ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 14

ઉજળી પ્રિતનાં પડછાયા કાળા

પ્રકરણ -14

મદનસિંહ પેલેસ કાર્યાલય ઓફીસમાંથી સ્વાતી અને સ્તવનને જતા જોઇ રહ્યો. એ આખોને આખો સળગી ગયો. એનું રાજપૂત લોહી ઉકળી ઉઠયું એને જોયું આ પરદેશી મારી સ્વાતીને છીનવી લેશે કોઇ પણ પ્રકારે મારે આ પ્રેમ પ્રકરણ બંધ કરાવવું પડશે. હું કેટલાય સમયથી સ્વાતી સાથે ફ્રેન્ડશીપ કરવા મથી રહ્યો છું મેં બે થી ત્રણ વાર પ્રયત્ન કર્યો પણ એ મારાં તરફ ધ્યાન જ નથી આપી રહી. હું સરનાં હાથ નીચે કામ કરું છું. એટલે સંયમ જાળવું છું. નહીંતર ક્યારની એને... અને દાંત કચકચાવીને હાથ મસળી રહ્યો. કંઇ નહીં આજે નહીં તો કાલે એને હું મારી કરીનેજ રહીશ. મદનસિંહ મનમાં ને મનમાં કંઇક યોજના બનાવી રહ્યો.

મદનસિંહ છેલ્લાં બે વર્ષથી સ્વાતીનાં પિતા પૃથ્વીરાજસિંહનાં આસિસ્ટન્ટ તરીકે કામ કરી રહેલો કામમાં કુશળ હતો એટલે અને પાછો એક જ જ્ઞાતિનો હોવાથી પૃથ્વીરાજ સિંહનો વિશ્વાસ ઝડપથી જીતી લીધેલો. મહેલના ચીફ સીક્યુરીટી ઓફીસર સૌરભસિંહ સાથે એને 36 નો આંકડો હતો. એને બીલકુલ ફાવતું નહીં કારણ કે સૌરભસિંહ પૃથ્વીરાજસિંહનો પણ ખૂબ માનીતો હતો વળી સૌરભસિંહ મદનસિંહને બીલકુલ ભાવ ન્હોતો આપતો એને કાયમ એવી છાપ કે મદનસિંહ કાર્યકુશળ જરૂર છે. પરંતુ મનનો ખૂબ મેલો છે એની નજરથી જ એને નફરત હતી કારણ કે કેટલાક ટુરીસ્ટ આવતાં ત્યારે મદનસિંહ યુવાન છોકરીઓને જોયાં કરતો અને એમની નીકટ જવા પ્રયત્ન કરતો. એક બે વાર છેડતી કરતાં સૌરભસિંહે જ પકડેલો પણ એણે પગ પકડી લીધેલાં એટલે માફ કરેલો નહીંતર પૃથ્વીરાજસિંહ સુધી વાત ગઇ હોત તો નોકરી ખોઇને ઘરે બેઠો હોત. એટલે મદનસિંહ સૌરભસિંહ સામે મીયાં મીંદકી થઇને સમસમીને બેસી રહેતો.

મદનસિંહ અને સૌરભસિંહ એકજ ઓફીસમાં બેસતાં અને પૃથ્વીરાજસિંહને રીપોર્ટ કરતાં મદનસિંહ દરેક બિલ્ડીંગ અને પેલેસનાં બધાજ રીપેરીંગ જાળવણી સાફ સફાઇ વિગેરેનું ધ્યાન રાખતો એની નીચે પણ ખૂબ મોટી ટીમ હતી. સૌરભસિંહ સીક્યુરીટી ચીફ હતા એમની નીચે પણ ખૂબ મોટી ટીમ હતી. બંન્ને પોતાનાં કાર્યમાં ખૂબ કુશળ હતાં. સૌરભસિંહ અને મદનસિંહ પાછા બંન્ને હમઊંમર હતાં સરખી ઊંમરના હોવાથી જાણે બધામાં હરિફાઇમાં રહેતા હોય એવું લાગતું.

મદનસિંહ આજે સ્વાતી અને સ્તવનને જોયાં પછી સ્વાતી એક્ટીવા પાર્ક કરી સ્તવનની પાછળ બેસીને બંન્ને નીકળી ગયાં ત્યારે એને થયું સૌરભસિંહને સાથમાં લઊં એણે કામમાં મગ્ન એવાં સૌરભસિંહને કહ્યું "સીંઘ સાહેબ તમે જોયું સ્વાતી બેબી અહીં સ્કુટર મૂકીને કોઇની સાથે બહાર ગયાં. સૌરભસિંહ સ્કુટર જોયું કહે હશે તારે શું કામ છે ? તું તારું કામ કરને અહીં સ્કુટર સુરક્ષિત રહે એટલે અહીં પાર્ક કરીને ગયા હશે. તું કેમ ચિંતા કરે છે એ કોની છોકરી જે છે ખબર છે ખબર છે ને તને ? પૃથ્વીરાજસિંહ અહીંના મુખ્ય પ્રખ્યાત અમલદાર છે એમની કેટલી જાગીર છે કેટલી કોઠીઓ છે એમનું કેટલું માન સન્માન વર્ચસ્વ છે ખબર છે ને ? એમનાં કુટુંબની એ દીકરી છે તું એમાં માથુ ના મારીશ નહીંતર તારુ માથુ જ સલામત નહીં રહે. મદનસિહ પરિસ્થિતિ અપમાન ગળી અને ચુપચાપ બેસી ગયો. પણ પોતાનાં મનમાં એક યોજનાં વિચારેલી એ પાકી જ કરી દીધી અને એ સમયની રાહ જોવા લાગ્યો.

સ્તવન અને સ્વાતીતો પુરપુરાટ બાઇક પર જઇ રહ્યાં હતાં સ્વાતી સ્તવનને એકદમ ભીંસ આપી વળગીને બેસી ગઇ હતી અઠવાડીયાનાં વિરહ પછી આજે બે પ્રેમીપંખીડા મળ્યાં છે. આજે બાઇક સાથે જાણે સ્વાતી પણ હવામાં ઊડી રહી છે. આજે એટલી બધી ખુશ છે કે જાણે દુનિયાનો ખજાનો મળી ગયો. સ્વાતીએ કહ્યું સ્તવન આપણે શહેરની બહાર નીકળ્યા પછી એક બોર્ડ આવશે એ ચાર રસ્તાથી આગળ લક્ષ્મીનારાયણનું મંદિર આવશે. હજી અહીથી આગળ જવાનું છે સ્તવન સ્વાતી કહી રહી હતી એમ આગળ વધી રહેલો. સ્વાતી કહે હવે ડાબી બાજુ હનુમાનજીનું મંદિર આવશે. પછી કનોડા ફોર્ટ ત્યાંથી કનોડા પોલીસ સ્ટેશન પછી જમણી બાજુ કનોડા ગામ જવાનું છે સ્તવન કહે અરે હાં કનોડા પોલીસ સ્ટેશનથી સીધા જઇને તો આનંદ ઇન્ટરનેશનલ એન્જીનીયરીંગ કોલેજ જવાય છે. સ્વાતી કહે અરે વાહ તમને તો રસ્તો ખબર છે. પરંતુ હું તમને લઇ જાઉં છું ત્યાં તમે કદી નહીં ગયા હોવ એ નક્કી જ.

સ્તવન કહે આમ પહેલીઓના બનાવ કહી દેને પ્લીઝ ક્યાં જઇ રહ્યા છીએ. સ્વાતીએ પાછળથી સ્તવનની કાનની બુટને જોરથી બાઇટ કરી કીધું ધીરજ રાખો રાજા. સ્તવન બૂમ પાડી ઉઠ્યો "એય દુશ્મન આ શું કરે છે મને વાગ્યું એની બુટ લાલ લાલ થઇ ગઇ અને સ્વાતીનાં દાંતની મહોર વાગી ગઇ. એટલું જોરથી બાઇટ કરેલું કે લોહીની ટશર ફૂટી ગઇ સ્વાતીએ કહ્યું "અરે સોરી સોરી થોડું વધારે જ.... થઇ ગયું અને પછી એનાં હોઠ અને જીભથી કાનની બૂટ ચૂસવા લાગી. સ્તવને બાઇક ઉભુ રાખ્યું આખો રસ્તો નિર્જન જેવો હતો. સ્વાતીએ કહ્યું "શું કેમ બાઇક ઊભી રાખી ? સોરી કીધું મેં... સ્તવન કહે ના હું દવા કરુ છું. કહી સ્વાતીને ઉતરવા કહી એ ઉતર્યો. પછી સ્વાતીનો ચહેરો બંન્ને હથેળીમાં ખૂબ પ્રેમથી લઇને હોઠ પર હોઠ મૂકીને મધુરસ ચૂસવા લાગ્યો. સ્વાતીને તો કંઇ ખબર જ ના પડી એકજ પલકારામાં સ્તવન એને આમ પ્રેમ કરવા માંડ્યો. એણે સ્વાતીનાં હોટ એટલાં પ્રેમથી પ્રગાઢ રીતે ચુસી લીધાં કે લાલ લાલ થઇ ગયાં સ્તવનએ કહ્યું" હવે દુશ્મન તમે આમ વેર લેવાનું છે ? મારાં હોઠ ફાટીને લોહી નીકળશે સ્તવને કહ્યું" ના ના હું ઇજા નહીં પ્હોચાડું કોઇ રીતે ખૂબ જાળવીને રાખીશ મારી આ બધીજ અમાનત હું શું કરવા ઉજાડુ?. આખી જીંદગી બેસુમાર લૂંટવાનો છું. હું ખૂબ પ્રામાણિક પ્રેમી છું. એવું કહી ખડખડાટ હસવા લાગ્યો. સ્વાતી પણ સાંભળીને ખૂબ હસી પડી. બન્ને જણાં રસ્તાની વચ્ચોવચ્ચ એકબીજાની બાહોમાં સમાઇ રહ્યા જાણે કોઇ રોમેન્ટીક મુવીનો અનોખો સીન.....

સ્વાતી એ કહ્યું ઓ મોરે રાજા ચાલો કોઇ જોઇ લેશે કે આવી ચડશે તો આવી બનશે અહીંના લોકો બહુ રૂઢિચુસ્ત હોય છે. સ્તવન કહે અરે કોઇ ફીકર નથી હવે મને પ્રેમ ફીતુરીનો રંગ ચઢ્યો એવો કે પરિણામની પરવા નથી. પરવાન ચઢેલો પ્રેમ હવે છાપરે ચઢી પુકારે છે. સ્વાતી કહે એક મીનીટ હું સુધારું કંઇક અને હસતાં હસતાં કહે પરવાન ચઢેલો પ્રેમ મ્હેલની અટારીએ ચઢીને પુકારે અને બંન્ને જણાં એક સાથે ખુબ હસી પડયાં.

સ્વાતી સ્તવનની પાછળ બેસી એને વળગીને બોલી સ્તવન તમે આવી ગયાં મારી જીંદગીમાં મારાં જીવમાં જીવ આવ્યો મને બીલકુલ નહોતું ગમતું સાચું હુ છું મને એવું થાય અત્યાર સુધી હું આમ જીવી જ રહી હતી ને પણ હવે એવું થાય છે તમારા વિના હું જીવીજ નહીં શકું સ્તવન તમે મારાં જીવ છો. હું સાવ તમારી પાછળ પાગલ જ થઇ ગઇ છું. સ્તવન તમે મારાં જીવ છો. હું સાવ તમારી પાછળ પાગલ જ થઇ ગઇ છું હવે તમારાં વિના મારી એક પળ નથી જતી સ્તવને એની પીઠ પાછળ કરી સ્વાતીને સ્પર્શ કરી કહ્યું હું પણ હવે તારા વિના નહીં જીવી શકું પણ મેડમ તમારી સરપ્રાઇઝ શું છે એ તો કહો ક્યાં જઇ રહ્યાં છીએ ? તમારું ડેસ્ટીનેશન આવી ગયું કનોડા ગામ અને બોલતાં બોલતાં સ્તવન બસ જાણે ચૂપ થઇ ગયો. ગામનો સુંદર પ્રવેશદ્વાર અહીં પણ જાણે સંસ્કૃતિ અને સંસ્કારનું પાટનગર હોય એવું લાગ્યું.

પ્રવેશદ્વાર જ એટલો કળામય હતો. સ્તવન જોતોજ રહી ગયો એણે બાઇક ઊભી રાખીને ગળામાં લટકાવેલ કેમેરાથી ફટાફટ ફોટા લેવા માંડ્યો સ્વાતી એ કહ્યું એય મરા કળાનાં પૂજારી હજી આગે આગે દેખો હોતા હૈ ક્યા. કેમેરાની કલીક મારી મારીને આંગળીનાં ટેરવા થાકી જશે. થોડી ધીરજ રાખો. ચાલો હું કહું એ કોઠી પાસે ઉભી રાખજો બાઇક આપણે એમાં જવાનું છે. સ્તવનતો ચારેબાજુ જોતો મુગ્ધ થતો આગળ વધી રહેલો આશ્ચર્યથી એની આંખો પહોળી થઇ ગઇ હતી. ત્યાં સ્વાતીએ કહ્યું આ સામે મોટી કોઠી દેખાય છે ત્યાં બાઇક લો અને આપણે પછી અંદર જવાનું છે સ્તવન ત્યાં જઇને બાઇક પાર્ક કરી.

સ્વાતી અને સ્તવન બંન્ને જણાં પછી એ કોઠીનાં પ્રવેશદ્વારનાં પગથીયા ચઢીને અંદર ગયાં ત્યાં સ્વાતીએ બહાર લટકાવેલ ઘંટની દોરીથી રણકાર કર્યો. એટલામાં અંદરથી એક ચાકર આવીને ઉભો રહી સ્વાતીને જોઇને કહ્યું "આવો પધારો હું સાહેબને જાણ કરું સ્વાતીએ કહ્યું ના બાસાહેબને કહો સ્વાતી આવી છે. પેલા ચાકરે કહ્યું એ હુકુમ એ અંદર ગયો અને સ્વાતી સ્તવન બંને વિશાળ

દીવાનખંડમાં બેઠાં સ્વાતી ખૂબજ ખુશ હતી. સ્તવન ચારો તરફ નજર કરી રહ્યો હતો. જાજરમાન બેઠકો જાજરમાન દીવાનખંડ રાચરચીલું બધું રાજાશાહીની છાપ બતાવતું હતું મોટાં મોટાં પિત્તળનાં કાર્વીંગના હાથી, હરણ, સારસ હતાં. ટીપોય પર ખાનદાની પાનદાન હતી બાજુમાં હુક્કો મુકેલો હતો. જાણે કોઇ મોટી ગરસનાં રજવાડામાં આવી પહોચેલો.

થોડીવારમાં બાસાહેબ એક જાજરમાન વ્યક્તિત્વ ઊંમર હશે લગભગ 75ની ઉપર પરંતુ એજ ઠાઠ અને અક્કડતા હતી છતાં મુખ પર કોમળતાં અને સ્વાભાવ માં મમતા દેખાઇ આવતી હતી. સ્વાતીએ એ તરતજ ઊભી થઇને એમનાં પગમાં પડી ગઇ અને પગ દાબી આર્શીવાદ લીધાં બાસાહેબે એને આર્શીવાદ આપતાં કહ્યું કહો દીકરા ઘણાં સમયે આવી ? અને સ્તવન પણ સ્વાતીને અનુર્સ્યો એણે પણ બા સાહેબનાં પગે પડીને આશીર્વાદ લીધા.

બા સાહેબ આશ્ચર્ય સાથે બોલ્યા ? કોણ છે દીકરા આ જવાન ? સ્વાતીએ કહ્યું બાસાહેબ આ અહીં સ્થાપત્ય અને પુરાત્વનો અભ્યાસ કરવા અહીં જયપુર આવ્યા છે થોડાં સમયથી અહીં મહેલો અને સ્થાપત્યનાં અભ્યાસ કરે છે. જયપુરનાં ઇતિહાસ વિશે તમારાથી વધુ કોણ સમજાવી શકે ? તમારી રાજગાયકી અને બધી વાતો મેં તો ખૂબ સાંભળી છે તમારાં હાથ નીચે મેં તાલિમ લીધી છે એટલે તમને મળવા માટે લઇ આવી છું એ મારા ખૂબ સારા મિત્ર છે હું અહીંનાં મહેલ બગીચા બધું સાથે રહી બતાવું છું બાસાહેબે જમાનો જોયેલો હતો. એ શાનમાં બધુજ સમજી ગયાં. એમણે સ્તવન સાથે બધી વાત કરી અને નાનકડો પ્રશ્નાવલીનો દોર સાંધી એનાં વિશે બધી માહિતી લઇ લીધી. સ્તવન પાસેથી પુરાત્વ, સ્થાપત્ય, કુદરત અને એનાં અંગેની ઊંડી સૂઝબુઝ અને એની સાથેની તન્મયતાથી ખૂબ ખુશ થયાં.

સ્વાતીએ સ્તવનને કહ્યું "બાસાહેબતો સાક્ષાત સરસ્વતીનાં સ્વરૂપ છે અને એ એમનાં કંઠમાં માં વસે છે. અહીંની રાજસ્થાન સંસ્કૃતિનાં ધરોહર સમાન છે. અહીંના લોકગીતો અને પ્રખ્યાત અન્ય ગીતો ખૂબ સરસ ગાય છે. મેં પણ એમનાં હાથ નીચે તાલીમ લીધી છે. અન્ય કેટલીયે જયપુરની છોકરાં છોકરી એમના હાથ નીચે તૈયાર થયા છે. બાપુસાહેબને પણ ખૂબ શોખ. તેઓતો જીવતાં જાગતાં ઇતિહાસકાર છે. આપણે એમની પાસે ખૂબ જાણવા શીખવાનું છે સ્વાતી એ કહ્યું હું ખાસ તમને મેળવવા જ અહીં લઇ આવી છં. બાસાહેબ કહું તું સારાંજ સમયે આવી છું જો હમણાં થોડીવારમાં આગળનાં હોલમાં છોકરીઓ આવેલી છે બધા રીયાઝ કરશે. તમને સાંભળવાનો લ્હાવો મળશે. ત્યાં સુધીમાં બાપુસાહેબ પણ આવશે. એમની તબીયત થોડી નાદુરસ છે પણ એ આવીને બેસસે.

બાસાહેબે ચાકરને સૂચના આપી અને ચાકાર ચાંદીની ટ્રેમાં ચાંદીની પ્યાલીઓમાં શરબત લઇને આવી ગયો. સ્તવનતો બધું તાજ્જુબ થઇને જોઇ રહેલો જાણે કોઇ રજવાડી દરબારમાં આવી ગયો હોય એવું લાગતું હતું વાજિંત્ર અને રાગ સાંભળવા માંડ્યા અને બાસાહેબ સ્વાતી સ્તવનને લઇને મુખ્ય હોલમાં આવ્યાં ત્યાં બધી 10-12 છોકરાં છોકરીઓ હાજર હતા. બધાએ બાસાહેબને જોઇને નમસ્કાર કર્યા અને એમની જગ્યાએ બેસી ગયા. એટલામાં બાપુસાહેબપણ આવી ગયા એ ધીમે પણ મક્કમ ચાલે ચાલતાં આવી મોટા સોફાપર બેસી ગયા સ્વાતીને જોતાં હસતાં જોઇ હાથ કરી બોલાવી. સ્વાતી સ્તવનને લઇને ગઇ. સ્વાતીએ નમસ્કાર કર્યા સ્તવને અનુસરણ કર્યું રાણાસાહેબની સ્વાતીએ ખબર પૂછી. એમણે એમની બાજુમાં સ્વાતીને બેસાડી સ્વાતીએ ટૂંકમાં બધી વાત કરી. સ્તવનને પણ બાજુમાં બેસાડ્યો.

સ્વાતી ઉઠીને પછી બાસાહેબ પાસે બેઠી અને સ્તવન અને બાપુસા વાતો એ વળગ્યાં. એટલામાં છોકરીઓને બા સાહેબે કહ્યું આપણા મહેમાન છે પણ તમે લોકો રીયાઝ શરૂ કરો. એમાં છોકરીએ સરસ ગીત ઉપાડીયું "પધારો મ્હારે દેશ..... સ્વાતી અને સ્તવન એકમેકની સામે જોવા લાગ્યાં સ્વાતીએ ઇશારો કર્યો અને.... સોનેરી ધરતી ... ઓએ ચાંદીનો આંસ્મા રંગરંગીલો... ઓજી રસ્તો મારો પ્યારો રાજસ્થાન કે સરીયા બાલમડ.. એતો આવો. પધારો મ્હારે દેશજી... સાથે સાથે સ્વાતી ગાવા લાગી એ પોતાને રોકીજ ના શકી સાથે બીજા કલાકરો પણ અવાજમાં સાથ આપી રહ્યા. સ્વાતી સામે વૃંદમાં જઇને બેસી ગઇ. એની નજર ફક્ત સ્તવન પર સ્થિર ગઇ હતી. એક એક લીટી ગાતાં ગાતાં એ વધુ લાંગણીભીની થઇ રહી હતી..."

સ્વાતીની આંખોમાં એક પ્રકારની ચમક આવી ગઇ એણે ગાયું કેસરીયા... બાલમ મોરી બાવરી બોલે લોગ .. ના જીવતી ના મેં મરીયા.. કેસરીયા .... મોરી બાવરી... બોલે લોગ... ચઢતે દીનકી આંચ બટોરું.... તીલ તીલસબ જલ જાઉં... ઢલતી સાંજકી રાત પુરેછું રેતમે રેતમ સબ.... ના મિસપાઇના બીછુટ્ટી મૈં કૈસો યે સંજોગરે. બાવરી બોલે લોગ...

સ્વાતીએ પધારો મ્હારો દેશ સાથે સાથે લીપગીતની ટૂંક જોડીને પોતાની દીલની વાત કહી દીધી. બીજા લોકો પધારો મ્હારે દેશ ગાતાં હતાં. કેશરીયા બાલમ પધારો રે મ્હારે દેશ રે...એમાં એટલી સરસ સફલાઇથી પોતાની ગમતી ટૂંક પરોવીને ગાઇ લીધી બીજા બધાં ચૂપ થઇ ગયાં અને એકલી સ્વાતીનો મીઠો સ્વર ગૂંજી રહેલો. સ્વાતી ગાવામાં એવી તન્મય થઇ ગયેલી કે એની આંખમાંથી હર્ષનાં આંસુ અને પ્રેમનું અમૃત ઝરી રહેલું બાપુસાહેબ અને બાસાહેબ મશગુલ થઇને સાંભળી રહેલાં. બધાં એને સાંભળવામાં ખૂબ તન્મય થઇ ગયેલાં આખો હોલનો માહોલ બદલાઇ ગયો બધાં આ પ્રેમપ્રયુર ગીતમાં પરોવાઇને ડોલી ઉઠ્યાં.

સ્તવનતો સાવ રસતરબોળ થઇ ગયો સ્વાતીની સાથે સાથે એની આંખોમાં પ્રેમાંશુ આવી ગયાં એ પોતાની લાગણી છૂપાવી ના શક્યો. એ ઉભો થઇ ગયો અને સ્વાતી પાસે જઇને એણે સ્વાતીને બધાની જ સામે બાહોમાં પરોવી અને ભેટી પડ્યો બંન્ને પ્રેમી જીવ એકમેકમાં પરોવાઇને પ્રેમવેશમાં આગોશ કરી રહ્યો ના સમય અને સ્થળનું ભાન રહ્યું બધાં આ દૃશ્ય જોઇને ભાવવિભોર થઇ ગયાં. બધાએ એક સાથે તાળી પાડીને બંન્નને વધાવી લીધા. સ્વાતી સ્તવનને પછી ભાન થયું એ લોકો એકદમ સાવધાન થઇને આંસુ લૂછી પોતાને સ્થાને આવી બેઠાં બા સાહેબે કહ્યું "સ્વાતી તારો પ્રેમ અને સ્તવનનું વ્યક્તિત્વ મને ખૂબ સ્પર્શી ગયું ખૂબ યોગ્ય જીવનસાથીની પસંદગી કરી છે. ખુશ રહો."

સ્તવન અને સ્વાતી પછી બાસાહેબ અને બાપુસાનાં આશીર્વાદ અને આજ્ઞા લઇને ઘરે પાછા આવવા નીકળ્યા. થોડાં સમય કોઇકંઇ બોલ્યું નહીં સ્વાતી બાઇક પર સ્તવનની પાછળ બેસી એની પીઠ પર માથું મૂકીને હજી રડી રહી હતી. પ્રેમાઆવેશનો ઉભરો હજી શમ્યો નહોતો એણે સ્તવનને કહ્યું "સ્તવન હું હવે તમારા વિના નહીં જીવી શકું. સ્તવને કહ્યું" હું કાયમ તને પ્રેમ કરીશ તને જ સાથ આપીશ. સ્વાતી કાલે મારે થોડું લખવાનું કામ પુરુ કરવું પડશે. આજની યાદમાં કાલ વિતાવી દઇશ. કાલે નહીં મળી શકાય છતાં જો હું વહેલો પરવારીશ તો તને મેસેજ કરીશ. સ્વાતીએ કહ્યું "ભલે તમે નીપટાવી લો પણ પછી તો મારી સાથે રહેજો તમે મને કહ્યું હતું તમારી સરપ્રાઇઝ હજી બાકી છે. સ્તવને કહ્યું" ચોક્કસ હું લઇ જઇશ તું ઘણીવાર ગઇ હોઇશ પરંતુ મારી સાથે ત્યાં પ્રથમવાર આવીશ એટલે એ જગ્યાનું અને આપણાં મિલનનું સોહામણું સ્વરૂપ જોવા મળશે. આમ વાતો કરતાં કરતાં સીટી પેલેસનાં પાર્કીગમાં આવી પ્હોચ્યાં ત્યાં અત્યારે કોઇ હાજર નહોતું સ્વાતીએ એક્ટીવા લીધું અને એ ઘરે જવા નીકળી ગઇ અને સ્તવન પોતાનાં ઘરે જવા નીકળ્યો.

સ્તવન નીકળ્યો હશે અને આગળની ગલીમાં મદનસિંહ ક્રોસ થયો. સ્તવન તો સીધો સીધો પોતાનાં ઘર તરફ ગયો પણ મદનસિંહ જોતાં ખ્યાલ આવી ગયો કે આ લોકો આવી ગયાં પાછાં સ્વાતી પણ ઘરે જતી રહી ઠીક છે આજે ભલે ગયાં આવતીકાલતો મારી જ છે. એમ કહી એણે બાઇક મારી મૂકી.

***

નવનીતરાય નીરુબહેન અને ડો.ઇદ્રીશ બધા જયપુર એરપોર્ટથી સીટીપેલેસ આવી ગયાં ત્યાં ચીફ સૌરભસિંહ એને લઇને જયાં સરયુ હતી ત્યાં મહાદેવનાં દેવાલય આવી પહોચ્યા સરયુને અવનીનાં ખોળામાં સૂતેલી જોઇ એના ચહેરા પર રડવાનાં નિશાન હતા આંસુ સૂકાઇને એના નિશાન હતાં નીરુબહેન તો દોડીને સરયુ પાસે આવી ગયાં ડો.ઇદ્રીશે એમને નમ્રતાપૂર્વક સમજાવ્યા એને તમે ડીસ્ટર્બ ના કરશો પ્લીઝ એની સ્થિતિ બગાડવી નથી. હું તમને વિનંતી કરુ છું હું અહીં આવી ગયો છું હું સંભાળી લઇશ તમે એની આ સ્થિતિ કાયમ રહેવા દો પછી એમણે ડો. જોશી સાથે બાજુમાં જઇને ચર્ચા કરી બધું સમજી લીધું ડો.ઇદ્રીશે પછી નવનીતરાય અને નીરુબ્હેનને કહ્યું અત્યારે એ એની સાથેનું વિતેલું વર્ણવી રહી છે. એ જેટલું બોલશે એટલું એને સારું લાગશે. હું એની સ્થિતિ સમજી શકું છું એ આંખો ખોલે ત્યારે આપણે એની સાથે વાતો કરીશું. નવનીતરાય તો સરયુને જોઇ સાવ ઢીલા થઇ ગયાં. નીરુબહેન નવનીતરાયનાં ખભા પર માંથુ ઢાળીને રડી રહ્યા મારી ફૂલ જેવી દીકરીને આ શું થઇ ગયું છે આ બધું એ શું બોલી રહી છે ? અવની પણ નીરુબહેનને જોઇને રડી પડી અને સરયુને જોઇને કહ્યું" આન્ટી જુઓને સરયુને શું થઇ ગયું છે. પરંતુ આંટી એ કોઇ આખી વાત કહી રહી છે મને માનવામાં નથી આવી રહ્યું પરંતુ અહીં જયપુર આવ્યા પછી એને જાણે આખો ગત જન્મ યાદ આવી રહ્યો હોય એમ રજે રજ વર્ણન કરી રહી છે. અને આખું એનું રેકોર્ડીંગ કરેલું છે એ જેમ જેમ કહેતી જાય છે એમ એમ એનાં શરીરમાં અને ચહેરા પર સ્પષ્ટ શાંતિ જોઇ શકાય છે.

નવનીતરાયે પ્રો.પીનાકીન અને પ્રો.નલીની સાથે બધી ચર્ચા કરી લીધી. પ્રો.પીનાકીનને નવનીતરાયે કહ્યું" હવે પ્રોફેસર તમે લોકો પાછા હોટલ પર જઇને તમારી ટુર મેનેજ કરો હવે અમે અહીં આવી ગયાં છીએ એટલે સરયુને સંભાળી લઇશું. પેલાં બીજા છોકરાઓ હેરાન થશે. અવની બેટા તારે અને આશાએ પણ જવુ હોય તો જાવ અવની અને આશાએ એકી અવાજે કહ્યું “ના અંકલ અમે સરયુને છોડીને ક્યાંય નહીં જ જઇએ. ટુરને આગળ જવા દો અમે સરયુની સાથે જ રહીશું. અમારા પેરેન્ટસને પ્રોફેસર સાહેબ જાણ કરી દેશે પછીથી અમે પણ એલોકો સાથે વાત કરી લઇશું. પ્રો.નલીની એ કહ્યું "ઠીક છે તમે સરયુ સાથે રહેજો. અને નવનીતરાયને ઉદ્દેશીને કહ્યું સર આ છોકરીઓ તમારી સાથે જ છે એ લોકોને તમે સાથે લઇ આવજો અમે ટુરને આગળ લઇ જઇ પાછા ફરી જઇશું અને જે હશે એ ફોનથી જણાવીશું."

નીરુબહેન અને નવનીતરાયે પ્રો.પીનાકીન, પ્રો.નલીનીને ખૂબ આભાર માન્યો અને એ લોકોને જવા માટે રજા આપી. નીરુબહેન અવનીની બાજુમાં આવીને બેસી ગયા સરયુનાં માથે હાથ ફેરવી રહ્યાં. નવનીતરાયે ડો.ઇદ્રીશને કહ્યું" આપણે સરયુને કોઇ જગ્યાએ દાખલ કરીએ કે હોટલમાં લઇ જઇએ ત્યાં એને પૂરતો આરામ મળશે બીજી સવલતો મળશે. ડો.ઇદ્રીશ કહ્યું હાં આપણે જઇએ પણ સરયુ માનસીક રીતે હવે ડીસ્ટર્બ ના થવી જોઇએ એ જોવું એવુ જ જરૃરી છે. આમ કહીને પંચતારક હોટલમાં જવાની વ્યવસ્થા કરી."

જયપેલેસ પંચતારક હોટલ જે પહેલા મહેલ હતો હવે એને રાજઘરાનાએ હોટલમાં પરીવર્તીત કરી દીધો હતો એમા બધાંજ રોકાયાં સરયું, આશા અને અવનિ અને નીરુબહેન એક જ મોટાં ફેમીલીરૂમમાં અને ડો.ઇદ્રીશ અને નવનીતરાય બીજા રૂમમાં એમ નિવાસ કરી દીધો. સરયુને ત્યાં લઇ જવામાં કોઇ ખાસ મુશ્કેલી ના પડી એને અવની અને આશા સાથે હોટલની કારમાંજ લઇ ગયાં સરયુએ પૂછ્યું "અવની આપણે ક્યાં જઇ રહ્યાં છીએ ? સ્તવન ક્યાં છે ? અવની એ કહ્યું એ હમણાં આવી જશે કોઇ ચિંતા ના કર. હોટલ પહોચી સરયુને સ્નાન કરાવી જમાડ્યા પછી પાછી સુવાડી દીધી. ડો.ઇદ્રીશે એક ટેબલેટ આપેલી એનાથી સરયુને ખૂબ જ ઊંઘ આવી ગઇ જાણે વરસો ઊંધીના હોય એમ એવા સળંગ 10-12 કલાકની નીંદર કાઢી."

અચાનાક રાત્રે સરયુએ કહ્યું અવી સ્તવન આવી ગયા ? આજે અમારે પાછું બ્હાર જવાનું છે. એમ કહીને પાછી એની આંખો સ્થિર થવા લાગી આશા નીરુબહેન એની સામુ જોઇ રહ્યાં નીરુબહેન ડો.ઇદ્રીશ અને નવનીતરાયને બોલાવી લાવ્યા. ડો.ઇદ્રીશે કહ્યું "અવની એણે જ્યાંથી અધૂરું છોડયું હતું એ અંગે એને પ્રશ્નો પૂછ એ આગળ બોલવાનું ચાલુ કરશે આપણે એની એ અવસ્થાએ પહોંચવાનું છે કે જે અવસ્થાએ એને ખૂબ જ દર્દ પહોચાડયું છે એ પછી જ એનો ઇલાજ શક્ય બનશે એને બોલવા દો. હમણાં જોવો ખાસી ઊંઘ ખેંચી છે જમી પણ લીધું છે શારીરીક આરામ અને માનસિક આરામ મળી ગયો છે હવે ચિંતાનું કારણ નથી વળી અહીં મેં ઇમરજન્સીમાં કંઇ જરૂર પડે હોટલ મેનેજમેન્ટ સાથે વાત કરી લીધી છે. આવી માનસિંક બિમારીમાં કંઇ પણ મેં અહીં પ્રોજેક્ટરની વ્યવસ્થા કરી છે જેથી જરૂર પડે સરયુને બતાવી શકાય એટલે સરયુનાં રૂમમાં સ્ક્રીન અને પીક્ચર બતાવવા માટે પ્રોજેક્ટર બધુ ગોઠવીને તૈયાર રાખેલું સાથે સાથે સરયું જો કાંઇ બોલે એનું ઓડીયો વીડીયો રેકોર્ડીંગ થઇ શકે એવી વ્યવસ્થા ઉભી કરી દીધી હતી. સરયુંનો રૂમ જાણે એક નાનકડો સારવાર સાથે સ્ટુડીયો બની ગયેલો નીરુબહેનનાં ચહેરા પર ચિંતાનાં વાદળો ઘેરાયેલાં હતાં ક્યારે આંસુ બનીને વરસી જશે ખબર નહીં પડે."

અવનીએ સરયુનાં કપાળે હાથ ફેરવતા કહ્યું" સ્વાતી પછી તું અને સ્તવન ફરી પાછા ક્યાં જવાનાં હતાં ને સરયુનાં ચહેરા પર પાછો સળવળાટ થયો એણે આંખો ખોલી એની આંખો રૂમની સીલીંગ પર સ્થિર થઇ ગઇ. એનાં ચહેરાં પર ખુશીઓની લકીર ખેંચાઇ ગઇ એવો મંદ મંદ હસ્તાં કહ્યું " સ્તવનનું કામ લખવાનું પુરુ થયું પછી અમે લોકો પાછા સીટીપેલેસ મળ્યાં. એ સમયે સ્તવન આવી ગયેલાં એમની બાઇક પાર્ક થયેલી મેં જોઇ હું થોડી કોલેજ જઇને આવી હતી એટલે થોડીક મોડી પડેલી. હું અમારી જગ્યાએ પહોચી ગઇ હતી ત્યાં સ્તવન કોઇ ફોટા પાડી રહેલાં અને હું ગૂપચૂપ પાછળથી બીલ્લી પગલે પહોચી ગઇ હતી. પાછળથી જઇને મેં એમને વ્હાલથી બાથ ભરી લીધી. સ્તવને કહ્યું" લેટ લતીફ ક્યારનો હું તમારા નામની માળા જપુ છું. મારી કૈશરીયા રાણી સ્વાતીથી મીઠું હસાઇ ગયું એણે ક્હ્યું હજી એ નશો બરકરાર લાગે છે મોરે બાલમ તમને ખબર છે તમારાં પ્રેમમાં હું બાવરી જ થઇ ગઇ છું. મને બધાં પાગલ જ કહેશે. સ્તવન એ ગીતમાં હું ક્યારે ખોવાઇ ગઇ ને મારાં થકીની ટૂંક જોડીને ગવાઇ ગઇ મને ખબર જ ના પડી. સ્તવને કહ્યું" છુપી રુસ્તમ અને મારી જાન તું કેવું સુંદર સૂરીલું ગાય છે. મને તો સાચે જ લોટરી લાગી છે. સર્વગુણસંપન્નની કન્યા મળી છે. રૂપ, ગુણ,સ્વર, સંસ્કાર, કંઇ બાકી નથી સાચેજ તમારી જેમ મેં કોઇ બધાં વ્રત કર્યા હશે.

સ્વાતી કહે "ઓ મોરે બાલમ મારાં બધાંજ વ્રત ફળી ગયાં તમને પામીને વિધાતાએ કેવા લેખ લખયા તમને છેક ગુણવાન રાજસ્થાનની ધરતીપર કોઇ કારણનું માધ્યમ બતાવીને મારી પાસે મોકલી આપવા તમારી મારાં માટેની આરાધના સફળ થઇ ગઇ હું તમને અને તમે મને પામી ગયાં. કુદરત સાચેજ આપણાં સાથમાં છે આપણને આમ મિલાવી દીધા. સ્તવન કહે હું હવે મારી એક ખાસ સરપ્રાઇઝ જગ્યાએ લઇ જવું છું. ચાલ.... અને બંન્ને જવા નીકળ્યા."

પ્રકરણ 14 સમાપ્ત

સ્વાતી સ્તવનની પ્રણય કથા ખુબ સરસ ચાલી રહી છે મદનસિંહ એનાં ઇરાદામાં સફળ નથી થતો સ્વાતીનું નવું સ્થળ એની ગાયકીની સુંદરતાં માણે છે. નવનીતરાય વિગરે જયપુર આવી ગયા, બધાં હોટલમાં શીફટ થયાં, સ્તવન સ્વાતીને ખાસ જગ્યાએ લઇ જાય છે વાંચો રસપ્રચૂર નવલકથા" ઊજળી હીતનાં પડછાયાં કાળાં" આવતા અંકે.....

***

Rate & Review

Jigar Shah 1 week ago

Latapatel 2 weeks ago

Ishan Lad 4 months ago

D. V. Jadeja 4 months ago

V Dhruva 6 months ago