Ek tarfo prem books and stories free download online pdf in Gujarati

એક તરફો પ્રેમ..

એક તરફો પ્રેમ..

પરેશ મકવાણા

અમદાવાદ થી રાજકોટ આવતી લોકલ મા ચાલુ ટ્રેને કોઇ એ એક યુવતિ ને ધક્કો મારી બહાર ફેંકી દીધી મરનાર નુ નામ નિશા સિંહાલ છે..આ સમાચાર ટીવી પર લાઇવ બતાવી રહ્યાં હતા..થોડીવાર ના જ ઘટના સ્થળ પર મૃતદેહની આસપાસ લોકો ની ભીડ એકઠી થઇ ગઇ… ભીડ ને ચીરતો એક અજાણ્યો યુવાન અંદર દાખલ થયો..અને નિશા ની લાશ ને જોતા જ વળગી,ચોધાર આંસુ એ રડી પડયો નિશા.… નિ… શા… આ.. આ...

હમણા ત્રણ કલાક પહેલા તો એની નિશા સાથે ફોન પર વાત થઇ હતી..

રાજ :- આઇ એમ સોરી નિશા મારે તને મુકી ને સવારે જ અરજન્ટલી અહી રાજકોટ આવવુ પડયું...પણ તુ ચિંતા ન કર હુ હમણા જ તને લેવા સ્ટેશન પર આવુ છુ..

નિશા :- રાજ સૌથી પહેલા હુ તારો ચહેરો જોવા ઇચ્છતી હતી..પણ જ્યારે મારી આંખો ખુલી તો સામે તુ જ નહોતો જેના પ્રેમ ને લીધે હુ જોવા માટે કાબિલ બની એ જ મને જોવા ના રોકાણો..મને છોડી ને...

રાજ એય છોડીને નથી ગયો હો..પપ્પા ને અચાનક હોસ્પિટલમાં એગમિટ કરવા પડયા...મમ્મીનો ફોન આવતા જ મારે સવારે નીકળી જવુ પડયુ..અને અત્યારે તો...

ત્યાં અચાનક નિશા ની મોટી ચીસ સંભળાઇ....રા....આ..આઆઆ..જ...અને ફોન કટ થઇ ગયો..

એ ટ્રેનના દરવાજે ઉભી ઉભી ફોન પર પોતાના રાજ સાથે વાત કરી રહી હતી ત્યાંજ...પાછળ થી કોઇ એ ધીમે થી...ધક્કો.. દઇ દીધો...શુ નિશા ને કોઇએ અજાણતા જ....કે પછી..જાણી જોઇને...

રાજ સનસાઇન ઇન્સ્ટીટયુટ નો એક સામન્ય સ્ટુડન્ટ. એ છેલ્લાં બે ત્રણ વર્ષ થી એ બાળકો માટે સેવા આપતો જે શારિરીક રીતે ખોડખાપણ વાળા હોય,સેવા એટલે કે તેમને ભણાવવા,એમને અલગ અલગ પ્રવૃતિ સાથે જોડી રાખવા..,એમને કાઇક નવુ નવુ શીખવવુ...ખાશ તો રાઇટર..એ લોકો માટે જેમને હાથ ના હોય અથવા તો જે આંખો થી જોઇ ના શકતા હોય...એમના માટે એ એક્ઝામરાઇટર બનતો... અલગ અલગ શહેરો મા અલગ અલગ સંસ્થાઓ માં જઇ...એ ત્યાં ના બાળકો ને એકદમ નિસ્વાર્થ ભાવે સેવા આપતો..દરેક ને મદદ કરતો..

ચાર પાંચ મહિના પહેલા એ સરીતા અંધજનમંડળ નામની સંસ્થામાં ગયો ત્યારે એની મુલાકાત નિશા સાથે થઇ....નિશા શાયદ દુનિયા ની સૌથી સુંદર...પણ એક આધળી છોકરી હતી.. એટલે એ નિશા ની બારમા ની એક્ઝામ માટે રાઇટર બન્યો...

એક્ઝામ ના કુલ પાંચ દિવસ એ નિશા સાથે રહયો..અને આ પાંચ દિવસ મા નિશા એના મન મા વસી ગઇ...એ નિશા ને પ્રેમ કરવા લાગ્યો..ધીરે ધીરે નિશા પણ રાજ માટે કાઇક એવુ ફીલ કરવા લાગી..એની કાળી જીંદગી મા જાણે રાજે ખુશી ના નવાનવા રંગો ભરવા લાગ્યા..

આખરે છ સાત મહિના પછી આ વાત ની જાણ રાજ ના મમ્મી પપ્પા ને થઇ...એ લોકો એક આંધળી છોકરી ને પોતાના ધર ની વહુ તરીકે સ્વીકારવા તૈયાર નહોતા..એણે રાજ ને ઘણો સમજાવ્યો

મમ્મી : બેટા, જીદ છોડી દે તુ એની સાથે ખુશી થી નહી રહી શકે..

રાજ : મોમ ડેડ તમને પ્રોબ્લેમ શુ છે..? હુ એને પ્રેમ કરુ છુ એ મને પ્રેમ કરે છે

પપ્પા : પણ રાજ એ એક આંધળી છોકરી છે શુ તુ એક આંધળી છોકરી સાથે પુરી જીંદગી ખુશ રહી શકીશ...

રાજ : તો..? તો..શુ..? મારા માટે એટલુ જ ઇમ્પૉરટન્ટ છે કે હુ એને પ્રેમ કરુ છુ..અને ડેડ એક વાત મે નિશા ને પ્રેમ કર્યો છે એટલે લગ્ન કરીશ તો ફકત એની સાથે જ...

આખરે એના મોમ ડેડ લગ્ન માટે માની તો ગયા પણ નિશા માટે એક શર્ત રાખી કે નિશા સંપુર્ણ રીતે દેખતી થઇ જાય તો એમને આ લગ્ન મા જરાય આપતી નહી રહે... અને નિશા પણ પોતાની આખે જોવા માંગતી હતી...એટલે રાજ રાજકોટ ના જ એક આંખ ના ડોકટર ને મળ્યો...અને એમના કહેવા થી એ નિશા ને અમદાવાદ લઇ ગયો...ત્યાં કોઇ ડોનર ની આખો નિશા ની આંખ નુ ઓપરેશન કરવામા આવ્યુ...આ દરમ્યાન જ રાજ સવારે રાજકોટ પાછો આવી ગયો..કેમ કે એના પપ્પા હોસ્પિટલ મા હતા..સવારે નીકળતા પહેલા એણે નિશા ની ફ્રેન્ડ કાજલ ને કહયુ હતુ નિશા અને તારી ટીકીટ બુક કરી દીધી છે..નિશા ને સંભાળીને ઘરે લેતી આવજે હુ સ્ટેશન પર તમને લેવા આવીશ...કાજલ વોશરૂમ ગઇ, નિશા ફોન પર રાજ સાથે વાત કરી રહી હતી..અને તે દરમ્યાન જ...

થોડીવાર મા જ ઘટના સ્થળ પર પોલીસ પણ આવી પહુચી. ઇન્સ્પેકટર રણવીર ને આ ઘટના એક એક્સિડન્ટ લાગી રહી હતી તેમ છતા એણે તપાસ શરૂ કરી દીધી લાશ ને ફોરેન્સિક લેબ મા મોકલ્યા પછી એણે રાજ ની પુછપરછ શરૂ કરી..

રણવીર : આ નિશા સાથે તારો શુ નાતો હતો..?

રાજ : નાતો તો બહુ જ મજબુત હતો..પ્રેમિકા હતી એ મારી...

રણવીર : તો પછી મને એ કહીશ કે એણે શા માટે આત્મહત્યા કરી..?

રાજ : આ આત્મહત્યા નહીં સર મર્ડર છે..ટ્રેનમાં થી નિશાને ધક્કો મારવામાં આવેલો..એ વખતે એ મારી સાથે ફોન પર વાત કરી રહી હતી ચાહો તો તમે કોલ ડિટલ ચેક કરી શકો છો.

નિશા ની કોલ ડિટલ ને આધારે રણવીર એ આ મર્ડરકેસ ની તપાસ હાથ ધરી કેસ સાવ સામાન્ય લાગતો હતો પણ કાતિલ સુધી પોહ્ચવૂ આસાન નહોતું..એણે એનાં બધાં ખબરીઓ ને દોડાવ્યા..નિશા જેમા બેઠી હતી એ ટ્રેન જે જે સ્ટેશન પર ઊભી રહી તેનુ રેકોર્ડિંગ ચેક કર્યુ પણ ખાસ કોઈ સુરાગ હાથ લાગ્યો નહીં.છેલ્લે રાજ અને નિશા ના મિત્રો ની પણ તપાસ કરી.

આખરે એક એવી વ્યક્તિ મળી જેણે આ ઘટના નજરે જોઇ હતી..રણવીર એ રાજને પોલીસ સ્ટેશનમાં બોલાવી લીધો

રણવીર : કેસ સૉંલ્ડ રાજ તારી પ્રેમિકા નો કાતિલ મળી ગયો કે એમ કહું મળી ગઇ..

રાજ : મળી ગઇ કોણ છે એ..?

રણવીર : કાજલ..

રાજ : કજલ..? એ નિશા ને કેવી રીતે મારી સકે..? એ તો એની બેસ્ટ ફ્રેન્ડ છે..

રણવીર : એ તો કાજલ પોતે જ બતાવશે..કે એણે નિશા ની હત્યા શુ કામ કરી..ચાલ મારી સાથે..

બનેં પોલીસ જીપમાં અનાથઆશ્રમ પહુચે છે. અને ત્યાં જઇને જુએ છે તો કાજલ નાં રૂમનો દરવાજો અંદર થી લોક હતો..બહાર થી બંનેએ ઘણો દરવાજો ખટખટાવ્યો પણ એણે દરવાજો નાં ખોલ્યો આખરે બન્ને એ મળી દરવાજો તોડી નાખ્યો અને અંદર નું દ્રશ્ય જોતાં જ બન્ને ચોકી ગયા રાજ નાં મોં મા થી ચીખ નીકળી ગઈ કા.. જ..લ..કાજ..લ

કાજલ ની લાસ પંખેં લટકતી હતી..અને બારીમાં થી આવતી પવન ની એક નાની લહેરખી જમીન પર પડેલી એક ડાયરી નાં પન્નાઓ એક પછી એક ઉથલાવતી હતી..રાજે ડાયરી હાથ મા લીધી..એ સાથે જ એમા થી એક તસવીર નીચે સરકી..રાજે એ તસવીર ઉઠાવી ને જોઇ કે ચોકી ઉઠ્યો એ તસવીર એની પોતાની હતી.

રાજ : મારી તસ્વીર..કાજલ પાસે..?

રણવીર : તુ નથી સમજ્યો..પણ હુ સમજી ગયો..

રાજ : હુ પણ સમજી ગયો.. કે મને પામવા માટે કજલે મારી નિશા નો જીવ લીધો...અને હવે પોતે પણ..

રાજ ની નજર ડાયરી નાં પહેલાં પેઈજ પર પડેલા અક્ષરો પર દોડવા લાગી..

રાજ મારો પહેલો પ્રેમ..પણ એને કહું કેવી રીતે.. કે હુ તને પ્રેમ કરુ છુ.. રાજ આઇ લવ યુ... અને જો કહી દવ તો શુ એ મારા જેવી શ્યામ છોકરી ને એક્સેપ્ટ કરશે..ઘણી વાર થયુ કે એને કહી દવ.. પણ હુ ડરતી હતી..કે એ નાં પાડશે તો..? એક દિવસ રાજને નિશા સાથે જોયો..એટ્લે નિશા જોડે દોસ્તી કરી..એ રોજ નિશા ને મળવા આવતો અને..હુ એને જોઈને..ખુશ થતી..એવું લાગતું એ નિશા ને નહીં પણ મને મળવા આવ્યો છે..

ધીરે ધીરે એ નિશા ની નજીક આવવા લાગ્યો..જે હુ ન્હોતી જોઇ સકતી..મને નિશા કાંટા ની જેમ ખુચતી..થતુ કે એને મારી નાખું..

મે એને મારવાના પણ બે ત્રણ પ્રયાસ કર્યા પણ.. એમા હુ અસફળ રહી..પણ અમદાવાદ થી રાજકોટ આવતાં હતાં ત્યારે.. એ દરવાજા પર એકલી ઉભી હતી..હુ આ મોકો છોડવા ન્હોતી માંગતી..એટ્લે..જઇને..મે હળવેક થી ધક્કો મારી દીધો..

ડાયરી બંધ કરી ગુસ્સામાં રાજે બારીમાં થી દુર..ફેંકી દીધી.. અને..ઘૂંટણ પર માથું પકડી ને બેસી ગયો.. રણવીરે એને સંભાળ્યો..

સમાપ્ત