અંધારી રાતના ઓછાયા-16

પ્રભાતે સૂરજનુ પહેલુ કિરણ નજરે પડ્યુ પણ નહોતુ ને અંધકાર ભાગી ગયેલો.

વહેલાં ઉઠી નિત્યક્રમ માટે જોડાઈ જનારાં લોકોની આછી ચહલ-પહલ હતી.

દૂધ કઢાવ્યા પછી પોતાનાં વાછરડાં માટે ભાંભરી રહેલી ગાયો-ભેસોની લાંબી બાંગો કૂલદિપના ધરમાં ચા પી રહેલાં સુધા ઠક્કર, કુલદિપનાં મમ્મી-પપ્પા, સુધીર અને ખુદ કુલદિપને પણ સંભળાતી હતી.

ક્યાંક આળસુ કૂકડાની કૂક પણ એમને કાને પડી જતી હતી.

વહેલાં-વહેલા સુધાઠક્કરે કૂલદિપનાં મમ્મી-પપ્પાને જે વાત કરી, તેનાથી એમની બેચેની વધી ગયેલી.

"શુ ખરેખર આવુ બન્યુ હશે..? પોતાના દિકરાએ ખરેખર પ્રેત સામે બાથ ભીડી હશે..?

ઓહ..મા..! પરોપકાર કરવા જતાં વારંવાર બહાર ધસી જતા પૂત્ર પર નિયંત્રણ નહી રાખે તો પોતે દિકરો ઘુમાવી નાખશે..!" એવી ભીતિથી કુલદિપનાં મમ્મીનુ અંતર ભરાઈ આવ્યુ.

પોતાના દિકરાને કિચનમાં બોલાવી એમને સંભળાવી દિધુ.

"બસ ધણો થયો પરોપકાર.. હવે મને પૂછ્યા વિના તારે ક્યાંય ડગ માંડવાનુ નથી.

તારી પરોપકારી ભાવનાથી હું મારો દિકરો.!'

કુલદિપે મમ્મીના મોઢા પર હાથ દાબી દિધો.

મમ્મીના ભાવભીના શબ્દો એના સીનામાં ઉતરી ગયા.

મમ્મીનો ડર એ સમજી ગયો.

મમ્મીને સમજાવવાનો પ્રયાસ એણે કર્યો.

"ઓહ.. મમ્મા..! હું જાણતો હતો...!

તુ કંઈક આવુ કહીશ..! પરંતુ મારા જેવા ભોળાજીવનુ પ્રભુ હમેશાં રક્ષણ કરે છે.

મને કંઈ નહી થાય મમા..!

આ.. જો..!"

'કુલદિપે પોતાના જમણા હાથની ઉંગલીમાં રહેલી મુદ્રા બતાવી..

'આ મુદ્રા ધણી પવિત્ર છે.!

એક મહાન તપસ્વી બાબા એ તે આપેલી.

એ મારુ રક્ષણ કરે છે પગલી.. !'

મા, દિકરાના જિદ્દી સ્વભાવને સારી પેઠે જાણતી હતી.

તેથી એ કશુ ના બોલી.

કુલદિપ પેલી મુદ્રાને પસવારતો સુધિર અને સુધા ઠક્કર જોડે આવ્યો.

રાતની નિષ્ક્રિયતાથી આ મુદ્રા પર કુલદિપને ધણી ખીજ ચડી.

સુધીર દિગ્મૂઢ હતો.

પોતાના મિત્રએ પિશાચ સામે બાથ કેવી રીતે ભરેલી..?

'શુ કુલદિપ જાણતો હતો કે પિશાચ એને કશી ઈજા નહી કરે..?

કે પછી કુલદિપ જોડે પિશાચને મહાત કરે એવી કોઈ ચમત્કારી શક્તિ તો નહી હોયને..?'

સુધીરને પોતાનો મિત્ર હવે ખૂબ રહસ્યમય લાગ્યો.

કુલદિપ એની પડખે આવી બેઠો એટલે હિમ્મત કરી એને પૂછી નાખ્યુ.

'યાર મને એક વાત સમજાતી નથી

આજના દિ એ બનેલી ત્રણેય કમનસીબ ધટનાઓ જુદા-જુદા સમયે સ્થળે બને છે.

પ્રથમ ધટનામાં કમલની હત્યા સાડાબારના સમય ગાળા દરમ્યાન થાય છે.

ઈન્દ્રનિલના કહેવા પ્રમાણે ,એ સમયે બે બિલાડા નજરે પડે છે.

ત્યાર બાદ દોઢથી બે વાગ્યાના સમયગાળામાં બે દુર્ધટના બીજી ઘટે છે. ત્રણેય હૂમલા દરમ્યાન કમલ અને મલ્હાર ઠક્કરનુ શૈતાનો ઢીમ ઢાળી દે છે.. ઉત્કંઠા અને સુધા ઠક્કર સદનસિબે બચી જાય છે.

બન્ને બિલાડા પરસ્પર જુદા પડી હત્યાઓ આરંભે છે એતો સમજ્યા.. પણ કુલદિપ મને એક વાત નથી સમજાતી. 'જો આવી આત્માઓ ધંમાડાના ગોટાઓમાં પરિવર્તિત થઈ ઉડી જતી હોય, તો પછી એમને બિલાડા સ્વરુપે ભાગવાની શી જરુર પડે..?

અને નવાઈની વાત એ છે કે ભૂત-પિશાચના હૂમલામાં મરનારનો ચહેરો પણ પિશાચ જેવો થઈ ગયો હોય. એવુ આજતક બન્યુ નથી.

અને બન્યુ હોય તો મને જાણવા મળ્યુ નથી.

મલ્હાર ઠક્કર , બહાદૂર અને કમલ ત્રણેયના ચહેરાઓ આવા હોય તો તાજ્જુબ કહેવાય..!"

'સુધીર તારી વાત વિચારવા જેવી છે મારા મનમાં પણ આવા સવાલો ઉદભવે છે..!"

"હાલ પૂરતુ તને હું એટલુ જ કહીશ. જ્યારે મને આ કોયડાનો ઉકેલ મળશે તો સૌથી પહેલાં હું તને જાણ કરીશ..!"

સુધા ફિક્કુ હસી.

કુલદિપના ઉડાઉ જવાબથી સુધીર થોડો નિરાશ જરુર થયો.

એની બેચેની કુલદિપ સમજતો હતો.

પરંતુ એ બધી વાત સુધીરને પોતાની આગવી સ્ટાઈલથી સમજાવવા માગતો હોવાથી હમણાં 'પિશાચવિધ્યા' વિશે કંઈ પણ કહેવુ એને ઉચિત ન લાગ્યુ.

મિત્રના જવાબથી અકળાઈ ઉઠેલા સુધીરે ફરીવાર પૂછ્યુ.

"કુલદિપ પેલી શ્વેત પરી જેવી યુવતી જો સુધા બહેન અને ઉત્કંઠા ભાભીને બચાવી શકી તો પછી ડૉક્ટર ઠક્કર અને કમલને શા માટે એણે મરવા દીધા..?!'

કુલદિપને લાગ્યુ આ વખતે સાવ ઉડાઉ જવાબ નહી ચાલે. એટલે સમજીને એણે ગળે ઉતરે એવો ઉતર વાળ્યો.

સુધીર તારા જેવી જ મારી હાલત છે.

પ્રેતલોક વિશે હું જેટલુ જાણુ છું, એ મર્યાદામાં આવતા તારા સવાલના ઉતર દેવા હું સમર્થ હોઉં છું..!

પરંતુ મર્યાદા બહારના સવાલો માટે મારી હાલત જોવા જેવી થાય છે.

તારા આ સવાલ માટે આટલી જાણકારી મારી જોડે છે.

કદાચ તારા વાંચનમાં કે સાંભળવામાં ક્યાંય આવ્યુ હોય તો સાંભળ..'

કેટલાક સાધકો કલ્પેશ્વરીની સાધના કરે છે. ગૂઢ વિધ્યાનો સહારો તેઓ આવા કાર્યો માટે લેતા હોય છે.

એટલે એવુ બની શકે કે કોઈ સાધકે પિશાચ વશ કરેલો હોય કોઈ કારણસર એ પિશાચ ધારણા વિરુધ્ધનુ કાર્ય કરે ત્યારે એની બગાડેલી બાજીને સુધારવા કલ્પસુંદરી ખડે પગે ઉભી હોય છે.

એ શ્વેતપરી જેવી સ્ત્રી કલ્પસુદરી હોઈ શકે. સાધકે કલ્પેશ્વરીને આદેશ આપવામાં વિલંબ કર્યો હશે.

એટલે એ ફક્ત સુધા અને ઉત્કંઠાને જ બચાવી શકી.

'શુ આવુ પણ બનતુ હશે..?' સુધા ઠક્કરને પણ કુલદિપની વાત ગળે ઉતરી ગઈ..!

સુધીર કોઈ નવો સવાલ પૂછે એ પહેલાં કોઈએ દરવાજે દસ્તક દીધી.

બધાંની નજર એક સાથે દરવાજે ચોટી ગઈ.

મમ્મી ઉભાં થઈ અર્ધખુલ્લા દરવાજે આવ્યાં.

એમણે દરવાજો ખોલી બહાર ઉભેલ આગંતુકને જોઈ વિમાસણ અનુભવી.

સન્મુખ ઉભેલી નવયૌવનાની લટકતી ઝૂલ્ફો અને કાજલી પાણીદાર આંખો જોનારને પહેલી નજરે સ્પર્શી જાય એવી હતી.

થોડી અલ્લડ પણ ખૂબસુરત એ લાગતી હતી.

'કોનુ કામ હતુ..?' ઘડીભર માટે અસમંજસમાં પડેલાં કુલદિપનાં મમ્મીએ પૂછ્યુ.

'આ કુલદિપભાઈનુ ઘર છે..?'

રૂપાની ઘંટડી જેવો સ્વર કુલદિપે સાંભળ્યો.

ચિરપરિચિત અવાજથી એનુ હ્રદય તીવ્ર ગતિએ ધડકવા લાગ્યુ. એ સતર્ક કાને બેઠો.

'હા..હા એનુ જ ઘર છે.. હું કુલદિપની મમ્મી છુ..! આવો..!

એનો આત્મિય રણકો સાંભળી તરતજ એનાં મમ્મીએ એને આવકારી.

એ અજાણી યુવતીએ કુલદિપની મમ્મીના ચરણ સ્પર્શ કરવા નમી.

કુલદિપના મમ્મીના હૈયામાં ગુદગુદીની એક લહેર દોડી ગઈ.

'અરે.. અરે બેટી..! અનાયાસે જ એમનો હાથ તેણીના માથે મૂકાઇ ગયો.

"શુ નામ તારુ..?"

"જી મૃણાલ..! એ છે ને ભીતર..?"

કુલદિપનાં મમ્મીની આશંકા દ્રઢ બઠી

આ કુલદિપ જેની વાત કરતો હતો એ જ છોકરી લાગે છે. એવુ એમણે ધારી લીઘેલુ.

કુલદિપના મમ્મીનુ મન એને માત્ર ઘરમાં જ નહી હૈયામાં સમાવવા થનગની.

કુલદિપ પોતે ગડમથલમાં હતો કે એ અંદર આવી ગઈ.

તમામ નજરો વિસ્મયથી એને જોતી રહી.

યલો કલરની સાડીમાં એનુ રુપ નિખરી રહ્યુ હતુ.

ધવલ ચહેરાની ચમકમાં ચંદ્રમાની ચાંદનીનુ મિશ્રણ જાણે ભળી ગયુ હતુ.

પગમાં પાતળી ઝાંઝરીઓ હતી.

એના કોમળ હાથ પર મૉંગી રીસ્ટવોચ શોભી રહી હતી. એના કાનોમાં લટકતાં શ્વેત મોતીઓનાં એરિંગ્સ એના લાવણ્યને નિખારતા હતાં.

સુઘડતાથી ગૂંથેલી બંને ચોટલીઓમાં મોગરાની વેણી લટકતી હતી. જેની ખુશ્બુ આખા ખંડમાં મહેકી ઊઠી.

આવુ મહેંકી ઊઠેલું વ્યક્તિત્વ અને એની ગહેરી ગહેરી આંખોંમાં કુલદીપની દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ.

એ આંખોમાં ભીનાશ ઊંડાણ હતાં.

સોનેરી સપનાં હતાં.

અને વિશેષમાં જાણે કે એ આંખો પોતાને ઓળખતી હતી.

પોતે પણ એ આંખોથી પરિચિત હતો. પોતાના મનોભાવને ચહેરા ઉપર પ્રકટ ન થવા દેતાં મુગ્ધભાવે કુલદીપ જોતો રહ્યો.

વળી સુધીરની હાલત તો જોવા જેવી હતી. પણ સૌદર્યના સરોવરને નજર સામે છલકતું જોઈ સુધીર મંત્ર-મુગ્ધ બની ગયેલો.

પોતાના જીવનમાં આજતક આવી સુંદર યૌવના એને જોઈ નહોતી.

એના ખૂબસુરત મોહક વ્યક્તિત્વથી બધાં અભિભૂત થઇ ગયાં.

પછી બિચારા એકલા સુધીરની શી વિસાત..?

વળી પુરુષની જાત પાણી પાણી થઈ જ જાય ને..!

કુલદીપના કાન માં બીજુ કોઈ સાંભળે નહીં એમ સુધીર ગણગણ્યો.

"સાલા લફરાબાજ..! હમણાં તારો ઉધડો લઉં છું..!"

કહેતાં કશું જ ન બન્યું હોય એમ એ પોતાના વાળ માં આંગળા નાખી માથું ખંજવાળતો રહ્યો.

અહીં હાજર તમામ જણ પોતાને શાશંક નિગાહે ટગર-ટગર જોયા કરે છે.

એ વાત સમજી ગયેલી રહસ્યમય રમણી મરક-મરક મુખમાં હસી.

કુલદીપ અને સુધીની મધ્યમાં ઊભેલી મનોહારી યૌવનાએ સુધિર તરફ હાથ લાંબો કરી હોઠ ખોલ્યા.

"તમે....!??"

એના ભાવભીના એક શબ્દ સુધી રડતો બેઠો થઈ ગયો.

કુલદિપે એનો હાથ પકડી નીચે બેસાડી દીધો.

"તમે જ કુલદીપ...!"

એણે વાક્ય પૂરું કરતા સુધીર ખળભળી ઉઠ્યો.

ખીજાઈ ગયો.

સુધીરનો વહાલો લાગે એવો ગુસ્સો પણ જોવા જેવો હતો.

કુલદીપના મમ્મી અને સુધા ઠક્કરે સવાલ ભરી નિગાહે એની સામે જોયું.

બધાની નજર ને પામી ગઈ હોય એમ કુલદીપ ઉપર નજર ફેરવતી એ બોલી.

"તો તમે જ છો કુલદીપ એમને..?"

"હા, હું જ કુલદીપ છું..!

મૃણાલે સૌની સામે એક નજર નાખી. છેલ્લે સુધીરની મૂંઝવણ પામી ગઈ હોય એમ મીઠું મીઠું એ હસી.

એણે કુલદીપને સૂચક રીતે કહ્યું.

"મારે એક અગત્યની વાત કરવી છે પણ???"

જાણી જોઈને અટકી. કુલદીપ સમજી ગયો.

જાણી જોઈને તે યુવતી એને ખાનગીમાં વાત કરવા માગતી હતી.

કુલદીપે ઘરમાં પ્રવેશતા પહેલાં સુધીર પર એક નજર નાખી.

સુધીર ઉંચો નીચો થઇ ગયો હતો.

બંને બીજા ખંડમાં પ્રવેશ્યાં.

"બોલો હવે શી વાત છે..?"

"શ્રી ભાભી અને હું સાથે ભણતાં હતાં..!"

પોતાના આગમનનું પ્રયોજન જણાવતાં એણે કહ્યું.

" નંદપુરામાં એમને હું મળેલી.

એક રિશ્તેદારને મળવા અહીં માલદીવ આવવાની છું, એવી મારી વાત જાણી શ્રી ભાભી કહ્યું. "માલદિવમાં મારા લાડકા દેવર કુલદીપને એટલા સમાચાર આપજો કે તમારી ભાભીની નીંદર વેરણ બની છે...!

ભય અને ખોફથી આખો દિવસ ફફડતા રહે છે. પેલો બિહામણો ચહેરો પીછો છોડતો નથી. તો જલદી આવીને મળે..!"

"કેવો ચહેરો..?"

કુલદીપે આંખો ઝીણી કરી પૂછ્યું.

મેં પણ આવો જ એમને સવાલ કરેલો તો શ્રી ભાભી કહ્યું તમે એટલું કહેજો કુલદીપભાઈ બધુ સમજી જશે..!

કહેજો કે કુમાર પણ ખૂબ યાદ કરે છે.. જો જો ભૂલ થાય નહીં..!"

મૃણાલે શ્રીને 'ભાભી' કહ્યું.

એ વાત કુલદીપને અટપટી લાગી. સખી વળી 'ભાભી' કેવી રીતે થઈ ગઈ..?

કુલદીપને ખીજ ચડી.

પણ એ ચૂપ રહ્યો.

"મેં સમાચાર આપી દીધા. હવે બાકી તમે જાણો..!

હું તો જઈશ..!

કહેતી ઉતાવળા પગલે એ બહાર દોડી આવી.

દરવાજે ઉભેલા સુધીર પર એક મારકણી નજર નાખી ઝડપથી એ બહાર નીકળી ગઈ.

સુધીરના હોઠ ફફડીને રહી ગયા.

કુલદીપનો હાથ ખભે પડતાં જ કંઈક એની સાથે વાત કરવાની સુધીરની ઇચ્છા મનમાં જ રહી ગઈ.

આજે કુલદીપનો હાથ એને ઝાડના થડ જેવો લાગ્યો. સુધીરની પરેશાની જોઈ મૃણાલનો ચહેરો ગલગોટાની જેમ ખીલી ઉઠેલો.

એની માયુસી જોઈ એના મુગ્ધ હૈયાએ મૃણાલને થોભી જવા મજબૂર કરી દીધી.

વહી જતી મૃણાલની પીઠને તાકી રહેલા બન્ને મિત્રોના શ્વાસ થંભી ગયા.

સુધીરનું મન ટહુક્યું "બસ એક નજર જોઈ લે તો જીવતર ધન્ય થઈ જાય..!" એની લાગણીનો જ પડઘો હોય એમ એણે મુખ ફેરવ્યુ.

"કુલદીપભાઈ જરા અહીં આવો તો..!"

એક વાત કહેવાની રહી જાય છે.

કુલદીપ એની પાસે દોડી ગયો.

મૃણાલ એ કુલદીપને કહ્યું કુલદીપભાઈ મારું નવું સ્વરૂપ જોયા પછી તમે પરિચિતતાની લાગણી અનુભવી તે હું જાણી ગઈ છું...!

તમારી મુદ્રા મલિન તત્વની અસર માં છે બીજુ તો તમને શું કહું...!

દરેક સ્ત્રી દરેક સમયે પવિત્ર નથી હોતી. પ્રકૃતિના નિયમ મુજબ બધું બને છે. તમે સુધા ઠક્કરનો હાથ પકડેલો ત્યારે જ પવિત્ર મુદ્રા અપવિત્ર બની ગઈ છે.

સુધા ઠક્કરને એના કંપાઉન્ડની દિવાલનો કોટ ઓળંગતી વખતે અને સ્કુટર પરથી હાથ પકડી ઉતારતાં તમારાથી ભૂલ થઈ ગઈ.

બસ હવે હું વધુ કશું કહેતી નથી. તમો જરા પવિત્ર વસ્તુઓના ધૂપથી મુદ્રાનો મેલ દૂર કરજો એ પવિત્ર થઈ જશે નહીં તો...?

પેલા તમારા મિત્રને સાચવજો કે જો.

એ મન પર લગામ રાખીએ નહીં તો રાત્રે ઊંઘ નહિ આવે.

કહી સુધીર ભણી એક નજર કરીએ ચાલતી થઈ ગઈ

કુલદીપે પાછા ફરી સુધીરને કહ્યું.

"સુધીર એક ફોન કરવો છે અને પછી તરત મારે જવું છે..!"

"ક્યાં પેલી ની પાછળ..? " ઉભા ઉભા ખીજાયેલા સુધીરે કહ્યું.

"ઓ મારા બાપ..! એ કદાચ મારી ભાભી બનવાને વધુ લાયક છે..!"

કહેતાં કુલદીપ મરકમરક મુખમાં હસ્યો.

પોતાની ચોરી પકડાઈ ગઈ છે એ વાત જાણી સુધીર માથું ખંજવાળવા લાગ્યો.

જીવનમાં પહેલીવાર કોઈ ગમ્યું હતું.

અને એના માટે પોતે પોતાના જીગરી મિત્ર ની ઈર્ષા કરી બેઠો. પણ પકડાઇ જતાં ભોંઠો પડી ગયો.

કુલદીપે કુમારને ફોન કરી ને કહી દીધું કે નંદપુરામાં થોડા દિવસ પહેલા જે બનાવો બન્યા હતા તેવા જ બે કિસ્સા અહીં રાત્રે બન્યા છે.

તો કેમેરા સાથે આવી જા. તારા અખબાર માટે સરસ મેટર છે.

બંને લાશો પોસ્ટમોર્ટમ માટે ગઈ છે.

દસ વાગ્યે બધી ક્રિયા થશે તો એ પહેલાં આવી જજે.

ત્યારે કુમારે કહેલું તારી ભાભી એકલી છે. અને પેલો ચહેરો નજરે પડ્યા કરે છે.

એ બહુ ડરી ગઈ છે.

,"મારા ભાભી જોડે હું આવું છું..!"

"આ રવાના થયો એેમ જ સમજ..! તું પણ ઘરેથી નીકળી જા. અહીં માલદીવનુ કામ પતાવી મમ્માને મળી ને પાછો તારા ઘરે આવી જજે. પછી બધી વાતો કરશુ..! શું કહ્યું..!!"

"ઠીક છે હું આવુ છું..!"

કહી કુમારે ફોન મૂકી દીધો.

કુમારનો ફોન મુકાઈ જતાં કુલદીપે સુધીરને કહ્યું.

"સુધીર.., તુ સુધાઠક્કર ને કંપની આપજે.

મમ્મી અને તું સાથે જ જમજો. આજે આપણા ઘરે સુધા ઠક્કરને રોકી રાખજે..!

હું આજે સાંજે કે પછી વહેલી સવારે આવી જઇશ. ..! એટલી ભળામણ કરી. મમ્મીના ચરણ સ્પર્શ કરી પછી કુલદીપ સડસડાટ કરતો દોડી ગયો.

સુધીર ઝડપથી જતા પોતાના જીગરી મિત્રને તાકી રહ્યો.

ત્યાર પછી એ મૃણાલની યાદોમાં લીન થઇ ગયો.

( ક્રમશ:)

-સાબીરખાન પઠાણ

M. 9870063267

***

Rate & Review

Verified icon

Vasu Patel 3 months ago

Verified icon

Kinjal Bhagat 7 months ago

Verified icon

Dilip Bhappa 8 months ago

Verified icon

Ajaysinh Chauhan 8 months ago

Verified icon

Bhavna 8 months ago