Skhitij - 15 books and stories free download online pdf in Gujarati

ક્ષિતિજ ભાગ 15

                                    ક્ષિતિજ 
                                    ભાગ-15

“ક્ષિતિજ મારો હાથ છોડો.. “ 

ક્ષિતિજે જાણે સાંભળ્યુ જ ન હૉય એમ હાથ પરની પકડ થોડી વધુ મજબુત કરી.અને હવેતો પોતાનાં ચહેરાને નિયતિ ની વધુ નજીક લાવ્યો.  નિયતિ નો ડર એની આંખોમાં દેખાય રહયો હતો. એ રડમસ થઇ ગઇ હતી. હમણાં રડી કે રડશે.એ વિચારી રહી હતી..હવે શું  થશે   ક્ષિતિજ એની સાથે શું  કરશે? એ કંઈ પણ કરે શું  પોતે એનો સામનો કરી શકશે? એક સેકંડમાં તો કેટલાં બધાં વિચારો એનાં મગજમાંથી પસાર થઈ ગયાં . એ હવે બોલવામાં પણ થોથવાઇ રહી હતી. એ ક્ષિતિજ ના આ વર્તન થી ડરી રહી હતી.

“ અ...અ..મ.. ક્ષ....ક્ષ  .ક્ષિતિજ.  લીવ માય હેન્ડ.. નહીંતર...હ.હહુઉ..”

“ નહીતર..તું  શું.? .. નિયતિ. “

ક્ષિતિજ  એની સામે થોડું ખંધાઇ થી હસતાં બોલ્યો. 

“  નિયતિ  આપણે બંને કારમાં  છીએ.  દરવાજા પણ લોક છે.  અને તું  મને કંઈ  કરી નહી શકે.  એ ટલે....”

ક્ષિતિજે નિયતિ ને વધુ ડરાવી. એ જાણતો હતો કે નિયતિ અત્યારે પોતાનાં થી ભયભીત છે. એના માનમાં  પોતાના વિશે  ભાત ભાત ના વિચારો  ઘમરોળાય છે.  પણ નિયતિ ને આમ જોઈ ને એને એક માનસિક  આનંદ  મળી રહયો હતો.  અંતે નિયતિ ની આંખમાંથી  આંસુ નું  ટીપું  સરીજ પડયું  . એ બંને આંખો એકદમ ભીંસી ને રડવા લાગી. સાવ ચુપ હોવાં છતાં  આંખો માંથી  વહેતાં આંસુઓ એનો ડર વ્યકત કરી રહ્યા  હતાં.  હવે ક્ષિતિજ ને લાગ્યુ કે પોતાની મજાક કંઈ વધું  ખરાબ સ્થિતિ  ઉભી કરે એ પહેલાં જ એ  ખડખડાટ હસી પડયો.

“ બસ....આટલીજ હિંમત??  આમ તો મોટી સિંહણ જેમ ફરે છે. અને અત્યારે  ફકત આટલીજ હિંમત..કે બાપડી બીચારી થઇ ને રડવા લાગી.. “

નિયતિ પોતાની બંને આંખો માંથી આંસુ લૂછતાં  ક્ષિતિજ ની સામે આખો ફાળીને જોઈ રહી.. 

 “ ક્ષિતિજ  કારનો દરવાજો અનલોક કરો..”

“ કેમ ? “

“ હવે  આ સવાલ પૂછવા જેવું  રહયું  છે?.. તમારાં  અને અંકલમાં  ખુબ ફર્ક છે ક્ષિતિજ.  તમે ખરેખર એમના જ દિકરા છો કે પછી ??”

 આ વાત સાંભળતા જ ક્ષિતિજ થોડો ગંભીર થયો.

“ જો નિયતિ તારા શબ્દોએ મને અને પપ્પા ને જે દુખ પહોંચાડ્યુ છે ને એ અત્યાર ના તારા આ ડર કરતાં ઘણું  વધારે છે.  અને  મને દુખ પહોચે ત્યારે  એ સમજાવવાની  કે સામેની વ્યક્તિને  રીયલાઇઝ કરાવવા ની મારી પધ્ધતી  અલગ જ છે.  પણ હવે મારા  કે પપ્પા વિશે એક શબ્દ  આગળ બોલતી નહી.  “

“ વ્હોટ એવર.. અત્યારે તમે દરવાજો અનલોક કરો.અને હવે પછીના બે દિવસ તમારે આ ડ્રાઈવરગીરી કરવાની જરુર નથી.  આઇ કેન મેનેજ. તમે ન હતાં  ત્યારે પણ હું   ખુબ સારી રીતે મેનેજ કરતી હતી. માટે..”

“ નિયતિ  હવે થોડું  વધુ થઇ રહ્યુ છે.  હા સ્વીકારું છું  કે અત્યારે  રાતના સમયે આપણે એકલાં છીએ અને હજુ એવી કોઇ  અંગત મિત્રતા કે ઓળખાણ નથી  કે તું  મારી મજાક કરવાની આદત સમજી શકે ..તું  ખુબ ડરીગઇછે એ પણ જાણું  છું..અને એના માટે....હું..ખરા દિલ થી માફીમાગું છું. પણ આટલાં દિવસ ની ઓળખાણમાં એટલું તો સમજી જ શકાય કે કોઇ માણસ કેટલી હદ સુધી જઈ શકે. આપણો હિસાબ  ફીટુસ બસ..જેટલું  તે મને દુખ પહોંચાડ્યુ  એટલું જ મેં તને બસ હવે શાંત થઇ જા.”
નિયતિ હજીપણ ગુસ્સામાં  કાંપી રહી હતી. 

“ ક્ષિતિજ  તમને ખબર છે  ? હું  ચરીત્ર ની ખુબ સાફ છું . અને એના પર કોઈ ડાધ લગાડવાની કોશિશ કરે એ...એએને હું  છોડું નહી..”

ક્ષિતિજ  આ વાક્ય સાંભળી ને ફરી ખડખડાટ હસ્યો. 
 
“  હા...આઆ..હા..આઆ હા..હા.. હા ..ઝાંસી ની રાણી...થોડીવાર પહેલાં  આ ગુસ્સો  આ જુસ્સો.. આગ પર પાણી પડે એમ ઓલવાઇ ગયો હતો. આ તો  હું  હસી પડયો.  નહી તો તું  ડરથી અહીંયા જ બેભાન થઈ જાત.. હવે આ સિંહ ગર્જના બંધ કરો દેવી.  તે નથી માંગી પણ મેં  તો માફી માંગી મારા વર્તન બદલ.. “

“ મારે જરુર પણ નથી. જેની માફી માંગવાની હતી એમની માંગી ચૂકી છું..  બાકી ..તમારી...માફી તો..”

“ નહી જ માંગે એમ ને..? “

ક્ષિતિજે વાતને કંન્ટીન્યુ કરતાં જ કાર ચલાવવા માંડી. 

“ તને ખબર છે નિયતિ.. આ મજાક કરતાં પહેલાં  મને પણ થોડો ડર હતો. “

“ ડર ..? વળી તમને શેનો ડર. એક બીચારી એકલી છોકરી રાતના સમયે..ડર તો મને હતો..તમને શેનો?”

 “ અરે...એએએ!!  માવડી  ડર તો લાગે ને .. મને લાગ્યુ  કે અહીંયા ને અહીંયા બે ચાર થપ્પડ પડી જાસે..અને વળી દરવાજો ખોલી ને બુમાબુમ કરીશ તો મારા તો હાડકાં  તૂટી જાસે...” 

“ સો..સ્માર્ટ..એટલા માટેજ લોક રાખ્યુ હતું..  ?”

“ હા..તો..અને હાથ પણ એ ડરથી જ જકડેલો હતો..નહીંતર  હું  આટલો કસીને કોઈ છોકરીનો હાથ પકડું...?  ઇમ્પોસીબલ.”

“ ઓહ.. મારાથી એટલાં બધાં ડરો છો એમ?? “

ક્ષિતિજ  કંઈ બોલ્યા વગરજ થોડું  મલકયો.  નિયતિ ને ઘરે ઉતારી ને એ પોતાનાં રુટીન પ્રમાણે સીધો અવિનાશ ને ત્યા  પહોંચ્યો. 
 
“ આવો..વ્હાલાં આજે શું  સમાચાર લાવ્યા  છો..?”

અવિનાશે જરા મજાકના સ્વરમાં કહ્યુ.  ક્ષિતિજ  એકદમ ઝડપથી પોતાના બંને હાથની હથેળીઓ ઘસતાં ઘસતાં થોડો પછડાઈ ને સોફા પર અવિનાશની અડોઅડ બેઠો.. 

“ અરે...એ.. યાર આજ તો બહું  ધડબડાટી બોલી..”

“ એટલે..? હજુ પણ બંને ઝગડયા જ કરો છો?? પ્રેમ થી પણ વાત થઈ શકે એવું  બંને એ ટ્યુશન લેવાની જરુર છે.એવું  મને હવે લાગે છે.  “

અવિનાશે  હાથ છટકોરતા કહ્યું. 

“ અરે.. અમે બંને આમજ બરાબર છીએ..પણ તું  વાત સાંભળ ને..” 

ક્ષિતિજે અવિનાશ નો હાથ દબાવતા કહ્યુ..

“ હા બોલવા માંડો. આમ પણ હું  તમારી વાતો ઠાલવવાનો ડબ્બોજ  છુ હમણાંથી તો . સાલા કેટલી વાર તને ઘરે આવવા કહેતો અને તારા બહાનાઓ પુરા જ નહોતાં થતા. પણ  જ્યારથી  આ નિયતિ વળગીછે ને રોજ ઠાકોરજી પઘરામણી કરતાં થઇ ગયાં.  ચાલો હવે રાહ શેની? બોલવામાંડો”

ક્ષિતિજ  જાણે રાહ જ જોતો હતો. સવારથી રાત સુધીનો કંપ્લીટ અહેવાલ અક્ષરસ:  અવિનાશ ના કાને નાખી દિધો.  

“ હમમ... સારુ ચાલો  પણ હવે તું  કંઈ આગળ વધ ને.. તું પણ સાવ ગોકળગાયની સ્પીડે ચાલે છે.”

 “ જો અવિ આ કોઈ  હાઇફાઇ છોકરી નથી.અને હું  સહેજપણ ઉતાવળ કરીને એને ગુમાવવા નથી માંગતો.  કોઈ  આપણાં કલ્ચરની હોત ને તો બીજીજ મુલાકાતમાં   કહી નાખ્યુ હોત. વાત આપાર કે પેલે પાર પણ અહીંયા વાત આખી લાઇફ સાથે વિતાવવાની છે. “

“ હા..ભાઇ તું  ને તારી નિયતિ બંને અલભ્ય છો.. “

અવિનાશ  ઉંડો શ્વાસ લેતાં બોલ્યો. 

નિયતિ એ  પણ ઘરે આવી ફ્રેશ થઈ ને સીધો ફોન હર્ષવદનભાઇ ને લગાડયો.  બધીજ વાત કરી .હર્ષવદનભાઇ ખુબ હસ્યા નિયતિનાં મોઢે બધી કહાણી સાંભળી ને. 

“ નિયતિ...”

“ હા...અંકલ.”

“ આશ્રમ ના શું  સમાચાર છે ?  બે દિવસ થી મેં  ફોન કર્યો જ નથી. મોહન ને પણ થતું હશે કે  હું  અહીયાં આવીને એમને ભુલી ગયો.. “

“  મને પણ કંઈ ખબર નથી પણ સવારે નિકળતાં પહેલાં હેમંતભાઈ સાથે વાત થાય છે રોજ  ..અને હા મોહનઅંકલ પણ તમને ખુબ મીસ કરે છે.  એમ હેમંતભાઈ કહેતા હતાં.  “

 “ સારું  ચાલ અત્યારે તો મોડું  થઈ ગયું છે પણ સવારે તારે વાત થાય તો હેમંતભાઈ ને કહેજે કે  એમને સાથે લેતાં આવે એક દિવસ મારે ત્યા રહે અને સાંજે ફરી એ બાબુભાઈ ને લેવા આવે ત્યારે મોહન ને લેતાં જાય. “

“ સારુ હુ પુછીજોઇશ એમને..  હવે ફોન મૂકું..અને રાત્રે કંઈ પણ જરુર પડે કે ઇમર્જન્સી લાગે તો અંકલ તરતજ મને કોલ કરજો હુ અને પપ્પા  ત્યા  આવિ જઇશું. "

“ સારુ બેટા..  અને હા હમણાંજ ડોકટર રાઉન્ડ માં  આવેલાં  એમણે કહ્યુ છે કે  હવે આવતીકાલે  પ્રેમજીભાઈ ને ઇમર્જન્સી વોર્ડમાં થી નોર્મલ વોર્ડમાં શીફટ કરશે તબીયત માં ઘણો સુધારો છે. બસ આટલું  જણાવી દેજે..ચાલ હવે તુ પણ આરામ કર.. પણ હા નિયતિ  એક વાત કહું.?”

“  બોલોને અંકલ  એમાં  પૂછવાનું  શું ?”

“ તું  ક્ષિતિજ ની વાત નું  ખરાબ ન લગાડતી. એનાં મનમાં કશું  ન હોય ..અને  મારા દિકરા કરતાં  એક મિત્ર તરીકે હું  એને વધું  જાણું છું  એ દિલ નો કે ઇરાદાનો સહેજ પણ ખરાબ નથી. જેની સાથે એનું  મન મળીજાય એને એ પોતાનાં માની લે છે..એમની સાથે એ નીખાલસપણે વર્તે છે. અમુક બાબતોમાં  એ મને પણ મુકતો નથી તું તો જાણે જ છે ને..?”

“ હા અંકલ  તમે એકદમ નિશ્ચિંત  રહો .મને જરાપણ ખરાબ નથી લાગ્યુ.  હવે ફોન મૂકું  ગુડનાઇટ “

“ ગડનાઇટ બેટા”

 હર્ષવદનભાઇ નિયતિ અને ક્ષિતિજ ના સબંધ વિશે વિચારી રહ્યા હતા. એમને આમ ચુપ જોઈ  પ્રેમજીભાઈ એ પુછ્યુ
 
“ શું થયું  હર્ષવદનભાઇ આમ ચુપચાપ આજે  “

“ કંઈ નહી એ તો ક્ષિતિજ  નિયતિ ને મુકવા લેવાં જાયછે. દિકરીની જાત છે ને એમ રાત્રે  એકલી ન મોકલાય એટલે મેં  જ કહ્યુ છે.  પાછું  બંને સ્ભાવે સરખાજ છે. એટલે નિયતિ ને કહ્યુ કે ક્ષિતિજ કંઈ બોલે તો ખોટું ન લગાડતી. “

“ ઓહ..અચ્છા..” 

“ પ્રેમજીભાઇ  આજે તો તમને ઘણુ સારું લાગે છે.. હવે શ્ર્વાસ લેવામાં  જરાપણ તકલીફ  થાયછે ખરી?”

“ ના...શ્ર્વાસ લેવામાં  હવે જરાપણ તકલીફ નથી.. પણ હા મુંઝારો તો કયારેય શમતો નથી..”

પ્રેમજીભાઈ  અંદરથી ખબ તૂટેલા ..નીરાશ હોય એમ બોલ્યા  .એમની વાત માં  કંઈ  ઉંડુ દુખ છુપાયું હોય એવું  લાગતું  હતું.. 

“ કેમ... કંઈ  થયું છે ? આમ આટલાં  નિરાશ કેમ લાગો છો?”

હર્ષવદનભાઇ એ પ્રેમજીભાઇ નો હાથ પકડતાં કહ્યુ.  અચાનક વિચારોમાં થી બહાર આવ્યા હોય એમ પ્રેમજીભાઈ એ જવાબ આપ્યો. 

“ હેં....! ના... ના ના કાઇ થયું નથી. પણ ઉંમરના આ અંતીમ ઊંબરે આવીને ઉભા હોય ત્યારે જેને આપણાં  કહ્યા હોય એ યાદ આવીજાય . “ 

“ હા..એ તો છેજ. જેમને જન્મ આપ્યો હોય. ખુબ પ્રેમ થી ઉછેર્યા હોય . એમને સગવડોથી ભરપૂર જીંદગી આપવાં માટે ઉછીના પૈસા લેવાં કોઈ સામે બે હાથ પણ જોડવાં પડયાં હોય અને છેલ્લે જયારે બે ટાઈમ રોટલાં આપવાનો વારો આવે ત્યારે હાથ ઉંચા કરી દે ને ત્યારે  આખી જીંદગી એમની પાછળ વેડફી નાખ્યાં નો જે વસવસો થાય ..”

“ હા ..સાવ સાચીવાત છે.. “ 

આટલું બોલી જાણે પોતે કોઈ જુની યાદો માં ખોવાઇ ગયાં હોય એમ પ્રેમજીભાઈ ની આંખો છત સામે સ્થિર થઈ ગઈ. અને આંખના  પાછલાં ખુણાઓ માંથી  આછા પાણી વહેવા લાગ્યાં. હર્ષવદનભાઇ એમની વેદના અનુભવીતો ન શકે પણ સમજી જરુર શકતાં હતાં.  એમણે હજું પણ પ્રેમજીભાઈ નો હાથ મજબુતાઈથી પકડીને રાખ્યો હતો.  
“ પ્રેમજીભાઇ   .. એ..એ..ક વાત પૂછું?”

એમણે હળવેથી કહ્યુ.  

“ હા ..પુછો ને..”

પ્રેમજીભાઇ આંખો માંથી ગાલ પર સરી પડેલું પાણી સાફ કરતાં  બોલ્યા. 

“ તમારે તો એકજ દિકરી  છે ને..?”

“ હા ભાઇ”

“ દિકરાઓ હજુ થોડાં કઠોર કે નિષ્ઠુર થઇ શકે પણ દિકરીઓ આટલી જડલાગણીઓ કેવી રીતે ધરાવી શકે? “

પ્રેમજીભાઈ કંઈ જ જવાબ આપ્યાં વગરજ છત ને તાકી રહ્યાં.

“ બાબુભાઈએ તમારી તબીયત ની જાણ તમારી દીકરી ને કરેલી પણ એ બહારગામ છે એમ કહીને એણે ન આવવાં માટેનું  બહાનું આપ્યુ..   એ..એક વાર આવીને  પોતાનાં બાપ ની ખબરતો પુછીજ શકે.જો  કોઈ બીજી મજબૂરી પણ હોય તો.  બાપ માટે તો દીકરી કંઈ પણ કરી શકે..” 

“ હા..તમારી વાત સાચી છે ભાઇ..”

એકદમ નીરસતા થી પ્રેમજીભાઇ એ જવાબ આપ્યો.  પછી થોડીવાર રહીને એમણે ફરી બોલવાનું શરૂ કર્યું. 

“ મારી દિકરી  વીણા.. અમારું એક માત્ર  સંતાન. આજથી ચાલીસ વર્ષ  પહેલાં  એ જમાનામાં  ફકત એકજ સંતાન અને એ પણ  દિકરી . અમારાં કુટુંબમાં  તો હું  મુરખ ગણાતો. એક દિકરી એ કાઇ ચાલતું હશે ? દિકરા માટે લૉકો પાંચ પાંચ દીકરીઓ ને જન્મ આપતાં પણ ન વિચારતાં.  મારા ત્રણ ભાઈઓમાં  પૈસે ટકે હું  થોડો નબળો એટલે એકજ સંતાન કરવું  પછી દિકરી હોય કે દિકરો. અમે બંનેએ સહમતીથી એવો નિર્ણય લીધેલો. અને અમારા આ નિર્ણય માટે હું  મારી બા સાથે જગડેલો પણ ખરો. ખુબ લાડકોડમાં ઉછેરી ,એની કરી શકું એવી બધીજ ઇચ્છાઓ પુરી કરી.  પણ શું  કામનું? આજે ખરેખર દિકરો ન હોવાનુ  દુખ થાય છે. “

હર્ષવદનભાઇ એમની સામે જોયું ને નિરાશાજનક સ્મિત આપ્યુ. 

“  ખરેખર  ?  તમે વૃધ્ધાશ્રમમાંરહેવા છતાં  આ વાત કહો છો.? દિકરાઓના મા બાપ ની દુર્દશા જોતા નથી? અને દિકરી તો આમ પણ પારકી કહેવાય. એ આવે ત્યા સુધી રાજી ખુશી થી એનો આવકાર અને સાસરે સુખી હોય તો ન આવે તો પણ આપણને હૈયે હાશકારો રહે.”

“ હા..પણ સુખી હોય અને ન આવે તો ને..? “

પ્રેમજીભાઈ  હવે રીતસરના રડી પડ્યાં.હર્ષવદનભાઇએ તરતજ એમને પાણી આપ્યું  . અને સાંત્વના આપી. 

“ પ્રેમજીભાઇ  રડો નહી . આપણે આશ્રમમાં રહેનારાઓજ હવે એક કુટુંબ છીએ. એમાં ભાઇ ભાઇ વચ્ચે કોઈ વાતનો પડદો ન હોય. દિકરી ને કોઈ તકલીફ છે ? “

“ હા ભાઇ.. “ 

પ્રેમજીભાઇ એટલુંજ બોલી શકયાં. અને ફરી ડુસકું મુકીને રડી પડયાં. 

“ તો આટલો સમય થયો કહેતાં કેમ નથી.? આપણે કંઈ કરી શકાય તો  ખરું. “

“ એમાં  કાંઈ થઈ  ન શકે. વીણા ના લગ્ન અમે 2002 માં કરેલાં.  જમાઇ ને પોતાનો ધંધો હતો. અમદાવાદમાં એમને શોરુમ  હતો. ટીવી  વોશિંગ મશીન , ગીઝર, મોબાઇલફોન જેવી સારી મોટી મોટી બે ત્રણ  કંપનીઓની ડિલરશીપ હતી. જમાઇ દેખાવે પણ સારાં.  એકનો એક દિકરો.  પૈસે ટકે મારા કરતાં  તો ઘણું  સારું ફેમીલી.  પણ એમની મમ્મી ને આ સંબંધ થી વાંધો હતો.  એમને લેવાની ઘણી લાલચ . હું  આપી શકું એ બધું જ મેં આપ્યુ.  આપવાં માટે મેં કયાંય પાછીપાની કરી નથી. જયારે વીણા  આવે તયારે એમની કંઈક ડિમાન્ડ ઉભીજ હોય. જમાઇ ને એમ માગવું ગમે નહી પણ.  એકનો એક દિકરો એટલે મા બાપ કહે એમજ કરે.  એમાં  એકવાર શોરૂમમાં આગ લાગી  બધું બળીને રાખ થઈ ગયું.   વિમા ના કાગળ જોતાં ખબર પડી કે  બે વર્ષ થી વિમો એક્સપાયર છે.  અકાઉન્ટન્ટે પૈસા જ નથી ભર્યાં. એમની ડિમાન્ડ  એ વખતે ઘણી વધુ હતી છતાં એમાંથી અડધી રકમ મેં  આપી .. પણ વીણા ના સાસુ સસરા એ દિકરાને મદદ કરવામાટે હાથ ખંખેરી નાખ્યાં. એ વખતે વીણાને બીજી વખત મહિનાં હતાં.  એમણે વીણા ને  જુનાગઢ અમારી પાસે મોકલી દિધી.  જમાઇ  ફોન પણ ન કરે. આવે પણ નહી. હું  ફોન કરું  તૉ સરખી વાત પણ ન કરે. એમનાં સ્વભાવમાં અમારા પ્રત્યે ઘણો અભાવ હતો. મને થયું બાળક આવશે એટલે બધો ગુસ્સો ઓસરી જશે. પણ વીણા ને પહેલા દિકરો છે. જેને મારે ત્યા  આવવા પણ ન દેતાં.  અને આ વખતે દિકરી  જન્મી એક વર્ષની થઈ  ત્યા સુધી વીણા ના સાસરે થી કોઈ જોવા પણ ન આવ્યુ.  જમાઇ શીખે નહી. કે નતો ફોન પર વાત કરે. વીણા ની બા ને એ વખતેજ પેટમાં કેન્સર ની ગાંઠ હતી. અને મારી નોકરી પણ પુરી થઈ ગઈ હતી.  પૈસાની એટલી ખેચમાં અંતે એમણે ફરી કહેણ મોકલ્યું.  કે તમારી અને અમારી લક્ષ્મી ને રોકડ સાથે વિદાય આપો. અમે વધાવી લઇશું.   એ વખતે મેં  મારો એક માત્ર  સહારો મારું  મકાન  વેંચીનાખ્યું. મકાનનાં   પંદરલાખ આવેલાં એમાથી આઠ લાખ એમને આપ્યા.  બાકીનાં માથી વીણાની બા ની સારવાર કરાવી. પણ એ અંતે મને મુકી ને ચાલીગઇ.  એ વખતે પણ એમની પાછળની બધી ક્રિયાકર્મમાં  મસમોટું  લહાણી નુ લિસ્ટ મોકલેલું  જેને હું  પહોચીવળું એમ નહતો.  એવખતે એ લોકોએ વીણાને પોતાનાં કુટુંબનું  ખરાબ લાગે જો સારી લહાણી ન આપે તો એમ કહી ને આવવા ન દિધી. મારી પત્ની ની પાછળ એના ક્રિયાકર્મ પુરાં  કરી હું અહીં આશ્રમમાં  આવી ગયો. બસ ત્યારથી એ લોકોએ  વીણાને  દાબ માં રાખી છે.  હવે તારા બાપ પાસે જાય તો પાછી ન આવતી . જમાઇ હવે કંઈ કામ કરતો નથી . રખડીખાય છે. વીણા નાના મોટા કામ..કરી..ને એમનું  પેટ ભરે છે.અને વીણા ને મેં  જ ના પાડી છે.  એના બે બાળકો  છે .જે હોય તે વધુમાં વધુ તો બે વાત બોલશે તને.પણ સાભળી લે જે.  પણ હવે તારું ઘર સંભાળ બસ... કદાચ એટલેજ  એણે આવવાની ના પાડી હશે...બાકી મારી દિકરી એવી નથી હર્ષવદનભાઇ...”

પ્રેમજીભાઈ  ખુબ રડી રહ્યા હતાં. હર્ષવદનભાઇ એ એમને રડવા દીધાં  જેથી એમનાં અંતરમાં ભરાઇ રહેલી વેદના હળવી થઇ જાય  . કશુંજ બોલ્યા વગર હર્ષવદનભાઇ એમને થોડીવાર વળગીને ને બેસી રહ્યા.  પછી પ્રેમજીભાઇ થોડા શાંત થયાં  એમને પોતાના આંસુ લૂછતાં કહ્યુ 

“ ભાઇ આ વાત આપણાં બે વચ્ચે જ રાખજો .કોઇને કહેતાં નહી ..નહીતર એક બાપ તરીકે હું  નબળો પૂરવાર થઇશ.  મારી દિકરી ને છોડાવીલેવાને બદલે મેં  એને ત્યા રહેવાની સલાહ આપી . પણ મારું  બધુંજ લુંટાઇ ગયું હતું  અને હવે આ ઉંમરે  શુન્ય માથી ઉભા થઇ ને ફરી એનાં બે બાળકો ને મોટાં કરવાં મારી ત્રેવડ બહારની વાત છે. “

“ ના ના..તમે જરા પણ ચિંતા ન કરો . વાત કયાંય બહાર નહીં જાય.  પણ હા એકવાત જરુર કહીશ. દિકરી ભલે  અત્યારે કામ કરીને એમના બધા નું  પેટ ભરતી. પણ જયારે સુવાવડ પછી એક વર્ષ સુધી એમણે વીણા ને કે પોતાની દિકરી ને બોલાવી પણ નહી એ વખતેજ તમારે નિર્ણય કરી ને વીણાને  તમારી પાસે રાખી લેવાની જરુર હતી. દીકરી ગ્રેજયુએટ છે. આટલા વર્ષો સાવ આવા વાતાવરણમાં રહી ને  એની આવડત અને ભણતર બંને પાણીમાં ગયાં.  હવે  આવા ઝીણા મોટાં કામ કરીને ચલાવે એ કરતાં  તમારી સાથે હોત તો અત્યારે  પોતે ખુબ આત્મવિશ્ર્વાસથી,ગર્વ થી માથું ઊંચુ કરી જીવતી હોત. અને કદાચ બીજું  સારું  પાત્ર  મળી જાત તો બધાં સુખી હોત. પણ જે હોય તે. સમજુછું  એ વખતે  બધું ટેન્શન એક સાથે આવી પડતાં આપે જે નિર્ણય  કર્યો  એ એ વખતે યોગ્ય લાગતો હોય.. ચાલો હવે ચિંતા મુકો અને આરામ કરો. મારો ઠાકોર  સૌ સારા વાનાં કરશે.  “

સવારે ઉઠતાં ની સાથેજ નિયતિએ હેમંતભાઈ ને ફોન કરીને હર્ષવદનભાઇ સાથે થયેલી વાત જણાવી.અને આશ્રમથી અમુક પ્રેમજીભાઈ ની જરૂરીયાત ની ચીજો લાવવા જણાવ્યું . પોતાનું  પ્રાત કામ પતાવી એ ટીફીની તૈયારી મા લાગી ગઇ. એટલામાં જ એનાં ફોનની રીંગ ટોન  રણકી ઉઠી.

ક્રમશ: