Maru Baharvatu - 2 books and stories free download online pdf in Gujarati

મારું બહારવટું - 2

મારું નામ છે રોબીન, આજ થી ૬ મહિના પેલા હું ટાઈમ ટ્રાવેલ કરતો ભૂલ થી ૧૮૯૭ માં આવી ગયેલો. એ મારી જિંદગી ની સૌથી મોટી ભૂલ હતી, કેમકે મેં ખાલી સમય સાથે છેડછાડ નહતી કરી પણ સમય ને બદલી પણ નાખ્યો. અત્યારે જયારે મારા જિંદગી ના છેલ્લા ક્ષણો હું ગણી રહ્યો છું, ત્યારે હું એક છોકરો મટી પુરુષ બની ગયો છુ, એક નાદાન કટપુતળી માંથી લડવૈયો બની ગયો છુ. મને ખુશી છે કે હું જે વસ્તુ ને પ્રેમ કરું છું એ કરતા કરતા મરીશ, હું એક બહારવટિયા ની જેમ મરીશ.

***

તો રોબીન, લગભગ ૬ માસ થવા આવ્યા છે, તમે બધું જાણી ને સીખી લીધું હશે હવે? હરિદાસ એ પૂછ્યું.

મને જે વાત નો ડર હતો એજ થયું, હવે આ લોકો મને અહિયાં થી કાઢવાવાળી કરે છે, આમ ભી ૬ મહિના થી મેં બસ ખાય પી ને જલસા જ કાર્ય છે.

હા, લગભગ બધું જ. પણ મારો એક સવાલ હતો, તમે કેમ મને ક્યારેય લુટ માટે નહી લઇ જતા?

એનું કારણ છે, તે બોલતા બોલતા અટકી ગયા. હું ધ્યાન થી સાંભળવા લાગ્યો.

મને આ ગામ તોડવા, લુટ કરવી નથી ગમતી, કેમકે એ તમને એની ટેવ પાડી દે. તમને નિર્ભીક બનાવી દે, જે ખરેખર ખોટું કેહવાય. કોઈ ને પણ અધિકાર નથી કોઈ બીજા ની વસ્તુ ચોરી લેવાનો. કોઈ નો ભી જીવ લેવાનો. આ એક નશો છે જે એક આદત બની જાય છે. એ તમને બીજા થી વધારે શક્તિશાળી બનાવે, તમને બીજા થી ઉપર છો એવો આભાસ કરાવે. હું નથી ઈચ્છતો કે તમે એવા બનો. હું નથી ઈચ્છતો કે કોઈ પણ મારી જેવું બને.

પેહલી વાર મેં એ પત્થર જેવા મજબુત માણસ ને તૂટતા જોયો.એને ક્યાં ખબર છે કે ભવિષ્ય માં લોકો એના ગીત ગાશે અને એના પાળિયા ની પૂજા કરશે. પણ આ મારી માટે પણ નવું જ હતું. મેં પણ ભૂતકાળ માં પોતાનો એજેન્ડા લોકો પર થોપવા તોડ ફોડ કરી છે, લોકો ને માર્યા છે. હવે અત્યારે વિચારું તો એ બધું વ્યર્થ હતું. મને મહાન બનવા ની ઈચ્છા હતી અને હું બદનામ થવા ના રસ્તા પર ચાલતો હતો. ખરેખર તો હું મારા અંત તરફ દોડતો હતો.

હું સમજુ છું. મેં એમને કીધું. ચિંતા ના કરો હું એવો નહિ બનું. હું મારા શિક્ષક નો જ શિષ્ય છુ અને એમના સીખ ની અવહેલના નહિ કરું.

તો આજે ચાલો. એણે મારા ખભા પર હાથ મુક્યો ને આગળ જોયું અને રાડ નાખી.

બારોટ, આજે ગોરબાપા ને બંધુક ચાલવતા સીખવાડજો. આજે એ પણ આવશે ગામ તોડવા. એ ઉભા થઇ ને જતા રહ્યા.

બોપોરે હું બંધુક હાથ માં પકડી ને નિશાનો લેતો હતો. એટલી વજનદાર બંધુક ક્યારેય ઉપાડી નહતી, ખબર નહિ નિશાનો કેમનો લઈશ.

બંધુક ચલાવવું અઘરું કામ નથી, એ બોલ્યા. બંધુક તાકો અને ભડાકો કરો. પણ ક્યારે અને કોની સામે કરવો એજ અઘરો સવાલ છે. મેં બંધુક ઉપાડી અને નિશાન તાક્યું અને ગોળી છુટી, ના નિશાના પર નહિ લાગી.

સરસ તમને બંધુક ચલાવતા આવડી ગયું એમ કહી એણે મારી પાસે થી બંધુક લઇ લીધી.

પણ નિશાનો ક્યાં લાગ્યો? મેં અકળતા સવાલ કર્યો.

અત્યારે તમારો નિશાનો એક થડ છે. એને કોઈ ભાવ કે સંવેદના નથી. પણ જયારે તમે ગામ તોડવા જાવ ત્યારે ત્યાં માણસો હશે. જેને ખાલી બંધુક ના અવાજ થી ડરાવી શકો. આ બંધુક ખાલી ડરાવવા માટે છે, કોઈ ને મારવા માટે નહી. એક સાચું હથિયાર એને જ કેહવાય કે જેને એક વાર ચલાવ્યા પછી બીજા વાર ચલાવું ના પડે.

પણ ત્યાં કોઈક આપડી સામે બંધુક ચાલવે તો?

હરિદાસ ની ટોળી ઉપર હજી સુધી કોઈ એ બંધુક નથી ચલાવી. જે દિવસે ચલાવશે, એ દિવસ એમનો છેલ્લો દિવસ હશે.

રાત પડી અને બધા ઘોડા લઇ ને નિકળા. આજે દ્રોણ ગામ તોડવા નું હતું. અમે પેહલા એક મંદિર આગળ પહોચ્યા. એ શિવ મંદિર હતું, હરિદાસ અંદર ગયો ને શ્રીફળ વધેર્યું.

આ દ્રોણેશ્વર એ એક ચમત્કારી મંદિર છે, આની અંદર નંદી ના મુખ માંથી સતત પાણી નો અભિષેક થતો રહે છે. અર્જુને અહિયાં પૂજા કરેલી. મને યાદ હતું કેમકે હું ખુદ ત્યાં જઈ આવેલો.

પણ શેની પૂજા? તમે તો આરામ થી આ નાનકડું ગામ લુટી શકો છો. તો શું ડરવાનું?

મને એ વાત નો ડર નથી કે આ કાર્ય અઘરું થઈ પડશે, કે મને કોઈ મારી નાખશે. મને ડર છે કે મારા હાથે કોઈક ની હત્યા થઈ જશે. હું ભગવાન પાસે વિનંતી કરવા ગયેલો કે આજે કોઈ મારા હાથે ના મરે.

ગામ વાળા ને ખબર હતી કે આજે બહારવટિયાઓ આવાના છે એટલે ગામના શેઢે ગાડા આડા મૂકી દીધા છે. બધી ગાયો રસ્તા પર ફરે છે અને બધા બારણા બંધ છે. હરિદાસ એના માણસો ની સાથે ધીરે ધીરે ગામ માં આવે છે. એક વેપારી ને ત્યાં ધાડ પડવાની હતી, એ વેપારી ને ઘર ની બહાર જઈ ને અવાજ દેવા માં આવ્યો, એ રીત હતી કે એ જો સામે થી સોનું ને રુપયા આપી જાય તો કોઈ નુકશાન ના કરવું.

ઘણી બધી વાર થઇ છતાં કોઈ જવાબ ના આવ્યો, હરિદાસે એના માણસો ને ઈશારો કર્યો એટલે એ આગળ વધ્યા, અચાનક ઘર માંથી અવાજ આવ્યો, પેહલા બંધુક નો અને પછી કોઈની ચીસ નો. એક, બે, ત્રણ અને ચાર ધડકા થયા, એ વેપારી ને ઘરે ચાર જ લોકો હતા.

હરિદાસે માથું નીચે જુકાવ્યુ, એ વિચારતા હતા કે વેપારી ની જાત તો સાવ રાંક, તો આ બંધુક શા માટે ચલાવી હશે. શા માટે પોતાનો અને પોતાના ઘરના લોકો નો જીવ લીધો હશે, લગભગ બારણે પહોચવા આવેલા એના માણસો ને ઈશારો કર્યો પાછા ફરવાનો, પણ ત્યાં અચાનક બારણા ની પાછળ થી બંધુક નો અવાજ આવ્યો અને સૌથી નજીક ઉભેલો માણસ ઢાળી ગયો. મને અચાનક યાદ આવ્યું, “હરિદાસ ની ટોળી ઉપર હજી સુધી કોઈ એ બંધુક નથી ચલાવી. જે દિવસે ચલાવશે, એ દિવસ એમનો છેલ્લો દિવસ હશે.”

હરિદાસ એ અચાનક થયેલા ગોળીબાર થી ઊંચું જોયું, જે આંખો માં અત્યાર સુધી દુખ અને વેદના હતી એ જાણે અંગારા ની જેમ બળવા લાગી. બીજી જ ઘડીએ એ ઘોડા પર થી ઉતર્યા અને પાછળ થી એની જોટાળી હાથ માં લીધી. કોણ છે એણે હાકલ કરી. મરદ માણસ પાછળ થી હુમલો ના કરે અને ના કોઈ હથિયાર વગર ના ને મારે. સ્ત્રી હત્યા અને બાળ હત્યા કરનારા ને માત્ર મૃત્યુ જ મળે, અને એ બારણા સુધી પહોચ્યા.

હરિદાસ, આ તમે જ છો કે, ખાલી વાલ્યા લુટારા ના મોઢે રામાયણ સારું લાગે, તમારે મોઢે નહિ. જો હું આનો પાપી હોવ તો તમે પણ આના ભાગીદાર છુવો. તમારા ભૂતકાળ ને જરા યાદ કરો. બધા એ એક બીજા ની સામે જોયું, હરિદાસ ની બંધુક નીચે થઇ ગઈ અને મારી નજર બસ એમના પર હતી અને જીવ તાળવે ચોટેલો હતો, અચાનક અંદર થી એક હાથ આવ્યો અને હરિદાસ ને ખેંચી ગયો. બધા એક સાથે દોડ્યા અને અંદર ગયા પણ હરિદાસ નો કોઈ પતો નહતો.

હું ઘોડા પર બેઠો બેઠો રાહ જોતો હતો ત્યાં એક એક કરી બધા આવ્યા અને ઘોડા પર બેસી નીકળી ગયા, હરિદાસ ગાયબ થઇ ગયા હતા અને સાથે પેલો અજાણ્યો માણસ કે જે એમને લઇ ગયો.

બીજે દિવસે ખબર ગામે ગામ પહોચી ગયા, હરિદાસ બહારવટિયા એ આખા કુટુંબ ને રહેસી નાખ્યું, સ્ત્રીઓ અને બાળકો નું પણ અમાત્ય ના જાળવ્યું.બધા શોક માં અને અચંબા માં હતા. સરકારે ઘોડા દોડતા કાર્ય અને હરિદાસ ના માથા પર મોટું ઇનામ રાખ્યું, હજી સુધી એ બસ સરકાર ને રંજાડતા લુટારુ હતા પણ હવે હત્યારા બની ગયા હતા.

એક એક કરી ને જુંડ માંથી માણસો ઓછા થવા લાગ્યા, બધે હરિદાસ ના નામે છાજીયા લેવાણા, કોઈને પણ એની જોડે પોતાનું નામ જોડવું નહતું ભલે એમને ખબર હોય કે હરિદાસ એવા નહતા. મને કહી દેવા માં આવ્યું કે હું અમદાવાદ જઈ શકું છું. હું ગુફા માં ગયો પણ રસ્તો હજી બંધ હતો, હજી મારો પાછો જવાનો સમય પાક્યો નહતો, હજી મારે હરિદાસ ની ભાળ મેળવવા ની હતી.

મેં ગુફા માં પાછા જઈ મારા જુના કપડા શોધ્યા, એ જીન્સ અને શર્ટ પેહ્રતો હતો ત્યાં અચાનક મને યાદ આવ્યું, જયારે પેલા માણસે હરિદાસ ને અંદર ખેંચ્યો ત્યારે મેં એનો હાથ જોયેલો, અને એના હાથ માં ઘડિયાળ પેહરેલી હતી. પણ હજી એવી ઘડિયાળ તો બની જ નહતી, હજી લોકો પાસે બસ ખિસ્સા ઘડિયાળ જ હશે. મારી આંખો ફાટી રાહ ગયી, આતો કોઈ મારી જેમ ભવિષ્યમાં થી અહિયાં આવ્યું છે.

મેં ઘોડો મારી મુક્યો, મને યાદ હતું કે આજુ બાજુ માં ઘણી ગુફાઓ હતી કે જ્યાં એ હરિદાસ ને લઇ જઈ શકે. કોઈ પણ ગામ માં જશે તો બધા ને ખબર પડી જશે અને સરકારી માણસો જોશે તો એને પણ મારી નાખશે. મને ખબર હતી એ હરિદાસ ને નહિ મારે કેમકે એને મારૂ કામ હતું. એ મને શોધવા આવેલો અને હરિદાસ ને લઇ ગયો.

મારે જાજુ દુર જવું ના પડ્યું કેમકે મને યાદ હતું કે બાજુ માં એક ટપકેશ્વર કરી ને મંદિર છે. એક ગુફા માં હજરો વર્ષો થી ગુફા ના ઉપર ના ભાગ માંથી ચુના નું પાણી ચૂવે છે અને અને નીચે શિવલિંગ આકાર ની ટેકરી ઓ બને છે એટલે ટપકેશ્વર નામ પડ્યું. ત્યાં ઘણી ગુફા હતી. હું પહોચી તો ગયો પણ મારી પાસે બંધુક નહતી, એક બંધુક હરિદાસ પાસે હતી અને બીજી પેલા માણસ પાસે.

હું અંદર ગયો અને મેં રાડ નાખી હરિદાસ ના નામ ની, આખી ગુફા માં પડઘા પડ્યા પણ કોઈ જવાબ ના આવ્યો. હું હજી થોડે દુર ચાલ્યો હોઇસ ત્યાં મારી સામે ટોર્ચ નો પ્રકાશ પડ્યો, ટોર્ચ હજી શોધણી નહતી એટલે આ પેલો માણસ જ હતો. મેં બંને હાથ ઊંચા કાર્ય અને કીધું, મારી પાસે કોઈ હથિયાર નથી. ટોર્ચ પાછળ થી અવાજ આવ્યો, મને ખબર છે. હું નજીક ગયો અને એણે ટોર્ચ નીચે કરી.

હું ચોંકી ગયો જયારે મેં પેલા માણસ ને જોયો, સફેદ વાળ અને આખા ચેહરા પર કરચલીઓ, એક હાથ માં પિસ્તોલ હતી અને બીજા હાથ માં ટોર્ચ જે જરા જરા ધુર્જતી હતી. હું એની નજીક ગયો અને મેં એને ઉપર થી નીચે સુધી જોયું અને મારી આંખ ના ખૂણા માંથી મેં પેલી પિસ્તોલ ને જોયું ત્યાં એ બોલ્યો, ના એવું વિચારતો જ નહિ, આપણે બંને ને ખબર છે એનું પરિણામ શું આવશે, અને એણે પિસ્તોલ મારી સામે કરી, પછી એ હસ્યો અને બોલ્યો, ના ખાલી મને જ ખબર છે.

એણે ટોર્ચ ગુફા ના એક ખૂણા તરફ કરી જ્યાં હરિદાસ બાંધેલી હાલત માં પડેલો હતો. એના હાથ અને પગ બાંધેલા હતા અને મોઢા પર રૂમાલ બાંધેલો હતો. હું એની નજીક જવા જાવ એની પેહલા પેલો બોલ્યો, ના એટલી જલ્દી નહિ. આપણે વાત કરવની છે. મારી નજર ટોર્ચ પર પડી, મને મન માં અનેક વિચારો આવતા હતા ત્યાં એ ફરીવાર બોલ્યો, મેં તને કીધું ને કે આનું પરિણામ સારું નહિ આવે, હવે હું થાકી ગયો છું ફરી વાર એક ને એક વાત કહી કહી ને. તને એમ લાગે છે કે જો તું મારા હાથ માંથી ટોર્ચ છીનવી લઈશ અને મને પછાડી દઈસ તો અહિયાં થી ભાગી શકીશ. મારી આંખો ફાટી ને ફાટી રહી ગઈ, હું એજ વસ્તુ વિચારતો હતો, આ કોઈ સમાન્ય માણસ નથી મેં મન માં કીધું.

અમે બંને ચાલતા બહાર આવ્યા, પેલા એ જોર થી હવા માં સ્વાસ લીધો, વાહ, કેટલી સાફ હવા છે, તને ખબર છે હું જ્યાં થી આવું છું ત્યાં લોકો આવી હવા માં શ્વાસ લેવા રુપયા ખર્ચે છે. મેં એની સામે જોયું, મને યાદ હતું કે મારા સમય માં તો એવા કોઈ ગાંડા માણસો નતા કે આવી હવા ના રુપયા લે. મારે એને સવાલ પૂછવો હતો અને ઘણું જાણવું હતું પણ સૌથી પેલા મારે હરિદાસ ને બચવવા નો હતો એટલે મેં આજુબાજુ જોવાનું શર કર્યું કે કૈક મળે તો એના થી આને મારું.

ત્યાં તને કઈ નહિ મળે, પેલા એ કીધું. મેં એની સામે જોયું, એ જરાક મરક્યો અને બીજી બાજુ ઈશારો કર્યો ને કીધું કે ત્યાં ભી તને કઈ નહિ મળે, ના કોઈ પથ્થર કે ના કોઈ લાકડું કે કોઈ પણ વસ્તુ. જો હું તને કૈક કેહવા માંગું છુ પણ આ વાત તો કોઈ ને પણ કહી ના શકે, હા જો તું કહીસ તો હું તને અને પેલા અંદર સુતેલા બંને ને મારી નાખીસ. મેં માથું ધુણાવી હા કીધું.

૬૫ વાર, પાસઠ વાર આપણે આ જગ્યા એ આવી ને ઉભા છીએ અને એ ૬૫ વાર મારે તને મારવો પડેલો. ૨ વખત તો આપડે ગુફા ની બહાર પણ નહતા નીકળા અને તે મને મારવા ની કોશિશ કરેલી. એક વખત પેલા ખૂણા માં પડેલા પથ્થર થી અને એક વખત એક વેલા ની ડાળી થી. તે બધી રીતે મને મારવા ની ટ્રાય કરેલી પણ હર વખતે એનો અંત એક જ આવતો, તારી મુર્ત્યું થી.

પેલા ની વાત પૂરી થઇ ત્યારે મારા ગળા માં થી થૂક નીચે ઉતાર્યું, હું પાસઠ વખત આના હાથે મરી ચુક્યો છુ એટલે હવે એવું કોઈ સીનારીઓ નહિ બચ્યો હોય જેમાં થી હું જીવતો અહિયાં થી નીકળી શકું. તો તમે મારી પાસે થી શું ઈચ્છો છો? મેં એને પૂછ્યું. એણે મારી સામે જોયું જરાક અચરજતા થી અને કીધું, ઓક આ પેહલી વાર હતું, અત્યાર સુધી તે ક્યારેય મારું સાંભળ્યું નથી. હા પણ જયારે તમે પાસઠ વખત એકજ માણસ ના હાથે મારતા હો તો તમે થોડાક તો બુદ્ધીશાળી થઇ જાઓ, મેં હસતા કીધું.

એ હજી પણ મારી સામે ઘૂરી ઘૂરી ને જોતો હતો જાણે એને વિશ્વાસ જ નહતો. તારે મારી સાથે આવવા નું છે, મેં પૂછ્યું ક્યાં? એ જરાક મલક્યો, ક્યાં નહિ, ક્યારે. તમે તો બહુ મોટા ટાઇમ ટ્રાવેલર છો ને તો તમને ક્યાં કશી તકલીફ થવાની. પણ હરિદાસ નું શું? મેં પૂછ્યું. જો હું કહીસ એ તું કરીશ તો હરિદાસ તને ક્યારેય મળશે જ નહિ અને એની જિંદગી જેમ હતી એવીજ રેહશે.

અમે ચાલી ને થોડા આગળ ગયા એક વડલા પાસે. ત્યાં જઈ અને એણે વડલા ના થડ માં હાથ નાખી કશુંક ચાલુ કર્યું એટલે વડલા ના થડ માં બે ભાગ પડી ગયા. તો, તમે લોકો કોઈ ગાડી માં કે કોઈ ટેલીફોન બુથ માં ટાઈમ ટ્રાવેલ નથી કરતા પણ એલીસ ઇન વન્ડરલેન્ડ ની જેમ રેબીટ હોલ માંથી જાવ છો? હા, અને ખુબ ઓછા લોકો ને એ વાત ની ખબર છે.

અમે થડ ની અંદર ગયા અને બીજી બાજુ દરવાજો ખુલ્યો. એક બંધ ઓફીસ હતી. તો આપણે ક્યાં વર્ષ માં આવ્યા છીએ, મેં પૂછ્યું. ઇસ ૨૧૧૦ માં, હજી પાછલા વર્ષે જ મારો ૧૪૦ મો જન્મ દિવસ ઉજવાયો હતો. હજી તો હું બધું પ્રોસેસ કરતો હતો ત્યાં મેં એક બારી જોઈ અને તરત જ બહાર નજર કરી.

તો આપણે ખરેખર ૨૧૧૦ માં જ છીએ? હા એણે કીધું, પણ અહિયાં તો કઈ જાજુ બદલાણુ નથી, મેં થોડોક અફસોસ બતાવતા કીધું. એ બારી પાસે આવ્યો ને બોલ્યો, ઓહ તો તને એમ હતું કે તને ઉડતી કાર જોવા મળશે? એ જરાક જોર થી હસ્યો. ૨૦૫૦ માં ઉડતી કાર નો પ્રોજેક્ટ શરુ થયેલો પણ પછી લોકો ને ખબર પડી કે ગાડી ને ચાલવું સેહલું છે પણ ઉડાડવું નહિ. ખાલી અમેરિકા માં ૨ હાજર લોકો મરી ગયા પછી તેના પર બેન લાગી ગયો.

એ મને સાથે લઇ ગયો, મેં એને ઘણી વાર પૂછ્યું કે ક્યાં જઈ એ છીએ પણ એને કઈ જવાબ ના આપ્યો. અમે જતા હતા ત્યાં અચાનક એ ઉભો રહ્યો અને બાજુ ના રૂમ માં મને લઇ ગયો. તને ખબર છે આ લોકો શું કરે છે એણે કીધું. આ લોકો તે કરેલી બધી ભૂલો ના પરિણામો ની કેવી અસર થાય એ જુવે છે. આ બટરફ્લાય ઈફેક્ટ જેવું છે, એક નાનકડા તરંગ સેકડો વર્ષો પછી એક વાવાઝોડા જેવી તાકાત બની ને ત્રાટકે છે. અને પછી ચાલ્યો ગયો, હું મન માં બોલ્યો, વાહ આખો રૂમ ભરી ને માણસો મને ઓળખે છે. કાંચ ની પેલી બાજુ થી એક માણસ મને જોતો હતો, મેં એની સામે હાથ ઉંચો કર્યો અને એના હાથ માંથી પાણી નો ગ્લાસ પડી ગયો.

તો, મને કેહ્સો કે મને અહિયાં શું કામ લાવ્યા છો? મેં એનો હાથ પકડી ને પૂછ્યો. તને ખબર નથી કે તારું કેટલું મહત્વ છે કેમકે તું એક નંબર નો મુરખો છે, અહિયાં તારા ભવિષ્ય નો નિર્ણય થશે. એ આગળ ગયો અને ફિંગરપ્રિન્ટ માં હાથ સ્કેન કર્યો, તેમાં મોટા અક્ષરે લખેલું હતું R.

મેં બધું મન માં વિચારી લીધું કે શું કરવું છે પણ બધા ફેકટ પણ જોવા પડે, તો આ માણસ કે જેનું નામ મને ખબર નથી પણ જેમ્સ બોન્ડ ની ફિલ્મ ની જેમ એકાક્ષરી નામ ધરાવે છે એ મને સારી રીતે ઓળખે છે. એણે મને અહિયાં લાવવા ૬૫ વખત અસફળ કોશિશ કરી છે અને હરેક વખતે હું મર્યો છું પણ અહિયાં સુધી પેહલી વાર પહોચ્યો છું એટલે એને એ ખબર નહિ હોય કે હવે હું શું કરીશ. મારે અહિયાં થી ભાગી ને પાછુ હરિદાસ પાસે જવાનું છે અને પછી ઘરે. પણ કઈ રીતે એ મને ખબર નથી.

મારે સાથે તમે શું કરશો, મેં જરાક ઉંચે થી પૂછ્યું. બધા એ મારી સામે જોયું, પેલો વ્યક્તિ મારી પાસે આવી ને બોલ્યો જરાક ધીરે થી, તું અહિયાં એક ક્રિમીનલ છે અને તારી સાથે શું થશે એ મારા પર નથી. પણ હું પૂરી કોશિશ કરીશ કે તને કઈ થાય નહિ. મને થોડું અચરજ થયું, જેણે મને ૬૫ વાર માર્યો એ નથી ઈચ્છતો કે મને કઈ થાય.

અમે ત્યાં થી ગાડી માં બેસી પેલા ને ઘરે જઈ રહ્યા હતા. રસ્તા માં ઠેર ઠેર હોર્ડિંગ હતા, હોર્ડિંગ તો નહિ પણ વિડીઓ સ્ક્રીન જેમાં કોઈક પોતાને મત આપવા કઈ ર્યું હતું, એનો ચેહરો જાણીતો લાગ્યો પણ કોણ હતો એ ખબર ના પડી. એમ એક પેટ્રોલપંપે ઉભા રહ્યા. મેં એને પૂછ્યું, હજી પણ લોકો પેટ્રોલ વાપરે છે, મને તો થયું કે હજી સુધી માં પૂરું થઇ જશે. હા પૂરું થઇ જ ગયું છે, અ ચાર્જીંગ પોઈન્ટ છે. મારી ગાડી પૂરે પૂરી સોલરકર છે પ-અન તને શોધવા માં મહિનાઓ થી અંદર પડેલી એટલે ચજીંગ નથી. એણે મને કાર્ડ આપ્યું ને કહ્યું, તને બુખ લાગી હશે, જે ખાવું હોય એ ખાય લેજે. હું કાર્ડ લઇ ને અંદર ગયો તો કોઈ માણસ નહતો, મેં બે વેફર ના પડીકા લીધા અને કાઉન્ટર પાસે આવી એ બંને એક બોક્ષ માં મુક્યા એટલે સ્ક્રીન પર રુપયા આવી ગયા. મેં કાર્ડ સ્વીપ કર્યું એટલે ચૂકવાય ગયું અને લખેલું આવ્યું, થેંક યુ ફોર યોર બિઝનેસ મિસ્ટર..

હું કાર માં આવી ને બેઠો અને વેફર બાજુ માં મૂકી કાર્ડ એના હાથ માં મુક્યું. અમે આગળ જી રહ્યા હતા ત્યાં અચાનક બાજુ ના મેદાન માંથી એક વડલા ના થડ માં થી લાઈટ થઇ અને પછી બે ગાડી ઓ નીકળી અને પછી વડલો પાછો જેવો હતો એવો થઇ ગયો. તને ખબર છે, એ બોલ્યો, પેલા આપણા વડવા બધા ગામ માં વડલા રાખતા અને કાપવા ના દેતા. એની પૂજા કરતા અને ધ્યાન રાખતા. વડલા અમારા માટે દરવાજા સમાન છે એટલે એક જણા એ ભવિષ્ય માંથી ભૂતકાળ માં જઈ ઠેર ઠેર બધા ને સમજાવ્યું કે જડવા વાવો અને કાપો નહિ. પણ પછી એ ક્યારેય ભવિષ્ય માં પાછો ના આવ્યો. એ ગમે ગામ ફર્યો અને બધી વાર્તાઓ સાંભળી બહારવટિયાઓ ની અને પછી એક બુક લખી.તને ખબર છે એ કોણ હતા? હું હજી કૈક વિચારતો હતો એટલે મેં ના પાડી, મારા ફેવરેટ ઝવેરચંદ મેઘાણી.

એ માણસ જીનીઅસ હતા પણ છતાં એ પાછા ભવિષ્ય માં ના આવ્યા પણ અહિયાં જ રોકાઈ ગયા. મને યાદ છે ત્યાં સુધી તને પણ એ ખુબ જ ગમે છે. હા, મને ગમે છે, આ વાત મેં કદાચ તમને ત્યારે કરી હશે જયારે તમે મને મારતા હસો નહિ? મેં એની સામે જોઈ ને કીધું. એને ચેહરો આગળ ફેરવ્યો ને બોલ્યા ના, અમારી પાસે તારી આખી ફાઈલ છે. તો, જો હવે હું અહિયાં થી ભાગવા ની કોશિશ કરું તો તમે મને ફરી થી મારી નાખશો કે મેં હસતા હસતા પૂછ્યું. ના એ ખાલી ભૂતકાળ માજ લાગુ પડે છે અહિયાં જો મરીશ તો હમેશા માટે મરીશ. ઓક સારી વાત કેહવાય.

મેં તરત ગાડી ની આગળ નું ખાનું ખોલ્યું અને ત્યાં પડેલી ગન કાઢી અને પેલા ની સામે રાખી, પણ જો તમે મારી જશો તો તમે પણ જીવતા નહિ થાવ. એણે જોર થી બ્રેક મારી અને ગાડી ઉભી રાખી. જો છોકરા તું વાત ને સમજતો નથી આ કેટલું સીરીઅસ મેટર છે. મને ખબર છે પણ એક વાત તમને યાદ છે મેં કેટલી વખત સુસાઈડ કરવા ની ટ્રાય કરેલી? હા ૫ વાર હજી પણ તારા હાથ માં નિશાન છે એણે કીધું. અને મેં ધીરેક થી એના હાથ પર થી એની બાય ઉંચી કરી ને કીધું અને તમારા હાથ પર પણ. તો તને ખબર છે? હા મને બધી ખબર છે અને મેં બંધુક મારા માથા પર રાખી.

ઓક, તો તારે બ્લેકમેલ કરવું છે મને, ઠીક છે મારી જ મને શું ફરક પાડવાનો. ઓહ તમને જરૂર થી ફરક પાડવાનો કેમકે જો હું ૨૦૧૭ માં મારી જઈસ તો તમે ૨૧૧૦ માં પણ મારી જશો અને હું મલક્યો. એસમજી ગયો હતો કે બધા પતા ખુલી ગયા હતા. ઓક તારે જવું છે તો તું જ પણ પેલા એ સમજી લે કે તું પાછો જઈસ તો એનું શું પરિણામ આવશે એમ કહી અને ગાડી ના અગલા કાંચ માં એક વિડીઓ શરુ કર્યો.

મારી ગન મારા લમણા પર હતી અને આંખો પેલા વિડીઓ માં ચોટી હતી અને મારી આખો ફાટી રહી ગઈ. મારા માથા પર થી પરસેવો નીતરતો ગણ પર થી મારા હાથ સુધી આવી ગયો અને મારા હાથ માં થી ગણ પડી ગઈ. તો તું સમજ્યો, એ બોલ્યો. જો તું પાછો જઈસ તો શું શું થઇ જશે.

મેં માથું નીચે કયું અને બંને હાથે થી માથું પકડી હું ગાડી ની સીટ માં બેઠો હતો. મારી આંખો માંથી આંસુ પડતા હતા અને આંશુ નીચે ગન પર પડતા હતા. હા હું સમજી ગયો, પણ... મેં ફરી પાછી ગન ઉપાડી અને બોલ્યો પણ મારે રિસ્ક તો લેવું જ પડશે અને મેં ગાડી ના આગળ ના કાંચ માંથી રોડ ની સાઈડ માં ઉભેલો વડલા તરફ જોયું અને પેલા એ પણ એ તરફ જોયું અને બોલ્યો, તું મરી જઈસ, અને આ વખતે હમેશા માટે. ભલે, હું બોલ્યો, કોઈક સારું કામ કરતા કરતા મરીસ.

To be Continue…..