Saprsh books and stories free download online pdf in Gujarati

સ્પર્શ

  • સ્પર્શ
  • હેલો, હેલો,,,,, ! અરે! કોઇ તો મને સાંભળો ! હું કયારનો બધા ને સાદ પાડી રહયો છું. તેનો સાદ કોઈ સાંભળતું ન હોવાથી નિસાસો નાંખી, મ્લાન વદને ઉભો રહયો.
  • વિચારી રહયો આ ધરતી પર માનવી કેટલો નિષ્ઠુર છે! અરે,,, ઓ,,,,, નિષ્ઠુર માનવીઓ મારી વેદના તો સાંભળો ! મને કોઇ તો થોડું પાણી પીવડાવો. પાણી વગર મારો દેહ સૂકાઇને સૂકોભઠ બની ગયો છે. મને એવું લાગે છે જાણે કે,,,, વસુંધરા પર મારી આવરદા પૂરી થઈ છે. મારો દેહ હવે કોઈ પણ સમયે!!!! આ વિચારતા ખૂબ દુઃખ થયું. તે લાચાર નજરે જોઇ રહયો.
  • તેને પોતાના જન્મના દિવસોની યાદ આવી ગઈ. શહેરનો વિકાસ થયો હતો, તેની શોભા માં અભિવૃદ્ધિ કરવા મોટા પાયે મારી સાથે મારા ભેરૂબંધો ને લાવવામાં આવ્યા. ખૂબ સન્માનીય વ્યકિત ના હાથે મારો સંબંધ આ દિવ્ય વસુંધરા સાથે કરાવ્યો હતો ! આ સંબંધ પછી મારી ખૂબ કાળજી રાખવામાં આવતી હતી. ધીરે -ધીરે હું યુવાન થયો.
  • મારા પર યૌવન આવતા વસંત માં હું સોળે કળાએ ખીલી ઉઠયો હતો ! સમીર સાથેના મંદ - મંદ સ્પંદનોના સ્પૅશના મધુર રણકારથી સૂર સપ્તક ના નાદ જાગતા હતા. પહેલી વખત મને કુસુમનો સ્પૅશ થયો, હું પ્રિયતમની માફક નીખરી ઉઠયો ! ચોમાસામાં વરસાદની બૂંદો મને આલિંગન ભરતી, મારૂ રોમ - રોમ મહેંકી ઊઠતું !
  • સમય જતા, મે વિશાળ સ્વરૂપ ધારણ કર્યું. મારે ત્યાં અનેક નવા મહેમાનો વિસામો કરતા. ગરમીમાં હું રાહતનું કામ કરતો.
  • હું વસુંધરા નું સંતુલન જાળવી રાખતો. હવા ને પ્રદુષણ મુકત કરતો. તે છતાં ચોમાસામાં મારી ફેલાયેલી બાહુઓ પર અસંખ્ય ઘાવ પણ ઝીલ્યા. મને ખૂબ વેદના થતી. એને સાંભળનાર કોઈ નહતું.
  • મારા એ યૌવનનો વૈભવ અનોખો હતો. સમય જતાં પ્રદુષિત વાતાવરણ ને કારણે હું ધીરે ધીરે ક્ષીણ થવા લાગ્યો. આજે હું એવા ત્રિભેટે ઉભો છું,,,,, મારૂ અસ્તિત્વ કયારે નામશેષ થઈ જાય એ મને પણ ખબર નથી!
  • હું ફરીથી યૌવન થવા માગું છું. પણ આ સ્વાર્થી માનવી મારો અંતરનાદ સાંભળતો નથી. ભાઈ,,,, મને ???
  • અરે,,,,,, ! સાંભળો, મારે મૃત્યુ નથી જોઇતું ! હું સદા ' ગુલમહોર ' બની ને જ જીવવા માગું છું !!!!
  • મારી અવદશા પર કોઈ ને દયા નથી આવતી. ના જાને,,,, આ સ્વાર્થી માનવીના હાથે હું કયારે કપાઈ જઇશ ???
  • ઓહ, મારી વેદના કેમ કોઇને સમજાતી નથી? બધા કહે છે એમ, વેદના વાંચવી ખૂબ અઘરી છે! હું મનોમન પીડાતો, નિસાસો નાંખતા મારા તારણહારની રાહ જોતો નિસ્તેજ ઊભો રહેતો. રોજ સવારે સૂરજના કિરણો મને એક નવી આશા મનમાં આપતા, અને સંધ્યા મનમાં ઘોર નિરાશા આપતી હતી.
  • મોર્નિંગવોક આવનારા બધા મારી તરફ એક નજર નાંખી આગળ વધી જતા. હું નિ:શબ્દ બની ઊભો રહેતો. મારી અવદશા પર મારા સાથીઓ મારો ઉપહાસ કરતા, મને ખૂબ લાગી આવતું. મનમાં વિચારતો, કેવી છે આ દુનિયા?બીજાના દુ:ખથી કેટલી ખુશ થાય છે! એમને ખબર નથી આજે જે યુવાન છે, એમને ઘડપણ આવશે -ત્યારે એમની દુર્દશા મારા જેવી બનશે!
  • હવે રોજ હું મૃત્યુની રાહ જોતો, સૂરજ ઊગે ત્યારથી મનમાં નિરાશા જન્મ લેતી. કહે છે, દુ:ખના વાદળો લાંબો સમય રહેતા નથી, સુખની હેલી વરસે છે! થોડા દિવસથી એક નાની સુંદર પરી -જેવી છોકરી એની મમ્મી સાથે અહીથી પસાર થતી હતી. બીજા કોઈ નહી, પરંતુ એ મારા તરફ નિર્દોષભાવે જોતી હતી. તેની ભૂરી ભૂરી આંખોમા મારા પ્રત્યે અનુકંપા જોઇ મને હર્ષ થતો હતો. હું સ્મિત - મારા પર્ણોથી આપતો! ઘડપણ આવ્યું હોવાથી મારા પર્ણો બહુ રહયા નહતા. દસ -બાર, જે હતા એમાંથી એના પર વરસાવતો! તે ખુશ થઈ મારા પર્ણો તેના નાજુક હાથમાં પકડતી, અને ગજવામાં મૂકી દેતી. તેની મમ્મી તેના પર ગુસ્સે થતા બોલતી- ગીત આ શું કરે છે? બધા પર્ણોનો કચરો શા માટે ગજવામાં ભરે છે? ફેંકી દે બેટા, ચાલ! વાહ,, એનું નામ 'ગીત'છે! કેટલું સુંદર નામ છે! તે ચાલે છે ત્યારે તેના પગના નૂપુર લયબધ્ધ રણકાર કરે છે! અને તેનું સ્મિત એ રણકાર સાથે સુસંગતતા કરી મનને લોભાવે છે! મારી પાસેથી પસાર થતાં તેનો એહસાસ મને જિદંગી જીવવા હવે મજબૂર કરતો હતો!
  • મમ્મી આ કેમ આવુ છે? તેના પર્ણો કેમ ઓછા છે? જોને કેવું લાગે છે?
  • ગીત, બેટા,, એની ઉંમર થયી હવે, એટલે એના બધા પાનો,, !!!! મમ્મી એ બીજાની જેમ કયારેય લીલુંછમ નહી બને???? કદાચ ઘરે કોઇ વડીલની સલાહ મળી હશે, હવે રોજ તે મારી પાસેથી પસાર થતી, મને તેના મૃદુ હાથ વડે સ્પર્શ કરતી ત્યારે એમ લાગતું - મને એ સાંત્વના આપતી કહી રહી છે નિરાશ ના થા -હું છું ને!!
  • તેના નાજુક કોમળ સ્પર્શથી મારું રોમે-રોમ ઝંકૃત થઇ ઉઠતી. મને હવે તેની સાથે સ્નેહ થઈ ગયો! એક દિવસ, ગીત આવી ત્યારે તેના હાથમાં કંઇક હતું. મારી સમીપ આવી અને??
  • મારા આશ્ચર્ય વચ્ચે એના હાથની બોટલનું પાણી મારી સમીપ ખાલી કરી નાખ્યું. મને એ પાણીનો ભીનો ભીનો સ્પર્શ - વસુંધરાની એ ભીની ભીની સુગંધ - અમે બંને એની આ હરકતથી મહેંકી ઊઠયા. હું એને મારી મૂક ભાષામાં કંઇક કહું એ પહેલાં તેની મમ્મી બોલી ઉઠી -ગીત, આ શું કર્યું બેટા? બધું પાણી અહી વેડફી નાખ્યું?? રસ્તામાં તરસ લાગશે તો શું કરીશ??
  • મમ્મી, મને એવું લાગ્યું -આમને પણ તરસ મારા કરતા વધુ લાગી છે, એટલે મે એમને,,, મારા તરફ આંગળી ચીંધીને કહયું. ચાલ બેટા, ઘરે પહોંચવામાં મોડું થશે, ગીતની વાત સાંભળી -ના- સાંભળી તેને આગળ ખેંચી ગઈ.
  • ગીતનો આ રોજ ક્રમ બની ગયો હતો, રોજ બોટલમાં પાણી ભરી લાવી મને એ સમર્પિત કરતી! તેના આ ભીના સ્નેહથી હું ખૂબ ભીજાવા લાગ્યો! ધીરે ધીરે તેના પ્રેમના મૃદુ સ્પર્શથી મારામાં ફેરફાર થતો હોય એમ લાગ્યું. તેના નિસ્વાર્થ પ્રેમના સિંચનથી - વસુંધરા તરબોળ થવા લાગી, અને હું તેના પ્રેમથી પ્રેમાદ્રી બનવા લાગ્યો.
  • એના ભીના સ્નેહથી હું નિરાશાના વમળમાંથી બહાર આવ્યો, હું નવપલ્લવિત થવા લાગ્યો. મારા ક્ષીણ શરીરમાં નવચેતનનો સંચાર થયો! મારા જીવનની અધૂરપ હતી, તેને મૃદુતાથી રંગભરી મારી કાયાપલટ કરી. પ્રેમ -દરેકને જિદંગી સાથે મુલાકાત કરાવે છે, એ આજે સાર્થક થયું!! મારા શરીર પર થોડા પર્ણો હતા, તેને બદલે નવી કૂપણો ફૂટવા લાગી! મને ફરી યૌવનનો એહસાસ - એ નાનકડી પરી એ કરાવ્યો!!
  • મારો ઉપહાસ કરનારા મારા સાથીઓ મારો નવપલ્લવિત વિકાસ જોઇ અદેખાઈ કરતા હતા. વસંત આવતા - ફરી મારા પર વસંત મ્હોરી ઊઠી! મારુ 'ગુલમહોર ' નામ સાર્થક થયું મારા કુસુમો ખીલ્યા ત્યારે!
  • રોજ સવારે અહીથી પસાર થતાં, તેના કોમળ હાથ વડે મને સ્પર્શ કરતી- હું એના પર મારા પુષ્પો વિખેરતો -એના મધુર હાસ્યથી વાતાવરણ તરબોળ થઈ ઊઠતું. સમય પસાર થતા - એ નાનકડી પરી 'ગીત' યુવાન બની ગઈ. એ આવતી ત્યારે અમે બંને મૌનની લિપિથી વાતો કરતા. એના ચાલવાના રસ્તા પર હું ફૂલોની સેજ પાથરી દેતો! એ સ્મિત કરી ચાલી જતી.
  • શહેરની વસ્તીવધારાને કારણે ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે, રસ્તા સાંકડા હતા તેને પહોળા કરવાની મંજૂરી આવી ગઈ હતી. એ માટે રસ્તાની બંને બાજુના વૃક્ષોના છેદન કરવા એમ નકકી થયું.
  • વૃક્ષોના છેદન?? અમારા બધાના દિલ એ સાંભળી તડપી ઉઠયા. અમને મૃતપાય કરી તેમની પ્રગતિ સાધી રહયા હતા. આ કેવી પ્રગતિ હતી???
  • અમારી મનોદશા કહેવી કોને? અમારા કોઈ યુનિયન નેતા નહતા, જે અમારો વિરોધ પ્રદર્શિત કરે! થોડા દિવસથી, ગીત સવારે આવતી નહતી. મારું છેદન થાય એ પહેલાં - મારી એંજલને મનભરી નિરખવા માંગતો હતો, તેને છેલ્લી વખત સ્પર્શ કરી ધન્ય બનવા માંગતો હતો!
  • મારા સાથીઓની છેદનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. તેમના પર થતા કુહાડીના પ્રહાર - તેમનો ચિત્કાર અહીં સુધી સંભળાતા હતા. ફોરલેન રોડ બનવા માટેની સામગ્રી આવી ગઈ હતી, કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. ધીરે ધીરે એ લોકો મારી નજદીક આવી રહયા હતા, હું બેચેન બની રહયો હતો. આજે મારી મજબૂરી પર મને દુ:ખ થયું, હું પક્ષીઓની માફક કેમ ઊડી નથી શકતો??? એંજલ, તું કયાં છે??? આજે મારું અસ્તિત્વ નામશેષ બની જશે! હું સજીવમાથી નિર્જિવ બની જઇશ?
  • આજે મારા છેદનનો દિવસ હતો, મનોમન હું કાપંતો હતો.ચાર - પાંચ મજૂરો હાથમાં કુહાડી લઈને મારી સમીપ આવ્યા, એક બોલ્યો-આના લાકડા ઘરે ચૂલો સળગાવા ખૂબ કામ લાગશે. બીજાએ કહયું, તને એ લઇ જવા દેશે??? આ સરકારી કામ છે સમજયો? અરે, જે હશે એ,, એમ કહી મારા પર પ્રથમ પ્રહાર કર્યો. ઓહ, ચિત્કાર નીકળી ગયો, મને ખૂબ વેદના થઈ. ત્યાં જાણીતો સ્વર સંભળાયો, ધારદાર અવાજે એ કહી રહી હતી - આ વૃક્ષને કોઈ કાપશે નહી! આ તમારા રસ્તા બનવવા નડતરરૂપ નથી સમજયા??
  • પણ મેડમ, અમને ઓર્ડર છે ઉપરથી એ માટેનો બધા વૃક્ષોના છેદનનો!
  • સામસામે દલીલો થઇ. ગીત - બધાની વિરુદ્ધ મને બચાવવાની કોશિશ કરતી હતી. એમાં ઓફિસર સામે રજુઆત કરવામાં આવી, ગીત ની જીત થઈ! મારા છેદનનો કાર્યક્રમ મોકુફ રખાયો. મારી ખુશીની સીમા નહતી. કાશ! મને વાચા આપવામાં આવી હોત, હું મારી એંજલને તરબોળ કરી શકત!
  • મારો ઉપહાસ કરનારા મારા સાથીઓ છેદાઇ ગયા હતા. તેમની વેદના મને વ્યથિત કરતી હતી, પણ,,,,
  • ગીત મારા અસ્તિત્વનો એક અર્થ છે,
  • તમને ના કહી શકું જે શબ્દોનો સાર્થ છે!
  • ફાલ્ગુની પરીખ.