bhagyani bhitar - 8 books and stories free download online pdf in Gujarati

ભાગ્યની ભીતર - ૮

( આપણે આગળ જોયું કે મીરાંનો કૉલેજનો પહેલો દિવસ કેટલીયે મુસીબતો સાથે પસાર થયો. સાથે એને નવા મિત્રો પણ મળ્યા પરંતુ છેલ્લે એમણે જે દૃશ્ય જોયું તે કેટલાય નવા કોયડાઓ સર્જે છે..)

મીરાં અવાક બની હતી. ઘણા પ્રયત્નો કરવા છતાં આ દૃશ્ય એની આંખો સામેથી જતુ ન હતું.

મીરાં અને નિશાએ રૂમ અંદર એક છોકરાના ખંભા પર માથું રાખીને બેઠેલી છોકરી જોઈ આ છોકરો બીજો કોઈ નહિ પણ મીરાંનો ભાઈ ગોપાલ હતો. તરત બંન્ને રૂમની બહાર નીકળી ગયા.
- એક રીતે તો સારું થયું...( વિચાર કરતા અચાનક નિશા બોલી )
મીરાં અને માયા તેની તરફ આશ્ચર્યથી જોવા લાગ્યા..
- માફ કરજે મીરાં પણ મારો કહેવાનો અર્થ એ છે કે ગોપાલ આટલી આઝાદીથી જીવે છે તો તને કેમ બંધનમાં રાખે છે હવે જ્યારે તને કઈ કહે ત્યારે તું એની પોલ ખોલી દેજે એટલે એ બીજી વાર તને હેરાન નહિ કરે. બરાબર ને માયા...?
( માયા તો એકધારી નિશા તરફ જોયા રાખે છે અને જાણે કઈ બોલવું છે પણ ક્યાંથી શરૂ કરવું એની મૂંઝવણ અનુભવે છે. બીજી તરફ મીરાં હજી પણ અવાક્ હતી. )
- શું વિચારો છો બંન્ને ચાલો હવે.
( બધા ગાર્ડન તરફ આગળ વધવા લાગ્યા જ્યાં નીરવ બેઠો હતો...)
- નિશા આપણે જે જોયું તે વાત નીરવને કરવાની નથી.
( માયા બોલી)
- પણ કેમ ??? ( આશ્ચર્યથી નિશા બોલી)
- એ હું પછી કહું પણ પેલા તું promies કર કે તું આ વાત નહિ કર...
- પણ શું કામ.....
- મને કઈ નથી સાભડવું... તું નહિ કે બસ...હું ઘરે જાઉં છું ok...
- હા નહિ કહું બસ પણ...તને શું થયું તું આટલી જલ્દી ઘરે કેમ જાય છે. નીરવને તો મળતી જા.. ( નિશા માયાને રોકીને બોલી )
- નીરવને કઈ દેજે મને થોડું કામ હતું એટલે હું જલ્દી નીકળી ગઈ.. ( આટલું કઈ માયા ચાલી ગઈ )
મીરાં તો હજી પણ ઊંડા વિચારોમાં ખોવાયેલી હતી. નિશાને પણ કંઇક અજુગતું લાગ્યું માયાએ નીરવને કહેવાની ના શું કામ પાડી એ ન સમજાયું. એ મીરાંને સમજાવવા લાગી..
- આવડી વાર હોય કઈ યાર..હું ક્યારનો રાહ જોવું છું અને માયા ક્યાં ગઈ..? ( નિરવ એકી શ્વાસે બોલી ગયો.)
- એને થોડું કામ હતું એ ઘરે ગઈ...( નિશાએ ઉતર આપ્યો )
- પણ શું કામ હતું , એને તો મને સવારથી એવી કંઈ વાતજ નથી કરી એને કંઇક કામ હોય તો એ મને જરૂર કહે ! અને તમે ક્યાં ખોવાઈ ગયા હતા.આટલી વાર થઈ ?
- ક્યાંય નહિ મીરાંને કૉલેજ બતાવવા લઇ ગયા હતા... ( નિશાએ કહ્યું )
- ઠીક છે. મને બીજો વર્ગ નથી ભરવો હું ઘરે જાઉં છું તમે આવો છો કે..? ( નિરવ ઊભા થતા બોલ્યો)
- ના.. હું અને મીરાં ચાલ્યા આવશું... (નિશાએ ઉત્તર આપ્યો)
મીરાં માટે કૉલેજ નો પહેલો દિવસ ધાર્યા કરતા સાવ અલગ ગયો હતો. તેનું અભ્યાસમાં જરા પણ મન ગયું ન હતું.તે મનોમન વિચાર કરતી હતી કે હું આ બધી વાતો પર ધ્યાન નહિ આપુ અને અભ્યાસ તરફ ધ્યાન રાખીશ.
આ તરફ નિશાને એક વાત સતત ડંખ મારતી હતી કે માયાએ કેમ નીરવને કહેવાની ના પાડી હસે.પણ આ બધાની વચ્ચે સૌથી વધારે ચિંતા અને મનોમંથનની સ્થિતી માયાની હતી એ વિચારતી હતી કે કરવું શું... તે નીરવને શું કહે તે એણે સમજાયું ન હતું પણ એણે મનોમન નક્કી કરી લીધું કે ગમે તે થાય કાલે કૉલેજ જઈને આ પ્રશ્નનું સમાધાન લાવવું જ પડશે...
આજે સવારે મીરાં જલ્દી તૈયાર થઈને ઘરની બહાર નિશાની રાહ જોતી હતી.. એ આવી એટલે બંન્ને કોલેજ જવા નીકળ્યાં
- નિશા હું તને એક વાત પૂછું તો તને ખોટું તો નહિ લાગે ને.. ( મીરાંને કહ્યું )
- જો તું વાત કરવાથી પહેલા આવું કહીશ તો જરૂર લાગશે ..( નિશાએ હસતા હસતા કહ્યું ).. પુછ પુછ જે પૂછવું હોય એ..
- તું નીરવને પ્રેમ કરે છે ?

- હા...પણ મને લાગે છે એને કઈ ખબર નથી એતો એની મસ્તીમાં જ રહે છે. એટલે એની સામે તું આ વાત ન કરજે..
- તો પછી તું સીધે સીધું કઈ દે ને એને..
- એટલું સહેલું નથી મીરાં..હું ઉતાવળે પગલું ભરી એક સાચા મિત્રને ખોવા નથી માંગતી...
- ઠીક છે
- હજી તો તારા માટે પણ એક ગમતું પાત્ર શોધવાનુ
છે. ( નિશા મજાકમાં બોલી )
- ના.. હું એ બધામાં પડવા નથી માંગતી. હું મારું બધું ધ્યાન અભ્યાસમાં લગાવવા માંગુ છું ( મીરાંએ મક્કમ થઈને જવાબ આપ્યો )
- તું પણ માયાની જેમ વાત કરવા લાગી.... સાચે માયા પરથી યાદ આવ્યું જલ્દી ચાલ આપણે માયાને મળવાનુ છે. કેટલાય પ્રશ્નોનોના જવાબ એની પાસે છે ( અચાનક કંઇક યાદ આવ્યું હોય એ રીતે બોલી )
કોલેજ પહોંચતાં જ દૂર ઉભેલી માયાને જોઈ. તે કોઈની રાહ જોઈ રહી હોય એવું લાગ્યું.
- કોની રાહ જુવે છે?? ( નિશાએ માયાને પૂછ્યું )
- ઓહ.આવી ગયાં તમે.. કઈ નહિ બસ નિરવ આવતો હસે એનીજ રાહ જોવું છું.
- એ આવે એનાથી પહેલા કે તારા મનમાં શું ચાલે છે.. તે કાલે નીરવને કહેવાની ના શું કામ પાડી ?
- હું કહી શકું એમ નથી.
- પણ શું કામ ?
એટલામાં નિરવ ત્યાં આવી જાય છે એટલે વાત ત્યાંથીજ અટકી જાય છે.
- good morning.. કેમ છો બધા ? શું ચર્ચા ચાલે છે આજે ?
- કંઈ નહિ. તારી જ રાહ જોતા હતા..( માયાએ કહ્યું )
- તો ચાલો હું આવી ગયો..
હજી વર્ગ શરૂ થવાને વાર હતી એટલે બધા લાઈબ્રેરી તરફ વળ્યા..
- તમે જાવ હું હમણાં આવું છું ( માયા બોલી )
- તને શું થયું છે હમણાં ! કેમ એકલી એકલી રહે છે ? ( નિરવે આશ્ચર્ય સાથે પૂછ્યુ )
- અરે કંઈ નહિ પાણી પીવા જાઉં છું. બસ હમણાં આવું 5 મિનિટમાં તમે લાઈબ્રેરી અંદર બેસો હું હમણાં આવી ( માયા જવાબની રાહ જોયા વગર ચાલવા લાગી )
- આને કઈંક તો થયું છે.( નિશા ચાલતા ચાલતા બોલી )
થોડો સમય પસાર થયો પણ નિશાનું ધ્યાન ચોપડીમાં ચોટતું ન હતું. એણે પોતાની પોકેટ માંથી ફોન બહાર કાઢી કોલ આવે છે એવો સંકેત કરી બહાર નીકળી આવી. મીરાં અને નિરવ તો વાંચવામાં મગ્ન હતા એટલે એમણે વધારે ધ્યાન ન આપ્યું.
નિશા માયાની શોધમાં આગળ વધવા લાગી. દૂરથી તેણે માયાને કેન્ટીનમાં બેસેલી જોઈ પણ બાજુમાં પહોંચતાં તેની આંખો ખુલીજ રહી ગઈ ત્યાં સાથે એક છોકરો પણ બેઠો હતો એ બીજું કોઈ નહીં પણ ગોપાલ હતો...
- શું ચાલી રહ્યું છે અહી ? ( નિશા ગુસ્સામાં બોલી )
નિશાને આવતા જોઈ માયા થોડી ડરી ગઈ.
- કઈ નહિ નિશા તું જા આપણે પછી વાત કરીએ..( માયા એ કહ્યું )
- એટલે શું માયા તું મને કાલથી એકજ જવાબ આપે છે..શું ચાલે છે અને ગોપાલ તારી સાથે કેમ..? ખમ હું નીરવને કોલ કરુ એ મીરાંને લઈને આવે બધો ખુલાસો અત્યારેજ થઇ જાય.. મને લાગ્યું જ હતું તું પાણીનું ખાલી બહાનું આપે છે બાકી વાતતો કંઇક જુદીજ છે અને હું સાચી સાબિત થઈ...( નિશા ફોન બહાર કાઢતા ગુસ્સામાં બોલી )
- નિશા તને મારા સમ છે કોઈને બોલાવજે નહિ હું તને બધી વાત કરીશ પણ તું મહેરબાની કરીને અત્યારે જા અને કોઈને કહેજે નહિ..( માયા ઊભી થઈ નિશાને આજીજી કરવા લાગી )
ગોપાલ ચૂપચાપ આ બધું જોયા કરતો હતો. ઘણા પ્રયત્ન પછી નિશા શાંત રહેવા તૈયાર થઈ પણ એનો માયા ઉપર ગુસ્સો ઓછો થયો ન હતો. તે ત્યાંથી સીધી ઘરે ચાલી ગઈ....( ક્રમશ )
- આહિર દિનેશ
9638887475