Ek anokho sambandh books and stories free download online pdf in Gujarati

એક અનોખો સબંધ

(( આપણામાંથી ઘણા લોકોના જીવનમાં એવી ઘટનાઓ કે પ્રસંગો બનતા હોય છે.. જેને તેઓ ક્યારેય ભુલી શકે એમ નથી.. જેને સાંભળીને આપણને લાગે કે .. ખરેખર આ સાચું હશે..?

આપણે માનીએ કે ના માનીએ પણ એ સત્ય છે.. જે ક્યારેય બદલાવાનું નથી... જેણે તે અનુભવ્યું છે એજ તેને સમજી શકે છે.. અહિં એક એવી જ વાત છે... જેના માટે કહી શકાય કે “ માનો યા ના માનો ” ))

... મને છોડાવો ...

ગામના ઝાંપામાં આવી ને એક બસ ઉભી રહી... હાથમાં થેલો લઇને એક યુવાન નીચે ઉતર્યો.. ચહેરા પરથી ઉદાસ અને જાણે કે ઘણા દિવાસથી તે ઉંગ્યો ન હોય.. એમ ઉજાગરાથી આંખોએ કાળાં કુંડાળા પડી ગયેલા... નિરાશા ને હતશા ભર્યા ચહેરે આજુબાજુ જોયા વગર તે ચાલવા લાગ્યો...

દુર લીમડા નીચે ઓટલા પર બેઠેલા એક સાધુ તેને જોઇ રહ્યા હતા... કંઇક વિચારીને તેમણે એ યુવાનને બુમ પાડી.. ‘એ..ભાઇ...! ક્યાં જાય છે તું..? અહિયાં આવ...’

સાધુનો અવાજ સાંભળી ને તે ઉભો રહ્યો... સામે જોઇ ને.. ‘ ક્ષમા કરજો મહરાજ.. પણ મારી પાસે છુટ્ટા પૈસા નથી’ કદાચ, સાધુ તેને પૈસા લેવા માટે બોલાવતા હશે.. એવુ લાગતાં તેણે ત્યાંથી જ જવાબ વાળ્યો...

સાધુ મનમાં જ થોડુ હસ્યા... એની આછી રેખા હોઠ ઉપર દેખાઇ... ‘કંઇ વાધો નઇ.. મારે પૈસા નથી જોઇતા... પણ તું આને ક્યાંથી લઇને આવ્યો...?’

‘કોને...મહરાજ...?’ ‘આ તારી પાછળ ઉભી છે એ...’

શું... એ મારી પાછળ ઉભી છે...? યુવાનની આંખો અચરજથી પહોળી થઇ ગઇ...

હા.. એ તારી સાથે જ તો બસમાંથી ઉતરી...

યુવાન આજુબાજુ ફાંફા મારવા લાગ્યો... પાછળ ફરીને જોયુ.. પણ કંઇ જ દેખાયું નહિં... ‘મહરાજ...’ દોડીને તેણે સાધુના પગ પકડી લીધા.. ઘોંઠણીએ પડી ગયો... ‘મહરાજ... હું કંટાડી ગયો છું એનાથી... મને ત્રાસ થઇ ગયો છે એનો... ઘણા પ્રયત્નો કર્યા પણ એ જતી જ નથી ને મને છોડતી પણ નથી... હું શું કરુ કંઇ જ સમજાતું નથી, મહરાજ.. હવે તમે જ મને એનાથી બચાવો. ગમેતે કરીને મને છોડાવો.. એને અહિયાંથી કાઢો..’

એકી શ્વાસે તે યુવાન ઘણુ બોલી ગયો.. બેબાકળો બની ગયો.. અને મહરાજના પગ પકડી ને કરગરી રહ્યો..

‘અરે... ના ના ભાઇ..! એ હું ના કરી શકુ.. એ મારું કામ નથી.. આ તો મેં એને તારી પાછળ જોઇ એટલે તને પુછ્યું..’ સાધુએ છુટવાનો પ્રયત્ન કર્યો..

‘ના મહરાજ તમે એને જોઇ શકો છો... મતલબ કે તમે કંઇક જાણો છો.. હવે તમેજ મને એનાથી છોડાવો.. તમે કહેશો એટલા પૈસા હું તમને આપવા તૈયાર છું અને તમે કહેશો એ બધુ જ હું કરીશ.. પણ બસ,.. ગમેતે કરી ને મને એનાથી છોડાવો’ એટલુ બોલતાં બોલતાં તે યુવાન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો..

સાધુ આ જોઇ ને તેના મનની સ્થિતિ સમજી ગયા.. કદાચ યુવાને ઘણી તકલીફ સહન કરી લાગે છે.. ‘ઠીક છે.. હું તારી મદદ કરીશ.. ચાલ એના માટે તું મને તારે ઘેર લઇ જા.. અને શુ થયું હતું એ આખી વાત મને પુરેપુરી કહે’

‘હા.. હા.. ચાલો મહરાજ.. મારુ ઘર અહિં ગામમાં જ છે..’ ડુબતાને તણખલાનો સહારો પણ કાફી છે એમ યુવાન એક નવી આશા બંધાવાથી ઘણો જ ખુશ થઇ ગયો.. સાધુમાં તેને શ્રધ્ધાનું એક કિરણ દેખાયું.. ‘ચાલો મહરાજ’ તે સાધુને પોતાના ઘેર લઇ ગયો.. બેસાડ્યા.. પાણી પાયું ને આખી વાત કહેવા બેસી ગયો.

‘મહરાજ.. મારુ નામ રમેશ છે.. હું છ મહિના પહેલા જ મહેસાણામાં શિક્ષક તરીકે નોકરી લાગ્યો છું... મારે નોકરી આવી એટલે હું ત્યાં એક રૂમ રાખી ને રહેવા લાગ્યો.. એકલો જ રહેતો હતો ને નવી નોકરી લાગેલી એટલે ખાસ કોઇની ઓળખાણ ન હતી.. બસ.. સ્ટાફમાં નોકરી કરતા શિક્ષકોની જ ઓળખાણ... એમાં એકવાર સ્ટાફના મિત્રોએ પિક્ચર જોવા માટે આવાવાનું કહ્યું ને અમે બધા રાતના શો માં પિક્ચર જોવા ગયા હતા.. ત્યાંથી પિક્ચર પુરુ થયા પછી ૧૨ વાગે હું એકલો ચાલતો રૂમ પર આવતો હતો.. ત્યાં રસ્તાની બાજુમાં ઝાડ નીચે મને એક છોકરી દેખાઇ.. પહેલા તો હું ગભરાઇ ગયો પણ પછી જોયું તો એ ધીમે ધીમે રડતી હતી... એટલે હું થોડો પાસે ગયો અને પુછ્યું...

‘કોણ છે તું..? અને અત્યારે અહિંયા શું કરે છે..’ એટલે એ વધારે રડવા લાગી. હું નજીક ગયો અને એને છાની રાખવા પ્રયત્ન કરતો રહ્યો.. ‘ ચુપ થઇ જા .. શું થયું છે..? મને કહે હું તને મદદ કરીશ..’ પણ તે કંઇ બોલે જ નહિ.. અડધી રાત થઇ હતી એટલે હું એને મારી સાથે લઇ આવ્યો..

સવારે એને પુછ્યું તો કહે કે એના પરિવારમાં હવે કોઇ નથી.. બસ તે એકલી જ છે.. મારો હાથ પકડીને કહેવા લાગી કે ‘તમે કહો તો હું હવે તમારી સાથે જ રહીશ. તમે કહેશો એ કરીશ’ દેખાવમાં પણ સુંદર હતી એટલે મને તે ગમી ગઇ અને મે એને સાથે રાખી લીધી..

આમ,... અમે લગભગ ત્રણ મહિના સાથે રહ્યા.. હું નોકરી જતો ત્યારે તે રૂમ પર રહી ને બધા કામ કરતી.. અમે સાથે ફરવા જતા, સાથે જમતા ને સાથે જ રહેવા લાગ્યા..હું ખુબજ ખુશ હતો કે તે મને મળી.. આટલા સમયમાં અમારી વચ્ચે કોઇ પ્રોબ્લેમ કે નાનો ઝગડો પણ ન’તો થયો... એટલે હું તેની સાથે લગ્ન કરવાનું વિચારવા લાગ્યો... પણ એકવાર મારે ચૂંટણીની કામગીરીનો ઓર્ડર આવ્યો ને મારે તેની ફરજ પર રોકાવાનું થયું ત્યારે મે એને કહ્યું કે ‘ મારે રોકાવુ પડે એમ છે તો તું ચિંતા ના કરતી.. બસ... એક દિવસનો જ સવાલ છે..’

આમ,.. હું એને એકલી મુકી ને ગયો... ત્યાં અમે બધા રાત્રે જમી ને ઊંગી ગયા.. સવારે ઉઠ્યો તો એ મારી જોડે, મારી ભેગા જ ઊંગેલી હતી.. મને નવાઇ લાગી.. હું ઝબકીને ઉઠી ગયો.. એને પુછ્યું તો કહે કે મને એકલી ને ત્યાં ગમતું ન હતું એટલે તમારી પાસે આવતી રહી...

ત્યારે પહેલી જ વાર મારા મનમાં ઘણા પ્રશ્નો થયા હતા... આને કેવી રીતે ખબર પડી કે હું અહિંયા છું..? , અહિં આવવા માટે પચાસ કિલોમિટરનું અંતર છે તો એ આવી કઇ રીતે..?

એના પછી મારા મનમાં નવા નવા વિચારો આવતા... ને એના લીધે અમારી વચ્ચે ઘણી વાર બોલાચાલી થવા લાગી.. પણ એકવાર તો હદ થઇ ગઇ ત્યારે જ મને એની અસલીયત ખબર પડી.. એ દિવસે અમારી વચ્ચે થોડી વધારે બોલચાલ થઇ હતી એટલે મે એને બે થપ્પડ માર્યા અને તે ખાધા વગર જ ઊંગી ગઇ.. રાતે મોડા મે એની પાસે કબાટમાંથી સીગરેટ મંગાવી તો... તો એણે ઊંગતા ઊંગતા જ હાથ લાંબો કર્યો અને કબાટમાંથી સીગરેટ લઇ ને મને આપી.. આ જોઇ ને હું એટલો ગભારાઇ ગયો કે અડધી રાતે ત્યાંથી દોડતો દોડતો મારા સ્ટાફના એક ભાઇને ઘેર ચાલ્યો ગયેલો... એના પછી મેં એનો પીછો છોડાવવાના ઘણા પ્રયત્નો કર્યા.. બાધાઓ રાખી, ભુવાઓ બોલાવ્યા.. પણ કંઇ જ વળ્યુ નહિ...

હવે તો એનાથી હું ત્રાસી ગયો છું.. એટલે નોકરી પણ છોડી ને ઘેર આવતો રહ્યો.. ત્યાં બસમાંથી ઉતર્યો ને તમે કહ્યું કે એ મારી પાછળ જ ઉભી છે... મહરાજ તમે ગમે તે કરો.. પણ મને એનાથી છોડાવો... નહિ તો મારે હવે કોઇ છૂટકો નથી..

‘ઠીક છે.. ચિંતા ના કરીશ.. એના માટે આપણે એક નાનકડુ હવન કરવું પડશે... એને હવે મુક્તિ મળે તો જ એ તારો પીછો છોડશે... આ એક અનોખુ બંધન છે’

‘તમે કહો એ મહરાજ...તમારે જે કરવું હોય તે કરો.. બસ,.. મને છોડાવો..’

સાધુએ હવન માટે જોઇતી સામગ્રી લખાવી આપી... સવારે વહેલા જ તૈયારી કરી ને હવન ચાલુ કરી દેવાયું... હોમ થયા.., મંત્રજાપ થયા.., અર્ધ્ય હોમાયું.. ને છેલ્લી આહુતી.... એની સાથે જ હવન કુંડમાંથી એક આછી પાતળી રેખા દેખાઇ...

એ ... જાય... ઉંચે આકાશમાં... બધા એ તરફ જોઇ રહ્યા... સાધુએ યુવાનના ખભા ઉપર હાથ મુક્યો...ને... ‘હવે એ પણ છુટી અને તું પણ..’

~ રાકેશ રાઠોડ