Tari sathe books and stories free download online pdf in Gujarati

તારી સાથે

હું ક્યાંય નથી જવાનો, અહીંયા જ છું, તારી નજીક, તારી સામે. તું સાંભળે છે? હું અહીંયા જ છું.

રવી એ ઉર્મિ નો હા પકડેલો હતો, એની આંખો માંથી ટપ ટપ આંસુ પડતા હતા, થોડી વાર માં શુ થયું એને ખબર જ ના પડી. હજી પણ એને આ એક દુસ્વપ્ન જેવુંજ લાગતું હતું.

હજી એક કલાક પહેલા જ બન્ને લોકો ફિલ્મ જોવા જતા હતા, રવી એટલે હોલીવુડ ની ફિલ્મ પાછળ ગાંડો, અને ઉર્મિ ને ખાલી એમાં રોમેન્ટિક જ ગમે, પણ છોકરાઓ ને રોમાન્ટિક થોડી ગમવા ની, એતો એને સાઈ-ફાઈ મુવી જોવા લઈ જતો હતો.ઉર્મિ ને મુવી માં રસ નથી, એને તો બસ રવિ ના સાથ માં જ રસ છે.

સાંજના સમયે બંને ઇસ્કોન સર્કલ પહોંચ્યા, દેવ આર્ક માં ફિલ્મ જોવાની હતી, શો ના સમય ને હજી વાર હતી તો ભી બન્ને અંદર થિઅટર ના વેઇટિંગ એરિયા માં બેઠેલા. રવિ ને ફિલ્મ જોતી વખતે કૈક ને કૈક ખાવા જોઈએ, પણ અત્યરે બન્ને જણા કોફી પીતા હતા અને જૂની યાદો તાજા કરતા હતા,

પેલા પગથિયાં યાદ છે, રવી એ ઈશારો કરતા કહ્યું, એના ચહેરા પર હાવભાવ જોય ઉર્મિ સમજી ગઈ.

હા યાદ છે મને, સાહેબ આમતો આખા ગામ થી ડરે નહિ પણ કીસ કરવાનો સમય આવે એટલે મુંજાય જાય, ઉર્મિ એ હસતા કહ્યું.

જા ને હવે ડફોળ, તને કાઈ યાદ નહીં. રવી ચિડાવાનું નાટક કરતો હતો.

એવું, તો પ્રુફ આપો? ઉર્મિ એ એનો ચહેરો આગળ કર્યો અને આંખો પલકાવવા માંડી.

રવી જરાક મૂંઝાયો, આજુ બાજુ સ્ટાફ અને કેટલાક અંકલ આંટી બેઠેલા, આ બધાની સામે એમ?

હાસ્તો, કેમ ડર લાગે છે કે કીસ કરતા નહીં આવડતું? ઉર્મિ આંખ મારતા બોલી.

ઉર્મિ બેટા, કીસ કરતા તો અમે કેપ્રીઓ પાસે થી શીખ્યા છીએ, પણ આખા ગામ ને દેખાડવાની જરૂર નહીં, એક વાર લાઈટ બંધ થવા દે એટલે દેખાડું. રવી એ ઉર્મિ નો હાથ પકડતા કીધું.

બીજી ક્ષણે બન્ને ને થોડીક ધ્રુજારી નો અનુભવ થયો, એટલી જોરદાર નહિ કે કાંચ તૂટી જાય, ઉર્મિ એ રવી નો હાથ જોર થી દબાવ્યો.

ના બકા કઇ નથી, તું ચિંતા ના કર. રવી એ હવે એનો હાથ ઉર્મિ ના ખભા પર મુક્યો.

બીજો ઝટકો જરા જોર થી આવ્યો, કાંચ તૂટ્યા અને હવે લોકો ભાગવા માંડ્યાં, મોલ ના સૌથી ઉપર થિયેટર છે એટલે લોકો લિફ્ટ માં દોડ્યા.

રવી એ ઉર્મિ નો હાથ પકડ્યો અને પગથિયાં તરફ ભાગ્યો, એને યાદ હતું કે ક્યારેય ભૂકંપ વચ્ચે લિફ્ટ માં ના બેસાય.એ લોકો નીચે આવ્યા અને મોટા એવાં હોલ માં બધે જોયું, એજ સમયે લિફ્ટ ટૂટી અને ધડામ કરી નીચે પટકાણી, બસ એના થી થોડાજ દૂર એ બંન્ને ઉભા હતા.

એક બીજાનો હાથ પકડી એ દરવાજા તરફ દોડ્યા,

બહાર નીકળ્યા તો હાલત ખૂબ ખરાબ હતી, ગાડીઓ બેફામ ચાલતી હતી, લોકો કાચડાતાં હતા, બિલ્ડીંગો નીચે પડતા હતા, સામે નો ઓવર બ્રિજ તૂટી ગયો હતો.

રવી સીધો બહાર પાર્કિંગ તરફ દોડ્યો, ત્યાં એની બાઇક પડી હતી, એ બાઇક સુધી પહોંચ્યો અને આજુબાજુ જોયું તો લોકો બીજા ની બાઈકો ચોરી કરતા હતા, બે વ્યક્તિ ની નજર એના તરફ ગઈ, એ સમજી ગયો અને બાઇક ચાલુ કરી સીધી ઉર્મિ સુધી લઇ ગયો.

ભૂકંપ ના ઝટકા હજી ચાલુજ હતા, અત્યારે સીટી માં જવું જોખમ હતું, બંને જણા સરખેજ તરફ ભાગ્યા.ઉર્મિ એ રવી ને એકદમ જકડી ને પકડી રાખ્યો હતો.

આ બધું કોઈક ફિલ્મ ના દ્રશ્ય જેવું લાગતું હતુ,રવી એ આખી જિંદગી આવી જ ફિલ્મો જોય છે, પણ અત્યારે તો આ બધું સાચેક થાય છે, અને એને પોતાના કરતા ઉર્મિ ની વધારે ચિંતા હતી.

એ પાછળ વળી ને ઉર્મિ સામે જોવે છે, ઉર્મિ એને જકડી ને બેઠી છે, એનું ટીશર્ટ ઉર્મિ ના આંસુ થી પલળતું હતું, અને એને જોય ને રવી ના મન માં બસ એક વિચાર આવ્યો કે..

આગળ જો, ઊર્મિ એ રાડ નાખી,

રવીએ આગળ જોયું તો જમીન માં તિરાડ પડી ગયેલી અને બાઇક નું બેલેન્સ ખોરવાયું અને બંન્ને નીચે પડ્યા.

ઉર્મિ, ઉર્મિ..રવી આંખો ચોળતો ઉભો થયો, બધે કાળો ધુમાડો હતો, અને થોડે દુર એને ઉર્મિ દેખાણી,

એ ત્યાં પહોંચ્યો, ઉર્મિ ના માથા માંથી લોહો નીકળતું હતું, એણે જલ્દી થી રૂમાલ કાઢ્યો ને માથા પર રાખ્યો,

કઈ નહિ થયુ, ઇટ વીલ બી ઓકે,

પણ ઊર્મિ કઇ બોલી જ નહીં.

એને ત્યારે ખબર પડી કે હવે એની ઉર્મિ નથી રહી.

એ જમીન પર ફસડાયો, એના મોઢા માંથી અવાજ નહતો નીકળતો.એણે બસ ઉર્મિ નો હાથ પકડ્યો અને બોલ્યો.

હું ક્યાંય નથી જવાનો, અહીંયા જ છું તારી...

એટલી બોલ્યો અને બેભાન થઇ ગયો.

અચાનક રવી જાગ્યો, એનું શરીર કામ નહતું કરતું,બસ આંખો હલતી હતી, શરીર નું કોઈ અંગ માં અનુભવ નહતો, ફીલ નતી, અને એની નજર બેડ ની બાજુ માં ગઈ.

ઉર્મિ, હા એજ હતી.હજી એની આંખો લાલ હતી રડી રડી ને.

તું જાગી ગયો બકુ, ઉર્મિ બોલી,

રવી ની આંખ માંથી આંસુ નીકળી ગયા,

ઉર્મિ એ રૂમાલ થી એના આંસુ લૂછયા.

તું ઠીક થઇ જાયસ રવી, આખી જિંદગી થોડી આમ રહેવાનું છે, 2 વર્ષ થયાં અને હજી થોડા વર્ષ ભલે થાય,

રવી એ આંખો બંધ કરી.

અને ઉર્મિ બોલી

હું ક્યાંય નથી જવાની, અહીંયા જ છું, તારી નજીક, તારી સામે. તું સાંભળે છે? હું અહીંયા જ છું.