Bhagyni bitar - 3 books and stories free download online pdf in Gujarati

ભાગ્યની ભીતર - ૩

         ધનરાજ શાહ સવારના સમયે મંદિર ગયા હતા. આમતો ઈશ્વરથી કોઈ ખાસ શ્રદ્ધા નહીં પણ પોતાનો સમય પસાર કરવા એ મંદિર તરફ નીકળ્યા હતા. યશોદા પણ ઘરનું સમાન લેવા બહાર ગઈ હતી આ સમયે મીરાં ઘરે એકલી હતી. આ સમયે અચાનક ધનરાજ શાહના મિત્ર મનસુખ મહેતા આવી પહોંચે છે. તે જુવે છે મીરાં પોતાના વાળ સાથે રમત કરતી હોય છે અને કંઇક વિચારતી હોય છે.. જાણે કોઈ ઊંડા વિચારમાં કોઈ અલગ દુનિયામાં ખોવાઈ ગઈ હોય એવો ભાસ થતો હતો. મનસુખ મહેતા એ મજાકમાં કહ્યું 
- મારી મીરાં કોના વિચારોમાં ખોવાઈ છે..?
અચાનક મીરાં જાગૃત થઈ ગઈ અને મનસુખ કાકાને આવેલા જોયા એમના મજાકિયા સ્વભાવથી મીરાં પરિચિત હતી એટલે એણે મનસુખ કાકાએ પૂછેલા પ્રશ્નનો જવાબ ન આપ્યો. એણે તરત આગળ વધી અને મનસુખ કાકાને પ્રણામ કર્યા. 
- ક્યાં ગયા તમારા સાહેબ..? મંદ હાસ્ય મુખ પર લાવતા મનસુખ મહેતાએ કહ્યું.
- કોણ સાહેબ..? મીરાં આશ્ચર્ય પામે છે.
- અરે તારા પપ્પા.... આટલું કહી તે હસવા લાગ્યા
મીરાં પણ હળવું હસે છે અને પિતા મંદિરે ગયા હોવાનું કહે છે. 
- તમે ચા લેસો કે કોફી
- ના એ છોડ. તું અહીં બેસ અને મને કે તારા અભ્યાસનું શું થયું..? 
- છોડી દીધું...મીરાં બેસતાં બેસતાં જવાબ આપે છે
- છોડ્યું કે પછી છોડાવ્યું...? સદા હસતા રહેનાર મનસુખ મહેતાના અવાજમાં ગંભીરતા હતી.
- એ તમે જે સમજો તે... મીરાંએ કહ્યું.
         મનસુખ મહેતા બધું સમજી ગયા હતા અને તે મીરાંની આગળ ભણવાની ઈચ્છા છે એ પણ જાણતા હતા. આમ સ્વભાવે શાંત મનસુખ મહેતા એટલાજ સમજુ અને વ્યવહારુ પણ હતા. એમનો સ્વભાવ ગમે તેવા ગંભીર વાતાવરણને પળ વારમાં પ્રફુલ્લિત કરી દે એમને એક દીકરો હતો મયંક. જે મીરાં અને એની ઉંમરમાં ઘણો ફરક નહીં હોય. મનસુખ મહેતા મીરાંને દીકરી સમાન પ્રેમ આપતા. આ પ્રેમનો અનુભવ મીરાંએ પણ ઘણી વખત કર્યો હતો. 
બે ઘડી મનસુખ ભાઈ કંઇક વિચારમાં ખોવાયા પછી અચાનક મીરાંના માથા પર હાથ રાખીને બોલ્યા.
- હું તારા સોગંદ ખાઈને કહું છું કે તને આગળ હું ભણાવીશ ગમે તેટલો ખર્ચ થશે એ હું આપીશ અને રહી વાત તારા પિતાની તો એને હું વાત કરીશ. પણ તારે ગમે તેવી પરિસ્થિતિમાં મારો સાથ આપવો પડશે... બોલ તૈયાર છે.. ?
     મીરાંની આભ્યસ કરવાની તીવ્ર ઈચ્છા હતી. સાથે તેનામાં હવે સમજ શક્તિ પણ નિર્માણ થઈ હતી. તે થોડા આશ્ચર્ય સાથે બોલી
- પણ... મારે કરવાનું શું છે.. ?
- કઈ નહિ બસ ભણવાનું  છે તું એમાં ધ્યાન આપજે બાકી હું સંભાળી લઈશ... આટલું કહી મનસુખ મહેતા ઉભા થાય છે. 

મીરાંના આનંદનો પાર ન હતો. એના આભ્યાસ વિશે એ વિચારતી હતી ત્યાં અચાનક એની નજર સામે માધવનો ચહેરો આવ્યો. માધવ...! હા.. માધવ
         માધવને મીરાં પહેલી વખત દસમાં ધોરણની પરીક્ષામાં મળી હતી. જે મીરાં કોઈ છોકરા સામે વાત ન કરે કે જુવે પણ નહિ એ મીરાં માધવને જોઈને પ્રથમ વખત જ પ્રભાવિત થઈ હતી. મીરાં પોતાના આતિતના એ અલગ અનુભવમાં ખોવાઈ ગઈ આજ થી લગભગ 3 વર્ષ પહેલાં થયેલી પહેલી મુલાકાત માધવ અને મીરાંની જિંદગીમાં અલગ રંગ લાવવાની હતી. 

                 *     *     *     *
                  એ દિવસે હું સવારે વહેલી ઉઠી હતી. તૈયાર થઈને હું વાચવા બેઠી આજે 10th નું પહેલું પેપર હતું. આમ તો મને કંઇ ખાસ કપડાં પહેરવા માટે વિકલ્પ મળતા નહિ પણ મોર્ડન સમયના મંડાણ થયા હતા. લોકો પિતા થી પપ્પા સુધી પહોંચ્યા હતા. અને પાછું આજે મારે પરીક્ષા આપવા જવાનું હતું આથી મે જિન્સ અને ટી શર્ટ પહેર્યા હતા જે ભાગ્યેજ મળતા. મારો સમય થયો એટલે હું બહાર નીકળી પિતા દરોજની જેમ છાપુ વાચતા હતા . મારી સામે જોયું અને કંઇક મનોમન બોલ્યા પણ મે તે સાંભળ્યું નહિ . એટલા માં મમ્મી આવી અને મેં એના આશીર્વાદ લીધા. મમ્મીએ મને આશીર્વાદ આપ્યા અને કહ્યું ખૂબ સારા માર્કથી પાસ થા.  
      હું સવારે ૮:૩૦ એ ઘરેથી નીકળી પણ બહાર વાતાવરણ થડું હતું . સવારે ઠંડી દિવસ ભર ગરમી અને ક્યારેક વરસાદ પણ મહેમાન ગતી કરી જાય એવી ઋતુ ચાલી રહી હતી. હું ગાર્ડન સુધી પહોંચી એટલે મને યાદ આવ્યું કે મમ્મીએ સ્વેટર સાથે લેવાનું કહ્યું હતું એટલે હું ફરી પાછી ઘર તરફ વળી આમે અાજે મે ટી શર્ટ પહેર્યું હતું એટલે થોડી ઠંડી વધારે લાગતી હતી. હું જેવી ઘરની અંદર દાખલ થઈ કે મે પિતાનો અવાજ સાંભળ્યો એ મમ્મી ને કહી રહ્યા હતા . આ છોકરી હવે આપણાં હાથ નીચે નથી રહી એના કપડાં જોયા તે  અને શું વાળ ખુલા રાખે તો જ પરીક્ષા આપવા મળે ? હું મારા આસુ લૂછવા લાગી  મમ્મી પિતાને સમજાવતી હતી અને એમનો ગુસ્સો શાંત પાડતી હતી . હું ચૂપચાપ જઈને મારા રૂમ માંથી મારું સ્વેટર લઈ આવી . એ સમયે હું એટલી સમજણી તો ન હતી પણ પિતાના સ્વભાવને બરાબર ઓળખતી હતી . એટલે શાંત ચિતે કોઈ ન જુવે એમ પાછી ઘરની બહાર નીકળી ગઈ  મારા માટે આ દરરોજનું હતું . થોડું મોડું થયું હતું અને હજી મારે નિશાના ઘરે જવાનું હતું ત્યાંથી અમે બન્ને સાથે એના સ્કૂટરમાં જવાના હતા . નિશા એ પરિમલ ભાઈની એકની એક દીકરી હતી એ એની જીવથી પણ વધારે કાળજી રાખે નિશા ને કઈ માંગવું ન પડતું માંગવાથી પહેલાજ બધું હજાર થઈ જાય. નિશા ખૂબ આઝાદ વિચારોની હતી છોકરાઓ સાથે ફરવું એમની સાથે ફોન પર લાંબો સમય સુધી વાતો કરવી એ એના માટે કોમન હતું અને એનું ઘર પણ એ વિચારસરણીનું હતું એટલે ખાસ કઈ વાંધો આવતો નહિ.  પણ મારા માટે તો મારી એકજ મિત્ર હતી અને એ એટલે નિશા. અને એનો પભાવ પણ મારી ઉપર પડ્યો હતો સંગતની અસર તો લાગવાની જ પણ એના પર હું સયમ રાખતી પરતું  નિશા સાથે હોય ત્યારે તો હું એના રંગે રંગાઈ જતી.  હું રીક્ષા લઈ એના ઘરે પહોંચી અને એ મારી રાહ જ જોતી હોય એમ દોડતી આવી . એના પપ્પા પણ પાછળ આવ્યા . એ એની આગવી શૈલીમાં બોલી માય ડીયર મીરાંમેમ તમે એક ફોન તો લઈ લ્યો જેથી આમારા જેવા ભક્તો જાણી શકે કે તમે ક્યાં પહોચ્યા . બન્ને હસવા લાગ્યા નિશાના પિતા પણ હળવું હસ્યા. મીરાંએ સ્કુટરની કિક મારી એટલે તરત એના પપ્પા બોલ્યા બેસ્ટ ઓફ લક અને હા સંભાળીને જજો. હા પપ્પા કહીને એને સ્કુટર ભગાવ્યું. હું પાછળ બેઠા બેઠા વિચારતી હતી . કેટલી નસીબદાર છે નિશા જેને આવા પિતા મળ્યા હું થોડી નિરાશ થઇ. પણ એ નિરાશા લાંબો સમય નતી ચાલવાની. આજ નો સૂર્ય મારા માટે કંઇક નવું લાવવાનો હતો. એ મને આગળ જતાં ખબર પડી ... ક્રમશ...

* શું મનસુખ મહેતા મીરાની મદદ કરી શકશે? મીરાં આગળ ભણી શકશે ? કોણ હતો માધવ ? એવું તે શું બન્યું હતું જે આટલા દુઃખો વચ્ચે પણ મીરાં માટે સોનેરી કિરણો લઈને આવે છે ? શું નિશા એની કોઈ મદદ કરે છે ? શું મીરાં પોતાના જીવનમાં ફેરફાર લાવશે? 
આ બધા પ્રશ્નોના જવાબ લઈને મળીશું ટૂંક સમયમાં.. 
                       
                  
                      - આહિર દિનેશ એસ
                          9638887475