Mari duniya to tu j chhe books and stories free download online pdf in Gujarati

મારી દુનિયા તો તું જ છે

  મારી દુનિયા તો તું જ છે કેમ કે મારી સવાર તારાથી પડે છે ને મારી સાંજ પણ તારાથી પડે છે આજકાલ દરેક જ્ગ્યાએ માત્ર તું અને તું જ દેખાય છે યાદો માં હોય કે સપના માં, ઘરે હોય કે ઘર ની બહાર,  ન્યૂઝ ચેનલ ના રિપોર્ટર માં ને ન્યૂઝ પેપર ના ફોટો માં મને તું જ દેખાય છે

મારા વિચારો  મા તું જ , મારાં સપના માં પણ તું જ છે,  ફેસબૂક પાસવર્ડ માં ને મારા સ્ક્રીન લોક પાસવર્ડ  માં પણ તું જ છે... ઈન્સ્ટાગ્રામ  ને વ્હોટસઍપ dp  પણ તું  જ છે..

આટલું બોલતાં જ આરાધ્યા  રોકાઈ ગઈ જાણે પોતે ૬ વર્ષ પાછળ ધકેલાઈ ગઈ. આરાધ્યા ને નૈતિક સાથે વિતાવેલ સમય યાદ આવવા લાગ્યો... આરાધ્યા હજુ નૈતિક માં જ ખોવાયેલી હતી ત્યાં આલોક એ તેને બોલાવી.. અરે આધુ કેમ રોકાઈ ગઈ?  બોલ ને તારી દુનિયા તો હું જ છું ને?...

આધુ એ  આંખ ના ભીનાં ખૂણા લુંછયા અને આલોક ને ગળે વળગી ગઈ.. અને કહેવા લાગી હા આલોક મારી દુનિયા તું જ છે ને તું જ રહીશ પણ....

આરાધ્યા એટલે એક ૨૮ વર્ષ ની સ્ત્રી.. ગોળ મોઢું ને અણીયારી આંખો, ગુલાબ ની પાંખડી જેવાં હોઠ ને જાણે ભગવાને નવરાશ ના સમયે ઘડેલી કામણગારી કાયા.. સાક્ષાત ભગવાને મોકલેલી કોઈ પરી જ જોઈ લો.. 
ને આલોક એ આરાધ્યા નો પતિ.. જેને આરાધ્યા ને એના ભૂતકાળ ને વર્તમાન સાથે સ્વીકારી હતી. આલોક પૂરી કોશિશ કરતો આરાધ્યા ને ખુશ રાખવાની.... ને શું કામ ના કરે? હવે આરાધ્યા પાસે જીવવા માટે વધુ જિંદગી જ ક્યાં હતી?... વધી ને ૨ વર્ષ.. 


આલોક : પણ શું આધુ?

આરાધ્યા : પણ આલોક આજે આ મારી દુનિયામાં કોઈક અજાણ્યું આવી ગયું હોય એવું લાગે છે..

આલોક : આધું તું આજકાલ કઇંક વધુ પડતું જ વિચારે વિચારે છે. આપણી આ દુનિયામાં કોઈ અજાણ્યા ને આવવાનો અવકાશ જ નથી..

આરાધ્યા : પણ આલોક તું મને આટલો પ્રેમ ના કરીશ.... કાલ સવારે હું નહીં હોય ત્યારે તને મારા વગર વધુ તકલીફ પડશે.. મારાં વગર તારી જીંદગી અટકે એ પહેલાં હું તારાથી બહુ દૂર.......... 

આટલું સાંભળતા જ આલોક એ આરાધ્યા ના હોઠ પર આંગળી મુકી દીધી... 
આલોક : હવે એક પણ શબ્દ નઈ આધું.. ચાલ આજે આપણે  તારા ફેવરિટ પિઝા ખાવાં જવું છે ને પછી આઇસક્રીમ પણ... 

આલોક મારો મૂડ નથી મને તારાથી દૂર ક્યાંય નથી જવું આવું કહી આરાધ્યા એ આલોક નો હાથ પોતાના હાથ માં પકડી લીધો... 

આલોક : આધું હું તારી સાથે જ છું.. શું તું પણ આજે આ દુર જવાની દુર થઈ જઈશ આ બધી વાત લઈને બેઠી છે.. મોટી મોટી લડાઈ લડનાર પોતાનું વ્યક્તિત્વ પોતે જાતે જ બનાવનાર મારી આધું આ નાનકડા એવા કેન્સર થી હાર માની ગઈ? 

આરાધ્યા : આલોક આ કોઈ નાની વાત નથી. બ્લડ કેન્સર ના છેલ્લા પડાવ પર છું હું.. મારા ગયા પછી તારું શું આલોક? 

આલોક : આધું વગર આ-લોક નકામો... મસ્તી કરતાં આલોક એ કહ્યું.... મારા માટે તો જ્યાં મારી આધું ત્યાં જ મારી દુનિયા... 

આરાધ્યા : આલોક આટલો બધો પ્રેમ કરવા માટે આભાર.. 
પણ કાલે હોસ્પિટલ જવાનું છે ને આમ પણ હવે મારી પાસે વધુ સમય નથી પ્લીઝ તું બીજા મેરેજ કરી લે.. હું મારાં ગ્યાં પછી તને ખુશ ને સુખી જોવા માંગુ છું... 


આલોક : આધું એ કોઈ પણ કાળે શકય નથી.. આટલું બોલતાં જ આલોક આરાધ્યા ના ખોળા માં માથું નાખી રડી પડ્યો... આરાધ્યા આલોક ના વાળ માં ધીમે ધીમે હાથ ફેરવતી રહી ને આલોક ને શાંત પાડયો.. ને બંને જણા સુઈ ગયા.. 

બીજે દિવસે સવારે આલોક એ ઉઠી ને આધું આધુ ની બૂમ પાડી જોર જોરથી રડવા લાગ્યો.... ને કહેવા લાગ્યો કે હું તને એકલી ને ક્યાંય નહીં જવા દઉં કેમ કે "મારી દુનિયા તો તું જ છે આધું" આટલું બોલી આલોક ના પ્રાણ પણ નીકળી ગયાં....