સફરમાં મળેલ હમસફર ભાગ-12

સફરમાં મળેલ હમસફર

ભાગ -12

(પાછળ જોયું)

(રવિ દ્વારા રચાયેલ કૃત્યને મેહુલે અંતે અંજામ સુધી પોહચતા અટકાવી દીધું, મેહુલે CID જોઈન કરી લીધું અને તેને અનિતા નામની સાથી લેડી ઓફિસર પણ મળી ગયી, પાપાને કંઈક કરી બતાવવાની મનશા હતી તેના તરફ પણ મેહુલ અગ્રેસર થઈ ગયો અને જિંકલનો પણ સારો સાથ મળ્યો. હવે આગળ?, આગળ શું થાય તે જાણવા માટે વાંચતા રહેવું પડશે સફરમાં મળેલ હમસફર. )

***

અંતે ભોળાનાથે મારી પ્રાર્થના સાંભળી, હું લાખ પ્રયાસ કરીને થાક્યો ત્યારે ઓચિંતું મારું ધ્યાન તેની આગળ અને બસના ડ્રાઇવરની પાછળ રહેલા કાચ પર પડ્યું, જે અડધો પારદર્શક હતો અને અડધો કાળા રંગનો. મેં તે કાળા રંગના કાચ પર નજર કરી તો તે કાચમાં અમારી બંનેની નજર મળી, તે મને જોઈને હસી રહી હતી. હું શરમાUઈ ગયો, મેં મારો ચહેરો મારા બેગ પાછળ છુપાવી લીધો. મેં ફરી જોયું તો તેનું ધ્યાન બીજે હતું.

મારુ સ્ટોપ આવ્યું ત્યાં સુધી તેણે એકવાર પણ ના જોયું, હું ઉદાસ થઈ ગયો, પણ જ્યારે હું બસની નીચે ઉતર્યો તેણે તીરચી નજર મારા પર ફેંકી અને હું જુમી ઉથડયો. ઉછળતો-કૂદતો ઘરે પહોંચ્યો. તે રાત અને રવિવારની રાત તો હું કેમ ભૂલું, ક્યારે સોમવાર થાય અને ક્યારે તેને બસમાં જોઉં, એ વિચારોમાં જ સમય પસાર થઈ ગયો. તેનો ચહેરો જોવા માટે હું બેચેન થઈ ગયો.

(ક્રમશઃ)

“તો ચલ શરુ કરું મારી જવાનીની વાત, એ પણ શું સમય હતો?” ભરતભાઈએ આંખો બંધ કરી વાત શરૂ કરી.

“સાલ-1983, કપિલ પાજી પહેલો વલ્ડકપ ભારતમાં લાવ્યા હતા. ત્યારે આવી ટેક્નોલોજી ન હતી, સૌને રેડિયો પર જ થી માહિતી મળતી, જેવા સમાચાર મળ્યા કે ભારત વલ્ડકપ જીત્યું, પુરા ગામમાં ઉત્સવ જેવું થઈ ગયું, નાના મોટા સૌ ઝૂમી ઉઠ્યા હતા અને મારી સ્ટોરી પણ અહીંથી શરૂ થાય છે.

કૉલેજના પહેલા વર્ષમાં મેં એડમિશન લીધું હતું, ગામમાં ગણ્યાગાંઠ્યા જ છોકરા મેટ્રિક પાસ કરી શકતા અને અમારા ગામમાંથી હું એક જ હતો જેણે આ વર્ષે કૉલેજમાં એડમિશન લીધું હતું. મારું ગામ અમદાવાદથી ત્રેવીસ કિલોમીટર દૂર, ત્યારે કાર કે બાઈક ન હતી, ગામમાંથી એક જ બસ આવે અને તે બસ જો ચુકી ગયા તો કૉલેજે રજા. એક બસ આવતી હોવાથી પુરી બસ ભરેલી આવે, માંડ માંડ ઉભા રહેવાની જગ્યા મળે.

કૉલેજનો પહેલો દિવસ, હું કલાસમાં બેઠો હતો, સૌ પોતાનો પરિચય આપતા હતા. મારા ગામમાંથી હું એકલો કૉલેજમાં હતો એટલે પહેલેથી જ મને કંટાળો આવતો હતો, ન તો કોઈની સાથે વાતચીત કરી, ન તો કોઈની સામું જોવાનું. બેન્ચ પર માથું ટેકવી હું સૂતો રહ્યો. પહેલો દિવસ આમ તેમ પસાર થઈ ગયો, બીજા દિવસે પરાણે પરાણે કોલેજ પહોંચ્યો, તે દિવસે હું કૉલેજ વહેલા પોહચી ગયો હતો, કહેવાયને ભગવાને આપણા માટે કંઈક શોધી રાખ્યું હોય તો તે આપણને જાતે જ તે તરફ ખેંચી જાય છે. તે દિવસે મારી સાથે પણ આવું જ કંઈક થયું હતું.

હું કલાસમાં જઈ બેઠો, ધીમે ધીમે કલાસ ભરાતો જતો હતો, કલાસમાં સર આવ્યા, અંદર આવતા બાજુના રૂમનો અવાજ ન આવે એટલે ક્લાસનું બારણું બંધ કરી દેવામાં આવ્યું. લેકચર શરૂ થયો અને અહીં મને બગાસા આવવાના શરૂ થયા. મોડા આવવાવાળા વિધાર્થીઓ બારણું ખોલી સૌનું ધ્યાન પોતાના તરફ ખેંચતા હતા.

કરરરર…બારણું ખુલવાનો અવાજ આવ્યો, મેં માથું ઊંચું કરી જોયું, બારણાં પર એક છોકરી ઉભી હતી. લાલ ચોયણી પર સફેદ કુરતું અને ગળામાં લાલ ચુનરી, લાંબો ચોટલો, નાકમાં નાથણી, કાનમાં નાની બુટી, કપાળની બિલકુલ વચ્ચે એક નાની ગોળ બિંદી. આંખોમાં નજાકત તથા શરમ, એકવાર સર સામે જોયું અને પછી નજર ઝુકાવી બેન્ચ પર બેસી ગયી. લેકચર પૂરો થયો ત્યાં સુધી હું તેને જોતો જ રહ્યો, એટલા સમયમાં માત્ર એક જ વાર અમારી નજર મળી, તેના ચહેરા પર જે સ્મિત હતું, તે સ્મિતથી હું ઘાયલ થઈ ગયો હતો.

બે દિવસ, ત્રણ દિવસ એમ પાંચ દિવસ હું તેને તાંકતો જ રહ્યો, ધીમે ધીમે બંનેની નજર મળવા લાગી, તેની સાથે શું વાત કરવી તે જ સમજાતું ન હતું, બસ તેને જોતો જ રહું. પછીના ત્રણ દિવસ તે કૉલેજમાં ન દેખાઈ, હું ઉદાસ થઈને ફરતો રહ્યો ત્રણ દિવસ. પછીના દિવસે મારે બસ લેટ હતી તો હું મોડો પહોંચ્યો, મેં બારણું ખોલ્યુ તો તે બરાબર મારી સામે હતી, મારી સામે જોયું અને પછી તેની બાજુમાં બેસેલી તેની બહેનપણી સામે સ્મિત આપ્યું, ત્યારે પણ માત્ર આંખો જ મળી હતી.

તે પછીના દિવસે મારે ઘરેથી નીકળવામાં મોડું થઈ ગયું અને બસ ચૂકી જાવ તેમ હતો, હું ઘરેથી દોડ્યો, ચામડાનું ચપ્પલ પહેરેલું તે પણ તૂટી ગયું, પછી તો તેને હાથમાં લઈ દોડ્યો. જેમતેમ બસ સ્ટોપે પહોંચ્યો, બસ ઉપડવાની તૈયારીમાં જ હતી અને હું હાંફતો હાંફતો ચડી ગયો. ભણવામાં એટલો રસ ન હતો, મારે તો બસ તે છોકરીને જોવી હતી.

કૉલેજ પહોંચ્યો તો ખબર પડી કે આજે કોઈ કારણસર કૉલેજ બંધ છે. હું ઉદાસ થઈ ગયો, વિસ વર્ષમાં પહેલીવાર મારી સાથે આવું થઈ રહ્યું હતું. કોઈની સાથે વાત કરવી હતી પણ શું વાત કહેવી એ ખબર ન હતી. પૂરો દિવસ તેની સાથે વાતો કરતો મનમાં, પણ તે સામે આવે એટલે ચૂપ, એક પણ શબ્દ ન નિકળે. દસ દિવસ પછી મને ખબર પડી કે હું જે બસમાં અપ-ડાઉન કરું છું તે જ બસમાં તે પણ દર શનિવારે આવે છે.

મારા ગામ પછીના ગામમાં તેનું રહેવાનું, અહીં અમદાવાદમાં માસીના ઘરેથી કૉલેજ જવાનું અને રવિવારની રજા હોવાથી શનિવારે કૉલેજ પુરી કરી પોતાના ગામ જવાનું, વિગેરે માહિતી મને મળી. હવે પ્રશ્ન એ હતો કે તેની સાથે વાત શું કરવી, કેમ કે મને હજી તેના નામની પણ ખબર ન હતી, તો વાત કરવી તો દૂરની વાત જ રહી.

પછીના શનિવારે હું બસમાં બેઠો, મને ખબર હતી આજે તે બસમાં આવશે એટલે મેં મારા સૌથી સારા કપડાં પહેર્યા હતા, ડ્રાઇવરથી ત્રીજી સીટમાં જાણી જોઈને બેઠો, કારણ કે તે બસમાં આવી સીધી આગળની સીટીમાં બેસતી. તે દિવસે પણ તે આવી અને ડ્રાઇવરથી પાછળની બે વ્યક્તિની સીટમાં આવી બેસી ગયી, આમ તો ક્લાસમાં ક્યારેક અમારી આંખો મળતી પણ મારે બસમાં એકવાર આંખો મેળવવી હતી અને તેના હું ભરપૂર પ્રયાસ કરતો હતો, પણ હું તેની બસમાં છું એની તેને જાણ જ ન હતી.

અંતે ભોળાનાથે મારી પ્રાર્થના સાંભળી, હું લાખ પ્રયાસ કરીને થાક્યો ત્યારે ઓચિંતું મારું ધ્યાન તેની આગળ અને બસના ડ્રાઇવરની પાછળ રહેલા કાચ પર પડ્યું, જે અડધો પારદર્શક હતો અને અડધો કાળા રંગનો. મેં તે કાળા રંગના કાચ પર નજર કરી તો તે કાચમાં અમારી બંનેની નજર મળી, તે મને જોઈને હસી રહી હતી. હું શરમાઈ ગયો, મેં મારો ચહેરો મારા બેગ પાછળ છુપાવી લીધો. મેં ફરી જોયું તો તેનું ધ્યાન બીજે હતું.

મારુ સ્ટોપ આવ્યું ત્યાં સુધી તેણે એકવાર પણ ના જોયું, હું ઉદાસ થઈ ગયો, પણ જ્યારે હું બસની નીચે ઉતર્યો તેણે તીરચી નજર મારા પર ફેંકી અને હું જુમી ઉઠ્યો. ઉછળતો-કૂદતો ઘરે પહોંચ્યો. તે રાત અને રવિવારની રાત તો હું કેમ ભૂલું, ક્યારે સોમવાર થાય અને ક્યારે તેને બસમાં જોઉં, એ વિચારોમાં જ સમય પસાર થઈ ગયો. તેનો ચહેરો જોવા માટે હું બેચેન થઈ ગયો.

“સોમવાલે શું થયું દાદુ?”રુદ્રએ અટકાવતા કહ્યું.

“હા કહો સોમવારે શું થયું હતું. ”પાછળ ઉભેલા નિલાબેન મંદ મંદ હસી રહ્યા હતા.

“મારે નહિ કહેવું, તારી દાદીને જ પૂછી લે સોમવારે શું થયું હતું. ”ભરતભાઈએ કહ્યું. નિલાબેન બાજુમાં આવ્યા, બાજુમાં રહેલી ખુરશી પર બેઠા અને ભરતભાઇ તરફ એક નજર નાખી.

નિલાબેને વાત આગળ વધારતા કહ્યું“તે દિવસોમાં તારા દાદાની જેવી હાલત હતી તેવી જ મારી હાલત હતી, હું સોમવારે બસમાં બેઠી, બાજુમાં કોઈ બેસે નહિ એટલે મારુ બેગ તે સીટ પર રાખી મૂક્યું હતું. તારા દાદા તો સાવ ડરપોક નીકળ્યા, મારી સામે ઊભા રહી મને તાંક્યા કરે પણ અહીં બેસું કે નહીં તેમ ન પૂછે. એ તો મેં જાતે બેગ ખોળામાં લઈ લીધું હતું એટલે તે ત્યાં બેઠા. ”

“તમે પણ ખરા છો હો નીલા, કોઈ દિવસ તમારી સાથે વાત કરી ન હતી અને આમ આવો સવાલ કરું તો હું મૂરખ જ ગણાવું ને?, અને હું પૂછી શકેત પણ મારે જાણવું હતું કે તમે મારા માટે જગ્યા રોકી હતી કે બીજા માટે. ”ભરતભાઈએ કહ્યું.

“તો તમને શું જાણવા મળ્યું હતું?”નેણ ઉંચા કરતા નિલાબેને કહ્યું.

“દાદુ આગલ શુ થયું એમ તો ને?”રુદ્રએ બંનેને રોકતા કહ્યું. બંને હસી પડ્યા, ભરતભાઈએ વાત આગળ વધારી.

“તેણે બેગ લીધું એટલે હું તેની બાજુમાં જઈ બેસી ગયો, હજી વાત શું કરવી તેનો મને ખ્યાલ જ ન હતો, મેં થોડીવાર આજુબાજુ જોયું, સામે તેની પણ હાલત મારી જેવી હતી.

“શનિવારે તમે…. . ”બંને એકબીજાની સામે જોઈ એક સાથે બોલ્યા.

“તમે શું કહેતા હતા?”તેણે પૂછ્યું.

“તમે શું કહેતા હતા?”મેં પણ એ જ સવાલ કર્યો.

“પહેલા તમે કહો. ”

“એ જ કે તમે શનિવારે મને જોઈને કેમ હસી રહ્યા હતા?”મેં પૂછ્યું.

“હા તો તમે શનિવારે એ શું કરતા હતા?”તેણે પૂછ્યું.

“હું શું કરતો હતો?”મેં પૂછ્યું.

“તમારી નજર આમતેમ ફરી મારા પર જ કેમ અટકતી હતી?’તેનો અવાજ મને કોયલ જેવો લાગ્યો.

“તો તમને એ બધું ખબર છે?”મેં પૂછ્યું.

“હા, ખબર જ હોય ને આપણે એક કૉલેજમાં છીએ. ”તે ફરી ટહુકી.

“મને લાગ્યું તમે તો ધ્યાન જ નહિ આપો. ”મેં ટોન્ટ મારતા કહ્યું.

“તમે મારી વાતનો જવાબ ન આપ્યો, તે દિવસે તમે એમ કેમ જોતા હતા?”

“બસ. . બસ. . ત. . ત. . તમારી સાથે વાત કરવા. ”મારી જીભ લથડી. મારી આવી પરિસ્થિતિ જોઈ તે હસી પડી, પણ મને ત્યારે ખબર હતી કે તેના પણ પગ ધ્રુજી રહ્યા છે. મને પરિસ્થિતિ વણસતી લાગી એટલે વાત ટાળવનો પ્રયાસ કર્યો, પણ તેણે કહ્યું, “મારી વાત સાંભળો, મારી સગાઈ થઈ ચૂકી છે. ”તેનો ચહેરો ઉતરી ગયો.

“કેમ તમે ખુશ નથી?”તેનો ચહેરો જોઈ મેં કહ્યું.

“ના, ખુશ છું પણ મેં હજી છોકરો જોયો જ નથી, મારા ઘરેથી આ સંબંધ નક્કી કરી દેવાયો છે. ”તેણે કહ્યું.

“હું તમને ચાહું છું અને જીવનભર ચાહતો રહીશ, ભલે તમારા લગ્ન બીજે થઈ જાય. ”ભરતભાઈએ નિલાબેન તરફ નજર નાખી સ્મિત કર્યું અને વાત આગળ ધપાવી.

“પણ ચાહવાથી શું થશે, તમે મને કે હું તમને ઓળખતી પણ નથી. ”તેણે કહ્યું.

“ભરત…મારુ નામ ભરત. ”મેં કહ્યું.

“નિલા. ”તેણે ટૂંકમાં પતાવ્યું.

“તમે ખુશ ના હોય તો ઘરે ના કહીદ્યો. ”મેં કહ્યું.

“નારે. . એવું ના કરાય…ઘરે કહે તેમ જ કરવાનું. ”નિલાએ કહ્યું. અમદાવાદ આવી ગયું, બંને કોલેજ સાથે ગયા, મારાથી ના રહેવાયું એટલે મેં કહ્યું, “નિલા, તમે મારી સાથે લગ્ન કરશો?”

ત્યારે તેનો ચહેરો જોવા જેવો હતો, એક તરફ ખુશી હતી તો બીજી તરફ ડર. જવાબ હામાં આપવો હતો પણ ડોક નકારમાં માથું ધુણાવતી હતી. ગમેતે કહો મેં જ્યારે આ પ્રસ્તાવ તેના સમક્ષ મુક્યો ત્યારે તેનો ચહેરો ખીલી ઉઠ્યો હતો.

“ઘરે શું થશે?” નિલાએ પૂછ્યું.

“થશે શું?, આપણા બંનેના લગન. ”મેં પણ મક્કમતાથી કહ્યું.

“તમે આટલા વિશ્વાસથી કેમ કહો છો?”નિલાએ મને પૂછ્યું.

“મને મારા પર વિશ્વાસ છે, મારા પ્રેમ પર વિશ્વાસ છે અને આપણા આ અસ્તિત્વમાં આવતા નવા સંબંધ પર વિશ્વાસ છે. ”મેં ફરી એ જ મક્કમતાથી કહ્યું.

“હા, તમારી વાતો તો અમારા ગામમાં પણ થાય છે. ”નિલાએ કહ્યું.

“શું મારી વાતો?”મેં અચરજતાથી પૂછ્યું.

“હા, હું ચોરામાંથી નીકળું ત્યારે સૌ ઘરડા કહે છે કે ‘એક આ છોકરી અને ઓલા ગામનો ભરત બેય આગળ વધશે, બીજા બધા તો ખેતરમાં જ રેવાના છે. ”નિલાએ ફરી તે મધુર અવાજમાં કહ્યું.

સમય પસાર થતો ગયો. દોઢ વર્ષમાં અમારા સંબંધની જાણ ધીમે-ધીમે સૌને થવા લાગી. ગામતો ગામ આજુબાજુના ગામના લોકો પણ વાતો કરવા લાગ્યા અને છેવટે નિલાનું વૈવિશાળ તૂટી ગયુ અને તેના ઘરના સભ્યો ફરિયાદ લઈ મારા ઘરે આવ્યા.

સૌએ ઘણું સંભળાવ્યું પણ અમે બંનેએ જે હતું તે સ્વીકારી લીધું હતું અને અમારા બંનેના મળવા પર સખત પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો. બંને કૉલેજ કરતા હતા એટલે અંધશ્રધ્ધા અને નાત-જાતમાં તો માનતા ન હતા, હા એ સમયે આ વાત કોઈને સમજાવી ન શકતા. મારો ત્યારે મિત્ર હતો હરેશ, તારા નાના, જેણે ત્યારે મને ખુબ મદદ કરેલી અને એ સમયે ગામ વિરુદ્ધ તે મારી પાસે ઉભો હતો.

“પછી શું થયું, પાપા?”પાછળ બધી વાતો સાંભળતી જિંકલ ઉભી હતી.

“તું ક્યારે આવી બેટા, આવ બેસ”ભરતભાઈએ કહ્યું.

“પછી શું થયું પાપા?”બેસતા જિંકલે ફરીએ સવાલ પૂછ્યો.

“પછી ગામમાં પંચનો ફેંસલો આવ્યો કે મારે નિલાને અને નિલાએ મને મળવું જ નહિ, અમે બંને બસમાં ન મળતા પણ કૉલેજમાં રોજ મળતા, એમ કહો તો પણ ચાલે કે અમે બંને એકબીજા વિના રહી ન શકતા. ”ભરતભાઇ આછું સ્મિત આપતા કહ્યું.

“તો તમારા લગ્ન કેમ થયા?”જિંકલે પૂછ્યું.

“એતો તારા આ પાપાનું મગજ કામ કરી ગયું, નહીંતર અમે બંને સાથે ન હોત. ”નિલાબેને ભરતભાઇ સામે જોઇને કહ્યું.

“કેમ, શું કર્યું હતું તમે પાપા?”જિંકલે પૂછ્યું.

“કઈ નહિ, તેઓની અંધશ્રદ્ધાનો ફાયદો ઉપાડ્યો, એકવાર ગામમાં એક સાધુમહારાજ આવ્યા હતા અને તેઓએ ભવિષ્યવાણી કરી હતી કે ગામ પર આફત આવશે, જો તેનો માર્ગ નહિ કાઢો તો એક જાન પણ જશે અને સંજોગો અનુસાર તેવું થયું પણ હતું, અમારા બંનેના ગામ વચ્ચે નદી છે, ત્યારે ખૂબ પુર આવ્યું અને એક ઘરડા દાદા તેમાં તણાઈ ગયા હતા.

હવે મને વિચાર આવ્યો, આમ કરવાથી કોઈ ખોટું નથી, સાંપ પણ મરી જશે અને લાઠી પણ નહિ તૂટે. મેં મારા કોલેજના દોસ્તને બધી વાત કરી, અને ગામના લોકોને ખૂબ ડરાવવા કાહ્યુ. તેણે પ્લાન મુજબ બધું કર્યું, ગામમાં આવી ઢંઢેરો પીટયો કે ‘આ બંનેના લગ્ન કરી દ્યો નહિતર હજી આફતો આવશે, આ બંનેની જોડી ભગવાને બનાવેલી છે.

પછી થોડા દિવસ ગામમાં ચર્ચાઓ થઈ અને અમારા લગ્નના સમાચાર અમને મળ્યા. કૉલેજ પુરી થઈ ત્યાં સુધીમાં મેં પોતાનો બિઝનેસ સેટ-અપ કરવાની પુરી તૈયારી કરી લીધી હતી અને તેમાં નિલાએ પૂરો સાથ આપ્યો હતો. કોલેજના એક વર્ષ પછી અમારા લગ્ન કરી દેવામાં આવ્યા અને અમે અમદાવાદ શિફ્ટ થઈ ગયા.

“તમે હજી તેવાના તેવા જ છો. ”નિલાબેને કહ્યું.

“કેમ?”

“હજી તમે મને નહિ કહ્યું કે તમે ઓચિંતા કઈ કામ આવી જવાનું બહાનું બનાવી ક્યાં ચાલ્યા જતા?”નિલાબેને કહ્યું.

જિંકલે વચ્ચે કહ્યું“હા, મેહુલ પણ આવું જ કરે છે, ક્યાંથી આવે અને ક્યાં જાય તેની ખબર જ નહીં રહેતી. ”

“મેહુલ ક્યાં છે અત્યારે, કોઈ ફોન આવ્યો હતો?”નિલાબેને પૂછ્યું.

“હા, કાલે વાત થઈ, તે દુબઇ છે. એક મહિનામાં આવી જશે. ”ભરતભાઈએ કહ્યું.

“એક વર્ષ થવા આવ્યું તે બહાર છે તેને. ”જિંકલે નિસાસો ખાતા કહ્યું.

“તમે ચિંતા ન કરો બેટા, બસ એક મહિનો પછી મેહુલ હંમેશા અહીં જ રહેશે. ”ભરતભાઈએ કહ્યું.

“ચાલો, ચાલો તમાલે કામ નહિ, મને અને દાદુને એકલા લેવા દો. ”નાનકડા રુદ્રએ ટપકું મૂક્યું. સૌ હસી પડ્યા, જિંકલે રુદ્રને તેડી લીધો, “ચાલો, દાદા-દાદીને એકલા રહેવા દો. ”જિંકલ અને રુદ્ર અંદર ચાલતા થયા. ભરતભાઇ અને નિલાબેન તેના સમયમાં વિતાવેલ પળોની વણજારમાં ખોવાઈને બેસી રહયા.

***

(સુહાની નિખિલના રૂમ પર પહોંચી તે પહેલાનો સમય)

“બસ ભાઈ અબ નહિ. ”નિખિલે સાત આઠ પૅગ માર્યા પછી કહ્યું.

“યે લાસ્ટ વાલા, ઇસકે બાદ નહિ. ”રવિએ નિખિલને કહ્યું.

એક-એક પૅગ કરતા નિખિલે બાર પૅગ માર્યા અને ત્યાં જ ઢળી ગયો. રવિએ તેને ઢંઢોળ્યો પણ નિખિલ ભાનમાં ન હતો, તેથી તેણે નિખિલનો મોબાઈલ લઈ તેને ખૂણામાં સુવરાવી દીધો અને તેના પર ચાદર નાખી દીધી જેથી કોઈ તેને જોઈ ના શકે. હવે રવિના શાતીર દિમાગે પ્લાન ઘડ્યો અને મનમાં બબડયો “તેરી વજહ સે પિછલે સાલ મેરી ઇતની બેઝતી હુઈથી સુહાની, આજ દેખ મેં તેરી ક્યાં હાલત કરતા હું. ”રવિ બદલાની આગમાં સળગી રહ્યો હતો. તેણે નિખિલનો મોબાઈલ ચેક કર્યો અને તેના બધા ચેટ વાંચ્યા પછી નશાની હાલતમાં અટપટી ભાષામાં એક મેસેજ સુહાનીને કર્યો, “બેબી, મેરા રૂમ પે આ જાઓ, અહીં સે હમ ઘુમના ચલતે હૈ. ”

સામેથી “ઓકે” નો રીપ્લાય આવ્યો એટલે તેણે બધી વાત તેના દોસ્તોને કરી, જે નિખિલથી જલસ થયેલા હતા અને રવિનો પૂરો સાથ આપવા તૈયાર હતા.

“આજ દેખતે હૈ, સુહાની કો કોન હમસે બચાતા હૈ?, ઉસ દીન જબ મેને પ્રપોઝ મારા તો મેરે ગાલ પે ચાંટા મારાથા ના, આજ મેં ઉસકી ઈજ્જત પે ચાંટા મારૂંગા ઔર વો કિસીકો કહ ભી નહિ પાયેગી. ”બદલાની આગ સાથે હવસની આગમાં સળગતા રવિએ કહ્યું.

દરવાજો ખટક્યો, સૌ શાંત થઈ બેસી ગયા અને રવિએ દરવાજો ખોલ્યો.

“નિખિલ કહા પે હૈ” રવિને જોતા સુહાનીએ મોં ચડાવતા કહ્યું.

“વો અંદર હી હૈ, આપ આઈયેના અંદર. ”રવિએ મીઠા શબ્દોમાં કહ્યું.

સુહાની અંદર ગયી તો નિખિલ દેખાયો નહિ, પાછળથી બારણું બંધ થવાનો અવાજ આવ્યો. “યે તુમ ક્યાં કર રહે હો?”સુહાનીએ પાછળ ફરી કહ્યું.

“કુછ નહિ, પિછલે સાલ જો તુને મેરે સાથ કિયા થા ના મેં ઉસકા બદલા લેના ચાહતા હું. ”રવિએ કહ્યું.

“ક્યાં મતલબ હૈ તુમ્હારા?”સુહાનીએ કહ્યું.

રવિએ તેની બંને બાજુ કસીને પકડી અને કહ્યું “ઇસ કલી કો આજ મેં મંસલને વાલા હું”

સુહાનીને ભાન થયું કે તે મુસીબતમાં ફસાઈ ગયી છે તેથી રવિને ધક્કો મારી તે દોડવા લાગી. રવિએ તેની બાજુ પકડી હતી તેથી સુહાનીની બંને બાજુ ફાટી ગયી, હજી દરવાજાની સ્ટોપર ખોલી ત્યાં પાછળથી તેને પકડી લેવામાં આવી.

“નહિ, પ્લીઝ એસા મત કરો મુજે જાને દો. ”સુહાની કરગરી રહી હતી.

“ઇસ દિન કા તો મેં એક સાલ સે ઇંતજાર રહા થા બેબી. ’”રવિએ રાક્ષસ જેમ હસતા કહ્યું…. !

….

બાઈક પર બેસારી મેહુલ સુહાનીને પોતાના ફ્લેટ પર લઈ આવ્યો. રસ્તામાં સુહાની પાછળથી મેહુલને ઝકડીને રડતી જ જતી હતી.

“સુહાની તું રડવાનું બંધ કર પ્લીઝ. ”મેહુલે સુહાનીને સોફા પર બેસારતા કહ્યું.

“યે ક્યાં હુઆ ઇસે?”બાજુમાંથી અનિતાએ આવીને પૂછ્યું.

“કુછ નહિ, તુમ ઇસકા ખ્યાલ રખનાં મેં પાની લાતા હું. ”મેહુલ કિચનમાં પાણી લેવા ગયો. સુહાની બેતોરમાં જ હતી, તે શું બોલશે તેને જરા સુદ્ધા પણ ખ્યાલ ન હતો.

“આ નિખિલના લીધે જ થયું, હું તેની શરારતોને નજર અંદાજ કરતી રહી અને તે મારી સાથે રમત રમતો રહ્યો. ”પાણીનો એક ઘૂંટ ગળા નીચે ઉતારી, સુહાની ડૂસકાં ભરતા ભરતા બોલી.

“ના, તેનો કઈ વાંક જ નહિ, તે ઇનોસન્ટ છે, આતો રવિ અને તેના દોસ્તોએ કરેલું છે. ”મેહુલે કહ્યું.

“તે જ પહેલા નિખિલ પર બ્લેમ કર્યો હતો અને અત્યારે તેણે જ મને તેના રૂમ પર બોલાવી તેના દોસ્તો દ્વારા મારી સાથે…”સુહાની બોલતા અટકી ગયી.

“ના, નિખિલને આ વાતની ખબર જ નહિ. ”મેહુલે કહ્યું.

“યે તુમ લોગ કિસ નિખિલ કી બાત કર રહે હો?, મુજે કોઈ કુછ બોલેગા કી હુઆ ક્યાં હૈ”અનિતાએ અકળાતા કહ્યું.

“Nikhil's friends tried to rape Suhani, તુમ એક કામ કરો તુમ્હારા કોઈ ડ્રેસ લે આઓ ઇસકે લિયે. ”મેહુલે કહ્યું. અનિતા ઉભી થઇ દોડવા લાગી.

“તું આટલા વિશ્વાસથી કેમ કહે છો કે નિખિલ ઇનોસન્ટ છે?”સ્વસ્થ થતા સુહાનીએ કહ્યું.

“મને બધી જ ખબર છે, રવિની વાતો, નિખિલની વાતો અને તારી વાત પણ. ”

“એ કેવી રીતે શક્ય બને?”સુહાનીએ કહ્યું.

“માઇક્રો ચિપ્સ, તમારા સૌની પાસે એક એક રાખેલી છે મેં, તમારા સૌની વાત હું મારા બ્લુટુથમાં સાંભળી શકતો હતો. ”મેહુલે સુહાનિનો મોબાઈલ લીધો અને મોબાઈલના કવર નીચેથી પાણી કલરની ચિપ્સ કાઢી. સુહાની આ જોઈને દંગ રહી ગયી.

“આવું તે ક્યારે કર્યું અને કોની પાસેથી શીખ્યો?”સુહાનીએ પૂછ્યું.

“તે જ કહ્યું હતું ને તે દિવસે હું CID ઓફિસરની જેમ વર્તુ છું, લે બની ગયો CID ઓફિસર. ”મેહુલે થોડા અભિમાનથી કહ્યું.

“સૉરી, યાર મને પણ ગિલ્ટી ફિલ થતું હતું, બટ નિખિલના લીધે…. અને હા તું સૌની વાત સાંભળી શકતો હતો તો મને પહેલા કેમ ન કહ્યું કે તું ત્યાં ન જા, ફસાઈ જવાની છો”સુહાનીએ કહ્યું.

મેહુલે સુહાનીનો હાથ પકડતા કહ્યું“લૂક સુહાની, હું તે દિવસે પણ તને બધું જ જણાવી શકેત પણ જો તને પોતાને ન સમજાય ને ત્યાં સુધી તને સમજાવવું મુશ્કેલ હતું, એટલે મેં તને ના કહ્યું. ”

“અને આ રવિ અને પેલો કોણ હા શાહરુખની વાતો તે કેવી રીતે સાંભળી?”સુહાનીએ જાણવાની જિજ્ઞાસા સાથે કહ્યું.

“કોઈને કહેતી નહિ, જ્યારે તેઓ સિનેમામાં બાથરૂમ કરતા હતા ત્યારે હું મોં પર રૂમાલ બાંધી અંદર ગયો, અને “એન્જીન ફુલ ગરમ હૈ, ફૂલ પ્રેશર હો. ”જેવા મસ્કા મારી તેનો મોબાઈલ સેલ્ફી લેવા લીધો અને મોબાઇલની પાછળ ચિપ્સ લગાવી દીધી. ”મેહુલ હસવા લાગ્યો, સાથે સુહાની પણ હસવા લાગી.

“બધાના મોબાઈલ પર જ કેમ ચિપ્સ લગાવવાની?”સુહાનીએ ફરી પૂછ્યું.

“કપડાં તો બદલાઈ જાય, મોબાઈલ તો સાથે જ હોય એટલે. ”મેહુલે સમજાવતા કહ્યું.

અનિતા બાજુમાંથી તેનો ડ્રેસ લઈ આવી, મેહુલે સુહાનીને બાથરૂમમાં જઇ કપડાં ચેન્જ કરવા કહ્યું, સુહાની અંદર ગયી એટલે મેહુલે અનિતાને કહ્યું, “તુમ ખ્યાલ રાખનાં ઇસકા. ”

અનિતાએ પુરી જવાબદારી પોતાના પર લીધી હોય તેમ ડોકું ધુણાવ્યું. સુહાની કપડાં બદલાવી બહાર આવી. “ચલો બહાર ઘુમને ચલતે હૈ”અનિતાએ સુહાનીને કહ્યું.

“મેહુલ તુમ ભી સાથ ચલોના. ”સુહાનીએ મેહુલ સામે જોઈ કહ્યું.

“કમ હિયર’મેહુલે સુહાનીને હગ કર્યો અને તેના મસ્તક પર એક કિસ કરી, “તું બિલકુલ સેફ છો ડિયર, ચલ હું તારી સાથે આવું છું. ”

“અને હા તું એમ નહિ વિચારતી હું તારાથી નારાજ છું. ”મેહુલે વાત આગળ વધારી.

“ અબ યે ગુજરાતી ડાયલોગબાજી ખતમ હો ગયી હો તો હમ ચલે?”અનિતાએ સુહાનીનો હાથ ખેંચતા કહ્યુ અને સૌ બહાર નીકળી ગયા. સામેના ગાર્ડનમાં ત્રણેય બેઠીને વાત કરી રહ્યા હતા ત્યાં મેહુલને રણજીતસિંહનો ફોન આવ્યો અને મેહુલ ત્યાંથી નીકળી ગયો.

(ક્રમશઃ)

તો ફાઈનલી સુહાની અને મેહુલ વચ્ચે સુલેહ થઈ જ ગયો. ભરતભાઈએ પોતાની ખૂબ જ સરળ અને રહસ્ય વિનાની પણ કંઈક ખાસિયત દેખાડતી સ્ટોરી કહી, જિંકલ?, સ્ટોરીની નાયિકા ક્યાં છે?, આવશે ઘણા બધા ટ્વિસ્ટ આવશે અને સાથે લવ સ્ટોરી તો રહેવાની જ, બસ વાંચતા રહો સફરમાં મળેલ હમસફર.

આજે એક નવા મંતવ્યકારનો આભાર માનવો છે, હા જેમ શિલ્પી કામ કરનારને શિલ્પીકાર કહે તેમ મંતવ્યો આપનારને મંતવ્યકાર જ કહેવાય ને!!!

Rutu Bhatt; જેઓના થકી મને સ્ટોરીનો કોન્સેપ્ટ મળ્યો. સો વાતની એક જ વાત, વાંચકો છે તો જ લેખકો છે, અને હું લેખક પહેલા એક વાંચક જ છું. Thank you.

-Mer Mehul

***

Rate & Review

Sandip Dudani 6 days ago

Jigar Shah 1 week ago

Suresh Prajapat 1 week ago

Nita Mehta 2 weeks ago

Nikunj Patel 3 weeks ago