Prem no ant books and stories free download online pdf in Gujarati

પ્રેમ નો અંત

"પણ રિહાના હું તને પ્રેમ કરું છું " ઓમ રિહાના પાછળ દોડતા દોડતા બોલ્યો.

રિહાના ચાલતી જતી હતી,ઓમ એની પાછળ જતો હતો.

અંતે ઓમ એ રિહાના નો હાથ પકડ્યો, અને રિહાના ને ઉભી રાખી.

"પ્લીઝ રિહાના આમ કાંઈ બોલ્યા વિના ના જા, કંઈક કે."

રિહાના ઓમ તરફ ફરી, ઓમ ના ગાલ પર પ્રેમ થી હાથ રાખી બોલી,"પ્રેમ તો હું પણ તને કરું છું, પણ લગ્ન માટે ખાલી પ્રેમ પૂરતો નથી ઓમ ."

"તો શું જરૂરી છે જાતિ, ?" ઓમ ગુસ્સા માં બોલ્યો.

" ના જાતિ નહીં,પરિવાર. પરિવાર ના લોકો ની ખુશી જરૂરી છે. " રિહાના પરિપક્વતા સાથે બોલી.

ઓમ રિહાના ની આ વાત સામે દલીલ ન કરી શક્યો, એ ચૂપ ચાપ ઉભો રહ્યો.

રિહાના એ પોતાનું કપાળ ઓમ ના કપાળ સાથે ટેકવ્યું, અને આંખો બંધ કરી રિહાના બોલી,

"ઓમ આપણો સાથ બસ અહીંયા સુધી નો જ હતો, આગળ ની સફર તારે મારા વિના અને મારે તારા વિના કરવી પડશે, હું જાણું છું કે અઘરું પડશે, પણ ધીરે ધીરે સફર રસપ્રદ થતી જશે, આપણે બંને એક બીજા વિના ચાલતા શીખી જશુ . ભરોસો છે મને,બસ તું હાર ન માનતો."

ઓમ ની આંખો માંથી આંસુ વહેવા લાગ્યા.

રિહાના થોડી ક્ષણો એમ જ રહી ત્યાર પછી ત્યાં થી ચાલતી થઈ પડી, ઓમ એને જતા જોઈ બોલ્યો.

"ચાલ ને રિહાના ભાગી જઈએ, પ્લીઝ...."

રિહાના એ કાંઈ જવાબ ન દીધો એ ચાલતી રહી.

ઓમ ત્યાં ઉભો ઉભો બોલતો રહ્યો," હું નહીં જીવી શકું તારા વિના, તારા વિના ની મારી લાઈફ પોસીબલ નથી,રિહાના, ઉભી રે પ્લીઝ....રિહાના."

રિહાના ચાલતા ચાલતા ઘણી આગળ નીકળી ગઈ, અને ડાબી તરફ વળાંક માં પડતી ગલી માં ચાલ્યી ગઈ.

ઓમ રિહાના ને હંમેશા માટે જતા જોઈ તૂટી પડ્યો, ઓમ નું દિલ જાણતું હતું કે રિહાના હવે ફરી ક્યારેય એને નહિ મળે, એ એની જિંદગી માંથી હંમેશા હંમેશા માટે ચાલ્યી ગઈ છે.

ઓમ તૂટી ગયો હતો, પુરી રીતે, એ પણ હવે ત્યાં થી ચાલતો થઈ ગયો.

ત્યાં જ રિહાના એ ગલી માંથી બહાર આવી, ઓમ ને જતા જોઈ, એ રડવા લાગી. એનું દિલ ઓમ ને રોકી એને ગળે મળવા ઇચ્છતું હતું, પણ હવે જો એવું થશે તો ઓમ રિહાના ને ક્યાંય નહીં જવા દઈ.

રિહાના એ પોતાને રોકી.

***

થોડા દિવસો વીત્યા ઓમ ને એના ફ્રેન્ડ પાસે થી ખબર પડી કે રિહાના ના લગ્ન નક્કી થઈ ગયા છે, ઓમ આ ખબર સાંભળી રડવા લાગ્યો.

ત્યાં એના દીપ એ કહ્યું,"ઓમ એ દગાબાઝ જ હતી, તને છોડ્યો એને હજુ દસ પંદર દિવસ શુ થયા, બીજા ને ફસાવી લીધો. તું એના માટે થઈ તારી જિંદગી શું બરબાદ કરે છે, તું પણ કરી લે લગ્ન, દેખાડી દે એને કે એ કરી શકે તો તું પણ કરી શકે."

ઓમ ઉભો થયો અને એના દીપ ને એક થપ્પડ મારી દીધી અને બોલ્યો,"રિહાના દગાબાઝ નથી ."

એનો દીપ ત્યાં થી ચાલ્યો ગયો. પણ ઓમ ના મગજ માં હવે એની એ વાત ઘર કરી ગઈ કે, જો એ લગ્ન કરી શકે તો હું પણ કરી શકું.

સમય વીત્યો, ઓમ એ આગળ વધવા નું મન બનાવી લીધું, એને રિહાના ને ભુલવા નું મન બનાવી લીધું.

ઓમ અરેન્જ મેરેજ કરવા તૈયાર થઈ ગયો.એને ઘર વાત કરી અને મમ્મી એની માટે છોકરીઓ શોધવા નું શરૂ કરી દીધું.

રિહાના ના લગ્ન ને એક મહિનો બાકી હતો, અને બીજી બાજુ ઓમ મુવ ઓન કરી ગયો, એ રિહાના ના પ્રેમ ને ભુલવા લાગ્યો . અને એની સગાઈ મહેક સાથે નક્કી થઈ ગઈ, સગાઈ પેહલા ઓમ એ મહેક ને રિહાના વિશે બધું જણાવી દીધું હતું.

***

ઓમ અને રિહાના એક બીજા ને કોલેજ ની પેહલી આબુ ટ્રીપ થી એક બીજા ને પ્રેમ કરવા લાગ્યા હતા, બંને ના ઘર માં જાતિ ને લઈ કાઈ પ્રોબ્લેમ નહતી, પણ જ્યારે એમને પરિવાર ને એક બીજા વિશે ખબર પડી ત્યારે બંને પરિવાર ગુસ્સે થઈ ગયા., વર્ષો પહેલા રિહાના ના માસી અને ઓમ ના કાકા એ પ્રેમલગ્ન કર્યા હતા, લગ્ન ના બે વર્ષ પછી રિહાના ના માસી એ આત્મહત્યા કરી લીધી .

ત્યાર થી બંને પરીવાર એક બીજા પર દોષારોપણ કરતા આવ્યા છે., ઓમ ના કાકા નું કહેવું એમ હતું કે રિહાના ના માસી ના માવતર એના કાન ભમભેળતાં, એટલે કે રિહાના ના મમ્મી એના માસી ને ઉપસાવતા.

અને રિહાના મમ્મી નું એવું કહેવું છે કે ઓમ ના કાકા એને માનસીક ત્રાસ આપતા.

સચ્ચાઈ શું છે આજ સુધી કોઈ ને ખબર પડી નથી, પણ બંને પરિવાર વચ્ચે કડવાશ આવી ગઈ હતી, સમય વીત્યો અને રિહાના અને ઓમ એક બીજા ને પસંદ કરવા લાગ્યા. ત્યારે ફરી એક વખત આ પરિવાર એક બીજા સામે આવ્યો અને રિહાના અને ઓમ પર એક બીજા ને છોડી દેવા માટે દબાણ કરવા લાગ્યા, અને પરિવાર સામે રિહાના હાર માની ગઈ.

***

આજે ઓમ ના લગ્ન ને છ મહિના થઈ ગયા, રિહાના ક્યાં છે અને શું કરે છે, ઓમ ને એના વિશે કાંઈ જાણ નથી, એ એના લગ્ન જીવન માં ખુશ છે.

ઓમ અને મહેક ઘરે હતા, ત્યાં એના દરવાજા પર ટકોર થઈ, ઓમ ઉભો થઇ દરવાજો ખોલ્યો, સામે કોઈ અજાણી છોકરી ઉભી હતી.

"જી, બોલો "

"તમે ઓમ છો ને, ઓમ સોલંકી ?"

"હા,હું ઓમ સોલંકી જ છું અને તમે કોણ ?"

"હાય, મારુ નામ મેઘા છે, તમે મને નહીં ઓળખતા હોઉં પણ હું તમને પાછલા છ મહિના થી શોધું છું ."

આટલું સાંભળતા મહેક ત્યાં આવી.

ઓમ આશ્ચર્ય માં બોલી પડ્યો,"છ મહિના થી, પણ કેમ ?"

"તમને વાંધો ના હોય તો અંદર જઈ ને આરામ થી વાત કરી શકીએ..?" ટ્રાવેલિંગ કરી થાકેલ મેઘા બોલી.

"હા, હા કેમ નહીં પ્લીઝ આવો ને " મહેક એ આવકારો આપ્યો.

સોફા પર બેઠા બાદ મહેક એ પાણી આપ્યુ, પાણી પી મેઘા બોલી,

"તો વાત એમ છે કે છ મહિના પહેલા હું મારા મિત્રો સાથે આબુ ફરવા ગઈ હતી, ત્યાં અમે સનસેટ જોવા પહોંચ્યા એની સાથે સાથે મેં એક લેડી ને ત્યાં થી કૂદતા જોયા, મતલબ કે આત્મહત્યા કરતા જોયા, હું દોડતી ત્યાં પહોંચી પણ એ કૂદી ગયા હતા, ત્યાં પથ્થર પાસે એક સુસાઇડ નોટ મળી મને, એમાં ઓમ નામ ના વ્યક્તિ નો ઉલ્લેખ હતો.

એ સુસાઇડ નોટ મેં મારી પાસે સાચવી ને રાખી, અને પોલીસ ને જાણ કરી, પોલિસ એ તે લેડી વિશે માહિતી કાઢી, ત્યારે ખબર પડી કે એનું નામ રિહાના કુરેશી છે અને એ આ શહેર ના છે."

રિહાના નું નામ સાંભળતા ઓમ હચમચી ગયો, એની આંખો ભીની થવા લાગી. મહેક એ ઓમ નો હાથ પકડી એને સહારો આપ્યો.

મેઘા આગળ બોલી," તો હું અહીંયા આવી એમના પરિવાર ને મળી, પણ તમારા વિશે મને કંઈ ખાસ માહિતી ન મળી, હું આ સુસાઇડ નોટ, જે તમારે વાંચવું જરૂરી છે, એ તમને પહોંચાડવા મેં કેટલી વખત આ શહેર ના ધક્કા ખાધા પણ મને તમારા વિશે કાંઈ માહિતી ન મળી, આજે કોઈ એક તમારા મિત્ર દીપ સાથે અચાનક મુલાકાત થઈ ગઈ જે તમને અને રિહાના ને ઓઢખતા હતા, એમને મને તમારા ઘર નું એડ્રેસ આપ્યું.

તો હું અહીંયા પહોંચી."

મેઘા એ બેગ ની અંદર થી એ સુસાઇડ નોટ કાઢી અને ઓમ ના હાથ માં આપતા બોલી," આ તમારી માટે એક લેટર જેવું કામ કરશે....."

ઓમ એ તે નોટ હાથ માં લીધી ત્યાં મેઘા ફરી બોલી "હવે શાયદ એમની આત્મા ને શાંતિ મળી જાય."

મેઘા ઉભી થઇ ગઇ, મહેક અને ઓમ પણ ઉભા થયા ત્યાં મેઘા બોલી,"ચાલો હું જઉં છું હવે તો, મારુ કામ પૂરું થઈ ગયું છે, અને તમને મળી સારું લાગ્યું...બાય."

મેઘા ત્યાં થી ચાલતી થઈ ગઇ, ઓમ એ તુરંત એ સુસાઇડ નોટ ખોલી એમાં લખ્યું હતું.

"ઓમ મેં જ તને કીધું હતું કે આપણે આ સફર અલગ અલગ કરવા ની છે, હું જ તને છોડી ગઈ હતી, હું બીજા વ્યક્તિ સાથે લગ્ન કરવા પણ તૈયાર હતી, ત્યારે જ મને ખબર પડી કે તું પણ આગળ વધી ગયો છે, તને મહેક મળી ગઈ છે,સગાઈ બાદ જ્યારે તમે બહાર ફરવા હું તમારો પીછો કરતી, અને એ સમય માં મને ખબર પડી મહેક ખૂબ સારી છોકરી છે, અને તે એને આપણા વિશે બધું જણાવ્યા બાદ પણ એ તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે. મને એ જાણી આનંદ થયો, પણ હું ખુશ નહતી.

હું તને એની સાથે જોઈ શકતી નહતી,હું જ્યારે તારા વિશે વિચારતી ત્યારે મારા અંદર થી અવાજ આવતો કે

"જો તું મારો ન થઈ શકે તો બીજા કોઈ નો એ ન થવો જોઈએ..."

એવા વિચાર એ મારા મગજ ને કાબુ કરી લીધો હતો, અને આવા વિચાર સાથે હું જ્યાં પણ રહું તું જ મને યાદ આવતો.

હું ખોટી હતી, મારા થી હવે આપણી એ જુદાઈ સહન નહતી થતી, હું પાગલ બનતી જતી હતી...એટલે અંતે જ્યાં આપણા પ્રેમ ની શરૂઆત થઈ હતી ત્યાં જ એનો અંત કરવા હું પહોંચી ગઈ.

તું મહેક સાથે ખુશ રહે એ છેલ્લી ઈચ્છા, અલવિદા."

***