Last Typing... 2 books and stories free download online pdf in Gujarati

લાસ્ટ ટાઈપીંગ... 2

પહેલો લેકચર ઊંઘ માં ને ઊંઘ માં પત્યો....

બીજા લેકચર માં ઊંઘ ઉડી પણ પ્રોફેસર English માં બોલે કઈ પણ સમજાતું નહિ ના પડે બધુજ ઉપર થી જતું.... સર એવી રીતે લેકચર લેતા ને કે અમને લાગતું કે જનરલ ડાયર આગળ થી શબ્દો રૂપી ગોળી બાર કરી રહ્યા છે.... અંતે એ લેકચર પણ પત્યો....

કોલેજ થી છુટા પડી ને હું મારા ઘરે પહોચ્યો. મેં ફોન હાથ માં લીધો અને Messenger ખોલ્યું.. પણ સારા Online ન હતી. હું ખુબ ઉત્સુકતા થી તેના Online થવાની રાહ જોઈ રહ્યો હતો. પણ મને જ ખબર ન હતી,કે હું શું કામ રાહ જોઈ રહ્યો છુ. મારું દિલ ખુબ બેચેન હતું. અચાનક જોત જોતા માં સારા Online થઈ ને મેં તરતજ મેસેજ કર્યો..

" Hi બીઝી માણસો "

તરતજ typing... બસ આ typing ની સાથે મારા દિલ ની બેચેની દુર થઈ અને મારી સાથે શું બની રહ્યું હતું. મને જ ખબર ન હતી બસ દિલ માં એક શાંતિ ની લાગણી આવી.

"ના હવે હું બીમાર છું,એટલે આજે કોલેજ આવી હતી નહિ"તેનો મેસેજ આવ્યો.

(મારું મૂડ ઓફ)

મેં પૂછ્યું " શું થયું વળી તને "

" બસ એવું કઈ ખાસ નહી તાવ આવ્યો છે.. " તેનો રીપ્લાય આવ્યો.

" ok તો ધ્યાન રખાય ને " મેં કહ્યું

" તાવ થોડો પૂછી ને આવે લે.... " તેને હસી ને કહ્યું.

"Ok " મેં કહ્યું.

મેં તેને કહ્યું " તારા ફમીલી માં કોણ કોણ છે?"

તેણે કહ્યું " મમ્મી, પપ્પા અને મારો નાનકડો ભાઈ "

તેણે મને પૂછ્યું " તારી ફમીલી માં કોણ કોણ છે?"

" મમ્મી,પાપા અને બહેન" મેં કહ્યું.

મેં કહ્યું "ક્યાં રહે છે તુ?"

" દુબઈ "­ તેણે કહ્યું.

"ohoo.. ! તો તમારે ત્યાં પેટ્રોલ સસ્તું હશે ને " મેં કહ્યું.

" હા હો બોવજ સસ્તું મળે

અને ભારત માં હું જ સપ્લાય કરું છું. " તેણે કહ્યું.

"હશે" મેં કહ્યું.

"તો તું રોજ કોલેજ કઈ રીતે આવે" મેં કહ્યું.

" પ્લેન માં " તેને કહ્યું.

" બસ હો.. ઓછા ફેક " મેં કહ્યું.

" બોલ તારી તબિયત કયારે સારી થશે" મેં કહ્યું.

" બસ ૧-૨ દિવસ માં, કેમ તારે શું કામ છે " તેણે કહ્યું.

" બસ કઈ કામ નથી પણ તને જોવી છે" મેં તેને કહ્યું.

" તો એમાં શું મારી તબિયત સારી થઈ જશે ત્યારે હું કહીશ ત્યારે આપણે મળીશું કયાંક " તેણે એ કહ્યું

"Ok.. Thank you" મેં કહ્યું

" Welcome" તેણે કહ્યું.

" કઈ નહિ તું આરામ કર મારે કામ છે by" મેં કહ્યું.

By કહીને હું Offline થઇ ગયો. મારે કોલેજ નું થોડું કામ હતું તો મેં પતાવ્યું.… (સાંજ થઈ ) સાંજે હું ફોન લઈ ને બસ સારા ને Online થવાની રાહ જોઈ રહ્યો હતો. દરેક મેસેજ ની " ટુન... " માં મને લાગતું કે આ મેસેજ જરૂર સારા નો જ હોવો જોઈએ,પણ તેનો મેસેજ ન હોવાથી હું નિરાશ થઈ જતો. પણ તે સાંજે સારા Online ન થઈ.. તેની યાદ માં હું તેની સાથે કરેલી દિવસભર ની ચેટીંગ વાંચતો તેના દરેક મેસેજ જોઈ ને મારા મોં પર એક સ્મિત આવતું.

( ૨ દિવસ પછી ...... )

સારા નો મેસેજ આવ્યો.

" Hi શું કરે છે.. "

" બસ બેઠો છું" મેં કહ્યું.

" કેમ બેઠો છે ઉભો થઈ જા.. " તેણે કહ્યું.

" કેમ છે તારી તબિયત " મેં તેને કહ્યું.

" હા જો .... એ માટે જ મેસેજ કર્યો. બોલ ક્યાં મળવું છે. " તેનો રીપ્લાય આવ્યો.

" તું નક્કી કરી ને મને કહેજે હું આવી જઈશ" મેં કહ્યું.

" તો આપણે આપણી કોલેજ થી આગળ પેલું કોફી શોપ છે ત્યાં મળીએ... Ok "તેણે કહ્યું.

" Ok " મેં કહ્યું.

" પણ તું મને ઓળખીશ કેવી રીતે " મેં તેને કહ્યું.

" એક કામ કર આપણે એક કોડ બનાવી એ"મેં કહ્યું.

" પણ શું કોડ બનીશ"તેણે કહ્યું.

" 'બસ તુ જ મારું સપનું ' એ કોડ છે ok " મેં કહ્યું.

"તું શોપ ના માં છેલ્લા ટેબલ પર બેસ જે ... ok"મેં કહ્યું.

" Ok.. Done... " તેણે કહ્યું.

" પણ ટાઈમ???" મેં પૂછ્યું.

" હા અતો મેઈન છે "તેણે કહ્યું.

" સાંજે 6 વાગે ok... " તેણે કહ્યું.

મારી ખુશી ની પાર ન રહ્યો ફાઈનલી એમ મળીએ છીએ એ વાત નો મને વિશ્વાસ થતો ન હતો. મને તો આ એક સપનું જ લાગી રહ્યું હતું. પણ આ હકીકત હતી. હું વિચારતો હતો સારા કેવી હશે. ત્યાં અચાનક મારા અંતર આત્મા માંથી એક અવાજ નીકળ્યો. " તેને જોવા માટે પહેલા તેને મળવું પડે" કહ્યું હા એ પણ છે. મને યાદ રહે તે માટે અમારો કોડવર્ડ " બસ તુજ મારું સપનું " એ મારા હાથ માં લખ્યું...

હું તૈયાર થઈ ગયો. તેને મળવા હું ખુબ ઉત્સુક હતો બસ અંદર થી જ એક ખુશી મારા મો પર આવી રહી હતી. હું સારા ને મળવા માટે ઘરે થી નીકળ્યો લગભગ હું કોફીશોપ પાસે પહોંચવા જ આવ્યો હતો. અચાનક પાછળ થી એક ટ્રક આવી રહ્યો હતો તેની સાથે મારી બાઈક અથડાઈ ગઈ.… હું ત્યાજ પડી ગયો.... મારા શરીર માંથી ખુબ લોહી નીકળી રહ્યું હતું. જ્યાં સુધી મારી આંખ ખુલી હતી. ત્યાં સુધી મારી આસપાસ ઘણા લોકો ઉભા હતા. મારી આંખ બંધ થઈ. હું બેહોશ થાય ગયો હતો.

( થોડો સમય પછી )

મારી આંખ ધીમે ધીમે અડધી ખુલી ત્યારે હું હોસ્પિટલ માં બેડ પર હતો. અને મારી અડધી આંખ ખુલી ત્યારે મારી સામે કોઈ લાલ રંગ ના કપડા પહેરીને કોઈ ઉભું હોય તેવું લાગ્યું. પણ હું તેને સ્પષ્ટ રીતે જોઈ શકતો ન હતો. જયારે મારી આંખ સંપૂર્ણ રીતે ખોલી તો એ લાલ રંગ ના કપડા માં કોઈ છોકરી હતી હું તેને ઓળખતો ન હતો. પણ હું તેની આંખ માં રહેલા આસું જોઈ શકતો હતો. તે દુર થી પાસે આવી ને કહ્યું " તું વિશ્વ " મેં મારું મો હલાવી ને કહ્યું " હા "મારા હા પડતા ની સાથેજ તેની આંખ માંથી આસું પડ્યું અને બોલી " બસ તુજ મારું સપનું " તે મારી બાજુ માં આવી ને બેઠી અને મારો હાથ પકડ્યો. અને એક સ્મિત સાથે બોલી " તું ખોટી જગ્યા પર છે. મેં તો તને કોફીશોપ પર બોલાવ્યો હતો ને... ?" મેં કહ્યું "Sorry " ત્યાર પછી તે બોલી " ચલ હવે રહેવા દે... તે પ્રોમીસે તોડ્યું " પછી તેને કહ્યું " મને જવાનું મન તો નથી થતું,પણ મારે જવું પડશે અને લે તારો ફોન " મેં તેને કહ્યું એ ફોન માંથી યશ ને ફોન કરી ને આપીશ?" તેણે યશ ને ફોન લગાવી ને બધી વાત કરી.. થોડી વાર બધા મિત્રો હોસ્પિટલ પહોચ્યા. ત્યારે સારા નીકળી ચુકી હતી...

( ૨-૩ દિવસ પછી.... )

જયારે મારી તબિયત સારી થાય ગઈ ત્યારે મેં સારા ને મેસેજ કર્યો

"Thank you sara "