bhagyani bhitar - 7 books and stories free download online pdf in Gujarati

ભાગ્યની ભીતર - ૭

          ચારો તરફ અલગ અલગ ફુલોથી શુશોભિત ગાર્ડનમાં લીલુંછમ ઘાસ બધાને ત્યાં બેસવા માટે આકર્ષિત કરતું હતું. આવા નાના નાના ઘાસના ઘણા પ્લોટ કોલેજમાં હતા અને એવું લાગતું હતું કે આ ઘાસને ફૂલોના છોડ દ્વારા તેની ફરતે દીવાલ બનાવી છે જે બધા ઘાસના પ્લોટમાં જોવા મળતું. તેની સાથે દરેક પ્લોટમાં વડ તેમજ પીપળાના 4-5 ઝાડ વિશાળ ઘટા સાથે ઉભા હતા. તેનો છાયો પણ વિશાળ હતો. બધા બ્રેક પડે એટલે પોતાની નિશ્ચિત જગ્યા પર આવીને નાસ્તો કરતાં કેેંન્ટિનમાં વિશાળ જગ્યા હોવા છતાં બધાં 
બારે ગાર્ડનમાં બેસે. 
        નિશા પણ મીરાંને પોતે દરરોજ જે વૃક્ષ નીચે બેસે ત્યાં લઈ આવી હતી. બધા એકબીજાની ખૂબ નજીક આવી ગયાં હતા. માયા અને મીરાં પણ વાતો કરતાં હતાં પણ મીરાંએ હજી સુધી નિરવ સાથે કંઈ પણ વાત કરી ન હતી પણ એ બોલે ત્યારે એની વાતોમાં ધ્યાન આપતી. 
             નિરવ નાસ્તો લઈને આવ્યો એટલે જાણે મિત્રોની મહેફિલ જામી. નાસ્તો વચ્ચે મૂકી અને બધા તેને ફરતે બેઠા હતા. ગ્રુપ ઘણું મોટું ન હતું એટલે મીરાં, માયા, નિશા, નિરવ બધા ઘણા નજદીક બેઠા હતા. 
 પણ અચાનક એવું બન્યું કે વચ્ચે મૂકેલો નાસ્તો સ્વાદ વગરનો બની ગયો.
       નીરવને પાછળથી આવીને કોઈએ લાત મારી. એ બીજું કોઈ નહિ પણ ગોપાલ હતો.
     - સાલા તારી હીંમત કેમ થઈ મારી બેન સાથે બેસવાની.....( નીરવનો કોલર પકડી એને ઉભો કરતાં ગોપાલ ગુસ્સામાં બોલ્યો )
  - પણ...( નિરવ કંઈ બોલે તે પહેલાં ગોપાલે તેનો ગાલ લાલ કરી નાખ્યો.)
      હવે નિશાથી સહન થાય એમ ન હતું. મીરાં પણ રડતી હતી.
   - તારી એટલી હીંમત કે મારી બેન સાથે બેસીશ..( ફરી એક તમાચો મારતાં ગોપાલ બબડ્યો )
- એ મારી સાથે બેઠો છે અને અમે દરરોજ બેસીએ છીએ અને મીરાંતો હું હતી એટલે અહીં બેઠી છે એણે નિરવ સાથે વાત પણ નથી કરી.. ( નિશા નિરવ અને મીરાંનો બચાવ કરતાં બોલી )
     નિશા ગોપાલ અને નિરવની વચ્ચે આવીને ઊભી રહી ગઈ જાણે નિરવની ઢાલ બની ગઈ હોય.
           ગોપાલને ખબર હતી કે મીરાં અને નિશા બંને બેસ્ટ ફ્રેન્ડ છે એટલે તે વધારે બોલ્યો નહી પણ મીરાંની બાજુમાં જઈને કહ્યું -
 - તું કોઈ છોકરા સાથે દેખાઈ તો આના જેવી તારી હાલત કરીશ ( નિરવ તરફ આંગળી તાકતાં ગોપાલ બોલ્યો)
મીરાંતો હજી રડતીજ હતી. ગોપાલ ત્યાંથી ચાલ્યો ગયો.
-  બેટા હાલત તો કોની ખરાબ થાય છે તે સમય બતાવશે.. ( ગોપાલના ગયા પછી નિરવ બોલવા લાગ્યો )
 - ના... નિરવ તે મીરાંનો ભાઈ છે... (  નીરવનાં હોંઠ પર થોડું લોહી નીકળતું હતું. તે પોતાના રૂમાલથી સાફ કરતાં નિશાએ કહ્યું )
-  તો અમારે દરરોજ માર ખાવાનો એમ..? ( નિરવ ગુસ્સામાં બોલ્યો )
- ઓ...સાહેબ...હવે કેમ આવડું બધું બોલો છો.. ત્યારે ગોપાલ સામે તો કંઈ બોલી ન શક્યા.. આતો સારું થયું હું વચ્ચે આવી.. નહિ તો...અત્યારે કોઈ હોસ્પિટલમાં સુતા હોત. ( વાતાવરણને હળવું કરવા નિશા મજાકમાં બોલી અને લાગેલા ભાગમાં વધારે જોરથી દબાવ્યું..)
- આ.... દુખે...છે....( નિરવની ચીસ નીકળી ગઈ)
      બીજી બાજુ મીરાં હજી પણ નીચું જોઈને ઉદાસ બેઠી હતી એની આંખોના આસુ બહાર આવવા માટે જાણે રસ્તો શોધી રહ્યા હતા પણ મીરાંએ જાણે પોતાની પૂરી શક્તિ લગાડીને એમાં બંધ બાંધ્યો હતો.
   - ચાલ મારી મીરાં હવે ઉદાસ ન થા. આજે તારો કોલેજનો પહેલો દિવસ છે. તારે ઉદાસ થવાનું નથી ( મીરાંની બાજુમાં આવીને નિશા બોલી)
- પણ ગોપાલ...( દબાયેલા આવજે મીરાં બોલી..સાથે આંખોમાંથી થોડાં આસુ પણ બહાર આવ્યા )
- એ હવે કંઈ નહિ કે મેં વાત કરીને એની સાથે...હવે તું ડર નહીં.
     બધાં શાંત થયા. નાસ્તો કરવાની કોઈની ઈચ્છા ન હતી છતાં સામે નાસ્તો પડ્યો હતો એટલે કર્યે જ છૂટકો.
      - હા... હવે ઓળખ્યો... ક્યારની વિચારું છું આને ક્યાંક જોયો છે.. હવે યાદ આવ્યું... ( માયાને અચાનક કંઇક યાદ આવ્યું હોય એ રીતે બોલી )
  - શું યાદ આવ્યું.. અને કોને જોયો છે... ( નિરવે પૂછ્યું ) 
           બધાં માયા તરફ જોવા લાગ્યા. 
    - ફટાફટ નાસ્તો બેગમાં મૂકો અને ચાલો મારી સાથે... ( માયા બેગપેક કરતાં બોલી )
                 બધા બેગ પેક કરવા લાગ્યા પણ અચાનક માયાને ફરીથી કંઇક યાદ આવ્યું અને તે ઊંડા વિચારોમાં ખોવાઈ ગઈ.તેનો ચહેરો ફિક્કો પડી ગયો. તે દેખાવે એટલી સુંદર ન હતી પણ બુદ્ધિ એટલીજ તેજ. ગમે તેવી પરિસ્થિતિમાં તે ઊંડાણથી વિચારતી અને સમાધાન લાવતી તે સંબંધોમાં ઓછું માનતી તેને માટે તો એકજ સંબંધ સાચો અને એ એટલે મિત્રતાનો તેને કોઈ જાતનું  છોકરાઓ પ્રત્યે આકર્ષણ ન રહેતું તે બધા સાથે કામથી કામ રાખે પણ નિરવ અને નિશા તેમાં અપવાદ રૂપ હતાં.તે નિરવ સાથેજ આભ્યસ કરતી. બંને b.sc ( સાયન્સ) ના વિદ્યાર્થીઓ હતા. આ તેમનું કોલેજનું છેલ્લું વર્ષ હતું. MJ કોલેજમાં આર્ટ્સ અને સાયન્સ એમ બે પ્રવાહમાં શિક્ષણ કાર્ય ચાલતું એટલે આજે આ ચારેય મિત્રો સાથે હતાં.
     માયાને તરત ભાન થયું. એટલે તે નિરવ તરફ જોવા લાગી.
   - મારા મોઢા સામે શું જોવે છે.. બોલ ક્યાં જવાનું છે??? ( નિરવ ઉભો થતાં બોલ્યો )
   - તું અહીં બેસ અમે થોડી વારમાં આવીએ.. ( માયા ઊભી થતાં બોલી )
                બધાં ઉભા થયા
   - હું પણ આવીશ. ક્યાં જાવ છો તમે..? ( નિરવે કહ્યું )
  - વોસરૂમ.... ચાલવું છે..? ( માયા થોડું ગુસ્સામાં બોલી )
        માયા, મીરાં અને નિશા ચાલવા લાગ્યા. નિરવ નિરાશ થઈને ત્યાંજ બેસી ગયો. એ મનોમન વિચારતો હતો કે એવું તો સુ હસે જે માયા મારાથી છુપાવે છે પણ એને લાગ્યું કે હું પછી નિશાને પૂછી લઈશ એ મારાથી કંઈ નઈ છુપાવે.
     - તેં નીરવને આવવાની ના કેમ પાડી ? ( નિશાએ માયાને પૂછ્યું )
    - વાતજ કંઇક એવી છે નિરવ સામે કરાય એમ નથી અને એનાથી છુપાવાય એમ પણ નથી હવે કરવું શું એજ સમજાતું નથી ( માયા વ્યાકુળ થઇને વાત કરતી હતી )
     - પણ થયું શું છે ? બોલ તો કંઇક ખબર પડે ને.. ( હવે નિશા જવાબ જાણવા તત્પર બની હતી )
  -   ચાલો મારી સાથે સાયન્સ વિભાગમાં.. ( માયાએ આગળ વધતાં કહ્યું )
     બધા સાયન્સ વિભાગમાં ગયા અને ત્યાં માયાએ એક રૂમની અંદર ડોકિયું કર્યું 
   - જોઈ લ્યો બંન્ને તમારી આંખે રૂમની અંદર ( માયાએ રૂમની બહાર ઉભેલ મીરાં અને નિશાને રૂમ તરફ આંગળી બતાવતા કહ્યું )
    માયા અને મીરાં અંદર જોવે છે અને બને આશ્ચર્યચકિત થઇ જાય છે. બન્નેની આંખો ખુલ્લી જ રહી જાય છે. કંઈ પણ બોલ્યા વગર તરત તે બહાર તરફ મોઢું કરી દે છે
       મીરાં માટે કોલેજનો પહેલો દિવસ ધાર્યા કરતાં સાવ અલગ પસાર થતો હતો એક પછી એક એવા જટકા લાગતા હતા જે મીરાંને અસ્વસ્ત કરી મુકતા હતા પણ આ દૃશ્યતો નિશા માટે પણ એક નવું સમીકરણ ઉભુ કરવાનું હતું.... (ક્રમશ...)
              
        એવું તો શું હતું કે માયા નીરવને સાથે ન લઈ આવી ? મીરાં અને નિશાએ એવું તે શું દૃશ્ય જોયું કે બંનેની આંખો ખુલીજ રહી ગઈ ? આ દૃશ્ય નિશા માટે કેવો કોયડો બનવાનું હતું ?
        
          બધા પ્રશ્નોના ઉત્તર માટે વાંચતા રહો ભાગ્યની ભીતર. ટૂંક સમયમાં મળીશું...આભાર

          આપને ગમતી વાતો અથવા કોઈ વાત સુધારવા જેવી લાગતી હોય મારા લેખનમાં તો જરૂર આપનો પ્રતિભાવ આપો જેથી હું આગળ સારી રીતે લખી શકું અને શબ્દો દ્વારા આપના દિલ સુધી પહોંચી શકું... આભાર....
                                              - આહિર દિનેશ
                                         Wh. 9638887475