અંધારી રાતના ઓછાયા-14

કોકડું વળીને ઉત્કંઠા સેઈફની ઓથ લઈ ઊભી હતી.

એના મસ્તિષ્કમાં ભય વ્યાપી ગયો હતો. નાતો અંધારામાં કશું દેખાતું હતું કે ના કશો અવાજ આવતો હતો. એણે ભરેલી રિવોલ્વોરને પોતાની આંગળીઓમાં મજબૂતાઈથી જકડી રાખી હતી.

ટ્રીન ટ્રીન.. ટ્રીન ટ્રીન પોતાનાથી 10 એક કદમ દૂર રહેલો ટેલિફોન પોકારી ઉઠ્યો. પરંતુ ઉત્કંઠા જ્યાં ઊભી હતી ત્યાં જ એ ટસની મસ ના થઇ.

જો એ ટેલિફોન ઉપાડવા જાય તો દરવાજો ખોલનાર એનો પગરવ સાંભળી એને પકડી લે.

એમ વિચારી ડરની મારી તે હતી ત્યાં જ ખોડાઈ ને ઉભી રહી.

રિંગ અટકી ગઈ.

એકાએક લાઈટ આવતાં કમરામાં ટયૂબલાઈટનું દૂધિયુ અજવાળું ફેલાઈ ગયું. કમરામાંનું દ્રશ્ય નજરે પડતાં એ આપાદમસ્તક ધ્રુજી ઉઠી.

એની નજર સામે એક લોહિયાળ મુખવાળો વાઘ જેવો લાગતો ખૂંખાર બિલાડો પોતાનીના શરીરને પરિવર્તિત કરી રહ્યો હતો. એના શરીરની ત્વચા માણસના બદનની ત્વચા જેવી બનતી જતી હતી.

છતાં આંગળાનાં લાંબા નહોર અને કાળા વાળ યથાવત રહ્યા હતા.

પાછળના પગનો રંગ ધીરે-ધીરે ઘઉંવર્ણો બનતો જતો હતો.

મુખ માણસ કરતાં વધુ પિશાચનું લાગતું હતું.

એનો ચહેરો તરડાવાનો શરૂ થયો.

આવું દ્રશ્ય ઉત્કંઠાના હોશ છીનવી લે એ પહેલાં ફરી ટેલિફોનની રિંગ વાગી.

ઘડીકમાં એ ફોન તરફ તો ઘડીક પિશાચ તરફ જોવા લાગી.

આખરે તરત નિર્ણય કરી ફોન પર લપકી.

એ સમજી ચૂકી હતી.

નંદપુરમાં જે પિશાચનો આતંક ફેલાવાનો અહેવાલ છાપામાં આવેલો, આ એ જ પિશાચ હતો.

'હેલ્લો... હેલ્લો.. ગભરાયેલી તે બોલી ઉઠી

સામેથી અવાજ આવ્યો. ઉત્કંઠા બહેન સાહેબ હોય તો એમને ફોન આપોને પ્લીઝ..!

ઉત્કંઠા એ ફોન કરનાર સ્ત્રીનો આજીજી ભર્યો અવાજ સાંભળ્યો. એની દ્રષ્ટિ પિશાચ પર હતી.

ચહેરાની તરડાયેલી લટકતી ચામડી અને બહાર ધસી આવેલા બે કાળા દાંત જોઈ ઉત્કંઠા ધ્રુજી ઉઠી.

એના હાથમાંથી રીસીવર મુકાઈ જતાં સામે દીવાલે અથડાયું.

એણે ઝડપથી પાછું રિસીવર હાથમાં લીધું.

"હેલ્લો , ઈન્દર નથી... તમો..?!"

એની દ્રષ્ટિ પિશાચના બદલાતા રૂપ પર હતી.

જેથી એને શબ્દો જડતા નહોતા.

"ઓહ.. અહી ભૂત છે..!

તમો જલદી આવી જાઓ ...!

મને બચાવો.....! ઓ..માઆઆઆઆ...!"

એક તીણી ચીસ ઉત્કંઠાના મુખમાંથી નીકળી.

પિશાચની તેજસ્વી પીળી લાલ કીકી વાળી આંખ જોઈ એ બેહોશ બની ને ત્યાં જ ઢળી પડી.

રીસીવર હાથમાંથી મુકાઈ જઈને લટકવા લાગ્યું.

રાત્રી આગળ ધપી રહી હતી.

પવન સ્તબ્ધ હતો શોર-બકોર થંભી ગયો હતો.

***

રાત્રીનો 1 વાગી રહ્યો હતો.

પડોશી મિત્ર સુધીરને લાંબા સમયે મળ્યો હોવાથી કુલદીપની વાતો ખૂટતી નહોતી. જોકે છેલ્લા ચાર દિવસથી એની નીંદર પણ હરામ થઈ હતી.

મેરુ અને મોહન નંદપુરામાં મિત્ર કુમારના ઘરેથી પોતાને છેતરી ભાગી ગયા હતા.

કુલદીપ જાણતો હતો કે તેઓ હવે માલદીપ માં તાંડવ ખેલવાના હતા.

એટલે કૂલદિપ મિત્ર કુમારનું ઘર છોડી પોતાના ઘરે માલદીવ આવી ગયેલો.

માલદીવ આવીને જાણવા મળ્યું કે મેરૂની બહેને આપઘાત કર્યો હતો.

કુલદીપને સુધીરની મમ્મીએ બધી વાત કરી એના મકાનમાં મહિના પહેલાં લૂટ કરવા પડેલા ચોરોએ મેરુના માતા-પિતાની ઘાતકી હત્યા કરી હતી.

અને એની નાની બહેન ની આબરૂ લૂંટેલી. એની બહેનને બધી વાત મેરુને કહ્યા પછી આત્મહત્યા કરી લીધી.

આવી આઘાતજનક વાત સાંભળી કુલદીપ પણ સમસમી ગયો હતો.

કુલદીપને હવે એક વાતની ખાતરી થઈ ગઈ હતી.

મેરુ અને મોહન હવે સંપૂર્ણ નિર્દય બનીને પોતાના શિકાર ઉપર ત્રાટકવાના હતા. સુધીરને પ્રેતસૃષ્ટિ વિશેની વાર્તાઓ લખવાનો શોખ હતો.

કુલદીપને પોતાની સાથે આવા વિષય પર ચર્ચા કરવા એને ઉશ્કેરતો.

ઘણી વખતે એની ધારણા પ્રમાણે કુલદીપ જોડેથી રસપ્રદ માહિતી કઢાવવા માટે સફળ થઈ જતો.

ભટકતા આત્માઓ વિશે જાણવાની મિત્ર સુધીરની અભિરૂચિ દિનપ્રતિદિન વધતી જતી હતી.

એથી એ કુલદીપને પોતાના ઘરે રોકી રાખતો. અને એની જોડેથી કંઈકને કંઈક નવી વાત જાણવાનો પ્રયાસ કરતો.

માનવી માંથી ધાતકી હેવાન બનેલા પોતાના પિશાચી મિત્રોની કશી ભાળ મળે એ હેતુથી કુલદીપ મોડીરાત સુધી બહાર રહેતો.

ક્યારેક સુધીર જોડે પણ બેસતો.

મમ્મી ટકોર પણ કરતી.

સુધીરના ઘરેથી પાછા ફરી કુલદીપે પોતાના ઘરના દરવાજે દસ્તક દીધી.

ત્યાં જ એને મમ્મીનો અવાજ સાંભળ્યો.

"એ આવી બેટા..!"

કુલદીપ વિચારતો હતો.

"ઘરે આવ્યો છું, ત્યારનો હું પરેશાન છું..! દોડાદોડ કરું છું એ બધું મમ્મીથી છાનું તો નથી જ..! બિચારી મમ્મી..! નાહક ચિંતા કર્યા કરે છે મારી..!

દરવાજો ખોલતા જ મીઠા ઠપકા સાથે મમ્મીએ કહ્યું.

'બેટા જમવાનો તો ખયાલ કર..! આજે તો જમ્યા વિના સુધીરના ઘરે ભાગ્યો હતો..!"

કુલદીપ જાણતો હતો. પોતે ઘરે હોય ત્યારે મમ્મી ક્યારેય એની પહેલાં જમતી નહીં. એટલે એના અવાજમાં ઠપકાની છાંટ વર્તાઈ.

'તારી તબિયત નો ખયાલ કર બેટા..! ચાર દિવસથી તો ઘરે આવ્યો છે...!

છતાં રાતને દિવસ તુ દોડાદોડ કરે છે..! જો તને કંઇ થઇ ગયું તો..?"

મમ્મીનું ગળું ભરાઈ આવ્યું. એ વાત કે પૂરું કરી ના શક્યાં.

કુલદીપ વિચારતો હતો.

મને યાદ છે, જ્યારે શ્વેત ગુફાએ જવાનો નિર્ધાર કરી નીકળેલો, ત્યારે મારે મમ્મીને ખૂબ સમજાવવી પડેલી.

મમ્મીને મેં આશ્વાસન દીધું હતું કે 'આ તારો દિકરો શહેરમાં કંઈક મેળવવા માટે જઇ રહ્યો છે..!

હંમેશ માટે નહીં એ જરૂર જલદી પાછો ફરશે..!'

ઘરે પાછો ફર્યો , ત્યારે એની મમ્મીની ભાવભીની નજરો આંસુ વહાવી રહી હતી. કુલદીપને ગળે વળગાડી એ કહેતી હતી આટલા દિવસ તું ક્યાં હતો બેટા તારી વૃદ્ધ માની તને યાદ નહોતી આવતી એ અત્યંત ભાવુક બની ગઈ હતી..!

તો ઘરે નહોતો ને બેટા તો કુમાર મને એના ઘરે લઈ ગયો હતો મારા આશીર્વાદ લઈ એણે પ્રભુતામાં પગલાં માંડ્યા એતો મને આવવા જ નહતો દેતો પરંતુ મારે જીદ કરી માલદીવ આવવું પડ્યું તારો મિત્ર ખૂબ જ જિદ્દી છે.. સમજદાર પણ એટલો જ છે મેં એને કહ્યું મારે મન તો તમે બેઉ દીકરા સરખા અહીં રહો કે મારા ઘરે રહો કશો ફરક ના પડે પરંતુ લોકોમાં મોઢા એટલી વાતો થાય એ મારા કહેવાનો ભાવાર્થ સમજી ગયેલો એને ભાવ ભીની આંખે મને વિદાય કરેલી.

પોતાના મિત્ર માટે કુલદીપને માન જન્મ્યુ.

મમ્મી એને બેટો કહે એમ કુમાર પણ નમતું જોખે એમ નથી.

મમ્મીની લાગણીઓની કદર કરે એટલે જ મમ્મીએ ને એ પ્રિય છે.

કુલદીપ સાથે જમ્યા પછી મમ્મી બોલી :કુમાર કહેતો હતો. 'હવે એનું ક્યાંક ગોઠવી દઈએ મમ્મી..! તમારા ધ્યાનમાં કોઈ છોકરી હોય તો ઠીક, નહીં તો મને એ કામ સોંપી દો..!

'પછી તમે શું જવાબ આપ્યો મમા..? પોતાના સગપણની વાત સાંભળી કુલદીપ ઉછળી પડ્યો.

મેં કહ્યું "એ આવે એટલે એને જ પૂછી ને વાત આગળ વધારશુ..!"

'એની હમણાં જ તો જરૂર નથી મમા'. કુલદીપે માથું ખંજવાળતાં કહ્યુ.

જરૂર નથી ..? તારે પરણવું નથી બેટા..? મમ્મી ભડકેલી.

'ના 'મમા એવી વાત નથી...!'

'તો કેમ વાત છે..? કહે ત્યારે કઈ સૂઝ પડે ને..?'

'વાત જરાય એમ છે મમા..! કે તારે છોકરી શોધવાની જરૂર નથી..!'

'શું ..??. તો તો જરૂર તારી ધ્યાનમાં કોઈ હોવાની..?'

મમ્મી એ ઝીણી આંખ કરીને પૂછ્યું.

'હું શહેર ગયેલો ને ત્યાં એક છોકરીથી પરિચય થયો હતો..!'

કુલદીપે કોકડું ઉકેલવાનો પ્રયાસ કર્યો.

એ છોકરી સુશીલ, સંસ્કારી અને અત્યંત સુંદર છે મા..! એ મને ખૂબ ગમે છે..!

'શું નામ છે..?

એનું મમ્મીને ઘણી રાહત થઈ.

'મિન્ની.. મિન્ની નામ છે અનુ..!'

ખુબ સરસ માસ્ટરજી ને વાત કરી આમ પણ તારા પિતાજી મારી વાત કદાપિ અવગણતા નથી બધું સમુસુતરૂં પાર પડશે ઘરે વહુ આવશે પારણું બંધાશે નાની-નાની પગલીઓ પડશે એક રમણીય સપનું સાકાર થતું જોઈ મને હર્ષઘેલી થઈ ગઈ

ત્યાર પછી કુલદીપ બેડ પર આડો થયો ઉજાગરો અને આંખો પર થાક હોવાથી પડતાંવેંત એને ઊંઘ આવી ગઈ.

***

ભરનીંદરમાં રહેલા કુલદીપને લાગ્યું.

જાણે પોતાને કોઈ બોલાવી રહ્યું છે. અવાજ ખૂબ ઉંડે ઉંડેથી આવતો હોય એમ લાગ્યું.

આંખો મસળતો એ બેઠો થયો.

બહારથી સુધીરનો અવાજ સંભળાયો.

'કુલદીપ ... ઓ કુલદીપભાઈ..!!

'કોણ છે ભાઈ..?'

ખાતરી કરી લેવા કુલદીપે પૂછ્યું.

હું સુધીર છુ..! તુ મારો અવાજ નથી ઓળખતો..?'

સુધીર એના અસલી મિજાજમાં હતો. કુલદીપે દરવાજો ખોલી નાખ્યો.

'સુધીર આટલી મોડી રાતે..? બધુ ઠીકઠાક તો છેને..?'

કુલદીપને સુધીરનુ અડધી રાતનું આગમન આશ્ચર્યકારક લાગ્યું.

'બધું ઠીકઠાક છે યાર પણ..!'

'પણ શું..?'

કુલદીપના ચહેરાની રેખાઓ તંગ થઈ.

'યાર તારે કોઈ સાથે અફેર તો નથીને..?'

'નહીં તો..! કેમ આમ પૂછે છે..?'

એણે તરત જ પોતાનો મોબાઈલ કુલદીપના હાથમાં મૂકતા કહ્યું "તમારો કોલ છે જે પણ કોઈ સ્ત્રીનો , અને અડધી રાત્રે...!"

'ચુપ મર બદતમિઝ..!'

કુલદીપે આંખો બતાવી ફોન રીસીવ કર્યો.

હાલોલ કુલદીપ બોલું છું.

જવાબમાં સામેથી આવતા અવાજને કુલદીપ સાંભળી રહ્યો.

હાલો કુલદીપભાઈ હું મિસિસ ઠક્કર મલ્હાર ઠક્કર ની વાઈફ બોલું છું..!

'યસ, બોલો શું વાત છે..?'

તમે જલ્દી મારા ઘરે આવી જાઓ ભાઈ તો ખૂબ જ ડરી ગઈ છું ચાર દિવસ પહેલાં છાપામાં પેલા પિશાચનો લેખ આવેલોને..! ઓહ નો ..! મારાથી ફોન પર બધી વાત નહીં થઈ શકે..! મારા પતિની લાશ ટોયલેટમાં પડી છે અને એમનો ચહેરો..!' સુધાનો ગળું ભરાઈ આવતાં એનાથી એક ડૂસકુ મૂકાઈ ગયું.

ભયથી એના શબ્દો લથડ્યા હતા.

'બહેન તમે હિંમત ન હારતાં..! ટોયલેટનો દરવાજો ખોલતાં નહીં..! હું અબઘડી આવું છું..!'

કુલદીપે ફોન ડિસ્કનેક્ટ કર્યો કે તરત જિજ્ઞાસાવશ સુધીરે પૂછ્યું. 'કોનો ફોન હતો કુલદીપ..? એ સ્ત્રી ખૂબ ગભરાયેલી લાગતી હતી મને તો નામ પણ નહોતી કહેતી..! જુઠ્ઠાણું ચલાવી કુલદીપે આંખ મિચકારી.

કુલદીપ ગંભીર હતો.

એના ચહેરા ઉપર અકળાવનારા ભાવો હતા.

કશુંક અશુભ બન્યું હોય એવો એનો ચહેરો કહેતો હતો.

એને સુધીર તરફ જોતાં કહ્યું.

સુધીર તારૂ બાઈક લઈ લે..! હમણાં પાછા આવીએ..! બહાર જવું છે !!

સુધીર સમજી ગયો.

કુલદીપ મજાકના મૂડમાં નહોતો.

જરૂર એ કોઈક સંકટમાં સપડાયેલા વ્યક્તિની વારે ધાવા પોતાને પણ આહ્વાન આપી રહ્યો હતો.

કુલદીપના પરોપકારી સ્વભાવથી સુધીર પરિચિત હતો.

એ જાણીજોઈને સુધીરને સાથે લેતો.

અને સુધીર આવી તક જતી કરે એવો નહોતો.

સુધી એ બાઈક સ્ટાર્ટ કર્યું એટલે કુલદીપ એની પાછળ બેસી ગયો.

ત્યારે સુધીર કોમેન્ટ કરવાનું ચૂક્યો નહિ.

સારો લાગે છે મને શિકાર માટે બલિનો બકરો બનાવી લઈ જાય છે કુમારે મુખમાં હસતાં-હસતાં કહ્યું.

ડૉ.મલ્હાર ઠક્કરના ઘરે લઈ લે..! સિરિયસ મેટર છે યાર..!

( ક્રમશ:)

સાબીરખાન પઠાન 9870063267

***

Rate & Review

Verified icon

Vasu Patel 3 months ago

Verified icon

Dhara Patel 4 months ago

Verified icon

Dilip Bhappa 8 months ago

Verified icon

Ajaysinh Chauhan 8 months ago

Verified icon

Bhavna 8 months ago