Sweety and Me books and stories free download online pdf in Gujarati

સ્વીટી ઍન્ડ મી.

સ્વીટી & મી.

PARESH MAKWANA

''સ્વીટી એન્ડ મી. અહીંયા મી એટલે કે હું પોતે કવિતા પટેલ અને આ મારી અને મારી બેસ્ટ ફ્રેન્ડ સ્વીટીની વાર્તા છે. તમને થતું હશે કે સ્વીટી કોઈ છોકરીનું નામ હશે પણ નહીં સ્વીટી મારી બિલાડીનું નામ છે.

આજ થી એક વર્ષ પહેલા સ્વીટી મને મળી અને ત્યાર થી મારી જિંદગી એની સાથે જોડાઈ ગઈ બે વર્ષ પહેલા હું મારી એક ફ્રેન્ડ ને ઘરે જતી હતી ત્યાં રસ્તામાં એક નાની બિલાડી ને કેટલાક શેરીના કુતરાઓ ચૂંથી રહ્યા હતા જો એ વખતે હું ત્યાં થી ના નીકળી હોત ને અથવા તો મેં સ્વીટીને ના બચાવી હોત તો એ કુતરાઓ સ્વીટીને ત્યાં જ ફાડી ખાત.. મેં ચાર પાંચ પથ્થરો મારી કુતરાઓ ને બિલાડી થી દૂર કર્યા.. સ્વીટીની લોહી લુહાણ હાલત હું જોઈ ના શકી અને હું એને તરત જ નજીકના એક હેલ્થ સેન્ટરમાં લઈ ગઈ.. એ પછી એકાદ વીકમાં તો એ એકદમ નોર્મલ થઈ ગઈ..

એ પછી મેં એને હમેશા માટે મારી પાસે જ રાખી લીધી આમ પણ મારે કોઈ ખાસ ફ્રેન્ડ નોહતા એટલે જાનવર સાથે જ યારી બાંધી લીધી.

મારુ ફેસબુક,ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર બધે જ હું ને મારી સ્વીટી માનો છવાઈ ગયા હું સ્વીટી ને કોલેજ કાફે મલ્ટીપ્લેક્ષ બધે જ લઈ જતી.. કેમકે મને એના વિના ક્યાંય ગમતું જ નહીં. સ્વીટી મારી કોલેજની દરેક છોકરીની ફેવરિટ બની ગઈ હતી કોઈ સ્વીટીને મારી પાસે થી ખરીદવા પણ માંગતું હતું પણ અમુક સંબંધો બજારોમાં વેંચતા નથી ચાહે ખરીદવા વાળા લાખો હોય..

હવે મારી લાઈફમાં મારો લાઈફ પાર્ટનર આવ્યો કાર્તિક મારો પહેલો ક્રશ જ્યારે હું ટવેલ્થમાં હતી ત્યારે કાર્તિક મારા ક્લાસમાં હતો. એ પછી ટવેલ્થ પાસ કરી એ અમદાવાદ ચાલ્યો ગયો જયારે પાછો આવ્યો ત્યારે સામે થી એ મને મળ્યો. હું આજે પણ એને ચાહતી હતી પણ થતું કે જો એ સામે થી પ્રપોઝ કરશે તો જ હું હા પાડીશ પણ ના એને પ્રપોઝ કર્યું ના મેં એને હા પાડી અમારો આ જ સિલસિલો લગભગ ચાર પાંચ મહિના ચાલ્યો મળતા રહ્યા રોજ બરોજ પણ ના એણે એના હોઠ ખોલ્યા કે ના મેં મારી ખામોશી તોડી પણ પ્રેમ છુપાયે છુપાતો નથી.. એકદિવસ એવો આવ્યો કે ના મારે કાઈ કહેવાની જરૂર પડી ના એણે કાઈ કહ્યું બસ આંખો એ જ એકબીજાને દિલથી અપનાવી લીધા. આ પ્રેમ ધીરેધીરે એની બધી જ સીમાઓ પાર કરવા લાગ્યો.. મેં મારી જાત કાર્તિક ને સમર્પિત કરી દીધી કેમ કે જ્યાં પ્રેમ હોય ત્યાં સમર્પણ હોય. હવે સ્વીટી કરતા મારી લાઈફમાં કાર્તિક વધારે ઈમ્પોર્ટન્ટ હતો. કાર્તિક સ્વીટીને પહેલે થી જ પસંદ નોહતો કરતો. એકદિવસ એણે મને કહી પણ દીધું

'કવિતા તને નથી લાગતું આપણે આ બિલાડીને આપણી જિંદગીમાં થી દૂર કરી દેવી જોઈએ..'

'કાર્તિક કેવી વાત કરે છે.. આ કોઈ બિલાડી નહીં મારી બેસ્ટી છે.., મારી લાઈફ છે હું આને મારા થી દૂર નહી કરું..'

' વિચારી લે..તારે આ બિલાડી જોઈએ છે કે તારો પ્રેમ.. કેમકે જ્યાં સુધી આ તારી જિંદગીમાં હશે ત્યાં સુધી તું મને ઇમ્પોરન્ટન્ટ આપવાની જ નથી.'

' ના એવું નથી કાર્તિક હું સ્વીટી કરતા પણ વધારે તને પ્રેમ કરું છું..મારા માટે સૌથી વધારે ઈમ્પોર્ટન્ટ તારો પ્રેમ છે.'

'તો થઈ ગયો ફેંસલો સ્વીટી હવે થી તારી સાથે નહીં રહે..'

' ના હું સ્વીટી વગર તો નહિ જ રહું..ચાહે જે થાય એ પણ સ્વીટી મારી સાથે જ રહશે.'

કાર્તિક વધારે ગુસ્સે થઈ ગયો.. મેં એને ઘણો રોક્યો પણ એણે સ્વીટીને ઉપાડી દરવાજે થી બહાર કાઢી મૂકી..

એ દિવસ પછી સ્વીટી મને ક્યાંય ના મળી.. મેં એને અમારા વિસ્તારમાં આસપાસ બધે જ શોધી..

આમને આમ એક વર્ષ વીતી ગયું.. સ્વીટી જાણે મારી લાઈફમાં થી હમેશા માટે દૂર થઈ ગઈ એ પછી મેં એ જ કર્યું જે મારી પાસે થી કાર્તિક કરાવવા માંગતો હતો.. જાણે હું એના હાથની કોઈ કઠપૂતળી બની ગઈ એ નચાવતો ગયો ને હું નાચતી ગઈ.. એનો પ્રેમ માત્ર એક ઢોંગ હતો મને ફસાવવાનો એ મને બસ મારી પ્રોપર્ટીઝ માટે પ્રેમ કરતો હતો. મારા પપ્પા રાજેશભાઈ પટેલ જેણે મારા માટે દસ કરોડ રૂપિયા મૂકીને ગયા હતા એમની વસિયત મુજબ જ્યારે હું એકવીસ વર્ષની થઈશ ત્યારે એ દશ કરોડ રૂપિયા મને મળી જશે. કાર્તિક મારા આ જ પૈસા હડપવા આવ્યો હતો. મારા એકવીશમાં જન્મદિવસ પર એણે કેટલાક પેપરો પર સાઈન કરાવી અને મેં પણ કોઈ પણ જાતની ચકાસણી વગર સાઈન કરી દીધી..

થોડા દિવસમાં મને જાણ થઈ ગઈ કે એણે પૈસા પડાવવા આ બધું કરેલું

કાર્તિક.. તે મારી સાથે આવડી મોટી રમત રમી.. મારા પૈસા માટે તે મને છેતરી..

એણે પણ એનો અસલી રંગ દેખાડી દીધો.. મારા વાળ પકડી એણે મને ધક્કો માર્યો..

' કવિતા મારે જે જોઈતું હતું એ મને મળી ગયું.. હવે મારે તારી કોઈ જરૂર નથી..'

' તને શુ લાગે છે.. તું બચી જઈશ હું હમણાં જ પોલીસને ફોન કરી તને જેલ ભેગો કરું છું..'

જીન્સ પોકેટમાં થી મોબાઇલ કાઢી મેં મેં જેવી રિંગ ડાયલ કરી કાર્તિકે મારા હાથમાં થી મોબાઈલ ઝાટકી ફેંકી દીધો..

ફરિયાદ તો ત્યારે કરીશ ને જ્યારે તું જીવતી રહીશ..

પોકેટમાં થી ચાકુ કાઢી એણે પેટમાં ચાર પાંચ ઘા મારી દીધા.. અને હું ત્યાં ઢળી પડી.. એ પછી મારો હાથ પકડી એ મને બહાર ગાર્ડનમાં ઢસડી ગયો.. અને ત્યાં જ ગાર્ડનમાં એક ખાડો ખોદી મને દફનાવી દીધી..એ વખતે આ ગુનાની સાક્ષી હતી એક નજર..

મારા મોતના ચાર દિવસ વીતી ગયા કાર્તિક એની ઐયાશ જિંદગી જીવવા લાગ્યો પણ એને ખબર નોહતી કે બહુ જલ્દી જ કોઈ એનો કાળ બની ને આવી રહ્યું છે.

એક રાત્રે ફૂલ જોશ માં કાર્તિક કોઈના દેહને માણી રહ્યો હતો ત્યાં જ એને બિલાડીના કેટલાક ભયાનક અવાજો સંભળાણાં હાફળો ફાફળો બની જેમતેમ કપડાં ચડાવી એ અવાજની દીશામાં બિલાડી ને શોધવા લાગ્યો

મનમાં ના જાણે કોઈ ડર સતાવતો હોય એમ પરસેવે નીતરતો એ આખા ઘરમાં ફરી વળ્યો પણ ક્યાંય બિલાડી ના દેખાણી.

ત્યાં જ પાછળ થી એના ખભા પર કોઈએ હાથ મુક્યો ડરનો માર્યો એ ચોકયો ધીરે રહી પાછળ જોયું તો એની પ્રેમિકા માનસી હતી

'કાર્તિક શુ થયું આટલો ઘબરાએલો કેમ છે..?'

'એવું કાઈ નથી હું તો..બસ..'

એ આગળ બોલે એ પહેલા જ ફરી થી બિલાડીનો એ જ ભયાનક અવાજ આવ્યો...

'માનસી..માનસી તે કોઈ અવાજ સાંભળ્યો..'

'અવાજ.., શાનો અવાજ..?'

'કોઈ બિલાડીનો અવાજ.. હમણાં તો મેં સાંભળ્યો..'

'કેવી વાત કરે છે મને તો કોઈ ઉંદરનો પણ અવાજ નથી સંભળાયો..'

'મેં સાંભળ્યો યાર બિલાડીનો અવાજ હતો અને એ બિલાડી..'

'લાગે છે તું ખૂબ જ થાકી ગયો છે તું રૂમમાં આરામ કર હું તારા માટે કોફી બનાવું છું.'

રૂમમાં આવી બેડ પર એ બેઠો ને ત્યાં જ રૂમની ફર્સ પર એણે બિલાડીઓ ના પંજાના નિશાન જોયા..

ઘબરાઈ ને એ કિચન તરફ દોડ્યો

'માનસી ચાલ જલ્દી બેડરૂમમાં ચાલ મારે તને કંઈક બતાવવું છે..'

'કોફી તો બનાવી લેવા દે..'

'ના તું પહેલા ચાલ..'

માનસીનો હાથ પકડી એ ફટાફટ એને બેડરૂમમાં લઈ આવે છે

'જો માનસી જો ફર્સ પર આ એ જ બિલાડીના પગના નિશાન છે..'

પણ જ્યારે માનસી એ જોયું તો ત્યાં કોઈ જ પંજાના નિશાન નોહતા ફર્સ એકદમ ક્લીન હતો..

'ક્યાં છે કાર્તિક.. તને યાર થઈ શુ ગયું છે કેવી અજીબ હરકતો કરે છે..'

બે હાથે માથું પકડીને એ બેડના એક ખૂણે બેસી જાય છે

'યાર શુ થઈ રહ્યું છે એ જ ખબર નય પડતી..'

બીજે દિવસે સવારે એ બાથરૂમમાં શાવર લઈ રહ્યો હતો ત્યારે અચાનક એક ભયાનક અવાજ કરતી બિલાડી એના પર હુમલો કરે છે.. એની ચીંખ સાંભળીને માનસી બાથરૂમ પાસે દોડી આવે છે

'શુ થયું કાર્તિક.. કાર્તિક તું ઠીક તો છે ને..'

કાર્તિક બાથરૂમમાં થી ટાવેલ લપેટી બહાર આવે છે.. એની છાતી પર રીતસરના નખના ખરોચ હતા જેમાંથી લોહીની ધાર ધીમી વહેતી હતી

'કાર્તિક આ બધું શુ છે આ ખરોચના નિશાન..?'

'હું નોહતો કહેતો એક બિલાડી છે મને અવાજો સંભળાય છે અને આજે તો મારા પર શાવરમાં હુમલો કર્યો..'

'જો કોઈ બિલાડી ખરેખર આ ઘરમાં છે તો એને મારો ડોગી શોધી કાઢશે હું કાલે અત્યારે જ એને તારા ઘરની ચોકીમાં રાખી દવ..'

'એ કોઈ સામન્ય બિલાડી નથી લાગતી..તને ખબર છે મેં હમણાં જ એને હવામાં ગાયબ થતા જોઈ'

'આ બધો તારા મનનો વહેમ છે કાર્તિક અને જોઈજે આ બિલાડી ને તો આપણો રોકી ફાડી ખાશે..'

એ જ બપોરે રોકી નામનો એક જર્મનડોગ આવી ગયો પહેરો દેવા ખતરનાક આંખો તીક્ષ્ણ દાંત જાણે હમણાં જ બિલાડીને પકડીને ફાડી ખાશે પણ એ જ સાંજે ઘરના ગાર્ડનમાં રોકીની (કૂતરા) ખતરનાક હાલતમાં ડેથબોડી જોવા મળી

કાર્તિક ને અહેસાસ થયો કે એ બિલાડી જે એની જાનની દુશ્મન બની બેઠી છે એ અસલમાં સ્વીટી છે મારી ખાસ બિલાડી અને એ સ્વીટીમાં હવે મારી આત્મા છે કાર્તિક ને કોણ બચાવશે મારા થી.. કોઈ નહીં..

એણે ઘરની બહાર નીકળવાનું જ છોડી દીધું અને ઘરમાં પણ સિક્યોરિટી માટે ઘણા દરવાજે દરવાજે બોડીગાર્ડ રાખી દીધા બોડીગાર્ડને આદેશ આપ્યો કે કોઈપણ બિલાડી દેખાય કે તરત જ જાન થી મારી નાખવી એ જ થયું જેવી સ્વીટી બારીએ થી ઘરમાં પ્રવેશી તરતજ એક બોડીગાર્ડે એના પર ગોળી છોડી ને એ ત્યાં જ ઢળી પડી..

સ્વીટી મરી ગઈ એટલે કાર્તિકના જીવમાં થોડો જીવ આવ્યો એણે નિરાંતના શ્વાસ લીધા બોડીગર્ડ્સ ને રજા આપી એ બેડરૂમમાં સૂતો ત્યાં અચાનક બેલ વાગી એકપલ તો લાગ્યું કે નક્કી મારો કાળ આવી ગયો પરસેવો છૂટી ગયો.. એણે ઘબરતા પગલે હોલમાં આવી દરવાજો ખોલ્યો તો સામે માનસી ઉભી હતી..

'અરે માનસી તું તે તો મને ડરાવી જ દીધો..'

માનસીએ એક ગુસ્સા ભરેલી નજરે એની સામે જોયું પછી કઈ પણ બોલ્યા વિના ચૂપચાપ બેડરૂમમાં જતી રહી

કાર્તિક ફટાફટ દરવાજો બંધ કરી એની પાછળ ગયો..પણ જેવો એ દરવાજામાં પ્રવેસ્યો દરવાજો બંધ થઈ ગયો.. પણ એને એ વાતનું ભાન ના રહ્યું એ તો ફટાફટ શર્ટ ઉતારી.. બેડ પર બેઠેલી નીચે મો કરી બેઠેલી મનિશાની બાજુમાં બેસી ગયો અને હળવેક થી એણે મનીષાનો હાથ પોતાના હાથમાં લીધો.. ને એ જ વખતે મનીષાએ સામે જોયું

'કવિતા તું.. ડરનો માર્યો એ કંપવા લાગ્યો..'

હું ઉભી થઈ એ પાછળ ભગવા ગયો પણ દરવાજો જ બંધ હતો.. એ દરવાજો ટીપવા લાગ્યો.. દરવાજો ખોલો.. કોઈ છે દરવાજો ખોલો..

મેં જઈને એનું ગળું પકડી લીધું.. અને એક હાથે એને ઉંચો કર્યો..'તે મને મારી મારી સ્વીટી ને પણ મારી નાખી.. પણ હવે તને મારા થી કોઈ નહીં બચાવી શકે.. બદલો લેવા જ આવી હતી અને આજે હું મારો બદલો પૂરો કરું છું...' તડપતા તડપતા એના મોં માં થી જીભ બારે નીકળી ગઈ.. અને એની ગરદન ઢળી ગઈ.. અને ફર્સ પર ઢળી પડ્યો..

હું ને મારી સ્વીટી આજે પણ સાથે જ છીએ અને હમેશા રહીશું મર્યા પછીની જે દુનિયાને જન્નત કહેવાય ત્યાં મને મારી સ્વીટી ફરી મળી..''

સમાપ્ત