From the Earth to the Moon - 24 books and stories free download online pdf in Gujarati

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 24

પ્રકરણ ૨૪

ખડકાળ પર્વતોનું ટેલિસ્કોપ

આગલા વર્ષે 20મી ઓક્ટોબરે, ફાળો ઉઘરાવવાનું કાર્ય સમાપ્ત થયા બાદ, ગન ક્લબના પ્રમુખે કેમ્બ્રિજની ઓબ્ઝરવેટરીને એક રાક્ષસી ઉપકરણ બનાવવા માટેના જરૂરી આંકડાઓ આપવા બદલ શ્રેય આપ્યું હતું. આ ઉપકરણ ચંદ્રની સપાટી પર નવ ફૂટથી વધુના ડાયામીટર ધરાવતા કોઇપણ પદાર્થની ઓળખ કરવા માટે ખાસ બનાવવામાં આવ્યું હતું.

એ સમયે જ્યારે ગન ક્લબે તેમના મહાન સંશોધનો કર્યા, જેવા કે ઉપકરણોને તેમની શ્રેષ્ઠ સંપૂર્ણતા સુધી પહોંચાડવાના અને કેટલાક અદભુત પરિણામો મેળવવાના. ખાસકરીને આ સમયે બે ટેલિસ્કોપ જેની પાસે નોંધપાત્ર શક્તિ અને વિશાળકાય વિસ્તાર હતો તેને બનાવવામાં આવ્યા. હર્શેલ દ્વારા બનાવવામાં આવેલું પ્રથમ ટેલિસ્કોપ લંબાઈમાં છત્રીસ ફૂટનું હતું અને તેનો ઓબ્જેક્ટ ગ્લાસ ચાર ફૂટ છ ઈંચનો હતો અને તેનો મેગ્નીફાયિંગ પાવર છ હજારનો હતો. બીજું આયર્લેન્ડના પાર્સનટાઉન પાર્કમાં બનાવવામાં આવ્યું હતું જેને લોર્ડ રોસે બનાવ્યું હતું. આ ટ્યૂબની લંબાઈ અડતાલીસ ફૂટની હતી અને તેના ઓબ્જેક્ટ ગ્લાસનો ડાયામીટર છ ફૂટનો હતો અને તે 6,400 ગણો મેગ્નીફાયિંગ શક્તિ ધરાવતો હતો અને તેને ચલાવવા માટે ઈંટનો મોટો મંચ અને કડિયાકામની જરૂર હતી, તેનું વજન સાડા બાર ટન જેટલું હતું.

આટલો વિશાળ વિસ્તાર ધરાવતું હોવા છતાં તેની પદાર્થને જોવા માટેની વૃદ્ધિ કરવાની શક્તિ છ હજાર ગણી કરતા વધતી ન હતી, પરિણામે ચંદ્ર ઓગણચાલીસ માઈલથી વધુ નજીક નહોતો આવી શક્યો અને અન્ય પદાર્થો સાઈઠ ફૂટના ડાયામીટરથી વધુ આવી શક્ય ન હતા,જો તેઓ નોંધપાત્ર લંબાઈના હોય તો પણ તેઓ અદ્રશ્ય જ રહેવાના હતા.

અત્યારના સંજોગોમાં નવ ફીટના ડાયામીટર અને પંદર ફૂટ લાંબા ઉપકરણની ઉપલબ્ધી હોવાથી એ જરૂરી બની ગયું હતું કે ચંદ્રને વધુમાં વધુ પાંચ માઈલના અંતરે લાવવામાં આવે અને એમ કરવા માટે મેગ્નીફાયિંગ પાવરને અડતાળીસ હજારગણો શક્તિશાળી બનાવવામાં આવે.

આ પ્રકારના પ્રશ્નાર્થ કેમ્બ્રિજની ઓબ્ઝરવેટરીએ ઉભા કર્યા હતા. નાણાની કમી ન હતી, તકલીફ એક બાંધકામ બનાવવા પૂરતી જ હતી.

પ્રસ્તાવિત સાધન અને તેના અંગેનું કાર્ય કરવા માટેની નોંધપાત્ર ચર્ચા તેના શ્રેષ્ઠ પ્રકારમાં છેવટે શરુ કરવામાં આવી. કેમ્બ્રિજની ઓબ્ઝરવેટરીની ગણતરી અનુસાર, નવા રીફ્લેક્ટરની ટ્યુબની લંબાઈ 280 ફૂટ હોવી જરૂરી હતી અને ઓબ્જેક્ટ ગ્લાસનો ડાયામીટર સોળ ફીટનો. આ ગણતરી ભલે રાક્ષસી લાગે પરંતુ થોડા વર્ષ અગાઉજ અવકાશશાસ્ત્રી હૂક દ્વારા પ્રસ્તાવિત 10,000 ફૂટના ટેલિસ્કોપની સરખામણીમાં તે અતિશય સુક્ષ્મ હતું.

સ્થળ અંગેની બાબતને તરતજ નક્કી કરી લેવામાં આવી. ઉપકરણને કોઈ ઉચ્ચતમ પહાડ ઉપર ગોઠવવાનું હતું અને યુનાઇટેડ સ્ટેટ્સમાં આવા અસંખ્ય પહાડો હતા. હકીકતમાં તો મધ્યમ કદની બે પર્વતમાળાઓ હતી જેની વચ્ચેથી અદભુત મિસીસિપી નદી વહેતી હતી જેને યાન્કીઝ લાડથી ‘કિંગ ઓફ રિવર્સ’ તરીકે નવાજતા હતા.

ન્યૂ હેમ્પશાયરમાં પૂર્વે અપ્પાલાશિયાંસ હતો જે મધ્યમ કદનો હતો અને તેની ઉંચાઈ 5,600 ફૂટ જેટલી હતી.

પશ્ચિમમાં જો કે રોકી પર્વતો હતા, આ એક જબરદસ્ત પર્વતમાળા છે જે મેગેલાનની ભૂશિરથી શરુ થઈને દક્ષિણ અમેરિકાના સમગ્ર પશ્ચિમ કિનારે એન્ડીઝ અથવાતો કોર્ડીલેરાઝના નામે ઓળખાય છે અને પનામાની સંયુક્ત ભૂમિ સુધી પહોંચે છે અને ત્યારબાદ સમગ્ર ઉત્તર અમેરિકાથી માંડીને પોલરના દરિયાના કિનારાને આવરી લે છે. આ પર્વતમાળાનું સર્વોચ્ચ શિખર પણ ૧૦,૭૦૦ ફૂટથી વધારે નથી. જોકે આટલી ઉંચાઈથી ગન ક્લબને સંતોષ માનવો પડ્યો એવી જ રીતે જેવી રીતે તેમને રાજ્યની સીમાઓની અંદર જ ટેલિસ્કોપ અને કોલમ્બિયાડને ઉભા કરવાનો નિર્ણય લેતી વખતે માનવો પડ્યો હતો. છેવટે મિઝુરી રાજ્યના લોન્ગ્સ પીકની ટોચે તમામ ઉપકરણો મોકલી આપવામાં આવ્યા.

અમેરિકન એન્જીનીયરોએ પોતાનામાં ક્ષમતા અને કૌશલ્ય રહેલા હોવા છતાં તેમને જે પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવાનો આવ્યો તેને વ્યક્ત કરવા કોઈજ શબ્દ કે પેન સક્ષમ નથી. તેમને મોટા મોટા પથ્થરોનું માળખું ઉભું કરવું પડ્યું, ઘડેલા લોઢાના રાક્ષસીકદના ટુકડાઓ લઇ જવા પડ્યા, ભારેખમ ખુણાઓ, સિલીન્ડરના મોટા ભાગો, ત્રીસ હજાર પાઉન્ડના વજનનો ઓબ્જેક્ટ ગ્લાસ લઇ જઈને દસ હજાર ફૂટની ઉંચાઈ ધરાવતા બરફની ટેકરા પર મુકવા પડ્યા અને તે પણ રણપ્રદેશ, વણખેડાયેલા જંગલો પસાર કરીને, જંગલી પશુઓથી બચીને, માનવવસ્તીથી દૂર રહીને અને જંગલીઓના ક્ષેત્રો પસાર કરીને અને જિંદગીની લગભગ તમામ કઠોર સમસ્યાઓને પસાર કરીને ત્યાં પહોંચ્યા બાદ. હવે એ સાબિત થઇ ગયું હતું કે આ પ્રકારના અસંખ્ય વિઘ્નો સામે અમેરિકન પ્રતિભાનો વિજય થયો હતો. કાર્ય શરુ થવામાં એક વર્ષનો અંત થાય એ પહેલાજ, સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં, આકાશમાં બસ્સો એંશી ફૂટનું એક રાક્ષસી દૂરબીન ઉભું કરી દેવામાં આવ્યું. તેને એક વિશાળ લોઢાની ક્રેઇન દ્વારા ઉભું કરવામાં આવ્યું હતું; આ કુશળ વ્યવસ્થા આકાશના તમામ બિંદુઓ તરફ જોઈ શકતી હતી અને એક ક્ષિતિજની બીજી ક્ષિતિજ સુધી તારાઓને તેમની સ્વર્ગીય સફર પૂર્ણ થવા સુધી નિહાળી શકતી હતી.

તેની પાછળ ચાર લાખ અમેરિકન ડોલર્સનો ખર્ચ આવ્યો હતો. જ્યારે પહેલીવાર તેને ચંદ્ર તરફ તાંકવામાં આવ્યું ત્યારે તેને જોનારાઓ તેને કુતુહલતાથી અને ચિંતાથી નિહાળી રહ્યા હતા. આ ટેલિસ્કોપ જે વસ્તુને અડતાલીસ હજારગણી વિશાળ દેખાડી શકતું હતું તેનાથી આ બધાને નવું શું જોવા મળવાનું હતું? શું તેઓ લોકોને, ચન્દ્ર પરના પ્રાણીઓના ટોળાને, શહેરોને, તળાવોને કે સમુદ્રોને નિહાળવાના હતા? ના તેઓ એવું કશું જ જોવાના ન હતા જે વિજ્ઞાને અત્યારસુધી શોધી કાઢ્યું ન હોય! અને ચન્દ્રના તમામ બિંદુઓ તેમજ તેના જ્વાળામુખીઓ તેના સંપૂર્ણ આયામો દ્વારા હવે નક્કી થઇ ચુક્યા હતા.

પરંતુ રોકી માઉન્ટન્સનો ટેલિસ્કોપ ગન ક્લબ માટે પોતાની ફરજ બજાવવાની શરુ કરે તે પહેલા અવકાશશાસ્ત્રને પોતાની સેવા પૂરી પાડી ચૂક્યો હતો. છેક સુધી જોઈ શકવાની તેની શક્તિને લીધે સ્વર્ગની ઉંડાઈઓ માપી શકાતી હતી, ઘણાબધા તારાઓનું માપ વ્યવસ્થિતપણે મપાઈ શકતું હતું, અને શ્રીમાન ક્લાર્ક જે કેમ્બ્રિજ સ્ટાફના સભ્ય હતા તેમણે વૃષભ રાશિની કરચલા જેવી નિહારિકા, જે લોર્ડ રોસનું સંશોધન હતું અને અત્યારસુધીતે ઉકેલવિહીન રહી હતી તેની સમસ્યાને ઉકેલી નાખી હતી.

***