Last Typing... 1 books and stories free download online pdf in Gujarati

લાસ્ટ ટાઈપીંગ... 1

Last Typing…

દોસ્તી.. પ્રેમ... ત્યાગ...

One Story… One Love…

Dedicate

મારા બધી મિત્રો નો ખુબ ખુબ અભાર કે જેના વગર આ નોવેલ લખવી અશક્ય હતી. એ વ્યક્તિ ને હું ખુબ આભારી છું જેણે મને સારા અને વિશ્વ જેવા પાત્રો આપ્યા. યશ, નિકુંજ અને દીગેશ તમારો ખુબ ખુબ અભાર કે તમે આ નોવેલ નો એક ભાગ બન્યા અને બીજા ઘણા વ્યક્તિઓ કે જેણે મને ક્યાંક ને ક્યાંક મદદ કરી છે..

Thank you.

આજે કોલેજ નો પહેલો દિવસ હતો. અમારા ગ્રુપ મા નિકુંજ, યશ, દીગેશ અને હું વિશ્વ અમે ૪ ખુબ પાક્કા દોસ્ત હતા. હું મારા મિત્રો નિકુંજ, યશ અને દીગેશ ની સાથે કોલેજ ગયો. ત્યારે કોલેજ માં થોડો સમય ગયા તો નવા મિત્રો પણ બન્યા. આખી કોલેજ માં અમે ૪ મિત્રો ખુબ અલગ હતા. બધા મિત્રો એકબીજા માટે ઘણું બધું કરવા તૈયાર હતા.

અમેં કોલેજ જઈ રહ્યા હતા એના ૧ મહિનો પૂરો થયો તો હવે ઘણા લોકો મને ઓળખતા હતા. બધા મિત્રો Facebook માં Request મોકલતા ધીરે ધીરે facebook માં ઘણા મિત્રો વધ્યા. એમાં એક વાર અમારી કોલેજ ની એક છોકરી એ પણ Request મોકલી. મેં Accept કરી તેનું નામ “સારા પટેલ” હતું. Accept કરતા ની સાથેજ typing.... થયું.

“ Hiii” એનો મેસેજ આવ્યો.

મેં અને જવાબ આપતા કહ્યું “ Hii ”

“ How are you” અને મને પૂછ્યું.

મેં કહ્યું “ Fine”

હું તેને ઓળખતો ન હતો પણ એની પ્રોફાઈલ મેં જોય તો એમાં અમારી કોલેજ નું નામ હતું. છતાં મેં અને પૂછ્યું.

“ તમે Study કરો છો??”

મારા મેસેજ કરતા ની સાથેજ typing…. થયું, અને અનો મેસેજ આવ્યો.

“ હા.. હું.. Study કરું છું, ”

હું ખુબ બેચેન હતો કારણ કે હું જાણું છું કે સારા મારી કોલેજ માજ છે. છતા મેં પૂછ્યું

“ કઈ કોલેજ માં છો તમે??”

મારા સવાલ પૂછવાની સાથેજ typing… થયું ને મારા Messenger ની રીંગ વાગી. “ટુન......... ”આ રીંગ વાગતા ની સાથે જ મેં મારું Messenger ખોલી એનો મેસેજ જોયો,

“ તમારી જ કોલેજ માં છું “ તેણે રીપ્લાય આપ્યો..

“ તમે પેલા કઈ સ્કુલ માં હતા?? “સારા એ મને પૂછ્યું.

“નવભારત પબ્લિક સ્કુલ “ મેં તેને કહ્યું.

“ Good…!! ” તેણે કહ્યું.

તેના આ મેસેજ થી મને તેની સાથે વાત કરવા ની મજા આવી. તેથી મેં પણ તેને પૂછ્યું.

“ તમે કઈ સ્કુલ માં હતા??” “નવભારત પુબ્લિક સ્કુલ “ તેનો રીપ્લાય આવ્યો.

આ મેસેજ આવતા ની સાથે હું નવાઈ પામી ગયો, હું વિચારતો હતો કે સારા મારી સ્કુલ માં કઈ રીતે હોય શકે? હું ખુબ મુંજવણ અનુભવી રહ્યો હતો. મેં મારી મુંજવણ દુર કરવા મેં પૂછ્યું.

“ કઈ સ્કુલ ?“

“ તમે જે વિચારો છો એ હકીકત છે, હું તમારી સ્કુલ મા જ હતી ” તેનો મેસેજ આવ્યો.

“Ok, મેં તો તમને ક્યારેય જોયા નથી” મેં કહ્યું.

“ હા, પણ મેં તો તને જોયો છે “તેનો મેસેજ આવ્યો.

મેં કહ્યું “ જોયો હોય એમાં શું “

(થોડી વાર થઈ ને તેનો મેસેજ આવ્યો. )

“ કોલેજ માં હું નવી છું અને મારી કોઈ Friend પણ આ કોલેજ માં નથી, તો તું મને તમારા ગ્રુપ માં રાખીશ ?“

"તો એમાં શું આપણે સ્કુલ માં સાથે હતા અને જે સ્કુલ માં હોય તે આપણા Friend.. તો તુંપણ આજ થી અમારા ગ્રુપ ની મેમ્બેર “ મેં તેને કહ્યું.

“ Thank you…” તેનો મેસેજ આવ્યો.

“ Welcome ” મેં તેને મેસેજ કર્યો.

થોડા સમય પછી તે Offline થઈ ગઈ. ત્યાર બાદ યશ નો ફોન આવ્યો અને કહ્યું “ ક્યાં છો ભાઈ કોઈ દિવસ તો અમારા માટે ટાઈમ કાઢો” મેં તેને હસીને કહ્યું “ભાઈ જીવન નો બધો ટાઇમ તમારા માટે જ છે.. ” તેણે કહ્યું “ તો આવ મારા ઘરે બેસવા અહિયાં બધા Friend બેઠા છીએ. ”

મેં મારી આળસ ખંખેરી અને ઉભો થયો. તૈયાર થઈ ને હું ઘરે થી યશ ની ઘરે જવા માટે નીકળ્યો ત્યાં મમ્મી એ પૂછ્યું “ ક્યાં જાય છે બેટા ??” મેં કહ્યું “ હું મારા Friend ના ઘરે જાઉં છુ”

હું ખુબ ઉત્સુક હતો મારા મિત્રો ને મળવા માટે તેથી હું ફટાફટ ગાડી ચાલુ કરી ને નીકળી ગયો. રસ્તા માં ખુબ ટ્રાફિક હતી. માંડ-માંડ કરીને ત્યાં થી નીકળ્યો. ત્યારે મને ૧૫ મિનીટ ૧૫ કલાક જેટલા લાગતા હતા. અંતે હું યશ ની ઘરે પહોચી ગયા બધા મિત્રો ના ચંપલ બહાર પડ્યા હતા. હું અંદર ગયો ત્યાં તો અચાનક બધા મિત્રો એ શોર કર્યો “ આવ ભાઈ... આવ.. , તમે તો બોવ મોટા માણસો ને.. !!! ” મેં બધા ને શાંત પડતા કહ્યું “ ભાઈ એવું કઈજ નથી, પણ રસ્તા માં ખુબ ટ્રાફિક હતી “ પછી અમે બધા મિત્રો ખુબ ઉત્સાહ થી કોલેજ ની વાત કરી રહ્યા હતા. ત્યાં નિકુંજ બોલ્યો “ ભાઈયો કોલેજ માં તો જેં વિચાર્યું તું એવુજ છે “ બધા એ એની હા માં હા મિલાવી. તરત જ દીગેશ બોલ્યો “ ભાઈ તું ત્યાં ભણવા જાય છે કે બધું જોવા “ (બધા હસ્યા) હું અંદર થી સાવ ચુપ હતો. પણ બધા ને બતાવવા માટે મેં પણ થોડી સ્માઇલ આપી. પછી બધા મિત્રો મસ્તી કરતા હતા. હું સાવ ચુપ ચાપ હતો. ૬:૩૦ જેવો સમય થયો હતો પછી બધા મિત્રો ઘરે જવા નીકળ્યા. યશ એ મને સાઈડમાં બોલાવી ને ધીમે થી કાન માં કહ્યું “ તું અહી જ રે તારું કામ છે “ હું વિચારમાં પડ્યો.. પછી યશ મારી બાજુ માં આવી ને બેઠો અને કહ્યું “ ભાઈ મેં આજે જોયું તું કઈક બેચેન લાગતો હતો મેં કહ્યું “ ના ભાઈ એવું કઈજ નથી “ ત્યારે યશ એ મને કહ્યું “ ભાઈ તું કદાચ મને તારી સમસ્યા તો પણ મને ખબર પડી જાય”

તેના આ વાક્ય બોલતા ની સાથે જ મેં યશની આંખમાં દોસ્તીની એક નવીજ દુનિયા જોઈ. અવર્ણનીય અને દોસ્તો માટે બધુજ કરવા ઉત્સુક એ આંખો મેં ક્યારેય પણ ન જોય હતી . અચાનક મારી આંખ માંથી આસું પાડવા લાગ્યા. યશ એ પૂછ્યું “શું થયું ભાઈ તું કઈ કહીશ” મેં મારી આંખ લુછી ને કહ્યું “ના ભાઈ એવું કઈ ખાસ નથી બસ તારી દોસ્તી ને હું ખુબ ખુશ થયો એટલે આ તો ખુશી ના આસું છે “ યશ તરતજ ભેટી પડ્યો.... થોડા સમય માટે એમ થયું કે આ પળ બસ આમ જ ઉભી રહી જાય મેં તેની પીઠ થપથપાવી અને અમે છુટા પડ્યા ત્યારે યશ એ મને કહ્યું કે " ભાઈ પ્રોમિસ કર કે તું તારી લાઈફ માં એક દોસ્તી ખુબ સારી રીતે નિભાવીશ એ પછી કોઈ પણ મિત્ર હોય " મેં પ્રોમિસ કરતા કહ્યું કે " હું પ્રોમિસ કરું છું કે તે કહ્યું એજ હું કરીશ "ત્યાર પછી હું ઘરે જવા નીકળી ગયો....

(ગાડી ચાલુ કરી ને નીકળી ગયો અને ઘરે પહોચ્યો )

હું ઘરે આવ્યો ને મેં મારો મોબાઈલ ચાર્જીંગ માં મુક્યો.... થોડી વાર પછી જમવા નું બની ગયું હું જમીને મેં મારા મોબાઈલ ના Data ચાલુ કર્યા. જોતો હતો કોણ કોણ Online છે? , ત્યારે મેં સારા પટેલને Online જોઈ. મેં તેને મેસેજ કર્યો

" Hiii "

" Hiiiiiii " તેનો રીપ્લાય આવ્યો.

" How Are You ? " મેં તેને મેસેજ કર્યો.

" Fine and You ? " તેણે મને પૂછ્યું.

"Also Fine " મેં કહ્યું

" જમી લીધું " મેં પૂછ્યું

" હા.. હો.... તે ?" તેણે મને પૂછ્યું.

" મેં પણ ક્યાર નું જમી લીધું " મેં કહ્યું.

"બોલો કઈક નવીન માં" મેં કહ્યું.

"ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ “ તેનો રીપ્લાય આવ્યો.

(હું હસી પડ્યો)

"આ શું છે... " મેં પૂછ્યું.

"મસ્તી" એ હસી ને બોલી.

" તને શું શોક છે ?" મેં અને પૂછ્યું.

થોડી વાર typing... થયું અને પછી જવાબ આવ્યો.

" બેડમિન્ટન, મારું નાનપણ થી જ સપનું હતું કે હું બેડમિન્ટન ની ખેલાડી બનું . પણ સ્કુલ ને કારણે હું કંઈ પણ કરી શકતી ન હતી. "

" પણ હવે તો કોલેજ માં આવીને હવે શું"મેં તેને હિમ્મત આપતા કહ્યું.

" હા હવે કઈ પણ અડચણ નથી " તેનો રીપ્લાય આવ્યો.

" તેને શેનો શોખ ને છે?" તેણે મને પૂછ્યું.

" મેં કહ્યું કઈ ખાસ નહિ, નોવેલ લખવાનો" મેં તેને કહ્યું.

“ ohh.. !! નોવેલ લખવાનો શોક છે તો તું લેખક હશે ને.. ?”તેનો રીપ્લાય આવ્યો.

“ ના લેખક તો નથી પરંતુ શોક છે”મેં તેને કહ્યું.

“ તે કોઈ નોવેલ લખી છેકે નહિ.. ?” તેને મને પૂછ્યું

“ના હજુ સુધી તો નહિ લખી. ”મેં તેને કહ્યું.

“કેમ?”તેને મને પૂછ્યું.

“બસ કઈ વિચારજ નહિ આવ્યું શેની લખું. પણ હા જયારે પણ લખીશ એ ખુબ જ સી હશે. ”મેં કહ્યું.

“ હા.. તો પેહલા મને જ કહેજે”સારા એ કહ્યું.

“ હા.. હા.. જરૂર કહીશ”મેં કહ્યું.

“By"તેનો રીપ્લાય આવ્યો.

"Chal by.. pa6! vat karu " તનો મેસેજ આવ્યો.

" Ok... by " મેં કહ્યું.

ત્યાર બાદ મેં મારા બીજા મિત્રો સાથે વાત કરી ત્યાર બાદ મેં પણ મારા Data બંધ કર્યા ને પછી હુ પણ સુઈ ગયો. આજે હું ખુબ ખુશ હતો એ વિચારી ને કે ભગવાન માત્ર માતા પિતા ને શોધી આપે છે. બાકી ના ઘણા બધા એવા સબંધો હોય છે. જે આપણે જાતે બનાવવા પડે છે. એમાં અમુક સબંધો આખી જીદગી સુધી ટકે તો કેટલાક પળ વાર માં જ વિખેરાય જાય છે. પણ મને ગર્વ છે કે મેં પસંદ કરેલો દોસ્તી નો સબંધ માં કોઈ પણ કચાસ ન હતી. આમ વિચારો -વિચારો માં ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર જ ન રહી.

સવારે ઉઠ્યો ને રોજ ની જેમ બધા નિત્યક્રમ પૂર્ણ કરીને મોબાઈલ હાથ માં લીધો અને Data ચાલુ કર્યા ને કે તરતજ "ટુન... " ને મેસેજ આવ્યો. મેં મારું Messenger ખોલ્યું ને મેસેજ જોયો. એ મેસેજ હતું મારી New Friend " સારા પટેલ " લખ્યું હતું કે...

"રૂબરૂ મળતું નથી તો શબ્દો થી મળું છુ,

તમે કરો કે ના કરો હું તો રોજ યાદ કરું છુ......

Good morning... "

"Good morning" મેં પણ કહ્યું

મેં મારો ફોન સાઈડ માં મુક્યો ને કે તરતજ યશ નો ફોન આવ્યો . "Good morning, ભાઈ તૈયાર થાય ગયો તો ચાલ સોસાયટી ના ગેટ પાસે ઉભો રે હું આવી રહ્યો છું" હું અને યશ રોજ કોલેજ સાથે જતા હતા અને નિકુંજ અને દીગેશ એ બંને સાથે આવતા અને અમે બધા કોલેજ ના કેમ્પસ માં મળતા. હું ઘરે થી મારા સોસાયટી ના ગેટ પર પહોચ્યો થોડી વાર ઉભો રહ્યો અને મને દુર થી યશ આવતો દેખાતો હતો , મને હાશકારો થયું. અને તે આવ્યો પણ સવાર માં મસ્તી કરવા હું ઉભો હતો ત્યાંથી થોડે દુર ગાડી ઉભી રાખી અને હસી ને બોલ્યો " બેસવું હોય તો આવ" મેં પણ મસ્તી કરવા કહ્યું " કેમ ભાઈ......... " એણે હસી ને ગાડી ચાલુ કરી અને મારી પાસે ગાડી ઉભી રાખી . હું બેસ્યો તરતજ ગાડી ચાલુ કરી અમે બંને કોલેજ જવા માટે નીકળ્યા રસ્તા માં તેણે મને પૂછ્યું "શું ચાલે ભાઈ નવીન માં" મેં કહ્યું "પણ કઈ બોવ ખાસ નહિ " તેણે મને કહ્યું " આ કોલેજ માં આવ્યા પછી સવાર માં મોબાઈલ નું નેટ ચાલુ કર્યું નથી થતું " મેં પૂછ્યું " કેમ " તેણે કહ્યું " જો ભાઈ પેલા તો whatapp વાળા હેરાન કરે એટલા મેસેજ મોકલે ને કે સાંજે મેસેજ કરે good morning in advance પછી સવારમાં શાયરી ઓં નો એટલો ઢગલો કરે ને કે આપણ ને લાગે આ whatsaap નહી પણ શાયરો ની મેહ્ફીલ છે. (હું હસ્યો..... ) તેણે કહ્યું “ કેમ તારે કઈ નહી આવતું " મેંસારા ની વાત કરતા યશ ને કહ્યું કે " હા જો એક વાત કહેવાનું ભૂલી ગયો મેં આપણા ગ્રુપ માં એક નવી Friend ને મેમ્બેર બનાવી છે' યશ એ અચરજ સાથે પૂછ્યું " નવી મતલબ , Girl છે " મેં કહ્યું " હા ભાઈ girl છે" તેને પૂછ્યું 'કોણ છે" મેં કહ્યું " હું તને મળાવીશ”

(અમે બંને વાતો કરતા કરતા કોલેજ પહોચ્યા")

મેં નિકુજ ને ફોન કર્યો અને કહ્યું " ક્યાં પહોચ્યા " નીકુજ એ કહ્યું " બસ રસ્તા માજ છુ"

( તેણે ફોન કટ કરી નાખ્યો. )

થોડી વાર માં તે બંને કોલેજ ના કેમ્પસ માં આવ્યા. ત્યાર બાદ અમે ક્લાસ માં ગયા રોજ ની જેમ છેલ્લી બેંચ અમારી ફિક્સ હતી. ત્યાં જઈ ને બેસ્યા મેં બધા મિત્રો ને પૂછ્યું આ Facebook માં સારા પટેલ કોણ છે ?, કોઈ ઓળખો છો. એક મિત્ર એ કહ્યું હું ઓળખું છું. મેં ખુબ ઉત્સુકતા થી કહ્યું ક્યાં છે? તેણે કહ્યું આજે તે કોલેજ નહી આવી. હું હતાશ થઈ ગયો..

***