From the Earth to the Moon (Sequel) - 17 books and stories free download online pdf in Gujarati

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 17

પ્રકરણ ૧૭ – ટાયકો

સાંજે છ વાગ્યે દક્ષિણ ધ્રુવથી ગોળો માત્ર ચાળીસ માઈલ દૂરથી જ પસાર થયો, આ એટલું જ અંતર હતું જેનાથી ઉત્તર ધ્રુવ પર પહોંચી શકાતું હતું. અંડાકાર વળાંકનો જબરદસ્તીથી પીછો કરવામાં આવ્યો.

આ સમયે મુસાફરો ફરીથી સૂર્યના આશિર્વાદરૂપ કિરણોના વિસ્તારમાં પ્રવેશ્યા. તેમણે ફરીથી એ તારાઓ જોયા જેઓ ધીરેધીરે પૂર્વથી પશ્ચિમ તરફ સફર કરતા હતા. ચમકદાર સિતારાનું હર્ષોલ્લાસથી સ્વાગત કરવામાં આવ્યું. પ્રકાશ સાથે ગરમી પણ મળી જે લોઢાની દીવાલોમાંથી અંદર આવી. તેના વધવાને સાથે બરફના થર પીગળવા લાગ્યા અને તરતજ કરકસરની તાતી જરૂરિયાત રૂપે ગેસને બંધ કરવામાં આવ્યો, વાયુનું આ સાધન તેના કાયમી જથ્થાનો ઉપયોગ કરી રહ્યું હતું.

“આહ!” નિકોલે કહ્યું, “ગરમી આપતા આ કિરણો અત્યંત સુંદર છે. આના પરથી એ સાબિત થાય છે કે ચન્દ્રવાસીઓ કેટલી તત્પરતાથી દિવસના સિતારાના ફરીથી ઉગવાની રાહ જોતા હશે.”

“હા,” માઈકલ આરડને જવાબ આપ્યો, “તેની અદભુત સુગંધ, પ્રકાશ અને ગરમી, જાણેકે આખું જીવન તેમાં જ રહેલું છે એમ વિચારીને એને શોષી રહ્યો છું.”

આ ઘડીએ ગોળાનું તળિયું ચન્દ્રની ધરતીથી આ લાંબા અંડાકાર તારાના માર્ગ પર ચાલવા માટે થોડું જ આડું ફંટાયું. આ જગ્યાએથી જો પૃથ્વી સંપૂર્ણપણે દેખાઈ રહી હોત તો બાર્બીકેન અને તેના સાથીદારો તેને જોઈ શક્યા હોત પરંતુ તે સૂર્યની તેજસ્વીતામાં ડૂબી ગયેલી હોવાથી તે લગભગ અદ્રશ્ય લગતી હતી. એક અન્ય ચમત્કારે તેમનું ધ્યાન ખેંચ્યું, જે ચન્દ્રના દક્ષિણ હિસ્સા પર હતું જેને દૂરબીને સાડાચારસો યાર્ડ્સ જેટલું નજીક લાવી દીધું. તેઓ બારીઓને હવે છોડવાના ન હતા અને આ ભવ્ય ગ્રહની તમામ માહિતી તેઓ નોંધી રહ્યા હતા.

દક્ષિણ ધ્રુવની નજીક ડોરફૂલ અને લેઈબનિત્ઝ પહાડો બે અલગ અલગ જૂથો ઉભા કરી રહ્યા હતા. પહેલું જૂથ ધ્રુવથી ગ્રહના પૂર્વ ભાગના ચોર્યાસીમાં રેખાંશ પર હતું; જ્યારે બીજાએ પૂર્વની સરહદને સાંભળી હતી જે ધ્રુવના પાંસઠમાં અક્ષાંસ પર હતી.

તેમની કુશળતાથી રચવામાં આવેલી ટોચ પતરાની જેમ ચળકતી હતી જેમ પેરે સેશીએ જણાવ્યું હતું. આ વિદ્વાન રોમન અવકાશશાસ્ત્રી કરતા વધુ સારી રીતે બાર્બીકેન તેનો સ્વભાવ ઓળખી શક્યા.

“તે બરફ છે,” તેમણે કહ્યું.

“બરફ?” નિકોલે ફરીથી કહ્યું.

“હા, નિકોલ, બરફ, સપાટી બરફથી જામી ગઈ છે. જો તેઓ ચન્દ્રના કિરણોને કેવી રીતે પરાવર્તિત કરી રહ્યા છે? શાંત થઇ ગયેલો લાવા ક્યારેય આ પ્રકારનું અત્યંત ચમકતું પરાવર્તન ન આપી શકે. ત્યાં પાણી હોવું જ જોઈએ, ચન્દ્ર પર હવા હોવી જ જોઈએ. તમને જેટલી ગમે તેટલી પરંતુ આ હકીકતને કોઈજ પડકાર આપી શકાય એમ નથી.” ના બિલકુલ ન આપી શકાય તેમ જ હતું. અને જો બાર્બીકેન ફરીથી ક્યારેય પૃથ્વી જોઈ શકશે તો તેમની નોંધ તેમના ચન્દ્રના અવલોકનોમાં આ મહાન સત્યની જરૂર સાક્ષી બનશે.

ડોરફૂલ અને લેઈબનિત્ઝ પહાડો મધ્યમ કક્ષાના મેદાનોની વચ્ચે હતા જેને વર્તુળોના અનંત અનુગામીઓ અને કાલ્પનિક કિલ્લાની દીવાલોએ બાંધી રાખ્યા હતા. આ બંને સાંકળો વર્તુળોના આ ક્ષેત્રમાં માત્ર એક જ વાર મળતી હતી. બંનેની તુલના કરી શકાય એમ હતી પરંતુ તેઓ કેટલાક તિવ્ર બિંદુઓને અહીં તહીં ફેકી રહ્યા હતા, સહુથી ઉંચી ટોચ ચોવીસ હજાર છસ્સો ફૂટની ઉંચાઈ ધરાવતી હતી.

પરંતુ ગોળો આ તમામ ભૂસ્તરોથી ઉંચો હતો અને તમામ અંદાજો ચન્દ્રની અદભુત ચમકમાં ખોવાઈ ગયા હતા. અને મુસાફરોની આંખો સમક્ષ ચન્દ્રના પ્રદેશો તેના મૂળ સ્વરૂપમાં દેખાવા લાગ્યા, સ્વભાવમાં ખરબચડા, રંગવિહીન, પડછાયા વગરના, ખરબચડા કાળા અને સફેદ જેમાંથી પ્રકાશ ફેલાતો હોય છે.

પરંતુ આ ઉજ્જડ વિશ્વની ઝલક તેની અજાણી હોવાની ખૂબીને લીધે તેમને બાંધી રાખવામાં સફળ રહી. તેઓ આ પ્રદેશ ઉપરથી પસાર થઇ રહ્યા હતા જાણેકે તેઓ કોઈ તોફાનના શ્વાસમાંથી જન્મ્યા હોય, તેમના પગ નીચે પર્વતોની ઉંચાઈ જોઈ રહ્યા હતા, ખાડાઓને પોતાની આંખોથી આરપાર જોઈ રહ્યા હતા, તિરાડોમાંથી પસાર થઇ રહ્યા હતા, દિવાલો પરથી ચડી રહ્યા હતા, પેલા રહસ્યમય કાણાંઓનો અવાજ સાંભળી રહ્યા હતા અને તમામ તિરાડોને પૂરી રહ્યા હતા. પરંતુ લીલોતરીનો એક પણ પૂરાવો ન હતો, શહેરો દેખાઈ રહ્યા ન હતા, વિવિધ સ્તરો સિવાય બીજું કશું જ ન હતું, લાવાના ઢગલાઓ, તેમના બહાર આવવાથી ઉભી થયેલી સપાટીને જાણેકે ચમકાવીને અરીસો બનાવી દીધી હોય એ રીતે તેઓ અત્યંત શક્તિશાળી રીતે ચન્દ્રના કિરણોને પરાવર્તિત કરી રહ્યા હતા. જીવન ધરાવતા વિશ્વ સાથે સંબંધ ધરાવતું હોય એવું અહીં કશું ન હતું, બધું જ મૃત નગર જેવું હતું, જ્યાં હિમપ્રપાત પર્વતોની ટોચ પરથી ગબડીને અંધારા તળિયામાં વિખેરાઈ જાય છે, ગતિને પકડે છે પરંતુ અવાજનો અભાવ છે. ગમેતે રીતે જુઓ એ મૃત્યુની છબીઓ હતી, જેના વગર એવું ક્યારેય પણ કહેવું શક્ય ન હતું કે અહીં ક્યારેય જીવન શક્ય હતું કે નહીં.

માઈકલ આરડને, જોકે એમ વિચાર્યું કે તેણે ખંડેરોના ઢગલાઓને ઓળખી કાઢ્યા છે જેણે બાર્બીકેનનું ધ્યાન ખેચ્યું. તે લગભગ એંશી અંશ રેખાંશ અને ત્રીસ અંશ અક્ષાંસ પર હતા. પથ્થરોનો આ ઢગલો સરખી રીતે ગોઠવાયેલો હોવાને બદલે એક વિશાળ કિલ્લો હોવાનું જણાવતો હતો જે એક લાંબી તિરાડના કિનારે હતો જે ભૂતકાળમાં પ્રાગૈતિહાસિક સમયની નદીઓના પટ તરીકેનું કાર્ય કરી રહ્યો હોઈ શકે એવું શક્ય હતું. તેનાથી બહુ દૂર નહીં, સત્તર હજાર ચારસો ફૂટનો કાલ્પનિક પહાડ દેખાયો જે એશિયાટિક કોકશસ જેટલો જ હતો. માઈકલ આરડને તેના જાણીતા ઉત્સાહથી, તેના કિલ્લાના અવશેષોના પુરાવાનું મંતવ્ય જાળવી રાખ્યું. તેની નીચે તેને એક શહેરની તૂટી ગયેલી દીવાલો જોવા મળી જેમાં એક મંડપની કમાન હજી પણ જળવાઈ રહી હતી જેના બે કે ત્રણ સ્તંભ તેના તળિયા સાથે જોડાયેલા હતા, આગળ જતા કમાનોની હારમાળા જે કોઈ જળમાર્ગની નળીને ટેકો આપતો હશે તે જોવા મળી, અન્યત્ર એક મોટા પૂલના ડૂબી ગયેલા સ્તંભોના ભાગ જોવા મળ્યા જે તિરાડના સહુથી જાડા ભાગ તરફ જઈ રહ્યા હતા. તેણે આ બધું જ ઓળખી કાઢ્યું, પરંતુ તેની નજરમાં રહેલી આટલી બધી કલ્પનાઓ અને દૂરબીનથી તે અદભૂત દેખાઈ રહ્યા હોવાથી આપણે તેના નિરીક્ષણ પર વિશ્વાસ કરવો ન જોઈએ. પરંતુ એ કોણ મંજૂર કરી શકે, એવી હિંમત કોણ કરી શકે જે એ સ્નેહાળ વ્યક્તિને એમ કહી શકે કે તે એવી કોઈજ વસ્તુ નથી જોઈ રહ્યો જેને તેના બે સાથીદારો પણ નથી જોઈ શકતા.

આ પર્વતોનો નઝારો એટલો બધો કિમતી હતો કે તેને એક ચર્ચામાં ગુમાવી શકાય તેમ શક્ય ન હતું. ચન્દ્રવાસીઓનું શહેર, પછી તે કાલ્પનિક હોય કે ન હોય, તે દૂર દૂર અદ્રશ્ય થઇ ગયું હતું. ચન્દ્રથી ગોળાનું અંતર વધી રહ્યું હતું અને જમીનની વિગતો ગૂંચવાડામાં ખોવાઈ ગઈ હતી. નકશીકામ, વર્તુળો, તિરાડો અને મેદાનો જ રહ્યા હતા અને હજી પણ તેઓ પોતાની સરહદો સ્પષ્ટપણે દેખાડી રહ્યા હતા. આ સમયે ડાબી તરફ ચન્દ્રના પર્વતવિજ્ઞાનના સહુથી સુંદર વર્તુળો પથરાયેલા હતા, જે આ ગ્રહની તમામ ઉત્કંઠાઓમાંથી એક હતી. તે ન્યૂટન હતો, જેને બાર્બીકેને મેપ્પા સેલેનોગ્રાફીકાની મદદથી કોઇપણ પ્રકારની તકલીફ વગર ઓળખી કાઢ્યો.

ન્યૂટન બરોબર સિત્યોતેર દક્ષિણ અક્ષાંસ અને સોળ પૂર્વ રેખાંશ પર સ્થિત હતો. તેણે કાલ્પનિક ગોળાકાર મુખ ઉભું કર્યું હતું જેની દિવાલો એકવીસ હજાર ત્રણસો ફૂટની ઉંચાઈ ધરાવતી હતી જે અત્યંત દુર્ગમ લાગતી હતી.

બાર્બીકેને પોતાના સાથીદારોને આ પર્વતની ઊંચાઈનું નિરીક્ષણ કરવાનું કહ્યું જેની આસપાસના મેદાનો તેના મુખની ઊંડાઈની સમાંતર હોવાથી ઘણા દૂર હતા. આ વિશાળ કાણું કોઇપણ પ્રકારની ગણતરીથી પર હતા અને તેણે આછું પાતાળ ઉભું કર્યું હતું જેના તળિયે જ્યાં સૂર્યના કિરણો ક્યારેય પહોંચી શકવાના ન હતા. અહીં હમ્બોલડટ અનુસાર અનંત અંધકાર રાજ્ય કરતું હતું જેને સૂર્ય કે પૃથ્વીનું અજવાળું તોડી શકવાનું ન હતું. પૌરાણિક કથાકારો કદાચ તેને નર્કનું દ્વારની ઉપમા આપી શક્યા હોત.

“ન્યૂટન” બાર્બીકેને કહ્યું, “આ પ્રકારના કાલ્પનિક પર્વતોમાં સહુથી સંપૂર્ણ પ્રકારનો પર્વત જેના માટે પૃથ્વી કોઈજ મહત્ત્વ ધરાવતી નથી. તે એ સાબિત કરે છે કે ચન્દ્રની રચના જે એક હિંસક કારણોને બાદ ઠંડા પડવાને લીધે થઇ છે; થોડા સમય માટે અંદરની અગ્નિના દબાણ હેઠળ તેની ઉંચાઈ નોંધપાત્ર રીતે વધી છે, ઉંડાઈ ચન્દ્રની સપાટીથી ઘણી ઉંડે છે.”

“હું આ હકીકતને નકરાતો નથી.” માઈકલ આરડને કહ્યું.

ન્યૂટનને પસાર કર્યાના થોડા સમય બાદ ગોળો સીધો જ મોરેટના કાલ્પનિક પર્વતો ઉપર આવ્યો. તે બ્લાન્કનસની ટોચ પરથી થોડા સમય માટે પસાર થયો અને સાંજે લગભગ સાડાસાતે ક્લેવીયસના વર્તુળ પર પહોંચ્યો.

આ વર્તુળ એ આ ચન્દ્રનું સહુથી વિશિષ્ટ હતું તે અઠ્ઠાવન અંશ દક્ષિણ અક્ષાંસ અને પંદર અંશ પૂર્વ રેખાંશ પર સ્થિત હતું. તેની ઉંચાઈ અંદાજે બાવીસ હજાર નવસો પચાસ ફૂટ હતી. મુસાફરો બાવીસ માઈલના અંતરે જેને દૂરબીને ઘટાડીને ચાર માઈલ કરી દીધું હતું તેઓ આ વિશાળ વર્તુળની તેની સમગ્રતા માટે પ્રશંસા કરી રહ્યા હતા.

“પૃથ્વી પરના જ્વાળામુખીઓ,” બાર્બીકેને કહ્યું, “પરંતુ ચન્દ્ર પરના પેલા પહાડો સામે તો તેઓ એક તલ જેટલા નાના છે. વિસુવિયસ અને એટનાના પ્રથમવાર ફાટવાથી બનેલા જૂના વર્તુળોને માપવા જઈએ તો આપણને તેની ઉંડાઈ ત્રણ માઈલ કરતા વધુ જોવા મળે છે. ફ્રાન્સમાં કેન્ટલનું વર્તુળ છ માઈલનો વિસ્તાર ધરાવે છે કેલેન્ડ ખાતે ટાપુનું વર્તુળ ચાલીસ માઈલનું છે જે પૃથ્વી પરનું સહુથી મોટું વર્તુળ ગણવામાં આવે છે. કેલ્વીયસ સામે આ બધા માપ શું છે જેને આપણે આ સમયે અવગણી રહ્યા છીએ?”

“તેની ઊંડાઈ કેટલી છે?” નિકોલે પૂછ્યું.

“તે દોઢસો માઈલની છે,” બાર્બીકેને જવાબ આપ્યો. આ વર્તુળ ખરેખર ચન્દ્ર પરનું સહુથી મહત્ત્વનું વર્તુળ છે પરંતુ બીજા અન્ય વર્તુળો પણ છે જેનું માપ દોઢસો, સો અથવાતો પંચોતેર માઈલ જેટલું છે.”

“અરે મારા મિત્રો,” માઈકલ બોલી ઉઠ્યો, “શું તમે એ કલ્પના કરી શકો છો કે જ્યારે આ રાત્રીનો શાંત ગ્રહ કેવો લાગતો હશે જ્યારે તેના જ્વાળામુખીઓ ચમકારાથી ભરેલા હશે અને એ જ સમયે પોતાનામાંથી ધુમાડા અને જ્વાળાઓની જીભ બહાર કાઢતા હશે? એ કેવું અદભુત દ્રશ્ય રહ્યું હશે જે હવે કશું જ રહ્યા નથી. આ ચન્દ્ર એ આતશબાજીના પાતળા ઢાંચા સિવાય બીજું કશું નથી જે ફટાકડા, રોકેટો, સાપો અને સૂર્યો થોડાક અજવાળા બાદ ચાલી ગયા છે અને તેને દુઃખદ રીતે તોડીને ગયા છે. તે પ્રલયનું કારણ, હેતુ કોણ કહી શકે છે?”

બાર્બીકેન માઈકલ આરડનને નહોતા સાંભળી રહ્યા તેઓ તો ક્લેવીયસની આ દિવાલો વિષે વિચારી રહ્યા હતા જેને અસંખ્ય માઈલોમાં પથરાયેલા પર્વતોએ બનાવી હતી. વિશાળ ખાડાના તળિયે હજારો નાના શાંત થઇ ગયેલા જ્વાલામુખીઓ દટાયેલા હતા, જેની જમીન ચાળણી જેવી તેજ હતી અને તેને પંદર હજાર ફૂટની ઉંચાઈએ થી જોવામાં આવી રહી હતી.

મેદાનની આસપાસનો વિસ્તાર ઉજ્જડ ભાસતો હતો. આ રેખાઓથી શુષ્ક બીજું કશું જ ન હતું, આ પર્વતોના ખંડેરોથી દુઃખી બીજું કશું જ ન હતું અને જો આપણે આપણી જાતને વર્ણવી શકતા હોઈએ તો ટોચના આ બાંધકામો અને પર્વતોએ જમીનને વિખેરી નાખી હતી. ઉપગ્રહ આ જગ્યાએથી જ ફાટ્યો હશે એવું લાગી રહ્યું હતું.

ગોળો હજી પણ આગળ વધી રહ્યો હતો અને આ ઘડીએ પણ તે રોકાયો ન હતો. વર્તુળો, ખાડાઓ અને ઉંધા પડેલા પર્વતો સતત એક પછી એક આવી રહ્યા હતા. હવે કોઈજ મેદાન ન હતા, કોઈજ સમુદ્રો ન હતા. કદાય ખૂટે નહીં તેવા સ્વિત્ઝરલેન્ડ અને નોર્વેના પ્રદેશો દેખાઈ રહ્યા હતા. અને છેલ્લે આ વિશાળ તિરાડના ક્ષેત્રના મધ્યમાં ચન્દ્રનો સહુથી અદભુત પર્વત ટાયકો ચમકી રહ્યો હતો જેને પેઢીઓ વિદ્વાન ડેનિશ અવકાશશાસ્ત્રીના નામે ઓળખતી હતી.

વાદળ વિહોણા આકાશમાં પૂર્ણ ચન્દ્રને નિહાળતી વખતે કોઈએ પણ દક્ષિણ ગોળાર્ધના આ સહુથી ચમકતા બિંદુને ઓળખવામાં વાર ન કરી. માઈકલ આરડને પોતાની કલ્પનાશક્તિનો જેટલો ઉપયોગ થઇ શકતો હતો તેટલો તેનો ઉપયોગ કરીને તેના માટે તમામ વિશેષણો વાપરી નાખ્યા. તેના માટે ટાયકો એ પ્રકાશનું ધ્યાન હતું, તેજસ્વીતાનું કેન્દ્ર, કિરણો બહાર કાઢતો જ્વાળામુખી હતો. તે એક ચમકતા પૈડાની વાટ હતી, પોતાના તંતુઓ દ્વારા ચન્દ્રને બંધ કરતું તારકસૂત્ર, જ્વાળાઓથી આંખો ભરી દેનાર, પ્લુટોના માથા માટેનો મુગટ, જ્વાળામુખી દ્વારા છોડવામાં આવેલો તારો જે ચન્દ્રની સપાટી સાથે અથડાયો હોય!

ટાયકો અજવાળાને એવી રીતે બાંધી રાખતો હતો કે પૃથ્વીવાસીઓ તેને બે લાખ ચોવીસ હજાર માઈલના અંતરેથી દૂરબીન વગર પણ જોઈ શકતા હતા! કલ્પના કરો કે મુસાફરોની આંખો સમક્ષ જે તેનાથી માત્ર પચાસ માઈલ દૂર હતો તે તેને કેવી રીતે જોઈ રહ્યા હશે! તેનું અજવાળું એટલું સ્વચ્છ હતું, તેનું તેજ એટલું વ્યગ્ર હતું કે બાર્બીકેન અને તેમના મિત્રોને તેને સહન કરવા માટે તેમના દૂરબીનો પર વરાળ ફેલાવવી પડી. ત્યારબાદ મૂંગા રહીને ડરતા ડરતા તેની પ્રશંસા કરવા લાગ્યા, તેઓએ તેને જોયો, તેના અંગે વિચાર્યું. તેમની તમામ લાગણીઓ, તેમની તમામ કલ્પનાઓ તેમના ચહેરાઓ પર કેન્દ્રિત થઇ ગઈ હતી જેવી રીતે તમામ જિંદગીનો ભાર માત્ર હ્રદય પર કેન્દ્રિત હોય છે.

ટાયકો કિરણો ફેંકતા પર્વતોની પદ્ધતિનો ભાગ છે, જેમકે એરીસ્ટાર્કસ અને કોપરનિકસ હતા, પરંતુ તે સંપૂર્ણ હતો જે જ્વાળામુખીનું ડરામણું કાર્ય દેખાડી રહ્યો હતો જેણે ચન્દ્રનું સર્જન કર્યું હતું. ટાયકો તેંતાલીસ અંશ દક્ષિણ અક્ષાંસ પર અને બાર અંશ પૂર્વ રેખાંશ પર સ્થિત હતો. તેનું કેન્દ્ર પચાસ માઈલ પહોળા જ્વાળામુખીએ રોકી લીધું હતું. તે દીર્ઘ અંડાકાર જેવું લાગતું હતું અને તેની આસપાસ કાલ્પનિક દિવાલો બંધાયેલી હતી, જે તેની પૂર્વ દિશામાં હતી અને પશ્ચિમ દિશા પંદર હજાર ફૂટની ઉંચાઈએથી બહારના મેદાનો જોઈ રહી હતી. તે માઉન્ટ બ્લાન્કનું જૂથ જેવું હતું જેને એક સામાન્ય કેન્દ્રની આસપાસ ગોઠવવામાં આવ્યું હતું અને તે ચમકતા કિરણોના મુગટ જેવો લાગી રહ્યો હતો.

આ અજોડ પર્વત ખરેખર શું હતો જેના અંગે તમામ પ્રકારના અંદાજો બાંધવામાં આવી રહ્યા હતા અને તેના મુખમાં થયેલા વધારાની અંદરનો ભાગ કોઇપણ પ્રકારની ફોટોગ્રાફી સરખી રીતે દર્શાવી ન શકત. ખરેખર પૂર્ણ ચન્દ્રના સમયે ટાયકો તેનો તમામ વૈભવ દર્શાવી રહ્યો હતો. ત્યારબાદ તમામ પડછાયાઓ અદ્રશ્ય થઇ ગયા જેમ તમામ પૂર્વદર્શનના પરિપેક્ષ્ય અદ્રશ્ય થઇ જાય છે અને તમામ સાબિતીઓ શ્વેત થઇ જાય છે – જે માની ન શકાય એવું સત્ય છે; આ વિચિત્ર ક્ષેત્ર કદાચ અદભુત હોઈ શકત જો તેને તસ્વીરોની ચોકસાઈથી ફરીથી ઉભું કરી શકાતું હોત. તે ખાડાઓ, તિરાડો, વર્તુળો, ચઢાણોનું જૂથ સિવાય બીજું કશું જ ન હતું જેને આંખો પોપડાંની જમીન પર ઉભા થયેલા જ્વાળામુખીના જૂથ તરીકે જ જોઈ શકતી હતી. ત્યારબાદ કોઈ એમ સમજી શકે તેમ હતું કે આ કેન્દ્રીય જ્વાળામુખીના પરપોટાઓ તેના મૂળ સ્વરૂપે જળવાઈ રહ્યા હતા. ઠંડા પડવાને લીધે સ્ફટિક જેવા થઇ જવાને લીધે તેમણે એ સ્વરૂપ બનાવ્યું હતું જેને ચન્દ્રએ અગાઉ પ્લુટોની તાકાતોની અસર હેઠળ બનાવ્યું હતું.

ટાયકોની કાલ્પનિક ટોચ અને મુસાફરો વચ્ચેનું અંતર એટલું બધું ન હતું કે તેઓ તેની મુખ્ય માહિતીઓથી અવગત ન થઇ શકે. ટાયકોની કિલ્લેબંધી કરતા પૂલો પણ, અંદર અને બહારની બાજુ લટકી રહેલા પર્વતો વિશાળ અગાસીઓની વાર્તાઓમાં આવે છે તેમ નીચેની તરફ ઢળી રહ્યા હતા. તેઓ પશ્ચિમ કરતા ઉત્તરની તરફ ત્રણસોથી ચારસો ફૂટ ઊંચા હોવાનું લાગી રહ્યું હતું. પૃથ્વી પરની કોઇપણ છાવણી આ કુદરતી રચના સાથે મેળ કરી શકવા સમર્થ હોય એ શક્ય નથી. આ વર્તુળ જેવા ખાડાના તાળીએ બાંધવામાં આવેલા આ શહેર સુધી પહોંચવું અશક્ય હતું.

પહોંચવું અશક્ય હોવા ઉપરાંત ચિત્રાત્મક અંદાજો દ્વારા તેની જમીન પર તે ઢંકાયેલું હતું. ખરેખર કુદરતે આ ખાડાનું તળિયું સપાટ અને ખાલી રાખ્યું ન હતું. તે પોતાની વિશિષ્ટ વ્યુત્પત્તિ, પર્વતમાળા ધરાવતું હતું, પોતાનું આગવું વિશ્વ ધરાવતું હતું. મુસાફરોએ શંકુ આકારો, કેન્દ્રીય ટેકરીઓ, જમીનના અદભુત વિભાગો, અને ચન્દ્રની કુદરતી કળાને સ્પષ્ટપણે ઓળખી કાઢી. દેવસ્થાન માટેનું સ્થળ, બેઠક માટેનું મેદાન, મહેલ માટેની જગ્યા, ગઢ બનાવવા માટેનું સપાટ મેદાન, બધું જ દેખાઈ રહ્યું હતું જેને પંદરસો ફૂટની ઉંચાઈએથી એક પર્વત જોઈ રહ્યો હતો. એક વિશાળ વર્તુળ જેમાં પ્રાચીન રોમની દસગણી વિશાળતા સમાઈ શકતી હતી.

“આહ!” માઈકલ આરડન બોલી ઉઠ્યો, જે ઉત્સાહી લાગતો હતો; “પર્વતોના વર્તુળ નીચે કેવું અદભુત શહેર હશે! એક શાંત શહેર, શાંતિપૂર્ણ રહેઠાણો, તમામ માનવીય ચિંતાઓથી દૂર. એ ગેરમાન્યતાઓ કેટલી શાંત અને અલગ છે, માનવજાતના દુશ્મનો કદાચ અહીં રહ્યા હશે, અને એ લોકો પણ જેને સામાજિક જીવન પ્રત્યે અણગમો હશે!”

“તમામ! તે બધું તેમના માટે એટલું બધું મહત્ત્વનું નહીં હોય,” બાર્બીકેને શાંતિથી જવાબ આપ્યો.

***