ભીંજાયેલો પ્રેમ ભાગ - 18

ભીંજાયેલો પ્રેમ

ભાગ -18

લેખક તરફથી : દોસ્તો ભીંજાયેલા પ્રેમની સફરનો આ અંતિમ ભાગમાં છે, જો લખવામાં અથવા શબ્દ સમજમાં કોઈ ભૂલ રહી ગયી હોય તો માફ કરજો અને જેવો તમે પ્રતિસાદ આપ્યો છે તેવો આગળ આપતા રહેજો અને હા પહેલા ભાગથી કહાની શરુ થઇ હતી તે અહીંયા સુધી પહોંચી છે જે માહોલ શરૂઆતમાં બતાવવામાં આવ્યો હતો તે આ જ માહોલ છે એકવાર જોઈ લેજો કે પહેલા ભાગમાં અને અંતિમ ભાગમાં કઈ મળતું આવે છે??)

(એક ઝલક કહાનીની)

પાછળ જોયું મેહુલ અને તેના સાથીઓ જંગલમાં ફસાય જાય છે અને તેને બચાવવા મેહુલ ઘણાબધા પ્રયાસો કરે છે અને તેને ગોળી પણ લાગી જાય છે બધાને લાગે છે કે મેહુલ હવે નહિ મળે. આ વાતના ત્રણ વર્ષ બાદ અર્પિત અને સેજલના લગ્ન થઇ રહ્યા છે. )

Continue

મેહુલ વિના રાહી તો જાણે ભાન જ ભૂલી ગયી હતી, જ્યાં તે બંનેએ સાથે સમય પસાર કરેલો ત્યાં આવીને બેસતી અને મેહુલની યાદોમાં રોજ પોતાની આંખો ભીંજવતી, બધા ખુબ જ સમજાવતા, રાહીને એકલતા ન મહેસુસ થાય તેનું ધ્યાન પણ રાખતા પણ રાહીના ચહેરા પરથી જે નૂર ચાલ્યું ગયું હતું તે કોઈ પાછું લાવી શકતું ન હતું, માત્ર મેહુલ સિવાય. તે પહેલી મુલાકાત, વરસાદમાં સાથે ભીંજાયેલા, કોફી પીધેલી, પહેલીવાર નજદીક આવેલા અને પ્રેમનો પ્રસ્તાવ મુકેલો, ત્યારબાદ કેન્ટીનમાં, કેમ્પસમાં, કલાસમાં, લાઈબ્રેરીમાં જ્યાં જ્યાં મેહુલ સાથે સમય વિતાવેલો તે બધા જ દ્રશ્યો આંખો સામે જીવંત થતા.

કોલેજ પુરી થયા પછી અર્પિતે અને સેજલે એક જ યુનિ. માં સાથે M. Com કર્યું, સૃષ્ટિને બિઝનેસમાં રસ હતો તે પોતાના બિઝનેસમાં ઝંપલાવી. રાહુલને ત્રીજા વર્ષમાં KT આવી હતી તો આગળ ન ભણતા પાપાને ધંધામાં સાથ આપ્યો, પ્રિયા બે વર્ષ પછી વડોદરા ચાલી ગયી અને નંદની ઘરે બારમાં ધોરણ સુધીના વિદ્યાર્થીઓનું ક્લાસીસ શરુ કર્યુ અને અભિષેક પોતાના વતન સુરત ચાલ્યો ગયો, રાહીએ બધાથી અલગ એક NGO માં કરાર કર્યો જ્યાં નાના બાળકોથી લઈને વૃદ્ધોની સંભાળ રાખવામાં આવતી અને અહીં તે સવારે નવ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી સમય આપતી.

રાહીનું માનવું હતું કે જો તમને કોઈ વ્યક્તિની યાદ આવતી હોય અને તમે તેને ભૂલવાનો પ્રયત્ન કરો તો તે વ્યક્તિ વધારે યાદ આવે છે પણ જો તમે તેને યાદ કરીને જ ખુશ રહેતા હો તો તેને ભૂલવાની જરૂર નથી અને એટલે જ કદાચ, રાહી રોજ એક કલાકનો સમય મેહુલ માટે કાઢી શકતી હશે અને તે એક કલાકને કારણે જ રાહીની આંખોમાથી નીકળતા પાણીને બહારની દુનિયા જોવાનો મોકો મળતો હશે…..

M. Com ના બે વર્ષ પુરા થયા ત્યાં સુધીમાં સેજલ અને અર્પિત રાહીને ઘણીવાર મળેલા પણ જે કોલેજ સમયમાં રાહીના ચહેરા પર નૂર જોતા તે તો પાછું લાવી શક્યા ન હતા, માત્ર કહેવા પૂરતા સાથે નાસ્તો કરતા ક્યારેક ડિનર પણ સાથે કરતા. તે દિવસ પછી કોઈ ટ્રીપ પર જવાનો પ્રસ્તાવ નથી મુક્યો, પ્રસ્તાવ મુકેલો પણ અર્પિતે, સેજલને લગ્નનો અને સેજલ સાથે તેના મમ્મી-પપ્પાએ પણ આ પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો.

લગ્નની તૈયારી પણ શરુ થઇ ગયી અને બધાને કંકોત્રી પણ અપાઈ ગયી હતી, મેહુલના ઘરે પણ ઔપચારિક રીતે કંકોત્રી આપવામાં આવી હતી. બધી તૈયારી થઇ ચુકી છે માત્ર કાલે સાતફેરા જ બાકી હતા પછી અર્પિત અને સેજલ સાત જન્મોના બંધનમાં બંધાઈ જવાના છે, થોડીવાર પહેલા જ સૃષ્ટિ રાહી સાથે વાત કરીને ગયી છે, રાહુલ અને નંદની પણ આવી ચુક્યા છે.

સવાર પડતા જ જાણે આજે સૂરજ ધુમ્મ્સની ઓડ લઈને આરામ ફરમાવતો હોય તેમ શિયાળાની સવાર અલગ જ મૂડમાં હતી, જાણે બે પ્રેમી પંખીડાના મિલનના ગવાહ બનવા ધુમ્મ્સ પણ રોકાઈ ગયા છે અને કદાચ સુરજ જાગી તો ગયો છે પણ તૈયાર થઇ રહ્યો છે આ બે પ્રેમી પંખીડાના મિલનના સમારોહમાં શામેલ થવા. એટલે જ સવારના સાત વાગ્યે પણ બાજુમાં કોણ ઉભું છે તે જાણવા આંખો ઝીણી કરવી પડે છે, હા આ વાતાવરણ ખુબ જ ખુશનુમા છે. બધા જ તૈયાર થઇને પોતાની અલગ જ છાપ છોડતા હતા, અર્પિતે પણ આજે ટ્રેડિશનલ શેરવાની પહેરી છે અને માથે સહેરો બાંધી શુભ મૂહર્તની રાહ જોઈ રહ્યો છે કારણ કે આજે તેને સંપૂર્ણરીતે પોતાના સપનાની શાહઝાદી મળવાની છે.

સેજલ પણ આજ સંપૂર્ણપણે અર્પિતને અપનાવવા લાલ પાનેતરમાં સજ્જ થઇને બેઠી છે, દિલમાં ઘણા બધા કૉડ છે અર્પિતને મળવાના પણ આજ પછી અર્પિત તેનો જ છે તેમ વિચારીને બધા જ કૉડ દિલમાં છુપાવીને બેઠી છે. બીજીબાજુ રાહીએ પણ આજે યેલ્લો ડ્રેસ પહેર્યો છે અને ખુલ્લા વાળ હરકોઈને આકર્ષે છે, ઘણા છોકરાઓને તેના પર crush છે અને તેઓ રાહી સાથે વાતો કરવાના નવા નવા નુસ્કા અજમાવે છે, પણ કોઈને ક્યાં ખબર હતી કે તે લોકો પોતાનો જ સમય બરબાદ કરે છે.

સૂરજની એન્ટ્રી થતા ધુમ્મ્સની ડ્યુટી પુરી થઇ અને તેઓને ઘરે જવાનો સમય આવી ગયો અને આખરે એ સમય પણ આવી ગયો જયારે અર્પિતે અને સેજલે સાત જન્મ સાથ નિભાવવાના વચનો લીધા અને એક એક ફેરો તેનો સાક્ષી બન્યો. આજે રાહી પણ થોડી ખુશ હતી, બે પ્રેમી પંખીડાના પ્રેમની પહેલેથી જ ગવાહ જો હતી. વિદાય સમયે વાતાવરણ થોડું ગમગીન થયું પણ થોડી જ ક્ષણોમાં ફરી વાતાવરણ બદલાયું, અર્પિતની કાર સેજલને લઈને નીકળી ચુકી હતી અને હવે માત્ર ગૃહપ્રવેશની જ વિધિ બાકી હતી અને ત્યારબાદ તે જ પાર્ટીપ્લોટમાં રીસેપ્શન રાખવામાં આવ્યું હતું.

મેરે યાર કી શાદી હૈ આજ મેરે યાર કી શાદી હૈ સોંગથી રિસેપ્શનની શરૂઆત થઇ, થોડા સમયમાં મહેફિલ જામી ગયી, જે માનવંતા મહેમાનો લગ્નમાં આવી શક્યા ન હતા તેઓ એ પણ આ મહેફિલમાં હાજરી આપી મહેફિલને ઔર રંગીન બનાવી હતી. થોડીવાર ડીજેના સૉન્ગ બાદ જુના ગીતોની વણજાર શરુ થઇ અને આ બધા સોંગે વાતાવરણને પૂરેપૂરું રોમેન્ટિક બનાવ્યું હતું.

એકાએક સ્ટેજ પર લાઈટો બંધ થઇ અને માત્ર અર્પિત અને સેજલ પર એક ગોળ પ્રકાશ ફેલાયો.

“Good Evening Friends…. આજે લાગી રહ્યું છે કે કોઈકે સાચું જ કહ્યું છે Without Lover You Can’t Fall in Love”કહેતા અર્પિત સેજલનો હાથ પોતાના હાથમાં લેતા થોડું હસ્યો અને વાત આગળ વધારી “I Min તમે જ જુઓને પહેલીવાર હું સેજલને મળ્યો ત્યારે મને ખબર ન હતી કે મારા લગ્ન સેજલ જોડે થશે અને આજે જયારે લગ્ન થઇ ગયા છે તો માનવામાં નથી આવતું… But.. But… હા આ ઘટના બની ચુકી છે અને Lover સાથે જ Love થઇ ગયો છે So Congrats Me And Enjoy This Paarty” તાળીઓના આવાજથી પૂરો પૂરો હોલ ગુંજી ઊઠ્યો. ફરી લાઇટ્સ ઓન થઇ અને લિખે જો ખત તુજે વો તેરી યાદમે…જેવા રોમેન્ટિક ગીતોથી વાતાવરણમાં પ્રસન્નતા ફેલાઈ.

બધા મન પસંદ ડ્રિંક્સ લઇ રહ્યા હતા અને થોડા કપલ, કપલડાન્સ પણ કરી રહ્યા હતા. તેવામાં ફરીવાર લાઇટ્સ બંધ થઇ પણ આ વખતે કોઈના પર પેલો ગોળ પ્રકાશ ન ફેંકાયો.

“Attention Please” આવાજ સ્ટેજ તરફથી ફેંકાયો. આ અવાજ સાંભળી અર્પિત, સેજલ અને રાહી થોડા ચમક્યા, આ અવાજ તેઓએ સાંભળેલો હતો.

“અહીં ઉપસ્થિત બધા જ મહેમાનોને મારો મિત્ર એક વાત કહેવા જઈ રહ્યો છે તો આપ સૌને વિંનતી છે સૌ ધ્યાન આપશો” કહી સૃષ્ટિએ માઈક તેના હાથમાં આપી સ્ટેજથી નીચે ઉતરી ગયી.

ફરી એકવાર ગોળપ્રકાશ ફેંકાયો અને આ વખતે તે પ્રકાશ રાહી તરફ ફેંકાયો.

“રાહી, આપણી પહેલી મુલાકાત કોલેજના પહેલા વર્ષમાં પહેલા જ દિવસે થઇ હતી, તને જોઈને હું ભાન ભૂલી ગયો હતો. ”સ્ટેજ તરફથી આવાજ ફેંકાયો, રાહીના હૃદયની ધડકને એક ઝટકા સાથે રફ્તાર પકડી. આંખો પહોળી થયી, હજી રાહી કઈ સમજે તે પહેલા ફરી આવાજ કાને અથડાયો “હું તને મળવા એક કલાક વહેલા પહોંચી જતો, મને તો ત્યારે એક સપના જેવું જ લાગેલું જયારે તે પહેલી વાર મારી સાથે વાત કરેલી અને ધીમે ધીમે તે વાતો કલાકો સુધીના વાર્તાલાપમાં બદલાયેલી, મને હજી એ દિવસ યાદ છે જયારે બંને તે વરસાદમાં સાથે ભીંજાયા હતા અને સાથે આપણો પ્રેમ પણ ભીંજાયેલો અને હા તે દિવસ પણ યાદ છે જયારે આપણી છેલ્લી મુલાકાત સમયે આપણે એકબીજાને વચન આપેલું કે આપણે બધી જ મુસીબતોનો સામનો સાથે મળીને કરીશું અને મેં જયારે મારા સપનાની વાત કહેલી ત્યારે નકારમાં જ રડીને મારા શર્ટની એક બાજુ ભીંજવેલી અને જયારે તને કહ્યા વિના જ હું નીકળી પડેલો મુસીબતનો સામનો કરવા.

બીજો ગોળપ્રકાશ ફેંકાયો, આ પ્રકાશ સ્ટેજ પર જ્યાંથી આવાજ આવતો હતો તેના પર ફેંકાયો. મેહુલ???

રાહીએ દોડ મૂકી, અંધારામાં વચ્ચે ત્રણથી ચાર ટોળા ઊભા હતા તે બધાને ચીરતી નીકળી ગયી, બધાના હાથમાં ડ્રિંક્સના ગ્લાસ હતા. બે ત્રણ લોકો સાથે અથડાવાથી તેઓના હાથમાંથી ગ્લાસ નીચે પડી ચૂર થઇ ગયા પણ રાહી કોઈની પરવાહ ન કરતા સીધી સ્ટેજ પર ચડી ગયી.

“તું અહીંયા??!!” રાહીએ પૂછ્યું. મેહુલે પણ હલકુ પણ જુઠ્ઠું સ્મિત આપીને વાત ટાળવાનો પ્રયત્ન કર્યો. રાહીનો ચેહરો ગંભીર હતો અને થોડોક ગુસ્સો પણ જણાતો હતો. તે સિધી આવીને મેહુલને ભેટી ગયી તેના આટલા જોરદાર આલિંગનથી મેહુલ પણ ભાવુક થઈ રહ્યો હતો.

“જો તારું વચન ન પાળ્યું એટલે…. ”મેહુલને આગળ અટકાવી દેવામાં આવ્યો.

“શ…શ…. શ ચૂપ” કહી રાહીએ મેહુલને આલિંગનથી નવરાવી દીધો. થોડીવાર પછી રાહી જ રડતા આવજે બોલી “Sorry jentle man , You Can Continue” કહી રાહી મેહુલને બહાર ખેંચી ગયી..

અર્પિત અને સેજલ પણ તે તરફ જવા માંગતા હતા પણ સૃષ્ટિએ તેઓને જવાની ના પાડી. ફરી લાઇટ્સ ઓન થઇ બધા મેહમાનોએ શ્રોતા બની માત્ર મેહુલની વાતો સાંભળી. તેઓને આ વાત પરથી એ તાગ જરૂર મળી ગયો હતોકે મેહુલ અને રાહી બંને વચ્ચે કેવો સંબંધ રહ્યો હશે અને તેઓમાંથી ઘણા લોકોની આંખો પણ ભીંજાઈ ગયી હતી જેમાં ગ્રુપના તમામ સભ્યોનો પણ સમાવેશ થઇ ગયો હતો.

બહાર આવી રાહી અને મેહુલ એક બેન્ચ પર બેઠા જેમ પહેલા કોલેજની બેન્ચ પર બેસતા.

“રાહી મારે તને ઘણી બધી વાતો કહેવી છે” મેહુલે રાહીની આંખોમાં આંખ પરોવતાં કહ્યું.

“પહેલા મને મન ભરી દીદાર તો કરવા દે “ રાહીએ રડતા અવાજે કહ્યું.

“આજે તો હું પણ રડતા નહિ રોકી શકું” મેહુલે રડતા અવાજે કહ્યું.

થોડીવાર પછી વાતાવરણ શાંત થયું. બાજુના હોલમાંથી વાતાવરણને સાનુકૂળ ગીતોનો આવાજ બંનેના કાને અથડાતો હતો અને મેહુલે ધીમેથી વાત શરુ કરી.

“મેં જયારે તમને લોકોને ત્યાં જોયા ત્યારે.. ત્યારે મને કઈ જ સમજાતું ન હતું કે મારે શું કરવું એટલે ઉતાવળમા .. મેં…મેં પગલું ભર્યું” મેહુલે ડુસકા ભરતા ભરતા વાત આગળ ધપાવી “મને ખભે ગોળી વાગી તે… તે મને ખબર હતી પણ માથા પર ગોળી વાગતા જ હું બેભાન થઇ ગયો, જયારે ભાનમાં આવ્યો ત્યારે હું.. હું એક ઘાંસની ઝૂંપડીમાં હતો અને કોઈ સાધુ મને જોઈને હસી રહ્યા હતા અને મને કહ્યું કે હું છેલ્લા સાત મહિનાથી કોમામાં હતો અને ત્યારે મને પણ કઈ યાદ ન હતું. છેલ્લા બે... બે વર્ષથી હું ખુદને જ શોધી રહ્યો હતો અને સાધુના કહેવાથી ત્યાં જ રહેતો પણ જયારે ઓચિંતા જ હું થારલ ગામની પાદરે આવી પહોંચ્યો અને મેં પેલી ગુફા જોઈ, એકાએક બધા જ ચિત્રો મારી સામે ઉપસી આવ્યા અને હું જેમતેમ કરી સિહોર પહોંચ્યો, ત્યાં પોંહચતા જ મને ખબર પડી કે સેજલ અને અર્પિત બંને લગ્ન કરી રહ્યા છે, અહીં આવતા સૃષ્ટિ મળી અને તેણે તારી બધી વાતો કરી….. આટલો…. આટલો બધો પ્રેમ રાહી??” મેહુલ રીતસરનો રડી પડ્યો.

“શ.. .. શ કઈ જ નથી થયું અને આતો તારા તરફથી મળેલો પ્રેમ હતો જે હું આજ સુધી સાચવું છું”પેલું ખોવાઈ ગયેલું નૂર એક જ ક્ષણમાં પાછું રાહીના ચહેરા પર આવી ગયું.

“ત્રણ વર્ષમાં રાહી ઘણું બધું બદલાઈ જાય પણ તું થોડી સુદ્ધા પણ ના બદલાઈ અને કદાચ એટલે જ મારા મહાદેવે તને મારા માટે પસંદ કરી હશે”મેહુલ હવે શાંત થઇ ગયો હતો અને રાહી સાથે પહેલા જેમ જ વાતો કરવા માંગતો હતો.

“હમમ એ વાત બરોબર છે પણ હવે આગળ શું?”, રાહી પણ મેહુલનો ઈશારો સમજી ગયી હતી.

મેહુલ થોડીવાર શાંત બેઠો અને પછી ઘીમેથી રાહીનો પોતાના હાથમાં લીધો અને કહ્યું “ કાલે સવારે પણ સુરજ થોડો મોડો જાગશે અને ધુમ્મ્સ પણ બે પ્રેમીપંખીડાના મિલનના ગવાહ બનવા રોકાઈ જશે અને સુરજ તૈયાર થઇ મોડો આવશે અને કાલે પણ....

“બસ સમજી ગયી હો શું તમે પણ... ”ઓચિંતા જ તુકારો કરતી રાહીથી મેહુલને તમે કહેવાય ગયું.

“ઓહહ પતિવાળી ફીલિંગ આવવા લાગી ઢીંગુ”, કહી મેહુલે જોરદાર આલિંગન કરતા રાહીને બાહોમાં જકડી લીધી.

થોડીવાર પછી ગ્રુપના બધા મેમ્બર આવ્યા, મેહુલને જોઈને બધા ખુબ જ ખુશ હતા અને મેહુલની વાતો સાંભળી બધાને દુઃખ થયું અને તે વાત પર મેહુલ માટે માન પણ વધ્યું કે બધા માટે તેણે પોતાની જાન પણ જોખમમાં મૂકી દીધી હતી અને મેહુલની વાતો સાંભળતા બધા મેહુલને ભેટી પડ્યા.

હજી જયારે જયારે વરસાદ આવે ત્યારે ત્યારે મેહુલ અને રાહી સાથે ભીંજાય છે અને ત્રણ વર્ષમાં જે સમય સાથે વિતાવી શક્યા ન હતા તે સમય બંને સાથે તે જ કોલેજના બગીચામાં, કેન્ટીનમાં, કેમ્પસમાં અને લાઈબ્રેરીમાં જઈ અનુભવે છે. અને હજી ભીંજાયેલા જ કોફી પીવાનું પસંદ કરે છે.

(સમાપ્ત)

ભીંજાયેલો પ્રેમ -Mer Mehul

આજ કહાનીને અનુરૂપ બીજી લવ સ્ટોરી આપની સમક્ષ મુકવા જઈ રહ્યો છું. આપ સૌએ ખુબ જ પ્રોત્સાહન આપ્યું છે અને આગળ પણ આપતા રહેશો તેવી આશા સાથે હું મેહુલ આ કહાની અહીં જ સમાપ્ત કરું છું.

Thank you

આ સ્ટોરી સંબંધિત કોઈ વાત કહેવી હોય તો તમે અચૂક મને વ્યક્તિગત સંપર્ક કરી શકો છો.

Whats app Contact - 9624755226

Facebook :- Mér Méhùl

Twitter :-@Mon2b2898

Instagram :-mon2b2898

-Mer Mehul

***

Rate & Review

K R Patel 3 weeks ago

Keyur Chavda 3 months ago

Nikita Patel 3 months ago

Jaydeep Saradva 4 months ago

Sureshchavda 4 months ago