Room No. 7 in Gujarati Moral Stories by falguni Parikh books and stories PDF | રૂમ નં.7

Featured Books
Categories
Share

રૂમ નં.7

રૂમ નંબર ૭

માધો... ઓ માધો…. હાલ ઝટ રેસ્ટહાઉસ સાહેબ આવ્યા છે તને બોલાવે છે. સાહેબનું નામ પડતા માધો જમતા જમતા ઊભો થઈ ગયો, તેની દીકરી માલાએ કહયું -બાપુ જમીને જાઓ. દીકરીની વાત સાંભળી ના સાંભળી તેને બોલાવવા આવેલા માણસ સાથે જવા નીકળ્યો.

માધવપુરા ગામ ખૂબ નાનું, ચૂંટણી નજીક આવતી હોવાથી એ વિસ્તારના ધારાસભ્ય પ્રચાર માટે નીકળ્યા હતા. આજનો રાતવાસો માધવપુર ગામમાં હતો. અચાનક સરકારી સાહેબ આવતા તેમના જમવાની વ્યવસ્થા કરવી પડશે -એ ચિંતામાં માધો રાવસાહેબ પાસે પહોચ્યો.

તેને જોતાં રાવસાહેબ બોલ્યા, અલ્યા કયાં હતો?
સરકાર, મને ખબર નો'તી તમે આવવાના છો. હું મારા ઘરે વાળુ કરતો હતો.

સારું - સારું જમીને આવ્યો કે બાકી છે?
સરકાર તમારો માણસ બોલાવવા આવ્યો એટલે જમણની થાળી પરથી ઊઠીને હાલ્યો આવ્યો.

હમમ… જો અંદરના રૂમમાં શહેરમાંથી જમવાનાનું પાર્સલ આવ્યું છે. અમારા બધાનું અને તારું પીરસી દે, થોડીવારમાં અહી મિટીંગ છે, બધા આવશે.

રેસ્ટહાઉસમાં કયારેક સરકારી અધિકારીઓ આવી જાય ત્યારે આવું ટેસ્ટી ખાવાનું મળી જાય. ઘરે રોજનું શાક -રોટલા, ખિચડી -કઢી જમતા. ગરીબને ઘર આવા સ્વાદિષ્ટ ભોજન કયાંથી? મનોમન માધો બોલ્યો.

બીજે દિવસે ગામમાં ચૂંટણી પ્રચારનો કાર્યક્રમ હતો, માધોને રાવસાહેબે સાથે રાખ્યો. માધોને ગર્વ થયો,, આવડા મોટા સાહેબ મને તેમની ગાડીમાં સાથે બેસાડે છે.

માધોએ રાવસાહેબના પ્રચાર માટે ખૂબ મહેનત કરી. રાવસાહેબે વિચાર્યું આવા મહેનતી માણસ મારા કાર્યકર બની મારી પાર્ટીમાં સામેલ થાય, મને ફાયદો થાય. એમને માધોને પોતાની સાથે શહેર આવવા કહ્યુ. તને પાર્ટીનો કાર્યકર્તા બનાવીશ સાથે રહેવાનું મકાન મળશે.

સાહેબ,, મારાથી નોકરી છોડાય નહી. એક ઉંમરલાયક દીકરી છે તેના લગ્ન કરવાના છે. તેની માઁ નથી, બધી જવાબદારી મારા શિરે છે. એના લગ્ન પછી હું શહેર તમારી પાસે આવીશ.

ઠીક છે -ઠીક છે, તને જેમ ઠીક લાગે એમ કરજે. આ મારું કાર્ડ તારી પાસે રાખ, એમાં મારા ઘરનો ટેલિફોન નંબર છે, જયારે કામ પડે ત્યારે મને જણાવજે.

આ બે દિવસની મુલાકાતે માધોના મન પર સાહેબની સારી છાપ પડી.

એ વાતને ઘણો સમય વીતી ગયો. દીકરીના લગ્નની વાત રૂપિયાના અભાવે અટકી જતી હતી. યુવાન દીકરીને લોકોની લોલુપતાભરી નજરોથી બચાવવી કેટલી મુશ્કેલ છે એ માધોને સમજાતું હતું. હવે તેની ઉંમર થતા નોકરીના વર્ષો પૂરા થવા આવ્યા હતા. થોડા મહિના બાકી હતા. ત્યાર બાદ આ સરકારી ખોલી ખાલી કરવી પડશે. યુવાન દીકરીને કયાં રાખીશ એ ચિંતામાં કોરી ખાતી હતી.

શહેરમાં કોઈને જાણતો નથી ત્યાં નોકરી કોણ આપશે? આ મનોમંથન માં રાવસાહેબની વાત યાદ આવી. તેમને આપેલું કાર્ડ ભગવાનના મંદિરમાં સાચવીને રાખ્યું હતું. તેમાં લખેલા નંબર પર ફોન લગાડયો. તેમના સેક્રેટરીએ માધોને ઓળખવાની ના કહી, સાહેબ ખૂબ વ્યસ્ત છે એ કોઈને મળી શકે નહી,, એમ કહી ફોન કાપી નાંખ્યો.

માધો નિરાશ થયો, રોજ ફોન કરે, રોજ એક જવાબ આવે,, સાહેબ શહેરમાં નથી. હવે??? એની નોકરી નું વર્ષ પૂર્ણ થયું. દીકરીને લઇ સાહેબે આપેલા સરનામે પહોંચ્યા. દરવાને અંદર જવા દીધા નહી ખૂબ કાલાવાલા કર્યા દરવાનને ત્યારે ઊભા રહો મેમસાબને પૂછીને આવું એમ કહીને બંગલામાં ગયો. થોડાસમયમાં પાછો આવી બોલ્યો ચાલો, મેમસાબ તમને બોલાવે છે. આરતીએ તેમને એક નજરમાં માપી લીધા બાદ માધોને પૂછપરછ કરી દરવાનને સૂચના આપી બાપ-દીકરીને બંગલાની પાછળ આવેલા સર્વન્ટ ક્વાર્ટર્સમાં લઇ જાઓ. કાલથી નોકરી માટે હાજર રહેશો.

શહેરમાં સાહેબના ઘરે આટલું જલ્દી કામ મળી જશે એવી આશા નહતી. સર્વન્ટ ક્વાર્ટર્સમાં ૧૦ મકાનો એક લાઇનમાં હતા. બંગલાના બધા નોકરો ત્યાં રહેતા હતા. દરવાને એમને એમની રૂમ બતાવી જતો રહ્યો. એમના રૂમનો નંબર ૭ હતો. રૂમ નંબર ૭????

રાતે બધા નોકરો પોતાના રૂમ પર આવ્યા ત્યાં રૂમ નંબર ૭ ની લાઇટ જોઈ બધાને થડકો થયો હતો અને એક પછી એક બધા આવીને તેમને જોઈ મનમાં ભગવાનને પ્રાર્થના કરતાં આ લોકો ને બચાવજે. આજ સુધીમાં આ રૂમમાં રહેનારા અચાનક ગુમ થઈ જાય છે તેમનો પત્તો કદી મળતો નથી .આ બાપ -દીકરીને ત્યાં જોઇ ચિંતા થવા લાગી.

માધોની રૂમની પહેલાં રૂમમાં ભૂપત અને તેનો પરિવાર રહેતો હતો. ભૂપત રાવસાહેબની ગાડીના ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. એ પહેલાં આ કામ તેના પિતાજી ફરજ બજાવતા હતા. તેમની ઉંમર થઈ એટલે ભૂપત આ ફરજ બજાવે છે. માધોનો એ સાંજે બાપુજીનો સત્સંગ થયો, બાપુજીએ વાત વાતમાં તેને ચેતવ્યો, રાતના સમયે કોઈ ગમે તેટલી બૂમો પાડે ભૂલેચૂકે રૂમનું બારણું ના ખોલતો. કેમ,,, કાકા,, કોઇ ખાસ કારણ?? માધોએ પૂછયું,, કાકાએ વાત ઉડાવી દીધી.

રાતે આરતીએ માધવપુરા ગામ થી આવેલા માધો અને એની દીકરીને કામ માટે,,,,,સ્ટોપ ધીસ! આરતી,,, એ કામ તારું છે તારે કોને કામ પર રાખવા કોને નહી? પ્લીઝ,, મારે બીજા ઘણાં કામ છે. મને ડિસ્ટબ ના કર,,,કંઇક ચીડાયેલા અવાજે રાવે આરતી ને કહયું.

બીજે દિવસથી માધો -માલા વખતસર કામ માટે હાજર થયા. માલાને રસોડામાં કોકિલાબેનની મદદ માટેનું કામ અને માધોને બગીચાની જાળવણી કરવાનું કામ સોંપ્યું. કોકિલાબેનના હાથ નીચે માલાએ ટૂંક સમયમાં શહેરી રસોઈ શીખી લીધી. સાથે એક ચેતવણી આપી,, તારે કામ વગર રસોડાની બહાર નીકળવું નહી, અને કોઇની વાતમાં માથું મારવાનું નહી,, સમજી?

એક રાતે બધા શાંતિની ઉંઘતા હતા બધી જગ્યાએ નિરવ શાંતિ હતી. આચાનક એ શાંતિને ચીરતી એક ચીસ સંભળાય. માલા ઉંઘમાંથી ઝબકીને જાગી. બાજુમાં બાપુને આરામથી ઉંઘતા જોઇ તેને કોઇ ભ્રમ થયો એમ લાગ્યું. થોડીવારમાં બીજી ચીસ સંભળાઈ. ના,, ના,, આ કોઇ ભ્રમ નથી એની ખાતરી એને થઇ.

બધાએ ચેતવણી આપી હતી રાતના ચીસો સંભળાય બારણું નહી ખોલવાનું. હિંમત કરી બારણું ખોલ્યું, ડરતી ડરતી અંધારામાં ચીસ કયાંથી આવતી હતી એ તપાસવા આમતેમ જોતી હતી. ફરી એક ચીસ સંભળાઈ. માલાએ જોયું એ ચીસ બંગલામાંથી આવતી હતી. ધીરે-ધીરે એ દિશામાં આગળ વધી, તેને કુતૂહલ થયું ચીસ બંગલામાંથી કેમ આવે છે? કોણ પાડે છે??

બંગલાની નજીક આવી જોયું,, ઉપરના એક રૂમની લાઇટનો પ્રકાશ આવતો હતો. ધીરે ધીરે ડરતી ડરતી એ રૂમ તરફ પહોંચી. રૂમનો દરવાજો બંધ હતો. કોઇ સગડ ના મળતાં પાછા ફરવાનું વિચારતી હતી ત્યાં ફરી ચીસ સંભળાઈ જે ખૂબ લાંબી હતી. કોણ મુસીબતમાં છે? શું કરવું,, સમજ પડતી નથી. આ ગડમથલ માં તેની નજર એક બારી પર પડી, જે અધખુલ્લી હતી- ધ્રુજતા પગલે ત્યાં પહોંચી. અંદર જોવાની કોશિષ કરી. અંદરનું દ્રશ્ય જોઈને અવાચક, સ્તબ્ધ બની ગઈ. પલંગ પર એક સ્ત્રી નગ્ન અવસ્થામાં પડી હતી, તેની આજુબાજુ ચાર માણસો હતા જે એ સ્ત્રીને તેના ઉરજો પર સિગારેટના ડામ આપતા હતા જેનાથી એ સ્ત્રીને વેદના થતા ચીસો પાડતી હતી. એની ચીસોથી એ લોકોને આનંદ મળતો હતો. કોણ છે આ લોકો?? તેને દેખાતું નહતું.જેને હુકમ આપ્યો,, આ ચીસો બહું પાડે છે એને મોઢે કંઇક દબાવો. એ અવાજને તે ઓળખી ગઈ. એ અવાજ રાવસાહેબનો હતો. તેને વિશ્ચાસ ના આવ્યો, હિંમત કરી ત્યાં ઊભી રહી. એક પછી એક બધાએ એ સ્ત્રી પર બળાત્કાર કર્યો પોતાની વાસના સંતોષી. એ સ્ત્રી બેભાન થઈ ગઈ. તેની ચીસો ખામોશ બની ગઈ. આ પાશવી કૃત્યની મૂક સાક્ષી ત્યાંની દિવાલો બની રહી.

હવે કરવું શું,, એ ગડમથલ માં હતી,, માલા,, ત્યાં એના માથામાં કોઈએ જોરથી પ્રહાર કર્યો. અચાનક પ્રહાર થતાં એને ચકકર આવી ગયા, બેભાન બની ગઈ. બેભાન બનતાં થોડો ખ્યાલ આવ્યો -કોઇ તેને ઘસડીને લઇ જાય છે પણ કયાં???

જયારે આંખ ખૂલી પોતાને પલંગ પર નગ્ન હાલતમાં,અને તેની ચારે બાજુ ગ્લાસ- દારૂની બોટલ પડયા હતા. ધ્યાનથી જોયું,, આ એ જ રૂમ હતી જ્યાંથી ચીસો આવતી હતી. પોતાની હાલત જોતાં ખ્યાલ આવ્યો તેની પર સમાજના સુધારકોએ બળાત્કાર કર્યો છે, પેલી બેભાન સ્ત્રી નજર નથી આવતી.પોતાના બાપુને શું મોઢુ બતાવીશ? તે સાહેબને ભગવાન માને છે! આવી કલંકિત જિંદગી જીવી શું કરીશ? એક નિર્ણય કર્યો, ઊભી થઈ કપડાં પહેરીને લથડતા પગે બાલ્કની માં આવી ઉપરથી છલાંગ લગાવી ખુદને મોતને ઘાટ ઉતારી દીધી.

સવાર થતાં માધોએ જોયું માલા નથી,, રૂમનું બારણું ખુલ્લુ જોતાં ધ્રાસકો પડયો. માલા,, માલા,, બુમો પાડી ચારેબાજુ શોધખોળ કરી. માલા ના મળી. બધાને માલા વિષે પૂછયું, બધા ચૂપ હતા(દરેકને પોતાની જિંદગીની મજબૂરી હતી).

માલા ના ગુમ થવાથી માધો અર્ધપાગલ બની ગયો હતો. રાવસાહેબે નોકરીમાંથી કાઢી મૂકયો. શહેરમાં ભટકતો ફરે છે, રસ્તે ચાલતાં રાહગીરીઓને પોતાની દીકરી માલા માટે પૂછે છે.. અરે! કોઇ મારી દીકરીને લાવી દો.

એ અભાગી જીવને કયાં ખબર છે એની દીકરી વાસનાનો શિકાર બની ગઈ અને દુનિયા છોડી મૃત્યુ પામી.

રૂમ નંબર ૭ - એ એક અબોટ યૌવનનું બલિદાન લીધું!

ફાલ્ગુની પરીખ.