર નીકળવા જતો હતો, ત્યાં તો તેણે નવવિવાહિતાને આવતી જોઈ.તે દરવાજા પાછળ છુપાઈ ગયો. ખુલ્લો દરવાજો જોઈ નવાઈ પામતી, જેવી એ અંદર પ્રવેશી કે તેનું ગળું જોરથી દબાવી,મોંઢું બંધ કરી તેને પૂરી ગૂંગળાવી દીધી.તે મૂંગી ને મૂંગી મરણ શરણ થઈ ગઈ.તે જમીન પર પડી ગઈ તો તેના પર ડબલ બેડના ડનલોપના ગાદલા ફેંકી તેને વધુ ને વધુ દબાવી, પૂરી ખલાસ કર્યાનો પાકો સધિયારો મેળવી, એ તેના પર બળાત્કાર પણ કરવા લાલાયિત થયો.પરંતુ કોઈ આવી જશે તો એ બીકે તેને ચૂમીને-બટકું ભરીને જ,તેણે તેના ગળાનું હીરાજડિત મોંઘુ મંગળસૂત્ર અને હાથની હીરાની બંગડીઓ પણ કાઢી લીધી.આંગળીની હીરાની વીંટી પણ ખેંચી કાઢી અને કાનના બૂટિયા પણ કાઢી લીધા.એ પછી તરત જ એ ખુલેલા બારણામાંથી બહાર નીકળી પોતાના રૂમમાં પહોંચી સીધો એક નાનકડા બગલથેલામાં બધું છુપાવી -ભરી, દોડાદોડ સીડી ઊંતરી, કંપાઉંડ બહાર નીકળી, જે પહેલી મળી તે રિક્ષામાં, બસ સ્ટેશન તરફ રવાના થયો."રેસની શું,હવે તો જીવન ભરની કમાણી થઈ ગઈ" એમ સમજી એ સીધો પોતાને શહેર પહોંચી ગયો.

ત્યાં પહોંચી તેણે બીજા જ દિવસે -સોમવારે પોતાના એકાઉન્ટના આધારે બેંક- લોકર મેળવી ઘરેણા તેમાં મૂકી દીધા.

આ બાજુ પુત્રવધૂ નીચે ન આવતા સાસુ-નણંદે અને તેના પતિએ તેને ચા-નાસ્તા માટે હાક મારી જોઈ;પણ તે ન આવી એટલે તેનો વર ઉપર આવ્યો તો જોયું કે પત્ની તો મરણ શરણ થઈ ગઈ છે અને પછી જોયું કે કબાટમાંથી બધી જણસો ગુમ છે.પછી જોયું તો પત્નીના શરીર પરથી પણ બધું જ ગુમ છે.તેનાથી ચીસ પડી ગઈ.તેના હોઠ પર બટકું પણ ભરાયેલું દેખાયું.આખું ઘર ઉપર આવ્યું અને તરત પોલિસને ફોન કર્યો.

પાડોશી કિશોર તેના રૂમમાં ન દેખાતા તેના પર શંકાની સોય ગઈ.પોલિસે શબ ફોરેન્સિક વિભાગમાં મોકલવાની વાત કરી.પોલિસ- કેસ થયા બાદ તો લાચારીથી રાહ જ જોવાની રહે.કિશોરને શંકાના આધારે પકડવા પોલિસ તેના શહેરે પહોંચી તો એ તો ઘરે ન જી કોઈ હોટલમાં ઊંતર્યો હતો.ઘરના લોકો તેને આમ એકએક આવેલો જોઈ સો સવાલો પૂછે તે કરતા હોટલમાં રહેવું તેને વધુ સેફ દેખાયું.તે ન મળતા પોલીસ તેની તપાસ કરવા માટે લોકલ પોલિસ વિભાગને જવાબદારી સોંપી પાછી ફરી.બીજે દિવસે એ ઘરે મળવા ગયો તો છુપી પોલિસે તેને પકડયો અને તેને ખૂન અને ચોરીની ઘટના બની હતી તે શહેરે પાછો લઈ જી ભરપૂર પૂછપરછ કરી.હિમતથી જવાબો આપી તે બચતો રહ્યો.પણ તોય શંકાના આધારે તેને શહેર બહાર ન જવાની ધમકી આપવામાં આવી.તે રોકાઈ તો ગયો;પણ તરત જ પૂરતી તપાસ કરી મારી પાસે આવી ગયો અને કહેવા લાગ્યો કે મને કોઈ પણ રીતે બચાવો.મેં તેને મોં- માંગી ફી આપવાની શરત મૂકી તો તે તરત જ હા પાડી મારા પગે પડી ગયો.

હવે મારી કરામત જુઓ.મેં તે જે હોટલમાં તેના માબાપના શહેરમાં ઊંતર્યો હતો ત્યાંની હોટલમાં મેનેજર અને રિસેપ્શનિષ્ટને ભરપૂર લાંચ આપી એક દિવસ અગાઉથી ત્યાં રહ્યાની રજીસ્ટરમાં તારીખ બદલાવી એવી નોંધ દાખલ કરાવી દીધી.સાહેબ,તે બિલકુલ નિર્દોષ છૂટી ગયો.હાથ-મોજા પહેરેલા હોવાથી તેના ફિંગર પ્રિન્ટ્‌સ તો મળ્યા જ ન હતા એટલે એ બાબત પણ તે નિર્દોષ જ સાબિત થતો હતો.મારી તેની હોટલની તારીખ-નોંધની ફેરબદલીથી એ પૂરો બચી ગયો.ચુકાદો તેની ફેવરમાં આવતા જ મેં તેની પાસે પૂરા પચ્ચીસ હજાર રૂપિયા લીધા,જે તેણે રાજીખુશીથી મને આપ્યા."

જેટલી ખુશીથી એ આ બધી વાત કરી રહ્યો હતો એટલી જ ગમગ્િાનીથી હું આ બધું સાંભળી રહ્યો હતો.

ત્યારે મેં મનોમન એક દૃઢ નિશ્ચય તો કર્યો જ કર્યો કે મારા એક્કે પુત્રને હું વકીલ તો કોઈ કરતા કોઈ સંજોગોમાં નહિ જ બનાવું.

(અર્ધ સત્ય કથા)

૩૦. આદર્શના ઉજાસે

ધ્રાંગધ્રાનિવાસી અને એ વર્ષનું, રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન પ્રાપ્ત કરનાર,પોતાની જ જ્જ્ઞાતિના આદર્શતમ શિક્ષક સુમંતભાઈના એક માત્ર સુપુત્ર કુંવરજીભાઈ સાથે પોતાની પુત્રીનું સગપણ કરી રાષ્ટ્રનેતાએ એક પ્રકારનો હાશકારો અનુભવ્યો.દેશની આઝાદી માટે દેશસેવાને સમર્પ્િાત એવા સ્વદેશી આંદોલન ચલાવનાર એ સર્વપ્રિય મહાનાયકનો એક પુત્ર વિધર્મી થઈ જતા,દાદાએ, સમયસર પૌત્રીનું વેવિશાળ સાદાઈપૂર્વક કરીને,એટલી જ સાદગીથી તેના લગ્નની પણ તૈયારી કરી લીધી. વેવાઈ-વેવાણને જણાવી દીધું કે જાનમાં પચ્ચીસથી વધુ જાનૈયા આવશે તો કેવળ માત્ર લીંબુનું શરબત જ પીરસાશે.જો સંખ્યા પચ્ચીસની અંદર અંદર હશે તો સાદું સાત્વિક એવું એક મિઠાઈ-ફરસાણ સાથેનું ભોજન એક ટંક માટે પીરસાશે. જાનની વિદાય પણ એ જ સાંજે થશે.

આવા મોટા દેશનેતાની પૌત્રીના લગ્ન પોતાના કુટુંબીના પુત્ર સાથે થતું જોવા, ચાર આનાની સસ્તા ભાડાની યાત્રા કરવા તો સો સો કુટુંબીઓ તૈયાર થઈ ગયા.જેમતેમ થોડાકને ઘટાડી જાન રવાના થઈ.કુંવરજીને રેશમી વસ્ત્રોની મનાઈ ફરમાયેલ હોવાથી ખાદીના જ વસ્ત્રો અને ખાદીની જ ટોપી પહેરાવી, જાન રાષ્ટ્ર-નેતાના આશ્રમે પહોંચી તો નારાજ થયેલા દાદાએ તેમને લીંબુનું શરબત જ પીવડાવ્યું.વરના માતાપિતા અને નજીકના કુટુંબીઓને સાદું સાત્વિક ભોજન અલ્બત્ત પીરસ્યું.કન્યા- દાનમાં રેંટિયો અને ખાદીની પાંચ સાડીઓ આપી અને સાંજ પડયે વિદાય પણ આપી.કન્યાના પિતાએ તો હાજરી પણ ન આપી અને દાદા-દાદીએ જ કન્યાદાન કર્યું.કુંવરજીને ખાદી જ પહેરવાનું વચન લેવડાવ્યું,જે કુંવરજીને ગમ્યું તો નહિ,પણ લાજ- શરમમાં હા એ હા કરી દીધી.

કુંવરજી તો રજવાડી સ્વભાવનો થઈ ગયેલો, કારણ કે તેના બધા મિત્રો રાજ્ય પરિવારના રાજકુંવરો હતા.દારૂ,હુક્કો,પાનના બીડા તો રોજની વાત રહેતી.રેશમી ચાયનીઝ બોસ્કી સિવાય બીજું કોઈ કપડું તો વરરાજા કુંવરજીને પહેરવું જ ન ગમે.ધોતિયું પણ ફિન્લેનું જ પહેરે.ટોપી પણ રાજ કુંવરો જેવી જરી ભરેલી પહેરે.

હમેશા ખાદીની જ સાડી જ પહેરતી, દાદાની વહાલી દીકરીને,પોતાના દાદાને વચન આપ્યા પછી પણ બદલાઈ જતા તેમ જ રાજ પરિવારના રાજકુમારોની સંગતમાં પતિ હુક્કા -પાણી કરે,કસુંબો પીએ,પાન ખાય તેમ જ સિગરેટ પીએ અને વાર-તહેવારે પત્તાનો જુગાર રમે એ બધું ન ગમ્યું એટલું જ નહિ,બહુ જ ભયંકર લાગ્યું.શું કર્યે સ્વામી હવે આ બગડેલા -વંઠેલા પતિ કુંવરજીના વર્તનમાં પરિવર્તન લાવી શકાય એ તેની સમજમાં જ ન આવ્યું.

એવામાં સાયકલ ચલાવતા કુંવરજીને કોઈ ખટારા સાથે અકસ્માત થયો અને હાથે પગે ફ્રેકચર થતા સરકારી હોસ્પિટલમાં દાખલ થવું પડયું ત્યારે પતિની સેવા- ભાવના જોઈ કુંવરજી બહુ જ પ્રભાવિત થયો.ખાદીધારી પત્ની સવારના પહોરમાં ગરમ ગરમ દૂધનો ઉકાળો અને ગરમ ગરમ ઘઉંનો શીરો લાવે એટલું જ નહિ,પોતાના હાથે ખવડાવે-પીવડાવે પણ ખરી -કારણકે તેના તો બેઉ હાથે -પગે તો પાટાઓના પોપટ બિરાજમાન થયા હતા- એ જોઈ તેનું હૈયું ભરાઈ આવ્યું અને આંખોમાં પ્રેમાશ્રૂ ઊંભરાવા લાગ્યા.તેણે પત્નીને ધીમેથી પૂછ્‌યુંઃ"તારી આ સેવાના બદલામાં તું જે માંગે તે આપવાનું હું વચન આપું છું.માંગ માંગ માંગે તે આપું."

"મારા દાદાને આપેલું વચન ન પાળી શક્યા તે તેમની પોતરીનું -મારૂં -વચન તમે કેવી રીતે પાળશો? ’મેરૂ ડગે પણ વચન ન તૂટે’ તેને વચન- પાલન કહેવાય" એમ કહી દાદા પાસે શીખેલા એક- બે ભજનો ગાઈ સંભળાવ્યા.

આદર્શનો ઉજાસ આંખ સામે ઊંભરાવા લાગ્યો અને કુંવરજી બોલ્યા :"મારી આંખ આ તારા આદર્શના ઉજાસે ઊંઘડી ગઈ છે.જા આજથી બધા જ વ્યસનોને કાયમી તિલાંજલિ આપવાની અને ખાદી જ ખાદી પહેરવાની ભીષ્મપ્રતિજ્જ્ઞા લઉં છું."

આદર્શના ઉજાસનો આ અનોખો,અદ્‌ભુત ચમત્કાર જોઈ આદર્શ દાદાની આદર્શ પુત્રીનો પતિપ્રેમ ઊંભરાઈને પતિના અશ્રૂભર્યા ચહેરા પર અશ્રૂ રૂપે ટપકવા લાગ્યો.

આ દૃશ્ય જોઈ અંદર આવતી નર્સ પણ પોતાના આંસૂ લૂછવા લાગી.

(સત્ય કથા)

સમાપ્ત

અમેરિકા સ્થિત પ્રો. લલીત પરીખે

દોઢ વર્ષમાં ૧૫ ગુજરાતી પુસ્તકો પ્રકાશિત કર્યા

વરિષ્ઠ પત્રકાર એચ. પી. શાહે લીધેલી મુલાકાત

વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા છતાં વતનની ભાષા પ્રત્યેત હૃદયપૂર્વકનો આદર ધરાવતા પ્રો. લલીત પરીખનો પ્રથમ પરિચય ૨૦૧૩માં તેઓ ભારત આવેલા ત્યાતરે ચાંદખેડા (અમદાવાદ) નજીક આવેલા ‘લિવિંગ ફોર સીનીઅર્સ - શાંતિનિકેતન’ (એક મજાનું સ્થા ન) માં નિરાંતની પળો ગાળતા વડીલ મિત્ર રસીકકાકાને મળવા ગયો ત્યારે થયો હતો. એ વખતે મને એમની ગુજરાતી નવલકથા ‘કયાંથી કયાં?’ મને ભેટ આપી હતી.

જાણવા - મળવા જેવા માણસ તરીકે લલીતભાઈ એટલા માટે કહું છું કે તેઓ વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા હોવા છતાં એમને ગુજરાત વહાલુ વહાલું લાગે છે અને ગુજરાતી ભાષા પ્રત્યેાનો એમનો પ્રેમ પણ ઉત્કટ રહ્યો છે જે એમણે એમના પુસ્તકોમાં આલેખયો છે. આવા વ્યકિતત્વને માત્ર એક બિનનિવાસી ભારતીય તરીકે ઓળખાવવાથી એમની કંઈક વધુ લાક્ષણિકતાઓ જાણવી જરૂરી લાગી અને તેની ફુલશ્રૂતિ આ મુલાકાત આધારીત પ્રસ્તુત લેખ છે :૧૯૩૧માં જન્મેલા મૂળ ધ્રાંગધ્રાના લલીતભાઈ બાલ્યાવસ્થાથી જ વાંચનપ્રેમી હોવાથી યુવાન થતા થતા તો સંપૂર્ણ ગુજરાતી હિંદી, અંગ્રેજી સાહિત્યર ફેંદી કાઢી લખતા પણ થઈ ગયેલા. પંદર - સોળ વર્ષની ઉંમરે તેમની પહેલી વાર્તા ‘મરેલો ઉંદર’ ‘સવિતા’સામાયિકમાં પ્રગટ થયેલ. તે પછી તો ‘નવચેતન’, ‘કુમાર’, ‘અખંડ આનંદ’, ‘પ્રતિમા’, ‘વાર્તા’, ‘જનકલ્યાઅણ’ ઈત્યા દિ અનેક અનેક સામયિકોમાં વાર્તાઓ પ્રગટ થતી રહી. ‘કુમાર’ માં તો ૧૯૫૩માં વર્ષની શ્રેષ્ઠ વાર્તાનું પારિતોષ્િાક પણ તેમને એનાયત કરવામાં આવેલું તેમની વાર્તા ‘ખોવાયેલી વીંટી’ માટે એ હતી મોટી સિદ્ઘિ. કવિતાઓ પણ લખવામાં તેમને રસ. મહાત્મા ગાંધીના નિધનના પહેલા જ રવિવારની ‘મુંબઈ સમાચાર’ ની સાપ્તામહિક પૂર્તિમાં તેમની શ્રદ્ધાંજલી સમી કવિતા સત્તર જ વર્ષની ઉંમરે પ્રગટ થયેલી આ હતી પહેલી સિદ્ઘિ.

સામાજીક પ્રવૃતિઓમાં વ્યસસ્ત રહેતા રહેતા તેમણે એમ. એ., પી. એચ. ડી., હિંદી ભાષા અને સાહિત્ય્‌માં ડીગ્રીઓ મેળવી, હૈદ્રાબાદની ઉસ્માવનિયા યુનિવર્સ્િાટીમાં પ્રોફેસરની કારકિર્દી શરૂ કરી. આર્યની વાત એ છે કે અમેરિકામાં સ્થાપયી થયા બાદ પચાસ વર્ષો સુધી કલમને ‘મ્યાતન’ કર્યા બાદ ૨૦૧૧માં ફરી તેઓ સાહિત્યા લેખન તરફ વળ્યા‘. માત્ર દોઢેક વર્ષના ટુંકા ગાળામાં પંદર જેટલા ગુજરાતી પુસ્તકોના પ્રકાશન દ્વારા તેઓ ‘લાઈમ લાઈટ’માં આવ્યાજ.

પ્રો. લલીત પરીખના પુસ્તકકો :

૧) ૨મી માસ્ટરર ૨) કયાંથી કયાં? (નવલકથા), ૩) થી ૭) વાર્તા રે વાર્તા ભાગ ૧ થી ૫, ૮) ગૃહપ્રવેશ ૯) ભેદ - અભેદ ૧૦) જાણ્‌યાસ - અજાણ્‌યાર ૧૧) લલીત સરની શ્રેષ્ઠન વાર્તાઓ ૧૨) ડગલે ડગલે - પગલે પગલે (નવલકથા) ૧૩) આનંદ આનંદ આનંદ (નવલકથા) ૧૪) સત્સંવગના સથવારે (આધ્યાભત્મિઆક), ૧૫) માતૃ મંદિર. અમેરિકા ફોન સંપર્ક : ૦૦૧-૭૧૭-૭૨૮-૯૮૧.

મારો જન્મ ૧૯૩૧માં..

શરૂના ૮ વર્ષ ઈન્દોરમાં હેડમાસ્તર પિતાની શાળામાં ત્રણ ગુજરાતી સુધીનો અભ્યાસ.તે પછી ચોથી ગુજરાતીથી એમ.એ.પી;એચ.ડી.સુધીનો અભ્યાસ હૈદરાબાદમાં.હિન્દી સાહિત્યનાં ઉસ્માનિયા યુનીવર્સીટીમાં પ્રોફેસર,,ચેરમેન.ડીન.૧૯૯૧માં નિવૃત્ત થયો નાની ઉંમરથી સાહિત્યમાં રસ.પુષ્કળ ગુજરાતી,હિન્દી,અંગ્રેજી સાહિત્યનુ વાંચન કર્યું.

૧૯૪૮મા ૧૭ વર્ષની ઉમરે પૂજ્ય.મહાત્મા ગાંધીજીના સ્વર્ગવાસ પર જે કવિતા લખીને તત્કાલ મોકલી તે મુંબઈ સમાચારની પહેલી જ રવિવારની સાપ્તાહિક પૂર્તિમાં ગાંધીજી ના ચિત્ર સાથે પ્રકાશિત થયેલ.એ હતી મારી પહેલી સિદ્ઘિ.

“કુમાર’માં વર્ષની શ્રેષ્ઠ વાર્તા તરીકે નિર્વાચિત થઈ પારિતોષ્િાક પ્રાપ્તિ તે બીજી સિદ્ઘિ ૧૯૫૧ માં કુલ ત્રણેક વાર્તાઓ તેમાં પ્રગટ થયેલી.આ વાર્તાનું નામ”ખોવાયેલી વીંટી”.બીજી બે વાર્તાઓના નામ હતું, ‘ભવિષ્યવાણી’ અને ‘રમીમાસ્ટર’.

‘નવચેતન’ માં પુષ્કળ વાર્તાઓ છપાઈ. પ્રતિમા, સવિતા, વાર્તા,વી.માં વાર્‌તાઓ પ્રગટ થતી જ રહી.અખંડ આનંદ જન કલ્યાણમાં પણ નાની ઉમરે વાર્તાઓ,લેખો,એકાંકી વી.પ્રગટ થતારહ્યા.

બાળ સાહિત્ય પણ ઘણું લખેલ.બાલમિત્ર,બાલસખા, ગાંડીવ, રમકડું મુંબઈ સમાચાર,જન્મભૂમિ- પ્રવાસીમાં, બાલજીવનમાં. એક બાળનાટિકા મુંબઈ રેડીઓ સ્ટેશનથી પ્રસારિત પણ થયેલી. નાનપણમાં હસ્તલિખિત ત્રિમાસિક સામાયિક પણ પ્રકાશિત કરેલ- પંકજ અને રશ્મિ. નાનપણથી મંડળો સાથે કાર્યરત અને એના સ્થાપનાની નેમ.વ્યાયામ મંડળ ,બાળમંડળ,નવયુવક મંડળ,સંસ્કૃતિક મંડળ,વી.યુનીવર્સીટીમાં ભણતા ભણતા ગુજરાતી સેવામંડળ મંત્રી અને પછી પ્રમુખ તરીકે વરની થયેલી.એક વાર અતિવૃષ્ટિ થતા શહેરમાં વાસણ,કપડા અને અનાજનું મહિલા મંડળની સાથે ગરીબ વસ્તીઓમાં ફરી ફરી વિતરણ પણ કરેલું.હૈદ્રાબાદ રેડીઓ સ્ટેશન પર નાટિકાઓ ભજવેલી,સમાજમાં પણ નાટકો ભજવેલા,યુનીવર્સીટીમાં પણ નાટકો દિગ્દર્શિત કરેલા.સમાજમાં ભવ્ય હોલ.તેની ઉપર ગેસ્ટ હાઉઝ,શાળા અને કોલેજ માટે ગમે તેટલી મોંઘી ચોપડીઓ માટે બુક બેંક પણ શરૂ કરેલી,જે આજે પણ ચાલે છે.પણ પી.એચડીની શુષ્ક શોધ-પ્રવૃત્તિમાં સાહિત્યની સરસતા સુકાતી ગઈ.તેમાં એક મહાન મિત્ર, ફિલસૂફ, અને ગુરૂ સમાન ડોકટરે સાચી સમજણ આપી કહ્યું;” લખવા કરતા સારૂં જીવો. વ્યાસ મુનિના સમયથી આજ સુધી ઘણું ઘણું લખાયું છે.હવે મનુષ્યે સારૂં-સાચું જીવન જીવવાનું છે.લખવાનું છોડી દીધું,આજે ફરી ચાલીસ વર્ષો પછી લખવાનું શરૂ કરી શક્યો તેનું શ્રેય શ્રી.નટવરભાઈ મેહતાને છે, જેમની પ્રેરણા અને જેમના પ્રોત્સાહનથી ફરી લખતો થઈ ગયો છું.લગભગ પચાસથી વધુ વાર્તાઓ છ મહિનામાં લખી છે અને એક લઘુ નવલ પણ. જે સમયાંતરે અહિં આ બ્લોગ મારફત પ્રકાશિત કરતા રહેવાની ખેવના રાખું છું.

આજે ૮૦ વર્ષની ઉમરે આટલી ઝડપથી આટલું લખી શકાયું છે તો હજી આવતા દસ-વીસ વર્ષોમાં તો પુષ્કળ લખશે.આશાવાદી છું,સકારાત્મક અભિગમ ધરાવું છું એટલે સો વર્ષ તો જીવવાનો જ. મારા કાકી સો વર્ષના જીવે છે અને હરેફરે છે.રોજ કોમ્પ્યુટપર બે-ત્રણ-ચાર કલાક બેસી સીધું જ લખવાનું ફાવી ગયું છે,ચાર પુત્રો-પુત્રવધુઓ ,જેમાંથી બે પુત્રો-પુત્રવધુઓ ડોક્ટર.એક પુત્ર-પુત્રવધુના બે પુત્રો અને તેમની એક પુત્રવધુ પણ ડોક્ટર. પુત્રો શ્રવણ જેવા.પુત્રવધુઓ પુત્રી જેવી.મને ન પુત્રી છે,ન બહેન.સો વર્ષે અમારે ત્યાં પહેલી પોત્રી જન્મેલી ત્યારે અમે,મારા માતા-પિતા પણ નાચેલા.ત્રણ પૌત્રો,પાંચ પૌત્રીઓ માંથી બે પૌત્રીઓના અને એક પૌત્રના લગ્ન થઈ ગયા છે.એક પ્રપૌત્રી પણ છે.બાકી સઘળા લગ્નો અને સહુને ત્યાં બાળકો આરામથી જોવાશે.

પત્નીને સ્ટ્રોક આવતા ડાબા પગે સહજ ખોડ આવી છે;પણ પોતાનું સઘળું કામ હવે જાતે કરી લે છે અને વોકરથી,લાકડીથી,માંરો હાથ પકડીને પણ ચાલી શકે છે અને કારમાં વોકર મૂકી બધે આવ-જાવ પણ કરી શકે છે.તે પણ મારી જેમ અને જેટલું લાંબુ જીવવાની જ.જે પુત્ર-પુત્રવધુની સાથે રહીએ છીએ તેમણે અમારા માટે હેન્ડીકેપ્ડ એક્સેસેબ્લ રૂમ અને બાથરૂમ પણ બનાવ્યો છે. મને સદભાગ્યે તે લોકો તેમજ મારી પત્ની દર વર્ષે ભારત ફરવા જવા દે છે અને હું ત્યાંથી ટુરો પણ લઉં છું-દેશ-વિદેશની.મને ભારત દેશ અતિઅતિ પ્રિય છે.ભાષાઓ હું ગુજરાતી ઉપરાંત હિન્દી,ઉર્દુ,મારાથી,તેલુગુ વી.જાણું છું.

આ થયો મારો લાંબો પરિચય.. આશા છે કે આપ સહુ સાહિત્ય રસિક મારા આ સાહસને આવકારશે. અને મને પ્રોત્સાહન આપશે.

- આપનો લલિત પરીખ