મિસિંગ-ધી માફિયા સ્ટોરી - ૧૭

ટ્રેનના ભોપુનો અવાજ અથડાઈ અથડાઈ ને આવી રહ્યો હતો. હજુ  ત્યાં ખુરશી પાસે લોહીના ડાઘ હતા. અંધારું ઓરડું હતું.  ત્યાં એક કાળા પડછાયાએ દસ્તક દીધી, તે કઈ શોધી રહ્યો હતો.


"બોસ, તને અહીં આવવાની તસ્દી લીધી, હુકમ કરત તો હું જ ત્યાં આવી ગયો હોત.."

"તારું કઈ કામ નથી, તું થોડી વાર બહાર જા, મારે આ જગ્યા જોવી છે."


"શુ થયું બોસ?"

"તને બહુ પંચાયત સુજે છે? તને હંમેશા હમેશા માટે જિંદગીથી રજા જોઈએ છે?"


"ભૂલ થઈ ગઈ, માફી માફી..." કહેતા તે કરગરવા લાગ્યો...

કઈ તો એવું હતું. જે મારા વિરુદ્ધ સડયત્રં થઈ રહ્યું છે. તેની સાબિત આપે! મેં જ પાળીને મોટો કર્યો, આજે મને જ કરડશે? હું એવું નહિ થવા દઉં...મહારાષ્ટ્ર પુલીસ, ઉદયપુર પુલીસ ના હેડ સંયુક્ત રીતે આ કેસ પર કામ કરી રહ્યા હતા."ચેતન, અને સંદીપની હત્યા પાછળનો મોટીવ શુ હોઈ શકે?" સિંઘે પુછ્યું.

"મને લાગે છે. તેઓ ફક્ત પ્યાદા હતા. તેની પાસે અવસ્ય એવી કોઈ ગુપ્ત માહિતી હોવી જોઈએ..."


                   ****

"ચેતન ઉદયપુરમાં શુ કરવા માટે ગયો હતો?" પાટીલે સીધો પ્રશ્ન કર્યો.


સામે ચાલીશ એક વર્ષની મહિલા જે ચેતનની પત્ની હતી. તેણે જવાબ આપ્યો.  

"બીઝનેસ મિટિંગ માટે તે ઉદયપુરમાં ગયા હતા. કોઈ પાર્ટી સાથે મિટિંગ હતી. તેવું તેણે જતા જતા કહ્યું હતું."

"તમારા પતિ શુ વેવસાય કરતા હતા?"


"મારા હસબન્ડ માછલીઓ ની દલાલ કરતા હતા. તે નાના નાના માછીમારો પાસેથી માછલીઓ ખરીદી અને વેંચતા...."

"મેં તો સાંભળ્યું છે. ચેતન ભાઈને આ વેપારમાં ખૂબ ખોટ ગઈ હતી. તો પછી આ નવું મકાન, બે વહાણ, ત્રણ કાર તમે પહેરેલા મોંઘા ઘરેણાં, અને બાકીના લોકરમાં છે તે અલગ, તે સિવાય મુંબઈ જેવા મહાનગરમાં ત્રણ-ચાર પ્લોટ આ રાતો રાત ત્રણ ચાર કરોડની સંપત્તિ ક્યાંથી આવી ગઈ?"

"સાહેબ હું કઈ નથી જાણતી.... પણ હા તેના મહિલાઓ સાથે અફેર, દારૂ પીને માર કૂટ કરવી...તેથી જ મેં તેના વિરુદ્ધ ફરિયાદ કરી હતી."


                                                                      ******
રવિની મોતનો મને હજુ અફસોસ હતો. જીવન નિરસ થઈ ચૂક્યો હતો. તેના આલિંગન, તેના હુંફાળા ચુંબનની કમી હું આજે પણ મેહશુસ કરું છું. જીવન હવે   ભારણ લાગી રહ્યો હતો. કોર્ટમાં મારી વિરુદ્ધ તમામ પુરવાઓ અને ગવાહો હતા. જેથી મને આ બધા ગુનાઓ માટે અપરાધી માની લીધી હતી.પ્રશ્ન હતો, આટલી મોટી રાજકીય ઓળખ હોવા છતાં, મારા પિતાએ કેમ મારા માટે કઈ કર્યું નહિ?                                             *****


"ભુરિયા, જાનકીને સજા કરવાનું કાવતરુ મારું હતું. મેં તે તમામ હોટેલમાં કેમરા હેક કર્યા હતા. અને જે વીડિયો પુલીસે જોયા તે મોટાભાગે જુના અને એડિટિંગ કરેલા હતા."


"આ બધું તે કઈ રીતે કર્યું?"


"હું આ રમતનો બહુ જૂનો ખિલાડી છું." કહેતા તે હસ્યો.

" તું મહા ***** છે."

"તે તારા મિત્રને માર્યો, તારી પ્રેમિકા ને જેલના સળિયા પાછળ  પુરાવી દીધી...."


"મારા મિત્રને માર્યો તે સત્ય છે. મારી પ્રેમિકાને જેલમાં પૂર્વી તે ખોટી વાત છે. સાચી વાત છે. મેં મારા મિત્રની પ્રેમિકા અને મારી આદરણીય ભાભીને જેલના સળિયા પાછળ પૂર્વી છે."


"ભાભી?"

"હા ભાભી, મારો ખાસ યાર, રવિની ગર્લફ્રેંડ...જાનકી...."


" એ તો તારી ગર્લફ્રેંડ હતી?"

"ના, તે ગર્લફ્રેંડ બનવાનું ઢોંગ કરી રહી હતી."

"તમે તો બધું જાણો છો.."

"હા જરૂરથી પણ વધુ, તે એલેક્સના બધા મેઈલ વાંચ્યા છે. શુકામ વાંચ્યા છે. તે પણ જાણું છું..."


                                                     *****


"નિલ આપણા કહેવામાં નથી, તે હદથી  વધુ જાણે છે. જાનકી ને જેલમાં મોકલવામાં માટે નિલ જવાબદાર છે. જો સમય પર સાવચેત નહિ રહો, તો તમારી હાલત પણ આવી જ થશે....." ફોનના સામેથી અવાજ આવવાનું બંધ થઈ ગયું.


"હેલ્લો...., હેલ્લો...., હેલ્લો...."

ફોન કટ થઈ ચુક્યો હતો. ફરીથી જોડવાનું પ્રયત્ન કર્યું, પણ અસફળતા મળી...ફોન સ્વીચ ઓફ બતાવી રહ્યો હતો. 


 
ક્રમશ.

***

Rate & Review

nihi honey 1 month ago

Nikita panchal 3 months ago

Ruchi Patel 4 months ago

Nita Mehta 4 months ago

Sunil Raval 4 months ago