ઓફીસ નં ૩૦૮ - અંતિમ ભાગ

રાત પડી ગઈ હતી. ઈશાન અને મંથન પહોંચી ગયાં  ઓફીસ નં ૩૦૮ માં અને  દીવાલ ખોદી  હાડક‍ાં  લઈ   આવ્યા. બધાં એ મંથન નં ઘર ની પાછળ નાં ગાર્ડન માં તેને બાળી ને અસ્થિ બનાંવી એક લોટા માં ભરી  ઊપર લાલ કપડું અને  લાલ દોરો બાંધી લીધો. 

બધાં એ નિર્ણય કરેલો કાલે જઈને પોલીસ કમ્પલેન કરી ગુનેગાર ને સજા અપાવવી. ત્યાં અસ્થિ ની સાથે તેમને પરી એ કહેલું તે મુજબ   બીજી    દીવાલ  નાં લોકર માંથી સબૂત નાં કાગળીયા પણ મળેલાં અને જ્યારે પરી નું ખૂન થયેલું તે  સીસીટીવી   ફૂતેજ   પણ. હવે બસ સવાર ની વાટ હતી. 

બધાં રાતે સૂઈ ગયાં હતાં એવામાં જ  મુક્તિ    ને    એક  ફોન   આવ્યો. તેણે તે ઊપાડ્યો તે એ જ ગુનેગાર નો હતો.  

" મુક્તિ  તારા માતા અને ભાઈ  મારા કબજા માં છે તુ જો એમને  બચાવા માંગતી હોય તો અહીં આવ અત્યારે જ.  અહીં   દરીયાકીનાંરે  એક જૂની શિપ છે બસ એનાં નીચેનાં બેઝમેન્ટ માં જ આવા નું છે તારે અને જો તારા પરીવાર નેજીવતો જોવા માંગે તો એકલી જ આવજે કોઈને કહ્યા વગર." 

ફોન મુકાઈ ગયો. અને મુક્તિ પોતાનો ફોન છોડી  ઉતાવળે નીકળી ગઈ. તેણે ગાડી ની ચાવી લીધી અને ચલાવી પહોંચી ગઈ ત્યાં.  મંથન એ તેને નવું જ ડ્રાઈવીંગ સીખવેલુ હતું. 

મંથન ને કંઈ  બેચેની લાગી  એટલે  એ  મુક્તિ  ને મળવા ગયો. તેણે બારણાં પર  ટકોરા માર્યા.   ઈશા   ઊઠી   તેણે જોયું તો મુક્તિ   ન હ હતી બાજુ માં. તેણે દરવાજો ખુલો જ હતો તે જોયું અને આખો ખોલ્યો. 

 "  સોરી  ઈશા  ડીસ્ટર્બ   કર્યું. મુક્તિ ક્યાં છે? "

" કદાચ વોધરુમ માં    હશે.  હું  જોઈ   લઉં " 

" મુક્તિ તો અંદર પણ  નથી   મંથન "

" શું ? ક્યાં  ગઈ   તે? "

" મને નથી ખબર મંથન. હું  ઊઠી ત્યારે તે ન હતી. " 

ઈશા એ ત્યાં મુક્તિ નો ફોન જોયો. તેનાં માં ઓટોમેટીક કોલ રેકોર્ડીંગ નું એપ હતુ જેથી તેમણે બધી વાત સાંભળી લીધી. ઈશાન અને પ્રો. રાગ પણ ત્યાં આવી ગયાં એટલી વાર માં. મંથન એ તરત મીતાબહેન ને ફોન જોડ્યો અને તેઓ સલામત તેનાં મામા નાં ઘરે છે તેમ કહ્યું. 

" લાગે છે તેણે મુક્તિ ને ખોટું બોલી ત્યાં બોલાવી છે. મંથન જો તો તે અસ્થિ સલામત છે કે નહી? " 

મંથન એ તે જોયું તો ત્યાં ન હતી. મુક્તિ લઈને ગઈ હતી કેમ કે ગુનેગાર એ તેને તે લઈને બોલાવી હતી. 

" મંથન આપડે લોકો એ ત્યાં જવું પડશે " 

" પણ ગાડી તો મુક્તિ લઈ ગઈ છે. આપણે કેવી રીતે જશું ? "

" ઈશાન બીજી ગાડી પણ છે જે દાદુ લઈ ગયાં હતાં હવે તે આવી ગયાં છે તો ગાડી પણ આવી ગઈ " 

બધાં ગાડી માં બેસી નીકળી ગયાં અને થોડી જ વાર માં દરીયાકીનાંરે પહોંચી ગયાં. રસ્તામાંથી તેમણે પોલીસ ને પણ ફોન કરી દીધેલો. ત્યાં જૂની ખંડેર જેવી બોટ માં બેઝમેન્ટ માં પહોંચી ગયાં. ત્યાં ખૂબ અંધારુ હતુ કોઈને કાંઈ જ ન દેખાયુ. અચાનક એક પીળી લાઈટ થઈ જે એક ખુરશી પર પડી જેનાં પર મુક્તિ  ને બાંધી હતી. ધીમે ધીમે બધી લાઈટો થવા લાગી. એક માણસ હાથ માં અસ્થિ કુંભ  બતાવતો બોલવા લાગ્યો. 

" આવી ગયાં તમે એમ ને પણ અહીંથી જઈ નઈ શકો પાછાં. મેં જ તમને બધાં ને અહીં મારવા બોલાવ્યા છે. અને એ  પરી નો પણ કાંઈ નહી કરી શકે કેમ કે મેં ગળા માં માદળીયુ પહેર્યું છે. " 

" સમીર શર્મા તું આટલો હરામી નીકળીશ તે ખ્યાલ ન હતો. "

" હું તો આવો જ છું તમને પેલા પણ મારવાનો પ્રયત્ન કરેલો પણ સદનસીબ એ તમે બચી ગયાં. "

સમીર શર્મા જે તમનાં બોસ મહેતા સર નો બીઝનેસ પાર્ટનર હતો તે જ ગુનેગાર હતો એ જાણીને બહુ નવાઈ લાગેલી મુક્તિ મંથન ને. 

" પણ તે આ બધું કેમ કર્યુ ? "

" પૈસા માટે " 

" પૈસા માટે કોઈ આવું કરે ? "

" હા પૈસો જ મારુ બધું જ છે "

સમીર મંથન સાથે વાતો માં હતો ત્યારે જ  ઈશાન  ધીમે પગલે ગયો અને સમીર ને પાછળ થી પકડી લીધો. એનાં હાથ માંથી અસ્થિ કુંભ છુટ્યો જે ઈશા એ પકડી લીધો. મંથન એ મુક્તિ  ને છોડાવી. એટલા માં જ સમીર નાં ગુંડા આવ્યા. એટલે ઈશાન ને તેને છોડવો પડ્યો. સમીર એ ઈશા પાસેથી ગુંડા ને કુંભ લેવા કહ્યું.  ગુંડો ઈશા પાસે આવ્યો પણ ઈશાન વચ્ચે પડ્યો. તેણે ઈશાન ને ખૂબ માર માર્યો. અને બીજાં ગુંડા એ ઈશા અને મુક્તિ  ને બાંધી દીધાં. બાકીનાં ગુંડાઓ એ ઈશાન મંથન અને પ્રો. ને મારવાનું શરુ કર્યુ. ઈશા અને મુક્તિ બૂમો પાડતાં જ રહી ગયાં.  એવા માં જ પ્રો. ની ઘડી તૂટી ગઈ જેમાં પરી કેદ હતી. તે આઝાદ થઈ ગઈ. 

જોર થી પવન ફૂંકાવા લાગ્યો.  બધાં જોતાં જ રહ્યા કે શું થયું. પરી તે બધાં ને સામે આવી. ઈશા અને મુક્તિ નાં દોરડાં છુટી ગયાં જેનાંથી તેમને બાંધવામા આવેલી. 

"   આજે તારો ન્યાય થશે સમીર આજે તને કોઈ જ નહી બચાવી શકે " 

સમીર એ ગળાં માં હાથ નાંખ્યો તો માદળીયું ન હતું. જ્યારે ઈશાન એ તેને પકડેલો તે જ વખતે તે પડી ગયેલું. તે શોધવા લાગ્યો પણ મળતુ ન હતું. 

પરી ને જોઈ બધાં ગુંડા ડરી ગયેલાં અને ભાગવા જતાં હતાં. પરી એ તે બધાં ને એક દોરડાં વડે બાંધી ધીધાં. સમીર ને હવામાં ઊછાળી ઊછાળી પટક્યો. તેનાં હાથમાંથી કુંભ પડી ગયો જે મુક્તિ  એ લઈ લીધો. એટલી વાર માં ત્યાં પોલીસ પણ આવી ગઈ. ઈન્સપેક્ટર ને પણ વિશ્વાસ ન આવતો હતો. પણ ક્યારેક સત્ય અલગ હોય છે વિચાર્યા કરતાં. 

પરી એ તેની આપવીતી જણાંવી અને ઈન્સપેક્ટર એ તેને અને ગુંડાઓને  પકડી લીધાં. મંથન એ બધાં સબૂત પણ આપ્યાં. 

સવાર પડી ગઈ હતી. અને એ સવાર તેમનાં જીવન માં નવી સવાર લાવી હતી. પરી મુક્તિ ચાહતી હતી માટે મુક્તિ એ તે જ દરીયા માં અસ્થિ વિસર્જન કરી તેને મુક્તિ  અપાવી. અને ઘરે જઈ દાદુ અને કાંતામાસી ને બધી વાત કરી. 

******* 

ઘર માં શાંતિપાઠ  પતાવી બધાં બેઠા હતાં.  ઈશા અને   ઈશાન ની ગલતફેમી પણ દૂર થઈ ગઈ હતી. તેઓ ફરી સાથે હતાં. મહેતા સર ને પણ મુક્તિ મંથન એ સમીર ની અસલીયત કહી દીધેલી તેમને પણ પરી ની મોત નો અફસોસ હતો. મુક્તિ મંથન એ તે જોબ છોડી દીધી. કાંતામાસી પુત્રી ની આત્મા ને મુક્તિ મળતાં સંતુષ્ટ  હતાં. 

મીતાબહેન અને દાદુ એ મુક્તિ અને મંથન ની સગાઈ ની તારીખ નક્કી કરી. અને પ્રો. ને બધાંએ આભાર માન્યો. 

" ચલો બાળકો હવે અા પ્રો. નો જવાનો સમય થઈ ગયો છે પાછાં. " 

" પ્રો. સગાઈ સુધી રોકાઇ જાવ તો સારુ. " 

" સોરી પણ મને કામ છે ત્યાં. મારા આશિર્વાદ તમારા સાથે જ છે. ઈશા અને ઈશાન તમારે હવે શું કરવાનું છે? સાથે આવવાનું છે અને પાછું મને અસીસ્ટ " 

" સર અમે આવીએ જ છે તમારા સાથે. સગાઈ ને હજી વાર છે ત્યારે અમે પાછા આવી જશું " 

બધાં ઈશા ઈશાન અને પ્રો. ને વિદાય આપે છે. 

મુક્તિ અને મંથન પૂજાઘર માં હાથજોડી  આશિર્વાદ લઈ રહ્યા. 


મિત્રો   આ  સ્ટોરી   અહીં  પૂરી  થાય   છે.  આપસૌનો  આભાર કે તમે આ સ્ટોરી સાથે  જોડાયા. 


મારી બૂક કાવ્યા નું રહસ્ય  બહુ જલદી પેપરબેક થઈને આવી જશે. જે  રહસ્ય અને   રોમાંચ થી  ભરપૂર  છે.  તેનાં પ્રી   ઓર્ડર અને  ઈન્ફો માટે મારુ  ફેસબુક પેજ  bansri pandya's  stories અને   ઈન્સટા પેજ  bansri  pandya anamika  પર   જઈને  તમે  મેસેજ કરી શકો.     

***

Rate & Review

Verified icon

Kishor Shrimali 6 months ago

Verified icon

rajnish patel 6 months ago

Verified icon

Chetna Bhatt 7 months ago

Verified icon

Kokila Varia 8 months ago

Verified icon

Jitendra 9 months ago