Ujadu Charitra books and stories free download online pdf in Gujarati

ઉજળું ચરિત્ર

ઉજળું ચરિત્ર

PARESH MAKWANA

દેસલપુર ગામ અને એ ગામના સરપંચ મેઘજી ની દીકરી જાનકી જે એ જ ગામના એક યુવાન રાઘવને પ્રેમ કરતી હતી. રાઘવ પણ જાનકીને છેક નાનપણ થી પ્રેમ કરતો હતો. નાનપણમાં બન્ને વચ્ચે પાક્કી દોસ્તી.. પણ જેવો બન્ને એ યુવાવસ્થામાં પગ મુક્યો જાણે આ દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ.. જાનકીને મળવાની એક તક રાઘવ ચૂકતો નહીં એને રોજ મળવા ખાતર તો એણે સરપંચ ને ત્યાં કામ કરવાનું પણ સ્વીકારી લીધું વચ્ચે કોઈને કોઈ બહાને જાનકી ને મળવાનું થતું.. જાનકી ને ડર લાગતો કે ક્યાંક આ વાતની જાણ એના બાપુને ના થઈ જાય.. આ જ કારણોસર એ રાઘવ થી થોડું અંતર જળવતી. અને સાંજે મંદિરમાં રાઘવને મળતી.. એનામાં સમાઈ જતી.

સમય જતા ક્યાં વાર લાગે છે.. સરપંચનો જીગરજાન ભાઈબંધ દેવજીભાઈ એક દિવસ એના દીકરા માનવ જોડે ગામમાં આવે છે.. જેને જોતા જ મેઘજીભાઈ ને પોતાનું વચન યાદ આવે છે.. જ્યારે જનકીનો જન્મ થયો ત્યારે દેવજીભાઈ એ જાનકીને એના માનવ માટે માંગી લીધી એને મેઘજી એ પણ દેવજીને વચન આપ્યું કે મારી જાનકી ને હું તારા જ ઘરમાં પરણાવીશ.

આટલા વર્ષો પછી દેવજીને જોઈને મેઘજીની ખુશીનો પર ના રહ્યો. દેવજીએ કહ્યું - મેઘા અમે તારી દીકરીને લેવા આવ્યા છીએ. એ પછી માનવ તરફ હાથનો ઈશારો કરી કહ્યું- આ મારો દીકરો માનવ છે.. મેઘજીએ કહ્યું - માનવ તો સાવ બદલાઈ ગયો છે યાર.. ઓળખાતો પણ નથી.. દેવજી એ કહ્યું - તારી જાનકી પણ મોટી થઈ ગઈ હશે ને.. ક્યાં છે એ..? મેઘજીએ કહ્યું - મંદિર ગઈ છે આવતી જ હશે..

થોડીવાર પછી જ્યારે જાનકી મંદિર થી પાછી આવી ત્યારે મેઘજી એ એને બોલાવી અને કહ્યું- જાનકી દીકરા આમને મળ.. આ છે મારા ખાસ ભાઈબંધ દેવજીભાઈ અને આ એમનો દીકરો માનવ.. જાનકી એ એમને પ્રણામ કર્યા..

એ જ રાત્રે મેઘજી એ જાનકી ને પૂછ્યું - જાનકી તને માનવ કેવો લાગ્યો.. જાનકી હસી - કેવા સવાલ કરો છો બાપુ.. અને શરમાઈને નીચું જોઈ ગઈ.. મેઘજી આગળ બોલ્યો - મેં દેવા ને વચન આપેલું કે મારી જાનકી ને હું તારા માનવ જોડે પરણાવીશ. આ સાંભળીને તો જાણે જાનકી ના પગ નીચે થી જમીન સરકી ગઈ.. એને એકવાર તો લાગ્યું કે લગ્ન માટે ના પાડી દવ, બાપુ ને બતાવી દવ કે હું રાઘવને પ્રેમ કરું છું.. બીજી જ પળે એના મનમાં ભય બેસી ગયો કે જો બાપુ ને રાઘવ વિશે જણાવીશ તો બાપુ રાઘવનો જીવ લઈ લેશે.. અને જો હું લગ્ન માટે ના પાડીશ તો બાપુએ એના મિત્ર ને આપેલું વચન તૂટશે..

મેઘજીએ કહ્યું - કેવા વિચારોમાં ખોવાઈ ગઈ જાનકી.., ત્યારે જાનકી એકાએક વિચારોમાં થી બહાર આવી અને કહ્યું - બાપુ તમે જ્યાં જેની સાથે કહેશો ત્યાં હું લગ્ન કરીશ..અને મેઘજીએ વ્હાલ થી પોતાની લાડલી ને બાથમાં ભરી..

પછી શુ લગ્નની તૈયારીઓ ચાલવા લાગી સરપંચની દીકરીના લગ્ન એટલે આખું ગામ જાણે તૈયારીઓ માં લાગી ગયું.. આ વાતની જાણ જ્યારે રાઘવને થઈ ને ત્યારે એ સીધો જ એ મંદિરે પોહચ્યો રોજની માફક જાનકી જ્યારે મંદિરે આવી રાઘવે એને પૂછી લીધું જાનકી તું લગ્ન કરી રહી છે..? જાનકી એ કહ્યું - હા.., રાઘવે ફરી બીજો સવાલ ફેંકયો - કેમ જાનકી..? તું મને પ્રેમ નથી કરતી..? જાનકી રડવા લાગી રાઘવ પ્રેમ તો હું તને કરું જ છું પણ સવાલ અહીંયા પ્રેમનો નહી બાપુની ઈજ્જત નો છે, બાપુના વચનનો છે.. રાઘવ સ્હેજ ગુસ્સે થયો - તો શુ જાનકી તું બીજા સાથે લગ્ન કરી લઈશ..? જાનકી રડવા લાગી - રાઘવ મારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી.. રાઘવે કહ્યું - રસ્તો છે જાનકી.. ચાલ અપણે ભાગી જઈએ.. જાનકીએ આંસુ લૂછતાં કહ્યું - ના રાઘવ આપણે ભાગી જઈશું તો બાપુની ઈજ્જત ધૂળમાં મળી જશે અને એના વચન નું શુ..? રાઘવે કહ્યું - જાનકી હું તારા વિના મરી જઈશ.. જાનકી એ એનો હાથ પોતાના માથા પર મુક્યો - રાઘવ તું એવું કઈ નહીં કરે તને મારા સમ છે..

લગ્નનો દિવસ આવી પોહચ્યો - દેવજીભાઈ વરરાજા માનવ સાથે શહેરમાં થી વાજતે ગાજતે જાન લઈને આવ્યા.. ગામને પાદરે જાનના ઉતારા થયા.. જ્યાં હરિ નામના એક માણસે સરપંચ સાથેની જૂની દુશ્મની નો ખાર રાખી વરરાજા માનવ ને કહી દીધું કે જાનકીનું ચરિત્ર સારું નથી.., રોજ સાંજે મહાદેવના મંદિરમાં એ કોઈ જોડે રાસલીલા રમે છે.. હરિ માટે આટલું જ પૂરતું હતું સરપંચની ઈજ્જત ને આખા ગામમાં ઉછળવા..

લગ્ન દરમ્યાન જ્યારે સોળે શણગાર સજી જ્યારે જાનકી મંડપમાં આવી ત્યારે માનવ ગુસ્સામાં પોતાની જગ્યાએ થી ઉભો થઈ ગયો અને માથે બાંધેલો કેસરી સાફો ફગાવી બોલ્યો - મેઘજીકાકા હું આ લગ્ન નથી કરવાનો કેમ કે તમારી દીકરી એક ચરિત્રહીન છોકરી છે..

માનવની આ વાત સાંભળીને મેઘજીભાઈ ના પગ નીચે થી તો જાણે જમીન ખસકી ગઈ.. એના ગુસ્સાનો પાર ના રહ્યો એણે માનવને મારવા હાથ ઉગામ્યો અને એ હાથ દેવજીએ પકડી લીધો - વાહ ભાઈબંધ વાહ તારા ઘરની ગંદકી તું મારા ઘરમાં ઠાલવવા માંગતો હતો.. પૂછ તારી દીકરીને રોજ કોની કોની સાથે મોઢું કાળું કરાવે છે.. આ સાંભળી ને મેઘજી જઈને જાનકીને બધાની સામે એક થપ્પડ ચોંટાડી દીધી.. જાનકી આ લોકો કહે છે એ સાચું છે..? પણ જાનકી બિચારી શુ બોલે..આખું ગામ ભેગું થઈ ગયું ના કરવા જેવી વાતો કરવા લાગ્યા એટલામાં ભીડને ચીરતો રાઘવ મંડપમાં આવ્યો અને મેઘજીભાઈ ને કહ્યું - મેઘાકાકા જાનકીનું ચરિત્ર કેટલું ઉજળું છે એ હું તમને કહું જાનકી એ એકવાર રાઘવ સામે જોયું રાઘવ આગળ બોલ્યો - કાકા તમારી જાનકી મને પ્રેમ કરે છે હું પણ તમારી જાનકીને પ્રેમ કરું છું પણ જ્યારે વાત તમારી ઈજ્જત.., તમારા વચનની આવી ને જાનકી એ મને છોડી દીધો એના નાનપણના પ્રેમ ને છોડી પોતે જેને સરખી રીતે ઓળખતી પણ નથી એ માણસ સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ.. અને એ માણસ પેલા હરિની વાતોમાં આવી જાનકીના ચરિત્ર પર આંગળી ઉઠાવી રહ્યો છે..

મેઘજીભાઈ ને આખી વાત સમજાઈ ગઈ.. જાનકી પાસે જઇ.. એણે જાનકીનો હાથ રાઘવને હાથમાં મુક્યો.. અને કહ્યું - મારા માટે મારા વચન મારી ઈજ્જત કરતા મારી જાનકીની ખુશી મહત્વની છે..

એ પછી ખુબજ ધામધૂમ થી જાનકી અને રાઘવ ના લગ્ન થયા..

સમાપ્ત