Vikruti - 26 books and stories free download online pdf in Gujarati

વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-26

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-26
લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ
     વિક્રમના આમ અચાનક આવવાથી આકૃતિ પાસે વિહાનના સરપ્રાઈઝનું મહત્વ ઓછું થઈ જાય છે.વિહાન જ્યારે આકૃતિ અને વિક્રમને વધુ પડતા ફ્રેન્ડલી જુએ છે ત્યારે એ અંદરથી સળગી ઉઠે છે.ઈશા તેને સમજાવી શાંત કરે છે.બધા સાથે મળી આકૃતિના બર્થડેની કેક કાપે છે.
    ‘એકબીજાના ફેસ પર કેક લગાવવા કરતા કેક કોઈ બાળકોને ખવરાવવાના’આકૃતિના વિચારને બધા સન્માન આપે છે. વિક્રમ પૂરો દિવસ આકૃતિને સાથે ફરવા કહે છે અને આકૃતિ જવાબ આપે છે કે….હવે આગળ….
“મારે એક કૉલ કરવો છે.”મહેતાએ કૌશિકને કહ્યું.મહેતાં પુરી રાત લોકઅપમાં બંધ રહ્યો હતો.સવારે કૌશિક આવ્યો એટલે તેણે કોઈ હેતુથી કૌશિક પાસે મોબાઈલ માંગ્યો.
“કોને તારા ચમચાઓને?થોડાં દિવસ રાહ જો પછી એ પણ તારી સાથે હશે.”કૌશિકે હસીને કહ્યું.
“ના,મારા વકીલને.”મહેતાએ કહ્યું.
     કૌશિક ખુરશી પરથી ઉભો થયો.મહેતાંની લોકઅપ પાસે આવ્યો.
 “રાધે,બે કટિંગ લેતો આવ”કૌશિકે કોન્સ્ટેબલ રાધેને હુકમ કર્યો.
“હા તો તારે વકીલ હાયર કરવો છે,ચોવીશ કલાક પછી જે કરવું હોય એ કરજે ત્યાં સુધી કંઈ નહીં” કૌશિકે શાંતિથી કહ્યું.
“તું ચોવીશ કલાક મને જેલમાં રાખી શકીશ એમ? હાહાહા, તારી બહેન વખતે પણ તે મને જેલમાં લીધો હતો, યાદ છે ને બે કલાકમાં હું બહાર હતો”મહેતાએ ખૂન્નસ ભર્યું હાસ્ય કર્યું.
“xxx તારી આ મજાલ”કહી કૌશિકે લોકઅપ ખોલી અંદર ઘૂસ્યો.જો એ સમયે રાધે ના આવ્યો હોત તો કૌશિક મહેતાને વ્યવસ્થિત રીતે મારી લેવાનો હતો.રાધેએ કૌશિકને પરાણે લોકઅપની બહાર કાઢ્યો અને પોલીસ ચોકીની ગરીમા જાળવવા વિનંતિ કરી ત્યારે કૌશિક શાંત થયો.
“તારી સામે એવું સબુત લઈને આવીશ કે તું પુરી જિંદગી જેલમાં જ સડવાનો છો અને વાત રહી તારી દીકરીની તો મને ખબર છે એ ક્યાં છે”કૌશિકે ખિસ્સામાંથી એક સિગરેટ કાઢી સળગાવી.
“મને એ પણ ખબર છે કે તારા લગ્નના ત્રણ વર્ષ પછી જ તારુ છૂટું થઈ ગયેલું છે,તારી પહેલી પત્નીને એક દીકરી છે અને અહીંયા જ આઇઆઇએમમાં ભણે છે”સિગરેટનો ઊંડો દમ ખેંચી કૌશિકે મહેતાની પોલ ખોલતા કહ્યું.
“એય,એય શું બકે છો આ બધું?”મહેતાએ જીભ થોથવતા કહ્યું.
“કેમ તારી છોકરીને તારા કામો વિશે ખબર નથી એટલે?એકવાર મને ખબર પડી જાયને કે એ છોકરી કોણ છે પછી xxx તું જોઈ લેજે”નફટાઈથી કૌશિકે મહેતાના મોંઢા પર ફૂંક મારી,સિગરેટનો બધો ધુમાડો મહેતાનાં ચહેરાને ફરી વળ્યો.
“રાધે,મહેતાને ચા-પાણી આપતો રહેજે,બકરો હલાલ થવા જાય છે એ પહેલાં તાજોમાજો કરી નાખીએ.”કૌશિકે હસીને કહ્યું.સાથે ત્યાં ઉભેલા બધા કોન્સ્ટેબલ પણ હસવા લાગ્યા.
     કૌશિકને ઈશા પાસેથી એ વીડિયો લેવા જવાનું હતું એટલે એક કોન્સ્ટેબલને લઈને એ નીકળી ગયો.મહેતાં અહીં ધુંઆપુઆ થઈ ગયો હતો. ‘મારા વિશે કોણે આને કહ્યું હશે?”એમ વિચારી મહેતા ચોંક્યો હતો કારણે કે આ વાતની કોઈને ખબર જ નોહતી.મહેતાં અને તેની પત્ની સિવાય. મહેતાએ મનોમંથન કર્યું,અચાનક તેને એક વિચાર સુજયો એટલે એ હસ્યો.
“રાધે ચા તો પીવડાવ,ઠરી જશે યાર”મહેતાએ કહ્યું.રાધેએ મહેતાને ચા આપી.
“કેટલો પગાર છે તારો?”મહેતાએ ચાનો ઘૂંટડો ભરતા કહ્યું.
“19500”રાધેએ કહ્યું,એ નોહતો જાણતો કે મહેતાં તેને આવું શા માટે પૂછે છે.
“અચ્છા એક દિવસમાં તને વિશ હજાર મળે તો?”મહેતાએ કહ્યું.
“ક્યાંથી મળે?”રાધેએ આંખ ત્રાસી કરી કહ્યું.મહેતાં સમજી ગયો કે વાત બની રહી છે.
“મને એક કૉલ કરવા આપ અને વિશ હજાર તારા”મહેતાએ પાસો ફેંક્યો.
       રાધે વિચારમાં પડ્યો.
“ચલ ત્રીસ હજાર આપ્યા બસ,લાવ ફોન”મહેતાએ હાથ ધરતા કહ્યું.
“પચાસ હજાર,મને ખબર છે તારા માટે આ ફોન કેટલો અગત્યનો છે”રાધેએ મહેતાનાં હાથમાં ફોન આપતા કહ્યું.
“શાણો હો.ચાલ આપ્યા પચાસ હજાર.તું બહાર નજર રાખ જા,કોઈ આવતું નથીને”મહેતાએ રાધેને બહાર મોકલી ત્રિવેદીને કૉલ લગાવ્યો. મહેતાને ખબર હતી ત્રિવેદીએ બાતમી નોહતી આપી.
“હું મહેતાં, મને પેલા કૌશિકે ગિરફ્તાર કરી લીધો છે અને તારી જાનેમન માલાને પણ.તું પેલા કાળુને કૉલ કરી કહી દેજે કે છોકરી ગોંધી રાખવાની કબૂલાત ના કરે અને મને જલ્દી છોડાવ નહીંતર પેલો xxx ફાંસી અપાવીને જ છોડશે”કૌશિકને ગાળો ભાંડતો મહેતાં બોલ્યો.
“હું પીએસઆઇ વાઘેલાને વાત કરું?”ત્રિવેદીએ પૂછ્યું.
“વાઘેલાને કર કે રાઠોડને કર,મને જલ્દી બહાર લાવ”મહેતાએ ગુસ્સામાં કૉલ કટ કરી દીધો.થોડીવારમાં રાધે આવ્યો.
    મહેતાએ રાધેનો આભાર માન્યો અને વિહાનનું એડ્રેસ આપતા કહ્યું, “આ ઘરે વિહાન નામનો છોકરો મળશે,તેને મારુ નામ આપજે તારા પચાસ હજાર મળી રહેશે.તારો આ અહેસાન મારા પર ઉધાર રહ્યો રહ્યો રાધે,મારા ધંધામાં જબાનની કિંમત હોય છે”
      રાધેએ સ્મિત વેર્યું.મહેતા જાણતો નોહતો કે રાધેના મનમાં શું ચાલી રહ્યું છે.જલ્દી છૂટવાની મથામણમાં એ ભૂલી ગયો હતો કે પોલિસની દોસ્તી અને દુશ્મની ક્યારેય ના કરાય.
     થોડીવારમાં કૌશિક ઈશાને મળીને આવી ગયો.તેના ચહેરા પર જુદું જ તેજ હતું.છેલ્લાં બે વર્ષથી દિલમાં સળગતી આગ હવે બુજાશે એમ વિચારી એ મનોમન ખુશ થતો હતો.કૌશિક આવ્યો એટલે ચોકીનું વાતાવરણ હતુંને એવું થઈ ગયું.મહેતા પણ ચુપચાપ ખૂણામાં બેસી રહ્યો.
***
“રાત્રે બધાએ મારા ઘરે ડિનર કરવાનું છે ઑકે?”આકૃતિએ ભાર આપતા કહ્યું.
“હા પણ પૂરો દિવસ તું મારી સાથે જ રહીશ હો”આકૃતિનો હાથ પકડી વિક્રમે કહ્યું.આકૃતિએ સ્માઈલ કરી.
       વિહાનનું હૃદય પેસી ગયું.તેણે આકૃતિના બર્થડે વિશે ગઈ રાત્રે કેટકેટલું વિચારી રાખ્યું હતું.વિહાને કપાળ પર સળ પાડી, આંખો ઝીણી કરી આકૃતિ સામે જોયું.તેની દિલ ફૂલ સ્પીડમાં ધડકતું હતું.જો આકૃતિ વિક્રમ સાથે પૂરો દિવસ રહેશે તો વિહાનના સરપ્રાઈઝના ચિથરે ચિથરા ઉડી જવાના હતા.ઇશાએ પણ આકૃતિના ચહેરા પર મીટ માંડી.
‘સુતળી બૉમ્બ બની આ વિક્રમ ક્યાં વચ્ચે આવી ગયો’વિહાનના મગજમાં એ જ વિચાર ચાલતા હતા.આકૃતિએ ગળું ખંખેર્યું અને જવાબ આપ્યો,“સૉરી બકા,આજે મારા બોયફ્રેન્ડ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનો છે”આકૃતિએ આંખ મારતા કહ્યું, “ઇફ યું વોન્ટ,તું અમને જોઈન કરી શકે છો”
“નૉ નૉ, યુ કન્ટીન્યુ”વિક્રમે કહ્યું.
“ હું તો મજાક કરતી હતી યાર” વિક્રમનો હાથ પકડતા આકૃતિ બોલી .
"બેબીડોલ આટલા વર્ષ પછી અમદાવાદ પાછો ફર્યો છું,કેટલી છોકરીઓ મારી રાહ જોઈને બેઠી છે,તને મળ્યો એમ એને પણ મળવા જવું જોઈએને." આકૃતિને ચીડવતા વિક્રમ બોલ્યો,"અને આમ મારો હાથ પકડી રાખીશ તો અંકલ પાસેથી હાથ માંગી લઈશ તારો." કેહતા વિક્રમ હસી પડ્યો,આકૃતિએ તેની કમર માં ચીમટો ભર્યો.
      એ જોઈ વિહાન પૂરેપૂરી રીતે જલી ઉઠ્યો.સાથે વિહાનની પાસે બેઠેલ ઈશા પર પણ આ જેલેસીના થોડા છાંટા ઉડ્યા,એ વચ્ચે જ બોલી પડી,"કંઈ ફાયદો નહીં થાય હાથ માંગવાથી મિસ્ટર વિક્રમ, કેમ કે આકૃતિ આ જન્મમાં તો તારી થવાથી રહી તો કોઈક બીજી જ શોધી લે કેમ વિહાન?" 
     વિહાને ફેક સ્માઇલ આપી. 
"ઓહ સમવન ગેટ જેલેસ ?"વિહાનને જોઈ ઈશાના કાનમાં આકૃતિ ગણગણી.
"ઓહકે મિસ ઈશા તો આકૃતિ નહીં તો એની ફ્રેન્ડ બી ચાલશે." વિક્રમ ઈશા તરફ આગળ વધ્યો.એ જોઇ ઈશાની હાર્ટબીટ્સ વધી ગઈ.ઈશા પણ આવા જવાબ આપવામાં માસ્ટર હતી પણ વિક્રમ વધુ પડતો જ હોશિયાર હતો.
  પાસે બેઠેલી ખુશીના ખભે હાથ રાખતા વિક્રમ બોલ્યો, "શું કહેવું ખુશી તારી હા છે?" 
"નો વે,ચલ હટ અહીંયાથી."ખુશી મોઢું બગાડતા બોલી.ખુશી અને વિક્રમ વચ્ચે પણ બાળપણથી આવા મસ્તીભર્યા સંબંધ હતા એટલે ખુશી વિક્રમને આવી રીતે જવાબ આપતી હતી.
"ઓકે ઓકે ગર્લ્સ ચાલો હવે હું નીકળું અને આકૃતિ તારા સવાલનો એક જવાબ આપી દઉં, હું તારા બર્થડે સરપ્રાઈઝની તૈયારી કરવા જાઉં છું,સો ડોન્ટ વરી. મને ખબર છે કે તું વિહાન સાથે સમય વિતાવવા માંગે છે તો મને એડ્રેસ ટેક્સટ કરી આપજે. .હું તને આઠ વાગ્યે પીક કરવા આવીશ”વિક્રમે ઉભા થતા કહ્યું, “અને ઘરે જવાની કોઈ ચિંતા નહીં મેં કહી દીધું છે કે અમે હવે સીધા ડિનર ના સમયે જ ઘરે આવીશું.સો એન્જોય."કહેતા વિક્રમ ત્યાંથી નીકળી ગયો.
**
 "હવે આગળ શું?" પિઝા સેન્ટરની બહાર નીકળતા આકૃતી બોલી. 
 "ચાલ બેસી જા પાછળ."કહેતા વિહાને એક્ટિવા પર બેસી હેલ્મેટ પહેર્યું. 
"ઓકે ,પણ ઈશા અને ખુશી ....?"આકૃતિ હજી વાક્ય પૂરું કરે એ પહેલાં ઈશા બોલી પડી,"અમે પણ આવીએ છીએ મેડમ,આ તો તારે તારા બોયફ્રેન્ડ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો છે એટલે થોડીવાર એકલાં છોડીએ છીએ,નહીંતર તમને બંનેને એકલા થોડી છોડાય?" આકૃતીની ખેંચતા ઈશા બોલી,"તમે તો ગમે ત્યાં શરૂ થઈ જાઓ."
"બસ બસ હવે મોડું થઈ જશે જઈએ?" ખુશીએ કાંડા ઘડિયાળ સામે જોયું.
"યાર ખુશી તું આટલી બોરિંગ કેમ છે?" ઈશા મસ્તીના મૂડમાં ચઢી હતી."મતલબ હંમેશા બધું તને સિમ્પલ,પરફેક્ટ અને ટાઈમસર જોઈએ.આમ કંઈક લાઈફમાં ડેરિંગ કરવાની ઈચ્છા ન થાય તને ?" 
"થાય તો ખરી પણ અત્યારે જઈએ,પછી કોઈક દિવસ તને મારી ડેરિંગના કિસ્સા સંભળાવીશ ઓકે ઈશા?" ખુશી પ્લેઝર પાસે જઈ ઉભી રહી.
ઈશા અને ખુશી પ્લેઝરમાં નીકળી પડ્યા,આકૃતી વિહાનની પાછળ બેઠી ત્યાં વિહાન બોલ્યો,"બી રેડી ફોર એન અમેઝિંગ સરપ્રાઈઝ."
"ઓહ,એવું આજ તો તું વિક્રમની જેમ વાતો કરે છે વિક્કી." કહેતા આકૃતીએ પોતાના બંને હાથ વિહાનના પેટ ફરતે વીંટાળ્યા અને માથું તેની પીઠ પર ટેકવ્યું.વિક્રમનું નામ સાંભળી વિહાનને ગુસ્સો આવ્યો પણ આકૃતીના સ્પર્શથી તેનો બધો ગુસ્સો પીગળી ગયો .
     વિહાને અનાથઆશ્રમની બહાર એક્ટિવા ઉભું રાખ્યું. ત્યાં જ ઈશા અને ખુશી કેક અને બાળકો માટે રમકડાં લઈ પહોંચી.
“તે જ કહ્યું હતુંને કે તારે કેક બાળકો સાથે શેર કરવી છે,ચાલ હવે અંદર”વિહાને મુસ્કાન સાથે કહ્યું.
“માય ગૉડ વિહાન,તને આ ક્યાંથી સુજ્યું?”ગાલ પર હાથ રાખી આકૃતિએ આશ્ચર્ય સાથે કહ્યું.બદલામાં વિહાને સ્માઈલ આપી આકૃતિનો હાથ પકડી ચાલવા લાગ્યો,બધા અનાથઆશ્રમમાં પ્રવેશ્યા.
   આકૃતીએ તેના બર્થડેનું સેલિબ્રેશન એ અનાથ બાળકો સાથે કર્યું.કેક કાપી,બાળકોને રમકડાં આપ્યા,નાસ્તો કર્યો અને ડાન્સ સાથે ઘણી મોજ મસ્તી પણ કરી.
"વિક્કી.."બહાર નીકળ્યા ત્યારે આકૃતી વિહાનને ગળે વળગી બોલી,"ખૂબ જ મજા આવી મને આજે,આ મારી લાઈફનો બેસ્ટ ડે અને બેસ્ટ મોમેન્ટ હતી.આ બાળકોના ચેહરાની એ ખુશીએ મારા દિલને કેટલું સુકુન પહોંચાડ્યું છે,થેન્ક યુ સો મચ."
“હું પણ અડધો અનાથ જ છું ને!” મૃદુ સ્મિત સાથે વિહાન આકૃતિની આંખમાં જોઈ રહ્યો.આકૃતિ બે પલ માટે ચૂપ થઈ ગઈ.શું જવાબ આપવો એ તેને સમજાયું નહીં એટલે આકૃતિ પગના અંગુઠા પર નજર ફેરવતી વિચારવા લાગી.
"એક્સ્ક્યુઝ મી,બધી મેહનત એકલા વિહાનની નહીં અમે પણ ઘણી મહેનત કરી છે હો."પાછળથી આકૃતિને હગ કરતા ઈશા બોલી.
‘થેંક્યું સો મચ,તું બરાબર ટાઈમ પર આવી’આકૃતિ મનમાં બોલી, “થેન્ક્સ” કહેતાં એ ફરીને ઇશા અને ખુશીને હગ કરી ગઈ.
"મેં વિક્રમને મેસેજ કરી દીધો છે કે આપણે અહીંયા છીએ , એ બસ પહોંચતો જ હશે."ખુશી ફોન ફરી પર્સમાં રાખતા બોલી.
      થોડીવારમાં વિક્રમ ત્યાં આવી ગયો,આકૃતી ફરી તેની પાછળ બુલેટમાં બેઠી,ઈશા અને ખુશી પ્લેઝરમાં અને વિહાન એકલો એક્ટિવા લઈ આકૃતીના ઘર તરફ નીકળી પડ્યા.વિહાન આકૃતિનું આ વર્તન સમજી શકતો નોહતો.એક્ટિવા ચલાવતા પણ તેના મગજમાં વિચારોનું ધમાસાન ઉપડ્યું હતું.
‘વિક્રમે શું સરપ્રાઈઝ રાખ્યું હશે?આ વિક્રમના ચક્કરમાં આકૃતિને પૂછતાં જ ભુલાય ગયું કે સવારે પપ્પા સાથે શું વાત કરી?હમણાં તેનાં મમ્મી-પપ્પા સામે હું હઈશ.તેઓ જ્યારે મને પૂછશે તો મારે શું કહેવું?’પોતાની સાથે જ વાતો કરતો વિહાન ઇશાની પ્લેઝર પાછળ આકૃતિના ઘરે પહોંચ્યો.
      ઘરની બહાર બાઇક અને સ્કૂટર પાર્ક કરી બધા ઘર તરફ આગળ વધ્યા.આકૃતીની આંખોને હાથ વડે કવર કરી વિક્રમ બોલ્યો,"હીઅર વી ગો આકૃતી 3.... 2 ....1 ."કહેતા વિક્રમે તેનો હાથ આકૃતીની આંખો પરથી હટાવ્યો.રૂમમાં અંધારું છવાયેલું હતું.વિક્રમે બે તાળી પાડી.અંધકાર ફેલાયેલ હોલમાં અચાનક રોશની ફેલાઈ ગઈ,આખો હોલ ઝગારા મારવા લાગ્યો. 
"સરપ્રાઈઝ"આકૃતીના મમ્મી-પપ્પા અને બીજા 40-50 લોકો એક સાથે બોલી ઉઠ્યા. 
       આકૃતી દોડતી તેના મમ્મી પાપા પાસે પહોંચી.વિહાન દૂર ઉભો ઉભો બધું નિહાળી રહ્યો હતો.આખો હોલ રંગબેરંગી બ્લુન્સથી સજાવેલ હતો,સાથે જ વચ્ચે વચ્ચે ફૂલો અને રીબીન્સ પણ બલૂન સાથે નજરે ચઢતા હતા,બિલકુલ સેન્ટરમાં રેડ રોઝથી હેપ્પી બર્થડે આકૃતી લખેલ હતું એના પર કેન્ડલ્સ રાખેલ હતી. 
      વિહાનની નજર ફરી આકૃતી પર પડી,આકૃતિના ચહેરા પર ન સમજી શકાય તેવા ભાવ હતા.પપ્પાએ ગિફ્ટમાં આઈફોન આપ્યો અને મમ્મીએ ડાયમંડ બ્રેસલેટ. આકૃતીએ બંનેને હગ કર્યું ત્યાં જ વિક્રમ આવ્યો અને તેની સામે ડાયમંડ ઇઅરિંગ્સ  રાખી.આકૃતી ખુશ થઈ વિક્રમને ભેટી પડી.વિક્રમે ફ્લાવર પ્રિન્સેસ ક્રાઉન આકૃતીના માથા પર રાખ્યું, તેની સાથે જ આકૃતી પર સ્નો સ્પ્રે અને ફૂલોનો વરસાદ થયો.મમ્મીએ તેને પ્રિન્સેસ ગાઉન આપ્યું અને કપડાં ચેન્જ કરવા કહ્યું. 
    દસ મિનિટમાં આકૃતી પિચ કલરના ગાઉન સાથે વિક્રમે આપેલ ઇયરિંગ્સ અને મમ્મીએ આપેલ બ્રેસલેટ પહેરી નીચે આવી.વિક્રમે આકૃતિના માથા પર ફૂલોનક સજેલ પ્રિન્સેસ તાજ ફ્લાવર પ્રિન્સેસ ક્રાઉન પહેરાવ્યું.
“તારી પાંખો ક્યાં ગઈ?”વિક્રમે ફ્લર્ટ કરતાં પૂછ્યું.
“શું?શેની પાંખો?”
“લે પરીઓને પાંખો ના હોય?”બ્લશ કરતાં વિક્રમે કહ્યું.આકૃતી સાચે કોઈ પરી જેવી દેખાતી હતી.આકૃતિ શરમાય ગઈ.
       વિહાન પણ ક્ષણભર માટે આકૃતીને જોઈ રહ્યો.ફરી એકવાર વિહાનના મનમાં લઘુતાગ્રંથિ જકડાઇ.સૌની વચ્ચે એ પોતાની જાતને નીચો સમજવા લાગ્યો.હકીકત કંઈક જુદી હતી પણ વિહાન ઈર્ષ્યા અને જેલેસીના ભાવોથી ઘેરાવા લાગ્યો અને ત્યાંથી આકૃતિના રૂમ તરફ ચાલતો ચાલતો થયો.એક વ્યક્તિની નજર વિહાન પર પડી.એ વ્યક્તિ પણ દબેપાવ વિહાન પાછળ ચાલવા લાગી.
(ક્રમશઃ)
      વિહાન આ શું કરવા જઈ રહ્યો છે?,અહીંયા આકૃતિનો બર્થડે સેલિબ્રિટ થવાનો છે અને એ આકૃતિને છોડી નીકળી જાય છે.શું થશે જ્યારે આકૃતિને આ વાતની ખબર પડશે?વિહાન પાછળ જવાવાળું વ્યક્તિ કોણ હશે?
     રાધેએ મહેતાનો કૉલ કરવા માટે આપ્યો તેમાં કોઈ કાવતરું હતું?મહેતા એ વાત જાણી શકશે કે વિહાને જ તેની ખબર કૌશિકને આપી હતી?
     સવાલ ઘણાબધા છે,જવાબ માત્ર એક જ.વિકૃતિ.
Megha Gokani & Mer Mehul
મારી અન્ય નૉવેલ,
-ભીંજાયેલો પ્રેમ (લવ સ્ટૉરી)
-સફરમાં મળેલ હમસફર ભાગ-1 & 2 (સસ્પેન્સ લવ સ્ટૉરી)
-સ્માઇલવાળી છોકરીની શોધમાં(હાસ્ય લઘુકથા)
-તું મુસ્કુરાયે વજાહ મેં બનું (ટૂંકીવાર્તા)
      સાથે આ નોવેલને મંતવ્ય આપવાનું ચૂકતા નહિ.
Contact info :
Mehul – 9624755226
Megha – megha.g (instagram)



Share

NEW REALESED