Vikruti - 27 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-27

વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-27

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-27
લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ
       આકૃતિનો જન્મદિવસ બધાએ એક સાથે ઉજવ્યો, ખુશીએ બધાને પીઝાની પાર્ટી આપી.વિક્રમે પોતાનું ગિફ્ટ હજી સરપ્રાઈઝ રાખ્યું હતું.આકૃતિએ બધાને સાંજે ડિનર માટે આમંત્રણ પણ આપ્યું.
    બીજી બાજુ મહેતાએ જેલમાંથી છૂટવા પોતાની યુક્તિ અજમાવી રાધેને ખરીદી ત્રિવેદીને કૉલ કર્યો હતો.કૌશિક ચોકીમાં પાછો આવ્યો એટલે ચોકીનું વાતાવરણ પહેલાં હતું તેવું થઈ ગયું.હવે આગળ…
       રાત્રે ડ્યુટીએથી છૂટીને રાધે વિહાનના ઘરે ગયો હતો.પચાસ હજાર મળવાની ખુશી તેના ચહેરા પર સાફ સાફ દેખાઇ આવતી હતી.પોતે પોલીસ કોન્સ્ટેબલ છે એ વાત વિહાન જાણી ન જાય એ માટે રાધે પોલીસ ડ્રેસમાં નોહતો ગયો.વિહાનના ઘરે જઈ તેણે ડૉર નોક કર્યો.
“કોનું કામ છે?”અરુણાબેને દરવાજો ખોલતાં પૂછ્યું.
“વિહાન છે ઘરે?મહેતભાઈની ઓફિસેથી આવું છું”ખોટું બોલતાં રાધેએ કહ્યું.
“એની દોસ્તોનો આજે જન્મદિવસ છે એટલે એ તો અત્યારે નહિ મળે ભાઈ,તમે અંદર આવોને”મીઠો આવકારો આપતાં અરુણાબેને કહ્યું.
“ના તો હું કાલે જ આવીશ”રાધેએ નિરાશ થઈ કહ્યું.
“પાણી તો પીતાં જાઓ,ઘરે આવેલાં મહેમાનને એમનેએમ થોડાં જવા દેવાય”કહી અરુણાબેન પાણીનો ગ્લાસ લેવા રસોડામાં ગયા.
‘આ છોકરો કેવી રીતે મહેતાં સાથે મળ્યો હશે?તેનાં મમ્મીને જોતાં છોકરો આવા રસ્તે જાય એવું મને નથી લાગતું’રાધે મનમાં બોલ્યો અને કાંડા ઘડિયાળ તરફ જોયું,આઠ વાગી ગયા હતા.
      અરુણાબેન પાણીનો ગ્લાસ લઈ આવ્યા,રાધેએ બે ઘૂંટડા પાણી પીધું અને કહ્યું, “વિહાન ક્યારે આવશે?”
“એના ત્રણ ચાર જ તો દોસ્તાર છે એમાં આજે તેની ખાસ દોસ્તનો જન્મદિવસ છે એટલે મોડો આવશે એમ કહ્યું.મને પણ જમીને સુઈ જવા કહ્યું છે”અરુણાબેન વાતોનો દોર શરૂ કરતાં બોલ્યા, “આપણાં જમાનામાં આવું કંઈ હતું જ નહીં, આ છોકરાઓ ક્યાંથી શીખી આવ્યા છે રામજાણે.”
“હા એ તો છે,ચાલો હું નીકળું.વિહાનને કહેજો મહેતભાઈની ઓફિસેથી એક ભાઈ આવ્યા હતા”રાધેએ વાત પૂરી કરી.અરુણાબેન ડોકું ધુણાવ્યું એટલે રાધે દાદર ઉતરવા લાગ્યો.
“તમારું નામ તો કહેતાં જાઓ”રાધે નીચે પરસાળમાં પહોંચ્યો ત્યારે અરુણાબેને મોટા અવાજે પૂછ્યું.રાધેએ અરુણાબેનનો અવાજ સાંભળ્યો હતો પણ એને નામ આપવું જરૂરી નોહતું એટલે પાછળ જોયાં વિના જ એ નીકળી ગયો.
     વિહાનના ઘરેથી નીકળી રાધે ઘર તરફ જતો હતો,એટલામાં પાછળથી કૌશિકની જીપે તેને ઓવરટેક કર્યો અને આગળ રસ્તો બ્લોક કરી કૌશિકે જીપ ઉભી રાખી દીધી.રાધે ડઘાઈ ગયો,તેણે મહેતાને કૉલ કરવા મોબાઈલ આપ્યો હતો એ વાતની જાણ કૌશિકને નહિ થઈ ગઈ હોયને?
      બાઇક સાઈડમાં પાર્ક કરી રાધે કૌશકની જીપ પાસે ગયો અને સલામી ઠોકી.કૌશિક જીપમાંથી ઉતર્યો.એ હજી યુનિફોર્મમાં જ હતો.
“કેમ અત્યારે સાહેબ?”આશ્ચર્યવશ રાધેએ પૂછ્યું.
“આપણાં સ્ટાફમાં રાવણ વધી ગયા છે,હવે તેઓને વિભીષણ બનાવવાનો સમય આવી ગયો છે”પહેલી બનાવતા કૌશિકે કહ્યું.
“મતલન હું કંઈ સમજ્યો નહિ સાહેબ?”રાધેએ ગભરાઈને કહ્યું.
“આવ ચા પીએ,ત્યાં જ બધી વાત કરીએ”કૌશિકે કહ્યું.
      રાધેને અહીંથી નાસી છૂટવાનું મન થતું હતું.કૌશિકને નક્કી એ વાતની ખબર પડી ગઈ છે એમ વિચારી શું બહાનું બનાવવું એ વિચારી રાધેએ કૌશિકની જીપ પાછળ બાઇક ચલાવી. 
      ગીતામંદિર બસ સ્ટેશનની બાજુમાં ‘ખેતલા આપા’ ટી-સ્ટોલ છે.કૌશિકે ત્યાં જઈ જીપ થોભાવી.રાધેએ પણ ડરતાં ડરતાં જીપ પાછળ બાઇક સ્ટેન્ડ પર લગાવી.ચા પીતાં સમયે કૌશિક શંકાની નજરથી રાધેને જોતો હતો.
“બોલો સાહેબ અહીંયા કોનો પીછો કરવાનો છે?”રાધેએ કહ્યું.
      ચા પુરી કરી,કૌશિકે સિગરેટ સળગાવી.
“તે મહેતાને મોબાઈલ કેમ આપ્યો?”ક્રશ ખેંચી કૌશિકે પૂછ્યું.
***
     આકૃતિના રૂમમાં જઇ વિહાન બાલ્કની પાસે ઉભો રહ્યો,તેના મમ્મી-પપ્પાએ વિક્રમને આકૃતિ માટે પસંદ કરી લીધો એ વાત વિહાનથી સહન નોહતી થતી.
‘મારી પાસે શું છે જે હું બતાવી શકું?વિક્રમ મારાથી ગૂડ લુકિંગ છે,ડેશીંગ છે,સ્માર્ટ પણ છે.હું તેની સામે ઝીરો છું તો ક્યાં મોઢે આકૃતિના મમ્મી-પપ્પા સામે વાત કરું?’એક સમયે આકૃતિ જે બાલ્કની પાસે ઉભી રહી રડી અત્યારે અત્યારે વિહાનથી પણ રડાય ગયું.પોતે કોણ છે એ વાતથી નહિ પણ આકૃતિ વિક્રમની એટલી નજીક રહી હતી એ વાત વિહાનને રડાવી ગઈ હતી.
‘હેપ્પી બર્થડે ટૂ યું’નો મોટો અવાજ વિહાનના કાને પડ્યો. ‘નીચે આકૃતિના બર્થડેનું સેલિબ્રેશન થઈ રહ્યું હતું અને આકૃતિને એ પણ નહીં ખબર હોય કે હું ક્યાં છું’પોતાના જ ભાવો સંકોચાવી વિહાન હીબકાં ભરવા લાગ્યો.થોડીવારમાં અવાજ બંધ થયો અને તાળીઓના અવાજથી આકૃતિનું ઘર ગુંજી ઉઠ્યું.
      ઉપરના રૂમમાં અંધારું હતું,કોઈના આવવાની આહટ વિહાનના કાને પડી.એ ચમક્યો, ‘આકૃતિ હશે’એમ વિચારી તેણે આંસુ લૂછી નાખ્યા.
“વિહાન?”એક છોકરીનો ઘેરો અને શાંત અવાજ વિહાનના કાને પડ્યો.
“હા,કોણ?”વિહાન સમજી ગયો હતો કે આ આકૃતિનો અવાજ નથી એટલે તેણે પૂછ્યું.
‘छिनले वो तुजसे उसको,उसकी ये औकात नही,
तुज में है जो बात,उसमे वो बात नही,
देख अपने आप को,हा देख अपने आप को,
तेरी नीची जात नही,
आएगी वो तेरे पास,जूठी मेरी बात नही,
हा जूठी मेरी बात नही, ये जूठी मेरी बात नही।।।’
    અદલ રફતારના રૅપ સોંગની જેમ એક તાલમાં ગણગણતાં એ છોકરીએ લાઈટની સ્વીચ ઑન કરી.તેના ગોળ માંસલ ચહેરા પર મીઠી સ્માઈલ હતી.
    આંસુને કારણે વિહાનને એ છોકરીનો ચહેરો ધૂંધળો દેખાતો હતો,તેણે આંખો ચોળી ફરી એ ચહેરા તરફ જોયું.
“કોણ?”
"હાય,,આઈ એમ મેઘા,મેઘા ગોકણી.નામ તો સુના હોગા." હસતા હસતા મેઘા બોલી,"સોરી હું શાહરુખની જબરી ફેન છું તો ..." મેઘા એ વાક્ય અધૂરું છોડ્યું અને વિહાન નજીક આવી ઉભી રહી.મેઘાએ આંખો પર ગોળ ફ્રેમવાળા ચશ્માં પહેર્યા હતા."ઓહ બાય ધ વે તું અહિયાં આકૃતીના રૂમમાં શું કરે છે? એ નીચે તને શોધે છે."
"ના,એ તો એનો બર્થડે સેલિબ્રેટ કરે છે અને વિક્રમ ત્યાં છે તો એને મારી ખામી મહેસુસ નહીં થવા દે."વિહાન મોઢું મચકોડતા બોલ્યો.
"જેલેસી!!?, થાય થાય પ્રેમમાં જેલેસી થવી જ જોઈએ. જેલેસી વિનાનો પ્રેમ અધુરો છે વિહાન."વિહાનના ખભે હાથ રાખતા મેઘા બોલી.
"પણ તમને હું ઓળખ્યો નહીં,તમે મારી અને આકૃતી વિશે કેવી રીતે જાણો છો?મતલબ કે ...?" વિહાન કન્ફ્યુઝ થતા બોલ્યો.
"હું આકૃતીની કઝીન છું.મને તમારા બંનેના રિલેશન વિશે ખબર છે.કોઈએ કહ્યું નથી બસ દેખાય ગયું. યુ નો ફેસ રીડિંગ.”મેઘાએ ઠાવકાઈથી કહ્યું, “જ્યારે આકૃતિને બધા ગીફ્ટસ્ આપતા હતા,વિક્રમને તે હગ કરતી હતી,એ બધા સમયે મેં તારો ફેસ નોટિસ કર્યો અને હું સમજી ગઈ કે કંઈક તો ગડબડ છે." વિહાનના ચેહરા તરફ જોતા મેઘા બોલી, "હજુ તારા મનમાં કંઈક ગડમથલ ચાલે છે. વાત શું છે બોસ ?”
"કંઈ…કંઈ નહીં." વિહાન અચકાતા બોલ્યો.
"કંઈ નહીં તો જીભ કેમ લથડીયા ખાય છે,તને ખબર છે વિહાન જ્યારે કોઈ વાત બહાર નીકળવા મથતી હોય અને એ વ્યક્તિ તેને અંદર દબાવીને રાખવાની કોશિશ કરતો હોય,એ વાત જ્યારે કોઈ બીજી વ્યક્તિ છેડે ને ત્યારે દિલ એને બહાર કાઢવા મથે અને દિમાગ તેને દબાવી રાખવાની કોશિશ કરે. આ બંનેની લડાઈમાં જીભ કન્ફ્યુઝ થઈ જાય અને લથડીયા ખાય.એટલે એ વ્યક્તિ બોલતા અચકાય."મેઘા એક શ્વાસે બધું બોલી ગઈ.
     એક પલ માટે વિહાન ચૂપ રહ્યો.ચુપ્પી તોડતા એ જ બોલ્યો,"મને લાગે છે કે આકૃતી માટે વિહાન નહીં વિક્રમ ....."
"અરે યાર." વિહાનને બોલતા અટકાવી મેઘા વચ્ચે બોલી પડી,"લવસ્ટોરીમાં આમ કમ્પેરિઝન,જેલેસી,વાત છુપાવવી-દિલમાં દબાવી રાખી મિસઅંડરસ્ટેન્ડિંગ ઉભી કરવી જરૂરી છે?"અંતમાં મેઘાનો અવાજ થોડો ઊંચો થઈ ગયો.
"લુક વિહાન પ્રેમ કર્યો છે ને તો ટ્રસ્ટ કરતા શીખ.એના પર અને તારા ખુદ પર બી અને મેઈન વાતો દિલમાં દબાવી રાખીશ તો સામે વાળી વ્યક્તિ કંઈ ભગવાન નથી કે સમજી જશે.વાતો શેર કરતા શીખો.પ્રેમ ગમે તેટલો સાચો હોય,બોન્ડિંગ ગમે તેટલી સારી હોય પણ આ રીઅલ લાઈફ છે કોઈ ફિલ્મી સ્ટૉરી નહિ.અહીંયા કોઈ વ્યક્તિ સામેવાળાના દિલની અંદર છુપાયેલ વાત વાંચવા સક્ષમ નથી.જે વાત તું મને કહેવા તૈયાર થઈ ગયો,મારા જેવી અજાણી વ્યક્તિ સાથે શેર કરવા તૈયાર થઈ ગયો,એ વાત તું તારા પ્રેમ સાથે કેમ શેર નથી કરી શકતો?”મેઘાએ વિહાનને ઠપકો આપ્યો.
“માન્યું અપેક્ષા હોય કે એ વ્યક્તિ સમજે ,વગર કહ્યે મનની વાત જાણી લે વગેરે વગેરે પણ એવી બોન્ડિંગ માટે સમય લાગે,જ્યાં પ્રેમ હોય ત્યાં અપેક્ષા આપમેળે જન્મી જાય છે પણ સમજદાર વ્યક્તિ અપેક્ષાને મારી,પરિસ્થિતિ મુજબ અને સમય સમજી વર્તન કરે છે. મારા ખ્યાલથી વિહાન તું એક સમજદાર વ્યક્તિ છે." મેઘા બાલ્કનીની રેલિંગનો ટેકો  લઈ અને વિહાન તરફ ચેહરો રાખી ઉભી રહી ગઈ. 
"હા,હું એક સમજદાર વ્યક્તિ છું.થોડા સમય માટે હું અણસમજુ બની ગયો હતો પણ થેન્ક્સ ટુ યુ." વિહાન પણ તેની પાસે રેલિંગનો ટેકો લઈને ઉભો રહ્યો.
" ગ્રેટ" ટૂંકમાં વાત પૂરી કરતા મેઘા બોલી. "તો નીચે જઈએ હવે." કહેતા મેઘા આગળ ચાલવા લાગી.
" હેય મેઘા,તું ખૂબ સારું સમજાવે છે,તારા શબ્દોમાં એવી તાકાત છે જે કોઈ પણ વ્યક્તિને વિચારવા મજબૂર કરી દે છે અને પેલો રેપ પણ સરસ હતો,તેના એક એક શબ્દો મને સમજાય છે.મને શીખવીશ? "
"વેલ થેન્ક યુ સો મચ,મારા શબ્દોની પ્રશંસા કરવા બદલ પણ એ રેપના લિરિકસ મેં નથી લખ્યા મારા સાથી કો-રાઇટર મેહુલે લખેલ છે.હું કહીશ એને કે તને પસંદ આવ્યો અને તારી પાસેથી શીખવા માંગે છે.ચાલ હવે નીચે આકૃતીની આંખો ક્યારની તને શોધે છે."
"સમજદાર બની ગયો પણ અપેક્ષા નહીં છોડું અને હમણાં તે જ કહ્યું હતું કે એ મારી પાસે આવશે એ વાત તારી ખોટી નથી તો આકૃતી આવશે અહીંયા મને ખાતરી છે.તું પહોંચ નીચે હું અહીંયા આકૃતીની રાહ જોઈને ઉભો છું." વિહાને કહ્યું.
        મેઘા નીચે આવી.હોલમાં ચારે તરફ અંધારું છવાયેલું હતું,70s ના જુના રોમેન્ટિક ગીતો પર ડિસ્કો લાઈટ એડજસ્ટ થતી હતી.મેલોડી ગીતોના તાલ પર સૌ કપલ ડાન્સ કરતા હતા.મેઘાએ આકૃતિ તરફ નજર કરી.આકૃતિ એક ખૂણામાં ઉભી હતી. મેઘા હસતાં મનમાં બોલી, ‘તારો વિક્કી ઉપરના રૂમમાં રાહ જોઇને ઉભો છે’
    મેઘાએ વિક્રમ તરફ નજર ફેરવી, વિક્રમ રૂમમાં કોઈને શોધી રહ્યા હતો.અંતે એ ઈશા પાસે જઈને ઉભો રહ્યો.
“વિહાનને જોયો?”વિક્રમે પૂછ્યું.
“ના, મને ખબર નહિ”ઇશાએ જવાબ આપ્યો.
“તો પછી કોની રાહ જુએ છે? કમ ડાન્સ વિથ મી”હસતાં હસતાં વિક્રમે આમંત્રણ આપતા હાથ લંબાવ્યો.
     ઇશાએ થોડીવાર વિચાર કર્યો,પછી એક સ્માઈલ આપી વિક્રમના હાથમાં હાથ આપી દિધો.મેઘા એ જોઈને પણ હસી અને મનમાં બોલી, “કેટલો ફ્રી માઇન્ડેડ છોકરો છે,આ વિહાન જ કંઈ બીજું સમજે છે”
        સૌ ડાન્સ કરવામાં મશગુલ હતા.આકૃતિ વિહાનને શોધતી માયુસ થઈ ખૂણામાં જ ઉભી હતી.મેઘાની નજર આકૃતિ તરફ ધસી આવતા એક છોકરા પર પડી.ચાલ અને બોડીલેંગ્વેજ પરથી એ એકવીસ-બાવીશ વર્ષનો લાગતો હતો.તેણે માસ્ક પહેર્યું હતું એટલે મેઘા તેને ઓળખી ના શકી.
“વિહાનને શોધે છે?”એ છોકરાએ આકૃતિ પાસે જઈ પૂછ્યું.
“તમે કોણ?”સહેજ ગુસ્સામાં અને ઉદાસ અવાજે આકૃતિ બોલી.
“યાર તમે તમે ના કર,મને હસબન્ડવાળી ફીલિંગ આવે અને હું તને પંચાવનનો લાગુ છું?”માસ્ક પહેરેલાં છોકરાએ ફ્લર્ટ કરતા કહ્યું.
       આકૃતિ હસી પડી. એ છોકરો પણ હસવા લાગ્યો.
“ડાન્સ?”છોકરાએ હાથ લંબાવી કહ્યું.
“શ્યોર,આજે પંચાવન વર્ષના દાદા સાથે જ ડાન્સ કરી લઈએ”એ છોકરાની ખેંચતા આકૃતિએ પોતાનો હાથ એ છોકરાના હાથમાં રાખી દીધો.બધા ડાન્સ કરતાં હતાં એ તરફ બંને આગળ વધ્યા.
(ક્રમશઃ)
       કૌશિકને કૉલ વિશે ખબર પડી ગઈ હશે?રાધે શું જવાબ આપશે? ચિઠ્ઠી મોકલનાર મેઘા હશે?વિહાન અને આકૃતિ વચ્ચે ફરી સુમેળ ભર્યા સંબંધો બનશે કે વાત વધુ વણસશે?
   એ છોકરો કોણ હશે?હાહાહા,કદાચ ઓળખી તો ગયા જ હશો પણ ના ઓળખી શક્યા હોવ તો આગળના ભાગમાં ખબર પડશે જ.તો વાંચતા રહો,વિકૃતિ.
Megha Gokani & Mer Mehul
મારી અન્ય નૉવેલ,
-ભીંજાયેલો પ્રેમ (લવ સ્ટૉરી)
-સફરમાં મળેલ હમસફર ભાગ-1 & 2 (સસ્પેન્સ લવ સ્ટૉરી)
-સ્માઇલવાળી છોકરીની શોધમાં(હાસ્ય લઘુકથા)
-તું મુસ્કુરાયે વજાહ મેં બનું (ટૂંકીવાર્તા)
      સાથે આ નોવેલને મંતવ્ય આપવાનું ચૂકતા નહિ.
Contact info :
Mehul – 9624755226
Megha – megha.g (instagram)


Rate & Review

Hims

Hims 3 months ago

Priti Patel

Priti Patel 5 months ago

yogesh dubal

yogesh dubal 11 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 years ago

Deepti patel

Deepti patel 2 years ago