Stardom - 16 books and stories free download online pdf in Gujarati

સ્ટારડમ - 16

હાઇલાઇટ-

આર્યન એ નૈના શર્મા ની ફિલ્મ સાથે જ પોતાની ફિલ્મ રિલીઝ કરવા નો નિર્ણય કર્યો. અને આ વાત ધીરે ધીરે ઇન્ડસ્ટ્રી માં ફેલાતી ગઈ. એવા સમય એ પલક એ નૈના ને બીજી ફિલ્મ સાઈન કરવા માટે સમજાવ્યું. અને સાથે જ સપોર્ટિંગ એક્ટ્રેસ તરીકે તેને અશોક પંડ્યા ની ફિલ્મ સાઈન કરી છે અને અશોક પંડ્યા ને હજુ લીડ એક્ટ્રેસ મળી નથી એ વાત પલક એ નૈના ને કહી.

પલક ના સજેશન પર નૈના એ અશોક પંડ્યા ની લો બજેટ ની ફિલ્મ સાઈન કરી. અને ત્યાં જ તેની બીજી ફિલ્મ આર્યન ની ફિલ્મ સાથે રિલીઝ થઈ. આર્યન ફિલ્મ સામે નૈના ની ફિલ્મ વધુ ચાલી નહીં. એ વાત ની અસર નૈના પર પડી . પણ તેને અશોક પંડ્યા ની ફિલ્મ ની શૂટિંગ માટે 3 મહિના બીજી સિટી માં રહેવા નું થયું. તેનું શૂટિંગ પતાવી નૈના પાછી ફરી ત્યાં જ તેને સુમન મળી અને સુમન એ તેને પોતાની અપકમિંગ ફિલ્મ માટે સાઈન કરી લીધી.

આ હેડલાઈન એ નૈના ને થોડી લાઈમલાઈટ માં લાવી. પલક ને સુમન ની ફિલ્મ માં કામ અપાવવા તેને સુમન સાથે વાત કરી અને પલક ને સુમન એ સપોર્ટિંગ એક્ટ્રેસ તરીકે સાઈન કરી.

એટલા માં નૈના નો ભેટો આર્યન અને આકાશ સાથે થયો.

આકાશ એ પલક અને નૈના ની ફ્રેન્ડશીપ નો મજાક બનાવ્યો અને જતા જતા પલક ને કહેતો ગયો કે "નૈના સાથે ફરી તેના કરતાં મારી ઓફર સ્વીકારી ને મારી સાથે ફરી હોત તો ઇન્ડસ્ટ્રી માં નામ કમાઈ લીધું હોત."

એ વાત વિચારી નૈના ના મગજ માં એક ભયાનક આઈડિયા એ જન્મ લીધો. ,શું છે એ વાત કે આઈડિયા ? જાણવા માટે ચાલો વાંચીએ આગળ. તો તૈયાર છો શરૂ કરીએ સ્ટારડમ ભાગ 16.

**

નૈના કેફે ની અંદર જતા આકાશ તરફ જોઈ ને બોલી ,"AK તું તો ગયો."

"શું મતલબ ?" પલક એ પૂછ્યું

નૈના કશું બોલી નહીં, બસ પલક સામે જોઈ ને હસી. કાર માં બેસવા નો ઈશારો કર્યો અને બંને નૈના ના ઘર તરફ નીકળી પડ્યા.

નૈના ના ઘરે પહોંચતા ની સાથે જ પલક બોલી "શું ચાલે છે તારા માઈન્ડ માં ? આખા રસ્તે પણ કાંઈ ન બોલી તું. બોલ નૈના."

"ચાલે તો ઘણું છે , પણ તારા વિના કાંઈ શક્ય નથી." નૈના પલક સામે જોઈ બોલી.

"શું મતલબ?"

"મતલબ કે પલક સાંભળ હું તને જે કહીશ પેહલી વખત માં સાંભળતા તને એમ જ લાગશે કે મારા સ્વાર્થ માટે કહું છું. પણ ના એવું નથી. હું તારા અને મારા જેવી છોકરીઓ જે આ ઇન્ડસ્ટ્રી માં એના ટેલેન્ટ ના દમ પર આવવા માંગે છે એમની માટે પણ કહું છું." નૈના પલક ની નજીક આવતા બોલી.

"પણ વાત શું છે કહીશ તું નૈના ?"

"આપણે આકાશ ને મીડિયા સામે લાવીએ. મતલબ કે આકાશ કાસ્ટિંગ ડિરેકટર Ak ની સચ્ચાઈ મીડિયા સમક્ષ લઈ આવીએ. "

"અને કેવી રીતે..?" પલક આશ્ચર્ય માં બોલી પડી.

"અમમ તારા દ્વારા. એટલે કે તું મીડિયા સામે આવી ને લોકો સમક્ષ એ વાતો મુક , તને આકાશ એ જે ઓફર આપી હતી."

નૈના હજુ બોલતી જ હતી ત્યાં પલક એને વચ્ચે અટકાવતા બોલી પડી ," ના નૈના ,આ નહીં થાય મારા થી સોરી."

"અરે સાંભળ તો પલક , શાંતિ થી સમજી વિચારી ને નિર્ણય લે. હું ફક્ત મારા સ્વાર્થ માટે નથી કહેતી. આ મુદ્દો ઉઠાવશું તો કેટલી છોકરીઓ ની મદદ થશે. અને એ રીતે નહીં અને બીજી રીતે જોઈએ તો આમાં મીડિયા નો ફોકસ તારા પર પડશે. લોકો નો ફોકસ પણ તારા પર આવશે. મીડિયા ને અને ઓડિયન્સ ને એ જાણવા માં ઇંટ્રેસ્ટ પડશે કે અત્યારે તું શું કરે છે. આવી સ્ટિટ્યૂએશન સામે નીચું ન નમી ને પણ તું આગળ વધી અને મુવી કરે છે. અને બીજી એક મુવી પણ તને મળી ગઈ છે. લોકો ને તારી એક્ટિંગ માં રસ પડશે.

અને એ આપણી આ અને સુમન સાથે ની બંને ફિલ્મ માટે સારું સાબિત થશે. કમોન યાર પલક." નૈના એક શ્વાસે બધું બોલી ગઈ.

"પણ હું આ બધું મીડિયા સામે કેવી રીતે...." પલક કન્ફ્યુઝ હતી. આગળ વધી સોફા પર બેસી અને વિચારવા લાગી.

"એમાં તારા કેરેક્ટરે પર કોઈ સવાલ નહીં થાય. ઉલટા નું તું એક ફાઇટર છો એવી હેડલાઈન્સ આવશે. યુથ તને આઈડિયલ માની ને ફોલો ભી કરવા લાગશે." નૈના પલક પાસે બેસતા બોલી.

પલક એ નૈના ની વાત નો કોઈ જવાબ ન આપ્યો. એ બસ વિચારતી રહી.

"યુ નો વ્હોટ , ટેઈક યોર ટાઈમ.ઓકે. આરામ થી વિચારી લે. કોઈ ઉતાવળ નથી. તું કમ્ફર્ટેબલ હોય તો જ. ફોર્સ નથી કોઈ પણ જાત નો ઓકે." નૈના આટલું કહી અને એના રૂમ તરફ ચાલતી થઈ પડી.

પલક પણ ત્યાં થી પોતાના ઘર તરફ જવા માટે નીકળી પડી. એ આખો દિવસ પલક નો એ જ વિચાર માં ગયો. અંતે પલક એ નક્કી કર્યું કે " એ ડીસીઝન માં એનો જ ફાયદો છે.નૈના ની તો ખબર નહીં પણ એ પોતે લાઈમલાઈટ માં જરૂર આવી જશે. લોકો એને આ વાક્ય થી ઓઢખવા પણ લાગશે." અંતે પલક એ નૈના ના એ પ્લાન માં હામી ભરવા નો નિર્ણય કર્યો.

બીજે દિવસે સવારે પલક નૈના ના ઘરે પહોંચી અને નૈના ને કહ્યું કે " નૈના ,તારા પર ટ્રસ્ટ રાખી અને તારા અને આપણી ફિલ્મ ના ફ્યુચર માટે અને ખાસ ઇન્ડસ્ટ્રી માટે હું તારા પ્લાન માં તારી સાથે છું."

સાંભળતા જ નૈના પલક ને ખુશી થી ગળે મળી અને બોલી "થેન્ક યુ સો સો મચ."

"હવે જોઈએ આર્યન કેમ રોકી શકે છે મને. " નૈના મન માં બોલી પડી.

"તારા સ્વાર્થ માટે તું આ કરે છે અને હું તારો એટલે સાથ આપું છું કારણકે એમાં મારો પણ સ્વાર્થ છે." પલક પણ મન માં બોલી.

નૈના એ પહેલું કામ એક પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવા નું કર્યું અને એક સ્ક્રિપ્ટ તૈયાર કરી. એ મુજબ પલક એ ફક્ત વર્તન કરી અને બોલવા નું રહે. પ્રેસ કોન્ફરન્સ માં જતા પેહલા નૈના એ એક ટ્વીટ કર્યું , " આ ઇન્ડસ્ટ્રી માં આવવા લોકો ને કેવી કેવી તકલીફો વેંઠવી પડે છે , અહીંયા પણ એવા લોકો ભર્યા છે જે છોકરીઓ નો બસ ઉપયોગ કરવા માં સમજે છે. અને સાથે હેશટેગ સે નો ટુ કાસ્ટિંગ કાઉચ. "

ત્યાર બાદ પ્રેસ કોન્ફરન્સ માં પલક ને આગળ કરી અને નૈના તેની સાથે સાઈડ માં રહી. મીડિયા સામે પલક એ તે જ શબ્દો બોલ્યા જે નૈના એ તને કહ્યું હતું. મીડિયા સામે Ak આકાશ ની સચ્ચાઈ મૂકતા પલક પર આપ વિતેલ સંભળાવી અને સાથે એમાં ઉમેરતા બોલી

, " આકાશ ના ઓફર નો અસ્વીકાર કર્યા બાદ ak એ ઘણા પ્રયત્ન કર્યા કે મને ક્યાંય કામ ન મળે ,પણ આ ઇન્ડસ્ટ્રી માં જેટલા ખરાબ લોકો ભર્યા છે એટલા સારા પણ છે જે લોકો ટેલેન્ટ ની કદર કરે છે. હાલ માં હું કિશોર પંડ્યા ની ફિલ્મ કરી રહી છું. જેમાં મુખ્ય ભૂમિકા માં નૈના શર્મા છે. સેટ પર અમારી મુલાકાત થઈ અને આ વાત જ્યારે મેં એમની સાથે શેર કરી ત્યારે એમને મને હિંમત આપી કે હું આ વાત મીડિયા અને લોકો સમક્ષ મૂકું. જેથી આગળ જતાં કોઈ કાસ્ટિંગ ડિરેકટર ની શારીરિક પુષ્ટિ માટે કોઈ ટેલેન્ટ રૂંધાઇ ન જાય."

એ પ્રેસ કોન્ફરન્સ બાદ આગ ની જેમ એ વાત ફેલાવા લાગી. ઘણા ખરા આકાશ ના બીજા કિસ્સાઓ પણ સામે આવ્યા. ઇન્ડસ્ટ્રી ના લોકો પણ આકાશ ને ધિક્કારવા લાગ્યા. નૈના નવા નવા નખરા કરી અને પલક ને લાઈમલાઈટ માં રાખવા લાગી. અને ઇનડાયરેકટલી પોતે પણ લાઈમલાઈટ માં રહેતી હતી.

કોઈ વખત અલગ અલગ મેગેઝીન ના ઇન્ટરવ્યૂ , ટીવી ઇન્ટરવ્યૂ , સોશ્યલ સાઇટ્સ માં , કોઈ પ્રોગ્રામ માં સ્પીચ આપવી અને પલક ને આગળ રાખવા લાગી.

અને આ બધા વાક્ય નો આકાશ પર ખૂબ ખરાબ અસર પડ્યો. મીડિયા દ્વારા આકાશ ના કેરેકટર પર કેટલાય સવાલો ઉઠ્યા. Ngo ના લોકો એ તેના વિરુદ્ધ રેલીઓ કાઢી . અને ઇન્ડસ્ટ્રી ના લોકો એ પણ આકાશ સાથે બધા કોન્ટેક્સ ઓછા કરવા લાગ્યા. અને ધીરે ધીરે આકાશ ને કામ મળતું બંધ થઈ ગયું. આર્યન એ પણ આવા સમય માં આકાશ ની વધુ મદદ ન કરી શક્યો અને એ પણ પાછળ હટી ગયો.

એક અઠવાડિયા બાદ નૈના અને પલક ની કિશોર પંડ્યાદ્વારા ડિરેક્ટ કરેલ ફિલ્મ રિલીઝ થવા ની હતી અને સાથે જ આર્યન ની પણ.

નૈના પુરી કોશિશ કરી રહી હતી કે તે અને તેની ફિલ્મ ચર્ચા માં રહે. તે માટે પલક નો અને આકાશ ને ખરાબ સાબિત કરવા નો એ એક પણ મોકો નહતી છોડતી.

સુમન એ નૈના અને પલક ને તેના ઘરે ડિનર નું ઇનવીટેશન આપ્યું. સુમન ને નૈના એ મીડિયા સમક્ષ કરેલ ak ના ખુલાસા વિસે થોડી ચર્ચા કરવી હતી.

પલક અને નૈના સુમન ના ઘરે પહોંચ્યા.થોડી ફોર્મલી વાતો ચિતો થઈ. ત્યાં અચાનક ત્યાં આકાશ અને સાથે આર્યન પણ આવી પહોંચ્યો. આવતા ની સાથે જ આકાશ બોલ્યો " વાહ નૈના શર્મા શું દાવ રમ્યો તે , આખરે તું પણ આવા દાવ રમતા શીખી ગઈ હે."

એક ક્ષણ પૂરતી આકાશ ને આવતા જોઈ નૈના ચોંકી ગઈ. કેવી રીતે એના સવાલો નો જવાબ આપશે એ વિચાર માં નૈના બસ એની સામે જોતી રહી.

"હવે એમ નાટક ન કરજે કે મેં આ બધું ઈન્ડસ્ટ્રી માં આવતી ન્યુ ટેલેન્ટ અને છોકરીઓ ના હક માટે કર્યું છે એન્ડ ઓલ. એ બધું મેં ન્યૂઝચેનલ , સોશ્યિલ સાઇટ્સ વગેરે માં કેટલી વખત અલગ અલગ અંદાજ માં સાંભળી લીધું છે. " આકાશ અંદર આવતા બોલ્યો.

" તારી ફિલ્મ અને આ પલક ને લાઈમલાઈટ માં લાવવા આ જે રીત અપનાવી છે ને કહેવું પડે બોસ જબરદસ્ત છે."

"મેં બસ સચ્ચાઈ લોકો સામે મૂકી છે બીજું કાંઈ નહીં, મારો એમાં કાંઈ સ્વાર્થ નહતો." નૈના વચ્ચે બોલો પડી.

"સચ્ચાઈ ..... તારે લોકો સામે સચ્ચાઈ મુકવા નું કામ શું હતું નૈના શર્મા." આર્યન આકાશ નો સાથ આપવા બોલ્યો.

"અને સ્વાર્થ ની વાત આવી તો નૈના શર્મા હજુ કેટલું જૂઠું બોલીશ આ બધું તે તારા સ્વાર્થ માટે તો કર્યું છે." આકાશ તેના બંને હાથ વડે નૈના ના બંને ખભા પકડતા બોલ્યો. " મેં કર્યું હતું કાંઈ તારી સાથે ? ,તને કોઈ ઓફર સાથે આ ઇન્ડસ્ટ્રી માં ચાન્સ આપ્યો હતો ? વિક્રમ પ્રજાપતિ ની શોર્ટ ફિલ્મ વખતે મેં આપી હતી તને કોઈ એવી ઓફર ? નહીં ને .....તો શા માટે આ તમાશો બનાવ્યો ?" આકાશ ઊંચા અવાજ માં બોલી પડ્યો , " તારા સ્વાર્થ માટે તે મારુ કરીઅર બરબાદ શા માટે કર્યું નૈના....?" બોલતા જ આકાશ એ પોતાના હાથ વડે નૈના ને ખભે થી ધક્કો માર્યો.

નૈના થોડી પાછળ ધકેલાય. પલક એ તેને સહારો આપ્યો.

"તું અને આ પલક લાઈમલાઈટ માં રહો લોકો તમને સાંભળે યાદ કરે અને ફોલો કરે , મીડિયા તમારી હાલ ની લાઈફ ટેલિકાસ્ટ કરે અને તને લોકો નું અટેનશન મળે. અને ખાસ તો આર્યન ની ફિલ્મ સામે તારી ફિલ્મ ટકી રહે એટલા માટે આ ડ્રામા કર્યા ને." આકાશ હજુ એટલો જ ગુસ્સા માં હતો.

"પણ ડોન્ટ વરી નૈના શર્મા ,તને તો હું બરબાદ કરી ને જ રહીશ. અને હા આવા ખોટા ડ્રામા કરી ને નહીં. તને ખૂબ અહંકાર છે ને તારા સ્ટારડમ નો પણ તે હજુ મારુ સ્ટારડમ જોયું નથી.

ઇન્ડસ્ટ્રી માં જ્યારે એ વાત ફેલાય જશે ને કે જે ડિરેકટર કે આર્ટિસ્ટ સાથે તું કામ કરીશ એની સાથે આર્યન ક્યારેય કામ નહીં કરે. ત્યારે જોઈ લેજે કે કેટલા પાણી માં છે તારો સ્ટારડમ." આર્યન પોતાનું સ્ટારડમ નૈના ને બતાવતા બોલ્યો.

"અને હા તું એમ વિચારતી હોઈશ કે તું અહીંયા આવી છો એ અમને કેમ ખબર પડી તો એક વાત યાદ રાખજે આજ થી તારી દરેક એક્ટિવિટી પર મારી નજર રહેશે. જ્યાં સુધી તને બરબાદ થતા નહીં જોઉં ને ત્યાં સુધી તારો પીછો નહીં છોડું." આટલું બોલી આકાશ ચાલતો થઈ ગયો. અને તેની પાછળ આર્યન પણ.

નૈના સ્તબ્ધ બની ને બંને સામે જોઈ રાખી. થોડી ક્ષણો બાદ નૈના ત્યાં જ સોફા પર બેસી ગઈ અને ટેન્શન માં માથા પર હાથ ફેરવી , લાંબા શ્વાસઉચ્છવાસ સાથે કંઈક વિચારવા લાગી.

"ઇટ્સ ઓકે , ચીલ નૈના.હું તારી માટે પાણી લઈ આવું." પલક એ તેને પાણી આપ્યું.

નૈના એ પાણી પીધું , પણ હજુ તે ટેન્શન માં જ હતી.

"નૈના , ટેન્શન ના લે , એ પણ અત્યારે ગુસ્સા માં હતા એટલે બોલી ગયા. " સુમન નૈના ને શાંત્વનો આપતા બોલી.

"હમ્મ..." નૈના વધુ કાંઈ ન બોલી.

"ડોન્ટ માઈન્ડ નૈના પણ મારા ખ્યાલ થી તું એમની પાસે માફી માંગી લે તો વધુ સારું રહેશે નહીં ?" પલક બોલી.

"આકાશ નું કરિયર પૂરું થઈ ગયું છે પલક , આ જે તમે લોકો એ સમજ્યા વિના નો સ્ટેપ લીધો ને બૌ ખોટો છે. આઈ નો કે તમે વાત કરી એ સાચી છે પણ આ ઇન્ડસ્ટ્રી એક ફેમિલી છે અહીંયા તમે આમ વર્તન ન કરી શકો , અહીંયા નો એક જ રૂલ છે જેવું કરશો એના થી ડબલ મેળવશો.

એ વિસે વાત કરવા જ મેં આજે તમને બંને ને ડિનર પર બોલાવ્યા હતા." સુમન બોલી.

"પણ કંઈક તો કરવું જરૂરી હતું ને નહીં તો આર્યન ની ફિલ્મ સામે અમારી ફિલ્મ કોણ જોવા આવત ?" પલક દલીલ કરતા બોલી.

"તમારું કરિયર સેટ કરવા માટે તમે બીજા નું બરબાદ કરી નાખો એ ક્યાં નો ન્યાય , આ કેવો ચાઇલડીશ બીહેવીયર છે યાર નૈના ?" સુમન નૈના પાસે આવતા બોલી.

"સુમન તને બધું બેઠા બેઠા તૈયાર મળી ગયું છે એટલે તું આ વાત નહીં સમજી શકે , " નૈના બોલી પડી.

"શું મતલબ તારો કે મને બેઠા બેઠા બધું તૈયાર મળી ગયું છે , હું મારી મેહનત થી અહીં પહોંચી છું નૈના." સુમન થોડા ઊંચા અવાજ માં બોલી.

"હા ખબર છે મને , વિક્રમ પ્રજાપતિ જેવા મોટા ડિરેકટર ને પટાવવા માં મેહનત તો લાગી જ હોય ને."... નૈના વિચારી ને બોલવા ની ક્ષમતા ખોતા બોલી પડી.

.......

*****

આર્યન એ કહેલ વાત થી નૈના ડરી ગઈ ? શું નૈના સુમન સાથે ના એના રિલેશન ને ગુમાવી દેશે ? નૈના શર્મા આગળ સમજી વિચારી ને ડગલાં ભરસે કે પછી ગુસ્સા માં બધું ખોઈ બેસશે.

જાણવા માટે વાંચતા રહો સ્ટારડમ.

સ્ટારડમ નો ભાગ 16 કેવો લાગ્યો ? 5 સ્ટાર માંથી કેટલા સ્ટાર આપશો ?

તમારા રીવ્યુ ની રાહ માં.

Megha gokani.

Share

NEW REALESED