Last Typing... books and stories free download online pdf in Gujarati

લાસ્ટ ટાઈપીંગ... 3

(થોડી વાર પછી રીપ્લાય આવ્યો)

" કેમ જનાબ થઈ ગઈ તબિયત સારી,અને Thank you શા માટે?"

મેં કહ્યું " હા હું થઈ ગયો રેડી ,અને તમારા જેવા Friend હોય તેને શું સારું ન થાય?, અને Thank you એટલે કે તે મારી મદદ કરી "

" ચલ ચલ હવે... બોલતો નહી કોઈ દિવસ thank you નહિ તો પછી કોઈ દિવસ હેલ્પ નહિ કરું"તેણે કહ્યું.

" પણ તને ખબર કેમ પડી કે મારો જ અકસ્માત થયો છે. " મેં તેને પૂછ્યુ.

"અરે... જયારે અકસ્માત થયો ત્યારે કોફીશોપ ની બહાર ખુબ દોડ-ધામ મચી હતી, તો મેં જોયું કે એક છોકરા નો અકસ્માત થયો છે. હું નજીક ગઈ મેં તારી બાઈક જોઈ તેની પાછળ લખેલુ હતું “વિશ્વ” અને હું તને જોવા આવી તો તારો હાથ મેં પકડ્યો તો તેમાં લખ્યું હતું "બસ તુજ મારું સપનું " એટલે મને થયું આજ વિશ્વ છે " તેણે મને કહ્યું.

"Vah... !!! Very smart "મેં કહ્યું.

" Thank you" તેણે કહ્યું.

મિત્રો મારી લાઇફમાં એક થી એક ચડિયાતા દોસ્તો હતા. એમાં એક નવી દોસ્ત મળી. માણસ ની જીંદગી દોસ્તી વગર નકામી છે. ભગવાન ને પણ મિત્રો ની જરૂર પડે છે. તો આપણે તો શું છીએ?. કહેવાય છેકે જે થાય તે સારા માટે થાય છે. મારા અકસ્માત થી મને ખબર પડી કે સારા નું વ્યક્તિત્વ કેવું છે. અમે વિચાયું પણ ન હતું કે અમારી પહેલી મુલાકાત રીતે થશે અને હવે સમય હતો કે યશ ને આપેલી પ્રોમિસ પૂરી કરવાનો. મેં વિચારી લીધું કે હું સારા ની હેલ્પ કરીશ. મને ખબર ન હતી કે હવે મારી જીંદગી ક્યાં મોડ જઈ રહી છે....

હું રોજ બધા દોસ્તો ને સાથે કોલેજ જતો હતો ત્યાં જઈ ને બસ છેલ્લી બેંચ પર જઈને બેસતો અને પેહેલી બેંચ માં બેઠેલી સારાને જ જોયા કરતો. મનોહર રૂપ, હમેશા હસતો રહેતો એનો ચેહરો ,ખુલ્લા મિજાજ નો સ્વભાવ બસ મારું દિલ આ જોવા માટે ખુબ તડપતુ..

( સાંજે... )

હું સાંજે લેપટોપ લઈ ને બેઠો અને Facebook ખોલ્યું જોવા માટે કે સારા નો મેસેજ આવ્યો કે નહી. પણ તે Online ન હતી થોડી વાર હું બીજા મિત્રો સાથે વાત કરતો હતો. ત્યારે અચાનક Notification આવી " sara patel is like your photo " અને તરતજ અનો મેસેજ આવ્યો.

"Hi "

" આવો મેહફીલ માં તમારું સ્વાગત છે"મેં કહ્યું.

"Are.. Vahhhh" તેનો રીપ્લાય આવ્યો.

"તારો જન્મદિવસ ક્યારે છે?" સારા એ કહ્યું.

" કેમ વળી તારે શું કામ છે " મેં કહ્યું.

" ના જસ્ટ પુછુ છું લે.... " તેણે કહ્યું.

" Ok એ છોડ તું.. તું બેડમિન્ટનક્યારે જોઈન્ટ કરે છે. " મેં કહ્યું.

" યાર મારે નહિ કરવું " તેને કહ્યું.

" કેમ શું થયું" મેં કહ્યું.

" તે કઈ નહિ તારે જોઈન્ટ કરનું જ છે. અને હવે જો આવું કહ્યું તો આ મારું Last typing સમજી લેજે . " મેં કહ્યું.

"Ok હું જોઈન્ટ કરી Ok.... "તેણે કહ્યું.

" હા... બસ તું કાલે કોલેજ માં મળજે મારે કામ છે. "મેં તેને કહ્યું.

બીજા દિવસે હું કોલેજ ના કેન્ટીનમાં હતો. ત્યાં અચાનક સારા મેં સારાને આવતી જોઈ. બસ જોતોજ રહી ગયો.... તે પાસે આવી ને બેઠી ને કહ્યું " બોલ શું કામ હતું?" મેં કહ્યું " કેમ તારે શું પ્રેબ્લેમ છે બેડમિન્ટન રમવાનો ?" તે ખુબ ઉદાસ થઈ ને બોલી " હું નહિ કરી શકું" બસ એટલું બોલતા ની સાથે રડી પડી.... બસ આજ સમય હતો મારે મારી મિત્રતા નિભાવવાનો મેં તેના આસું લૂછ્યા ને કહ્યું " પ્લીઝ, રડીશ નહિ.... તું કેમ ના કરી શકે, આપણા જીવન માં ઘણા બધા એવી પરિસ્થિતિ આવે છે કે આપણે તે તેના થી ડરીએ છીએ, પણ આપણે મુશ્કેલીઓ નો સામનો હિંમત થી કરવો જોઈએ અને તું એમ કે છે હું નહિ કરી શકું, ચાલ મારી સાથે " અમે બંને અમારા એક સ્પોર્ટ ક્લબ માં ગયા ત્યાં અમે વાત કરીને સારા ની મેમ્બેરશીપ મેળવી. " સારા ખુબ ખુશ હતી. સારા તરતજ બોલી " Thank you વિશ્વ આજે તું નહી હોત તો હું આ ના કરી શકી હોત "

જયારે કોઈ પણ વ્યક્તિ પોતાના ના સપના ની ખુબ નજીક હોય છે ને ત્યારે તેમના મો પર એક હાસ્ય હોય છે, એક ખુશી હોય છે. એ ખુશી મેં આજે જોઈ. મેં સારા ને કહ્યું " બસ હવે રેહેવા દે thank you ના કહીશ. "

ક્લબ નો સમય બપોર પછી ૫ વાગ્યા નો હતો. બીજા દિવસે હું સારા સાથે ક્લબ ગયો. તેના કોચ તેને બધું સમજાવી રહ્યા હતા અને તે ખુબ ધ્યાન થી સાંભળી રહી હતી. ત્યાર બાદ કોચ તેનું પર્ફોમન્સ જોવા માટે તેને પહેલી વાર રામવાનું કહ્યું. ત્યારે સારા રમવા માટે મેદાન માં ઉતરે છે. ત્યારે હું તો તેને જોઈ ને બસ ચોકી જ ગયો. તેણે પૂરી મહેનત લગાવી. અંતે કોચે તે સફળ નીવડી..

ક્લબ માંથી અમે નીકળી ને હું સારા ને મુકવા ગયો પછી હું મારા મિત્રો ના ઘરે ગયો. સાંજે ઘરે જઈ ફ્રેશ થઈને લેપટોપ લીધું અને ફરીથી ફેસબુક ખોલીને ચેક કરવા લાગ્યો કે સારા નો કઈ મેસેજ છે. મેં જોયું તો કઈજ મેસેજ ન હતો. સાંજે ૯:૩૦ વાગી ચુક્યા હતા એટલે હું રાત્રે ઘરની બહાર વાતાવરણ માં ચાલવા નીકળી પડ્યો અને મારા ઘર ની પાસે આવેલા તાપી કિનારે જઈ ને ત્યાં જઈને બેસતો કેમ કે આ એક જ એવી જગ્યા હતી કે જ્યાં કોઈ પણ વ્યક્તિ ને શાંતિ નો અનુભવ થાય હું અવાર નવાર ત્યાં જઈ ને બેસતો.

રાત્રે હું ૧૧:૩૦ એ ઘરે આવ્યો અને સારા ને ગૂડ નાઈટ નો મેસેજ કરી ને સુઈ ગયો. અને સવારે ઉઠી ને જોયું તો સારા ની કોઈ જ મેસેજ ના હતો. મેં રોજ ની જેમ ગૂડ મોર્નિગ નો મેસેજ કર્યો.

"નયન માં વસ્યા છો જરા યાદ કરજો,

કદી કામ પડે તો યાદ કરજો....

મને તો આદત છે તમને યાદ કરવાની,

જો તમને હિચકી આવે તો માફ કરજો... "

થોડી વાર પછી સારા નો મેસેજ આવ્યો," વાહ,તું તો શાયર થઈ ગયો "

મેં રીપ્લાય કર્યો " ના યાર આ તો બસ એમ જ.. "

" હમ્મ્મ્મ , એક સવાલ પુછુ" સારા એ કહ્યું.

" હા બોલ" મેં કહ્યું.

" તું કોઈ છોકરી ને પસંદ કરે" સારા એ મને પૂછ્યું.

" ના હો ,અત્યાર સુધી તો નહિ પણ ભવિષ્ય ની ખબર નહિ" મેં કહ્યું.

" કેમ એમ , કેમ કોઈ પસંદ નથી.. " તેણે કહ્યું.

" બસ આજ સુધી કોઈ પસંદ જ નહિ આવ્યું" મેં કહ્યું.

" તને કેવી છોકરી પસંદ છે? બોલ.. "તેણે મને પૂછ્યું.

મેં કહ્યું" જે દિલ થી ખુબ સારી હોય રૂપ ના હોય તો ચાલે, જે મને સમજી શકે..., કઈ કહ્યા વગર બધુજ સમજી જાય, ખુબ પ્રેમ કરે, બસ".

"ઓહ્હ્હ" સારા નો રીપ્લાય આવ્યો.

***