Maa Tuje Salam books and stories free download online pdf in Gujarati

માં તુજે સલામ

માં

તુજે સલામ

(કવિતા સંગ્રહ)

READ MORE BOOKS ON
www.matrubharti.com


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

1 - માં

દર્શિતા શાહ

સુખ દુઃખ માં સદાયે હસતી રહેતી માં,

રાત દિવસ સદાયે હસતી રહેતી માં.

ભીને સૂઇ સુકે સુવાડે, લાડ લડાવે,

બારે માસ સદાયે હસતી રહેતી માં.

તારા વનિા મારી શું હસ્તી જ્ગમાં,

સવારે સાંજે સદાયે હસતી રહેતી માં.

તું છે તો જીવન છે હર્યુ ભર્યુ મારું,

ટાઠ તડકે સદાયે હસતી રહેતી માં.

જીવન ધન્ય થઇ ગયું તારા લીધે,

પૂનમ અમાસે સદાયે હસતી રહેતી માં.

કરોડો શિક્ષકો તેની તોલે ના આવે,

રિસાતી મનાવતી સદાયે હસતી રહેતી માં.

હું રડું તે પણ રડે મારી સંગાથે,

ઊપર નીચે સદાયે હસતી રહેતી માં.

ભગવાને મોકલી છે તેની બદલીમા,

ઘર બહાર સદાયે હસતી રહેતી માં.

તારા ચરણોમાં છે મારું સ્થાન હંમેશા,

મારી સામે સદાયે હસતી રહેતી માં.

તારા ખોળામાં છે સ્વર્ગ ના સુખો બધા,

બનાવટી ગુસ્સામાં સદાયે હસતી રહેતી માં.

મારા હદયની ધડકનો તેના શ્વાસમાં,

ભૂલ ચૂક્માં સદાયે હસતી રહેતી માં.

વગર માગે હાજર કરતી મારી જરૂરિયાતો,

દોસ્ત બની સદાયે હસતી રહેતી માં.

“સખી”

***

2 - મને લેવાને...

સુલતાન સિંહ

એક વાર માત્ર વિચાર આવે,

કદાચ તારીખો અને,

મનીઓર્ડર સમયાંતરે,

કેમ પણ નથી આવતો,

દીકરા તુજ અહી,

મને લેવાને...

ધ્રુજી ઉઠે છે રૂદિયુંને આ,

વૃદ્ધાશ્રમની દીવાલો,

શા માટે ? ભુલાઈ ?

માની યાદો બેટા,

ક્યારેક તો આવીશ ને તું,

મને લેવાને...

લગ્ન પછી તું કેમ આમ,

અચાનક બદલાયો,

તારાજ પરિણામે હું,

માં તરીકે ઓળખાઈને ?

તોય કેમ ના આવ્યો તું,

મને લેવાને...

નવ મહનિા અને બાકીના,

સત્તર વર્ષો ભલેને,

ભુલાઈ ગયા તારાથી,

બસ યાદ કરજે આજ,

લખને ક્યારે આવીશ તું ?

મને લેવાને...

કોઈ ખૂણે પડી રહીશ હું,

દીકરા તારા ઘરમાં,

ભલે હેત ભૂલાય મારા,

તારા મનથી પણ,

યાદ કરીનેય આવને આજ,

મને લેવાને...

***

3 - '' મા ''

નીતા શાહ

એનું જીવન એટલે નિબંધ નહિ

પ્રત્યેક દિવસોના પેરેગ્રાફ માં

વહેંચાયેલી આત્મકથા....

વેદનાનું વ્હાલમાં રૂપાંતર કરે

અને આપણાં શ્વાસ એટલે

એના મૂળને ઉગેલા ફૂલ

એ બધા ની છે પણ

એનું કોઈ નથી...

'
માં' એટલે થાકનું વિરામ

'માં' એટલે જીવતરનો આરામ

મમ્મીને હગ એટલે ઈશ્વરને પ્રણામ

આફતો સામે લડવાનો શ્રીયંત્ર

આપના દુઃખોનું ફિલ્ટર

આપના સુખોનું પોસ્ટર

આપની ભૂલો પર ભભૂકતો ગુસ્સો

આપણી ભૂલોને છાવરતો જુસ્સો


બાળકની પહેલી રેફરેન્સ બુક

અન્લીમીટેડ લવ

શિયાળાની હુંફ

ઉનાળાની ઠંડક

વરસતું વ્હાલ

બે સંતાનો વચ્ચેના અબોલા ની

મૌન વેદના તેની આંખોમાં વંચાય

રક્ષાબંધન ના દિવસે જયારે

બહેન ભાઈ ને રાખડી બાંધે ત્યારે

ભૂતકાળ ચડ્ડી ને ફ્રોક પહેરીને

સજળ આંખે ઉડાઉડ કરે છે...

ત્યારે ખીલેલા ચહેરામાં તમને

ઈશ ની અનુભૂતિ થશે...!

જાણે કહેતી હશે કે જોયું

મારું ક્રીએશન....!

સંતાનો જીવન ના મધ્યમાં હોય

પ્રભુને એક અગરબત્તી વધારે કરે

ઘરના ખુણાનું એકાંત પોતીકું લાગે

જયારે જયારે પાડોશી સાથે વાત કરે

આંખમાં અનોખી ખુમારીભરી ચમક સાથે

સંતાનોની પ્રગતનિા સમાચાર

એની વાત ની ''હેડલાઈન'' હોય...

એ ઘર ના મંદિર ની ધજા છે,

ત્રણ-ત્રણ પેઢીઓ નો સમન્વય નિભાવે છે

કૌટુંબિક માળાના મણકા પરોવીને સજાવે છે

આપણે કોરી આંખે રડીએ ત્યારે

પાલવ તો તેનો જ ભીંજાય છે

એના વિષે મૌન રહી શકાતું નથી

ને બોલવામાં ગોથું ખાઈએ છીએ

આપણે એને ક્યાં રાખીએ છીએ?

એ જ આપણ ને રાખે છે...

આંખ સામે ઘરડી થાય છે

કશું જ નથી આપી શકતા

જયારે ખબર પડે છે

જયારે સમજાય છે ...

ત્યારે...???

ખુબ મોડું થઇ ગયું હોય છે...!!!

***

4 - ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા

પ્રશાંત સોમાણી


જાગે સમય પ્હેલાં,પછી બા ક્યાં રિટાયર થાય છે?
ઘર એજ તેની બંદગી, બા ક્યાં રિટાયર થાય છે?
ઠંડીમાં આપે હુંફ તે, તડકે તે આપે છાંયડો,
વરસાદમાં છત્રી થતી, બા ક્યાં રિટાયર થાય છે?
આ આંખની બે પાંપણો પાછળ ઉગે ઈચ્છા, છતાં,
દિલમાં દબાવી રાખતી,બા ક્યાં રિટાયર થાય છે?
જાણે બધું, સમજે બધું, બોલ્યા વગર વેઠે બધું,
ને દર્દ રાખે ખાનગી, બા ક્યાં રિટાયર થાય છે?
હસતા મુખે, ઘરના બધાને રોજ રાજી રાખવા,
ખર્ચે છે સઘળી જીંદગી, બા ક્યાં રિટાયર થાય છે?
***

5 - લીમડાનો મોર મારી મા

હરીશ મહુવાકર

આંગણે લીમડો ને ઘરમાં મા,

ચઇતર ફાગણ ફોરે, ત્રીજ ચોથ કોળે,

લાપસી ને લાડુની સોડમ ઉઠે.

ડાળીએ બાંધેલો ઝૂલો હિલ્લોળે હૈયાને કે

સરગાલોક કે કનિ્નરલોક આ અવનીલોકે.

પણ મા,

હવે હું શહેરમાં ને વળી સંસારી,

ને મા આંગણે લીમડો નહિ,

ને મા તુ પણ નહિ.

એથીજ સઘળે કડવાશ કડવાશ.

ને મા તોય તારી સ્મૃતિ અને મ્હોરેલ મોર,

ઢંઢોળે મને ને થઇ જાઉં હું સોડમ સોડમ.

***

6 - મા નો કયો પર્યાય

વિપુલ માંગરોલિયા

રોજ મારો જન્મ એની આંખમાં ઉજવાય છે
માને માટે દીકરો મોટો કદી ક્યાં થાય છે
કોણ જાણે કેવી માટીનો બનેલો દેહ છે,
દર્દ આપ્યા કેટલાયે તોય, મા હરખાય છે.
એક અક્ષર પણ ન જાણે, ક્યાં ભણી છે સ્કૂલમાં,
તોય મારા મુખ ઉપરનું દર્દ વાંચી જાય છે.
એક મારી ઊંઘ ખાતર રાત ને ગણતી દિવસ,
કોણ જાણે તોય એનો થાક ક્યાં ઠલવાય છે
વાત વાતે હું કસમ ખાતો રહ્યો મા ની બધે,
ક્યાય સાંભળ્યું, કસમ, મા દીકરા ની ખાય છે?
આજ મા ની છે હયાતી ઈશ તારા ધામમાં,
ત્યાં તને ઝળહળ થશે, તુલસી અહીં સૂકાય છે.
આજ પણ જો કોઈ ઠોકર વાગશે નાની સુની,
કાનમાં ખમ્મા ઘણી નો શબ્દ પણ અફળાય છે
સૂર્ય ને પાલવથી ઢાંકી ચાંદ સમ શીતળ કરે,
તું કહી દે આ જગતમાં મા નો કયો પર્યાય છે?

***

7 - માં ના પ્રેમનો ઘેલો

પટેલ સ્વપ્નીલ

હોય નસીબના વિયોગ તો દુર કરજો બાપને,

દુર ના કરતા મને મમતાની, વર્ષાથી પ્રભુ !!

મારી વહાલી માં, મારા પ્રેમમાં ઘેલી મારી માં!

અસહ્ય દુખે જન્માવનાર માં ને, દુખ ના દેતા પ્રભુ!

નથી જોયતુ વધારે પ્રભુ, બસ આપ વરદાન એક,

અગણિત દુખ સહનારને, પુત્ર વિયોગ, ના દે પ્રભુ!

એ પ્રેમના અમૃત દેનારને, ના તરછોડે કોઈ દીકરો

સુકે પોઢનાર, એ દીકરાને પ્રેમ સમજાવજે પ્રભુ...

એ પીડા અને પ્રેમને, દીકરાને અનુભવાડજે પ્રભુ..

ઘરડે ઘડપણ, રડતી માં ને પ્રેમ મળે, છે એટલી જ આશા...

માં, જરુર પડ્યે અવાજ કરજે!, સાત સમુંદર પાર કરી આવીશ!!!

તુ ચિંતા ના કર! તારો દીકરો બેઠો છે ને!!!, બોલશે તારા દીકરા....

તારા હૈયાની પીડાને બહાર આવતા પહેલા,

હવે એ પીડાનો નાશ કરશે, દીકરા તારા....

રડતી નહી, કદીયે નહી, બસ એક ફોન કરજે,

તારા પ્રેમનો ઘેલો આવશે, મુકતા ફોન પહેલા..તારા...

***

8 - “મા....” લાગે છે....!

બ્રિજેશ પંચાલ

જો; ઘરમાં અંધારું કેવું લાગે છે,

મા ઉભી ત્યાં બસ અજવાળું લાગે છે.

દુનિયા ખોટું કહે, ખોટું માનું છું હું,

મા ખોટું કહે તો પણ સાચું લાગે છે.

અડકી લે જે મા; આ દરિયાનું પાણી,

હજુ સુધી એ પાણી ખારું લાગે છે.

મા કહે‘મેં ખાધું; તું ખઈ લે બેટા’; તો

સમજી જા જમવાનું ઓછું લાગે છે.

***

9 - બાને જોતાં

(છંદ મંદાક્રાન્‍તા)

રમેશ વાઘેલા

બાને જોતાં શિશુવય બઘી યાદ આવે મજાની,

રાત્રે સૂતાં અગણિત સુણી રોજ બાની કહાણી.

તારા તેજે ગહન ગગને રાત નિંદ્રા સજેલી,

સૌની સાથે નિજ વતનમાં શાંતિ સંતોષ હેલી.

બાપા બ્‍હેની વગર વતને મૌન ઘેરી ઉદાસી,

તોયે બાના મન ઉ૫વને હેતની બારમાસી.

સેવા કીઘી સરળ થઇને માન મોભો વિસાર્યાં,

વેઠયાં સૌના કટુવચન તેં કલેશ સૌએ નિવાર્યા.

પૂછયું બાને પરમઇશનું ઘ્‍યાન સેવા થઇ છે?

બા બોલી કે ૫તિ-શિશુમહી આયુ પૂરી ગઇ છે!

હંમેશા હું સતત જનની પાસ હો તે વિચારું,

કેવી રીતે ઋણ સકલ એ બાળ થૈને ઉતારું?.

***

10 - માં

જીનલ મર્ચન્ટ

ખુદા હી સહી ઉસકા નામ મમ્મી પપ્પા સહી

હમ છોટે હો યા બડે બાત બાત મેં રોક-ટોક હમસે

દિલ કે હર હે વોહ બડે ઈસલીયે સારે સજેસન લિયે

સ્કુલ હો યા હો કોલેજ ખબર રખે પૂરી

નાં આયે TIME પે તોહ તુરંત વોહ કોલ કરે

યહી હે ઉસકી હસતી હસાતી છબી

નામ હે ઉસકા "બીના"

જોબ કરે વોહ ટીચર કી સહી

જો શિખાયે રાહો પે ચલના

બીના કિસીકી લિયે રાઈ

દિલ પે વોહ સબકે છાઈ

તેરે આશીર્વાદ સે જીંદગી હે શીખી

ચાહે રાસ્તો મેં આયે કિતની મજબૂરી

મેરી રફતાર કી બજેસે વોહ બોલતી

બાદ મેં થોડી મુસ્કુરાતી

"કર્મ" હૈ મેરે તુજસે જુડે કહી કિયે હોંગે

મૈને "પુણ્ય" બડે સહી તભી તોહ

"માં" મિલી હૈ તું મુજે

અપને અકેલે કદમ પે સંભાલા હે મુજે

પતા નહિ ક્યાં "જાદુ" હે તેરે ચરણ મેં

જીતના ઝુકી ઉતના જ્યાદા ઉપર ચઢી હું મેં

યેહ નસીબ હે મેરે

"માં" પાઈ હે તુજે

કેહ્તે હે કુછ રિશ્તે મુનાફા નહી દેતે પર

જીંદગી જરૂર અનમોલ બના દેતે હે

યે હે EXAMPLE ઉસકા સહી

અંત મેં સિર્ફ ઇતના બોલું

જીના સિર્ફ તેરે લિયે

ચાહે જિંદગી હો અધુરી-સી કયું નહી

***

11 - “મા”

જ્યોતિ ભટ્ટ

તું યાદ આવે પળપળ
ક્યારેક થાકીને લોથ બનું
તો
હાથ પસવારી માથે
ઓઇલ મસાજ કરી આપી
અપાવતી આરામ
ઉદાસ બનું જ્યારે
તો
કહેતી હેતાળ નજરે"
છું હું તારી સાથે "
ને રોજરોજ
નિત નવી વાની બનાવી
પિરસતી બહુ પ્રેમથી
પણ
ક્યાં હતો સમય
ક્યારેય
તને સમજવાનો
આજે
સતત સ્મરણ તારું
ને
પ્રાર્થું ઈશને
ન આપ ભલે
કશું ય મુજને
બસ
મને મારી "મા" આપ
મને મારી "મા " આપ.

***

  • 12 - માં, મમ્મી ને મોમ
  • છે અલગ શબ્દો પણ અર્થ તો એનો એક જ
  • પીયુષ કાજાવદરા
  • જયારે હતો મેં નાનો
  • ના હતી મને કોઇ ભાન..
  • ધીરે ધીરે મોટો થયો
  • અને તે મને આપ્યુ જ્ઞાન
  • દુનીયામાં હતી નિરાશા
  • તો તે જગાડી આશા
  • ચાલતા જયારે આવડતુ ના હતુ
  • તો આપ્યો તે તારો હાથ
  • આજે જયારે દોડતો મેં થયો
  • તો કેમ ભુલુ મેં તારો એ હાથ
  • કોળીયા મુકી મૌંમા જે તે મને ખવડાવ્યુ
  • યાદ આવે છે આજે મને એ
  • કારણકે નથી મળતો બીજા કોઇના હાથમાંથી એ સ્વાદ
  • રાતની એ વાર્તા અને તારા ખોળાની વાત
  • વાર્તા તો બસ બહાનું હતુ મને તો સુવુ હતુ તારા આંચલમાં આખી રાત..
  • કેવો હતો તારો પ્રેમ મને નથી ખબર પડી હજુ સુધી આ જ
  • પણ જયાં નિસ્વાર્થ શબ્દ ના પહોંચે એ ના ઉપરના પ્રેમની છે આ વાત
  • રોતો જયારે મેં તો ચુપચાપ રોઇ લેતી તુ
  • અને જાણે કાઇના થયુ હોય તેમ આવીને મને હસાવતી તું
  • આ તો હતી બાળપણની વાતો
  • તો આ વાતો તો કેમ ભુલાય..
  • હું રડુ ને તુ દોડે
  • મને કાઇ થઇ જાય તો
  • ઘાંઘી થઇ ફરે..
  • ના હતી મજા એ આઇસક્રીમ ખાવાની
  • કે ના હતી એ રમકડા લેવાની..
  • મજા તો હતી એ હઠ કરીને લેવાની
  • અને લઇ આપે પછી તારુ ચડેલુ એ મૌં જોવાની..
  • હવે મોટા થયા તો ભાન થઇ
  • કયારેક તારા ના હોવાની જાણ થઇ
  • હૈયુ બે બબળુ ને દિલ પર થોડી આંચ થઇ
  • ગમે ત્યાં ફરયો ને ગમે ત્યાં રખડયો
  • પણ મને તો તારી પાસે આવવાની જ એક વાટ રઇ
  • બઘા એ મારયા ટોણા તું સાવ રહયો માવડીયો
  • પણ ગમે તે કહે બઘા
  • મારે તો બઘા જન્મમાં બનવું છે તારો જ એક શામળીયો...
  • લવ યુ મમ્મી
  • ***

    13 - “ માતૃત્વ “

    યજ્ઞા મલય

    ગ્રીષ્મ જેવી દાહક નિરાશાઓ…

    પણ મારી ભીતર આશાની નદી ખળખળે છે…

    વાંસળીનાં છેદ જેવાં ગર્ભના મુખેથી

    બીજને આવકારવા…ઝણઝણવા…હું થનગનુ છું.

    સંતાન ઝંખતી મા છું ને !

    ગર્ભમાં ઊંડે શ્વાસોશ્વાસને

    ધબકતા સાંભળવા વલખુ છુ...

    રોજ રાતે એ આશાએ સૂઈ જાઉં છું

    “ તું મધરાતે, દબાતા પગલે આવશે…

    મારાં ગર્ભને હર્યોભર્યો કરી

    મારાં નિ:સંતાનપણાને ખાઈ જશે… “

    ને હું માતૃત્વનો મીઠો ઓડકાર ખાઈશ.

    -યજ્ઞા દેસાઈ “ મીઠી “

    ***

    14 - ''માં નું માહાત્મ્ય''

    તર્જની જોષી

    જગત ભર ના એશ્વર્યો ત્યારે ઝાંખા પડી જાય છે,

    જ્યારે મારી માં મારી સામું હેત થી મુસ્કુરાય છે.

    ગરમ ચા થી લઈ ને સહુ થી લાંબા ચાલતા ફોન સુધી,

    વ્હાલ એનું પ્રતિપળ મને અનુભવાય છે.

    જમવા થી લઈ ને જમાઈ સુધી ની પસંદગી માં,

    એનું ખુશી થી કરેલુ સમાધાન પડઘાય છે.

    પરિવાર અને બાળકો ની સુખ સમૃધ્ધિ શાંતિ માટે,

    પાડોશી થી પરમેશ્વર સુધી લડત એની લંબાય છે.

    પ્રસૂતિપીડા પછી ય ખુશ થતી એ સ્ત્રી નું,

    બાળક ના નાનડકા એવા દુ:ખે ય સ્મિત વિલાય છે.

    નર અને નારાયણ પ્રધાન આ બ્રહ્માંડ માં,

    માતા વનિા તો ઈશ્વર ખુદ ય અસહાય છે.

    ***

    15 - “મા”

    ભગવતી પંચમતીયા

    ચંદ્રની શીતળતા તે મા

    ફૂલોની સુવાસ તે મા

    જીવન તણું માધુર્ય તે મા

    જગત-રણે મીઠી વીરડી તે મા

    બ્રહ્માંડ ના સૌ જીવોને સુલભ છે મા

    પણ દેવોને ય દુર્લભ તે મા

    દેવાલય ના ઘંટનો મીઠો રણકાર તે મા

    મમતાનું અવિરત અમી-ઝરણું તે મા

    અમાપ સુખનું અવિચલ સરનામું તે મા

    ધરતી પરનું સ્વર્ગ તે મા

    મા એટલે બસ ફક્ત મા

    ન વર્ણવી શકે મા ને કોઈ પણ ઉપમા!!

    ***

    16 - માં તે માં જ છે

    ભાવીશા ગોકાણી

    જીવનમાં ગમે તેવી પલો આવે ભૂલશો નહી માં ને

    ગમે તેવી છે પણ માં તે માં જ છે

    આપણી હજારો ભૂલો તરફ દુર્લક્ષ સેવનારીની

    લાખો ભૂલો માફીને પાત્ર છે

    ગમે તેવી છે પણ માં તે માં જ છે

    આપણી સામે આવતી મૂશ્કેલીઓ સામે

    એકલ હાથે લડનારી એ માં તે માં જ છે

    બાળપળ માં આપણે ખુશ રાખવા માટે

    પોતાની બધી ખુશી ન્યોછાવર કરનારી

    ગમે તેવી છે પણ માં તે માં જ છે

    આજે તેની જરૂરીઆત વખતે

    આંસુ લૂછવા માટે કંજુસી ના કરજો

    કેમ કે ગમે તેવી છે માં તે માં જ છે

    ઘણુ બધુ લખશુ પણ શબ્દ માં પણ ખૂટનારી

    એ માં તે માં જ છે

    ***

    17 - મા

    દિલીપ ઘાસવાલા

    તારા શ્વાસે તો અમારું આ ધબકતું ઘર હતું મા,

    સુખી છાલકથી છલોછલ આંગણે સરવર હતું મા.


    ધોમધખતા સૂર્ય શાપિત ગ્રીષ્મમાં છાંયો હતી તું,
    વહાલ નું વાદળ વરસતું શ્રાવણી ઝરમર હતું મા.
    દુઃખમાં પણ શાતા મળતી : કેમ કે તું તો હતી ને !
    તારી ટેકણ લાકડી થી જીવતર પગભર હતું મા.
    યાદ આવે છે મને હાલરડાં ને જાગી જવાય છે,
    સ્વપ્નમાં તારું મલકતું મુખડું મનહર હતું મા
    જિંદગીના દાખલાઓ ખુબ સારી રીતે ગણ્યાં;
    જીન્દગાનીનું ગણિત રસભર અને સરભર હતું મા.

    ***

    18 - મા

    મનોજ પંડયા

    જયાં જોઉ ત્યાં મા, મને તુંજ દેખાય છે.

    તારા વ્હાલથી જીવન, ઝળાહળ થાય છે.

    કોણ કહે છે સ્વગૅ નથી માના ચરણોમાં ?

    સ્મરણમાં લાવું ત્યાં જ અશ્રુઘારા થાય છે.

    ઉંઘમાં પણ મને માની નિર્મળ મૂર્તિ દેખાય છે,

    માના જેવું જીવન અપનાવું (જીવું)

    મને પણ એવું થાય છે.

    જગતમાં એક જ માત્ર

    એવું અણમોલ તીથૅ છે.

    ત્યાં બઘા જ તીર્થો

    (ઝંખવાઈ) ભૂલાઈ જાય છે

    મા શબ્દ મુખેથી બોલતા

    પ્રેમની અમીઘારા થાય છે

    એટલે જ મા તારા ચરણોમાં

    (વારંવાર) વંદન થઈ જાય છે.

    ***

    19 - માં, મને લેવા આવીશ ને?

    પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

    જ્યારે જ્યારે ‘માં’ ની વાત નીકળે છે, ત્યારે ત્યારે મને તું ખુબ યાદ આવે છે માં,

    ધીમો ધીમો તો પણ સ્પષ્ટ અને મીઠો, વાત્સલ્ય સભર સાદ એક સંભળાય છે

    હું એટલી નાની નથી કે મારી સવાર તારા વગર ન પડે કે સાંજ તારા વગર ન ઢળે,

    પણ હું પાછી એટલી મોટી પણ નથી કે ‘માં’ની વાત નીકળે અને મારાં આંસુ ન નીકળે.

    મેં જોરશોરથી તારી સાથે બચપણમાં જે કરી છે અને તેં શાંતિથી સાંભળી છે માં,

    એ તમામ દલીલો ખુદ માં બન્યા પછી, તારી ક્ષમાયાચના સાથે હું પાછી ખેંચુ છું.

    અનિમેષ નયને મારા આવવાની રાહ જોતી અને સોફામાં બેસી ઘડિયાળ નિહાળતી માં,

    ટ્રેન મોડી છે કે? હજી કેમ ન આવી? પૂછીને અધીર બનેલા મનને માંડ માંડ વાળતી તું.

    મને નિશાળે મૂકવા આવતી અને મારી નજર ચૂકાવીને ચુપચાપ ચાલી જતી તુ માં,

    અંતે પણ તેં એવું જ કર્યું ને માં, મારી નજર ચુકાવીને તું ચાલી નીકળી મહાપ્રયાણે.

    પણ નિશાળ છૂટવા ટાણે તું મને કાયમ લેવા આવતી ને હું દોડીને તને વળગી પડતી,

    મારે તને ફરીથી વળગવું છે, મારી જિંદગી છૂટ્યાની વેળાએ મને લેવા આવીશને માં?

    ***

    20 - છતાં એ મુજને પ્રેમ કરે,

    વિરાજગીરી ગોસાઈ

    લાતો તેના પેટમાં મારું, હસ્તા હસ્તા સહન કરે,

    શૃષ્ટિ સુંદર મુજને બતાવવા, જીવન તેનું જોખમ કરે,

    રડતો મુજને જોઇને બાહર, હાશ... કેરું સ્મિત કરે,

    જાણે છે હું સાથ નહિ આપું, છતાં એ મુજને પ્રેમ કરે,

    બાલમંદિર ના પહેલા દિવસે રડતો મુજને શાંત કરે,

    મારી સામે હસતો ચહેરો, ઘરમાં હૈયાફાળ રડે,

    ખોટ પડે જો ઘરમાં ક્યારેય, ભાણું તેનું મને ધરે,

    જાણે છે હું સાથ નહિ આપું, છતાં એ મુજને પ્રેમ કરે,

    થયા જો મોટા અંતર વધ્યું, જવાબદારી સાદ કરે,

    ભાગદોડ માં ભૂલું "માં" ને, કદી ના એ ફરિયાદ કરે,

    ઉઠતા, સૂતા, ખાતા, પીતા, પળપળ મુજને યાદ કરે,

    જાણે છે હું સાથ નહિ આપું, છતાં એ મુજને પ્રેમ કરે,

    એકલો બેઠો, જાત ફંફોળી, સત્ય હવે પોકાર કરે,

    જન્મ અપૂરતો, માનવ કેરો ઋણ જે તેનું પરત કરે.

    ***

    21 - મા

    કૌશલ સુથાર

    આંખોમાં ખૂબ વ્હાલ રાખે છે મા,
    મનમાં ક્યાં કૈં સવાલ રાખે છે મા ?
    મુશ્કેલી ને ઘણાં દુઃખો વેઠીને,
    ધર આખું ખુશખુશાલ રાખે છે મા.
    ખર્ચે છે આયખું બધાની પાછળ,
    ક્યાં પોતાનો ય ખ્યાલ રાખે છે મા ?
    ઈચ્છા ને સ્વપ્ન સૌ લખે ને ઘૂંટે -
    હૈયામાં કૈં ટપાલ રાખે છે મા.
    ઘર આખું સ્વર્ગ જેમ શણગારેને -
    સંતતિમાં ક્યાં દીવાલ રાખે છે મા ?
    આંખોમાંથી સરી પડે ના તેથી,
    પાંપણમાં પણ રૂમાલ રાખે છે મા.

    ***

    22 - 'માં'

    ઋત્વિક વાડકર

    દોરંગી સ્વપ્નોની દુનિયામાં, એક જ રંગ ગુંજતો રહ્યો તે 'માં'.

    સૃષ્ટનિા ગણગણતા કાયદામાં, વ્હાલો એ અણસાર સ્પર્ષ્યો તે 'માં'.

    આંખ ખુલે, ને એ આંગળી પકડે, ખોળે લઇ ફરી સુવાડે;

    અંધારા આંચળમાં પ્રશ્નોની પડખે, બસ તારું જ આલિંગન પોઢાડે.

    મારા સ્વપનો સજાવે, જગાડે, વધાવે, ને વ્હાલા હાલરડાં હૃદયે સ્પર્ષે;

    ઉમરાથી લાખો સુધી શીતળ એ તડકા માં, તારા હૈયાના અશ્રુઓ સ્પર્ષે.

    લાખ લૂખા સંબંધો લાગે અધૂરા, જયારે તું જ મને કરે પૂરો;

    તારા ગર્ભ થાકી દુનિયા છે પૂરી, ત્યારે અલખનો ધણી પણ અધુરો.

    લાખ પુણ્ય અર્પીને માંગ્યો મને, તારા ગુણગાન ગાતા ના થાકું;

    પકવાનો મળ્યા મને ભૂખ્યા ત્યારે, જયારે તારા ચરણોની ધૂળને હું ચાખું.

    ***

    23 - મમ્મી

    સંજયસિંહ જાડેજા

    મમ્મી હું તુજને એક વાત કાન મા કહું

    છે ઇચ્છા જન્મોજન્મ તુંજ પુત્ર પાત્ર મા રહું,

    છે હસ્તક તારી મુજ નુ રહ્યુ અસ્તિત્વ

    તુ જ મારુ ઘડતર છે તુ જ મારુ વ્યક્તિત્વ,

    ગાલ મા મને એ પ્રેમ ભર્યુ ચુંબન કરે

    તુજ પુત્રના અહોભાગ્ય નયન મુજના વંદન કરે,

    માં ની વ્હાલપનુ કવિ પણ શું વર્ણન કરે?

    અખૂટ શબ્દોના ભંડાર માથી જૂજ અર્પણ કરે,

    જગતની સઘળી વ્યથા ક્ષણમા જ વિસરાય

    માં નો સુંવાળો હાથ જ્યા મસ્તકે સ્પર્શ થાય,

    વાત તો મારી સાવ સહેજ છે મમ્મી

    શોધું છુ જે ઇશ્વર, તુ રુપે અજ છે મમ્મી.

    ***

    24 - ‘મા’

    સેજલ પોંદા

    મમ્મી આજે તારો જન્મદિવસ

    તને શું ભેંટ આપું? તને શું ગમશે?

    તે ક્યારેય કોઈ વસ્તુ સામે અણગમો દર્શાવ્યો જ નથી.

    તને તો બધું જ ગમે છે.

    તે અમારા આકાશને રંગીન બનાવી દીધું છે

    અમારા બધા જ દર્દ લઈ લીધા છે

    જ્યારે હું તને નિરૂપા રોય કહી ચીડવું છું

    ત્યારે તારા ચહેરા પર છલકાતું સ્મિત

    મને બહુ વહાલું લાગે છે

    આજે ફરી તારા ખોળામાં સુવાનું મન થાય છે

    તારા જન્મદિવસે .. તારો ખોળો

    મને રિટર્ન ગિફ્ટમાં જોઇએ છે.

    ***

    25 - મા તેં વાવ્યા છે

    નરેશ જાદવ

    મા તેં વાવ્યા અમ રુદિયે પ્રેમના બીજ રે લોલ ..

    હેતે વધાવીએ મારી માવડી ને જો ...

    મા તે વાવ્યા ....

    મીઠી મારી માવડીની વાણી રે લોલ ...

    એ બોલે ને ઝરે , પ્રેમના મોતી જો ...

    મા તે વાવ્યા ....

    ખુબ લાડ કોડથી મોટા કરિયા રે લોલ....

    અમ કાજે દુ:ખના દરિયા સહિયા જો ...

    મા તે વાવ્યા ....

    પાછી પાની કરી નહી મારી માવડીએ રે લોલ....

    જે માંગ્યું તે માવડીએ આપિયું જો …

    મા તે વાવ્યા ....

    મારુ રુદિયું કહે માડી તુજને રે લોલ

    કે જુગ જુગ જીવો વહાલી માવડી જો ...

    મા તે વાવ્યા ....

    ***

    26 - “મા”

    અર્ચના ભટ્ટ, પટેલ

    તારી મને જ્યારે જ્યારે યાદ આવે છે ને
    ત્યારે ત્યારે
    ફળિયામાંનાં વૃક્ષના થડને
    બાથ ભરીને હું રડી લઉં છું...
    અને એ જ સમયે
    તારા સ્પર્શ સમો
    શીતળ પવન અને પાંદડું
    સ્પર્શે છે મારા ગાલ પર હળવાશથી...
    ઝાણે તારો હાથ મારા અશ્રુ લૂછતો ન હોય...
    અને હું ફરી ખૂબ જ
    કચકચાવીને એ થડને વીંટળાઈ વળું છું..
    જાણે એની શાખા બનીને
    મારું અસ્તિત્વ એમાં જ
    સમાઈ જવા આતુર ન હોય ???

    ***

    27 - મમતા

    કનક્શા અંજારિયા

    મમતા ની કિંમત છે મોટી, જીવન આખુ અર્પણ

    ધન્ય છે મમતા; ધન્ય છે માતા, મોટું છે આ તર્પણ.

    માં-બાળક ની જીવનદોરી, પ્રેમ ભરેલો પ્યાલો,

    માતા ની વાણી માં મળશે હુંફ નો એક સથવારો.

    જીવન આપ્યુ ખુદ જીવન ને,પોતાની હોડ માં મુકી,

    સાર્થક છે માતા નું જીવતર, પ્રણામ કોટી-કોટી.

    પ્રભુ ને કહું છું, 'માફ કરી દે', માતા મારી ન્યારી,

    તુજથી પણ વ્હાલી લાગે છે, સુરત તેની પ્યારી.

    માતા ના આશીર્વાદે આખુ જગત કરે કિલ્લોલ,

    'જનની ની જોડ સખી નહિ જડે રે લોલ’

    ***

    28 - મેઘલી રાત

    રાધિકા ટીક્કુ

    અમાસની મેઘલી રાત

    એવી મારી માની તે જિંદગી...

    ટમટમતા તારલાઓ પ્રગટાવતી રહી

    સ્નેહ અમૃતકુંભના રસદાર પિયાલા

    વાત્સલ્યના હાથે પિવડાવતી રહી

    ગરીબાઇની ઘંટીમાં સાદા યે પીસાઇને

    જીવતરના મુલ્યો ઉલેચતી રહી,

    લૂગડાની કોરે ધીરજથી

    પરસેવાની ગાંઠડી બાંધતી રહી

    વહેલી પરોઢના પાનબાઇના સુરો

    ને સંગે પણિયારાના મંગળ દીવડે

    સહિયારા પંથને ઉજાળતી રહી.....

    ***

    29 - ' એ મા છે '

    હેમંત મદ્રાસી

    રોજ જે વ્હાલી કરે છે, એ મા છે,
    જે જમાડીને જમે છે, એ મા છે !

    કામના સુખની સદા કરતી રહે,
    બાળ માટે જે જીવે છે, એ મા છે !
    સૂવડાવીને પથારી કોરીમાં,
    ખુદ ભીનામાં જે સુએ છે, એ મા છે !
    જ્યાં સુધી બાળક ઘરે આવે નહીં,
    રાહ હંમેશાં જુએ છે, એ મા છે !
    ભૂલ બાળકની બતાવે છે સદા,
    પાઠ દિલથી શીખવે છે, એ મા છે !
    ફેરવી લેશે અગર સંતાન મોં,
    ના કદી મોં ફેરવે છે, એ મા છે !

    ***

    30 - હજુય તુ મને યાદ છે, “માં”...

    પટેલ ભાવના

    યાદ છે હજુય તુ મને, પણ આ પ્રેમની વર્ષાનો દુકાળ કેમ !!

    પ્રેમથી પિરસાયેલા ભોજનની, માત્ર યાદ, આજે કેમ!!?

    મારી ચિંતાથી, રણકતુ હૈયુ આજે, થયુ બંધ, કેમ પ્રભુ!!?

    મમ્મી તુ બોલતી કેમ નથી!!!? નથી જોઈ શાંત, મારી ચિંતામાં “માં”,

    વઢ મને ,પણ આમ સ્તબ્ધ છે કેમ તુ આજ, કંઈક તો બોલ “માં”!

    આવ્યો જીંદગીનો કાળો દી, મુજ મમતાને છીનવી, ખુશ થયો ઈશ આજ

    તારા પ્રેમના ઓકિસજન થી જીવતો, હવે તારા વગર કેમ જીવીશ મારી “માં”?

    જીંદગીભર તારી સેવા કરવાનુ વચન, કેમ નિભાવીશ મારી “માં”.....?

    હોય આત્મા બની, જોતી હો તો, એક વચન દે જે મારી “માં”...

    આ આંખના અશ્રુઓ ને જોઈ, દુખી, ના થતી મારી “માં”.

    હા તને ખુબ પ્રેમ કરું છુ, “માં” ...

    આવતા જનમ ”માં” તુ જ બનજે મારી “માં”....

    ***

    31 - એ’ જ ‘મા’!

    વૈશાલી ભાતેલિયા

    ક્યાંથી લીધી એ માટી?

    ક્યાંથી લીધું એ પાણી?

    કોણે ઘડ્યો એ ઘાટ?

    કોણે ફેરવ્યો એ ચાક?

    ક્યાંથી એમાં સિંચાયા અમી?

    ક્યાંથી એની આંખમાં સિંચાઈ નમી?

    કેમ લાગે એ હંમેશાં સુંવાળી?

    કેમ લાગે એના રક્તને એ હંમેશાં રૂપાળી?

    હે સર્જનહાર!

    કહેને મને કઈ રીતે ઘડી તે ‘મા’?

    કહેને મને ફરી-ફરી કેમ બને એ જ ‘મા’?!

    ***

    32 - મા મને જનમ લેવો છે...

    ધ્રુવી બાબરિયા

    મા, મને જનમ લેવો છે

    એક ગર્ભમાની બાળકી બોલે છે

    મા મને તારા ખોળા માં રમવું છે

    મા મને તારા હાથે જમવું છે

    મા મને ભાઈ સાથે રમવું છે

    મા પપ્પા ને કે મને જનમ લેવો છે.

    પપ્પા ની આંગળી પકડી ને ચાલવું છે

    મા હું તારી સ્નેહ ની ભૂખી છું

    મા મે તારી મમતા ને ઝંખી છે

    તારી સાથે રમવું ને તારી સાથે જમવું

    એક ગર્ભમાની બાળકી બોલે છે

    અને આ કરુણા ભરી વાત

    સહુને કહે છે કે મને જનમ લેવો છે.

    મા હું તારા ઉપર બોજ નહીં બનું

    મા હું તને ક્યારે દુઃખી નહીં કરું

    મા હું તને ક્યારે રડવા નહીં દઉં

    મા હું તને ક્યારે ખોટા ખર્ચા નહીં કરાવું

    મા મને જનમ લેવો છે.

    મા હું તારો જ અંશ છું

    મા, પપ્પા ને કે હું એનોજ વંશ છું

    મા મને જનમ લેવો છે.

    ***

    33 - માં

    મૌલિક દેવમુરારી

    જ્યારે સૌપ્રથમ આંખ ઉઘડી આ સ્રુષ્ટિ પર,

    ત્યારે વ્હાલથી મને ચુમનાર તુંજ તો છે માં.

    મારી નાનીસી કોમળ હાથેડી પકડીને,

    જિંદગીની દોડમાં દોડતો કરનાર તુંજ તો છે માં.

    દરરોજ આકાશમાં પેલા ચાંદામામા બતાવી,

    તારા મીઠાશ ભર્યા હાથે મને જમાડનાર તુંજ તો છે માં.

    નહોતી સમજ અને જ્યારે હતો હું અણસમજુ,

    ત્યારે મારામાં અમુલ્ય સંસ્કારોનુ સીંચન કરનાર તુંજ તો છે માં.

    જરા પણ તબિયત બગડતી મારી શૈશવ કાળે,

    બધાજ કામ પડતા મુકી મારી સારવાર કરનાર તુંજ તો છે માં.

    નિઁશાળે થી ઘરે પહોંચતા જરા પણ મોડુ થતું,

    તારા વ્યાકુળ સ્વભાવે મારી વાટ જોનાર તુંજ તો છે માં.

    એટલેજ તો ચાહે છે જેને સૌથી વધુ “મૌલિક”,

    એવી મારી વ્હાલી તુંજતો છે માં.

    ***

    34 - મમ્મીનો જન્મ દિવસ

    દિપ્તી દેવમુરારી

    તારા જન્મદિવસના શુભ અવસર પર,

    મમ્મી હું તને કશીક ભેટ આપવા માંગુ છું.

    પણ હું તને શું આપી શકું તેમ છું?

    બસ એ જ સવાલ મને સતાવે છે.

    જો આપવા ચાહુ અગાધ પ્રેમ તને,

    પણ મારી પ્રત્યેના મત્રુત્વતાના પ્રેમથી તું છલકાય છે.

    જો આપવા ચાહુ ખોબો ભરીને વ્હાલ તને,

    પણ મારી સમક્ષ તારા વ્હાલનો દરિયો ઘુઘવ્યા કરે છે.

    જો આપવા ચાહુ અપાર સ્નેહ તને,

    પણ મારી તરફ હરપળ તું સ્નેહથી ઉભરાય છે.

    મારે તને વિશ્વની સૌથી સુંદર ભેંટ આપવી છે મમ્મી,

    પણ “દિપ્તિ” ની દ્રષ્ટિએ એ ભેટ તુંજ તો છે.

    બસ દરેક પળ એકજ સવાલ દાહરાયા કરે છે,

    મારી પાસે તને આપવા માટે શું છે?

    ***

    35 - માઁ તું ગમે

    રવિ ડાંગર

    પાસે રહી મારી પ્રણય વરસાવતી માઁ તું ગમે,

    જિંદગી તણાં પાઠો સદા સમજાવતી માઁ તું ગમે.

    એ હોય દુ:ખ માં તોય સામે સુખી મળે જો બોલતાં,

    એ આખરે મુખડૂ સદા મલકાવતી માઁ તું ગમે.

    પાંખો બની મારી હંમેશા જો મને પાસે રહી,

    આકાશમાં રસ્તો બની દોડાવતી માઁ તું ગમે.

    હોળી ન હો ને સાંજ સામે આખરે પ્રભુ પણ બની,

    તેનાં ખુશીના રંગ સદા રેલાવતી માઁ તું ગમે.

    મિત્ર એ બની સામે મને હરપળ રહી ચાલે ડગર,

    આનંદ જુદેરા એ સદા છલકાવતી માઁ તું ગમે.

    રાહો અંધારી જો બને જિંદગી તણા દીપક વનિા

    તો 'રવિ' બનીને આખરે અજવાળતી માઁ તું ગમે.

    ***