made 4 each other books and stories free download online pdf in Gujarati

મેડ4ઈચ અધર

મેડ 4 ઈંચ અધર..

પરેશ મકવાણા

મીરા અને શ્યામ એ બન્નેનો પ્રેમ જુઓ તો માનો બન્ને એકબીજા માટે જ બન્યા હોય..જ્યારે પણ જ્યાં પણ હોય..એકમેકના હાથમાં હાથ લઈ એકમેકના ખભે માથું ઢાળી હરતા ફરતા હોય..એમની વચ્ચે આવો પ્રેમ જોઈ ઘણા ખરાને ઈર્ષા થતી..કોઈ તો એ બન્ને ને અલગ કરવાના કાવત્રા ઘડતું..પણ શાયદ ભગવાન ખુદ જ એના પ્રેમ પર મહેરબાન હતો.. કે એના પ્રેમ પર નાની સરખી આંચ પણ ના આવતી..

મીરા એક કરોડપતિ બાપની એટલે કે રાજકોટના પ્રખ્યાત બિલ્ડર્સ હીરાભાઈ ઠાકોરની એકની એક દીકરી હતી..બાળપણ થી જ હીરાભાઈ ની લાડલી જે માંગે એ લાવી આપવાનું..એની દરેક જીદ પુરી કરવાની..

બીજી બાજુ એક સામન્ય મજુરવર્ગ માં થી આવતો શ્યામ દેખાવમાં થોડો સામન્ય પણ કલાઓમાં સર્વોપરી બધા થી આગળ.. નાનપણ થી જ બધા એને કલાકાર કહેતા..એના પેઇન્ટિંગ જોતા જ લાગે હમણાં બોલી ઉઠશે..એકદમ લાઈવ.. અને એની કલમ, એની કલમમાં કઈ અલગ જ જાદુ હતો મન પડે ત્યારે ડાયરી પર પોતાના વિચારો ટપકાવતો એ ક્યારે શાયર બની ગયો..,ક્યારે કવિ બની ગયો કોઈને ખબર જ ના રહી..એના માં આ જ સ્પેશિયલ કવોલિટી હતી કે મીરા એની દીવાની હતી..

''મીરા..., મને વચન આપ કે તું મને ક્યારેય છોડી ને નહિ જા..સાચું કહું તો મને તારી આદત થઈ ગઈ છે..હું તારા વિના જીવી જ નહિ શકું..''

'' યાર, તને છોડી દવ એવુ તો હું સપનામાં પણ ના વિચારી શકું..તું જ તો મારી દુનિયા છે..''

એક દિવસ હીરાભાઈ મીરાને શ્યામ સાથે જોઈ ગયા.. એને લાગ્યું કે આ છોકરા ને લીધે મારી પ્રતિસ્થા ધૂળમાં મળી જશે..જો આમ ને આમ ચાલુ રહ્યું તો એક દિવસ બધા મારા પર થુ.. થુ..કરશે.. એણે મીરા ને એ વિશે પૂછ્યું પણ નહીં.. કેમ કે એ જાણતા હતા કે એની લાડલી બહુ જ ઝીદી છે..શાયદ એ એના પ્રેમી માટે એના બાપને પણ છોડી દે..

એટલે એણે એક તાંત્રિકનો સહારો લીધો..

''લાખા.., માંગીશ એટલા રૂપિયા આપીશ પણ કઈક એવું કર કે એ સડકછાપ છોકરો મારી દીકરી ની જિંદગીમાં થી હંમેશા ને માટે દૂર થઈ જાય..''

'' હીરાભાઈ ચિંતા સેની કરો છો..મારી માં હાજરા હજુર છે.. તમ તમાર જાવો તમારું કામ થઈ જાહે..બસ એક દોરો મંતરી ને આપું છું..છોડીને હાથે બાંધી દેજો.. છોડી ક્યારેય એ માણા ની હામે નહીં જોઈ..''

હીરાભાઈ એ મંતરાવેલો દોરો બાંધી દીધો મીરાના જમણા હાથમાં.. એ પછી એ જ થયું જે હીરાભાઈ ઇચ્છતા હતા.. મીરા એ શ્યામને નફરત કરવા લાગી એણે શ્યામ સાથેના બધા જ સબંધ કાપી નાખ્યા.. એ પછી માનો શ્યામની દુનિયા જ લૂટાઈ ગઈ..ક્યારે ય નાની એવી સોપારીને પણ હાથ ના લગાડનાર શ્યામેં પોતાનું દુઃખ ભૂલવા દારૂનો સહારો લીધો.. દારૂની બોટલ લઈ જ્યાં ત્યાં પ્રેમના ગીતો ગાતો.., લથડાતો.., ગોથા ખાતો ફરવા લાગ્યો..

આમ ને આમ એક મહિનો વીતી ગયો..હીરાભાઈ ખુશ હતા કે એણે એની પ્રતિસ્થા ને જેમ તેમ બચાવી લીધી.. હવે એ મીરા ને હમેશા ને માટે અમેરિકા મોકલી દેવા માંગતા હતા.. બે દિવસમાં જ મીરા ની અમેરિકા ની ફ્લાઇટ હતી.. એ રાત્રે હીરાભાઈ ના જીગરજાન મિત્ર કિશોરભાઈ શાસ્ત્રી આવ્યા.. બન્ને વચ્ચે એવી ગાઢ મિત્રતા કે બન્ને એકબીજા થી કઈપણ છુપાવતા નહીં.. કિશોરભાઈ એ પૂછ્યું..

યાર, એવું તો શુ થઈ ગયું કે મીરા ને આટલી જલ્દી અમેરિકા મોકલી રહ્યો છે..?

''કિશોર તું તો મારા ભાઈ જેવો છે..હું તારા થી કઈ જ ના છુપાવું.. મીરા એની કોલેજમાં એક છોકરા ને પ્રેમ કરતી હતી.. અને એ છોકરો હલકા કુળનો હતો..એટલે એવા છોકરા સાથે હું મારી લાડલી ને નો જોઈ શકું... પછી શુ એક પ્રસિદ્ધ તાંત્રિક છે.. હું એને મળ્યો અને મારુ કામ થઈ ગયું.. એણે આપેલા એક દોરા થી મીરા હમેશા ને માટે એના પ્રેમી થી દૂર થઈ ગઈ.. હવે એનો પ્રેમ પાછો જાગે એ પહેલા એને અમેરિકા મોકલી દવ..''

હીરાભાઈની આ બધી જ વાતો મીરા એ પડદા પાછળ છુપાઈ ને સાંભળી લીધી.. અને એણે એના હાથમાં થી દોરો કાપી નાખ્યો.. અને તરત જ શ્યામ ને કોલ કર્યો.. પણ શ્યામનો ફોન સ્વિચઓફ આવતો હતો..એ કાર લઈ શ્યામને શોધવા નીકળી પડી..

પાંચ કલાક આખા સિટીમાં પાગલો ની જેમ એને શોધ્યો છતાં એ ના મળ્યો.. આખરે શ્યામના એક મિત્ર એ કહ્યું કે શ્યામ દારૂ લેવા પાટિયા બાજુ ગયો છે.. આખરે પાટિયા પાસે મીરા એ કાર ઉભી રાખી.. અને આસપાસ બધે જ નજર મારી.. ક્યાંય કોઈ જ નોહતું દેખાતુ.. એણે આગળ ડગ મંડ્યા.. ત્યાં એની નજર રેલવે ટ્રેક પર લથડીયા ખાતા એક માણસ પર ગઈ... એ શ્યામ હતો દૂર થી જ એ એને ઓળખી ગઈ..મારા શ્યામની આ હાલત... બીજી જ પળે એના કાનમાં ટ્રેનનો અવાજ ગુંજાવા લાગ્યો.. એણે શ્યામ તરફ દોડ મૂકી.

શ્યામ... શ્યા..મ.. અને જઈને શ્યામ ને વળગી પડી.. એ સાથે જ ઘસમસાટ આવતી ટ્રેન એ બન્ને પરથી પસાર થઈ ગઈ..

સમાપ્ત

Share

NEW REALESED