22 Single - 13 books and stories free download online pdf in Gujarati

૨૨ સિંગલ - ૧૩

જોબ પરથી આવીને હર્ષ સીધો જ પલંગમાં આડો પડ્યો. સવારથી કરેલી દોડાદોડી ને લીધે હવે પગ દુખતા હતા. સવારે મેનેજર એ સંભળાવેલી ગાળો હજીય કાન માં ગુંજતી હતી. બપોરના જમ્યા વગર કામ પૂરું કર્યું તો પણ મેનેજર એ ગાળ દીધી એટલે આખો મૂડ ખરાબ થઇ ગયો હતો. પરસેવાથી કપડા સ્મેલ કરતા હતા પણ એને ય બદલવાનો કંટાળો આવતો હતો. પેટમાં બિલાડા દોડતા હતા પણ પલંગમાંથી ઉભા થવાની હિંમત હોય તો ચા અને બિસ્કીટ પણ ખવાય ને!!

થોડીવારમાં ફ્રેશ થઈને ચા-બ્રેડનો નાસ્તો કરીને હર્ષ એના ફેવરીટ ટેબલ પર મોબાઈલ લઈને બેઠો. અચાનક જ વોટ્સએપ માં પ્રિન્સી નું નેમ ટાઇપ કરીને એનું પ્રોફાઈલ પિક્ચર જોવા લાગ્યો. અનાયાસે એક વહાલભર્યો હાથ પણ ફોટા ઉપર ફેરવાઈ ગયો. બીજા મિત્રના વોટ્સએપ સ્ટેટસ માં એને એની વાઈફ ના ખોળામાં સૂતેલો જોઇને હર્ષ નું દિમાગ પણ એ જ વિચારે ચડ્યું.

કાશ! મારે પણ કોઈક હોય. ઓફિસેથી થાકીને ઘરે આઉ તો એક પ્રેમાળ હાસ્ય સાથે સ્વાગત કરે. ફ્રેશ થઈને બહાર નીકળું એટલે હાથમાં ગરમાં-ગરમ ચા અને નાસ્તો આપે અને આખા દિવસની બધી વાતો કરે. પણ કાશ!!!

આ વિચાર ચાલતા હતા ત્યાં જ પાવર ગયો. હર્ષ પણ થોડો વર્તમાનમાં પાછો ફર્યો. અજાણતા જ કંઇક બીજા વિચારો દિમાગે ચડી ગયા. રૂમને લોક કરી બાઈક લઈને સીધો મંદિર પહોચ્યો. આજે તો એને એના બધા જ સવાલો ના જવાબ ભગવાન પાસેથી જોઈતા જ હતા, ફેસ-ટુ-ફેસ.

પણ, આજે ભગવાન હર્ષ થી નારાજ હોઈ એમ વાત કરવાના મૂડ માં નહોતા. હર્ષ જેવો એમની સામે ગયો એટલે એમણે એક હાથ ઉંચો કરીને ઉભા રેહવાનું કહ્યું (આશીર્વાદ ની મુદ્રા- ટોક ટુ માય હેન્ડ્સ...). હર્ષે ઉભા ઉભા હનુમન ચાલીસા પૂરી કરી અને પછી એનો સીધો સંવાદ શરુ થયો.

હર્ષ : હે ભગવાન, મારા તરફ કોઈક વાર તો જુઓ. ૨૨ પુરા થવાના. હજી સિંગલ છું. એટલી હદે સિંગલ છું કે કસ્ટમર કેરમાં ફોન કરું તો પણ હમેશા પુરૂષ જ ફોન ઉપડે. કોઈ છોકરી સાથે વાત કર્યાને તો જાણે સાત ભવ નીકળી ગયા.

ભગવાન : હા, કંઈક માંગવાનું હોય ત્યારે જ અહિયાં સુધી અવાય. બાકી તો બહારથી જ બાઈક પર બેઠા-બેઠા આંખે હાથ લગાડીને ચાલવા માંડતો.

હર્ષ : પણ તમે આજ સુધી આપ્યું જ ક્યાં છે. કહી કહી ને થાક્યો કે ડબલ કરી આપો પણ...

ભગવાન : આ યાર, તમારા માણસો નું પણ અઘરું કામ છે. કોઈક બૈરી છે તો દુખી છે, કોઈક નથી તો દુખી છે અને પાછા બધા એકબીજાની કેટલી સારી દેખાય છે એને લઈને દુખી છે. મને પણ સમજાતું નથી કે શું કરવું? હું તો રહ્યો ભોળો ભગવાન, પહેલેથી જ ‘તથાસ્તુ’ કહેવાની આદત આ જમાનામાં ક્યાં ચાલે.

હર્ષ : તો પણ કૈક તો કરી આપો.

ભગવાન : હા, ચલ. એક ડીલ છે. આજે સવારે જ એક કાકા આવ્યા હતા એ કાકી થી બહુ પરેશાન હતા. એમણે સિંગલ થવું છે. તો તું એમની કાકી લઇ લે એટલે તું ડબલ થઇ જય અને કાકા સિંગલ થઇ જાય. તું પણ ખુશ, કાકા પણ ખુશ અને મને શાંતિ.

હર્ષ : જાવ ને ભગવાન, મઝાક શું કરો છો. દિવસે દિવસે મારું ટેન્સન વધતું જાય છે ક્યાંક હું એમ જ ના મરું!

ભગવાન :ટેન્શન??!! અને તને ??!!! ગયા મહીને ૮૨ કિલો વજન હતું, હમણાં ૮૪.૬ છે. એક જ મહિનામાં અઢી કિલો નો સીધો વધારો થયો અને ટેન્શન કહે છે તું!!!!

હર્ષ : તમને મારું વજન કેમની ખબર?

ભગવાન : જોયું ને, ભૂલી ગયો ને કે તું અત્યારે કોની સાથે વાત કરે છે?

હર્ષ : હા, સોરી ભગવાન. પણ આ મહીને કંઇક તો...

ભગવાન : શું તંબુરો આ મહીને? તને કેટલા ચાન્સ આપ્યા? હવે તને જમવાનું બનાવી આપ્યા પછી મોઢામાં તો તારે જાતે જ નાખવું પડે. તું તો હાથ આપતા ગળે લાગવાની જ વાત કરે છે સીધો.

હર્ષ : ના ભગવાન, એમ નહી. પણ ચાન્સ તો આપો!!

ભગવાન : ચાન્સની તો વાત જ ના કરતો. ગયા અઠવાડિયે ટ્રેનમાં સામે બેઠેલી છોકરી ને જોઇને તે શું કર્યું? એણે તને સ્માઈલ આપી અને તું સીધો એની સાથે સગાઇ, પછી લગન અને સીધો હનીમૂન ના સપના જોવા લાગ્યો ને ક્યાં ઊંઘી ગયો એ ખબર જ ના પડી. પેલી તો એમ જ નૌ-દો-ગ્યારાહ થઇ ગઈ. હવે બોલ, આમાં કોનો વાંક, મારો કે તારો? બહુ મોટી આઈ તે પાછી ચાન્સ વાળી!!

હર્ષ : હા, મારો જ વાંક હતો.

(મનમાં) આજે શું છે બધાને. કંપનીમાં મેનેજર, અહિયાં ભગવાન, લડવા જ બેઠા છે મારી સાથે.

ભગવાન : ચલ, મને એતો કહે કે કોઈક છોકરી માટે શું કરવા તૈયાર છે.

હર્ષ : બધું જ ભગવાન.

ભાગન : જો જે હા ભાઈ. જોશ માં નહી હોશમાં બોલજે, તું જે બોલે છે એ ચિત્રગુપ્ત કમ્પુટર માં ટાઇપ કરે છે. જયારે ઉપર આવીશ ત્યારે બધું ચેક થશે. અહિયાં કઈ તારી ગવર્મેન્ટ જેવી લાલીયાવાડી નહિ ચાલે.

હર્ષ (ખચકાઈને) : હા ભલે.

ભગવાન(થોડું વિચારીને) : ચલ અઠવાડિયામાં એક વાર નકોરડો ઉપવાસ કરવાનો. શનિવારે રૂમથી ૧૦ કિમી દુર જે હનુમાન દાદા નું મંદિર છે ત્યાં એક નારિયેળ ચડાવાનું. પેલી સિંઘમ પિક્ચર જોયું છે ને એમ તારે પણ ત્યાં શનિવાર ભરવા આવાનું.

હર્ષ : હા દાદા, પાંચ વાર જોયું છે સિંઘમ તો.

ભગવાન : હે માણસ ,કેટલો ફાજલ સમય છે તારી પાસે તો!! ખરેખર બહુ સિંગલ છે તું. ચલ એ બધું છોડ, તારે સિંઘમ ની જેમ ૧૧ શનિવાર ચાલતા ભરવાના અને મંદિરમાં ૨૧ રૂપિયાની ‘સિંગલ’ ના નામની ભેટ આપવાની.

હર્ષ : ૧૦ કિમી ચાલતા?!!

ભગવાન : હા ૧૦ કિમી ચાલતા જવાનું અને ચાલતા જ આવાનું. મહેનત તો કરવી પડે ને. છોકરી જોઈએ છે કે નહી?

હર્ષ : હા દાદા, કરીશ.

ભગવાન : કેવો કમનસીબ માણસ છે તું. કુહાડી ઉપર જાણી જોઇને પગ મારવા જાય છે. મહેનત ના બદલામાં જે ફળ મળવાનું છે એ ઝેરી છે એ ખબર હોવા છતાં તારે પીવું છે.

હર્ષ : કૈક કીધું?

ભગવાન : ના ભાઈ ના. આ તમારું જોઇ જોઇને મને પણ એકલા એકલા લવારો કરવાની ટેવ પડી ગઈ છે. પણ હે ભક્ત, હું ફરી તને વિનંતી કરું છે કે આ ચક્કર માં ના પડ.

હર્ષ : ના મારે કોઈક તો જોઈએ જ.

ભગવાન : કેમ ? હવે એવું ના કહેતો કે મામા-,માસીના ૨૦ વર્ષના છોકરા –છોકરીઓ સેટ છે ને તું નથી એટલે!!!

હર્ષ : શું એ લોકો પણ સેટ છે?!!!!!

ભગવાન :બે યાર, મારાથી પણ આજકાલ બધું બોલાઈ જાય છે. પહેલા બધી જ વાત પેટમાં રેહતી હતી પણ જ્યારથી આ તારું ફણસી-ટામેટા- જેવા કોમ્બિનેશન જોયા છે ત્યારથી મારું પણ પેટ ખરાબ થઇ ગયું છે.

ચલ, હવે જા. અગિયાર શનિવાર ભરી દેજે, ‘તથાસ્તુ’.

હર્ષ મંદીરની બહાર આવ્યો. ખુશ થવું કે દુખી થવું એ સમજ નહોતી પડતી. ભગવાને લીંબુ પકડાવ્યું હોય એવું લાગ્યું. લીંબુ દેખાય તો છે પણ પકડાય એમ નથી. ૧૦-૧૦ કિમી એટલે ટોટલ ૨૦ કિમી ચાલવું એ તો કઈ સહેલી વાત છે.

ચાર જ દિવસ પછી શનિવાર હતો. હર્ષે અગલા દિવસે રાતે જ બધી તૈયારી કરી લીધી હતી. ઓનલાઈન મ્યુઝીક પ્લેયર મંગાવી લીધું હતું, ૧૦ કિમી ચાલવાનું એટલે ૧-૧ લીટર ના બે પાણીના બોટલ લીધા હતા અને ૧-૧ રૂપિયા વળી ૧૦ ચોકલેટ લઇ લીધી. ચાલતી વખતે અનુકુળ રહે એટલે હાફ પેન્ટ 2 દિવસ પેહલા જ ધોઈને મૂકી દીધો. કયા રોડે જવાનું એ પણ ગૂગલ મેપ પર જોઈ લીધું.

સવારે 5:૩૦ વાગ્યે ચાલવાનું શરુ કરવાનું હતું. હર્ષ એના માટે સંપૂર્ણ તૈયાર હતો. માથા ઉપર ટોપી, બાંય વગરનું ટી-શર્ટ, બર્મુડો,ગળામાં ઇઅર-ફોન્સ, પગમાં સ્પોર્ટ્સ શુઝ. જાણે કોઈ વિદેશી ભારત દર્શને નિકળ્યો હોય.

બેગ લઈને રૂમની બહાર નિકળ્યો. બેગ પાછળ લટકાવ્યું ત્યાં જ 2 લીટર પાણીના બોટલ ને લીધે બેગ વજનદાર લાગ્યું. આ બેગ લઈને આટલું બધું કેમનું ચલાશે એ આ એન્જીનીયર સાહેબે વિચાર્યું જ્ન્હોતું. બેગમાં થી કોઈ વસ્તુ બહાર કઢાય એમ તો હતી જ નહિ એટલે જે છે એ લઈને જયા વગર કોઈ છુટકો નહોતો. રૂમને લોક મારીને એક સેલ્ફી લીધી અને વોટ્સએપ પર અપડેટ કરી પહેલો શનિવાર ભરવા ઉપડ્યો.

હનુમાન ચાલીસા ગાતા ગાતા ઠંડા પહોરમાં તો ચાલવાની મઝા આવી. 3-4 કિમી ક્યાં નીકળી ગયા ખબર ના પડી. રસ્તામાં ચા ની કીટલીએથી એક ચા પીધી ત્યાં પાપા નો ફોન આવ્યો. આટલા સવાર સવારમાં એમનો ફોન કેમ હશે એ વિચારતા હર્ષે ફોન ઉચક્યો.

પાપા : “ક્યાં છે હર્ષ તું?”

હર્ષ : “બહાર છું પાપા. અહિયાં નજીકમાં એક હનુમાન દાદા નું મંદિર છે ત્યાં દર્શન કરવા જાવ છું.

પાપા : કે, કોઈ માનતા રાખી છે શું? કે ભગવાને લીંબુ પકડાવ્યું તને કે આ કર તો આ આપીશ?

હર્ષ : “ના પાપા ના, બસ આ તો દિલ માં આવ્યું કે જવું જોઈએ એટલે જ.

પાપા : “નાઈટ આઉટ કરીને નથી આવ્યો ને ભાઈ તું?

હર્ષ : તમને લાગે છે કે મારી સાથે કોઈ નાઈટ આઉટ માટે આવે પણ ખરું?

પાપા : હા, એ વાત પણ સાચી. ચલ તું તારે જા, તારી મમ્મી ઉઠી ગઈ એના માટે ચા બનાવું.

ફોન મુકીને હર્ષ આગળ ચાલ્યો. ધીમે ધીમે પગ દુખવા લાગ્યા હતા. એકવાર ભૂલમાં બેસી ગયો તો ઉભા જ નહોતું થવાતું એવા ગોટલા ચડ્યા. રસ્તામાં પસાર થતા ગામમાં પતિ-પત્ની ને લડતા જોયા. રસ્તામાં બે જીઓ ના તૂટેલા સીમકાર્ડ જોયા. છેલ્લા બે કિમી તો જીવ પર આવીને પુરા કર્યા.

આખરે મંદિરે પહોચ્યો. સાક્ષાત દંડ્વત પ્રણામ કરવામાં તો બે મિનીટ નું ઝોકું આવી ગયું. હનુમાન ચાલીસા પૂરી કરતા આસપાસ નજર કરી લીધી. નારિયેળ નો ચઢાવેલો પ્રસાદ મુઠ્ઠીભર લઇ લીધો. ભગવાને કીધા પ્રમાણે ૨૧ રૂપિયાનો ‘સિંગલ’ ના નામ ની ભેટ લખવી.

ભગવાન : આવી ગયો હર્ષ? તારી હાજરી પુરાય ગઈ.

હર્ષ : જી. હવે ૧૦ શનિવાર બાકી.

ભગવાન : હજી ૧૦ શનિવાર ભરીશ ?

હર્ષ : હા અગિયાર ની વાત થઇ હતી ને?

ભગવાન : હા પણ મને અમે કે રસ્તામાં તે જે જોયું એ પછી તારો વિચાર બદલાઈ જશે.

હર્ષ : મેં શું જોયું રસ્તામાં?

ભગવાન : પતિ-પત્ની ને લડતા, જીઓના જે 2 સીમકાર્ડ મળ્યા એનો મતલબ કે બે જણના બ્રેકઅપ થયા. તારા પાપા એ લગ્નના આટલા વર્ષો પછી સવારે ચા બનાવી પદે છે.

હર્ષ : આ બધી વાત નું શો મતલબ?

ભગવાન : એ જ કે સિંગલ લાઈફ ઇસ બેસ્ટ લાઈફ.

હર્સ્ગ : ના

ભગવાન :સારું તો કઈ નહી , આજે પેહલો શનિવાર છે અને ઈ અડધું જ કામ પૂરું થયું છે. ૧૦ કિમી હજી ચાલવાનું બાકી છે. ચલ એ પુરા કર તો હું પાક્કું તારું કરી આપીશ.

હર્ષ : શોર્ટમાં મારે સિંગલ જ મારવાનું છે એમ જ કહો ને.

ભગવાન : એ તો ક્યારનોય કું ચુ, પણ તું ક્યાં સમજે જ છે.

અને હર્ષ રીક્ષામાં બેસીને ઘરે પાછો આવ્યો. ભગવાન સાથે કરેલી ડીલ તો તૂટી ગઈ અને સાથે સાથે પગ દુખતા હોવાના લીધે એક દિવસ કંપનીમાં રજા પાડી એ નફામાં!!