Bhedi Tapu - 17 books and stories free download online pdf in Gujarati

ભેદી ટાપુ - 17

ભેદી ટાપુ

[૧૭]

નવો ધોધ

અનુવાદ

ડો. અમૃત રાણિગા

બીજે દિવસે, સાતમી મેંએ, હાર્ડિંગ અને સ્પિલેટ સરોવરના ઉચ્ચપ્રદેશ પર ચડ્યા. જયારે નેબ નાસ્તો કરવામાં રોકાયો. હર્બર્ટ અને પેનક્રોફટ લાકડા લેવા ગયા.

ઈજનેર અને ખબરપત્રી સરોવરની પાળે પહોંચ્યા. અહીં ડ્યુગોંગનું મડદું પડ્યું હતું. પક્ષીઓનાં ટોળે ટોળાં તેના માંસની ઉજાણી કરતાં હતાં. તેમને પથ્થર મારીને દૂર ભગાડવા પડ્યા. કપ્તાન ડ્યુગોંગની ચરબીનો ઉપયોગ કરવા માંગતો હતો. ડ્યુગોંગનું માંસ ખોરાકમાં વાપરી શકાય તેમ હતું.

કપ્તાનને ગઈ કાલની ઘટનાના વિચારો આવતા હતા. પાણીની નીચે દ્વન્દ્વયુદ્ધ થયું. અને એવા ક્યાં રાક્ષસી પ્રાણીએ ડ્યુગોંગને એક કાતિલ ઘાથી પતાવી નાખ્યું એ રહસ્ય જાણવા એ તલપાપડ હતો. તે સરોવરને કિનારે રહીને ઝીણવટથી અવલોકન કરતો હતો.

જ્યાં ડ્યુગોંગનું મડદું પડ્યું હતું એ ભાગ છીછરો હતો. ત્યાંથી આગળ ઊંડું પાણી ધીમે ધીમે શરૂ થતું હતું. સરોવરના મધ્યભાગમાં ખૂબ ઊંડાણ હોવું જોઈએ.

કપ્તાનસ્પિલેટે કહ્યું.આ પાણીમાં કંઈ શંકાસ્પદ લાગતું નથી.

ના, સ્પિલેટ!કપ્તાને જવાબ આપ્યો.કાલની ઘટના કઈ રીતે બની તે કંઈ સમજાતું નથી.

ડ્યુગોંગને કોણે ઘાયલ કર્યું અને ટોપને કોણે પાણીની સપાટી ઉપર ફેંક્યો, એ સમજાતું નથી. કોઈએ એક હાથે ટોપને ફેંક્યો હોય અને બીજે હાથે ખંજરથી ડ્યુગોંગની હત્યા કરી હોય એમ બનવા સંભવ છે.

હા.ઈજનેરે જવાબ આપ્યો.આ ઘટનાને અને મોજાંમાંથી મને કોઈએ બચાવ્યો અને બખોલ સુધી પહોંચાડ્યો, એ ઘટનાને કોઈ સંબંધ હશે? હવે મને લાગે છે કે આમાં કંઈ રહસ્ય છે, તે આપણે જરૂર શોધી કાઢીશું.

પાણીનો નિકાસ ક્યાંથી થતો હતો તે સ્થળ હજી ઈજનેરને મળ્યું ન હતું. એક સ્થળે પાણીનો જોરદાર પ્રવાહ દેખાયો. કપ્તાને તેમાં એક લાકડાનો ટુકડો ફેંક્યો.

એ સ્થળે કપ્તાને કાન માંડ્યા તો તેને પાણી ખૂબ જોરથી વહેતું હોય એવો અવાજ સંભળાયો. કપ્તાનને ખ્યાલ આવી ગયો કે અહીં જમીનની નીચે પોલાણ છે તેમાંથી સરોવરનું પાણી દરિયામાં જાય છે. આ પોલાણ કાળા પથ્થરનું બનેલું છે. આ પોલાણમાં સલામતીથી રહી શકાય. પણ તેમાં પ્રવેશવું શી રીતે? ઈજનેરે એક લાંબી ડાળી કાપી. અને જ્યાંથી લાકડું અદ્રશ્ય થયું હતું તે સ્થળે પાણીમાં પકડી રાખી. તેના આશ્ચર્ય વચ્ચે ત્યાં ખૂબ મોટું પોલાણ હતું. અને પાણીના પ્રવાહનું જોર એટલું હતું કે ડાળી તેના હાથમાંથી છટકી ગઈ અને અદ્રશ્ય થઈ ગઈ.

અહીં પોલાણમાંથી પાણી બહાર નીકળે છે. હું એ પોલાણને જોઈ શકાય એવું કરી નાખીશ.

શી રીતે?” સ્પિલેટે પૂછ્યું.

પાણીની સપાટીને ત્રણ ફૂટ નીચી કરીને.

સપાટી નીચી કેવી રીતે ઉતારશો?”

પાળને તોડીને.કપ્તાને જવાબ આપ્યો.

પણ પાળ તો કાળા પથ્થરની બનેલી છે!સ્પિલેટે કહ્યું.

હું એ પાળીને ઉડાડી મૂકીશ.કપ્તાને કહ્યું.એમાંથી જે ધોધ બનશે તે આપણને કામ લાગશે.

આ કામ ખૂબ અઘરું હતું. સરોવરની પૂર્વબાજુની પાળને તોડીને ધોધ બનાવવો એ કંઈ સહેલી વાત નહોતી. કોઈને લાગે કે એ કપ્તાનના ગજા ઉપરવટનું કામ છે.

કપ્તાન અને સ્પિલેટ જ્યારે ગુફામાં આવ્યા ત્યારે તેમણે જોયું કે હર્બર્ટ અને પેનક્રોફટ લાકડાનો ભારો છોડતા હતા.

કઠિયારાનું કામ પૂરું થયું, કપ્તાન ખલાસીએ કહ્યું.હવે કડીયાકામ ક્યારે શરૂ કરવાનું છે?”

કડિયાકામ? ના, રસાયણશાસ્ત્રીનું કામ!કપ્તાને જવાબ આપ્યો.

હા,” સ્પિલેટે કહ્યું, “આપણે તળાવની પાળીને ઉડાડી દેવાના છીએ.

કપ્તાને પોતાના સાથીઓને બધી વાત સમજાવી. જમીન નીચે પોલાણમાં ગુફા જેવું કંઈ ચોક્કસ હશે. આપણે એમાં રહેઠાણ બનાવવું છે. તળાવની પાળને તોડી નાખીએ તો વધારાનું પાણી નીકળી જાય અને બુગદા જેવું પોલાણ જોઈ શકાય. આ માટે કપ્તાન રસાયણોનો ઉપયોગ કરવાનો હતો. રસાયણોનો ઉપયોગ કરવાનો હતો. રસાયણોનો ઉપયોગ સુરંગની જેમ કરવાનો તેનો ઈરાદો હતો.

કપ્તાનને જરૂરી એવાં રસાયણો ટાપુમાં પુષ્કળ પ્રમાણમાં મળે એમ હતાં. બધાએ આ યોજનાનું કામ ઉપાડી લીધું. ખલાસીએ તો કહ્યું કે પોતે કપ્તાનના હુકમથી રસાયણશાસ્ત્રી તો શું પણ નૃત્યાચાર્ય પણ બનવા તૈયાર હતો!

નેબ અને પેનક્રોફટને પહેલાં તો ડ્યુગોંગની ચરબી કાઢવાનું કામ સોંપવામાં આવ્યું. તેનું માંસ ખોરાક માટે વાપરવાનું હતું. કપ્તાન, હર્બર્ટ અને સ્પિલેટ કોલસા અને બીજાં રસાયણો મેળવવા નીકળી પડ્યા.

બીજે દિવસે, ૮મી મેએ, કોલસા, ફ્લીન્ટ, એલ્યુમિના અને સલ્ફરેટ ઓફ આયર્ન --એ બધું એકઠું કરવામાં આવ્યું. આ બધામાં સલ્ફરેટ ઓફ આયર્નની વિશેષ પ્રમાણમાં જરૂર હતી. એમાંથી સલ્ફેટ જુદો પાડી સલ્ફ્યુરિક તેજાબ બનાવી શકાય એમ હતો. ધડાકો કરવામાં સલ્ફ્યુરિક તેજાબ મોટા પ્રમાણમાં જરૂરી હતો. આ તેજાબ પછીથી મીણબત્તી બનાવવામાં અને ચામડું કમાવવામાં, વગેરે કાર્યોમાં ઉપયોગમાં આવવાનો હતો.

કપ્તાને આ કામ માટે ગુફાની પાછળ એક સ્થળ પસંદ કર્યું. અને ત્યાં પોતાનું કામ શરૂ કર્યું. એક ભઠ્ઠી તૈયાર કરવામાં આવી. તેમાં કાચી સામગ્રીને ઓગાળવામાં આવી. હવે બાર દિવસ પછી સલ્ફ્યુરિક તેજાબ તૈયાર થવાનો હતો. બધી સામગ્રીનું તેજાબમાં રૂપાંતર થાય ત્યાં સુધી તેને મૂકી રાખવાની હતી.

આ રાસાયણિક પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન કપ્તાન હાર્ડિંગે એક બીજા કામને હાથમાં લીધું.

નેબ અને પેનક્રોફટે ડ્યુગોંગની ચરબી કાઢીને મોટાં માટીનાં વાસણોમાં ભરી લીધી હતી. ચરબીમાંથી ગ્લિસરીન જુદું પાડવું જરૂરી હતું. ચરબીમાંથી સોડા દ્વારા ગ્લિસરીન જુદું પડી અને ધોવાનો સાબુ તૈયાર થાય એમ હતો.

કપ્તાને જરૂરી સામગ્રી ટાપુમાંથી ભેગી કરી પહેલાં તો સોડા બનાવ્યો. પછી ચરબીમાંથી સોડા દ્વારા ગ્લિસરીન જુદું ઓઅદ્યુ અને ધોવાનો સાબુ બનાવ્યો.

આટલું પૂરતું નહોતું. કપ્તાન હાર્ડિંગને સોલ્ટ નાઈઝરની જરૂર હતી. કપ્તાનને તે ફ્રેન્કલીક પર્વતની તળેટીમાંથી મળી આવ્યું. આ બધા કામમાં એક અઠવાડિયું પસાર થયું. હજી તેજાબ તૈયાર થયો ન હતો.

બાકીના દિવસોમાં તેઓએ ઈંટોની એક ખાસ પ્રકારની ભઠ્ઠી બનાવી. તેમાં તેજાબ ગાળવાનો હતો. ૧૮મી મેએ આ બધું પૂરું થયું. તે પછી ખાસ પ્રકારનાં સાધનો ન હોવા છતાં સલ્ફ્યુરિક તેજાબ મોટા વાસણોમાં ભરી લેવામાં આવ્યો.

૨૦મી મેએ આ કામ સફળતાથી પાર પાડવામાં આવ્યું.

સલ્ફ્યુરિક તેજાબની મદદથી કપ્તાને એઝોટિક તેજાબ બનાવ્યો. આ તેજાબનો એ તેવી રીતે ઉપયોગ કરવાનો હતો. તે તેણે પોતાના સાથીઓને ક્નાવ્યું ન હતું. આ ઓઝોટિક તેજાબ મેળવવા માટે તેણે ભારે જહેમત ઉઠાવી હતી.

તેણે થોડો ઓઝોટિક તેજાબ લઈ ગ્લિસરીન સાથે ભેળવ્યો. તેમાંથી એક પીળું રાસાયણિક મિશ્રણ પ્રાપ્ત થયું. આ છેલ્લું કાર્ય કપ્તાને એકલાએ કર્યું. તે માટે તે ગુફાથી ઘણો દૂર ગયો હતો. એને ડર હતો કે કદાચ મિશ્રણ કરતી વખતે મોટો ધડાકો થાય. આ મિશ્રણનું નામ નાઈટ્રે ગ્લીસરીન હતું.

આ પ્રવાહીની સ્ફોટક શક્તિ સામાન્ય દારૂગોળા કરતાં દસ ગણી હતી. તેના દ્વારા ઘણા અકસ્માતો પણ થયા હતા. આ પ્રવાહીને શક્તિશાળી ડાયનમાઈટ તરીકે વાપરી શકાય તે માટે તેને ખંડ અથવા બીજા પદાર્થ સાથે ભેળવીને મોટો ધડાકો કરી શકતો હતો. અત્યાર સુધી ડાયને માઈટની શોધ થઈ ન હતી.

બીજે દિવસે, ૨૧મી મેએ, સ્વરમાં સરોવરને પૂર્વ કિનારે ગયા. અહીં કાળમીંઢ પથ્થરની પાળ હ્તી. જો આ પાળ તૂટે તો ધોધરૂપે પાણી બહાર વહી જાય અને સરોવરમાં પાણીની સપાટી ઘટે. તેથી નીચેનું પોલાણ ચોખ્ખું થાય. પાળ તોડવા પાછળ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય આ હતો.

કાળમીંઢ પથ્થરમાં ત્રિકમ, પાવડા, વગેરેથી એક જગ્યાએ ઊંડો ખાડો ખોદ્યો. ખાડો પાણીની સપાટી કરતાં ઘણો નીચો ખોદવામાં આવ્યો હતો. જેથી પાળ તૂટે ત્યારે તળાવનું પાણી બહાર નીકળી શકે. જોરદાર ધડાકો થાય તે માટે ૧૭ લિટર જેટલું નાઈટ્રોગ્લિસરીન એ ખાડામાં નાખવામાં આવ્યું. સાંજે ચાર વાગ્યે આ કામ પૂરું થયુ.

હવે આ સ્ફોટક પદાર્થને દાગવાનો પ્રશ્ન ઉભો થયો. તેના ઉપર ખંડના લાંબા દોરડાથી એક વજનદાર લોધાનો ગઠ્ઠો બાંધ્યો. પછી દોરડાનો બીજો છેડો લગભગ બસ્સો ફૂટ છેટો રાખ્યો. બધી તૈયારીઓ થઈ ગયા પછી પોતાના સાથીઓને દૂર ચાલ્યા જવા સૂચના કરી. પછી હાર્ડિંગે દોરડું સળગાવ્યું.

.દોરડું ૨૫ મિનીટ સુધી સળગવાનું હતું. દોરડું સળગાવીને બધા ત્યાંથી મુઠ્ઠીઓ વાળીને દોડ્યા. ૨૫ મિનિટ પછી ભયાનક ધડાકો થયો. આખો બેટ ધ્રુજી ઉઠ્યો. જ્વાળામુખી ફાટ્યો હોય તેમ દૂર દૂર સુધી પથરાઓ ઊડ્યા. ગુફાના ખડકો હલબલી ગયા. પાંચ જણ બે માઈલ દૂર હોવા છતાં ધડાકાના અવાજથી નીચે ગબડી પડ્યા.

થોડીવાર પછી તેઓ ઊભા થયા અને સરોવરને કિનારે પાછા આવ્યા. બધા આનંદની ચિચિયારી કરી ઊઠ્યા. પાણીનો એક મોટો ધોધ કાળમીંઢ પથ્થરની પાળ તોડીને ૩૦ ફૂટ નીચે પડતો હતો, અને દરિયાને મળી જતો હતો.

***

Share

NEW REALESED