Pahelo Prem books and stories free download online pdf in Gujarati

પહેલો પ્રેમ

પહેલો પ્રેમ

એ જતો હતો, જયા નો હાથ પકડી, વાતો કરતો આગળ ચાલતો રહ્યો, અને હું બસ પાછળ ઉભી ઉભી જોતી રહી, ...અને આ શહેર માં ગાંડા ટ્રાફિક ની વચ્ચે બંને ગાયબ થઈ ગયા, હું રસ્તા ની સાઈડ માં કેટલાય વિચારો માં ડૂબેલી કેટલી મિનિટો સુધી ઉભી રહી બસ ઉભી રહી ...

થોડા સમય બાદ આજુબાજુ ના વાહનો ના હોર્ન, અને ધુમાડા મારા કાન અને શ્વાસ બને ને હાનિ પહોંચાડવા લાગ્યા, હું ભાન માં આવી…

મારુ ગળું સુકાતું હતું, હું પાણી શોધવા લાગી, દૂર રસ્તા ની બીજી સાઈડ એક શોપ દેખાઈ, હું આગળ ચાલી ત્યાં જ મારા આંખો સામે અંધારા આવી ગયા, સામે દેખાયેલ રસ્તો, એમાં ચાલતા લોકો, અને વાહનો ગોળ ગોળ ઘુમવા લાગ્યા, મારા શરીર પર મારો કન્ટ્રોલ ન રહ્યો, હું રસ્તા ની સાઈડ પર જમીન પર ફસડાઈ પડી.

પણ મારુ મન જાગૃત હતું, મને લોકો ના અવાજો સાંભળાતા હતા, મારી તરફ દોડી આવતા લોકો મને દેખાતા હતા...મને હોસ્પિટલ લઈ જવા લોકો ની કોશિશ મને દેખાતી હતી.

પણ મારું મન ક્યાંક વિચાર માં ખોવાઈ ગયું.

***

હું અને જયા નાનપણ ના મિત્ર, ખૂબ સારી મિત્રતા, અને એ નિભાવી રાખવા, અમે સ્કૂલ પછી પણ એક જ કોલેજ માં એડમિશન લીધેલ....

કોલેજ નો પહેલો દિવસ હતો, બધા ફ્રેશ સ્ટુડન્ટસ એક બીજા સાથે વાતો કરતા હતા, ત્યાં જ સ્લોમોશન માં હવા ચાલી, મારા ખુલ્લા વાળ હવા માં ઉડવા લાગ્યા, આજુ બાજુ માં રહેલ બધા લોકો નો અવાજ મને ઓછો સાંભળવા લાગ્યો, જ્યારે મેં કોલેજ ના ગેટ તરફ નજર ફેરવી અને એ એના બાઇક માં અંદર પ્રવેશ્યો.

હું મારા ખયાલી પુલાવ માં એની સાથે ખોતી જ હતી ત્યાં જયા એ અને હચમચાવી અને બોલી, "ક્યાં ખોવાઈ ગઈ તું..?"

હું પેલા સામે જોતા બોલી," જો ને પેલા ને કેટલો હેન્ડસમ છે."

જયા હસી પડી અને બોલી,"તને આ ગમે છે..ખોટો બાઇક પર બેસી હોશિયારી મારે છે ...શું યાર તારી આટલી ખરાબ ચોઈસ છે .."

મને બે મિનિટ સુધી મારી એ ચોઈસ પર ડાઉટ રહ્યો ...હું એની સામે જોતી રહી...પણ મને એ ગમતો જ હતો, એક અલગ પ્રકાર નું અટરેક્શન હતું...બસ એને જોઈએ રાખવા નું મન થતું હતું...

હું જોતી રહી એ બાઇક પાર્ક કરી મારી નજર ની સામે થી નીકળી ગયો...એ સમય એ એને ખબર ન પડી કે હું તેની સામે જોઉં છું...કારણ, મારા બર્થડે માં જયા એ ગિફ્ટ તરીકે આપેલ ગોગલ્સ...

કોલેજ માંથી અમે તે દિવસે છુટા પડ્યા...રાત્રે હું અને જયા પાણીપુરી ખાઈ ઘર તરફ પાછા ફરતા હતા...કિસ્મત નું કરવું અને એ મને પાછો દેખાયો, એના એ જ બાઇક પર ...અને એ પણ ત્રણ નાના નાના ભૂલકાઓ સાથે, જેમાં જે છોકરા હતા અને એક છોકરી. ..એ આટલો ક્યૂટ લાગતો હતો એ સમયે કે હું એની તરફ જોતી રહી ગઈ...અને જયા પણ.

બીજે દિવસે કોલેજ એ પાછી મારી બેશરમ આંખો એ એને કેટલા લોકો માંથી શોધી કાઢ્યો ...એ એના ફ્રેંડસ સાથે વાતો કરતો હતો, અચાનક એની આંખો પણ મારી સામે તાકી તાકી ને જોવા લાગી ...મેં મારી નજર ત્યાં થી ફેરવી, પણ રહેવાયું નહિ એટલે મેં એની તરફ પાછું જોયું, એ મારા તરફ આગળ વધતો હતો, ..નજીક ને નજીક આવતો રહ્યો, મારા દિલ ના ધબકારા વધતા રહ્યા...

અંતે એ મારા ને જયા પાસે આવી ને બોલ્યો, "હાય, આઈ એમ જીગી,"

હું એની સામે જોતી રહી, અચાનક મારુ ધ્યાન એને હેન્ડશેક કરવા લંબાવેલ હાથ પર પડ્યું .મેં પણ જલ્દી થી હેન્ડશેક કર્યું અને બોલી, "હાય, હું પાયલ .."

ત્યાં એને જયા સામે જોયું, મારો હાથ છોડી એને એ હાથ જયા તરફ લંબાવ્યો,

જયા સવાલ પૂછતાં, "જીગી, એ કેવું નામ...?"

એ હસ્યો ને બોલ્યો, "જીજ્ઞેશ ...જીજ્ઞેશ પટેલ, અને તમે ?"

જયા એ હાથ લંબાવતા બોલી,"હું જયા..."

એ બંને એક બીજા નો હાથ પકડી એકબીજા ની આંખો માં જોતા હતા,મારા થી એ સહન ન થયું ...હું વચ્ચે બોલી, "અમે તને કાલે પણ જોયો હતો, રાત્રે બાઇક પર, બહુજ ક્યૂટ લાગતો હતો..."

એ મારી સામે કંઈક અલગ એક્સપ્રેશન થી જોવા લાગ્યો, અને જયા હસવા લાગી ...

મેં વાત વાળતા કહ્યું, "મતલબ કે તારા સાથે બાઇક પર જે નાના ભૂલકાઓ બેઠા હતા એ બહુ જ ક્યૂટ લાગતા હતા, એ કોણ હતા, ?"

જીગી થોડો હસ્યો,

(હાય એના એ ડિમ્પલ...હું ફિદા થઈ પડી એ ડિમ્પલ પર...)

જીગી પછી બોલ્યો, "બને મારા મામા ના છોકરાઓ હતા, અને પેલી છોકરી એ મારી .."

જીગી બોલતા બોલતા અટક્યો...હું ગભરાઈ, મેં થોડા નીચા અવાજ માં ચીસ પડતા પૂછ્યું,"એ તારી દીકરી છે ?"

આ સાંભળી એ જોર જોર થી હસવા લાગ્યો અને હસતા હસતા કહ્યું, "ના, મારા દીદી ની ..મારી નહીં ..."

મેં રાહત નો શ્વાસ લીધો...ત્યાં જયા બોલી" તો અચાનક બોલતા બોલતા કેમ અટકી ગયો ?"

"મને અચાનક થી યાદ આવ્યું કે મારા બાઇક ની ચાવી બાઇક માં જ પડી રહી છે, તો હું લઈ આવું...." જીગી એના બાઇક તરફ આગળ વધતા વધતા બોલતો ગયો...

બસ અહીંયા થી મારી જીગી અને જયા ની ફ્રેન્ડશીપ ની શરૂઆત થઈ...

અમે દરરોજ મળવા લાગ્યા, કોલેજ માં, કેન્ટીન માં, કોઈક વખત બહાર પાણીપુરી ખાવા માં, અલગ અલગ જગ્યા એ ...

જયા પણ હંમેશા સાથે જ રહેતી મને કોઈક વખત જેલેસી થતી કે આને જીગી પેહલી નજર માં ગમતો નહીં, અને હવે જ્યાં જોઈએ ત્યાં સાથે ને સાથે....

બસ એ વાત ને અમારી ફ્રેન્ડશીપ ને ત્રણ મહિના નહતા થયા, ત્યાં એક દિવસ એને સાંજે ગાર્ડન માં મળવા નું નક્કી કર્યું .…

હું ખુશ હતી અને સાથે સાથે એના ગળાડૂબ પ્રેમ માં પણ, આ વાત મેં જયા સાથે શેર નહતી કરી ..

હું ને જયા ગાર્ડન માં ગયા, એ ત્યાં એકલો જ પીળા કલર નો શર્ટ અને બ્લેક જીન્સ પહેરી ઉભો હતો... અમારી સામે જોઈ એ હસ્યો, અને આગળ આવ્યો..

આવતા ની સાથે જ એ હાથ માં લાલ ગુલાબ પકડી અને એના ગોઠણ પર બેસી ગયો, અને ગાવા લાગ્યો, " મેરા તુજસે હૈ પહેલે કા નાતા કોઈ, યુહી નહીં દિલ લુભાતા કોઈ, જાને તું યા જાને ના, માને તું યા માને ના ...

મને ખબર છે કે સમય સાચો નથી, આપણે મળ્યા એને આટલો લાંબો સમય પણ નથી થયો, તો પણ હું તને આ વાત કહું છું, કારણ કે હું તને અનહદ પ્રેમ કરું છું,આ અટરેક્શન નથી પ્રેમ છે, સાચો પ્રેમ,આઈ લવ યુ જયા ...આઈ લવ યુ..."

એ ગીત સાંભળી હું સાતમ આકાશ પર ઊડતી હતી, અચાનક જયા નું નામ સાંભળી હું નીચે પટકાઈ, મારી આંખો માં પાણી આવી ગયા અને હું શોક માં ચાલ્યી ગઈ.

અચાનક જીગી બોલ્યો, "જયા, પાયલ સામે શું જુએ છે, કંઈક જવાબ દે મારા ગોઠણ દર્દ કરવા લાગ્યા.

હું થોડી નોર્મલ બની, અને મેં જયા તરફ જોયું, એ મારી સામે લાગણીસભર નજરે જોતી હતી, એની આંખો માં જીગી પ્રત્યે નો પ્રેમ દેખાતો હતો, પણ શાયદ એને મારી ફીલિંગ વિશે થોડી જાણ હશે એટલે એ અચકાતી હતી...

મેં જયા નો હાથ પકડ્યો અને બોલી "જયા તારી જે ફીલિંગ હોય ને એ તું કહી દે, કોઈના વિશે વિચાર્યા વગર તારું દિલ કહે એ જવાબ દે ..."

જયા ની આંખો માં પાણી હતા, અને એ ઈશારા દ્વારા મને ના કહેતી હતી.

હું આગળ બોલી,"જયા પ્લીઝ, આ મોમેન્ટ અને ખાસ કરી ને આ પ્રેમ બધા ના નસીબ માં નથી હોતા, કોઈ વિશે ન વિચાર, અત્યારે તું બસ એ વિચાર કે તને જે અનહદ પ્રેમ કરે છે એ તારી પાસે તારો પ્રેમ માંગે છે, જો તું એને એ પ્રેમ કરતી હો તો આપી દે ..એ હકદાર છે પ્રેમ નો..."

જયા મને ગળે વળગી ગઈ..મારી આંખો માંથી આંશુ બહાર આવી ગયા, એ લૂછી હું પરિસ્થિતિ ને નોર્મલ કરતા બોલી, "ચાલ જયા, પેહલા આને જવાબ આપી દે પછી બીજી ચર્ચા હો..."

જયા એ જીગી નું પ્રપોસલ સ્વીકાર્યું અને સામે પ્રેમ નો ઇઝહાર પણ કર્યો, હું બધું એક ખુણા માં ઉભા ઉભા જોતી રહી..

જયા અને જીગી મારી પાસે આવ્યા એ બંને કાંઈ બોલે એ પેહલા હું બોલી, "ચાલો હવે તમે બને એક લાંબી વૉક પર જઈ આવો, હું ઘરે પહોંચું...''

જયા, "પણ પાયલ..."

પાયલ,"સસ, ચૂપ ચાલો તમે બને નીકળો ચાલો જાવ... પછી વાત કીધું ને ..."

જયા મને ગળે મળી અને એ બને હાથ માં હાથ ભરાવી ચાલતા થયા...

***

મારી અચાનક થી આંખો ખુલી સામે જયા અને જીગી હતા આજુ બાજુ નજર ફેરવી, હું હોસ્પિટલ માં હતી ...

જયા ચિંતા માં, "તું ઠીક છે ને શું થઇ ગયું હતું તને,..."

નર્સ સાઈડ માં ઉભી હતી એ બોલી, "બીપી લો બીજુ કાંઈ ખાસ નહીં..."

જયા,"આઈ એમ સોરી, આ બધું મારે લીધે થયું ને ...તારા મગજ માં ટેન્શન અમારે લીધે આવ્યું ને .."

"અરે ના હવે શું પાગલ જેવી વાતો કરે છે તું,અચ્છા એક વાત તો કહે તને કેમ ખબર પડી કે હું બેહોશ થઈ ગઈ..?" હું વાત ફેરવતા બોલી,.

જીગી, "તારા ફોન માં થી કોઈ એ જયા ને ફોન કરેલ લાસ્ટ નંબર એના હતા ..એમને કહ્યું તું અહીંયા બેભાન થઈ ગઈ છે, અમે વધુ દૂર નહતા પહોંચ્યા ..તો તુરંત તારી પાસે આવ્યા અને તને અહીંયા હોસ્પિટલ એ લઈ આવ્યા..."

હું થોડા મજાક ના મૂડ માં બોલી,"સારું થયું ચાલો તમારી પેહલી ડેટ અહીંયા મારી સાથે હોસ્પિટલ માં, વાહ કેટલી યાદગાર રહેશે,અહીંયા કાંઈ ચોકલેટ, આઈસ્ક્રિમ કે સ્વીટ નથી તો એક કામ કરો તમે બને એક બીજા ને એક એક ઈન્જેકશન લગાડી દો... .

બંને હસવા લાગ્યા, ત્યાં જ અચાનક પાછળ થી કોઈ છોકરા નો અવાજ આવ્યો… "ઈન્જેકશન એમને નહીં પણ તમને જરૂર થી લાગશે...."

જીગી અને જયા એ પાછળ ફરી જોયું, મને એનો ચહેરો દેખાતો નહતો...એ નજીક આવતો રહ્યો...અને અચાનક જીગી સાઈડ માં ગયો અને મને એનો ચહેરો દેખાયો...

અને હું બસ એની સામે જોતી રહી ગઈ....

એ અચાનક થી બોલ્યો, "હેલો હું છું ડોકટર પરેશ કાપડિયા....અને તમે ?"

હું પાછી હવા માં ઊડતી બોલી, "હું પાયલ..."

ત્યાં જ મારા હાથ માં એક જોરદાર દર્દ થયો જોયું તો નર્સ એ મારા હાથ માં સુઈ ઘુસાડી ને મારી સામે હસતા હસતા જોતી હતી.…

મને એક તરફ ગ્લુકોઝ ચડતું હતું, અને મારું મન બીજી બીમારી નું કારણ વિચારતું હતું..…

***