Hetal books and stories free download online pdf in Gujarati

હેતલ

'હેતલ'

“તુ તો એસ.એસ.સી પાસ છે. તો અગીયારમા ધોરણમા અહીજ એડમીશન લઈ લે ને.” શાળાની લોબીમા કચરા પોતા કરતી હેતલને જ્યારે શિક્ષિકા સારિકાબેને આ શબ્દો કહ્યા ત્યારે હેતલના કાનમા પડઘો બનીને પછડાયા, વરંવાર સંભળાયા. શાળાએથી ઘરે ક્યારે ગઈ, રસ્તામા કોણ મળ્યુ? કઈજ ભાન નહિ. ઘરે પણ આખો દિવસ આ જ શબ્દો કાનમા ગુંજ્યા કર્યા. મા બે વાર કામ સોપે, ત્રણ વાર કામ સોપે ‘હેતલ’ ‘ઓ હેતલ’ કહીને ગુસ્સો કરીને ઢંઢોળે પણ હેતલ આજે કઈક અલગ જ મસ્તીમા હતી. રાત્રે સૂતા પછી આજે વર્ષો જુનુ સ્વપ્ન હેતલના હ્રદયને રોમંચીત કરી ગયુ. બાળપણમા હમેશા હેતલ સ્વપ્નમા કલેક્ટરની ખુરશી પર પોતે કલેક્ટર બનીને બેઠી છે. એવુ સ્વપ્ન જોતી. આવુ સ્વપ્ન જોતી. જ્યારે વાસ્તવિકતા એ હતી કે પોતાની વિધવા મા કલેક્ટર મેડમની ઓફિસમા કચરા પોતા કરવા જતી હતી. ત્યારે હેતલને પણ સાથે લઈ જતી હતી. એરકડિશન ઓફિસ, રોલિંગ ચેર, કાચથી મઢેલુ ટેબલ, ટેબલ પર અનેક ફાઈલો, લેપ ટોપ, મોબાઈલ, પેન સ્ટેંડ, બેલ અને એક બેલ વાગે ત્યા સેવક ગણ એમના પડ્યા બોલ ઝીલે. મુલાકાતીઓ પણ મેડમ મેડમ કહી માન આપે. ચર્ચાઓ, કાગળો સહી, મુલાકાત વગેરે કલેક્ટર મેડમની દરેક પ્રવ્રુત્તિને હેતલ ધ્યાનથી અને બારિકાઈથી નિહાળે અને નિહાળ્યા જ કરે. પછી રાત્રે સ્વપ્નમા હેતલ પોતેજ કલેક્ટર બની જાય. પરંતુ આ સ્વપ્ન રાતનો અંધકાર દૂર થઈ સોનેરી કીરણો અજવાળુ ફેલાવે પરંતુ હેતલના જીવનમા આ સોનેરી કિરણો સુંદર સ્વપ્નના ઊજાસમાથી વાસ્તવિકતાનો અંધકાર ફેલાવી જાય! વર્ષો વિતતા ગયા. હેતલ દસ ધોરણ સુધી તો ભણી પણ આગળ ન ભણી શકી. કલેક્ટર મેડમ નિવ્રુત્ત થયા પછી રમીલાએ એ નોકરી છોડી એક શાળામા સફાઈ કર્મચારી તરીકે કામ શરુ કર્યુ. હેતલને પણ કામ કરવા સથે લઈ જાય. સમયના વહેણમા હેતલનુ સ્વપ્ન વહી ગયુ. પણ ફરી કોઈ અવળો પ્રવાહ આજે તણાયેલા તણખાને પાછો લઈ આવ્યો છે. સોળ વર્ષની કન્યાને પોતાના સ્વપ્નનો રાજકુમાર મળી ગયો હોય અને સોળે કલાએ ખીલે એવી ખુશી અને તરવરાટ હેતલના વર્તનમા આવી ગયો. બીજા દિવસે સવારે હેતલ રોજના સમયે શાળાએ આવી. શાળાની લોબીમા સફાઇ કરી રહી હતી. એટલામા જ સારીકાબેનને સ્ટાફરુમમાથી બહાર આવતા જોયા. જેમ જેમ તે નજીક આવી રહ્યા હતા તેમ તેમ હેતલને તેનામા ક્યારેક સાક્ષાત મા સરસ્વતીના દર્શન થયા તો ક્યારેક યુનિવર્સીટીના પ્રીંસીપલ પદવી આપવા તેની તરફ આવી રહ્યા હોય એવો ભાસ થયો. પરંતુ એ જ સમયે લોબીના બીજા છેડેથી રમીલા પણ આવી રહી હતી. એક તરફ સ્વપ્ન અને એક તરફ હકીકત, જાણે હમણાજ ટ્કરાઈ જશે અને શુ થશે! હેતલ ચમકી. “મારી કાલની વાત વિષે વિચાર્યુ કઈ?” સારીકાબેને નજીક આવીને હેતલને પુછ્યુ. “તમે મમ્મીને પુછી લેજોને. હેતલની ઇચ્છા તો એ જ ક્ષણે વર્ગમા બેસીને ભણવા લાગી જવાની હતી. પરંતુ તે જાણતી હતી કે મમ્મી હા નહી કહે. “સારૂ હુ હમણા છુટીને વાત કરૂ છુ.” કહીને સારીકાબેન વર્ગમા ગયા. હેતલ અને રમીલા ફરી કામે લાગ્યા.

એક વાગ્યા પછી શાળા છુટી. મા અને દીકરી બન્ને શાળાના મેદાનમા મુખ્ય દરવાજાની બાજુમા ઝાડ નીચે બપોરનુ ભોજન લવા બેઠા હતા. ત્યાથી સારિકાબેન પસાર થયા. રમીલાએ જયશ્રી ક્રુષ્ણ કર્યા. “અરે રમીલાબેન હુ આજે તમને બોલાવવાની જ હતી.” “કેમ બેન? કઈ કામ હતુ?” રમીલાએ ખુબજ નમ્રતાથી જવાબ આપ્યો. સારીકાબેને કહ્યુ, “હેતલ એસ.એસ.સી પાસ તો છે જ તો અહી આપણી શાળામા તેને અગીયારમા ધોરણમા દાખલ કરી દો ને!” આ સંભળતા જ રમીલાના ચહેરાના હાવભાવ બદલાઇ ગયા. હેતલના હ્યદયના ધબકારા વધતા જતા હતા. મો મા મુકેલો કોળિયો ગળામા જ અટવાઈ ગયો. “તમે ફી ની ચિંતા ન કરતા. એ બધીજ વ્યવસ્થા હુ કરી આપીશ.” “પણ બેન.....” જુઓ રમીલાબેન,” સારીકાબેને વચ્ચેથી જ રમીલાને અટકાવી અને કહ્યુ, “તમે ઓછુ ભણ્યા છો તો તમારે આજે કેટલી મુશ્કેલીઓ વેઠવી પડે છે! ભગવાન કરે હેતલને ખુબજ સરસ સાસરુ મળે. પણ માની લો કે ક્યારેક કોઈક જરૂરીયાત ઊભી થઈ તો હેતલ ભણેલી હશે તો સારી નોકરી કરી શકશે. નહિતર બસ તમારી જેમજ મજુરી કરવી પડશે.” “વાત તો તમારી સાચી છે પણ બેન, સાચુ કહુ તો બે ત્રણ જગ્યાએ હેતલના સગપણની વાત ચાલે છે. જો સારુ ઠેકાણુ મળી ગયુ તો દિવાળી પછી તેનુ સગપણ અને પછી લગ્ન કરી નાખીશ. વળી અમારા સમાજમા છોકરીને વધારે ભણાવીએ તો લોકો અવનવી વાતો કરે.” “અરે.... બેન,” સારીકાબેને નિખાલસતાપુર્વક કહ્યુ, “શુ તમે પણ લોકો વાતો કરે માટે છોકરીને ભણાવવાની નહી! ભણી ગણીને કઈક કરશે તો એ જ વાતો કરનારા લોકો વાહ વાહ કરશે.” રમીલાએ સારીકાબેનની વાતને બહુ ભાવ આપ્યો નહી. “તમે વિચારી જો જો પછી મને કહેજો. ફરી કહુ છુ ખર્ચની ચિંતા ન કરતા. કહી સારીકાબેન ઘરે જવા નિકળ્યા.

સાંજે ઘરે પહોચી દરરોજ આડી અવળી પ્રવ્રુત્તિમા સમય પસાર કરે પરંતુ આજે તો ચુપચાપ મા ને રસોઈમા મદદ કરી. “બેનની વાત સાચી છે તુ કાલે ફોર્મ લઈ આવ અને ફરી ભણવાનુ ચાલુ કરી દે.” મા હમણા આવુ કઈક કહે તો! એમ હેતલ વિચારતી હતી પણ બધુજ વ્યર્થ હતુ. બીજા દિવસે થોડી હિમત કરી હેતલે પુછ્યુ, મમ્મી સારીકા મેડમ કહેતા હતા તો અગીયારમા ધોરણમા દાખલ થઈ જઉ?” “ગાંડી થઈ ગઈ છે?” રમીલા ગુસ્સે થઈ ગઈ. “ખબરદાર બીજીવાર ભણવાની વાત મારા મોઢે કરી છે તો!” એ બેનને મારે બધી રામકહાણી કહેવા બેસાય છે? આ તમારા ભણવાએ જ મારી અને તારા મરનાર બાપની આબરૂ ની પથારી ફેરવી નાખી છે. ચૂપચાપ કામ કર. સારૂ ઘર અને સારો વર મળે એટલે હાથ પીળા કરી દઉ. પછી હુ ચિંતામુક્ત. આંસુઓને રોકવાના પ્રયત્નો હેતલના વ્યર્થ રહ્યા. પણ માની સામે દિલની વેદના પ્રગટ ન થવા દીધી અને ટીફીન ભરવાના બહાને રસોડામા ચાલી ગઈ અને હૈયુ હળવુ કર્યુ.

શાળામા ઊનાળાની રજાઓ પડવાની તૈયારી હતી. આગળના દિવસે સારીકાબેને ફરી એક વાર હેતલને ભણવા માટે સમજાવી.

વેકેશનમા એક છોકરા વાળા હેતલને જોવા આવવાના હતા. “ઘર સારૂ છે. માણસો પણ સારા છે. છોકરો રબરના કરખાનામા કામ કરે છે. મને બધુજ સારૂ લાગ્યુ છે. બસ છોકરા વાળા આવે એ તને જોઈ લે તુ તેઓને ગમી જા એટલે નક્કી કરી નાખીએ. જોકે તુ તો કોઈને પણ ગમી જાય એવી જ છે ને!” રમીલાના શબ્દો હેતલને શૂળની જેમ ખુચ્યા. આજે પહેલી વારે મા સામે તે ઊંચા અવાજે બોલી, “મમ્મી, તને બધુ ગમ્યુ છે, તેઓને હુ ગમી જાઉ એટલે નક્કી! પણ મને શુ ગમે છે એ તો વિચાર. મારે હમણા સગાઇ કે લગ્ન નથી કરવા. મારે ભણવુ છે. ખુબ આગળ વધવુ છે.” “આ સારીકાબેને વળગાડેલુ ભુત હજુ તારા મગજમાથી નીકળ્યુ નથી?” રમીલાના આવા તોછડા સવાલ સામે હેતલે ફરી એક વાર હિમત કરી કહ્યુ, “મને ખબર છે તુ સેજલનો ગુસ્સો મારા ઉપર ઊતારે છે.” “બસ બહુ થયુ હવે દાટેલા મડદા ન ઊખાડીશ.” મમ્મી, હુ તને દુ:ખી કરવા નથી માંગતી . હુ સેજલે કર્યુ એવુ નહી કરૂ. એ મુરખ હતી કે ભણવાના બહાને પેલા સાગરાને જઈને મળતી. અને અંતે એની સાથે જ ભાગી ગઈ. માબાપનો વિચાર કર્યા વગર સ્વાર્થના પાયા પર એણે એનો ઘરસંસાર માંડ્યો પણ સેજલની ભુલનો ભોગ તુ મને શા માટે બનાવે છે? તુ મને ભણવા દે. મારે હમણા લગ્ન નથી કરવા. હેતલે રમીલાને સમજાવવાનો ખુબજ પ્રયત્ન કર્યો. પરંતુ “આવતા મહીને સગાઈ અને દિવાળી પછી લગ્ન એ મારો અંતિમ નિર્ણય છે.” કહી રમીલા હેતલના હાથમાથી પોતાનો હાથ છોડાવી સુવા ચાલી ગઈ.

અનેક તોફાનોની એ રાત હતી. ભુત, ભવિષ્ય અને વર્તમાનનુ ધમાસાણ યુદ્ધ આજે હેતલના મનમા ચાલી રહ્યુ હતુ. નાની હતી પણ સાવ અણસમજુ ન હતી. મમ્મીએ મજુરીકામ કરીને પણ મોટીબેન સેજલને શાળા અને પછી કોલેજમા ભણાવી. પણ દગાખોરને પ્રેમલગ્ન કરતા પહેલા એક ક્ષણ પણ વિધવા માના પ્રેમનો વિચાર ન આવ્યો. અને ભાગીને લગ્ન કરી લીધા. પણ એમા મોરો શુ દોશ? હુ હવે શુ કરૂ? મમ્મીનો નિર્ણય સ્વીકારી લઉ તો મારા ભવિષ્યનુ શુ? અને ન સ્વીકારુ તો મમ્મીનુ શુ? શુ કરુ? શુ ન કરુ?” લગભગ વહેલી સવારના પાંચ વાગ્યા સુધી હેતલના મનમા આ ગડમથલ ચાલી.

સવાર પડતા રમીલાની આંખ ખુલી. પથારીમાથી ઊઠીને બાજુની પથારીમા હેતલને જગાડવા ગઈ. પણ હેતલ ન હતી. તેના ઓશિકા પાસે એક ચીઠ્ઠી હતી. જેમા લખ્યુ હતુ, મમ્મી, મને માફ કરી દેજે પણ મારા પર વિશ્વાસ રાખજે. હુ સેજલે કરી એવી ભુલ નહી કરુ. એક દિવસ ચોક્કસ પાછી આવીશ. અને જ્યારે આવીશ ત્યારે તારુ બધુજ ખોવાયેલુ પાછુ લઈને આવીશ. મારી રાહ જોજે.

' લિ.હેતલ

આઠ વર્ષ બાદ એ જ એરકંડીશન ઓફિસ, કાચથી મઢેલુ ટેબલ, ટેબલ પર અનેક ફાઈલો, રોલિંગ ચેર, પેન સ્ટેંડ લેપટોપ, મોબાઈલ........ માત્ર અઠ્ઠાવીસ વર્ષની ઉમરે રાજ્યની પ્રથમ સૌથી નાની ઉમરની કલેક્ટર બનનાર નો પુરસ્કાર મેળવી હેતલે સ્વપ્નાઓને હકીકતમા બદલી, મમ્મીના આશીર્વાદ લઈ પોતના કાર્યનો પ્રારંભ કર્યો.

જાગ્યા ત્યારથી સવાર

રોજ સવારે ઊઠતી હતી આજે જાગી છુ.

જાગીને જોઉ છુ તો વિચારવા લાગી છુ.

વ્યર્થ કર્યા દિવસો મહીના વર્ષો

મ્રુગજળ પાછળ દોડીને

જળ તો મુજ સમીપે જ હતુ

આખો દરિયો ભરીને

હતાશાના આંસુ પીતી હતી

આજે હાસ્યના ઘુંટ પીવા લાગી છુ. .... રોજ સવારે..

ખુબ આપ્યુ છે ઈશ્વરે મને ખુબ આપવુ છે સંસારને મારે

‘જાગ્યા ત્યારથી સવાર’ કહુ છુ દિલને વારંવાર

સ્વાર્થના માર્ગ પર ભટકતી હતી આજે

સમર્પણના પથ પર દોડવા લાગી છુ

રોજ સવારે ઊઠતી હતી આજે જાગી છુ.

જુલી