બસ એક લાલ ગુલાબ

સાંજ પડવા આવી હતી. આછુ આછુ અંધારુ પથરાતું હતું.

પણ હજુયે... હજુયે..... એ છોકરો બગીચામાં આમ-તેમ આંટા મારતો હતો. કોણ જાણે તે ક્યારનોયે શું વિચાર કરતો હતો ? પણ તેના ચહેરા પરથી લાગતુ હતુ કે તે ખુબજ ખુશ હતો.

‘ એક ફૂલ... હા... બસ એક લાલ ગુલાબ... અને... અને ઉર્મી મારી બની જશે.....! ’

આવો વિચાર આવતા જ તે રોમાંચિત થઇ ઉઠ્યો અને આજની એ આખીયે ઘટના તેની નજર સામે આવી ગઇ.

કેવી અદ્ ભુત હતી એ પળ ! કે જ્યારે તેણે પહેલીવાર પોતાના પ્રેમનો એકરાર કર્યો હતો..

ત્રણ – ત્રણ વર્ષથી તે ઉર્મી ને ચાહતો હતો અને છતાય આજ સુધી તે ઉર્મીને પોતાના મનની વાત કહી શક્યો ન હતો. કંઇ કેટલાયે સંકોચ સાથે અને ધ્રુજતા અવાજે આજે જ તેણે પોતાના પ્રેમનો એકરાર કર્યો અને... ઉર્મિએ તેની પાસે એક લાલ ગુલાબ માગ્યુ હતુ, માત્ર એક લાલ ગુલાબ.....

હા. લાલ ગુલાબ.. અનાયાસે જ તેની નજર મંદીરની સામેના રસ્તા ઉપર પહોચી જતી હતી.. જ્યાં પોતે સવારે ઉભો રહી ને ઉર્મિ સાથે વાત કરી હતી.

આખા દિવસની હલચલ પછી ચારે બાજુ ધીમે ધીમે શાંતિ પથરાઇ રહી હતી. પંખીઓ પોતાના માળાઓમાં પાછા ફરી રહ્યા હતા, બચ્ચા તેમના આવ્યાની ખુશીમાં કે ખાવા માટે પણ મોટેથી ચી..ચી..ચી ની બુમો પાડતા હતા. તળાવની પેલી પાળે દિવસભરના ઘસારા પછી નિરવ શાંતિ છવાઇ હતી. મંદિરમાં રોજ થતી સાંજની આરતી પણ પુરી થવા આવી હતી. અને આકાશના પેલા તારાઓ પણ એક પછી એક હવે જાગી રહ્યા હતા. સાંજના સમયનો ઠંડો પવન વાતો હતો.

મંદીરના ચોગાનથી લઇને રસ્તાની બંન્ને બાજુએ ચંપાના મોટા મોટા ઝાડ, તેમનો જાણે ટેકો લઇ ને ઉભેલા જાસુદ અને ચમેલીના છોડ તેની સુંદરતામાં વધારો કરતા હતા. ગુલાબ, રાતરાણી ને ડમરો જેવા ફૂલ છોડ તો પોતાના સ્થાને ઉભા રહી ને જાણે સુંદરતામાં વધારો કરવાની સાથે ચારેબાજુ ફૂલોની સુવાસ ફેલાવી ને વાતાવરણને મહેકાવી રહ્યા હતા. અને મહેદીના છોડ એક બીજાના હાથ પકડી ને મંદીરની ફરતે એક બાળ સેનાની જેમ ઉભા હતા. ફૂલોની સુગંધ વાતાવરણને મહેકાવતી હતી ને ચોખ્ખાઇ મંદીરમાં આવનારના મનને લુભાવતી હતી.મંદીરની બાજુના તળાવપરથી આવતી ઠંડી હવા ને નાખેલુ ચણ ચણતા પંખીઓ. કુદરતની આટલી સુંદરતા તો ભાગ્યેજ ક્યાંય જોવા મળે.

વનમાં નહિ પણ શહેરથી થોડે દૂર માનો કે આ એક ઋષિનો આશ્રમ જ હતો.

અહીંના વાતાવરણમાં એક અનોખી સુવાસ ફેલાયેલી હતી. મંદિરની આરતી, ભજન ને ધૂનમાં આધ્યાત્મિકતાનો આહલાદક અનુભવ થતો. અહિં આવનાર દરેક માણસ માત્ર એક ભક્ત હતો એ સિવાય દુનિયાદારીના કે બીજા કોઇ ભેદભાવ નહિં. આરસમાં કંડારેલી ને સોળે શણગારો સજેલી ર્માં જગદંબા આવનાર દરેક ભક્તના મોહક મનોભાવોને મીઠા હાસ્યથી આવકારતી હતી. મંદીરના ચોગાનથી લઇને બગીચાના છોડવાઓ,પંખીઓ ને તળાવની પેલી માછલીઓ એ બધાજ મંદીરરૂપી આ આશ્રમના ભાગીદાર હતા. મંદીરમાં ચડાવાતો પ્રાસાદ પણ દરેકને વહેચીને મળતો.. અહી આવનાર દરેક જીવ એક સાશ્વત સુખનો અનુભવ કરતો હતો. કેટલાક માનતાઓ માને ને કેટલક વ્રત ને પૂજાઓ કરે એવુ આ મંદીર સૌને પોતાનું લાગતું. હતું.

આજે સવારે જ જ્યારે ઉર્મિ અને બીજી છોકરીઓ પોતે કરેલા વ્રતની મંદિરમાં પૂજા કરવા આવી હતી ત્યારે પૂજા કરાવતા ગુરૂજી એ જ વ્રતનું મહાત્મ્ય સમજાવીને છોકરીઓને કોઇક ફૂલો વિશે વાત કરી હતી.

એ જ ફૂલો.... પવિત્ર પ્રેમની અમર નિશાની. સદીઓથી આ ફૂલો પ્રેમની અદભૂતતાને વહાવી રહ્યા છે ’અને ઉર્મિએ તેની પાસે તેમાંથી જ એક લાલ ગુલાબ માગ્યું હતું

એક ઉંડો શ્વાસ લીધો, હ્રદયના ધબકાર ઉંચા થયા... એ છોકરીએ જાણે તેના સમગ્ર અસ્તિત્વ ઉપર કાબુ મેળવી લિધો... ઉર્મિ તેના માટે હવે લગભગ જીંદગીનો નિત્યક્રમ બની ગઇ હતી. ખિલ ખિલાટ હસતી ને ખુબજ શરારતી એ છોકરી તેના હ્રદયમાં વસી ગઇ હતી. તેની મોટી મોટી બે આંખો એ જાણે મસ્તીના પુર હતી, ગુલાબની પાંદડીઓ જેવા એના હોઠ એક-બીજાને આધાર ને સુંદરતા આપતા હતા, ગાલોની લાલીમા એ ઉગતા સૂરજ ને શરમાવે એવી સોહામણી હતી, તે હસતી ત્યારે જાણે નાના નાના મોતીના દાણા ચમકતા હતા, એની સુંદરતામાં તે એટલો ખોવાઇ જતો કે ઉર્મી તરફથી આવતી ઠંડી હવા તેના આખાયે શરીરમાં ધ્રુજારી જન્માવતી હતી. દિવસ આખો ઉર્મીના વિચારોમાં ને તેને જોવામાં વિતાવવો ને રાત પડે ફરી દિવસ ઉગવાની રાહ જોવી. ખાતા-પિતા,નહાતા, ઊંગતા દરેક સમયે ઉર્મીના જ વિચારો કરવા. તેને લાગતું હતુ કે તે હવે ઉર્મીના વિચારોમાં અને શું કરે છે તે પણ ભુલી જતો હતો દિવસ-રાત વિચરોમાં ઉર્મીને જોયા કરતો ને વાતો કર્યા કરતો. પણ ખરે ખરા તે આજે જ ઉર્મીને દિલના એ બે બોલ કહી શક્યો હતો. ને ઉર્મી એ તેની પાસે એક લાલ ગુલાબ માગ્યું હતું... અને તે પણ પ્રેમના ફૂલોનું લાલ ગુલાબ....

ચાલતા-ચાલતા તે બગીચામાં આસોપાલવના ઝાડ નીચે મુકેલી બેંચ ઉપર બેસી ગયો. પગ થોડા લંબાવીને માથુ બેંચ ઉપર ટેકવ્યુ. ત્યાં ઉપર સામે જ ઝાડ પર એક પંખી બેઠુ હતું.

અરે હા...! એ જ્યારે મંદિરના આ બગીચામાં આવતો ત્યારે તે ત્યાં જ હોય છે અને હવેતો તે પોતના એક મિત્ર જેવુ લાગતુ હતું. બગીચામાં આવે ત્યારે તે પોતાના એ મિત્રને સ્વાભાવિક રીતે જ શોધીને જોઇ લેતો અને ખુશ થતો. તે આવ્યો ત્યારથી તે ત્યાં જ બેઠુબેઠુ તેની સામે જોઇ રહ્યું હતું. હાયે... દોસ્ત..! કેમ મજામાં છે ને ? તો તુ મારી રાહ જોતો હતો... પણ સોરી દોસ્ત મારે થોડુ મોડુ થઇ ગયું. તુ નારાજ તો નથી ને..? તારા વગર મને પણ મારા જ આ બગીચામાં એકલુ એકલું લાગે છે.. પણ તેનો દોસ્ત હંમેશાની જેમ એક પણ શબ્દ બોલ્યા વિના ચુપ રહ્યો..... અરે.. કંઇક તો બોલ યાર... તુ હંમેશા આમ ચુપ થઇ ને જ બેઠો રહે છે, હું જે બોલુ તે સાંભર્યા કરે છે.. ક્યારેય કંઇ જ બોલતો નથી... સાચુ કઉ દોસ્ત, તુ એક જ મારો એવો મિત્ર છે કે હું જે બોલુ તે ચુપચાપ સાંભળે છે. ક્યારેય કોઇ ફારીયાદ નઇ, ક્યારેય કોઇ વિરોધ નહિ.. બસ,હુ જે બોલુ એ સાંભળીને આંખો પટપટાવે છે ને ક્યારેક માથુ હલાવે છે જ્યારે મારા બીજા મિત્રો.. એ તો સ્કૂલમાં આવે ત્યારે કે મંદીરે આવે જ્યારે હોય ત્યારે કોઇક ને કોઇક ફરીયાદ કરતા હોય છે બીજાની નિંદા કરતા હોય કે પછી પોતાના નસીબ નો પસ્તાવો કરતા હોય છે અથવા બીજાના નસીબની અદેખાઇ કે ઇર્ષા જ કરતા હોય છે... એક ને ભણવાથી કંટાળો આવે છે તો બીજાને તેના પિતાની પાસે પૈસા નથી એનાથી આવે છે... બધાને કોઇ ને કોઇ પ્રશ્નો છે. બસ, એક તુ જ છે કે જેને કોઇ ફરીયાદ નથી, નથી ભણવાનો કોઇ કંટાળો કે નથી પૈસાની કોઇ ફિકર. બસ જ્યારે જ્યાં જે મળે તે ખાઇ લેવું પી લેવું ને ઉડી જવું, એક ડાળ ઝાડની મળી જાય એટલે રાતે ઊંગી જવું, ના ભણવા જવાનું કે ના ઘરની જરૂરીયાત...જો અમારૂ માણસોનું જીવન પણ તામારા જેવુ હોય તો કેટલુ સારુ હોત કેટલુ સરસ છે તમારુ પક્ષીઓનું જીવન જ્યાં બધા જ સરખા છે. નથી કોઇ ગરીબ કે નથી કોઇ અમિર, તમારે કોઇ સ્કૂલ નહિ, મંદિર નહિ, ક્યારેય કોઇ જવાબદારી નથી કે નથી કોઇના પ્રેમની પરવા.... અરે.... દોસ્ત હું તને એ તો પૂછવાનું ભૂલી જ ગયો કે તું પણ કોઇ ને પ્રેમ કરે છે કે નઇ ? જો કરતો હોય તો કહી દેજે કદાચ એ પણ તારી પાસે પ્રેમના ફૂલોનું એક ફૂલ માગે તો.... હું મારી ઉર્મિ માટે એક લેવા જવાનો છું તો તારા મટે પણ એક લેતો આવીશ... કેમ કે તુ મારો મિત્ર છે એટલે જ તો..... બરાબર ને.... તેણે આંખો પટપટાવી ને માથુ હલાવ્યુ.. હંમેશની જેમ જ... અને.. તેણે એક મિઠો ટહુંકાર કર્યો જે ઠંડી લહેર સાથે તેના કાનને સ્પર્ષિ ને હૃદયમાં ઉતરી ગયો અને તેની આંખો બંધ થઇ ગઇ.. એક મધુર સ્વપ્નમાં...

૨.

રાત્રીના અંધકારે ચંદ્રના આછા અજવાળામાં કોઇ તપસ્વિ જેવા એક યોગી અને તેમની સાથે તેમના શિષ્યો જેવા દસેક માણસો મંદિરના પગથીયા ચડી રહ્યા હતા. તપસ્વિના ચહેરાનું તેજ અદભૂત હતુ. ચંદ્રના આછા અજવાળામાં પણ તપસ્વિનો ભાલ પ્રદેશ જ્ઞાનના તેજથી ચમકી રહ્યો હતો. તેમનો ચહેરો ધીર ગંભીર પણ આનંદથી છલકાતો હતો. મંદિરના પૂજારી અને તેમના પત્નીએ તેમને જોઇ પ્રણામ કર્યા. પધારો સ્વામિજી પૂજારીએ તેમને આવકાર આપ્યો. જાણે એ તેમને પહેલાથી જ જાણતા હતા. યોગી જેવા તે સ્વામિજી એ આશિર્વાદ રૂપે મીઠુ હાસ્ય કરી હાથ ઉંચો કર્યો. તેમનું હાસ્ય અદભૂત હતુ. મંદિરના ચોગાનમાં જ સ્વામિજી તેમના શિષ્યો અને પુજારી બધાએ બેઠક લીધી.

લ્યો માતાજી, આ આટો અને ભીક્ષામાં મળેલ બીજી વસ્તુઓ. સ્વામિજીના સંકેતથી એક શિષ્યએ ઉભા થઇ માતાજીને એ વસ્તુઓ આપી. સ્વામિજીના શિષ્યોએ આપેલ વસ્તુઓ લીઇને માતાજી રસોઇ બનાવવા ચાલી ગયા તેમની સાથે સ્વામિજીના બે શિષ્યો પણ રસોઇમાં મદદ કરવા ગયા.

‘કહો શું ચાલે છે બધુ કુશલ-મંગલ તો છે ને ?’ સ્વામિજીએ પૂજારીને પૂછ્યું.

‘હા, સ્વામિજી ઇશ્વર અને આપની કૃપાથી બધુ જ શુભ છે.’

‘અને તમારુ કામ કેમ ચાલે છે ?’

‘બસ, સ્વામિજી પ્રભુની સેવા સિવાયનો જે સમય મળે તેટલા સમયે ધર્મનું કામ કર્યા કરું છું.’પૂજારીજીએ જવાબ વાળ્યો.

‘ શબ્દો જેટલા ઓછા તેટલા જ અર્થ મોટા’ એવા અર્થગંભિર શબ્દોમાં બંન્ને સંત પુરૂષો વચ્ચે વાતો થતી હતી.

‘ હા પણ, અત્યારે તો હુ તમારા માટે વધારે કામનો બોજ વધારવા માટે આવ્યો છું.’ એક શિષ્યને સ્વામિજીએ આગળ બોલાવ્યો. તે કાપડમાં બાંધેલ કંઇક લઇને પૂજારી આગળ મુકી ગયો.

‘આ કેટલાક જૂના પુરણો, ઉપનિષદો, સંહિતાઓ અને ભાસ્યના ગ્રંથો છે. તેમનું પણ તમારે લોકભાષામાં લેખન કાર્ય કરવાનું છે અને લોકો સુધી તેને પહોચાડવાનું છે.’ સ્વામિજીએ આદેશ અને વિનંતીના મિશ્રીત અર્થમાં કહ્યું.

‘સ્વામિજી એ મારુ અહોભાગ્ય કે ધર્મ અને જ્ઞાનનું એ કાર્ય મારા હાથે થાય.’ પૂજારીજીએ તેનો સ્વિકાર કર્યો.

‘હા, જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી પ્રભુએ સોપેલ કાર્યો કરવા અને તેણે આપેલ જીવન સફળ બાનાવવું એ જ મોક્ષનો પ્રાપ્તી માર્ગ છે અને એ જ જીવનનું તાત્પર્ય છે.’ ‘બસ,તમારાથી થાય તેટલુ કાર્ય પૂર્ણ કરો આગળ પ્રભુ કર્તા-હર્તા છે. તમારુ બાકિ કામ દેવાંશ પુરૂ કરશે.’ ‘અરે...!, પણ હા... એ છે ક્યાં ? ઘણો સમય વિતી ગયો તેને જોયાને. અત્યારે તો એ મોટો થઇ ગયો હશે.’ સ્વામિજીએ દેવાંશને જોવાની ઇચ્છા પ્રગટ કરી. ‘ક્યાં છે એ ?’ ‘કદાચ તો બગીચામાં.’ પૂજારીજીએ જવાબ આપ્યો. ‘પોતાનો મોટાભાગનો સમય તે ત્યાં જ હોય છે. પણ સ્વામિજી, મને એ ચિંતા થાય છે કે તે પોતાની નિયતીના માર્ગે ચાલી શકશે ? તેનામાં કોઇ એવા લક્ષણો અત્યારે દેખાતા નથી. મંદીરની પૂજા,આરતી કે સત્સંગ જેવી બાબતોમાં તેને રસ નથી. એનાથી તો જાણે એ દૂર ભાગવાનો જ પ્રયત્ન કરે છે. કંઇજ સમજ નથી પડતી કે તેના મનમાં શું ચાલે છે ?’ પૂજારીજીના ચહેરા પર ચિંતાના ભાવ દેખાયા.

‘સંસાર એ તો પ્રભુએ રચેલી અદભૂત નાટ્યકૃતિ છે. તમે અને હું બધા જ મનુષ્યો તો માત્ર તેના પાત્રો છીએ માટે આપણે તો માત્ર એટલુ જ કરવાનું છે જેટલુ તેમાં લખ્યું હશે. ભાગ્ય પોતાનો માર્ગ શોધી લેશે. તમે તેની ચિંતા ના કરો.’ સ્વામિજીએ કુદરતની સત્યતા પર ઇશારો કર્યો.

‘ હા.. પણ સ્વામિજી એની સાથે આ સંસારની નાટ્યકૃતિમાં આપણે આપણુ પાત્ર યોગ્ય રીતે કેમ ભજવવાનું એ આપણા પર જ તો આધારીત છે.’ ‘હા તમારી વાત સાચી છે પણ આપણે તો માત્ર એ નાટક માં જે ઘટના, બનાવ કે પ્રસંગ બનવાના છે તેના માત્ર નિમિત બનવાનું છે તેની કહાનીમાં ફેરફાર કે હસ્તક્ષેપ કરવાનો આપણને અધિકાર નથી તે તો પહેલાથી જ વિધાતાએ લખેલ હશે તે પ્રમાણે જ બનશે. માટે આગળ હવે પછી શું થશે? તેની ચિંતા ના કરો.. તમે માત્ર એ માં તમારુ પાત્ર યોગ્ય રીતે ભજવતા જાઓ.’

‘ તો શું દેવાંશના જીવન ઘડતર માટે મારે કંઇ કરવાની જરૂર નથી ? તે પોતાની મેળે પોતાનો માર્ગ શોધી લેશે?’

‘ ના, તમારે જ તેનું ઘડતર કરવાનું છે. માનીલો કે તમારૂ પાત્ર તેનું ઘડતર કરવા માટેનું છે. તમે તમારૂ પાત્ર ભજવે જાઓ બાકી કુદરત પર છોડી દો. તેનું જીવન જ તેને પોતાની ફરજ તરફ દોરી જશે.’

સ્વામિજીના શબ્દોએ પૂજારીજીના મનની મુંજવણને જાણે સાફ કરી દીધી. પૂજારીજી પોતે પણ મોટા જ્ઞાની છે પણ સંસારની વિશાળતા અને બ્રહ્માંડના સર્જનહારના સર્જનને તથા તેના આશયને સમજવામાં તો મોટા મોટા ગુંચવાઇ જાય છે. કુદરતનું સર્જન એટલુ વિશાળ છે કે મહાજ્ઞાની પણ તેના માત્ર રતીભર ભાગને જ જાણી શકે છે. મનુષ્ય માત્ર તેની આગળ પામર અને તુચ્છ છે. જેમ એક મહાકવિ પોતાના સર્જન માટે એક શબ્દને શોધવામાં,સમજવામાં ગુંચવાયો હોય અને દિવસો / મહિનાઓના મનોમંથન પછી એ શબ્દ તેને મળી જાય ત્યારે તેના હૃદયની શુ સ્થીતી થાય..? કંઇક એવી જ સ્થિતિ અત્યારે પુજારીજીના હૃદયમાં થઇ રહી હતી... તેમના મન ઉપરથી અત્યારે સ્વામિજીએ સંસારનો સર્વ ભાર જાણે ઉતારી લીધો હતો તેવો અહેસાસ તેમને થઇ રહ્યો હતો

‘ થોડી વારે સ્વામિજી અને ગુરૂજી દેવાંશની સામે ઉભા હતા. ગુરૂજી તેને જગાડવા જતા હતા પણ સ્વામિજીએ અટકાવ્યા. ‘ઉંઘવા દો અત્યારે એને પછી ઘણું કામ કરવાનું છે.’ સ્વામિજીએ દેવાંશના તેજસ્વિ કપાળ ઉપર હાથ ફેરવ્યો.. હસતા હોઠ વચ્ચેથી શબ્દો નિકળ્યા. ‘કેટલી માસુમિયત છે ચહેરા ઉપર... જોઇલો આ ભવિષ્યના મહા વટવૃક્ષનો કુમળો અંકુર છે....

રસોઇ તૈયાર થઇ ગઇ હતી. એક શિષ્ય આવીને કહી ગયો. બાધાએ સાથે બેસીને ભોજન લીધુ. માતાજીએ પ્રેમ અને ભાવથી બધાને ભોજન પીરસ્યુ. સ્વામિજી ગુરૂજીને તેમના કાર્ય માટે આશિર્વચન આપી ચાલતા થયા. ગુરુજીએ સવાર સુધી રોકાવા માટે આગ્રહ કર્યો.પણ, સ્વામિજીએ કહ્યુ સમય ઓછો અને કાર્યો વધારે છે અને આપણે તો આપણા કાર્યાર્થે મળતા રહીશું. સ્વામિજી પોતાના શિષ્યો સાથે અંધારામાં ઓઝલ થતા ગયા. તેમની પાછળ તેમને જતા બે માનવ મૂર્તીઓ હાથ જોડેલી સ્થિતિમાં અનીમેશ જોઇ રહી હતી... કંઇ કેટ્લા એ આદર અને પૂજ્ય ભાવો સાથે...

***

***

Rate & Review

Panth P

Panth P 2 years ago

mitali parekh

mitali parekh 2 years ago

Rahul mayani

Rahul mayani 2 years ago

Kalpana Thakkar

Kalpana Thakkar 2 years ago

Janki

Janki 2 years ago