Mitrata - ek kharab aadat books and stories free download online pdf in Gujarati

મિત્રતા - એક ખરાબ આદત… National story compition -jan

મિત્રતા - એક ખરાબ આદત

મેઘના ગોકાણી

પલક મારી પાસે આવી અને ઉભી રિહાના પણ ત્યાં પલક પાસે ઉભી હતી,ખુશ્બુ અને બીના દોડતા અંદર મારી પાસે આવ્યા,

ત્યારે બધા ને જોઈ હું આટલું બોલી કે .....

"મને મારી દોસ્તી પાછી જોઈએ છીએ, શું તમે મને આપી શકશો? ",

પલક શોક માં હતી અને રિહાના ની આંખો માં પાણી હતા,

{માયા}

***

....મને યાદ છે દિવસ જ્યારે બધું ભૂલી બંનેે મારી પાસે આવ્યા હતા, દિવસ, જ્યારે બને એના દિલ થી મને માફ કરી હતી અને મારી પાસે માફી માંગી હતી, દિવસ જ્યારે એની દોસ્તી પાછી મેળવવા પેહલા હું ....

***

શાળા ના દિવસો માં જ્યારે પલક રિહના અને હું અમે અજાણ્યા હતા

મારો શાળા માં પહેલો દિવસ ... સેકન્ડરી થી બદલાવેલ નવી શાળા, નવા લોકો, નવા ચેહરા અને નવા મિત્રો, ....બધું નવું, કોની સાથે બોલવું, કોણ કેવું, કોણ ખરાબ, કોણ હોશિયાર, ... કેટલા સવાલો, ને કેટલી સમસ્યાઓ ....

સમય વીત્યો મિત્રો બન્યા, પેહલા મિત્રો હતા સારા સાથ નિભાવ્યો, પણ હું તેમના ગેંગ ને રાશ આવી, હાયર સેકન્ડરી ... બીજા નવા મિત્રો,નવી ગેંગ ....

જીવન માં મિત્રતા નો પહેલો અનુભવ,... આજ પણ યાદ આવે ને તો એક એક પળ માં હળવાશ અને આંખો માં આછી ભીનાશ જરૂર થી આવી જાય..

પેહલી વખત હું દોસ્તી નો અર્થ સમજી અર્થ સમજવા પેહલા ઘણી નાદાની કરેલી ....અને નાદાની સમજવા ના ચક્કર માં સમય વીતતો ગયો, એચ.એસ. સી ની પરીક્ષા અને રિઝલ્ટ પણ આવી ગયું, ....

રિઝલ્ટ તો પોઝિટિવ આવ્યું, પણ દોસ્તી ના સબ્જેક્ટ માં મને ફેલ બતાવા માં આવી....

પાછી પરીક્ષા આપવા જઉં ત્યાં સુધી માં તો પૂરો કોર્સ બદલી ગયો...,

બહાર ચાલ્યા ગયા, અને હું હતી ત્યાં રહી ગઈ....

હવે આવ્યો કોલેજ નો સમય, ....અને કોલેજ એટલે એવી જગ્યા જ્યાં વિચાર્યા કામ થઈ જાય....

સ્કૂલ માં જેમના સાથે, મરી મરી ને "હાય હેલો નો વ્યવહાર અને જેની સાથે લગભગ 36 નો આંકડો "

એમની સાથે ગાઢ મિત્રતા બંધાઈ મારી...

અને સ્કૂલ માં ફેલ થયેલા સબ્જેક્ટ ને હું ભૂલી અને સબ્જેક્ટ મને ભૂલી બને આગળ વધ્યા ....

* સબ્જેક્ટ મને યાદ રાખી કે નહીં તો મને નથી ખબર, પણ સબ્જેક્ટ ની યાદ હંમેશા મારા દિલ માં રહેશે વાત પાકી છે ....*

હવે આવ્યે કોલેજ માં તો નવા મિત્રો મારા જીવન નો એક હિસ્સો બની ગયા, ના એમને મારા વિના મને એમના વિના શુકુન મળતું...

અને શુકુન શાંતિ ની મને લત એટલે કે આદત લાગી આવી .....

અને આદત કોઈ પણ વસ્તુ માટે ની ....આદત ખરાબ .… જીવન માં દિલ કોઈ સાથે લગાડી દો, પણ કોઈ ની આદત નહીં ....

કોલેજ લાઈફ હોય છે, ઇશ્ક કરવા, લાઈનો મારવા, છોકરા છોકરી પાટવા, મોજ મસ્તી કરવા ....

પણ મેં કોલેજ લાઈફ માં બે કામ કર્યા એક કામ હતું દોસ્તી અને બીજુ હતું દોસ્તી ને આદત...

બીજા કામ "મુજે મુજશે ઔર મેરે અપને દોસ્તો સે દૂર કર દિયા"

***

રિહના હાથ માં પકડેલ ડાયરી બંધ કરી...પલક સાઈડ માં ઉભી હતી અને આંખ માંથી પડતા આંશુ ને લૂછતી હતી...

રિહના ની સામે બેઠેલ ખુશ્બુ અને બીના ના આંખો માં પણ પાણી હતા ....

રિહાના, આગળ મારા થી નહીં વંચાય...અને વાંચી ને ફાયદો પણ શું, આપણે બધા ને બધી ખબર છે ને ...

ખુશ્બુ, હમ્મ ...વિસ વર્ષ પહેલાં ની વાતો, માયા ના શબ્દો ....બધી યાદો ને આંખ ની સામે ઉતારી લાવી....

બીના, એક એક વાતો એક એક પળો બધું સામે દેખાય છે ...

પલક, પણ હવે ફાયદો શું બધા નો ....સમય તો વીતી ગયો ને

***

માયા, પલક તું આમ કરી શકે ....તું મારી દોસ્ત છે ને મને કીધા વિના કાઈ જાણ કર્યા વગર ...

પલક, તું કેમ બધી વાતો માં મારા પર હક જાતડે છે ...માયા ...મને પસંદ નથી....

માયા, ના હું હક નથી જાતાવતી ...હું બસ મારી સમસ્યા તને કહું છું.....

પલક, હું કોઈ બીજા ફ્રેંડસ સાથે ચિલ મારુ તો એમાં તને શું પ્રૉબ્લેમ આવે છે યાર, તારા પણ બીજા ઘણા મિત્રો છે ...તું પણ એમની સાથે ચીલ માર છો ..મેં કાઈ કીધું તને...

રિહાના, પલક સાચું કહે છે માયા...તું ખોટી છો અહીંયા ...

માયા, માન્યું કે હું ખોટી છું બસ, પણ મને ડર લાગે છે ...કે ક્યાંક નવી દોસ્તી માં આપણી જૂની દોસ્તી ક્યાંય ખોવાય જાય....

પલક, એવું કંઈ નહીં થાય...ઓકે..

માયા, એક રીતે મને જેલસી થાય છે યાર....

રિહાના, અરે ...માયા ઇટ્સ ઓકે ...ઠંડી પડ કાંઈ નહીં થાય એવું....

***

પલક રિહાના પાસે બેઠી અને બોલી, અંતે થયું શુ ...જેનો ડર હતો...

એને બીજા ફ્રેંડસ અને આપણે બીજા ફ્રેંડસ મળી ગયા....

એના ફ્રેંડસ માટે આપણે દૂર હટી ગયા , અને એને આપણા થી દુર કરી દીધી...

રિહાના, ભૂલ કરી શાયદ ... સમયે એહસાસ થયો કે આપણે એને એકલી કરી રહ્યા છીએ....

આપણા પર હક જાતાવે છે ...એમ સમજી આપણે બધા દૂર થતાં રહ્યા....

બીના, તો શું માયા ની કાંઈ ભૂલ હતી નહીં?

***

માયા, પ્લીઝ યાર ...માનું છું ને કે મેં ભૂલ કરી છે .... મેં તમને દોસ્તી માં એક સાંકળ ની જેમ બાંધી રાખ્યા ...અને હું આજદ પક્ષી બની ઊડતી રહી....

હવે તમે ઉડવા લાગ્યા તો મારા થી સહન થયું....

અને બધી વાતો માં બંધન બનાવા લાગી....

પણ દોસ્ત ...જેને પ્રેમ કરતા હોઈએ એની માટે થોડા પઝેસીવ હોઈએ ને ....

હું થોડી નહીં પણ થોડી કરતા ઘણી વધુ બની ગઈ... બદલ માફી ... પ્લીઝ ...

પલક, ઇટ્સ ઓકે માયા, પણ અમને થોડો સમય દે વિચારવા....

માયા,પ્લીઝ બીજું જે માંગ દઈશ સમય નહીં પ્લીઝ...

રિહાના ...તું કંઈક કે ...

રિહાના, માયા મને પણ સમય જોઈએ છીએ પ્લીઝ તું અમને સમય આપી દે ...પ્લીઝ ...

***

ખુશ્બુ, પછી શું એને તમને સમય આપ્યો?

રિહાના, ના એને આપ્યો નહીં, અમેં છીનવી લીધો અને ત્યાં સમય થી દોસ્તી માં દરાર પડવા ની શરૂ થઈ....

પલક, માયા ને દર્દ પસંદ હતો શાયદ...એની માટે ખુશી ની પાળો કરતા દર્દ ની પળો વધારે મહત્વ ની હતી...

હંમેશા એને યાદ રાખતી ... ગમે થાય ...શું દર્દ ક્યારે ને કેવી રીતે મળ્યું હતું કદી ભૂલી શકતી ....

અને માણસ ક્યાં સુધી સહન કરે ... એક સાદી દોસ્તી ને એને ગૂંચવણ બનાવી નાખી...

હું ને રિહાના નીકળી ગયા ગૂંચવણ ની બહાર...હવે દોસ્ત તો હતા અમે ... પણ "જસ્ટ ફ્રેન્ડ " વાળા....

ખુશ્બુ પલક સામે જોતી રહી ગઈ.....

અને બીના ખુશ્બૂ સામે ....

(કારણ કે જ્યારે ખુશ્બૂ અને માયા ની દોસ્તી તૂટી ત્યારે કારણ હતું કે ખુશ્બુ માયા ને બેસ્ટ ફ્રેન્ડ માં થી "જસ્ટ ફ્રેન્ડ બનાવી હતી)....

ચારે તરફ શાંતિ હતી ...પલક, રિહાના, ખુશ્બુ અને બીના બધા એક બીજા તરફ જોતા હતા ..

થોડી કલાકો પહેલા

પલક નો ફોન વાગ્યો.… પલક ફોન પાસે પહોંચી અને ઉપાડ્યો ...સામે છેડે થી માયા ના હસબન્ડ ફોન પર વાત કરી રહ્યા હતા ....

તમે પલક વાત કરો છો ?

હા, તમે કોણ ?

હું તમારી એક ભુલાય ગયેલ મિત્ર માયા નો હસબન્ડ બોલું છું .મને તમારા નંબર રિહાના પાસે થી મળ્યા ...

હું માયા ને ભૂલી નથી, આજ પણ મારી મિત્ર છે ...

તો તમારી મિત્ર નું ગઈ કાલે એક એક્સીડેન્ટ થઈ ગયું છે ..ડોકટર હાર માની લીધી છે, પણ શ્વાસ હજી તેનો સાથ નથી છોડ્યો.… શાયદ એની કાંઈ ઈચ્છા અધૂરી હોય એટલે...

પલક કાંઈ બોલી શકી...

મારે માયા ની ઈચ્છા પૂરી કરવી છે... તો શું તમે અહીંયા આવી શકશો....રિહાના ને મેં વાત કરી દીધી છે …અને હા એક મહેરબાની કરી આપજો ...ખુશ્બુ અને બીના ને પણ મેળ પડે તો બોલાવી લાવજો ...

પલક હજુ પણ કાંઈ બોલે હાલત માં નહતી...

રાખું છું...વહેલાસર આવો એવી આશા સાથે ....

***

પલક અને રિહાના હોસ્પિટલ પહોંચ્યા,

માયા નો હસબન્ડ સામે ઉભો હતો....

એને ઈશારા દ્વારા માયા નો રૂમ દેખાડ્યો...

...બને અંદર દોડ્યા ....

માયા બેડ પર હતી, માથા પર પાટો બાંધેલ હતો, હાથ માં સુઈ ખૂંચાડી ને બાટલા ચડતા હતા ...અને નાક પાસે ઓક્સિજન માસ્ક હતું ...

માયા અવાજ સાંભળતા જીણી આંખો ખોલી,સામે પલક અને રિહાના દેખાયા....

માયા ના મોઢે એક ખુશી એક સ્માઈલ આવી ગઈ...

આંખ માં આંશુ આવી ગયા અને શ્વાસ લેવા ની ઝડપ માં વધારો થવા લાગ્યો....

રિહાના, શું થયું માયા તને ....?કેવી ખરાબ લાગે છે તું ...મારે આવી હાલત માં તારી સાથે સેલ્ફી પડાવી હોય તો કેવી ખરાબ આવે ....

પલક, ના ના હાલત માં સેલ્ફી પાડી લે એટલે આપણે સારા આવી જઈએ, એક વખત ઉભી થઇ જશે પછી વીસ વર્ષ પહેલાં ની સેલ્ફી ની જેમ દેખાશે આપણે નહીં.… કેમ માયા સાચું ને ...

માયા ની આંખ માં થી આસું પડ્યું....

ત્યાં દરવાજો ખુલ્યો અને બીના ને ખુશ્બુ દોડતા અંદર આવ્યા ...

પાછળ માયા નો હસબન્ડ પણ અંદર આવ્યો....

માયા બીના અને ખુશ્બુ ને જોઈ ખુશ થઈ ગઈ...

પછી તેના હસબન્ડ તરફ આભાર વ્યક્ત કરતી હોય નજરે જોયું ...

એનો હસબન્ડ એની પાસે ગયો અને એનો હાથ પકડ્યો....

માયા ધીમા અવાજ માં,..મારી છેલ્લી ઈચ્છા પૂરી કરી દેખાડી...

એના હસબન્ડ એના હાથ પર કિસ કરી અને રડવા લાગ્યો...

માયા જોઈ આંખ બંધ કરી લીધી...

પલક, શું.… છેલ્લી ઈચ્છા..પાગલ છે શું.. તું....

રિહાના, હજી તો ઘણું જીવવા નું છે ...ઘણું માયા...

પલક, ચાલ હવે અહીંયા થી જલ્દી ઉભી થા...

માયા આંખો ખોલી પલક, રિહાના, ખુશ્બૂ અને બીના તરફ જોયું...

બધા ની આંખ માં આંશુ હતા....

ખુશ્બૂ, યાર અહીંયા સુધી નો સાથ નહતો આપણો....

બીના,આપણે તો હજી ઘણું લાબું ખેંચવા નું છે દોસ્ત...

માયા મોઢું હલાવી ના પાડી...

પલક રડતા રડતા, ના શું.....હા પાડ...

અરે તને યાદ છે જ્યારે આપણે કોલેજ માં હતા ત્યારે હું ને રિહાના તને મૂકી ચોકલેટ ખાતા, અને પછી તું જબરદસ્તી અમારી પાસે માંગતી,અને પછી આપણે બને ચોકલેટ માટે ઝઘડતા....

યાદ છે ને ...

માયા આંખ ની પાંપણો પલકાવી એટલે કે ઝબકારી ને હા પાડી ...

પલક, હા તો આજે ઊલટું કરીએ ..વગર ઝઘડયે તું જે માંગીશ આપી દઈશ બસ એક શરત કે તું અહીંયા થી જલ્દી ઠીક થઈ ઉભી થઇ જા...

માયા થોડું હસી અને પછી ધીમે થી બોલી,

મને મારી દોસ્તી પછી જોઈએ છીએ, શું તમે મને આપી શકશો?...

આટલું બોલતા માયા ને શ્વાસ એનો સાથ છોડવા લાગ્યો

પલક રિહાના ખુશ્બુ અને બીના નો જવાબ સાંભળતા પેહલા માયા બધા ને છોડી હંમેશા માટે ચાલ્યી ગઈ ....

બધા રડવા લાગ્યા .....

***

હોસ્પિટલ ની બહાર ચારેય બેઠા હતા ....ત્યાં માયા નો પતિ આંખ માં આંશુ અને હાથ માં ડાયરી લઇ તેમની પાસે પહોંચ્યો...

માયા હંમેશા તમને બધા ને યાદ કરતી, હંમેશા તમારી મિત્રતા ના કિસ્સા મને અને અમારા બાળકો ને સાંભળાવતી....

અને એક શિખ દેતી કે ક્યારેય કોઈ પણ સંજોગો માં સાચા મિત્રો ને ક્યાંય ખોવા દેતા ...એના જીવન પર આપણો હક નથી પણ એની દોસ્તી પર હંમેશા હક રહે...જે આપણે એમની પાસે ગમે ત્યારે માંગી શકીએ.....

વિસ વર્ષ પછી એને તમારી પાસે હક માંગ્યો પણ એની કમનસીબી.....

રિહાના ના હાથ માં ડાયરી દઈ માયા નો હસબન્ડ ત્યાં થી નીકળી ગયો...

(દોસ્તી એટલે કે મિત્રતા ને -અને- દોસ્ત એટલે કે મિત્ર ને તમારી જરૂરિયાત ભલે બનાવો પણ આદત ક્યારેય નહીં)

***