અંધારી રાતના ઓછાયા-19

રૂના ઢગલા જેવી શ્વેત ગુફા પ્રકૃતિના અનુપમ સૌંદર્યથી શોભતી હતી.

શ્વેત ગૂફાનાં પંખીઓ શ્વેત..

જંગલ કન્યા શ્વેત ...

ને હરણા પણ શ્વેત..

બિલાડીઓ શ્વેત..

અને મોટાભાગના ફૂલો પણ શ્વેત જ હતાં.

અહીં આવી ગયેલા વ્યક્તિને મોહી લેવા આ નજારો અદભૂત હતો.

પૂરતો હતો.

એ ગુફામાં પ્રવેશતા જ અમે દંગ રહી ગયા. ગુફામાં હળવો ઉજાસ પથરાયો હતો.

ભૂમિ લીંપેલી સ્વચ્છ હતી.

અને ખૂણામાં લાકડાની લાંબી પાટ પર જૂના-પુરાણા જાડાં જાડાં પુસ્તકોનો ઢગ ખડકાયેલા હતો.

ત્યાં લાકડાની બનાવટના બે પ્યાલા પડ્યા હતા.

મધ્યભાગે ગુરુદેવ સમાધિગ્રસ્ત દશામાં બેઠા હતા.

એમની પડખે બે ચાર માનવ ખોપરીઓ પડી હતી.

હવનકુંડ ગુરુદેવની સામે જ હતો.

જેમાંથી સુવાસિત ધૂમ્રસેરો નીકળી રહી હતી.

ગુરુદેવના શ્વેતવાળ તપસ્વિને છાજે એમ ગૂંથાયેલા હતા.

બંધાયેલા હતા.

એમનો તેજોમય ચહેરો મોટી શ્વેત મૂછો અને દાઢીમાં ઘણો ખરો ઢંકાઈ જતો હતો. એમણે કમરથી ઢીંચણ લગી શ્વેત વસ્ત્ર વીંટાળ્યું હતું.

ગળામાં મીંઢળની માળા સાથે તુલસીની માળા પણ હતી.

કપાળમાં ભભૂતી વડે લીટા તાણ્યા હતા. પેટ પર પણ રાખનાં નિશાન હતા.

એમના તેજસ્વી ચહેરાનું ઓજસ અમારી આંખોને આંજી નાખતું હતું.

એમના મુખ પર શાંત ભાવો હતા.

ક્યાંય જોવા પણ ગંભીરતા ન હતી.

અમે ત્રણેય મિત્રોએ હાથ જોડી નમીને ગુરુદેવને મૂક પ્રણામ કર્યા.

બંધ આંખે ગુરુદેવે હાથ ઊંચો કરી આશીર્વાદ આપ્યા.

આવા વિસ્મયજનક આંચકાઓથી અમારી આંખો હવે ટેવાઈ ગઈ હતી.

અમારા આગમનની જાણ ગુરુદેવને દિવ્યદ્રષ્ટિથી થઈ ગઈ હતી.

મેરુ અને મોહન અચરજ ભરી નિગાહે મારી સામે જોતા રહ્યા.

"વત્સ..!" ગુરુના હોઠ ઊઘડ્યા.

"તમારા આગમન વિશે હું સુપેરે જ્ઞાત છું..! તમે ઘરે થી અહી સુધી આવવાનો નિર્ધાર કરી નીકળ્યા ત્યારથી જ..!"

ગુરુનો મધુર છતાં શુદ્ધ સ્વર અમને ડોલાવી ગયો.

એમની વાણીમાં જાણે સમ્મોહન હતું.

"હું બધું જ જાણું છું...!" તેઓ બંધ નયને બોલતા રહ્યા.

"તમારુ અહીં આવવાનું મકસદ પણ મારા ધ્યાનમાં છે..!

આપણ નિરાંતે પછી વાત કરીશું.

જાવ થાક્યાપાક્યા હશો.

બહાર નિર્મળ જળ છે.

સ્નાંનાદિથી પરવારી ફળ ફ્રુટ આરોગો.

થોડો આરામ કરી નિરાંતે મારી સન્મુખ ઉપસ્થિત થાવ..

અમે ત્રણે મૂંગા-મૂંગા ગુરુનો આદેશ અનુસરી ગુફાની બહાર નીકળ્યા.

અમે વહેતા ઝરણા નજીક આવ્યા.

ત્યારે મને મિન્ની નો વિચાર આવી ગયો કે 'એ ક્યાં હોવી જોઈએ..?'

મારુ મન એને મળવા અધીર હતું.

"તમે બંને સ્નાન કરી લો.

હું ફળ-ફળાદી લઇ આવું...!"

બંને મિત્રોને ઝરણા પર લાવી મેં કહ્યું.

"ભલે પરંતુ જલ્દી પધારજો..!"

મોહન બોલ્યો હતો.

ગુફાની પછવાડે એક નાની કેડીએ હું ચાલવા લાગ્યો.

નાના નાના ફળ ફ્રુટવાળા છોડવાઓ પરસ્પર ગૂંથાઈ ગયા હતા.

પપૈયાંની લાંબી કતારો હતી.

ચીકુડીઓ ફળોથી ભરચક હતી.

દાડમ અને દ્રાક્ષ હતાં.

અહીંનો નઝારો જોતા જ મુખમાં પાણી આવી ગયેલું.

હું ચીકુના ઘેઘૂર વૃક્ષ નીચે ઊભો હતો. બાજુમાં થોડી કેળો ઉગેલી હતી.

"ફળોથી જ રોજ પેટ ભરવાનું હતું હવે..!" હું મનોમન બબડેલો.

નીચે પડેલાં પાકાં-પાકાં ફળો હું વીણતો રહ્યો.

અને એક મોટા કેળાના પાનમાં એકઠાં કરતો રહ્યો.

થોડાંક બીજાં ફળ લાવવાનાં ઇરાદે ગીચોગીચ વનરાજીને ભેદતો હું આગળ વધી ગયો.

થોડાંક બીજાં પાકાં ફળ સાથે હું ત્યાં પાછો ફર્યો.

જ્યાં કેળના પાનમાં ફળો એકઠા કર્યા હતાં.

પરંતુ ત્યાં નાતો કેળનું પાન હતું કે ના તો ફળો હતાં.

મને આશ્ચર્ય થયું

"અરે અહીંજ તો મુકેલાં ક્યાં ગયાં બધાં ફળો..?"

હું મૂંજાઇ ગયો હતો.

ત્યારે જ મારી મૂંઝવણનો ઉત્તર હોય એમ મારી પાછળથી એક મધુર હાસ્ય સંભળાયું.

મેં ધડકતા દિલે પાછળ જોયું.

મિન્ની ઊભી હતી.

સવારે ગુલાબની પાંખડીઓ પર પડેલી ઝાકળની જેમ એના ચહેરા પર પાણીની આછી બુંદો હતી.

એના વાળની લટો ભીંજાઈ ગઈ હતી. લાગતું હતું એ પાણીમાં ભીંજાઈને આવેલી.

આવતાં વેંત મને ડરાવવા માગતી હોય એમ મુક્ત રીતે એ હસી પડી.

"કેમ ડરી ગયા ને સાહેબ..?"

ત્રાંસી નજરે મને જોતાં તે ખડખડાટ હસી.

"એમ સુંદર સ્ત્રીઓ થી ડરી જઈએ એવા અમે નથી ..!"

"એમ..?"

એની આંખો ચકળ-વકળ થઈ.

"હા, વળી એમ શું..?"

એને મુક્ત મને વાતો કરતી જોઈ મેં પૂછયું. "મિન્ની તારા વિશે કંઈક કહીશ નહિ..?"

"મારા વિશે...?

શું કહું મારા વિશે..?

એક જંગલ કન્યા છું હું..!"

"તુ જંગલ કન્યા હોય તો તારી ભાષા આટલી શુદ્ધ કેવી રીતે હોઈ શકે..?

તારું ઘર અને વર..?"

"એ.. એય...!"

મને ટોકતાં એને કહ્યુ.

"મારું તો હજી ..!" એ આગળ બોલતાં શરમાઈ ગઈ.

"સાહેબ, તમને હું મન ખોલી બધું જ કહીશ..! બધું જ..!"

"તમે જે ગુરૂદેવને મળ્યા એની હું પુત્રી છું..!

મને ઘણી નવાઈ લાગી.

શુ ગુરૂ સંસારી હશે..?

મારું મન પામી ગઈ હોય એમ મિન્ની બોલી. હું ગુરૂપુત્રી તો ખરી..!

પરંતુ માનવ પુત્રી નહીં..!

એક મિન્નીને ગુરુએ પોતાની વિદ્યા અજમાવી સુંદર કન્યા બનાવી નાખી.

ગુરુએ મને માનવ દેહ આપ્યો એટલે બોલો હું ગુરૂપુત્રી થઈને..?"

જાણે પહેલી જ વાર મીનીને જોતો હોઉ એમ હું એને આબાદ મસ્તક નીરખતો રહ્યો. "ગુરુ શ્વેત ગુફા છોડી ગાયબ થઈ જાય ત્યારે હું ગુફાની તમામ સાફ-સફાઈ કરી લઉં છું..!

કાષ્ઠના જલપાત્રમાં જળ ભરી લઉં છું..!"

હવે જ મને સમજાયું કે મિન્ની પોતાનું નામ જણાવવામાં કેમ ખચકાતી હતી.

છતાં એક બિલાડીમાંથી એ સ્ત્રી બની હોય એ વાત જ મને સંદિગ્ધ લાગતી હતી.

અને મારા અવિશ્વાસના બદલામાં હું સામે ઉભેલી મિન્ની ની જગ્યાએ શ્વેત ધૂમ્રસેરોને ઉડતી જોઇ રહ્યો.

જોતજોતામાં ધુમાડો પવન સાથે ઊડી ગયો મિન્ની ઊભી હતી.

એ જગ્યાએ પૂંછડી પટપટાવતી માંજરી આંખોવાળી એક બિલાડી ઊભી હતી.

એક અદભૂત નજારો જોયો હતો.

મને મારી આંખો પર વિશ્વાસ જ ના હોય એમ એક નજર મેં પાછળ કરી.

મિન્ની મારી પાછળ તો નહીં છૂપાઈ હોય ને..?

પાછળ કોઈ જ નહોતું.

પછી મેં ફરી સામે જોયું, તો મારી આંખોમાં વિસ્મય હતું.

મારી સામે જ મિન્ની નવયૌવનાના રૂપમાં મરકમરક હસતી હતી.

એની આસપાસ શ્વેત ધૂમ્રસેરો ઊડી રહી હતી.

"હવે તો માનો છો ને સાહેબ.. કે હું બિલાડી માંથી યુવતી બની એ વાતને..?

તમારી ખાતરી માટે જ મારે ફરી રૂપ બદલવું પડ્યુ.

તમારી જાણ માટે કહી દઉં.. તમને અહીં લાવતાં ભૂગર્ભ માર્ગમાં પ્રકાશનુ માધ્યમ બની સૌ પ્રથમ હું જ તમને મળેલી..!

ગુરૂની આજ્ઞાથી મેં મારા કદને થોડુંક વધારી નાંખેલુ..!

"શું વાત કરે છે તું..?"

જાણે કે એક પછી એક બધા જ રહસ્યો ઉપરથી પર્દાફાશ મિન્ની કરી રહી હતી.

"તો પછી પાછળથી મળેલી બે બિલાડીઓ કોણ હતી..?"

મે જાણવા ખાતર પૂછ્યું.

"એ બંને મારી નાની બહેનો છે..!"

તમે ત્રણે ઘરેથી સ્વેત ગુફાએ પહોંચવાનો મનસૂબો કરી નીકળ્યા ત્યારે જ ગુરુએ મને કહ્યું હતું.

"મિન્ની..! ત્રણ યુવાનો મજબૂત મનોબળ અને દૃઢ નિર્ધાર સાથે શ્વેત ગુફાએ પહોંચવા નીકળ્યા છે.

તેઓ અહીં સુધી પહોંચવામાં જરૂર સફળ થશે..

એ ત્રણેમાં એક મધ્યમ કદનો , ગૌરમુખ ક્રાંતિ ધરાવતો , વાંકડિયા વાળવાળો, ઉત્સાહી યુવાન એના ઉત્તમ ગુણોના કારણે મારા માટે સુયોગ્ય છે..

"કેમ ગુરુદેવ તમારા માટે એટલે..?" મેં જાણવા માટે ગુરુને પૂછ્યું હતુ

તો ગુરુએ ખુલાસો કરતા કહ્યું મારે સર્વ ગુણ સંપન્ન બત્રીસ લક્ષણા યુવાનની જરૂર હતી.

જેનામાં મારી વિદ્યાના તેજને ધારણ કરવા નું સામર્થ્ય હોય..!

જેનામાં આ વારસાને જાળવી સદુપયોગ કરવાનું બળ હોય..!

એ તમામ યોગ્યતાઓ ને લાયક છે એ યુવાન..!

એ માનવતા પ્રેમી અને પરોપકારી હોવાથી મને ઘણો પ્રિય છે પરંતુ...?"

"પરંતુ શું ગુરુદેવ..?" ગુરુના મનની વાત જાણવાનું સામર્થ્ય મારામાં નહોતું.

"એ બધી વાત જવા દે..!

ગુરુ એ વાત ટાળતાં કહ્યું.

વિધિની વક્રતા ને કોઇ પહોંચી વળે એમ નથી...!

મારી શક્તિ પ્રમાણે હું વર્તિશ..!

બાકી તો વિધિનો ખેલ..!

ગુરુની છેલ્લી વાત મારી સમજમાં ના આવી.

તમારા મિત્રો વિશે એ જરૂર કંઈક કહેવા માગતા હતા.

પરંતુ જાણી જોઇને એમને વાત પર પડદો નાખ્યો.

ખુદ મારી વિદ્યા ગુરુદેવને અનુસરતી હોવાથી એમના મન નો ભેદ હું ના જાણી શકું..

હવે એક બીજી વાત સાહેબ..!

તમને નવાઈ લાગે છે ને હું આટલી શુદ્ધ ભાષા કેવી રીતે બોલી શકું છું એ વાતની..?"

મિન્ની એક પછી એક રહસ્યનો પડ ઉધાડી રહી હતી.

વિણાના રણકાર જેવો એનો મધુરો સ્વર મારા હૈયાને ભીંજવતો હતો.

મિન્ની મારા માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયેલી.

ઇશ્વર જાણે કઈ લાગણી મને એની તરફ ખેંચી રહી હતી.

સાહેબ બધી ગુરુદેવની કૃપા છે..!

એણે મધુરતાથી કહ્યુ.

"ગુરુએ મને કહેલું. તારે માનવ સમુદાયમાં જીવવાનું છે.

તુ એમનાથી જરા પણ ઉતરતી કોટિની નથી.

તને તમામ પ્રકારનું જ્ઞાન મારી વિદ્યાના બળે મેં આપ્યું છે.

રામાયણ-મહાભારત વેદ-પુરાણ બધુ જ શીખવ્યું.

પરકાયા પ્રવેશ કરી આધુનિક વાણી-વર્તન વ્યવહારને જાણવા-માણવા હું કુશળ બની. ગાયન વાદન શીખી.

તમે જેમ જેમ વિદ્યાભ્યાસ કરશો તેમ તેમ મારી વાતની સત્યતાની ખાતરી તમને થતી જશે..!"

મિન્નીના શુદ્ધ ઉચ્ચારોનું રહસ્ય હવે મને સમજાય ગયું હતું.

મિન્ની મને વધુને વધુ ગમતી જતી હતી. લગાવ એટલો પ્રબળ બનેલો કે મારા મનમાં સવાલ ઉઠયો હતો. જો મિન્ની મારી જીવનસાથી બને તો..?

જો મિન્ની મારા ઘરે ચાલે તો..?

આ 'તો' નો અત્યારે મારી જોડે કોઈ જવાબ નહોતો.

મારા વિચારો પામી ગઈ હોય એમ મિન્ની હોઠમાં હસી.

હવે મને પાકી ખાત્રી થઈ ગઈ હતી.

મિન્ની પરમનોમંથનને પામી જતી હતી.

મારા ચહેરા પર લજ્જાની લાલીમા પથરાઈ ગઈ.

છતાં હિંમત કરતાં હું બોલ્યો.

મિન્ની.. તુ મારી..!

હું બોલું એ પહેલાં મારી સામે હાથ લાંબો કરતાં એ બોલી.

એય..નનનન...!

પછી ખીલખીલાટ કરતી દોડી ગઇ.

મારા કહેવાનો ભાવાર્થ એ પહેલાંથી જ સમજી ગઇ હતી.

હું મિન્નીના ખયાલોને વાગોળતો ફળો લઈ ગુફા તરફ રવાના થયો.

***

પોતાના ગોરા મુખડાની હડપચીને હથેળીમાં ટેકવી એક ધ્યાનથી કુલદીપની વાત સાંભળી રહેલી શ્રી, કુલદીપ જેવો વિરામ લેવા અટક્યો કે તરત પૂછી બેઠી.

" તમારી મિન્નીનું રહસ્ય સમજાયું દેવરજી... પરંતુ તમને ખાતરી છે કે મને મળે છે એ જ મિન્ની હોઈ શકે..?"

શ્રી સામે જવાબમાં ફક્ત એને સ્મિત કર્યું.

એ સ્મિતમાં ઘણો ભેદ છુપાયો હતો.

એ ભેદને જાણતી જ હોય એમ કુમાર પર નજર ઠેરવી બોલી.

" કુમાર જો મિન્ની ખરેખર બિલાડીનું સ્વરૂપ લઈ શકતી હોય તો પછી મારી સખી મિન્ની એ તમારી મિન્ની જ હશે..

એ વાતમાં સંદેહ નથી...

અને હા, કેટલાય દિવસથી એક બિલાડી પણ મારી સાથે ઘરોંબો કેળવીને રહે છે..!" કુમાર ચુપ હતો.

કુલદીપનું સાહસ પ્રસંશનીય અને નિંદનીય પણ હતું.

એને મનની વાત તરત જ કહી દીધી.

"કુલદીપ મને તારું આ પગલું અયોગ્ય લાગ્યું..!

વિના વાંકે કેટલાય નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ ગયો..!

નિર્દોષ લોકોનો ભોગ લેવાયો એ તારી વાત સાચી કુમાર..!

પરંતુ હું સદઆશયથી જ વિદ્યા ગ્રહણ કરવા શ્વેતગુફાએ ગયેલો...!

મને તો સપનેય ખ્યાલ નહોતો કે ગુરુનો અંતકાળ નજીક હશે.

અને બધી વિદ્યાઓ સાથે અમારે પિશાચ વિદ્યા ગ્રહણ કરવી પડશે.

ગુરુ તો એમ જ કહેતા રહ્યા.

બધુ ઈશ્વરાધીન છે.

આપણા હાથની કોઈ વાત નથી.

જે થશે.

જે થયું.

અને જે થનાર છે.

બધુ પૂર્વનિર્ધારિત છે

"તુ શુ સમજે છે મોહનને ગુમાવ્યાનું દુઃખ મને નથી...?

બીજા નિર્દોષ લોકો કમોતે મર્યા એનો રંજ મને નહી હોય..?

અરે હું તો એવો અભગિયો છું કે મારા જ હાથે મારા મિત્રોની હત્યા થઈ રહી છે.

અને એક કડવા ઘૂંટની જેમ મારે પીડાને પી જવાની છે.

કોફી બનાવવા ગયેલી શ્રી ના કાન અહીં જ હતા.

તરત જ કુલદીપનો બચાવ કરતા એ બોલી "બધુ અજાણતાં જ થયુ છે કુમાર..

દેવરજી ક્યાં જાણતા હતા કે શ્વેત ગુફાથી તેઓ પોતાના મિત્રોને નહીં પણ પિશાચોને લઈ પાછા ફરવાના છે..?"

બંને મિત્રોએ કોફી પીધી.

શ્રીએ ફટોફટ રસોઈ તૈયાર કરી દીધી.

ત્યાં લગી બંને મિત્રો આડી વાતે વળેલા જમ્યા પછી કુમારે કહ્યું.

"માલદીવ જઈ મેં પેલી પૈશાચિક ચહેરાવાળી લાશના ફોટોગ્રાફ લીધા. ત્યારબાદ પોસ્ટમોર્ટમ થયેલું.

બહાદુરના કેસની જેમ જ આ લાશોમાંથી લોહીનું ટીપું મળ્યું નથી.

બંનેના શરીર પર અગાઉની જેમ જ જંગલી જાનવરના નહોરના નિશાન હોય એમ એવા ઉજરડા હતા.

જરૂર સામસામે જપાજપી થઈ હશે.

કુલદીપ ઇન્સ્પેક્ટર ઇન્દ્રનીલ અને આ કેસની જાણ થતા તરત દોડી આવેલો મારો મિત્ર મિતમાતરી પણ પરેશાન છે.

"કેસમાં સસ્પેન્સ જેવું કશું છે નથી.

ખૂની કોણ છે, એ તો લાશો દ્વારા સૌ જાણે છે..!

છતાં ખૂની ક્યાંય નથી..!

કેવી રીતે એને પકડવો..?

કોઇ સામાન્ય માણસનો ખેલ નથી, કે ગજું નથી...!"

ઈસ્પે ઇન્દ્રનીલના કહ્યા પ્રમાણે આ બનાવથી ચાર દિવસ પહેલાં ફેલાયેલો પિશાચોનો ખૌફ પુનઃ જીવંત થઈ ગયો હતો.

પુરાવો જોયા પછી ધણો મોટો બુદ્ધિશાળી વર્ગ હેરાન છે.

અહીંનો ડોક્ટર ખુદ આશ્ચર્યમાં છે તેના રિપોર્ટમાં એે લખે છે.

"આ ચહેરો કુત્રિમ નથી.

ચહેરો બનાવટી નથી કે ના એમાં કોઈએ ચાલાકી કરી માસ્ક બાસ્ક લગાવેલુ છે..

કોઈ ગૂઢ શક્તિનું જ આ કારસ્તાન છે.

ઈસપેકટર ઇન્દ્રનીલની ઊંઘ હરામ થઇ ગઈ છે.

કેમકે હવે તો આખા ગામને રક્ષવાની જવાબદારી માથે છે.

"પરંતુ એ શું કરે કેવી રીતે પકડેલા જીવતા શેતાનોને..?"

બિચારા ઇન્સ્પેક્ટર સાહેબ પોતાને જ ભૂત વળગ્યું હોય એમ, દોડાદોડ કરી બધાને દિલાસા દેતા ફરે છે કે બધુ ઠીક થઈ જશે..! અમે પિશાચની પાછળ જ છીએ..!

કુલદીપ કુમારની કાર્યવાહી અને રિપોર્ટની ડીટેલ સાંભળતો હતો.

કુમારે જે સાંભળેલુ એ સાચું હતું.

ડર હવે ઘટવાને બદલે વધવાનો હતો.

સમગ્ર રાષ્ટ્રની સાથે અસર કરતા પુરા પંથકમાં આવતીકાલના અખબારો પવનવેગે ફરી આ પિશાચી ઘટનાના વાવડ ફૂંકી દેવાનાં હતા.

પત્રકારોના પહેલાંની જેમ જ ટોળે ટોળા ઉમટી પડશે.

લોકોમાં જાતનો ભય અને આતંક સજ્જડ રીતે ખૂપી જશે.

દિવસ આથમતાં કોઈ ચકલું પણ બહાર ફરકશે નહીં.

બૂમાબૂમ આવી જ થશે.

કુલદીપ જાણતો હતો.

બધી દોડધામ છતાં શિકાર પોતાનું કામ કરી જતો હતો.

બે ઘડી વિરામ લેવા રોકાયેલા કુલદીપે ચર્ચા જાળવી રાખેલી.

મુખને જરાય વિરામ નહોતો મળ્યો.

ધ્યાનથી કુલદીપની વાતો સાંભળી રહેલી શ્રી બોલી.

"દેવરજી પૂરી વાત સાંભળ્યા પછી કશો નિર્ણય લઈ શકાય..!

તમે તમારી વાત આગળ વધારો..!"

"ભલે, વાત હવે પૂરી થવાના આરે છે. સાંભળો ત્યારે..!"

"વહેતા ઝરણામાં મેં પણ સ્નાન કર્યું.

ત્રણે જમ્યા.

મિન્ની પાણી લઈને આવી.

મિન્નીનું દીલ મે જીતી લીધું હોવાથી હું છૂટથી એની સાથે વાત કરી શકતો હતો મેં જાણી જોઇને મિન્ની સાંભળે એ રીતે મોહનને ઉદ્દેશી કહ્યું.

"મોહન અહીંથી વિદ્યાનો વારસો આપણે સાથે લેતા જઈશું.

ઉપરાંત મમ્મી માટે સુંદર ઉપહાર પણ લેતા જવાના છીએ..!"

સાચે જ..! કયો ઉપહાર છે મને નહિ બતાવો..!"

મોહનની આંખોમાં વિસ્મય હતું.

અને મિન્ની મારી વાત ન સમજે એટલી નાદાન નહોતી.

પોતાનો અડધો ચહેરો એને હથેળીમાં ઢાંકી લજ્જા વ્યક્ત કરી.

એની પ્રત્યેક અદા મને એની નજીક લઈ જતી હતી.

જમી-પરવારીને ગુરુના દરબારમાં હાજર થઈ ગયા.

એમને પ્રણામ કર્યા.

ગુરુએ આશીર્વાદ આપ્યા.

એમના તેજસ્વી નેત્રનું તેજ અમારા સીનામાં ઉતરી ગયુ.

મારો આત્મા સળવળી ઉઠ્યો.

પેલું ચેતન તત્વ ધડકી ઊઠ્યું.

કોઈ દિવ્ય પુરુષ ના મુખમાંથી ઝરતી અમૃતધારા જેવી વાણી ગુરુ-મુખેથી નીકળી.

આપણ કાલ સવારથી જ અભ્યાસનો આરંભ કરશું.

આજે હું તમને વિવિધ વિદ્યાઓ અને એની પ્રાથમિક માહિતી આપીશ.

જેના સદ્-અસદ્ પ્રભાવની પણ વાત થશે અમે ત્રણે ગુરૂ સામે ગુરુની અવસ્થામાં જ બેઠક લીધેલી.

એમના શબ્દો અમે મંત્રમુગ્ધ બની સાંભળતા રહ્યા.

સૌથી પહેલા હું તમને મનને કેન્દ્રિત કરતાં શીખવીશ.

પોતાની મનોશક્તિને વશ કરી લેશો ત્યારે જ ધ્યાનસ્થ (ધ્યાનની એક યોગ્ય દશા)માં જઈ શકશો.

મન સમ્મોહન કારી થતાં તમારા આદેશોની ધારી અસર સામેની વ્યક્તિ પર થઈ શકશે. તમે બોલ્યા વિના જ ધાર્યું કામ કોઈપણ વ્યક્તિ જોડે કરાવી શકશો.

પર કાયામાં પોતાના મનનું પ્રત્યારોપણ કરી બીજાની પ્રત્યેક લાગણી મહેસૂસ કરી શકશો.

કોઈનું દર્દ સમજી શકશો.

અને જડમૂળથી દુઃખને દૂર કરવાની આવડત તમારામાં જન્મી જશે.

આ દુર્લભ જ્ઞાનની સાથે હું તમને ચમત્કારિક અસર કરતી જડીબુટ્ટીઓ આપીશ.

જેનાથી કોઈપણ જીવની શારીરિક માનસિક વ્યાધિઓ પર તમે આસાનીથી કાબૂ મેળવી લેશો.

પર મનોમંથનને જાણી લેવાની ગજબની ખૂબી પણ આ વિદ્યામાં શામિલ છે.

પ્રાણી પંખીઓનું સ્વરૂપ ધરી એમના અવાજો પારખવાની કળા શક્તિ તમને પ્રાપ્ત થશે.

જેનાથી સારા માઠા બનાવોનો અણસાર તમને આવી જશે.

તમારું સ્વરૂપ તેજસ્વી બનશે.

શુદ્ધ થયેલો આત્મા ચેતન તત્ત્વની જગ્યા-જગ્યાએ ઝાંખી કરી શકશે.

ગુરુના અવિરત વાણીપ્રવાહનો અદભુત અસરમાં અમે ખેંચાતાં જતા હતા ગુરુના શબ્દો જાણે કે શબ્દો નહીં આદેશો હતા અમારા માટે..

એકાદ પળ અટકી ગુરુએ કહ્યું.

હવે છેલ્લી વિદ્યા છે પિશાચ વિદ્યા...!

મારા વહાલા બાળકો..!

વિદ્યા હંમેશા સદહેતુ માટે જ સર્જાયેલી હોય છે.

જો એનો દુરુપયોગ થાય તો એ વિદ્યા સાધકને લાભ આપવાને બદલે નુકશાન વધુ કરે છે.

મેં જે પહેલાં વિષયોની જાણકારી આપી એમાં તમે ધ્યાન ના રાખો તો શીખેલું બધું ભૂલી જવાય છે.

છેલ્લે આવતી પિશાચ વિદ્યા કોઈને પણ આપતાં પહેલાં મારા ગુરુએ મને સો વાર વિચાર કરવા કહેલું.

એમની વાત ખોટી નહોતી.

આ વિદ્યાનો મલિન પ્રભાવ સાધક પર ઝડપી અસર કરે છે.

હવે મારો અંતકાળ નજીક છે.

એટલે વારસો કોઈકને તો આપવો જ પડે ને..?

નહીં તો વિદ્યા નષ્ટ થઈ જાય..

મારો દેહ વિલય થતાં મારું પૂર્ણ રૂપ જ્યોતિર્મય બની જશે..

સૂક્ષ્મ દેહમાં તરવરી ઉઠતાં હું તમને મારી અંતિમ ઇચ્છા જણાવીશ.

પિશાચી વિદ્યા વિશે તમારે ઘણી સાવચેતી રાખવી પડશે.

પિશાચ વિદ્યાનો પ્રયોગ અયોગ્ય સમયે કરવામાં આવે તો વિદ્યા સાધકને મલિન અસરમાં લાવી મૂકશે.

તમારા શરીરમાં પ્રવેશેલુ અે મલિન તત્વ વિદ્યાને સમેટી લીધા પછી ગમે ત્યારે માનવ રક્તની મહેક માત્રથી શરીરમાં ફરી પ્રગટ થઈ ઉઠશે...!

અને સાધકને માનવ રક્ત પીવા માટે મજબૂર કરી દેશે.

તબાહી મચાવી શકે..

એટલે વત્સ..! આ વિદ્યાનું યોગ્ય કાળે નિર્ધારિત સમયે આહ્વાન કરવું જરૂરી છે.

આ વિદ્યાનો લાભ તમને કહી દઉં. જાળવવામાં આવે તો આડઅસર નહીં કરે. જ્યારે પોતાના પ્રદેશ પર કોઈ આફત આવી પડે, કોઈ દુશ્મનો તમારા પર ચઢી બેસે, તો પિશાચી શક્તિ ધરાવતી એક વ્યક્તિ અનેકને ભારે થઈ પડે છે..

"હે ગુરુદેવ..! યોગ્ય સમયે પિશાચી વિદ્યાનો પ્રયોગ કરતાં એની આડઅસર તો નહીં થાય ને..?"

મેં કહ્યું ને પિશાચ વિદ્યાને અયોગ્ય કાળે અજમાવાય તો જ નુકસાન કરશે...!

બાકી આ વિદ્યા તમને બાહુબલી બનાવી મૂકશે..!

બધી જ વિદ્યા શીખ્યા બાદ તમે આદર્શ જીવન ગાળી લોકોની સેવા કરશો એવી હું અપેક્ષા રાખું છું..!

વિદ્યાનો સદુપયોગ તમને ધન, યશ બધું જ વણમાગ્યે અપાવશે.

તમારાં સપનાં આપમેળે સિદ્ધિઓને વરશે..

અને હા, મારા અંતકાળની વાત તમે મિન્નીને કરશો નહીં..!"

એક લાંબુ પ્રવચન આપી ગુરુએ નિરાંતનો દમ લીધો.

કાષ્ઠના પ્યાલામાં કોઈ અજાણી વનસ્પતિના પર્ણોનો રસ અમને પાવી ગુરુ એ ત્રણેયની ભૂખ પ્યાસ મિટાવી દીધી.

સાંજ પડે તમે ગુફામાં નીંદ લઈ શકો છો..!

અહીં કોઈ જંગલી પ્રાણીઓનો ડર રાખવાની જરૂર નથી..!

અહીંના તમામ પ્રાણી મારી સમ્મોહન શક્તિથી વશીભૂત છે.

એ આ પ્રદેશમાં પગપેસારો કરતાં નથી.

મારા વતી મિન્નીને કહેજો એ ગુફામાં સાફ-સફાઈ કરી રાખશે..!"

( ક્રમશ:)

***

Rate & Review

Verified icon

Vasu Patel 3 months ago

Verified icon

Dhara Patel 4 months ago

Verified icon

Hiren Rathod 4 months ago

jabru

Verified icon

Kinjal Bhagat 7 months ago

Verified icon

Hiten Parmar 7 months ago