Last Typing... 9 books and stories free download online pdf in Gujarati

લાસ્ટ ટાઈપીંગ - 9

પેહલો રાઉન્ડ શરુ થયો અને સારા એ રમવાનું શરુ કર્યું. સારાને જોઈ મને નવાઈ લગતી હતી. તે એવી રીતે રમતી હતી જાણે તેને કઈ પણ થયું જ ન હોય. સારા ને સામે શટલ આવ્યું. સારા એ માર્યું અને નેટ ની પેલી પર પડ્યું અને સારા જીતી ગઈ. હું ખુબ ખુશ હતો. આખા મેદાન માં સારા.... સારા... જ સંભળાતું હતું. ત્યાર બાદ બીજો રાઉન્ડ આવ્યો. તેમાંથી એક ખેલાડી ની સિલેકશન થયું. આમ ત્રીજો અને ચોથો રાઉન્ડ પૂરો થયો. બધા રાઉન્ડ માંથી એક-એક ખેલાડી નું સિલેકશન થયું. હવે ટોટલ ૪ ખેલાડી હતા. હવે તેમની વચ્ચે સેમી ફાઈનલ હતી. થોડીવાર માં સેમી ફાઈનલ શરુ થઇ. સેમી ફાઈનલ નો પહેલો રાઉન્ડ શરુ થયો ને સારા મેદાન માં આવી ને રમવાનું શરુ કર્યુ. તે રાઉન્ડ માં સારા જીતી ગઈ. બીજો રાઉન્ડ શરુ થયો. અંતે એ રાઉન્ડ પણ પૂરો થયો. આ બંને રાઉન્ડ ના વિજેતાઓ વચ્ચે હવે ફાઈનલ મેચ હતી. ફાઈનલ શરુ થઈ સારા એ રમવાનું શરુ કર્યું.. સારા એ શટલ ને એવી રીતે માર્યું કે સામેની ખેલાડી મારી ના શકે અને સામેની ખેલાડી એ તે મારી ના શકે ને સામે નેટ ની પેલી પર શટલ પડ્યું... અને સારા જીતી ગઈ.. આજે સારા એ નક્કર હકીકત ને હકીકાર માં બદલી નાખી.. અને એક ઉદાહરણ ને પાત્ર બની. આજે હું ખુબ ખુશ હતો. સારા ની મેહનત રંગ લાવી. અંતે સારા ને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યું અને ગુજરાત બેડમિન્ટન અસોસિએશન દ્વારા ૫૦,૦૦૦ હજાર નો ચેક આપવામાં આવ્યો. મેચ પતી પછી સારા ને હું મળ્યો ને congratulation કહ્યું. તને પણ congratulation વિશ્વ સારા એ કહ્યું. કેમ મને congratulation, “મેચ તો તું જીતી” મેં કહ્યું. ” હા મેચ હું જીતી પણ તું ટેન્શન ફ્રી થઇ ગયો ને એટલે ભૂત” સારા એ કહ્યું. ” હા રેહવા દે.. બસ “મેં કહ્યું.

હું અને સારા મેચ પતાવી ને સાંજે ૭ વાગે ટ્રેન માં ઘરે જવા માટે નીકળ્યા. સુરત પહોચી હું સારા ને તેના ઘરે મૂકીને હું પણ ઘરે ગયો.

ઘણા દિવસે થી હું કોલેજ ગયો ન હતો. બીજા દિવસે સવારે બેગ લઈને સારા ની ઘરે ગયો. સારા એ દરવાજો ખોલ્યો.

“અરે વિશ્વ તું ?” સારા એ કહ્યું.

“તારે કોલેજ આવવું છે? હું જઉં છુ” મેં તેને કહ્યું.

“હા હું આવુ જ છું થોડીવાર રાહ જો હું આવી “ સારા એ કહ્યું.

સારા થોડીવાર માં બેગ લઈને બહાર આવી. અમે બંને કોલેજ સાથે પહોચ્યા. કોલેજ ના પાર્કિંગમાં મેં ગાડી ઉભી રાખી ને સારા નીચે ઉતરી સારા એ કહ્યું “તું જા હું મારી ફ્રેન્ડ મળી ને આવું” . ” હા ઓકે” મેં કહ્યું. મેં ગાડી પાર્ક કરીને હું પણ મારા ફ્રેન્ડ મેં મળવા માટે ગયો. અમે બધા લેકચર ભરવા ગયા.. પેહલો લેકચર શ્યામ સર નો હતો.. અમે ક્લાસ જઈ છેલ્લી બેંચ માં જઈ ને બેઠા. શ્યામ સર આવ્યા ને બધા એ ઉભા થઇ કહ્યું “ગૂડ મોર્નિંગ સર “. છેલ્લા દિવસ મુવી ને જેમ મેં,દીગેશ અને નિકુંજ એ ગૂડ મોર્નિંગ લંબાવ્યું... સર એ કહ્યું “સીટ ડાઉન, અને દીગેશ,વિશ્વ અને નીકુજ તમે ક્લાસ ની બહાર જાવ” તરત દીગેશ બોલ્યો” ના સર હવે નહિ કરીએ... ” શ્યામ સર એ કહ્યુ “no please leave the class” શ્યામ સર નું નામ અમે “કાનુડો” પડ્યું હતું.. મેં દીગેશ ને કહ્યું” દીગેશ ચાલ બહાર નહિ તો કાનો પાછળ પડી જશે” આ કાનુડા એ અમને ગાયો ચરતો હોય તેમ બહાર કાઢ્યા. હું દીગેશ અને નિકુંજ ક્લાસ ની બહાર નીકળી ગયા. બહાર જઈ ને બહાર બેઠા.. અમારા ગ્રુપ માં સૌથી મસ્તીખોર દીગેશ અને નિકુંજ હતા. ગમે ત્યાં જાય શાંતિ થી બેસતા ન આવડે. ક્લાસ ની બહાર બેઠા હતા ત્યારે લવ ની ભવાઈ મુવી ના ગીત ચાલુ કર્યું..

વાલમ આવો ને આવો... ને

કેવી આ લવ ની સગાય કે

માંડી છે મેં આ લવ ની ભવાઈ...

આ ગીત ચાલુ હતું. ત્યારે જ બરાબર છોકરીએ ત્યાંથી પસાર થઈ ને ગીત બદલાયું. આ ગીત હતું ગુજરાતી ફિલ્મ worng side raju નું..

ધીમે... ધીમે.. જોઈ.. આ શું થઇ રહ્યું.

મનમાં ચાલે શું સમજુ ના કશું..

આ વહેમ છે તું કેમ છે મારે કોઈને કહેવું નથી.

આ જેમ છે બસ એમ છે નામ કોઈ પણ દેવું નથી..

મેં કહ્યું “બસ હવે... શું છોકરી જોઈ ને ચાલુ થઇ જાય છે.. ” દીગેશ એ કહ્યું “ભાઈ કોલેજ લાઈફ છે. મોજ કરી લેવાની પછી આ ગોલ્ડન સમય નહિ આવે.. ” . ” હા હો... ” નિકુંજ એ પણ કહ્યું.. ” હા એવું એમ ને” . મેં કહ્યું. થોડો સમય ના લેકચર બદલાયો. અમે ક્લાસ માં ગયા. મેં કહ્યું “ભાઈ હવે મારે બહાર નથી જવું એટલે શાંતિથી બેસજો.. ” બધા લેકચર શાંતિ થી પસાર કર્યા. બધા લેકચર પતાવી હું સારા ને મળ્યો. મેં સારા ને કહ્યું “ચાલ આપણે ઘરે નથી જવું” . “ના ચાલ જવાનું જ” છે. સારા એ કહ્યું. હું અને સારા તેના ઘર તરફ નીકળી પડ્યા.

સારા એ મને કહ્યું “વિશ્વ આજે થાકી ગઈ હો.. ”

“કેમ” મેં પૂછ્યું.

” અરે યાર હજુ તો ફ્રેન્ડ ને મળીને તરતજ પાર્ટી.. પાર્ટી બુમો પાડવા લાગ્યા. ” સારા એ કહ્યું.

“કેમ “મેં પૂછ્યું.

“ અરે બુધ્ધુ હું મેચ જીતી એટલે” સારા એ કહ્યું.

“ઓકે તો આપી દેવી ને “ મેં કહ્યું.

“હા અપીશ બધા ને બસ... ” સારા એ કહ્યું.

“મને પણ?” મેં પૂછ્યું..

“ના તને નહિ આપું” સારા એ કહ્યું.

“હા નથી જોઈતી જા... ” મેં કહ્યું.

“ના હવે બુધ્ધુ તને પાર્ટી નહી ખાસ પાર્ટી આપીશ. તને કેમ ભૂલું ” સારા એ કહ્યું.

“ઓહ.. ખાસ પાર્ટી સરસ” મેં કહ્યું.

અમે બંને લડતા ઝઘડતા સારા ને ઘરે પહોચ્યા. મેં સારા ને તેના ઘરે ઉતારી હું ઘરે પહોચ્યો. ઘરે જઈ નાસ્તો કરી ને. ફેસબુક ખોલું ને સારા પટેલ ઓનલાઈન બતાવતા હતા..

“hi” મેં કહ્યું.

“hi“ સારા એ કહ્યું.

“શું કરે છે ભૂત ?” મેં પૂછ્યું.

“બસ કઈ ખાસ નહિ” સારા એ કહ્યું.

“આજે શું નાટક કરતા હતા બધા છેલ્લી બેંચ માં “સારા એ મને પૂછ્યું.

“કઈ નહિ આવું તો ચાલ્યા કરે” મેં રીપ્લાય કર્યો.

“તું કેટલો સમય બહાર બેઠો કંટાળો ન આવ્યો?” સારા એ કહ્યું.

“ના આવ્યો, મજા આવી “મેં કહ્યું.

“કેમ આવું તો તું શું કરતો હતો. કે તને મજા આવી” સારા એ પૂછ્યું.

“કઈ નહિ દીગેશ અને નિકુંજ બંને ગીત ગાઈ રહ્યા હતા. ” મેં કહ્યું.

“અરે... એ નહિ મેં પૂછ્યું. તું શું કરતો હતો. ” સારા એ કહ્યું.

“હું.... હું તો શાયરી બનાવતો હતો. ” મેં કહ્યું.

“ઓહ.. તું અને શાયરી... ” સારા એ કહ્યું.

“હા કેમ ના બનાવું. ” મેં કહ્યું.

“ના કેમ ના બનાવી શકે કેવી બનાવી મને તો સંભળાવ” સારા એ કહ્યું.

“હું એ નથી કે કોઈના જીવનની વાર્તા બની જઉ,

હું એ નથી કે કોઈની આંખ ના આંસુ બની જઉં,

હું તો નાનકડો બાળક શું છું,

જેના જીવન માં જાવ તેની જીંદગી બની જઉં.. ” મેં કહ્યું.

“vahh…vahh.. બસ એક જ ??“સારાએ કહ્યું.

“ ના હજુ છે સંભાળ “મેં કહ્યું.

“ક્યારેક હું કહી ના શકું તો સમજી જાજે,

ક્યારેક હું તને સમજી ના શકું તો કહી દેજે,

એક બીજા ને સમજાવતા કદાચ રિસાઈ પણ જાજે,

હું માનવી ના શકું તો માની પણ જાજે.. ” મેં કહ્યું.

“ઓહ.. વિશ્વ સાચું બોલ કોના માટે લખ્યું આ?” સારા એ પૂછ્યું.

“ના કોઈ ના માટે નહિ” મેં કહ્યું.

“ના સાચું બોલ” સારા એ કહ્યું.

“કેટલી વાર કહું કોઈ ના માટે નહિ. ” મેં કહ્યું.

“ ના હવે તો તારે કેહવુ જ પડશે” સારા એ કહ્યું.

“તારા માટે બસ... ” મેં અંતે કહ્યું.

“હા બસ એમ ચોખ્ખું બોલ ને” સારા એ કહ્યું.

“જાણી લીધું ને શું ફાયદો થયો” મેં કહ્યું.

“કઈ ફાયદો નથી થયો.. કારણ કે મને ખબર છે તને શાયરી લખવાનો શોક છે. પણ શાયરી આમ જ ના લખાય જાય અને ગમે તેમ લખાય તે શાયરી ના કહેવાય. શાયરી ના શબ્દો ઓ હંમેશા દિલ પર લાગી આવતા હોય છે અને તારા શબ્દો આજે લાગી આવ્યા.. ” સારા એ કહ્યું.

“ઓહહ.. મારા કરતા તો તને વધારે માહિતી છે” મેં કહ્યું.

“હા હો ફ્રેન્ડ કોની” સારા એ કહ્યું.

ઘડિયાળ માં જોયું તો રાત નો ૧ વાગી ગયો હતો.

“સારા ઘડિયાળ માં જો ૧ વાગી ગયો છે. જો.. ” મેં કહ્યું.

“હા વિશ્વ કઈ ખબરજ ન રહી ચાલ બાય..

ગુડ નાઈટ

ટેક કેર

સ્વીટ ડ્રીમ” કહી સારા ઓફલાઈન થય ગઈ..

મેં મારો ફોન મુક્ય અને હું પણ સુઈ ગયો ઘણા દિવસો પછી શાંતિ થી સુવાનો મોકો મળ્યો હતો...

વધારે વાંચવા માટે આગળના ભાગ ની રાહ જુઓ.. અને આ સ્ટોરી પસંદ આવી હોય તો આપો તમારો feedback.

***