Mai apni favorite hu books and stories free download online pdf in Gujarati

મેં અપની ફેવરેટ હુંમેં અપની ફેવરેટ હું.

આજ થી થોડા વર્ષો પહેલા જ્યારે હું લગભગ 12-13 વર્ષ ની હતી ત્યારે મને નાચવા ગાવા નો ભારે શોખ , હંમેશા હું મને સેલિબ્રિટી ની જેમ ટ્રીટ કરતી , કભી ખુશી કભી ગમ ની પૂજા એટલે કે કરીના કપૂર નું કેરેક્ટર મારુ ફેવરેટ .

બાળપણ થી કરીના ની હું જબરી ફેન એટલે એનો ડાયલોગ "મેં અપની ફેવરેટ હું " એ મેં મારા જીવન નું સૂત્ર કહો કે ટેગલાઈન એ બનાવી લીધું.

બાળપણ માં મજાક મસ્તી માં એ ડાયલોગ બસ એક ડાયલોગ જ હતો પણ જેમ જેમ બાળપણ ખોવાતું ગયું અને જુવાની માથે ચઢતી ગઈ એમ એમ એ ડાયલોગ નો સાચો મતલબ અને સાચી જરૂરિયાત સમજ માં આવતી રહી.

આજે હું 22 વર્ષ ની છું પણ 12 વર્ષ થી 22 વર્ષ ની મારી આ લાઈફ ની જર્ની ઘણી ઉત્તર ચઢાવ વારી રહી છે. આ બે ઉંમર વચ્ચે એવો સમયગાળો આવે જ્યારે આપણે એમ થાય કે આપણે જે છીએ જે કરીએ છીએ એ બધું ખોટું છે , આપણે ઘણા લોકો ની વાતો અસર કરવા લાગે ,ઘણા લોકો ની લાઇફસ્ટાઇલ અસર કરવા લાગે , ઘણા લોકો નું નેચર, ઘણા નો એટીટ્યુડ એ બધી અસર નું મિક્સ અપ આપણી અંદર થાય ,અને આપણી જાત ને ભૂલી બીજા ના ઇન્ફલ્યુઅન્નસ માં આવી એમની જેમ વર્તન કરવા લાગીએ.

દરરોજ નવી નવી વાતો જાણવા મળે ,કોઈ સારી તો કોઈ ખરાબ , દરરોજ નવા નવા એક્સપરિરિયન્સ થાય, નવા નવા લોકો મળે ,અને એમાં થી 60 -70 % આપણી ઉંમર ના લોકો જ હોય અને એ બધા માંથી તમને એવા 20% મળશે જે તમારી જ ઉંમર ના હશે પણ પોતાની જાત ને ઓવરસ્માર્ટ સમજી ને તમને વાત વાત માં જજ કરશે.  અને પોતાની જાત ને ઘણી ઊંચી દેખાડશે, અને તમને ખૂબ નીચા.

આવા લોકો મને પણ મળ્યા ,મારી સાથે આવું થયું ત્યારે મને લાગતું કે એક હું જ આવી ડિફેકટિવ પીસ છું દુનિયા માં , આ લોકો મારી સાથે જ કેમ આવું કરે છે , હું મારી જાત ને સાચે એ લોકો થી નીચી માનવા લાગી હતી.

પણ એ પડાવ મેં ગમે એમ કરી પાર કરી લીધો, કોઈક વખત દુઃખ થતું ,કોઈક વખત એકલા માં રડું પણ આવી જતું. પણ જેમ જેમ એ સમય વીતતો ગયો એમ એમ થોડી થોડી અક્કલ અને ઘણી મેચ્યુરિટી આવતી ગઈ, અને બાળપણ નો એ ફેવરેટ ડાયલોગ ફરી યાદ આવી ગયો."મેં અપની ફેવરેટ હું " એ વાળો.

જજ કરતા લોકો સામે માથું ઉઠાવી ને ચાલતા આવડી ગયું, હા થોડો સમય લાગ્યો આ બધું સમજતા કે લોકો ની વૃત્તિ હોય છે તમને જજ કરવા ની, આગળ વધતા હંમેશા રોકવા ની , ડરાવવા ની , હંમેશા નીચા સાબિત કરવા ની.

અને એવું નહીં કે ફક્ત એ જ ઉંમર ના સમયગાળા માં , તમે જ્યાં સુધી જીવશો ત્યાં સુધી તમને આવા લોકો મળશે , પણ ફરક આટલો રહે છે એ ઉંમર ના સમયગાળા માં આપણી અંદર બુદ્ધિ અને મેચ્યુરિટી બંને આટલા વિકસિત ના હોય.

જેમ જેમ ટીપાઓ એમ એમ ઘડાઓ

આ એવી વાત છે , એ સમય એ મને એમ થતું કે બસ હું જ એક આવો નમૂનો છું જેને આવું બધું ફેસ કર્યું હશે , પણ ના સમય વીતતા ખબર પડી મારા જેવા ઘણા નમૂનાઓ છે દુનિયા માં , અલગ અલગ પ્રકાર ના નમૂનાઓ , બસ એક સારા હોય તો એ આપણ ને જજ કરવા લોકો કારણકે એને જ કારણે આપણે આપણી જાત ને કાબીલ બનાવી , એવી કાબીલ કે હવે આવા લોકો ની વાતો થી કાંઈ ફરક જ નથી પડતો.

બોલ્યા કરે....., શું બોલે આપણે શું કામ છે ....આપણે બસ મન માં એ જ રાખવા નું જે કરીના એ કીધું....

શું...?

જેવી છું "મેં અપની ફેવરેટ હું. "

છોકરાઓ પણ સ્ત્રીલીંગ ને બદલે પુલિંગ નો ઉપયોગ કરી ને કહી શકે છે

"મેં અપના ફેવરેટ હું."

અને હા બૌ બોલે તો એ ડાયલોગ મોઢે ચિપકાવી દેવા નો, એટલે બોલતી બંધ.

શું કહેવું તમારું...?

અરે એટલે એવું નહીં કે તમે આ મારા લેખ ને જજ નહીં કરી શકો....એ તો તમારો હક છે.

તો ચાલો કોમેન્ટ કરી ને જણાવો કેવો લાગ્યો આ મારો લેખ , અને કોણ કોણ મારા આ લેખ ને પોતાના જીવન સાથે સરખાવે છે...?

કોમેન્ટ જરૂર થી કરજો, તમારા રિવ્યુ ની રાહ માં.

Megha gokani.