Last Typing... 7 books and stories free download online pdf in Gujarati

લાસ્ટ ટાઈપીંગ... 7

“તો તું શું કરીશ સોમવારે ?” મેં સારા ને પૂછ્યું.

“વિશ્વ એક વાત ઘણા દિવસ થી મને સતાવે છે પણ આજે તને પૂછવા માગું છું” સારા નો મેસેજ આવ્યો.

આ મેસેજ આવતા ની સાથે હું મુંજવણ માં મૂકાણો. એવી શું વાત હશે જે સારા મને પૂછવા માંગે છે. આવા બધા વિચારો મારી સામે આવવા લાગ્યા.

“હા બોલ “મેં સારા ને કહ્યું.

“વિશ્વ તું એટલો બધો કેમ ડરે છે” સારા એ પૂછ્યું.

“કોનાથી હું ડરું છું. ” મેં કહ્યું.

“ના મેં ઘણીવાર જોયેલું છે. જ્યારથી હું પડી છું ત્યારથી તું મારા કેટલી ચિંતા કરે છે અને મને કઈ પણ થાય એટલે મારા કરતા વધારે તું ડરે છે. આવું શા માટે?” સારા પૂછ્યું.

તેનો આ મેસેજ જોઈ ને મને થયુ હવે આ સવાલ નો જવાબ પણ શું આપું??

“ના એવું કઈ નથી “મેં કહ્યું.

“ના છેજ તું મને જણાવ નહીતર હું તારી સાથે નહિ વાત કરું” સારા એ કહ્યું.

“ તો સંભાળ તું મારી દોસ્ત છે, આ ક્ષણે જો કોઈ મારી સૌથી નજદીક છે તો એ તું છે...

ભલે તું મારી દોસ્ત છે, પણ મારા શરીરમાં જો શ્વાસ કોઈ પુરી રહ્યું છે તો એ તું છે..

હું મારી એ હરેક ખામોશી ની ક્ષણો ને તારી સાથે વિતાવેલી ખાટી-મીઠી યાદો થી સજાવું છે.

તું મારી દોસ્ત છે અત્યારના દિવસોમાં કાલે કદાચ આ પળો ના રહે, કદાચ હું રહું ના રહું પણ તું હંમેશા મારામાં કાયમ રહીશ.

મારુ ચિડાવું તારું ચિડાઈ જવું, હસવું-લડવું રુઠવું-મનાવવું એક વાતોના અનેક અર્થ અને એ જ અર્થોમાં ખુશીથી વીતી જતો બહુ બધો સમય, એનો કારણ છે તો ફક્ત તું.

તું જ્યારથી મળી છે મને ત્યારથી વધુ ખુશ્બૂદાર લાગુ છુ હું...

ખાલી હોંઠો થી જ નહીં હવે તો પુરા શરીર થી હસુ છું હું...

કહે છે ને લોકો પ્રેમમાં માણસ આંધળો બની જાય છે,

પણ મને તો તારી દોસ્તી એ આંધળો કર્યો છે, એનું કારણ છે તું ...

છેલ્લે બસ એટલું જ કહીશ,મને ક્યારેય પૂર્ણ ન થાય એવી ખુશી જોઈએ. મારે તારો પ્રેમ નહીં, મારે તારી દોસ્તી જોઈએ..

મને મારા કરતા પણ વધારે તારી ચિંતા છે,ક્યાંક તારા સપનાઓ અધૂરા ન રહી જાય તારા સપના પુરા કરવા એજ મારું સપનું. ” મેં સારા ને મેસેજ કર્યો. આ મેસેજ કરતા ની સાથે મારું દિલ ભરાઈ આવ્યું.

“યાર.. તું મારા માટે આવું વિચારે છે” સારા એ કહ્યું.

“આ વિચારો નથી હકીકત છે સારા “મેં કહ્યું.

“ઓકે વિશ્વ મારા સપના માં તારું સપનું છે તો તારું સપનું જરુર પૂરું થશે. ” સારા એ મને કહ્યું.

“ઓકે” મેં કહ્યું.

“ઓકે ગુડ નાઈટ,ટેક કેર,સ્વીટ ડ્રીમ્સ” સારા એ કહ્યું.

“ગુડ નાઈટ

ટેક કેર

સ્વીટ ડ્રીમ્સ” મેં કહ્યું.

મેં મારો ફોન ચાર્જીગ માં મૂકી ડેટા બધ કરી હું પણ સુઈ ગયો સવારે રવિવાર હતો.

(સવારે)

સવારે ફ્રી થઈ ને મેં સારા ને મેસેજ કર્યો.

“goooood morning…. ”

બપોર થઇ સારા નો કોઈ મેસેજ નહિ બપોરે મેં ફરી મેસેજ કર્યો

“hi “

કોઈ જવાબ નહિ અંતે મેં સારા ને ૫ વાગે કોલ કર્યો. પણ તેની ફોન સ્વીચ ઓફ બતાવતા હતા. મેં ખુબ કોશીશ કરી પણ સારા નો ફોન લાગ્યો નહિ. કોઈ મેસેજ પણ નહિ એટલે મને ચિંતા થવા લાગી. અંતે હું તેના ઘરે ગયો મેં ડોરબેલ માર્યો. તેના મમ્મી એ દરવાજો ખોલ્યો મેં તેને પૂછ્યું આંટી સારા છે? તેમણે કહ્યું તે સવાર ની કહ્યા વગર કયાંક ચાલી ગઈ છે. હજુ સુધી ઘરે નહિ આવી. મને એમ થયું કે તે તારી સાથે છે. અને તેનો ફોન પણ સ્વીચ ઓફ આવે છે. હા હું જાણું છું તેનો ફોન સ્વીચઓફ છે એટલેજ હું અહી આવ્યો. એ મને મળીજ નથી આજે . કઈ નહી આંટી હું તેને શોધું છું.

મેં તેને બે-ત્રણ ફ્રેન્ડ ને કોલ કર્યો પણ તે તેની સાથે પણ ન હતી. મેં ખુબ સારા ને શોધી પણ ક્યાંક પણ સારા નો પતો ન મળ્યો. પછી મને યાદ આવ્યું એક વાર ક્લબ માં ચેક કરી લઉ. સાંજે હું ક્લબ ગયો મેં મારી ગાડી બહાર પાર્ક કરી અને હું અંદર ગયો. ક્લબ માં કોઈ પણ ન હતું. સારા ને શોધતો શોધતો હું આગળ ગયો. આખા ક્લબ માં અંધારું હતું અને દુર મને એક લાઈટ દેખાતી હતી. તે લાઈટ પાસે કોઈ હતું . હું ધીમે ધીમે આગળ ચાલતો ગયો. જોયું તો એક છોકરી બેડમિન્ટન રમી રહી હતી. મારી આંખ માંથી આંસુ ઉપર આંસુ પાડવા લાગ્યા. એ છોકરી બીજું કોઈ નહિ.... સારા હતી... તેના હાથ પગ માં હજુ પાટા બાંધેલા હતા. હું તેની પાસે ન ગયો. પાસે રહેલી સીટ પર બેસ્યો અને બધું જોઈ રહ્યો હતો.

એ રાત મારી જીવન ની સૌથી યાદગાર રાત હતી. એ રાતે મેં જે જોયું તે હું ક્યારેય પણ ભૂલી શકાય તેમ ન હતું. સારા ના હાથપગ માં દુખાવો હોવા છતાં તે રમતી હતી. થોડી વાર રમી તે બેસી ગઈ અને રડવા લાગી. એ જોઈ મને રડવું આવી ગયું. છતાં હું તેની પાસે ન ગયો અને દુર થી બધું જોઈ રહ્યો. તેને પોતાના આંસુ લુછી ફરી ઉભી થઇ ને ફરી રમવા લાગી. આમ આખી રાત ચાલ્યું ફરી બેસી રડે અને રમી ઉભી થાય ને રમવા લાગે... થોડી વાર માં સવાર થવાની હતી. પણ સારાને કોઈ ભાન જ ન હતું. એ તો ભાન જ ભૂલી ગઈ હતી. અંતે સવાર પડી.. સારા થાકી ને નીચે બેઠી. હું ઉભો થયો અને સારા પાસે ગયો. સારા ને ખબર ન પડે તેમ હું સારા ની પાછળ ઉભો રહી ગયો. સારા પાણી પીઈ રહી હતી. તેને પાણી પીધા પછી હું પાછળ થી બોલ્યો “ સારા તું જીતી ગઈ.... ” સારા એ પાછળ ફરી ને જોયું. તેની હાલત ખુબ ખરાબ હતી. તેનું મો રડી રડી ને ફૂલ ની જેમ કરમાઈ ગયું હતું. મેં સારા નો હાથ પકડ્યો. સારા એ કહ્યું “વિશ્વ તું અત્યારે અહિયાં “

“હા સારા અત્યારે નહિ હું સાંજ થી અહિયાં છું સારા મેં આખી રાત બધું જ જોયું છે. સારા હવે મારા સપનાઓ પુરા થઇ ગયા. બસ હવે કોઈ સપનાઓ બાકી નથી. આખી રાત મેં જે જોયું તે મારા વિચારો થી પણ ઉપર હતું. ” મેં સારા ને કહ્યું.

“વિશ્વ તું સાંજ થી અહિયાં હતો તો મને કહ્યું કેમ નહિ” સારા એ કહ્યું.

“સારા હું જો તારી પાસે આવ્યો હોત તો તું એ રીતે રમી ના શકી હોત જે રીતે તું અત્યારે રમી છે, યાર મને ખબર જ ન હતી તું આ હદ સુધી જઈ શકે છે. તને કઈ દર્દ નથી થતો. તું સાંજ થી અત્યાર સુધી માં કેટલી વાર પડી છે” મેં સારા ને કહ્યું.

“વિશ્વ,જીવન માં અત્યાર સુધી પડી જ છું પણ હવે ઉભી થઈશ. અને વિશ્વ તું ચિંતા ના કરીશ આજે વડોદર ની મેચ માં હું રમીશ અને જીતીશ પણ ” સારા એ કહ્યું.

“સારા તું રમે.. ના રમે.. કે જીતે.. કે ના જીતે.. બસ મારે જે જોઈતું હતું તે મળી ગયું છે... ” મેં સારા ને કહ્યું.

“વિશ્વ એટલી જલ્દી શું છે ‘અભી તો મેને સ્ટાર્ટ કિયા હે’ એમ બોલી ને સારા હસી પડી... ”

વધારે વાંચવા માટે આગળના ભાગ ની રાહ જુઓ.. અને આ સ્ટોરી પસંદ આવી હોય તો આપો તમારો feedback

***